________________
૩૩
સુકૃતાનમેદના ગુણીની પરમ ભક્તિસભર છે, ભક્તિ મુક્તિનું દ્વાર છે, ભક્ત સાધકને ભક્તિ મુક્તિથી પણ અધિક પ્રિય બને છે.
ઉપદેશરહસ્યમાં કહ્યું છે કે-“ગુણની ઉપાદેયતાના જ્ઞાન-શ્રદ્ધાનથી પ્રગટ પ્રમાદ, એ જ ગુણબહુમાન છે.”
આ રીતે ગુણબહુમાન, એ અમેદભાવ અને સુકૃતાનુદના રૂપ છે. આ પ્રમેદભાવ ગુણાધિક પ્રત્યે અને સુકૃતાનુમોદના સર્વનાં સુકૃત્યની કરવાની હોય છે.
એ પ્રમાણે શરણાગતિ, દુષ્કૃત ગર્તા અને સુકૃતાનમેદના સહજમલ હાસ કરી મુક્તિગમનની ગ્યતાને વિકસાવે છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તથા ષડાવશ્યક વગેરે સર્વ મોક્ષસાધક અનુષ્ઠાનેમાં આ ત્રણેય પ્રકારેને અંતર્ભાવ છે.
(૧) “ના” પદથી પાંચેય પરમેષ્ઠિઓની બિનશસ્તી શરણાગતિ સ્વીકારવામાં આવે છે. વ્યવહારમાં પણ શત્રુ ગણતે રાજા નમસ્કાર કરનારને શરણાગત માની અભય આપે છે, તેમ “નમો” પદથી અભયની પ્રાપ્તિ થાય છે.
(૨) “ના” વિનયવાચક હોવાથી ક્ષમાને સૂચક છે, વિનીત નમવાદ્વારા પોતાના ટુકૃત–ભૂલની ક્ષમા માગે છે, તેથી “નમો” એટલે ભૂલની કબૂલાતપૂર્વક ક્ષમા-પ્રાર્થના છે.