________________
સબળ નિર્બળને ફાડી ખાય, એમ દરેક જીવ અધિક બળવાનથી–મોટાથી સદા ભયભીત હોય છે.
પીડા, ત્રાસ, દુઃખ કેઈને ગમતાં નથી, છતાં નાનામોટા બધા સ્વાર્થ માટે એકબીજાને દુઃખી કરતા હોય છે; એટલું જ નહિ, કોઈ તો પ્રાણ લેતાં પણ અચકાતા નથી.
જ્ઞાની પુરુષે પરપીડાને જ પાપ કહે છે. તે પાપ સંસારમાં સર્વત્ર વ્યાપક દેખાય છે. જીવલેકની આ પાપમયતાને વિચાર જીવને રૌદ્રસ્વરૂપ સંસારની અસારતાને સમજાવે છે, તેથી સંવેગભાવની વૃદ્ધિ થાય છે.
(૩) સંસાર અજ્ઞાનમય છે-વપીડા એ દુઃખ છે અને પરપીડા એ પાપ છે! દુઃખનું મૂળ પાપ અને પાપનું મૂળ અજ્ઞાન છે. સ્વપીડા (ખ) એ પરપીડા(પાપ)નું ફળ છે. પરંતુ એ જ્ઞાન ને ન હોવાથી તે બીજાને પીડાકારક પ્રવૃત્તિ કરી રહ્યા છે. | સર્વ કેઈ સુખને જ ઈરછે છે, પણ પ્રવૃત્તિ પરપીડાકારક હોવાથી સુખના સ્થાને દુઃખ જ આવી પડે છે. પોતાના દુઃખમય ભાવિનું સર્જન જીવ પોતે જ વયં કરતો હોય છે. પરપીડાકારક પ્રવૃત્તિ કરવાના કારણે જ તે !
આમ અજ્ઞાનતાના ઘોર અંધકારથી જ જીવની ભયાનક દુઃખમય અને પાપમય સ્થિતિ સર્જાય છે,