________________
આવાગમન છે. કહ્યું પણ છે કે-મહામંત્રના એક અક્ષરના ઊચારણથી પણ અનંત કર્મોના રસસ્પદ્ધ કે ક્ષય પામે છે અને મહર્ષિઓના પ્રણામથી મંગળ થાય છે. તેનું ફળ ઈહલૌકિક અને પારલૌકિક, એમ બે પ્રકારનું છે. તેમાં આ ભાવમાં કલેશ કે કપટ વિના જ અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તે ભવમાં મુક્તિ ન થાય તે તે થાય ત્યાં સુધી, ઉત્તમ દેવ અને મનુષ્યને ભવ તથા ઉત્તમ કુળ વગેરેની સામગ્રી આપી અંતે મુક્તિપદને આપે છે.
એમ શ્રી નમસ્કારમંત્રનું અદ્દભૂત માહામ્ય છે. જે કોઈ ભવ્યાત્મા તેનું શ્રવણ-મનન કરશે, તેને એ મહામંત્ર પ્રત્યે આદરભાવ અવશ્ય પ્રગટશે.
મહામંત્રની આરાધનાને સરળ માર્ગ–૧. ચતુઃ શરણગમન, ૨. દુષ્કૃત ગહ અને ૩-અકૃત અનુદના. એ તેની ભાવ આરાધનાના સરળ ઉપાય છે. શ્રી પંચસૂત્રમાં કહ્યું છે કે-દુઃખમય, દુઃખફલક અને દુખપરંપરક અનાદિ ભવપરંપરાને વિછેદ શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી થાય, તે પ્રાપ્તિ પાપકર્મના વિગમથી થાય અને તે વિગમ તથાભવ્યત્વ(મોક્ષપ્રાપ્તિની ગ્યતા)ના પરિપાકથી થાય છે. એ પરિપાકનાં સાધને ચતુદશરણગમન, દુષ્કત ગહ અને સુકૃત અનુદના છે. એ ત્રણ ઉપાયાના પુનઃ પુનઃ સેવનથી સહજમલના હાસપૂર્વક એક્ષપ્રાપ્તિની યેગ્યતા વિકસે છે.