________________
(૭) શ્રી પંચપરમેષ્ઠિઓના સદભૂત ગુણોની શ્રેષ્ઠતાને વિચારી તેની પૂજા-ભક્તિ-સત્કાર વગેરેમાં તત્પરતા, (૮) શ્રી જિનશાસનની પ્રશંસા, (૯) ધર્મનિંદાને સર્વથા ત્યાગ, (૧૦) પંચમહાવ્રતધારક સદૂગુરુઓની ભક્તિ, (૧૧) સ્વદુષ્કૃત્યની નિંદા, (૧૨) ગુણીજનના ગુણને પ્રદ, (૧૩) કુસંગત્યાગ, (૧૪) સજજનેને સમાગમ, (૧૫) દુર્જનના દુર્ગાની ઉપેક્ષા, (૧૬) સમ્યજ્ઞાનનું શ્રવણ-અધ્યયન-મનન, (૧૭) ક્રિયા જ્ઞાનપૂર્વક કરવી, (૧૮) જ્ઞાનાધિક પ્રત્યે બહુમાન અને જ્ઞાનદાનની તત્પરતા, (૧૯) કષાયોને જય કરે, અને (૨૦) ચિત્ત પ્રસન્ન રાખવું. ઈત્યાદિ.
સામાન્ય વિદ્યા-મંત્રો પણ યોગ્ય-અધિકારીને જ સિદ્ધ થાય છે, તેમ મહાગુણ પ્રશમની સિદ્ધિ પણ તેને યોગ્ય-અધિકારીને જ થાય છે. માટે યોગ્ય જીને આ ગ્રન્થના વાચન, શ્રવણ, મનન આદિથી તુર્ત આરાધનામાં વેગ અને સ્થિરતા પ્રગટ થાય છે, અપ્રાપ્તગુણેની પ્રાપ્તિ થાય તેવી તેમાં પદ્ધતિ અને વર્ણન છે.
૨. વિનયદ્વારમાં–વિનયનું મહત્વ અને તે અંગે સુંદર વર્ણન છે. તેમાં મેક્ષનું મૂળ-ઉપાદાનકારણે રત્નત્રયીની આરાધના છે અને એ આરાધનાનું મૂળ વિનય છે. કૃતજ્ઞતા એક વિશિષ્ટ ગુણ છે. તેની ઓળખાણ વિનયથી થાય છે. કૃતજ્ઞ આત્મા જ ઉપકારીઓને યથાર્થ વિનય કરી શકે છે. કહ્યું છે કે