________________
૨૦
" विणओ सिरिण मूलं, विणओ मूलं समत्थसोक्खाणं । विणो हु धर्ममूलं, विगओ कल्लाणमूलं ति ॥"
લક્ષ્મીનું મૂળ, સર્વ સુખનું મૂળ, ધર્મનું મૂળ અને કલ્યાણ-મંગળનું પણ મૂળ ધર્મ છે. ”
વધારે શું? વિનીત આત્મા જ સર્વ સંપત્તિ અને ચારિત્રધર્મને પ્રાપ્ત કરી સ્વ–પર બાહા-અત્યંતર હિત સાધી શકે છે. તેના મુખ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર–એ પાંચ પ્રકારે છે.
૧. જ્ઞાનવિનય-કાળ-વિનયાદિ શાક્ત આઠ આચારના પાલનથી થાય છે.
૨. દર્શનવિનય-જિનેક્ત વચનમાં નિઃશંકતા આદિ આઠ પ્રકારે થાય છે.
૩. ચારિત્રવિનય–પ્રણિધાનપૂર્વક અષ્ટપ્રવચનમાતાને પાલનથી થાય છે.
૪. તપવિનય-તપની અને તપસ્વીઓની ભક્તિઅનુ મેદનાથી, તપ નહિ કરનારની પણ હિલના નહિ કરવાથી તથા યથાશક્ય તપ કરવાથી થાય છે.
૫. ઉપચારવિનય-પ્રત્યક્ષ કે પરોક્ષમાં ગુણી આત્માઓ પ્રત્યે કુશળ યેગોને, મન-વચન-કાયાને પ્રવર્તાવવાથી, અકુશળને રોકવાથી થાય છે. ઉપચારને અર્થ અહીં સેવા, વંદન આદિ ક્રિયાઓ હેવાથી કાયિક,
૭. “સાન-ન-વારિત્રોપવાઃ |” (તત્ત્વાર્થસૂત્ર)