________________
૧૭
(૨) નિર્વેદ અને સંવેગથી પ્રગટ થતાં માધ્યશ્ય અને પ્રમાદ ભાવથી વૈષયિક સ્પૃહાની ઉત્કટતારૂપ આdધ્યાન નાશ પામી ધર્મધ્યાન વધે છે.
(૩) પ્રશમ, એ શોષ ચારેય ગુણેનું ફળ હોવાથી નિશ્ચલ ધર્મધ્યાનસ્વરૂપ છે અને તે શુકલધ્યાનના પ્રારંભમાં સહાયક બને છે.
વ્યવહારિક સમ્યક્ત્વનાં સંવેગાદિ લક્ષણેના પ્રતિ બંધક દર્શનમેહ અને અનંતાનુબંધી કષાય છે, તથા નિશ્ચય સમ્યકત્વના તે લક્ષણના પ્રતિબંધક અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાયો છે.
પ્રસ્તુત ગ્રન્થમાં એ પ્રતિબંધકોના વિગમ-વિનાશના અનેક સુંદર, સરળ અને સચોટ ઉપાયે દર્શાવ્યા છે. તેથી આ ગ્રન્થનું “સંવેગરંગશાળા નામ સાર્થક બને છે.
- ગ્રન્થનો પરિચયગ્રંથકાર સ્વયં પ્રથમ સંવેગનું સ્વરૂપ તથા ફળ જણાવે છે કે" एसो पुण संवेगो संवेगपरायणेहिं परिकहिओ । परम भवमीरुतं, अहवा मोक्खाभिकंखित्तं ॥५५॥"
સંવેગસના પરમ ભંડાર શ્રી તીર્થકરો અને ગણધરભગવંતેએ ભવને અત્યંત ભય અથવા મોક્ષની તીવ્ર અભિલાષાને સંવેગ કહ્યો છે...?