Page #1
--------------------------------------------------------------------------
________________
થી ઇંદ્રહસણવિરચિત.
શ્રી ઉપદેશ કપલ્લી મક ભાષાંતર. રામ
પ્રવક્તા ૩૬ કૃત્યરૂપ મના પિણા આણું સજઝાય
ઉપરની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરાવી
જૈન બંધુઓને પરમ ઉપકારી જાણું
છપાવી પ્રસિદ્ધ કરનાર
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
વિક સંવત ૧૯૭૮
વીર સંવત ૨૪૪૮
ભાવનગર–વિવાવિય પ્રીન્ટ એસ.
કિંમત રૂ. ૨-૦-૦
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના કૃત્યની સ્વાધ્યાય.
મહજિકુણું આણું, મિચ્છ પરિહરહ ધરહ સમ્મત્ત; છરિવહ આવફ્ટયમિ, ઉજજુ હાઈ પઠદિવસ. ૧ પવૅમુ પસહવ, દાણું સીલ તવે ભાવે સજઝાય નમુક્કારે, પરેવયારે આ જયણું અ. ૨. જિણપૂઆ જિણથgણું, ગુરૂશુઆ સાહમ્પિઆણુવલં; વવહારસ્સ ય સુદ્ધી, રહાજરા તિથ્થજતા ય. ૩. ઉવસમ વિવેક સંવર, ભાસાસમિઈ છછવકરૂણુ ય; ધમ્બિઅજણસંસગે, કરણદમે ચરણપરિણમે. ૪ સોવરિ બહુમાણે, પુણ્યતિહણું પાવણ તિથ્થ; સઠ્ઠાણુ કિચચમે, નિર્ચ મુગુરૂવએસેણું.
- માહ જિણાણ આણું-ઈતિ પાઠાંતર.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના. આ ઉપદેશકઃપવલ્લી નામની ટીકા શ્રાવકના કૃત્યરૂપ મને નિri Sir એ નામવાળી સઝાય ઉપર શ્રીઈદ્ધહંસગણિએ કરેલી છે. તેની અંદર શ્રાવકના ૩૬ કૃત્ય બહુ વિસ્તાર સાથે વણ વેલા છે. દરેક કૃત્યોના સંબંધમાં એકેક કથા આપેલી છે. કેટલાક કૃત્યના સંબંધમાં બે બે કથાઓ પણ છે. એક ચતુર્વિશતિસ્તવનામના અધિકાર ઉપર કથા નથી. એમાંની કેટલીક કથાઓ બહુ વિસ્તારવાળી છે અને કેટલીક સંક્ષિપ્ત છે. છેવટની વિમળમંત્રીની કથા બહુ વિસ્તારથી આપેલી છે. તે દંડનાયક અને રાજા પણ કહેવાયેલ છે. તે કથા ખાસ વાંચવા લાયક છે. બીજી કથાઓ પણ વાંચવા લાયક છે, પરંતુ ગમે તે કારણથી આપણું અન્ય અનેક અને ચરિત્રમાં આવતી કથાઓ કરતાં આ કથાઓમાં જુદાપણું દેખાય છે કેટલીક કથાઓ તે ખાસ જુદાપણું બતાવે છે. ૨૬ મા અધિકારમાં કુરગડુ મુનિની કથા છે, તેની વસ્તુ તે ખાસ જુદી છે. ૨૮ મા અધિકારમાં વૃહદ્રથની કથા છે, તેમાં પણ બહુ વિચિત્રતા છે અને જુદાપણું દેખાય છે.
આ ગ્રંથકર્તા પિતે તપગચ્છી છે એમ બતાવે છે. પ્રશસ્તિમાં પણ શ્રી સમસુંદરસૂરિ, તેના મુનિસુંદરસૂરિ, તેના જયચંદ્રરાજ, તેના રત્નશેખરસૂરિ, તેના ઉદયનંદી, તેના સુરસુંદર, તેના લક્ષ્મીસાગર, તેના સમદેવ, તેના રત્નમંડન, તેના સંમજસ, તેના ઇંદ્રનંદી, તેને ધર્મહંસગણિ અને તેના ઈહિંસગણિ એમ પટ્ટાવાળી (પિત ) આપે છે. એમાં કઈપણ સૂરિથી તે તપગચ્છથી અવશ્ય જુદા પડતા હોય એમ લાગે છે. કારણ કે તેઓ આગમના કરતાં નિગમની મહત્વતા બતાવનારા અને તેનાજ પૂર્ણરાગી જણાય છે. પ્રથમ તે એ ભાવ તેઓ ગોપવે છે પણ પાછલા ભાગમાં તેમને તે આશય બહુજ ખીલી નીકળે છે. આ ટીકા પ્રથમ વાંચતાં એઓ શુદ્ધ તપગચ્છી અને મ અહીં સુધીના સૂરિ લખે છે. છેલ્લા બેને ગણિ લખે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંતના રાગી હોવાનું જણાય છે, તેથી વિચક્ષણ માણસ પણ ભૂલ ખાય તેવું છે, પરંતુ પાછળના ભાગમાં તે વેદ, ઉપનિષદ, શ્રુતિ, નિગમ, શ્રાદ્ધદેવ ને શ્રાદ્ધદેવી ઇત્યાદિનું સ્વરૂપ બહુ વિશેષ રૂપમાં લખે છે. પૃષ્ટ ૩૩૭ માં લખે છે કે
. નિગમની અરૂચિ રાખીને જે કેવળ આગમના અથનું જ્ઞાન મેળવવું તે સાંશયિક મિથ્યાત્વ છે એમ પૂર્વધરો કહે છે.”
આવી હકીક્ત જૈન સિદ્ધાંતમાં તે કઈ જગ્યાએ આવતી નથી. કર્તએ આવી રીતે નિગમની પુષ્ટિ બહુ કરી છે. પૃષ્ઠ ૩૩ર ઉપર આગ. મનિગમશતક સંબંધી હકીકત છે તે પણ તેવીજ છે. પૃષ્ઠ ૩૩૪ ઉપર નેટમાં અમે લખ્યું છે કે “અહીં મૂળ ગ્રંથમાં આગમ અને નિગમ સંબંધી ઘણી હકીક્ત લખેલી છે, પરંતુ તે અપ્રસિદ્ધ, અગ્ય અને અનુપયેગી હોવાથી મૂકી દેવી યોગ્ય લાગી છે. તેમાં માત્ર નિગમનીજ પુષ્ટિ છે. ”
પૃષ્ટ ર૨૪ થી રર૮ સુધીમાં ભારતચક્રીએ રચેલા વેદમાં ૩૬ ઉપનિષદે હતા, તેનું વર્ણન કર્તાએ લખેલું તેનું ભાષાંતર અમે આપ્યું છે. પરંતુ તે પણ પ્રતીતિ લાયક જણાતું નથી. નેટમાં તેવું સુચવન પણ અમે કર્યું છે.
. કર્તાએ જગ્યાએ જગ્યાએ વેદ, ઉપનિષદ, શ્રુતિ ને નિગમની પુષ્ટિ કર્યાજ કરી છે. તેઓ તે લખે છે કે “વેદ તે ભરત રાજાના કરેલ કાયમ રહેલા છે ને આગમે તે દરેક પ્રભુના ગણધરના બનાવેલા નવા નવા છે.” સંઘના પણ તે છ પ્રકાર જણાવે છે-“સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક ને શ્રાવિકા.” આમાં શ્રાદ્ધદેવ તરીકે તે બ્રાહ્મણને ઓળખાવે છે. પણ જો તેઓ ગૃહસ્થ હોય તે તેને શ્રાવક શ્રાવિકામાં સમાસ થવો જોઈએ; જુદા ગણવાનું શું કારણ? એમાં કાંઈક એમની જુદી માન્યતા હોવાનું સ્પષ્ટ જણાય છે.
પ્રથમ જિનસ્તુતિ રૂપ વીશમા અધિકારમાં તે કાંઈક નિગમની મરતા જણાવે છે, પણ તે એક પ્રકારને છળ હેય એમ જણાય
Page #7
--------------------------------------------------------------------------
________________
છે. કેમકે પછી તેા તે નિગમની પુષ્ટિ કરવામાં આાકીજ રાખતા નથી. ૨૧ મા ગુરૂસ્તુતિરૂપ અધિકારમાં પોતાના ગુરૂ શ્રીધર્મહ ંસગણિનું જ ચરિત્ર આપે છે, પરંતુ તેમાં અતિશયેાક્તિ કરવામાં બાકી રાખી નવી. તેમના આઠ અંગની સ્તુતિ માટે આઠ તેા અષ્ટક બનાવ્યા છે. ૩૫ મા અધિકારના પ્રારંભમાં “ જેએએ જૈનધર્મની દીપિકા રૂપ દ્વાદશાંગીના પ્રકાશ કર્યાં છેતેત્રા ૪૪૧૦ ગણુધરીને હું નમસ્કાર કરૂ છું. ” એમ લખે છે. આપણા ગ્રંથા વિગેરેની માન્યતા પ્રમાણે ૨૪ તીર્થંકરાના ગણધરાની સંખ્યા ૧૪૫ર થાય છે. તેમણે ૪૪૧૦ શી રીતે લખ્યા તે સમજાતુ નથી.
૨૨મા સાધર્મીવાત્સલ્ય નામના અધિકારમાં. પંચાયણ શ્રેણીની કથામાં નિગમની બહુજ પુષ્ટિ કરેલી હાવાથી પાછãા ભાગ ભાષાં તરમાં મૂકી દેવા પડચા છે. કેટલીક જગ્યાએ આગમ નિગમ એને અદલે ભાષાંતમાં એકલે આગમ શબ્દજ અને લીધેા છે. દિલગીરીની હકીકત એ છે કે પ્રસ્તાવનામાં તે ગ્રંથકર્તાની પ્રશંસા ને સ્તુતિજ કરવાની હાય તેને બદલે અમને તેમની ભૂલા બતાવવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે.
સદ્ગત વેારા અમરચંદ જસરાજ કે જે ધર્મ ચુસ્ત હોવા સાથે ધાર્મિક મેધવાળા ને વિચક્ષણુ હતા, એએએ આ ટીકાના પ્રારભને ભાગ વાંચીને પસંદ કરી તેનું ભાષાંતર કરાવવા માંડયુ, અમે પશુ તે ભાષાંતર વાંચી છપાવવામાં સંમત થયા અને સહજ સુધારીને છપાવવા માંડ્યું, પાછળથી આમ ઘણા ફેરફાર નીકળવાથી આ ગ્રંથ મૂકી દેવા યેાગ્યજ લાગ્યા પણ બહુ ભાગ છપાયેલ હાવાથી જેમ તેમ સંપૂણુ કરાવ્યેા છે ને છપાવ્યે છે. હવે પછી આખા ગ્રંથ વાંચ્યા સિવાય કાઇ પણ ગ્ર ંથ હાથ ન ધરવાના નિર્ણય કરવામાં આવ્યા છે.
આ ટીકાની અંદર ૩૬ અધિકાર પૈકી પ્રથમના ૬૪ અધિકારમાં વર્તમાન ચાવીશીના ૨૪ પ્રભુને ક્રમસર નમસ્કાર કર્યો ખાકીના ૧૨ અધિકારમાં નીચે પ્રમાણે નમસ્કાર કરેલ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૫ મામાં અતીતચેાવીશીને. ૩૩ સામાં ૫ ભરત, ૫ એ
રવત,ને ૫ મહાવિદેહરૂપ ૧૫ ક્ષેત્રના ત્રણે કાળના જિનેશ્વરાને.
૨૬ મમાં વમાન ચેાવીશીને. ૨૭ મામાં અનાગત ચાવીશીને ૨૮ મામાં વીશ વિહરમાનને ૨૯ મામાં ચાર શાશ્વતાજિનને ૩૦ મામાં પદ્મનાભાદિ પ્રભુને ૩૧ મામાં ૯૬ પ્રાસાદમાં
૩૪ મામાં શત્રુ જય, સમેતશિખર,આબુજી ને માંડવગઢ રૂપ ચાર તીને. ૩૫ મામાં દ્વાદશાંગી રચનાર ૪૪૧૦ ગણધરને
મીરાજમાન મૂળનાયક શાધન વિહરમાનને.
૩૨ મામાં સામાન્ય સ૩૬ મામાંઅતીત,અનાગત ને જિનેશ્વરાને. વર્તમાન ત્રણ ચાવીશીના ૭૨ જિનને.
