________________
ન કરી અને શક્તિ છતાં પાલન ન કર્યું, વગેરે સર્વ દેશે આ ભવે કે પરભવે, જાણતાં કે અજાણતાં સેવ્યાં, સેવરાવ્યાં કે અનુમોદ્યા હોય, તે સર્વની નિંદા-ગહ વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યું છે.”
સુકૃત અનુદના-શ્રી અરિહંતાદિ ચાર તની શરણાગતિનું બીજું ફળ સુકૃતની અનુમોદના-પ્રશંસા વગેરે ભાવે પ્રગટે છે. તેમાં શ્રી અરિહંતાદિ પરમ ગુણીઓના ગુણની અનુમોદના-સ્તુતિ-પ્રશંસા જેમ પ્રબળ પુણ્યસંચય કરાવે છે અને બીજાના નાના પણ ગુણની અનુમોદનાથી આત્મામાં એ ગુણની પ્રાપ્તિ સુલભ બને છે, તેમ પિતાના સુકૃતની અનમેદનાથી પુણ્યબળ સજાય છે, પરિપુષ્ટ બને છે અને સુકૃતની પરંપરા ચાલે છે.
સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં થતાં સર્વનાં મોક્ષસાધક સુકૃત્યેની અનુમોદનાથી હદયમાં અનેક સુંદર ભાવનાઓ ઉછળે છે અને સુકૃત અનુદના સમ્યફ બને એ માટે શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરતું ચિત્ત પિકારી ઊઠે છે કે
હે પરમાત્મ! આપના અચિંત્ય સામર્થ્યના પ્રભાવે મારી આ અનુમોદના સમ્યગ, વિધિપૂર્વકની અને શુદ્ધ આશયવાળી તથા શુદ્ધ પ્રતિપત્તિયુક્ત નિર્દોષ અને !!
૮. ગતિgિ૦ (પંચસૂત્ર )