________________
૨૫.
ભાવનમસ્કારની ભાવનાને વિધિ
ચિત્તમાં એમ ભાવવું કે–ભાવપૂર્વકને એક નમસ્કાર પણ મારા સકળ સુખને સાધક અને સર્વ દુઃખને નાશક છે
અહા! હું કે ભાગ્યશાળી છું, ધન્ય છું કે મને આજે અચિંત્ય ચિંતામણું આ મહામંત્ર મળે. હું આજે સર્વાગે અમૃતરસથી સિંચાય છું, મને કોઈએ પરમ સુખમય બનાવી દીધો છે.
આ મહામંત્ર એ જ પરમ સારભૂત સંપત્તિ છે, પરમ ઈષ્ટ સંયોગ છે અને પરમ તત્વ છે. તેની પ્રાપ્તિ મને પામરને થઈ, તેથી જણાય છે કે-હવે હું આ અગાધ ભવસાગર તરી ગયો!
આ જ સાચો પિતા, માતા, પરમ બંધુ અને મંગળ છે, પરમ પુણ્ય અને પરમ ફળ છે. તે આત્માને મેક્ષમાં પહોંચાડે છે, માટે જ્ઞાનીઓએ તેને તપ-સંયમ-- રૂપ ને સારથિ કહ્યો છે.
આવા અપૂર્વ ભાલ્લાસ સાથે ભાવના રસમાં ઝીલતાં એક પણ નવકારનું જે સ્મરણ થઈ જાય, તે એ વિપુલ પાપકર્મોને ક્ષય કરી શકે છે, કારણ કેતેના શ્રવણ અને ભાવના રસમાં જેટલું મન લીન બને તેટલી કમની નિબિડ-દઢ ગ્રંથીઓ છેદાતી જાય છે.
નમસ્કારનું પ્રોજન અને ફળ-પ્રયોજન અર્થાત અનંતર કાય, તે કર્મોનો ક્ષય અને મંગળનું