આ નમસ્કારમાં પણ કર્તાની માન્યતાનું જુદાપણું દેખાય છે, તેમજ પુનરૂક્તિ પણ જણાય છે. ૯૬ પ્રાસાદના શાશ્વત વિહરમાનને નમસ્કાર કર્યાં તે ૯૬ પ્રાસાદની ગણત્રી સમજાતી નથી. પચતીર્થ માં આપણી માન્યતા રાત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ ને સખેતશિખરની છે, ત્યારે ગ્રંથકર્તાની ઉપર જણાવેલા ૪ તીર્થોની છે, ગણુચરની સંખ્યામાં પણ ક્રૂક છે.
આ બધી હકીકત સકારણુ અહીં જણાવવામાં આવી છે. ભાષાંતરની અંદર પણ પ્રસંગે પ્રસંગે નીચે નેટમાં લખેલ છે. ગ્રંથકર્તા આ ટીકા સવત ૧૫૫૫ માં પૂર્ણ થયાનું લખે છે. આ ગ્રંથકર્તા વિષે ખીજી કાંઈ પણ હકીકત જાણવામાં ન હેાવાથી લખી શકતા નથી. એમના કરેલા ખીજા કાઈ ગ્રંથ કે ટીકાએ છે કે નહિ તે પણ જાણવામાં નથી. ગ્રંથની વસ્તુ અત્યંત ઉપયાગી છે, ગ્રથકોં વિદ્વાન છે, દરેક વસ્તુનું સ્વરૂપ દરેક અધિકારના પ્રારંભમાં સારી રીતે સ્કુટ કરેલ છે, તે અનુક્રમણિકા ઉપરથી જાણી શકાય તેમ હાવાથી અહીં વિશેષ લખતા નથી. બાકી દરેક અધિકારના પ્રારંભના ભાગ તેની વિગત જાણવાના ઈચ્છકે વાંચવા લાયક છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વના ભેદ, સમક્તિના ભેદ, છ આવકનું વર્ણન, દાનના ભેદ, તપના ભેદ, સ્વાધ્યાયના પ્રકાર, પૂજાના ભેદ, ગુરૂના પ્રકાર, તીર્થનું વર્ણન, સંવરના પ૭ ભેદ, ચાર પ્રકારની ભાવના ભેદ વિગેરે અનેક બાબતે બહુ સારી રીતે વ્યક્ત કરેલી છે. દરેક અધિકારને કથાવડે જેમ બને તેમ પુષ્ટ કરેલ છે, તે ખાસ-લક્ષમાં લેવા લાયક છે.
શ્રાવકની આખી જીંદગી માટે હમેશાં કરવા લાયક આ ૨૬ કૃત્ય બતાવેલા છે. તેમાં કઈ પણ કૃત્ય બાકી રહેતું નથી. શ્રાવક શ્રાવિકા માટે તે આ ગ્રંથ ખાસ ઉપયોગી છે, તેથી તે ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. .
ષ્ટ શુદિ ૧૧ ) શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. ૧૯૭૮ છે ,
ભાવનગર,
Page #10
--------------------------------------------------------------------------
________________
ય.
અનુક્રમણિકાઃ
ઉપાદ્ઘાત ( માલના ૩૬ કૃત્યા)... ૧ જિનેશ્વરની આજ્ઞા માના. કુમારપાળ રાજાની ૨ મિથ્યાત્વને પરિહરા. (મિથ્યાત્વના ભેઢા ) ચાર મિત્રાની કથા.
ક્યા
...
...
...
600
...
000
...
...
...
...
...
...
૩ સુમતિને ધારણ કરા. [ સમતિના પ્રકારો ] ...
મેઘનાદમારની કથા. દરાજ છ આવશ્યકમાં ઉદ્યમવત થા
...
૪ સામાયકની વ્યાખા વૃદ્ધ સ્ત્રીની કથા ૫ ચતુવિ શતિ સ્તવની વ્યાખ્યા. વીશ સ્થાનક આરાધન....૪૫ ૬ વંદન ધિ. (તેત્રીશ આશાતના. ખત્રીશ ઢાષ વિગેરે)...૫૫
...
...
...૬૭
....
...
શિતળાચાય ની સ્થા સુધની કથા કૃષ્ણ વાસુદેવ ને વીરા સાળવીની કથા એ સેવકની થા... શાંબ ને પાલકની ક્યા છ પ્રતિક્રમણની વ્યાખ્યા, વિધિ વિગેરે મહુસિહુની કથા... ૮ કાર્યોત્સર્ગની વ્યાખ્યા, ભેદ વિગેરે... પાંડવાની થા ૯ પ્રત્યાખ્યાનના અ, બેટ્ટ વિગેરે... સિરીયની સ્થા... ૧૦ પત્ર તિથિએ પાસહુ કરે. (પ ને તિથિનું વર્ણન વિગેરે)૧૮
...se
...
...૭૪
...C3
...
.....
...૯૭
૧૦૧
...
...
ધનસારની કથા ... ૧૧ દાન આપા. (દાનના પ્રકાર વિગેરે) જિનદત્ત શ્રેષ્ઠીની થા
200
800
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
439
...
800
...
પૃષ્ઠ.
...
800
...3
...13
૧૬
૧૯
30
...ૐ.
..૩૮
...૪૧
....
..
..૩
૧૧૨
૨૦
૧૨૧
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨ શિયળ પાળા. (સામાન્ય દ્રષ્ટાંતા વિગેરે)...
સુભદ્રાની કથા
...
૧૩ તપ કરો. (તપના આર ભેદ)
નન મુનિની કથા. (મહાવીરસ્વામીના પૂર્વ ભવ)...
૧૪ શુભ ભાવ ભાવે...
૧૬ નવકારમંત્રનું સ્મરણ કરો... શ્રી દેવરાજાની કથા.
૧૩૯
૧૪૦
...
મિત્રસેનની કથા... ૧૫ સ્વાધ્યાય કરે. (તેના પાંચ પ્રકાર, તેના સમય વિગેરે) ૧૪૬
દુપ્રસભસૂરિની કથા.
૧૫૦
૧પર
૧૫૪
૧૦
૧૬૧
....
૧૭ પરીપકાર કરશે... શ્રીકૃષ્ણ વાસુદેવની કથા શ્રીવિક્રમાદિત્ય રાજાની થા
...
...
...
...
...
...
...
...
૧૮ જ્યણા પાળા ... લીલાવતીની કથા. ૧૯ જિનેધરની પૂજા કરે. (પૂજાના ભેદને વિધિ)
અશાક માળીની કથા ધનપાળની થા ૨૦ જિનેશ્વરની સ્તુતિ કરા... ઇંદ્રઘમ્ન રાજાની થા
૨૧ ગુરૂની સ્તુતિ કરેા. ( ગુરૂના પ્રકાર વિગેરે) • ધ હુસ (કર્તાના ગુરૂ) નું ચરિત્ર.. ગુરૂના આઠ અંગની સ્તુતિના ૮ અષ્ટકાના અથ
૨૨ સ્વામીવાત્સલ્ય રી ખેંચાયણ શ્રેષ્ઠીની સ્થા શ્રીશ ઉપનિષદેાનું વર્ણન... ૨૩ વ્યવહારશુદ્ધિ કરા... મુગલની કથા ૨૪ રથયાત્રા મહાત્સવ કરા
ઉજ્જનિના સધે કરેલ રથયાત્રાનું વર્ણન... ૨૫ તીથ યાત્રા કરેા (તીર્થાનુ વર્ણન)...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
000
930
...
...
...
...
...
..
...
::
...
...
:
ર૪
૧૩૦
૧૩૪
૧૩૫
•
૧૮
૧૯૧
१७९
192
૧૭૨
૧૮૯
૧૯૦
૨૦૦
૨૦૫
૧૦
રા
૧૩
૨૨૪
૨૧.
૨૩૨
૧૩૫
૨૬
२४०
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૬૩
૨૬૫
૭૩
૨૭૩
૨૯૭
૨૦૯
વસ્તુપાળની કથા... .. . ... ... ર૪ર રદ ઉપશમ ( કક્ષાની શાંતિ કરો) ....
... ૨૪૯ કરગડ મુનિની કથા ( ચાર તપસ્વી પાસે કહેલ સવવૃત્તાંત)૨પ૧
મહાવીર સ્વામીને ચંડશિક સપ, ચંડકેશિકનું કુરગડ થવું) ૨૭ વિવેકને સ્વીકાર કરે .. . . . ૨૫૮ ભર્તુહરીની કથા . . .
૨૫૯ ૨૮ સંવર (બાહ્ય અલ્પતર પરિગ્રહના ત્યાગરૂપ) કરો. ર૬ર
સંવરના ૫૭ ભેદ... ••• .. •
બહથરાજની કથા ... ... ... ... ર૮ નિરવઘ વચન બોલે–ભાષાસૈમિતિ સ્વીકારો.
ચાર પ્રકારની ભાષાનું સવિસ્તર વર્ણન...
સંગતમુનિની કથા. .. ૨૦ સર્વ જીવ ઉપર કરૂણા કરો. .... વનપાળની કથા.. ..
૨૮૦ ૧ ધાર્મિક અને સંસર્ગ કરો.
૨૮૩ હાથીની કથા ૨ ઇંદ્રિયનું દમન કરે
૨૮૬ સુંદરીની કથા. .. .
૨૮૮ ૩ ચારિત્રના પરિણામમાં વૃદ્ધિ કરે...
પુંડરીકની કથા . ૪ સંઘનું બહુમાન કરો .
ભરતચીની કથા : ૩૫ ધર્મ સંબધી પુસ્તકે લખાવો »
પેથડમંત્રીની કથા... ... વસ્તુનિકેતની કથા.. .. •
૩૦૪ ૩૬ તીર્થની પ્રભાવના કરો... .. વિમળમુત્રી (દંડનાયક)ની વિસ્તૃત કથા... ધનુષધારી બિલની અંતકથા. - ગ્રંથકર્તાની પ્રશસ્તિ ને પૂર્ણાહુતિ... ...
૨૮૪
૨૯ ૨૩
વર
૩૦રે
૩૯૮
૧૮
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી ઇંદ્રહ સગણિ વિરચિત. શ્રી ઉપદેશ કલ્પેલ્લી.
અથવા
મન્હ જિણાણું આપ્યું.
ભાષાંતર.
પોતાના ચરણકમળના નખરૂપી દર્પણુમાં પ્રતિબિંબ પડવાથી જાણે નમસ્કાર કરતા દેવતાઓને તેમનુ ઉત્તમ રૂપ દેખડતી હાય એવા ત્રણ ભુવનના અધિપતિ, અદ્વિતીય (અનુપમ) રૂપવાળા, શ્રીમરૂદેવા માતાના પુત્ર શ્રીષભદેવ સ્વામી ભવ્ય પ્રા. ણીઆને અનુપમ મંગળ આપેા. પાયણીઓને વિકસ્તર કરવામાં ચંદ્ર સમાન અને કામદેવના નારા કરવામાં મહાદેવ સમાન સવે તીર્થંકરા તમારા સુખને માટે થાએ. પૂર્વાચાર્યાએ જેમના રચે લા આગમના આશ્રય કરીને શ્રીધરૂપ પ્રાસાદના મૂળભૂત સત્ય રૂપ પાયાનુ આપણુ કરવા માટે આ સૂત્ર સ્થાપન કર્યું છે, તથા જેમના નામ મંત્રના જપ કરવાથી સત્પુરૂષોને અક્ષય લ મી પ્રાપ્ત થાય છે, તે અક્ષોણુ બુદ્ધિવાળા શ્રીગેતમાદિક ગધરા કલ્યાણને માટે થાએ શ્રીસર્વજ્ઞના શાસનરૂપી કમળને વિષે વિલાસ કરવામાં હુંસ સમાન, વિદ્યારૂપી ઉછળતા જળ સ
૧ મકાન બાંધવાના મારુંભમાં સૂત્ર છાંટે છે દેરી છાઢે છે તે
Page #14
--------------------------------------------------------------------------
________________
- (૨). મૂહના સમુદ્ર અને કયાએ કરીને વ્યાપ્ત એવા શ્રીકસ ગુરૂપી ગાઢ છાયાવાળા વૃક્ષે પ્રાણીઓના સંસારરૂપી સૂર્યના તાપને નાશ કરે. જે સરસ્વતી હંસના વાહનવાળી છતાં પણ જ*ળજંતુવડે આક્ષેપ-સ્પર્શ કરાતી નથી તથા જેણીને મધ્યભાગ ધવને પામી શકતા નથી, તે સરસ્વતી પ્રસન્ન થાઓ. પ્રતિક્રમણરૂપી મેરૂ પર્વતની ચૂલિકા સમાન, કઃપવા સદણ પાંચ ગાથાઓ વડે સુશોભિત, જેના ફળને સાંભળનાર નિત્યક્રિયા કરનાર શુદ્ધ ચિત્તવાળા શ્રાવકને નિરંતર ક્રિયા કરવામાં આદરની વૃદ્ધિ કરનાર; શ્રાધની કરણું (કિયા) ના સમૂહુરૂપ અને નિરંતર અનુષ્ઠાન કરવા લાયક સ્વાધ્યાયનું હું વિવરણ-વ્યાખ્યાન કરૂં છું.
