________________
૧૩
() સંવેગ અને નિશ્ચયદષ્ટિએ બને અતિ ત્વને વિચાર-નિશ્ચયદષ્ટિથી બને અસ્તિત્વના વિચારથી પ્રગટતી મોક્ષની (શુદ્ધ સ્વભાવની) રુચિને સંવેગ કહે છે. મેક્ષનું બીજ સંવેગ છે. મોક્ષની રુચિવાળો જીવ જ મોક્ષની સાધના કરી શકે. * સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી એ મોક્ષમાર્ગ છે અને તેના પ્રરૂપક શ્રી અરિહંત છે, તેથી તેઓ સવેગને પ્રગટ થવામાં પ્રધાન-પુષ્ટ નિમિત્ત છે. તેઓની આદરપૂર્વક ભક્તિ, સેવા અને આજ્ઞાપાલન કરવાથી જ આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થાય છે.
“શુદ્ધ નયથી મારું અને સંસારી સર્વ જીનું સ્વરૂપ સત્તાએ શુદ્ધ સિદ્ધપરમાત્મા તુલ્ય છે.”—આનું જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે, ત્યારે જીવને તે શુદ્ધ સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધો પ્રત્યે અનુપમ ભક્તિ અને આદરબહુમાન પ્રગટે છે અને પિતાના પણ તેવા સ્વરૂપને પ્રગટાવવા માટે ઝંખના પણ વેગવંતી બને છે તથા તેના પરમ ઉપાયભૂત આવશ્યકાદિ સદનુષ્ઠાનેરૂપ શુદ્ધ વ્યવહારમાગ, તેની આરાધના અને ઉપાસનામાં અધિકાધિક ઉઘત બને છે. ઉપરાંત શુદ્ધ નયની ભાવનાથી પોતાને સદા ભાવિત પણ કરતો રહે છે. તે શુદ્ધાત્મભાવ અંગે કહ્યું છે કેદેહ મન વચન પુદગલ થી, કર્મથી ભિન્ન તુજ રૂ૫ રે અક્ષય અલંક છે ઇવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે”
. ચેતન જ્ઞાન અજવાળીએ (ઉપા)