________________
પ્રિત ધમ, એ ચારેયનું શરણું તે પરમ ભક્તિયોગ છે અને ભક્તિ સર્વ ગોનું બીજ છે.
શ્રી અરિહંતાદિ ચારેય મહા મંગલસ્વરૂપ અને લકત્તમ છે. તેઓના શરણથી દુષ્કૃત-પાપની અમંગળતાનું અને સુકૃત-પુણ્યની મગળતાનું જ્ઞાન થવાથી દુષ્કૃત હેય અને સુકૃત ઉપાદેય લાગે છે.
શ્રી અરિહંતાદિ ચારમાં સર્વ ગુણ આત્માઓને અને સર્વ ગુણેને અંતર્ભાવ હોવાથી, તેઓનું શરણ એ સર્વ ગુણાધિક તત્તનું શરણ-સ્મરણ બની રહે છે.
શ્રી અરિહંતાદિ ચારેય તમાં તત્વત્રયી (દેવગુરુ-ધર્મ) છે, જ્ઞાનાદિ રત્નત્રયી છે તથા પંચપરમેષિ અને નવપદોને પણ સમાવેશ છે, તેથી તેમાં સમગ્ર જિનશાસન રહેલું છે, એમ પણ કહી શકાય.
- શ્રી યોગશતકવૃત્તિમાં કહ્યું છે કે-આ ચારેયનો એ વિશિષ્ટ સ્વભાવ છે, કે જે કઈ તેના શરણે રહી સ્મરણ-ધ્યાનાદિ કરે, તેનાં કિલષ્ટ કર્મોનો અને સકળ વિદનેને નાશ થાય છે તેમજ ચિત્ત નિર્ભય બનતાં પરમ સુખ અને શાન્તિ અનુભવે છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં “નમો પદથી પાંચેય પરમે ઠિઓનું શરણ સ્વીકારાય છે અને ચૂલિકામાં તેનું પ્રયેાજન જણાવ્યું છે.
પ્રસ્તુત ગ્રન્થમાં આ ચારેય તનું માહામ્ય