ટીકાકાર નિરંતર શ્રાવકને અનુષ્ઠાન કરવા લાયક “ પન્ન નિના ગાળ એ સ્વાધ્યાયની ટીકા કરવા ઈચ્છે છે, તેથી આ ગ્ર" થમાં શ્રાવકના ૩૬ કૃત્ય ઉપર છત્રીશ દ્રષ્ટાંત હેવાથી ત્રિશિકા એવા બીજા નામને ધારણ કરતી ઉપદેશ કપલ્લી: નામની ટીકા રચે છે. કારણ કે આ ગ્રંથથી શ્રાવક શ્રેતાજનેને પિતાની ક્રિયા કરવામાં અધિક અધિક શ્રધા ઉત્પન થાય છે. તેમાં પ્રથમ શ્રાવકનું કૃત્ય કહેવાની ઈચ્છાથી પ્રથમ ગાથાના પ્રથમ પાદની વ્યાખ્યા કરે છે
૧ હંસ પાણીમાં રહે, તેથી તેનાપર બેઠેલી સરસ્વતીને જળ જંતુને સ્પર્શ થ જોઈએ, તેથી આ વાક્યમાં વિરોધ દેખાય છે તે વિરોધને દૂર કરવા “જડજંતુ” એટલે “મૂર્ણ પ્રાણીઓ એ અર્થ કરે. ૨ માછીમાર બીજો અર્થ શ્રેષ્ઠ બુદ્ધિવાળા. ૨ ટીકા,
-
-
-
-
-
-
-
-
-
Page #15
--------------------------------------------------------------------------
________________
“મનિખા મા”
હે ભવ્ય પ્રાણીઓ ! તમે જિનેશ્વરની આજ્ઞાને માને એટલે કે કેવળી ભગવાને જે વચન કહ્યું છે, તેનું પાલન કરે. સર્વકઈ પણ ધર્મ જિનેશ્વરની આજ્ઞાયુકત હોય તે તે પ્રમાણરૂપ છે. તે વિષે શ્રીજિનપ્રભસૂરિ કહે છે કે “જેમાં સર્વ પ્રકારના નય, ગમાં અને ભાંગાઓ પ્રધાન છે, જેની વિરાધના કરવાથી સંસાર અને આરાધના કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એવી જિનાજ્ઞા ચિરકાળ જય પામે. જિનેશ્વરની આજ્ઞાથી જ ચારિત્ર છે-આજ્ઞા પ્રમાણે ચાલવું એજ ચારિત્ર છે. તે આજ્ઞાને ભંગ કરનારે શું નથી ભાંગ્યું ? તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે ક્રિયા કરવી તે કોની આજ્ઞાથી કરવી ? જિનેશ્વરની આજ્ઞાથી જ તપ છે, આજ્ઞાથી જ સંયમ–ચારિત્ર છે, અને આજ્ઞાથીજ દાન છે. આજ્ઞા વિરૂધ્ધ કરેલું સર્વ કર્મ પલાળ (ઘાસના પુળા) ની જેમ નિ:સાર છે. ” તેથી કરીને શ્રી કુમારપાળ રાજાની જેમ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવું. કળિકાળ સર્વજ્ઞ શ્રીહેમચંદ્ર સૂરિએ પ્રતિબોધ પમાડેલા શ્રી કુમારપાળ રાજાએ જિનેવરની આજ્ઞાનું સારી રીતે આરાધન કર્યું હતું, તેથી તે ગુરૂમહારાજે તેને “પરમ આહંત” અને “રાજર્ષિ ? વિગેરે બિરૂદ આપેલાં હતાં તેની કથા નીચે પ્રમાણે,
કુમારપાળ રાજાની કથા.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કલ્યાણુનું સ્થાનરૂપ ગુજરાત નામે દેશ છે, તે ધન અને ધાન્યની સમૃદ્ધિએ કરીને વ્યાપ્ત હોવાથી પૃથ્વી પર પ્રસિદ્ધ છે. તેમાં શ્રીઅણહિલપુર
Page #16
--------------------------------------------------------------------------
________________
- (૪). નામનું પાટણ છે કે જે સુધર્માના સબંધની લક્ષ્મીવાળા દેવ સમૂ: હેએ ભાવેલું હોવાથી સ્વર્ગની જેમ શેભે છે તેમાં શ્રીજિનાજ્ઞા રૂપી મુગટવડે પોતાના મસ્તકને શોભાવતે કુમારપાળ નામે રાજા પૃથ્વીનું પાલન કરતો હતે. જિન ધર્મ અને તે રાજા જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય, તેમ તે બન્નેનું આ જગતમાં કલિકાળને વિષે પણ એક છત્રવાળું સામ્રાજ્ય થયું હતું. વીતરાગની આજ્ઞા રૂપી મુગટ વડે સુશોભિત મસ્તકવાળા તે રાજાએ બે તિર સામંત રાજાઓ ઉપર પિતાની આજ્ઞા પ્રવર્તાવી હતી. તેમજ કર્ણાટ, ગુર્જર, લાટ, સારા રાષ્ટ, મારવ, માલવ, કચ્છ, ભર્ય, સિંધુ, સપાદલક્ષ, ઉચ્ચ, દીવ, કાશીતટ, કેકણ, મેદપાટ, કેર અને જાલંધર એ અઢાર દેશમાં રાજાએ પિતાની કીર્તિના પડની જેમ અમારી પડહ પ્રગટ રીતે વગડાવ્યો હતો. તથા બીજા ચદ દેશમાં તે રાજાએ દ્રવ્ય આપીને તથા બળાત્કારે કરીને પણ જીવ રક્ષા પ્રવર્તાવી હતી. તે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે તેના અગ્યાર લાખ ઘડાઓ પણ કરોળીયાના તંતુના બનેલા વસ્ત્ર વડે ગળેલા પાણનું પાન કરતા હતા. એકદા તે રાજાએ– સમગ્ર ત્રણ ભુવનનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, તેનાથી કેટીગણું પુણ્ય વસ્ત્ર વડે ગળેલું પાણી પીવાથી થાય છે. સાત ગામો બાળવાથી જેટલું પાપ ઉત્પન્ન થાય, તેટલું પાપ હે રાજ! અણગળ પાણીને એક ઘડે વાપરવાથી થાય છે. મચ્છીમાર એક વર્ષમાં જેટલું પાપ બાંધે છે, તેટલું પાપ અણગળ પાણી સંગ્રહુ કરનાર (વાપરનાર ) એક જ દિવસે બાંધે છે. જે મનુષ્ય વસ્ત્રથી ગળેલા પાણું વડે સર્વ કાર્યો કરે છે તે મુનિ, તે મડાસાધુ, તે ચેગી અને તે મહાવ્રત ધારી છે. આ પ્રમાણેના ભાવાર્થવાળા લોક લખીને પિતાના આત ( વિશ્વાસુ ) માણસો સાથે પિતાના આધીનના
૧ સુધર્મા નામની સભા બીજા પક્ષમાં સારા ધર્મના સંબંધથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીવાળા મનુષ્ય અને ચિત્યમાં રહેલા દેવ સમૂહ વડે પાટણ શોભે છે. એ અર્થ કરે,
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૫ )
દેશામાં તથા ખીજા દેશોમાં પણ જીવ રક્ષાને માટે માકલ્યા હતા. એકદા રણુ સંગ્રામમાં જવા માટે રાજા અશ્ર્વના પલાળુનું પ્રમા ર્જન ( પડિલેહણુ ) કરી તેના પર ચઢા, તે વખતે કાઇએ તેની મશ્કરી કરી કે— આ વિણકની યુદ્ધમાં શી ક્રૂરતા હશે ? ” તે જાણીને રાજાએ લેાઢાના સાત કટાહમાં ખાણ માર્યું”; તે સાતેને વીંધીને બહાર નીકળ્યું. તે જોઈ તેને ખાત્રી થઇ કે–“ રાજાના અળનુ બૃહસ્પતિ પણ વર્ણન કરી શકે તેવુ નથી ” એકદા કટેશ્વરી નામની તેની કુળ દેવીએ પોતાના ળિદાનનો કર માગ્યા, ત્યારે જીવ યામાં તપર તે રાજાએ મંત્રીઓ પાસે તે દેવીના ગૃહમાં પાડાએ મૂકાવ્યા. તે ઉગ્ર બળવાન પાડાએ જાણે પાતાનુ વેર વાળતા હોય તેમ તેમણે તે દેવીના ગૃહમાં છાણુ સૂત્ર કર્યું, અને શીંગડાં વડે તેણીનું ગૃહ પાડી-તોડી નાંખ્યું. તે જોઇ ક્રેાધથી પુષ્ટ થયેલી દેવીએ રાજા ઉપર પેાતાનુ ત્રિશૂળ મૂકયુ, તેનાથી તે રાજાના દેહમાં દુષ્ટ કુષ્ઠ ( ઢાંઢ ) ઉત્પન્ન થયા. તે વાત જાણીને લોકો જૈન ધર્મની નિદા કરવા લાગ્યા, ત્યારે ચિંતાતુર થયેલા રાજાએ મ`ત્રાઓને ખેલાવીને કહ્યુ` કે— મારે માટે ચિંતા રચા. તેમાં પ્રવેશ કરીને હું પ્રાણ ત્યાગ કરેં. ” ત્યારે તેઓ ખેલ્યા કે—“ હું સ્વામી ! ચિંતા ન કરે કારણ કે તમારી આપત્તિને ગુરૂ હરણુ કરશે. ’’ એમ કહીને તેઓએ ગુરૂએ મંત્રીને આપેલું પ્રાસુક જળ આણ્યું. પરંતુ તે ચતુર રાજાએ ચાર પ્રકારના આહારના ત્યાગ કરેલા હૈાવાથી તે જળ પીધુ નહીં. ત્યારે મંત્રીઓએ તે જળ તેના શરીર પર છાંટયું, તેનાથી સિદ્ધ રસ છાંટવાથી જેમ લેાહનું સુવણું થઈ જાય તેમ રાજાનું શરીર સુ વણું વવાળું થયું. પછી પ્રાત:કાળે રાજા ગુરૂને વાંદવા ગયા. તે વખતે ઉપાયના દ્વારમાં કાઇ કર્ણસ્વરે રૂદન કરતી સ્ત્રીને જોઇને રાજાએ સ્વચ્છ (શુદ્ધ) મનથી પાપને દૂર કરનાર ગુરૂને પૂછ્યું કે-“ શરણુ રહિત આ કાણુ સ્ત્રી દેખાય છે ? ” ગુરૂએ કહ્યુ કે— હે રાજા ! જેણીએ રાત્રીમાં તમને ઉપદ્રવ કર્યાં હતો, તે
Page #18
--------------------------------------------------------------------------
________________
આ છે. તે સાંભળી રાજા બે કે-“હે જગતના બંધુ ગુરૂ! તેને બંધનથી છેડી મૂકે ત્યારે ગુરૂએ તેણીને જૈનધર્મ અંગીકાર કરાવી છોડી મૂકી. તે વખતે “ હે ભગવાન ! આપને પ્રભાવ પૃથ્વી પર અતિશય છે.” એમ કહી રાજાએ આશ્ચર્ય પામી ગુરૂની સ્તુતિ કરી.
