________________
પાણી તેને પલાળી શકતું નથી. કેમ કે શસ્ત્ર અને અગ્નિઆદિના વિષયથી પણ તે નિગોદમાં રહેલા એના શરીરે વધારે સૂક્ષમ હોય છે. અહીં તે જીવેમાં જ્ઞાન ઘણું જ અવ્યક્ત હોય છે–અપ્રગટ હોય છે. બીજા દર્શનકાર આવી સ્થીતિને અવ્યક્ત બ્રહ્મ કહે છે. તેમાં એક કુરણ થયું અને તેમાંથી આગળ વિકાશ માને છે. લગભગ આ વાતને આ સ્થીતિ મળતી આવે છે.
આ જીવને અવ્યવહાર રાશીના જીવ પણ કહે છે. આ એક સૂક્ષ્મ વનસ્પતિની જાતિ ગણાય છે. તેને સૂક્ષ્મ નિગદ પણ કહેવામાં આવે છે. આ જાતિમાં અનંત જીવે હોય છે.
જીવ આ નિગોદમાંથી ઉન્નતિકમમાં આગળ વધે છે. આ જીવમાં આ વખતે અત્યંત અજ્ઞાન હોય છે. નીચલી કેટિના જીવમાં આ છે સર્વથી નીચલે પગથીએ રહેલા ગણાય છે. તે જીવમાં અવ્યક્ત તીવ્રમેહને ઉદય પણ સાથે જ હોય છે. અજ્ઞાન અને તીવ્રમેહના ઉદયને લઈને જીવ આ સ્થાનકે ઘણા લાંબા વખત સુધી રહે છે. તેઓ કોઈ પણ લેક વ્યવહાર જેવા કે “જવું, આવવું. હાલવું, ચાલવું કરતા ન હોવાથી અસંવ્યવહારી કહેવાય છે.
આ જીવની રાશીમાંથી એક જીવને ઉરતિકમ આ ઠેકાણે કહેવામાં આવે છે. એવી જ રીતે બીજા જીવની પણ ઉન્નતિ કેટલાક ફેરફાર સાથે જુદી જુદી રીતે થયા કરે છે. બધાની એક સરખી એકજ રીતે ઉન્નતિ થતી નથી. આ