________________
સર્વ જીવોનું સ્વરૂપ સત્તાથી શ્રી સિદ્ધપરમાત્મા તુલ્ય નિમળ છે. એવા જ્ઞાનથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની રૂચિરૂપ પ્રગટતે સંવેગ, તે બન્નેના બળે ઈચ્છાનિષ્ટ સંયોગો અને માન-અપમાન વગેરેમાં જે રાગશ્રેષરહિત તુલ્ય પરિણામ, તે સમસામાયિક છે.
(૩) અનુકંપા, નિર્વેદ અને સંવેગના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થતે પ્રશમ, તે સમ્મસામાયિક છે.
જેમ નિશ્ચયસમ્યફવજ્ઞાન અને ચારિત્રવરૂપ છે, તેમ સમ્મસામાયિકમાં પણ એ ત્રણેયને અંતર્ભાવ છે, માટે તે બન્નેની એકરૂપતા છે.
પાંચ લક્ષણે અને ધ્યાનને સંબંધ
(૧) આસ્તિક્ય અને અનુકંપા વડે મૈત્રી તથા કરુણા પ્રગટ થવાથી કષાયની ઉત્કટતારૂપ રૌદ્રધ્યાન નાશ પામી ધર્મધ્યાન પ્રગટે છે.
1-सम्मन्ति पासहा मोणंति पासहा । मोणंति पासहा सम्मति पासह ॥
(આચારાંગસૂત્ર) मन्यते यो जगत्तत्व, स मुनिः परिकीर्तितः । .. સામેવ તૌન, નીને સવમેવ = H (જ્ઞાનસાર)