કેઇ એક ગેવાળે એક જૂને મારી હતી. તેના પાપના દંડમાં રાજાએ તેના ધનથી જાણે પુણ્યનો પિંડ ઉત્પન થયું હોય એવું ચૂકાત્ય નામનું અરિહંતનું ચિત્ય કરાવ્યું. રાજ્ય પ્રાપ્ત થયા પહેલાં વનમાં કોઈ એક ઉંદર પોતાના બિલમાંથી સેના મોરને સમૂડ મુખમાં લઈને બહાર નીકળે, અને પછી તરત પાછે બિલમાં પેસી ગયે તે વખતે ત્યાં સમીપે બેઠેલા રાજાએ તે સવે ધન લઈ લીધું. હિહા! લેભને ધિકાર છે !” સેના મહારે નહીં જેવાથી તે ઉદર માથું પછાડી મરણ પામે. પછી જ્યારે રાજા ગાદીએ બેઠે ત્યારે તેને તે બાબત અત્યંત પશ્ચાત્તાપ થવાથી તેણે ઉંદરના નામથી એક ગામ વસાવી ત્યાં મેટું જિનચૈત્ય ઊંદર વિહાર નામનું કરાવ્યું. તે રાજાએ જગતમાં અમારી પડહ વગડાવ્યો હતો, તેની
સ્પર્ધાથીજ જાણે હોય એમ હજુ સુધી પૃથ્વી પર તે રાજાને યશ રૂપી પડહ વાગ્યા કરે છે. “કઈ પણ મનુષ્યના મુખથી હું મારી એ શબ્દ સાંભલું, તે મારે તે દિવસે ઉપવાસ કરે એ પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને તેણે પહેલા વ્રતનું અત્યંત પિષણ કર્યું હતું ૧તે રાજાએ મુખના ભૂષણરૂપ અસત્ય ભાષાના નિષેધનું સેવન કર્યું હતું. તેમાં પણ જે વિસ્મરણને લઇને ખલના થાય-અસત્ય બેલાઈ જાય તો તેને માટે તેણે આચાસ્ત કરવાના નિયમરૂપ સાંકળ વડે પોતાના આત્માને બાંધ્યું હતું. એ પ્રમાણે તેણે બીજું વ્રત પાળ્યું હતું. ૨ પુત્ર અને પતિ રહિત થયેલી રૂદન કરતી સ્ત્રીઓનું બીનવારસી બેતર લાખ જેટલું દ્રવ્ય જે અગાઉ રાજાઓ લેતા હતા તે પણ તેણે ગ્રહણ કર્યું નહીં. તેથી તેઓની નિરંતર આશિષને સાંભલો તે-રાજમાર્ગ
Page #19
--------------------------------------------------------------------------
________________
માં વિચરતા હતે. તે તરતા વેઢા
શ્રા
આપવા માટે આપતા હતા, ક
સહાય
એતિક દાન વિગેરેમાં થયુંને
તેણે ચાદ વર્ષમાં ચાપત કરેડ સુવર્ણનું દાન કર્યું હતું. એ રીતે તેણે ત્રીજું વ્રત પાળ્યુ હતું. ૩, આઠ રાણીઓ હયાત છતાં લીધેલે બીજી રાણી ન કરવાના નિયમ બધી રાણીઆ એક સાથે ગુજરી ગયા છતાં ફરીને એક પણ સ્ત્રી ! પરણવાથી તે ગુજરાતના નરેદ્ને ગુરૂ પાસેથી રાજર્ષિતું બિરૂદ મેળવ્યુ હતુ. તે પ્રજાપાલ મહારાજા રાણીઓ હતી ત્યારે પણ ચાતુર્માસમાં ત્રિવિધ બ્રહ્મચર્યનું પાલન કરતે હવે. તેમાં મન, વચન કે કાયા વધુ ભંગ થાય તે ઉપવાસાદિક તપ કરવાને તેણે અભિગ્રહ કર્યાં હતેા. એ રીતે તેણે ચેાથા વ્રતનુ પાલન કર્યું હતું. ૪. છે કાટી સુવર્ણ, દશ તુલા રત અને અણુ, ખત્રીશ હજાર મધુ ઘી તૈલ, ત્રણ લાખ મુઢા સર્વ પ્રકારનાં ધાન્યા, પાંચ લાખ ઘેાડાઓ, આડે હજાર હાથી ખેા, એક કરોડ પાયદળ, પાંચસેા નાકા ( વહાણુ ) તથા મેરી હજાર ગાયે, તેમજ સૈન્યના સમૂહ આ પ્રમાણે-અગ્યાર લાખ ઘેાડા, અશ્વાર સા હાથી, અઢાર કરોડ પાયદળ અને પસાસ હજાર રથા, આટલુ તેણે પરિગ્રહનુ પ્રમાણુ રાખ્યું હતું. પ. “ આ રાજાએ ગ્રિડુના સક્ષેપ કર્યાં, તેમ મારેા પણ સક્ષેપ કરશે. '' એમ ધારીતે પૃથ્વી જાણે દુઃખને લીધે સકાચ પામી હોય તેમ જણાતુ હતુ. છઠ્ઠા વ્રતમાં તે રાજાએ ગુરૂની સાક્ષીએ નિયમ કર્યાં હતા કે- વર્ષા ઋતુમાં પેાતાના ઉત્થાનની પૃથ્વીથી આગળ કોઇ પશુ સ્થાને મારે જવું નહીં. આ પ્રમાણે તેણે છઠ્ઠું' વ્રત રાખ્યુ હતુ. હું. તેણે મદિરા, માંસ, મધ અને માખણ વિગેરે અક્ષના ત્યાગ કર્યો હતો. કાણુ કે ધર્મના રસ જાગવાથી આ વસ્તુએ તેને નીરસ લાગી હતી. અતુલ્ય વૈભવ છતાં પણ તેણે ભાગે પભાગનુ પ્રમાણ ” હતુ, તેથી કરીને તેને મહુિમા પણ અતુલ્ય થયા હતા. અને મા પ્રમાણે તેણે સાતમુ વ્રત પાળ્યુ હતુ, છ, તે શાએ સપ્ત
Page #20
--------------------------------------------------------------------------
________________
(4)
ન
વ્યસનના નામ અને ચિન્ડુવાળાં લાઢાનાં પુતળાં કશવી પોતાના દેશની બહાર કાઢી મૂકીને સમુદ્રમાં નખાવ્યાં હતાં. વળી ધર્મ કાર્યોમાં પ્રવતૅન કરી અને અનથ ડેનુ નિવત ન કરી તેણે જળને શરદ રૂતુની જેમ પોતાના આત્માને નિર્મળ કર્યાં હતા. આ પ્રમાણે આઠમુ' વ્રત પાળ્યું હતું. ૮ તે રાજા આચારનું ઉલ્લંઘન કર્યાં વિના અને વખત પ્રતિક્રમણ કરતા હતા, અરડુ'તનાં કહેલા વચનને જ પ્રમાણ કરતા હતા, સામાયિક લીધું હોય ત્યારે ગુરૂ સિવાય મીજા ફાઈની સાથે તે ખેલતા નહાતા, અને વીતરાગ સ્તનના ૨૦ અને ચાગશાસ્ત્રના ૧૨ પ્રકાશને ગુણુવામાં નિર'તર તત્પર રહેતા હતા. [ એ નવમું વ્રત ] . ચાતુર્માસમાં હુ* કાપિ યુદ્ધ કરીશ નહીં આ તેનું વ્રત ભાંગવાનો વખત ન આવે તેવુ તેનુ ઉગ્ર ભાગ્ય હતું. એકદા ચાતુર્માંસમાં જ ગીઝનીના સુલ તાન સૈન્ય સહિત કુમારપાળ સાથે લડાઈ કરવા આવ્યા, તે વ ખત મા માંથી જ તેને પછક સહીત ઉપડાવીને ગુરૂએ કુમારપાળની પાસે મૂકયા. તેને રાજાએ પાતાની આજ્ઞા સ્વીકાર કરાવીને રજા આપી. [ આ દશમું વ્રત ] ૧૦. આઠમ અને ચાદ શને દીવસે તે આદર પૂર્વક પાષધ વ્રત અ ંગીકાર કરતા હતા, દાન વડે તેના દ્રવ્ય કેાશ ( ખાને ) ખાલી થતા હતા અને ધવડે તે પુણ્યકાશ ભરતા હતા. પાષધના દીવસની રાત્રીએ તે કાર્યોત્સર્ગ કરતા હતા, એકદા કાર્યાત્સ`માં એક મકાડા જાણે તેના પાપને છેવા ઇન્દ્રછા હેાય તેમ તેને પગે વળગ્યા. તે વખતે માણુસાએ તેને દૂર કરવા માંડયો, પશુ પાતે દૂર કરવા દીધે! નહીં, પરંતુ તેટલી ચામડી સહિત તેને દૂર કર્યાં. અહે ! તે રાજાની કેટલી મધી દયા ? [આઅગ્યારમું વ્રત. ] ૧૧. શુદ્ધ ચિત્તવાળા અને મેાક્ષને વિષે આદરવાળા તે રાજાએ દુ:ખી સાધમિ કપાસે રાજ્યનુ લેણું ખેતર લાખ દ્રવ્ય મૂકી દીધું .હતુ, ગુરૂની શાળા (ઉપાશ્રય) ના વસ્ત્રની પડિલેહણ અને સાર સભાળ કરનારને તે રાજ્યએ પાંચથા અશ્ર્વો અને સાત
Page #21
--------------------------------------------------------------------------
________________
ગામનું અધિપતિપણું આપ્યું હતું. પોતાની સાથે પષધને ગ્રહણ કરનારા શ્રાવકને પારણને દિવસે ભેજન કરાવ્યા પછી પિતે જમતો હતો, અને સંઘને વસ્ત્ર તથા અલંકાર પહેરાવીને (અર્પણ કરીને પછી પોતે પહેરતો હતો. આ પ્રમાણે તેણે બારમું વ્રત પાળ્યું હતું. ૧૨. .
કુમારપાળ રાજાની બેનને પતિ કેકણ દેશને અધિપતિ એણે નામને રાજા હતા, તે એકદા પિતાની રાણી સાથે પાસાની રમત રમતાં સોગઠીને ઉદ્દેશીને બે કે –“આ મુંડાને માર” આ પ્રમાણે યષ્ટિના પ્રહાર જેવી તેની વાણી સાંભળીને જિન ધમની હાંસી થવાથી તેની રાણી (કુમારપાળની બહેન) અત્યંત કેપના આવેશમાં આવીને અહંકાર સહિત બેલી કે-“તમે આવું અઘટિત જૈનધર્મ વિરૂદ્ધ વચન બોલ્યા, તેથી હું મારા ભાઈ પાસે તમારી જિન્હાનો છેદ કરાવીશ.” રાણીનું આવું વચન સાંભળી તેના પતીએ તેનું ને કુમારપાળનું વિશેષ અપમાન કર્યું. તેથી પતિથી જૂદી પડીને ઉત્સુકતા સહિત તે પાટણમાં આવી. અને અશુપાત સહિત પિતાના ભાઈ કુમારપાળને પતિનો વૃત્તાંત નિવેદન કર્યો. ત્યારે રાજાએ કહ્યું કે “હે બહેન ! તું અહીંજ રહીને ધર્મનું આરાધન કર. હું તે જૈન ધર્મના દ્રષીની ઉપેક્ષા [બેદરકારી ] નહીં કરું. હે બેન ! તું મનમાં ધીરજ રાખ.” એમ કહીને રાજાએ ચતુરંગી સેના સહિત પાટણથી પ્રયાણ કર્યું. શાસ્ત્રમાં કહ્યું છે કે “ધર્મનો નાશ થતો હોય, ક્રિયાને લેપ થતો હોય, અથવા સિધાંતના અર્થનું વિપરીતપણું થતું હોય, તે વખતે શક્તિમાન પુરૂષે પિતાને કહ્યા વિના પણ તેનું નિવારણ કરવું.” અનુક્રમે તેના દેશની સીમાએ જઈને કુમારપાળે સૈન્યનો પડાવ નાંખે, અને તે અર્ણ રાજાને દૂતના મુખથી કહેવરાવ્યું કેવિવેક રહિત દેડકા ! ઊંચે સ્વરે કર્ણને કઠેર લાગે તેવું કેમ ? ડે કરે છે? કઈક ગંભીર કૂવા રૂપી ગુફામાં મૃતકની જેમ જીવ
૧ હાથી, રથ, અશ્વ અને પાયદળ એ ચાર સેનાના અંગ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
સા કમકવા તને સાળા
છોડી
રહિત હોય તેવી રીતે પક્ષે રડે. કારણકે પિતાના મુખથી નીકળતી વિષની જવાળાએ કરીને ભયંકર અને મોટી જિહાવાળો આ સર્ષ તને ગળી જવાની ઈચ્છાથી આવ્યા છે. આ પ્રમાણે સાંભળીને ને ધાગ્નિવડે રક્ત થયેલા નેત્રવાળે અણુ રાજા બોલ્યો કે હે હત ! દૂર જા. અહીં જરાપણ ઉમે રહીશ નહીં, માત્ર વચન સંભળાવવાથી શું થયું ? ખરી ખબર તે રણભૂમિમાં પડશે.” એમ કહીને તેણે પિતાને દૂત એકલી તેને મુખે કુમારપાળને સામું કાવ્ય કહેવરાવ્યું. તે કાવ્ય દૂતે કુમારપાળ પાસે જઈ સિંહાસન પર બેઠેલા તેને સંભળાવ્યું. તેને અર્થ આ પ્રમાણે હવે કે-“હે સર્પ ! તારા અતુલ ગર્વને તું છોડી દે. મેટા ફેંફાડા મારીને જગતને કેમ ભય પમાડે છે ? કેઈ બિલ [ રાફડા ] માં ભરાઈને ચિરકાળ સુધી જીવિતનું રક્ષણ કર. નહીં તે મોટી પાના ઝપાટાથી ઉત્પન્ન થએલા વાયુવડે પર્વતોને પણ કંપાવતે આ તારે શત્રુ ગરૂડ તારૂં ભક્ષણ કરવા આવે છે. આ પ્રમાણે કહીને તે ડૂત પિતાને સ્થાને પાછે ગયે. ત્યાર પછી અર્ણ રાજાએ સુવર્ણના દાન વડે કુમારપાળના સામંત રાજાઓને ફોડી પિતાના કર્યા. કેમકે “દવ્ય જ ઉત્તમ વશીકરણ છે. ત્યાર પછી બન્ને સેન્ચે પૂર્વ અને પશ્ચિમના જાણે સમુદ્ર હેય તેમ સામ સામા મળ્યાં-એકઠાં થયો. તેમાં અર્ણ રાજાના વીરે યુદ્ધ કરવા લાગ્યા, અને બાણે વડે શત્રુઓને વિંધવા લાગ્યા. પરંતુ કુમારપાળના સુભટો જાણે ચિત્રમાં આળેખ્યા હોય તેમ યુદ્ધમાં સ્થિર થઈને જ ઉભા રહ્યા, તેમણે એક પણ પ્રહાર સામે કર્યો નહીં. તે વખતે રાજાના હસ્તીપાળે તેને કહ્યું કે “ હે સ્વામી ! આ આપના સર્વે સુભટો દ્રવ્યથી ભેદ પામેલા છે કુટેલા છે. તેથી કોઈ પણ યુદ્ધ કરશે નહીં. માત્ર એક હું અને બીજે આ હતી એ બે જ આપના ખરા ભકત રહ્યા છીયે.” તે સાંભળીને કુમારપાળ રાજાએ ચિંતાતુર થઈને તેને કહ્યું કે-“હે મહાવત ! આપણે હાથી શીધ્રપણે પાછું વાળ. આ વખતે તે મારા પ્રતિકૂળ થયેલા કર્મને જ નમસ્કાર છે. કારણ કે ઘણા સાથે એકલાએ યુદ્ધ કરવું એાગ્ય
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
નથી. કેમકે તેમાં સમુદાયના જ વિજય થાય છે. પુરૂષોના સમુદાય જ કલ્યાણકારક છે, તેમાં પણ પેાતાના પક્ષના સમુદાય વિરોષે કરીને કલ્યાણુકારક છે. કેમકે ફાતાઓના સમૂહ વડે પશ ત્યાગ કરાયેલા ચેાખાને વાવીયે, તે તે ઉગતા નથી. ’” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને રાજાને યુદ્ધમાં ઉત્સાહ પમાડવાને પાસે જ રહેલા એ ચારણા અવસર જાણીને મેલ્યા કે અમ ઘેાડા ને રિપુ ઘણા, એમ કાયર ચિતેઇ; સૂરજ તારા લેાપવા, સિા વિચાર કરેઇ.
