________________
૪૩
ભૂલાવીને એક દીન-હીન–૨ક જેવી દુર્દશા કરીને, ચતુગતિમય સંસારમાં ઠેર ઠેર પીડા અને પરાભવ પમાડતો ભિખારીની દશામાં નચાવી રહ્યો છે.
જેઈ જેવાય નહિ અને સહી સહેવાય નહિ, એવી સંસારી જીવોની આ કરુણ દશા જોઈને ધર્મરાજાના પ્રતિનિધિ શ્રી તીર્થંકર પરમાત્મા ને મોહના બંધનથી સદાય છોડાવે, એટલું જ નહિ, જીવમાંથી શિવ, નરમાંથી નારાયણ, કે આત્મામાંથી પરમાત્મા બનાવે; એવા એક તીર્થની સ્થાપના કરે છે, કે જેને “જિનશાસનના નામે કે “સંગરંગશાળા”ના નામે પણ ઓળખી શકાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માના કથન અનુસાર સંસારનું સ્વરૂપ યથાથ સમજીને સંસારરંગશાળાના સભ્યપદેથી મુક્ત થઈને જવ જે સંવેગરંગશાળાનું સભ્યપદ સ્વીકારે, તે તે રંક મટીને રાજા કે આત્મામાંથી પરમાત્મા બની જાય છે! આ છે સંવેગરંગશાળાને અજબગજબને મહિમા !! | સંવેગરંગશાળાના સભ્ય બનવા માટે સૌ પ્રથમ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જરૂરી છે. મેહને વશ પડેલા જીવેને ભૌતિક પદાર્થોની ક્ષણિક મધુરતાસુંદરતા જોઈને સંસાર સુખમય અને સારમય દેખાય છે, તે તેઓની નરી ભ્રમણા છે. જ્યાં સુધી આ ભ્રમણું ન ભાગે, ત્યાં સુધી સંવેગભાવ પ્રગટી શકતું નથી.