________________
વર્ણવી તેના શરણને સ્વીકારવાનું સૂચન છે. અને એ બધું વર્ણન “ચઉસરણુ-પંચસૂત્ર આદિ શાસ્ત્રોના આધારે હવાથી અત્યન્ત માનનીય, મનનીય અને ભાવવાહી છે. વારંવાર એના વાંચન-શ્રવણથી ચિત્તને વાસિત કરવાએગ્ય છે.
દુષ્કૃત ગહ-ચાર શરણને પામેલે આત્મા પિતાના પાપાચરણની નિંદા અને ગહ કરે છે, પશ્ચાત્તાપથી પાપનું મૂળ ઉખડી જાય છે. જે સ્વદુષ્કતની નિંદા-ગર્હ. ન થાય, તે તેની પરંપરા ચાલે છે, માટે પાપના પરિહાર માટે દુષ્કૃત ગોં ઉત્તમ ઉપાય છે.
વળી સર્વ પાપનું મૂળ મિથ્યાત્વ-અજ્ઞાન છે. પાપને પાપ ન માનવું એ મિથ્યાત્વ અને પાપ માનીને તેની ગહ કરવી તે સમ્યક્ત્વ છે.
બારમા દ્વારમાં સર્વ દુષ્કતેનું સ્પષ્ટ વિસ્તૃત વર્ણન કરી તેની ગહનું અને મિથ્યાત્વની વિશેષતયા ગહનું સૂચવ્યું છે. - “સુદેવમાં કુદેવની કે કુદેવમાં સુદેવની બુદ્ધિ કરી હોય, એ રીતે સદ્ગુરુમાં કુગુરુની કે કુગુરુમાં સુગુરુની, સુધર્મમાં અધમની કે અધર્મમાં સુધર્મની, તત્ત્વમાં અતત્વની કે અતત્વમાં તત્ત્વની બુદ્ધિ કરી હોય, તથા યથાસ્થાન મૈત્રી આદિ ભાવેને ન કર્યા હોય, ચારિત્રધર્મ પ્રત્યે અનુરાગ ન કર્યો, દેવ-ગુરુની સેવા ન કરી, હિલનાઅવગણના કરી, જિનવચનામૃતનું પાન ન કર્યું, શ્રદ્ધા