dim
6.
"" २
કુમર મ ડર્ મત ચિત કર, ર્હિંમત હૈયે ધરેઇ; જિણે તુઠુ રાજ સમષ્ટિએ, ચિંતા સેાઈ કરેઈ “ અમે થાડા છીયે, અને શત્રુ ઘણા છે, એવું કાયર પુરૂષ ચિતવે છે. કેમકે સખ્યામધ તારાઓના લેાપનાશ કરવા માટે સૂર્ય શું વિચાર કરે છે ? માટે હું કુમારપાળ ! ડર નહીં, ચિતા ન કર, હૃદયમાં હીમત રાખ, જેણે તને રાજ્ય આપ્યું છે, તેજ ચિંતા કરશે. ”
આ પ્રમાણે સાંભળીને રણુસંગ્રામના રસના ઉત્સાહથી રાજાના શરીર ૧૨ શમાંચપ કચુક શાલવા લાગ્યા, અને ચતુર એવા તેણે તે બન્ને ચારણાને લાખ લાખ સુવર્ણનું દાન કર્યું. પછી રાજાએ મહાવતને હાથી આગળ ચલાવવા આજ્ઞા કરી, અને વત જેવા ઉંચા પેાતાના અગ્રેસર હાથીને અણુના હાથી સાથે મેળવી લીધા. તે વખતે શત્રુ રાજાના સુભટાએ કરેલા સિંહનાદ વડે કુમારપાળના હાથી ત્રાસ પામ્યા, પરંતુ મહાવતે તેના કાન વજ્રના કકડાવડે પૂરી દીધા, તેથી તે રણુમાં આગળ ચાલ્યા. રાજા અને અર્ધું તાર્દિક શસ્ત્રાને ધારણ કરી ક્ષણવાર ઉંચા ઉછળતા અને ક્ષણવાર નીચે નમી જતા તેમજ આશમાં માણેાના મંડપને કરતા યુધ્ધ કરવા લાગ્યા. છેવટે કુમારપાળ રાજાએ અ
ને નીચે પાડી નાંખ્યા, અને તરત જ તેને બાંધીને પોપટની જેમ કાઇના પાંજરામાં નાંખી દીધા. પછી
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સગ્રામમાંથી પાછે! વળીને સજા પાર્ણમાં આવ્યા. તે વખતે તેની એન ખેલી કે– હું ભાઇ ! ધર્મથી તમારા જય થયા છે.” રાજા એ કહ્યું કે હું મહેન ! ગર્વથી ઉંચી કધરાવાળા આ તારા કાંતને મે' પડી આણ્યા છે, પરંતુ જો મને યાના આધ ન આવતો હાત, તેા આની જિજ્હા હું' તરત છેઢી નાંખત. ” બહેન બેલી કે– હું ભાઇ ! સાંભળેા પરાજ્ય પામેલા તમારા બનેવીને મૂકી ઘે, અને તેના ચિન્હને માટે ગ્રીવાની નીચે પાછળના ભાગમાં વજ્રના છેડા લટકતા મૂકાવો. ” પછી રાજાએ તે પ્રમાણે કરાવીને તેને મૂકી દીધા. અપિ પર્યંત તે દેશમાં ઉત્પન્ન થયેલા લાકા વસ્ત્ર ઉપર તેવી નીશાનીવાળા જોવામાં આવે છે હું અરિહતે ભા ખેલા તવાને જાગુતાર રાજા ! તારા ભાવ કેવા ઉચા પ્રકારને છે ? કે જેથી તેં અનેક પ્રકારે પૃથ્વી પર જિન ધર્મના ઉદ્દેાત કર્યાં.” તે રાજાએ યાદ સા જિન ચૈત્યે નવાં કરાવ્યાં, નવ કરોડ દ્રવ્ય જીજ્ઞેÎદ્વારમાં વાપયુ ; સાત માટી તી યાત્રાઓ વડે તેણે પોતાના આત્મા પવિત્ર કર્યાં, અને પાપને શાષણુ કરનારા તેણે એકવીશ જ્ઞાન ભંડારા લખાવ્યા. તે રાજા નિર’તુર સજ્ઞની આજ્ઞાને મુગટની જેમ મસ્તક પર ધારણુ કરતો હતા, મુષ્ઠિને ભડાર હતા, દયાના ગ્રૂપ હતા, સાર સાગરના પારગામી હતા, જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે દાન, શીળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાં તત્પર હતા, અને તીથ યાત્રાદિક ધર્મ કાર્યરી કરનાર હતા, તેથી પરિણામે તે રાજાઓને પણુ રાજા થયા, અને તેનુ રાજ્ય વૃદ્ધિ પામ્યું.
આ પ્રમાણે તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેાપાધ્યાય શ્રીધમહંસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઇંદ્રહ સ ગણએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની આ ટીકામાં પ્રથમ ગાથાના પ્રથમ પાઢ ઉપર શ્રીજિનેશ્વરની આજ્ઞાની આરાધના કરવાના વિષયમાં શ્રીકુમારપાળ રાજાના વર્ણન નામનેા પ્રથમ પલ્લવ સમાપ્ત થયા. ૧ =+= 3
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૩)
जथ द्वितीयः पल्लवः २
- જે જિતશત્રુ રાજાને પુત્ર છતાં જિતશત્રુને નામે પ્રસિદ્ધ છે તે સુવર્ણ સમાન કાંતિવાળા શ્રી અજિતનાથ સ્વામી જય પામે. - હવે પહેલી ગાથામાં જ શ્રાવકનાં કૃત્ય નામનું બીજું દ્વાર કહે છે.
मिच्छं परिदरह. - હે વિવેકી લેકે ! જન્મ, જરા, મરણ અને કલેશ વિગેરે સમગ્ર દુ:ખરૂપી મેટો કલાની શ્રેણિવાળા આ સંસારરૂપી સમુદ્રમાં ફરતા બ્રમણ કરતા આ જીવે અનાદિ કાળથી મિથ્યાત્વનું સેવન કર્યું છે. મિથ્યાત્વ એટલે વિપરીત જાણવું તે, અથવા નવ ત સંબંધી અને જ્ઞાન અને તેમના પર અશ્રદ્ધા. આવી પ્રકારના મીથ્યાત્વને તમે ત્યાગ કરે. મીથ્યાત્વનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
મિથ્યાત્વના બે પ્રકાર છે –લાકોત્તર મિથ્યાત્વ ૧ અને લોકિક મિથ્યાત્વ ૨. તે દરેકના બે ભેદ છે-દેવ સબંધી અને ગુરૂ સંબંધી. તેમાં અન્ય વીથિકાએ ગ્રહણ કરેલી પ્રતિમાઓને નમવું, જિન ચિત્યોમાં રાત્રીને સમયે રહેવું અથવા પ્રવેશ કરવો, સ્ત્રીઓ અને સાધુએાએ ચત્યમાં સાથે બેસવું, નાટક વિગેરે કરવું, જે ચિત્યમાં દર્શન અને પૂજા કરનારાઓની સ્વતંત્ર ગતિ ન હોય–પોતાની ઇચ્છા પ્રમાણે જવાતું ન હોય, તેવાં ચેત્યો કદાપિ કલ્પે નહીં. તથા આ લોક સંબંધી મનવાંછિતની સિદ્ધિને માટે જે કામિત તીર્થોની પૂજા કરવી, આ સર્વ લોકોત્તર દેવ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે. મઠ
૧ જિતશત્રુ પિતા અને જિતશત્રુ પુત્ર એવું હોઈ શકે નહીં તેથી તે વિરોધાભાસ અલંકાર કહેવાય છે. તેના પરિહારમાં જિયા છે શત્રુ જેણે એ અર્થ કરી અજિતનાથનું વિશેષણ કરવું. - ૨ ઈષ્ટ વસ્તુ આપનાર. ૩ ઉપાશ્રય. .
Page #26
--------------------------------------------------------------------------
________________
અને ચૈત્ય વિગેરેમાં નિરંતર વસવું, તલ અને ફળનું ભક્ષણ કરવું, સચિત્ત જળનું પાન કરવું, પોતાના ગુણ સાંભળવા, સુવર્ણ અને પુષ્પાદિકવડે પોતાના અંગની પૂજા કરાવવી, અને ચીને પ્રસંગ કરે. આ વિગેરે બાબતો યતિલિંગને ધારણ કરનાર મનુષ્ય કરે, છે તે લેટેત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ કહેવાય છે એટલે કે આવા આચારવાળાં સાધુવેષધારીને જે ગુર તરિકે માનવા તે લત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ છે, શિવ વિગેરે રાગી દેવના મંદિરમાં જવું તેની પૂજ, નમસ્કાર કે સ્તુતિ કરવી, સૂર્ય ચંદ્રનાં ગીત ગાવાં, ગોત્ર દેવી વિગેરેની પૂજા કરવી, કાગડા વિગેરેને બળિદાન આપવું, ગાયની પૂજા કરવી તથા પિંડદાન-શ્રાદ્ધ કરવું, એ વિગેરે સર્વ લિકિક દેવ સંબંધી મિથ્યાત્વ છે. બ્રાહ્મણને ભોજન કરાવવું, તેમને ગાય, તલ, તેલ અને વસ્ત્ર વિગેરેનું દાન કરવું. તથા તાપસ વિગેરે નમસ્કાર કરવા, એ વિગેરે સર્વ લેકિક ગુરૂ સંબંધી મિથ્યાત્વ છે. કહ્યું છે કે-“લકક દેવ સંબંધી અને ગુરૂ સંબંધી તથા લોકોત્તર દેવ સંબંધી અને ગુરૂ સંબંધી એ રીતે ચાર પ્રકારે મિથ્યા ત્વ સૂત્રમાં બતાવેલું છે.”
