________________
સંગરંગશાળા એ સંવગની
રંગશાળા છે.
રંગશાળા એટલે નાટયભૂમિ-નાટકશાળા !
જ્યાં નૃત્ય અને અભિનયની કળા દ્વારા લેકમાનસમાં કરુણ, ભય, હાસ્ય, શૃંગાર, વગેરે વિવિધ પ્રકારના રસોભાવ ઉત્પન્ન કરી શકાય, એવા પ્રયોગ શીખવાડાય કે બતાવાય તેને રંગશાળા કહેવાય છે.
ભિન્ન ભિન્ન ઉદેશાનુસાર રંગશાળા પણ અનેક પ્રકારની હોઈ શકે. તેમાં અહીં મુખ્યતયા બે પ્રકારની રંગશાળા વિચારવાની છે.
એક છે સંસારરંગશાળા ! બીજી છે સંવેગરંગશાળા !!
સંસારરંગશાળાના સૂત્રધાર મોહરાજા છે અને રાગ-દ્વેષાદિ તેના પ્રતિનિધિઓ છે. સંગરંગશાળાના સૂત્રધાર ધર્મરાજા છે અને તીર્થંકર-ગણુધરાદિ તેના પ્રતિનિધિઓ છે.