________________
પુરૂષાર્થને અવકાશ રહે છે. આ વસ્તુ સ્થીતિ સિદ્ધ કરવા અનેક સાધને વાપરવામાં આવે છે, છેવટે આત્મા એ જ પરમાત્મ સ્વરૂપ થઈ રહે એટલે ઈતિ કર્તવ્યતા પુરી થાય છે, અને તેજ બધા પ્રયત્નનું છેવટનું ફળ છે.
દરેક ધર્મના પ્રણેતાઓને આત્મા અને તે સિવાય બીજું કાંઈ છે, એ ગમે તેવા રૂપાંતરે પણ માન્યા વિના ચાલતું નથી. પછી કેઈ તેને માયા કહે, કે કોઈ તેને પ્રકૃતિ કહે કોઈ તેને જડ વસ્તુ કહે, કે કઈ તેને બ્રાંતિ કહે પણ આત્મા સિવાય બીજી વસ્તુની હૈયાતિ માનવી પડે છે. જે બીજી વસ્તુ ન હોય તો એકલા શુદ્ધ આત્માથી આ વિવિધતાઓ સંભવી શકે જ નહિં. વિદ્વાનો તેનાં નામ ભલે જુદાં જુદાં આપે છતાં નામાંતરે પણ તેમને બીજી વસ્તુ માનવાની અપેક્ષા રાખ્યા વિના ચાલતું નથી. જુઓ કે છેવટે જે આત્મા શિવાયની બીજી વસ્તુ છે તેને ત્યાગ કરવો પડે છે, તેનાથી જુદા થવું પડે છે, ત્યારે જ ખરી શાંતિ મળે છે અને ત્યારે જ ખરા અભેદમાં પ્રવેશ કરાય છે.
જ્યારે આત્મા, આત્મા સિવાયની અન્ય વસ્તુમાં પિતાના ઉપગરૂપ કરણદ્વારા પરિણમે છે, ત્યારે આત્મા પિતાના અભેદ સ્વરૂપમાં રહેતા નથી. પણ ભેદસ્વરૂપે થઈ રહે છે. પછી તે પ્રાણુમાં, વચનમા, ઈન્દ્રિયામાં મનમાં કે કઈ વસ્તુમાં પરિણમેલ હોય છે, ત્યારે તે ભેદભાવમાં રાગદ્વેષ કરી નવીન બંધન ઉત્પન્ન કરે છે, તે જ આત્મા: જ્યારે તે તે વસ્તુઓમાં પરિણમવારૂપ પરિણામથી "પાછો