અથવા સૂરમાં બીજી રીતે પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલું છે-આભિગ્રહિક ૧, અનભિગ્રહિક ૨, અભિનિવેશિક ૩, સાંશયિક ૪ અને અનાગિક ૫ એ પાંચ પ્રકારે મિથ્યાત્વ છે. તેમાં આભિગ્રહિક એટલે કેવળ પિતાના કુદર્શનને જ આગ્રહ કરે છે. આ મિથ્યાત્વ દીર્થ સંસારીને હેય છે, તથા કુદષ્ટિની પાસે જેમણે દીક્ષા લીધેલી હોય છે, તેમને આ મિથ્યાવિ અત્યંત ગાઢ હોય છે. ૧. અનાભિગ્રહિક એટલે પોતાના અથવા પરના દર્શન ઉપર એકાંત આગ્રહ ન હોય તે (સર્વ દાનને સરખા માનવા તે). આ મિથ્યાત્વ મિથ્યાષ્ટિની પાસે જેમણે દીક્ષા લીધી ન હોય તથા જેઓ અનાપ્તદષ્ટિ એટલે સમકિત પામેલા ન હય, એવા મનુ અને તિર્થને હેય છે. ર અભિનિવેશિક મિથ્યાત્વ એટલે કોઈએ સત્ય અર્થ
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૫) કહ્યો હોય તેના પરના મત્સર-ઈખીને લઈને મારે. અમુક પ્રકારે અમુક અર્થનું સ્થાપન કરવું છે એવા અભિનિવેશ –આગ્રહથી અન્યથા પ્રકારે તે અર્થની પ્રરૂપણ કરે, અથવા પ્રથમ વિસ્મરણને લીધે અન્યથા પ્રકારે અર્થ કર્યો હોય અને પછી કોઈ ના કહેવાથી સત્યતત્વ જાણ્યું હોય તે પણ પ્રથમ પોતે કહેલા અને સત્ય ઠરાવવાના આગ્રહથી તેજ અસત્ય અર્થને પકડી રાખે, અથવા સત્ય અર્થને જાણ્યા વિના જ અસત પ્રરૂપણ કરે અને બીજાએ વાર્યા છતાં પિતાના અસત્ય અર્થને છેડે નહીં, આ સર્વ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે, આ મિથ્યાત્વ જિનયમને અંગીકાર કરનારાઓને જ હાઈ શકે છે. ૩. સાંસાયિક મિથ્યાત્વ એટલે હૃદયમાં શંકા સહિત પ્રરૂપણ કરે, અને વિચારે કે હું બીજાને પૂછું, તે મને બીજાઓ (શ્રાવકો) વિદ્વાન ન ધારે અને તેથી કરીને મને મૂકીને બીજાઓને ભજે એમ ધારીને સત્ર, અર્થ તથા સૂત્રાર્થને બરાબર નહીં જાણતાં છતાં પણ બીજાને પૂછે નહીં. તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે, આ પણ સ્વદર્શી નીને જ હોઈ શકે છે. ૪. અનાભોગિક મિથ્યાત્વ એટલે એકેંદ્રિયાદિક જીનું જે જ્ઞાન તે આગ કહેવાય છે. તેવું જ્ઞાન જેઓને ન હોય તેઓને અનાભોગિક મિથ્યાત્વ હોય છે, અથવા શુદ્ધ તત્વને જાણતાં છતાં ઉપયોગ ન હોવાને લીધે શ્રોતાઓને મિથ્યાત્વ પ્રાપ્ત કરાવે તેવા અશુદ્ધ પ્રરૂપણ કરે, તે પણ અનાગ મિથ્યાત્વ કહેવાય છે. ૫. તેમજ રશૂળ ભાવથી ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું એમ અનેક પ્રકારેમિથ્યાત્વ કહેલું છે, પરંતુ તે સર્વ પ્રકારે માં વાસ્તવિક રીતે તત્વનું વિવરતપણું જ હોય છે, એમ જાણવું. હું પિતાના જિનબિંબની પૂજા ભકિતપૂર્વક કરૂં છું, તેથી બીજા બિઓની ભાવથી પૂરી કરવાનું મારે શું પ્રજને છે? આમ વિચારે, તથા દાનાદિક આપવું તે પિતાની જ્ઞાતિ અને સંબંધવાળા સાધુને જ આપવું યોગ્ય છે. તેમાં ગુણ દોષનો વિચાર કરવાની જરૂર જ નથી. ઈત્યાદિક વિચારે તે મિથ્યાત્વ છે કે જે સર્વે અનર્થનું કારણ છે, માટે જે વાસ્તવિક સુખની ઇચ્છા હોય તેનો ત્યાગ કરી વેરીની જવા
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧ )
તે મિથ્થાનના કદી પણ વિશ્વાસ કરતા નહી. અહીં મિથ્યાત્વ તજવા ઉપર ચાર મિત્રાની કથા કર્યો કહે છે. તેને જે મિષ્ઠ જના ! તમેા સાંભળો –
ચાર મિત્રાની થા.
વસનારા સત્પુરૂષોને આનંદ આપનારી કાશલા નામની નગરી છે, કે જેની પાસે દેવ નગરી કાંઇ પણ્ ગણુતરીમાં નથી. તે નગરીમાં ચાર શ્રેષ્ઠી પુત્રા રહેતા હતા. તેઓ ચતુર, દાનેશ્વરી, દાક્ષિણુતાવાળા અને પરસ્પર મિત્રાઈ વડે મનેાહર હતા. કૂવાના પાણીની સરની જેમ તેમેની મૈત્રી અવિચ્છિન્નપણે એક બીજાની સ્પર્ધાથી નિરંતર વૃદ્ધિ પામતી હતી.. કહ્યું છે કે- સાથે અગૃત થનારા, સાથે શયન કરનારા અને સાથેજ હુ` કે શાકને ધારણ કરનારા નેત્રની જેમ કોઇ ધન્ય પુરૂષાની જ પ્રીતિ ઉલ્લાસ પામે છે.” જેના હાથ પગના તળી– ચાં ક્રાંઇક રકત છે એવા તે શ્રેષ્ઠી પુત્રી યુવાવસ્થાને પામ્યા, ત્યારે પિતાની ઉપાર્જન કરેલી લક્ષ્મીના માતાની જેમ ત્યાગ કરીને પેાતાની ભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને ભાગવવા લાગ્યા. અન્યદા તેઓએ વિચાર કર્યો કે—“ પિતાની લક્ષ્મીનો તા આપણે ત્યાગ કર્યો છે, માટે હવે આપણે વિશેષ લક્ષ્મી ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરીએ’ એમ વિચારીને તેએ થોડુ થોડુ ધન લઈને પરદેશ તરફ ચાલ્યા. માગ માં ઉદ્યાન, વન, ગામ, પર્વત, તળાવ, નગર, અને આકર (ખાણુ) વિગેરેને અ ય પૂર્વક જોતા જોતા ચાલ્યા જાય છે. કહ્યું છે કે-જે મનુષ્યે કૈાતુકોથી ભરેલી આ પૃથ્વી જોઇ નથી, તે મનુષ્ય ગર્ભમાં રહેલા મનુષ્યની જેમ અથવા ફૂવાના દેડકાની જેમ શુ" જાણી શકે ? ” અનુક્રમે ચાલત તેમ એક લેાઢાની ખાણ પાસે પહેાંચ્યા. ત્યાં તેમણે લેઢાને વ્યાપાર ઘણા એu. “ તેજ વસ્તુ વેપારને વેગ્ય હાય છે કે જે વસ્તુમાંથી સારા લાભ પ્રાપ્ત થાય. ' એમ જાણીને તેઓએ ત્યાંથી ઉપડી શકે તેટલુ લેઢુ પાડ્યુ. ત્યાર પછી કના
4
Page #29
--------------------------------------------------------------------------
________________
સમૂહને ધારણ કરવાથી જેમ જીવ કહેશને પામે તેમ તે લોઢાના ભારને ઉપાડવાથી માર્ગમાં કલેશને પામતા તેઓ આગળ ચાલતાં રૂપાની ખાણ પાસે આવી પહોંચ્યા. ત્યાં ઘણા લાભની ઈચ્છાથી લે ઢાને વેચી નાંખીને ત્રણ મિએ રૂપું લીધું. પરંતુ ચોથાએ તો લેઢિાને ત્યાગ કર્યો નહી, અને રૂપું લીધું નહી. ત્યારે હિત ઉપદેશ આપનાર તે ત્રણે મિત્રોએ તેને કહ્યું કે –“હે મૂઢ ! આ લોઢાને મોટો ભાર વહન કરવાથી ઘણી આપત્તિ-દુઃખને પામીશ, માટે તે તજી દઈને રૂપુ લે” તે સાંભળીને કદાગ્રહથી વ્યાપ્ત અને વિચાર કરીને રહિત એવું તે બે કે- “કેણ બુદ્ધિમાન :રૂષ અંગીકાર કરેલી વસ્તુને ત્યાગ કરી નવી નવી વસ્તુમાં રાગી થાય? અગીકાર કરેલી વસ્તુને નિર્વાહ કરવામાં તમે જ કેમ આગ્રહી થતા નથી?” તે સાંભળીને આના મનમાં ભૂત ભરાયું છે એમ જાણીને તેઓએ તેની ઉપેક્ષા કરી. પછી વિશેષ લાભને અર્થે તેઓ આગળ ચાલતાં સુવર્ણની ખાણ પાસે આવ્યા. ત્યાં તેઓએ રૂ! - ચીને સુવર્ણ ગ્રહણ કર્યું, અને પેલાએ લોહ ન તજવાથી તેઓએ તેને કહ્યું કે- “ અલ્પ મૂલ્યવાળા લોઢાને વેચીને સુવર્ણ ગ્રહણ કર ” એમ કહ્યા છતાં પણ તેણે તેઓનું વચન માન્યું નહીં. પછી તેઓ શીધ્રપણે ઘણી ભરતીળા રત્નાકર–સમુદ્ર પાસે ગયા. ત્યાં કુશળ એવા તે ત્રણ મિત્રોએ મહાતેજવી રત્નો મળવાથી તે લીધાં. પરંતુ ચોથાએ તે ત્યાં પણ પોતાનો આગ્રહ મૂકયો નહીં, અને તેથી તેણે કાંઈ પણ ધન ઉપાર્જન કર્યું નહીં. જેઓએ અનેક કેતુક જોયા છે એવા તે ત્રણ મિત્રોએ અનેક રત્ન ઉપાર્જન કર્યો. પછી કેટલાક કાળ ત્યાં રહીને ઘણો લાભ મેળવીને પિતાના દેશ તરફ જવા તેઓ તૈયાર થયા. તે વખતે તેમણે ચેથા મિત્રને તૈયાર થવાનું કહ્યું, ત્યારે તે બે કે-“મને અહીં રહેતાં કાંઈ દુઃખ નથી. આજ સુધી મને અહીં સુખે કરીને ભજન, વસ્ત્ર, પાત્ર વિગેરે મળે છે. ” ત્યારે તેઓ બેલ્યા કે અહીં એકલા રહેવાથી તારું રક્ષણ થઈ શકશે નહીં, તેથી જો તું નહીં આવે, તે અમે તને બળાત્કારે લઈ જઈશું.”
Page #30
--------------------------------------------------------------------------
________________
(૧૮) તે સાંભળીને તે છે પણ તેઓની સાથે ચાલ્યું. તેણે કાંઈ પણ ધન મેળવ્યું ન હતું. તેથી ત્રણ મિત્રોએ માર્ગમાં તેને ભાતું. વિગેરે ખાવા આપ્યું, અને પુણ્યશાળી તથા નિપુણ એવા તેઓ પોતાને નગરે પહોંચ્યા. પછી તેમના સ્વજનેએ તેમની સન્મુખ આવીને તેમને મિટા ઉત્સવ પૂર્વક પુર પ્રવેશ કરાવ્યું. પછી દાન અને માનમાં તત્પર થઈને તેઓ લોકમાં મેટે મહિમા પામ્યા. તથા જે એથે મૂખ હતો તે ઘેર જઈને લોઢું લેવાથી અત્યંત દુઃખી થયે. તેજ પ્રમાણે જે સત્ય વાત સમજ્યા છતાં મિથ્યાત્વને છેડતા નથી તેઓ મિથ્યાદર્શનથી દુઃખી થાય છે, અને જેઓ મિથ્યાત્વ તકને સમકિત અંગીકાર કરે છે તેઓ સભ્ય દર્શન વડે કરીને સુખ સંપત્તિને પામે છે. જેમ કે તે ત્રણે મિત્રો રત્ન અને ધન ઉપાર્જન કરવાથી સુખ સંપત્તિના સ્થાનભૂત થયા. કહ્યું છે કે જે કોઈ વિચાર રહિત પ્રાણી લોઢાની જેવા મિથ્યાત્વના આગ્રહને ત્યાગ કરતા નથી, તે અનેક દુઃખ પામે છે. આ પ્રમાણે જાણીને હૃદયમાં સારી રીતે વિચાર કરી અતુલ્ય સુખની ઈછાએ કરીને હે સજજને ! શ્રેષ્ઠ રત્ન સમાન સમકિતને ધારણ કરે. સંસારસાગરના મધ્યમાં ડૂબવાના કારણરૂપ લેઢાની જેમ પ્રાણીઓને દુખ આપનાર મિથ્યાત્વને ધારણ ન કરે. આ પ્રમાણે અમાવાસ્યાના અંધકાર તુલ્ય અને દષ્ટાંત રૂપી અરિસામાં જેનું નિંઘ રૂપ દેખાડયું છે એવા આ મિથ્યાદર્શનને ત્યાગ કરી સમકિતને ધારણ કરેા.
