________________
૨૧
વાચિક અને માનસિક ક્રિયાને અહી: ઉપચારવિનય કહ્યો છે.
એ રીતે વિનયગુણ માટે પાંચેય આચારનું યથાર્થ પાલન આવશ્યક છે. ઉપરાંત વિનયનું પાંચેય આચારમાં સ્વતંત્ર સ્થાન હોવાથી તે પંચાચારસ્વરૂપ પણ છે. જેમ કે-જ્ઞાનાચારમાં વિનય અને બહુમાનરૂપે, દશનાચારના ૬૭ ભેદે પૈકી વિનયના દશ ભેદરૂપે, ચારિત્રના સત્તર ભેદમાં માર્દવરૂપે, તપના બાર ભેદમાં અત્યંતર તારૂપે વિધાન છે અને વર્યાચાર સંપૂર્ણ વિનયરૂપ છે.
આરાધનામાં વિનયનું એવું મહત્ત્વ છે કે-શ્રી દશવૈકાલિકનું નવમું અને શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું પ્રથમ અધ્યયન સંપૂર્ણ વિનયપ્રરૂપક છે, એમ વિનયની બહુવિધ અનિવાર્યતા જણાવી છે.
વિનય વિના લૌકિક-કેત્તર કોઈ કાર્ય સિદ્ધ થતાં નથી, વિદ્યા, મંત્ર વગેરે પણ ગુરુવિનયપૂર્વક સિદ્ધ થએલા જ હિતકાર બને છે, અન્યથા વિડંબનારૂપ પણ બની જાય છે.
વિનય આઠેય કર્મોનું વિનયન-નાશ કરે છે, માટે જ તેનું વિનય નામ સાર્થક હોવા ઉપરાંત સવ અનુષ્ઠાનધર્મોનું મૂળ છે.
શ્રી મહામંત્ર નવકારને જે અદભૂત મહિમા અને તેની અસાધારણ પ્રભાવકતા કહી છે, તે પણ એ કારણે