________________
૩૮
(૪) શુકલધ્યાનમાં-મુખ્યતાએ નિરંજન શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન-ધ્યાન હોય છે.
શુભ ધ્યાન વિના સમતા-સમાધિ સિદ્ધ થતી નથી, તેથી સમાધિલાભ માટે શુભ દયાનને અભ્યાસ પણ અત્યંત જરૂરી છે.
આ રીતે સમાધિલાભકારમાં વિવિધ વિષયોનું વર્ણન કરીને શેષ સંલેખનાદિ અંતિમ આરાધનાને વિધિ ઘણા વિસ્તારથી વર્ણવ્યું છે.
આમ એકંદર આ ગ્રન્થ આગમ, ગશા અને અધ્યાત્મશાના દેહનરૂપ છે. તેમાં આગમ, ગ અને અધ્યાત્મ-એમ ત્રણેય પ્રક્રિયાનો જે સુમેળ સધાયે છે, તે સુજ્ઞ પાઠક ગ્રન્થના અધ્યયન, વાચન અને મનન દ્વારા સમજી શકે તેમ છે.
આ ગ્રન્થ ચતુવિધ શ્રીસંઘની આરાધનામાં શ્રી ઉપમિતિ અને સમરાઈગ્ન કહાની જેમ અત્યંત ઉપગી અને ઉપકારી નીવડશે, એમાં લેશ માત્ર શંકા નથી.
આવા વિશાલકાય ગ્રન્થને ગુજરાતી અનુવાદ કરીને સકલ સંઘને આરાધનામાં સહાયક થવાનું જે પુણ્યકાર્ય આચાર્ય શ્રી વિજયભદ્રંકરસૂરિજીએ કર્યું છે, તે ખૂબ જ અનુમોદનીય અને અભિનંદનીય છે.