________________
- ૪૯
આરાધનામાં સદા પ્રવૃત્ત રહે છે. પરંતુ જેનું નામ
પ્રમાદ,” ભલભલા યેગીઓને પણ જે ગર્તા કરતાં પણ ભયંકર એવી સંસારરૂપી ગર્તા(ખાઈ)માં ફેકી. દે છે, એ પ્રમાદથી આ ચારિત્રશીલ આત્મા સતત ભયભીત રહે છે. ક્યારે આત્મા અસાવધ બને અને પિતાના કર્તવ્યને ભૂલી જાય !, એ જ એક તક એ શોધતા રહે છે. લેશ પણ આત્મજાગૃતિ ખોટવાય કે તરત જ તે (પ્રમાદ) આત્મા ઉપર સ્વાર થઈ જાય છે અને આતમા પિતાના કર્તવ્યમાં બેદરકાર બની આચારમાગથી ખેલના પામે છે. .
જ્યારે ભણેલે ભૂલ કરી બેસે છે, ત્યારે લોકને દયાને બદલે એની ભૂલ પ્રત્યે હસવું આવે છે. તેમ જ્ઞાની અને ચારિત્રસમ્પન્ન આત્માઓ પણ પ્રમાદથી
જ્યારે પછડાટ ખાય છે, ત્યારે તેઓની સ્થિતિ સામાન્ય લેક માટે હાસ્યાસ્પદ જેવી બની રહે છે.
પ્રમાદ બહુલ જીવોની સ્થિતિને આ વિચાર પણ સંવેગભાવના પ્રકર્ષમાં કારણ બની જાય છે અને પ્રમાદનો વિજય કરવાની પ્રેરણા આપી જાય છે.
સંસાર અસાર છે–દેય છે, એ બાબતને સચેટ સમજવા માટે જ્ઞાની પુરુષેએ વિવિધતયા બતાવેલ સંસારસ્વરૂપને યથાર્થ વિચાર કરવો જરૂરી છે.
ઉપર વિચાર્યું તે રીતે સંસારની દુઃખમયતા, પાપમયતા, અજ્ઞાનમયતા, અવિરતિ બહુલતા અને