________________
૫૦
પ્રમાદપ્રચૂરતાના વિચારથી અનુક્રમે કરુણુ, રૌદ્ર, ભયાનક, ભત્સ અને હાસ્યાદિ ભાવાનું સ`વેદન કરવાપૂર્વક સવેગભાવને પુષ્ટ-પુષ્ટતર બનાવી શકાય છે.
કોઈ પણ ચીજની ( સારી-નરસી ) એ બાજુએ ( સાઇડા ) તા હાય છે, પણ ભૌતિક પદાર્થોની ક્ષણિક સુંદરતા, મધુરતા અને મેહકતાને કારણે સ'સારને સારમય કે સુખમય માનવે! તે નરી ભ્રમણા છે.
ક્ષણિક, તુચ્છ, વિનાશી અને પરિણામે દારુણ એવા ભૌતિક પદાર્થોને કે એના સચેાગથી પ્રાપ્ત થતાં સુખાને સારા માનવાથી, રાગપૂર્વકના પરિગ્રહ થવાથી કે ભાગ કરવાથી આત્માનું અહિત જ થાય, એ નિર્વિવાદ સત્ય છે. આ દૃષ્ટિએ સ`સાર અસાર જ છે, પણ એની બીજી આજીને જો તાત્ત્વિક વિચાર કરીએ, તા અપેક્ષાએ એમાં સાર પણ છે.
સ'સારની સારભૂતતા
જેમ આત્માનુ' અહિત અને અધઃપતન થાય તેવાં નિમિત્તો સ'સારમાં છે, તેમ આત્મહિત અને ઊત્થાન થાય એવાં સદ્ આલંબને પણ આ સંસારમાં જ છે. કહ્યું પણ છે કે
46
कटुकोप्येष संसारो, जन्मसंस्थितिदानतः । मान्यों मे यन्मया लेभे, जिनाज्ञास्यैव संश्रयात् ॥ " (નમસ્કાર માહાત્મ્ય પ્રકાશ-૧)