________________
જાતિની અપેક્ષાએ અનેક જુદી જાતનાં વૃક્ષે પણ વૃક્ષ કહેવાય છે. જુદી જાતિના મનુષ્ય પણ મનુષ્યની અપેક્ષાએ એક મનુષ્ય ગણાય છે. તેમ આત્મા અનંત હોવા છતાં સત્તા સ્વરૂપે બધા સરખા હોવાથી આત્માની જાતિની અપેક્ષાએ કેઈ આત્માને એક કહે તો તે ઠીક છે. તેમાં વાદવિવાદ કરવાનું કાંઈ કારણ નથી. બાકી તે જે પુરૂષાર્થ કરશે તે તેનું ફળ પામશે. એક અનેકનો વાદ તેમાં આડે આવી વગર પુરૂષાર્થે ફળ આપશે નહિ.
ઉન્નતિકમમાં આગળ વધી અનુસુંદર ચકવત્તિના જીવે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા પર્વતની નજીકની ભૂમિકા કે ક્રમે પ્રાપ્ત કરી, તેમાં તેણે કેવાં સાધન સદુપયોગ કર્યો, કયાં કયાં ભૂલ કરી અને તેનાં કડવાં વિપાકરૂપ બદલે કે મા વિગેરે બાબતો આ ગ્રંથમાં કહેવામાં આવશે.
ઉન્નતિક્રમમાં આગળ વધનાર જીવને તેમાંથી ઘણું જાણવાનું, ત્યાગ કરવાનું અને ગ્રહણ કરવાનું મળશે.
નિદસ્થાન-જીવની ઓછામાં ઓછી વિકાશવાળી શક્તિ નિગોદના જીવોમાં છે. જીવનની ઉન્નતિ અહીંથી આગળ ચાલતાં થાય છે. ઘણો જ ઓછો વિકાશ આ સ્થાનમાં હોય છે. આ જીનાં શરીરે એટલાં સૂક્ષ્મ હોય છે કે શસ્ત્ર તે જીવોના શરીરને છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી. વાયુ શોષી શકતું નથી અને