________________
બધામાં કર્મ પરિણામ મુખ્ય ભાગ ભજવે છે. અજ્ઞાન અને તીવ્રમેહદય પણ આ કર્મ પરિણામના જ રૂપાંતરો છે.
આ સ્થળે મહામહ અને ચારિત્રધર્મ આ બન્નેને વિધી તરિકે બતાવવાના હોવાથી બન્નેને જુદાં જુદાં કુટુંબના અધિપતિ માની, તેના પેટા વિભાગનાં જુદાં જુદાં પાત્રો કલ્પવામાં આવે છે. તે બને પાત્રોમાં શુભાશુભ પ્રકૃતિ સિવાય બીજી વિશેષતા નથી છતાં એક પ્રકૃતિ આત્મમાર્ગમાં જીવની ઉન્નતિમાં મદદગાર છે. ત્યારે બીજી જીવની ઉન્નતિમાં અપેક્ષાએ વિદન ઉત્પન્ન કરે છે.
આ સ્થળે કર્મ પરિણામ રાજા છે. કાળપરિણતિ રાણું છે. અજ્ઞાન તેને સેનાપતિ છેઃ તીવ્રમોહદય કર્મપરિણામને નાનો ભાઈ હોવાથી તે રાજ્યમાં મોટો અધિકારી છે. તબ્રિગ દૂત છે. લેકસ્થિતિ કર્મ પરિણામની મોટી બહેન છે. ભવિતવ્યતા ઉન્નતિક્રમમાં આગળ વધતા સંસારી જીવની સ્ત્રી છે. આટલાં પાત્રો આ સંસારી જીવન ઉદય અસ્તમાં સહાયક છે.
આશય એ છે કે, કર્મનાં જે પરિણામ તે કર્મ પરિણામ રાજા, આ પરિણામે સારાં પણ હોય છે અને ખરાબ પણ હોય છે. સુખદાઈ તેમજ દુઃખદાઈ પણ હોય છે. જે આશયથી જીવ કર્મ કરે છે તેવાં ફળ અવશ્ય જીવને ભેગવવા પડે છે. તેથી એક સત્તાધિશ રાજાની ઉપમા કર્મ પરિણામને આપી છે. તેનું રાજ્ય આવિશ્વના મોટા ભાગ ઉપર છે. મતલબ