આ પ્રમાણે પહેલી ગાથાની શાખામાં મિથ્યાત્વને ત્યાગ કરવા ઉપર ચાર મિની કથાના વર્ણન નામનો બીજો પલ્લવ સમાપ્ત થયો ૨
1 થ al: વદ ૩ - જિતારિ રાજાને પુત્ર, શત્રુઓના સમૂહને જીતનાર, ઉપમા હિત, માન (ગર્વ) ને નાશ કરનાર શિવાલેષ વડે શંભુરૂપ શ્રી સંભવનાથ સ્વામી તમને વિભૂતિને માટે થાઓ.
૧ શંભુ મહાદેવ શિવ-પાર્વતીને આશ્લેષ કરનાર છે, અને ' સંભવનાથ સ્વામી શિવ-મોક્ષનો આક્ષેપ કરનાર છે
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
હવે પ્રથમ શાખાનું શ્રાવક કૃત્ય રૂપ ત્રીજું દ્વાર પ્રગટ કરવાની ચ્છિાથી કહે છે
' ધરફ સમરું છ
હે ભવ્ય પ્રાણો ! સસાર સાગરમાં પર્યટન કરતા તમે જિનયરે કહેલાં તત્ત્વાને અંગીકાર કરવા રૂપ સમતિને ધારણ કરે. કેમકે ત સમતિ ચિંતા મણિ રત્નની જેમ દુ`ભ છે. સમકિતનુ સ્વરૂપ આ પ્રમાણે છે.—જીત્રના જે અધ્યવસાય મેાક્ષને અનુસરતો અને પ્રશસ્ત-પ્રશંસા કરવા લાયક ઢાય, તે અધ્યવસાય સમકિત કહેવાય છે. તે સડસઠ ભેદવડે ઓળખાય છે. તે આ પ્રમાણે.-
જીવ ૧, અજીવ ૨, પુણ્ય ૩, પાપ ૪, આશ્રવ ૫, સવર ૬, નિરા, ૭, °ધ ૮ અને મોક્ષ ૯. આ નવ તા જિનેશ્વરે હેલાં છે. તેજાણે સંસારના તાપના સમૂહતે છેઃવા માટે અમૃતના નવકુંડ હાય, અથવા ધર્મોના સર્વસ્વની સિદ્ધિને માટે નવ નિધિ હૈાય એવાં છે. તેમાં ચેતનાવાન જીવ કહેવાય છૅ. ૧, ચેતના રહિત હેાય તે અજીવ કહેવાય છે ૨, શુભ્ર સ્વભાવવાળું હાય તે પુણ્ય ૩, અશુભ સ્વભાવવાળુ હાય તે પાપ ૪, જે પાપ(ક)નાં દ્વારા ડ્રાય તે આશ્રવ ૫, જે પાપનાં દ્વારના નિાધ તે સવર ૬, કર્મને જે ક્ષય તે નિરાચ્છ, કર્મ અને આત્માને સબંધ તે બંધ ૮. અને કનો સથા ક્ષય તે મેક્ષ કહેવાય છે ૯. આ નવ તત્ત્વના એ!ધને માટે બુદ્ધિમાનાએ તેના અભ્યાસ કરવાનુ કહ્યું છે. (આ પરમાથ સંસ્તવ નામની પડેલી શ્રધ્ધા છે) ૧. તત્ત્વતે ગુનાર ગુરૂની સેવા કરવી. ૨, શાય વિગેરે પાખડ મતનેા ત્યાગ કરવા. ૩, નિર્હવેાના ત્યાગ કરવે ૪. આ ચાર શ્રદ્ધાઓ સમકિત રૂપી મહેલના મૂળ સ્તંભની સદ્દશતાને ધારણ કરે છે.અહીં કાઇ શ’કા કરે કે-અંગારમ`ક વિગેરે અવિઆને તત્ત્વનું યથા માન હેાવાથી તેમને પણ સમઢિત કહેવાશે. તેના જવામ
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) :
એ છે. જે તરવનું જ્ઞાન તેમને હોઈ શકે છે. પરંતુ તત્વની શ્રદ્ધા તેઓને છેતી નથી. માટે અભાવીને શ્રદ્ધા કે સમકિત હોય જ નહીં.(૪)
સાકર સહિત દૂધનું પાન કરવાથી પણ શ્રુત સાંભળવા ઉપર અધિક રાગ-ઝીતિ હોય છે ૧. નિર્ધન મનુષ્યને રત્નની પ્રાપ્તિ થવાથી જેવી પ્રીતિ થાય, તે કરતાં અધિક રાગ ચરણ-કરણને વિષે (ષમ કિયાને વિષે) હાય ૨. અને દેવપૂજા તથા ગુરૂની વિયાવચ્ચે કરવામાં નિરંતર તત્પરપણું હેય ૩. આ સમિતિના ત્રણ લિંગ (ચિન્હ) કહેવાય છે. તે સમક્તિ દર્શન રૂ૫ છત્ર રાજાને મસ્તકે ધારણ કરવા લાયક છે. (૭)
તીર્થકર ૧, તેનાં બિંબ–પ્રતિમા ૨, ચૈત્ય જિન મંદિર) , યુત ૪ ધર્મ ૫, મુનિ ૬, આચાર્ય , ઉપાધ્યાય ૮, અને મત (દર્શન) ૯ અને સંઘ ૧૦ આ દશને વિનય કરે. (તે સમકિતનું) અગ છે. ) આ દશ સ્થાન રૂપી અરિસાને વિષે પ્રતિબિંબ પડવાથી દશ પ્રકારે દૃષ્ટિ ગેચર થતા વિનય જાણે. (૧૭)
જિનેશ્વરને, જિનેશ્વરના મતને અને જિનમતમાં રહેલા સાધુઓને મૂકીને બીજું સર્વ આ સંસારમાં ધૂળ જેવું અસાર છે, આ પ્રમાણે વિચારવું, બેલિવું ને વર્તવું તે સમકિત દર્શન રૂપી જળને કતક નામની એષાધિના ની જેમ શુદ્ધિ કરનાર હોવાથી મન ૧, વચન ૨ અને કાયાની ૭ શુદ્ધિ રૂપ ત્રણ શુદ્ધિઓ જાણવી. (૨)
અરિહંતને વચન ઉપર શંકા ૧, અન્ય દર્શનની વાંછા ૨, સદાચારવાળા મુનિની નિંદા (વિચિકિત્સા), કુલિંગી-મિથ્યાત્વીની પ્રશંસા ૪ તથા કુલિંગીનો સંતવ-પરિચય ૫, આ પાંચ અતિચારે
દૂષણ) તજવા ગ્ય છે. કારણ કે તેઓ ચંદ્રને વાદળાની જેમ નિર્મળ સમકિતને ઢાંકી દે છે. (૨૫)
વાદી , માવચની (સિદ્ધાંતના જ્ઞાનવાળે) ૨, ધર્મકથા કરનાર ૩, નિમિત્ત શાલ જાણનાર ૪, કવિ પ, વિવાવાળો , તપસ્વી
Page #33
--------------------------------------------------------------------------
________________
છે અને સિદ્ધ૮ એ આઠ પ્રભાવકો છે. આ આઠ પ્રભાવકે જિન-: શાસનના દીવારૂપ છે તેમના પ્રભાવથી શાસનની પ્રભાવના થાય છે. (૩૩)
જે અન્ય લિંગીઓ લગ્નાદિક અને શુકનાદિક જાનારા હેય છે, તેઓને સમકિત ઈચ્છનારે નમસ્કાર કરવો નહીં. ૧, અન્ય લિંગી ઓની સાથે આલાપ સલાપ કરે નહીં (વારંવાર બોલવું નહ) ૨, તેમની સાથે એક્વાર પણ ભાષણ કરવું નહીં ૩, કુલંગીઓને અનુકંપાના કારણ વિના વસ્ત્ર, પત્ર, અનિઅન વિગેરે આપવું નહીં ૪. કારણ કે અનુકંપ.એ કરીને તેઓને પણ દાન આપવાનું કદાચિન પણ નિધિ કરેલું નથી. કહ્યું છે કે- દુઃખે કરીને જીવી શકાય એવા રા", પ અને મને જીતનારા સવે જિનેશ્વરે એ પ્રાણુ ઉપરની દયાને લીધે કદાપિ દાનને નિષેધ કર્યો નથી.”અન્ય નથી કે એ ગ્રહણ કરેલી જિનેશ્વરની પ્રતિમાને વંદન-પૂજનાદિક કરવું નહીં ૫, તથા અન્ય તીર્થ કના દેવની પૂજા માટે ગંધ પુપાદિક મોકલવા નહીં ૬. આ છ સમકિતની યંતના છે. (૩૯)
રાજાને ૧, ગણું (જન સમૂહ)નો , બળવ અને ૩ અને દેવને ૪ અભિગ એટલે તેઓના આ વકે અજ્ઞાથી નિષિદ્ધનું પણ આ ચરણ કરવું પડે તથા પિતા માતાદિક ગુફ જતોના આગ્રહથી નિષિદ્ધનું આચરણ કરવું પડે છે, તથા વૃત્તિકંતાર એટલે દુર્ભિક્ષમા કે અરણ્યાદિકમાં પ્રાણ બચાવવાની ખાતર નિયમ ભંગ કરવા પડે તે ૬. આ છ આગાર જિનદર્શનને વિષે કહેલા છે. આ આગાર એટલે છીંડીએ. ધમની રક્ષાને માટેજ છે, તેનું તાત્પર્ય એ છે જે કારણને લીધે વ્રતવાળાને પણ નિષિદ્ધનું આચરણ કરવાથી વ્રતને ભંગ થતું નથી.(૪૫)
સમકિત રૂપી જેનું દ્રઢ મૂળ છે એવો શ્રીમાન ધર્મ રૂપી વૃક્ષ મિથ્યાત્વીના વચન રૂપી પ્રચંડ વાયુ વડે પણ કેમ પાડી શકાય? ૧,. દ્વારા વિના મનુષ્યથી નગરમાં કેમ પ્રવેશ કરી શકાય? માટે સમકિત એ જ ધર્મનગરનું દ્વાર છે. ર, પાણીવાળો ખાડે પૂર્યા વિના તેના
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપર ચ ોય તે તે નીચે પડી જાય છે, માટે તેને પાથ મજબુત કર જોઈએ, તેજ રીતે ધમ રૂપી મહેલને મજબુત પાયે સમકિત જ છે ૩, પૃથી રૂપી આધાર વિના આ જગત નિરાલંબન રડી શકે નહીં, તે જ રીતે ધર્મ પણ સમ્યકત્વ રૂપી પૃથ્વીના આધાર વિના રહી શકે નહિ, માટે સમકિતના આલંબનથી ધમ સ્થિર થાય છે , જેમ માણસે પાત્ર છે પાણુને ધારણ કરે છે, તેમ સત્ય ગુણને માટે જ્ઞાનને ધારણુ કરવા દનરૂપ પાત્રની જરૂરીયાત છે , જેમ મહા મૂલ્યવાળા મણિ અને સુવર્ણ નિધાનમાંથી પ્રાપ્ત થાય છે, તેમ સમ્યગુદર્શન રૂપી નિધાન થકી ઈંદ્રની, તીર્થકરની અને ચાવતીની સંપત્તિ પ્રાપ્ત થાય છે ૬ એટલે ક–સમ્યગદર્શન એ બંને પ્રકારના (સાધુ શ્રાવક) ધર્મનું મૂળ કાર, પ્રતિષ્ઠાન-માયા, આધાર, ભાજન અને નિધાન રૂપ છે. આ છ સમકિતની ભાવનાઓ જાણવી, (૫૧)
જીવનું અમિતપણું (હેવાપણું ) ૧, નિત્યપણું ૨, કર્તાપણું , ભોકતાપણું, , મોક્ષ , અને મોક્ષને ઉપાય , આ છ સ્થાને જિનેશ્વરના દર્શનમાં કહેલાં છે (૫૭) તે આ પ્રમાણે શરીરનું હાલવું ચાલવું વિગેરે ક્રિયા ચિંતન્ય વિના થઈ શક્તી નથી, માટે તે ચૈતન્ય છા છે. જે તે ચિત્તન્ય પાંચ મહાભૂતનો ધમ હેય, તે પૃથ્વીની જેમ તન્યનું કઠણુપણું દેખાવું જોઈએ. તે છવ સર્વ ઠેકાણે સર્વમાં રહેલો છે, એમ જાણવું નહીં, કેમકે ઢેફા વિગેરે વસ્તુમાં તેમજ મરેલાના શરીરમાં તે દેખાતો-જતે નથી. વળી તે જીવની ચેતના
૪ આ ઉપરાંત સ્થિરતા ૧, પ્રભાવકપણું ૨, ક્રિયા કુશળતા ૩, અંતરંગ ભકિત છે અને તીર્થસેવા ૫ એ પાંચ સમકિતનાં ભૂષણ તથા શમ ૧, સવેગ ૨, નિદિ ૩, અનુકંપા અને આસ્તિ ૫ એ પાંચ સમકિતનાં લક્ષણે મળી ૬૭ભેદ થાય છે. આ દશ ભેદે શા. હીરાલાલ હંસરાજે છાપેલી પ્રતમાં છે નહીં, તેમજ એક મુનિરાજની હસ્તલિખિત પ્રતમાં પણ છે નહીં, તેમાં પ્રકાદિકને રવ સંભવે છે.”
