________________
કેઈ સામગ્રી જીવને મળે છે, તે સર્વ મહામંત્રના શરણને જ મહિમા છે. વધારે શું? તે નમસ્કાર ભવ્યાત્માઓને શાશ્વત સુખ અને તે દરમ્યાન સંસારમાં પણ વિવિધ અનુપમ સુખોની ભેટ કરે છે.
જેમ સેનાપતિ સૈન્યને પતિ અને સાચા માર્ગ દર્શક છે, તેમ ભાવનમસ્કાર પણ દર્શન-જ્ઞાન-ચારિત્રતપન નાયક અને તે સર્વને યથાસ્થાન પેજક છે. સેનાપતિ વિના સેના વિજય ન મેળવે, તેમ ભાવનમસ્કાર વિના અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કરવા છતાં મેહને જીતી શકાય નહિ.
મહામંત્રની આરાધના-મંદ પુણ્યવાળાને પ્રાપ્ત થતી નથી, માટે સુજ્ઞ ભવ્યાત્માઓએ અતિ પુણ્ય પ્રાપ્ત મહામંત્રની આરાધનામાં ચિત્તને સતત જોડવું જોઈએ.
જીવન પ્રત્યેક પ્રસંગમાં મહામંત્રનું રટણ, સમરણ, શરણ અને વારંવાર તેની અર્થભાવના-અનુપ્રેક્ષા કરવી જોઈએ.
અંતિમ અવસ્થામાં અંતિમ આરાધના માટે તે સવિશેષ કરવું જોઈએ. તેમાં શારીરિક શક્તિ મંદ પડતાં જે મહામંત્રનું સંપૂર્ણ સ્મરણાદિ ન થઈ શકે, તે
અ-સિ-આ-ઉ-સા” મંત્ર ગણ; તેટલું પણ શક્ય ન હોય તો માત્ર “”નું સ્મરણ; અને તે પણ ન બને તો પાસે રહેલા કલ્યાણમિત્ર નિમકના મુખે પૂર્ણ નવકારને એકાગ્ર બની સાંભળવો.