________________
૩૫
વખતે જે સૂત્રને ઉચ્ચાર કરે છે, તે જ પ્રતિજ્ઞાસૂત્ર આજે પણ ઉચ્ચારવામાં આવે છે. તેનું અતિશાયી અથ. ગાંભીર્ય તે શ્રી આવશ્યકનિર્યુક્તિ આદિ આગમાથી સમજવા જેવું છે, તે પણ તેમાં શરણાગતિ વગેરે જે રીતે અંતભૂત છે, તે રીતે વિચાર કરીએ.
(૧) મિ મા સામા”િ “હે ભગવન હું સામાયિક કરું છું.” (અહીં “સામાયિક” શબ્દથી પાંચ સમિતિનું પણ ગ્રહણ થાય છે.).
(૨) “સર્ષ સાવ વો વિવામિ“સર્વ પાપવ્યાપારને ત્યાગ કરું છું.' (અહીં ત્રણ ગુપ્તિનું પણ ગ્રહણ થયું છે.)
“મા” શબ્દ દેવ-ગુરુની શરણાગતિને સૂચવે છે. કઈ પણ કાર્ય તેઓની આજ્ઞા પ્રમાણે–તેઓની સાક્ષીએ કરવાની નિષ્ઠા બતાવે છે.
પરમાત્માની આજ્ઞા પા૫વ્યાપારને ત્યાગ અને સુકૃત વ્યાપારના સેવનરૂપ છે.
“સામાયિ” સર્વ સુકૃત-સદનુષ્ઠાનસેવન રૂપ છે અને તે સુકૃત અનમેદનાનું ફળ પણ છે. - “સર્વ સાવ ” સર્વ સાવદ્ય-પાપનું પચ્ચકખાણ, એ દુકૃત ગહનું ફળ છે.
ભૂતકાળમાં થયેલા દુષ્કતાનું પ્રતિક્રમણ-નિદાગોં કરવાપૂર્વક વર્તમાનમાં તેને ત્યાગ કરવામાં આવે છે.