Page #35
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાભૂતનું કાર્ય પણ નથી, કેમકે મરણપ પૃથ્વીરાદિકથી તે અત્યંત વિલક્ષણ છે, તેથી તે તેનું કાર્ય હેઈ શકે નહીં, કારણુ કે ભૂત પ્રત્યક્ષપણે કઠતાવાળા દેખાય છે, અને ચેતના તેનાથી વિલક્ષણ છે, તેથી તેનું કાર્યકારણુપણું થઈ શકતું નથી, અને તેથી કરીને ચે. તના એ ભૂતને ધમ કે ભૂતનું કાર્ય કહી શકાશે નહીં. બા હું છું: આ હુ કરું છું વિગેરે પોતાનું જ્ઞાન જ દરેક પ્રાણીને પ્રમાણ:સિદ્ધ છે. તે જ્ઞાન જેને હોય છે, તે જ જીવે છે. આ રીતે નાસ્તિક વાદીને પરાભવ થાય છે. (આ પહેલું જીવની સત્તારૂપ સ્થાન થયું) ૧,
તથા જીવને કેઈ ઉત્પન્ન કરનાર નહીં હોવાથી તે નિત્ય છે. છતા. પદાર્થને સર્વથા પ્રકારે નાશ હેઈ શકે નહી, તેથી તેને નિત્ય મનાશે નહીં. જે જીવને નિત્ય ન માનીયે, તે બંધ મેક્ષાદિકને આધાર જે એક જીવ જ છે તે ઘટશે નહીં. અહીં આત્માને એકાંત અનિત્ય (ક્ષણિક ) માનનાર ખાદ્ધમતવાળા કહે છે કે આત્મા તો અનિત્ય છે, પરંતુ જ્ઞાનના ક્ષણે પ્રથમના અને પછીના ક્ષણોએ કરીને તુટેલા (નાશ પામેલા) આત્માને સાધે છે. ( એટલે કે પહેલે ક્ષણે આત્મા ઉત્પન્ન થયે, બીજે ક્ષણે નાશ પામે, વળી ત્રીજે ક્ષણે બીજે આત્મા ઉત્પન્ન થયું. તેને તે તે ક્ષણનાં જ્ઞાન સાંધી દે છે-સર્વ જ્ઞાનાદિક ક્રિયા કરવામાં જોડે છે.) જે આ પ્રમાણે માનીએ તો એક આત્માએ ક્રિયા કરીને કમને બંધ કર્યો, અને મુક્તિ બીજાની થઇ, એકે ભોજન કર્યું અને તૃપ્તિ બીજાને થઈ, એકે આષધ ખાવાનું દુઃખ અનુભવ્યું અને વ્યાધિ રહિત બીજે થયે, એકે તપસ્યાનો કલેશ સહન કર્યો અને સ્વર્ગનું સુખ બીજાએ ભોગવ્યું, તથા એકે થાય ભગુવાનો કમ કર્યો અને લકમાં વિદ્વાન બીજો થશે. આ રીતે સર્વ . અવ્યવસ્થા થશે. માટે બોદ્ધને મત અસત્ય છે (આ બીજું નિત્ય સ્થાન થયું) ૨. તથા કર્મને કરનાર છવજ છે. જે એમ ન હોય તે દરેક પ્રાણીને વિશે , ને સુખાદિકના અનુભવ પ્રસિદ્ધ રીતે દેખાય છે. તે થશે નહીં
Page #36
--------------------------------------------------------------------------
________________
(48)
તેની સિદ્ધિ આ પ્રેમાર્ગુ આ સંસારમાં દરેક પ્રાણી વિન્નિ પ્રકારે સુખ દુ:ખને અનુભવ કરે છે, તેનું કારણુ હેવું જોઇએ કાર શું ન હાય તા નિરતર સુખના કે દુઃખના જ પ્રસ`ગ આવશે. અને નિરતર સુખ કે દુઃખ તો કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી. તેથી તેનુ કારણ પોતાનું કરેલું કમજ સિધ્ધ થાય છે. અડી' કોઇ શકા કરે કે દરેક જીવ સુખને જ ઇચ્છક હેાય છે, ઋષિ પાતાને દુઃખ થાય એમ ઈચ્છતો નથી. તેથી કરીને હું ઉત્તમ પ્રામાણિક! એ પ્રાણી પોતે જ કને" કરનારા હાય તો પેાતાને દુ:ખ થાય એવુ ક શા માટે કરે ? આના જવાખ એ છે જે-જેમ રોગને નાશ કરવા ઇચ્છતા કાઈ રોગી માણસ અપથ્ય સેવવાથી કષ્ટ થશે એમ જાણતાં છતાં પણ અપથ્ય ક્રિયાને સેવે છે, તેમ સુખની ઇચ્છાવાળા જીવ પણ જાગુતા છતાં મિથ્યાત્વાદિકથી પરાભવ પામેલે હાવાથી દુ.ખ આપનારા કુ મને પોતે જ કરે છે. એમ સિદ્ધ થાય છે. ( આ જીવના કર્તાપણા પ ત્રીજી સ્થાન થયું. ) ૩.
•
તથા આત્મા જ પોતે કરેલા કર્મોના શુભ અને અશુભ ફળને ભગવનાર પણ છે, એમ લેાકથી, અનુભવથી, શાશ્ત્રથી અને પ્રત્યક્ષથી પણ સિધ્ધ થાય છે. તે આ પ્રમાણે લેાકને વિષે પણ આત્મા સુખ દુઃખના ભાગવનાર છેએમ સિદ્ઘ થાય છે. કેમકે કાઇને સુખી જોઇને લોકો કહે છે કે—આ સુખી છે. માટે પુણ્યશાળી છે’ અર્થાત્ પુણ્યના ભાગ વનાર છે એમ સિધ્ધ થાય છે.) વળી જો આત્મા પેાતે કરેલા કર્મના ફળને ભાગવનાર છે એમ ન માનીએ તો કર્યાંથી મૂકાયેલા (રહિત) આકાશની જેમ આત્માને પણ સુખ દુ:ખને અનુસવ ન હેાવા જોઈએ. તેથી કરીને સુખ દુઃખના હેતુરૂપ વેવ કના ભોગવટે હાવાથી જીવ કમના મૂળના ભોક્તા છે, એમ દરેક પ્રાણીને પોતપોતાના અનુભવથી જ સિદ્ધ થાય છે. તથા આત્મા કર્માંના પ્રભાવથી તેના ફળને સવપ્રદેશથી ભાગવે છે. અન્ય શાસ્ત્રાથી પણ આત્માનું ભાતાપણુ સિદ્ધ થાય છે. “નામુરાં હોયતે મેં ચોટોશતાવે ’- મ આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે સં પ્રદેશ કંમ ભોગવાયછે.
A
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૫)
ભૂંગળ્યા વિના સે’કડા અને કરોડા કપ ગયા છતાં પણ ક્ષીણ થતુ નથી.’” ઇત્યાદિક વચના અન્ય શાસ્ત્રોમાં પણ હોવાથી વિદ્વાન પુરૂષ આ વિષયમાં વિરૂઘ્ધ થઇ શકતા નથી. વળી એ આત્માને ભેકતા ન માનીએ તો જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધનને વિષે કરેલા કર્મનું (યત્નનું) નિષ્ફળ પણું થાય, તેમ માનવું ચોગ્ય નથી. ક અને ખેડુત વિગેરે જે જે શુભ અશુભ વ્યાપાર કરે છે, તેનુ ફળ તેમને પ્રત્યક્ષ રીતે જ મળે છે, તે સૌ કોઇ જાણી શકે છે અને જોઇ શકે છે. આ રીતે જીવ પોતે કરેલા કના ભેાક્તા છે એમ સિદ્ધ થાય છે, તેથી જીવને ભેાક્ત! નહીં માનનાર કુનયાદીનું આ રીતે નિર કરણ થાય છે. (આ Àક્તાપણા રૂપ ચેાથું સ્થાન થયું) ૪.
તથા તેજ જીવના દુઃખાદિકને જે નિમૂ ળ ક્ષય થવું તેનું નામ મેક્ષ કહેવાય છે. અહીં દીવાના નિર્માણુની' જેમ મેક્ષને અભાગ્ રૂપે માનનાર બધે ને! મત અસ`ગત છે. તેઓ માને છે કે દીવે એ!લવાઇ જવાનાં જેમ જીવને! સથી નાશ થાય તેજ મેાક્ષ છે. જેમ દાવા નિર્વાણુ પામવાથી એટલે બુઝાઇ જવાથી તેના પ્રકાશ પૃથ્વીપર નથી, આકાશમાં ગયા નથી, તેમજ દિશાઓમાં પણ ગયા નથી, પરંત તેમાં તેલનો ક્ષય થવાથી તે ત્યાંને ત્યાંજ શાંત થઈ ગયા છે-ક્ષય પામી ગયા છે. તેજ પ્રમાણે આત્મા પણુ કલેશને ક્ષય થવાથી ત્યાંને ત્યાજ શાંત થઈ જાય છે, પરંતુ કાઇ અન્ય સ્થાને જતો નથી. આવુ તેમનું માનવું અયુક્ત છે, કેમકે આ પ્રમાણે માનવાથી દીક્ષાદિક પાળવાના ધક્રિયા કરવાના) યત્ન નિષ્ફળ થાય છે. તથા તેણે જે દ દીવાનું દૃષ્ટાંત આપ્યું તે દૃષ્ટાંત અસિધ્ધ છે-ખાટુ' છે. કેમકે દીવાના અને અગ્નિ-વિગેરેના પ્રકાશ સર્વથા પ્રકારે નાશ પામતો નથી. પર`તુ તે જ અગ્નિના ( પ્રકાશના ) પુદ્દગળે! પ્રકાશ રૂપના ત્યાગ કરી આવકાર રૂપને પામે છે. તેના બીએ પરિશુ.મ થવાથી તે દોવે. નિર્વાણુ પામ્યા એમ ત્ર્યહાથી કહેવાય છે. તે જ રીતે કેત્રળ અપૂર્તિમાન જીવ પણ · કર્મ થી મુક્ત થઈ સચ્ચિદાનદ રૂપ ખીજા પરિણામને પામે છે આલવાઇ .જવાની
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨)
ત્યારે તે નિર્વાણ પામેત્રા કહેવાય છે. (આ રીતે ભોસ નામનુ'પાંચમુ સ્થાન કહ્યું ) પ.
તથા મેાક્ષ મેળવવાના ઉપાય પશુ છે. અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ જ ઉપાય ઘટે છે. તે તુ હું પડિત ! સાંભળ—સર્વ * મિથ્યાત્રનુ અને પ્રાøિહિંસાદિક (અવિરતિ)નું કારણ છે,તેથી તેનાથી વિપરીત જે સમકિત દર્શન વગેરે છે તેને તું સ્થિર-દઢ કર. એટલે કે સમ્યક્ જ્ઞાન, દરશન અને ચારિત્ર એ ત્રણ હિંસાદિકના કારશું નથી, તેને તુ' સ્વીકાર. વળી તે ત્રણે કુહાડાની જેમ કમરૂપી વૃક્ષનો ઉચ્છેદ કરવામાં સબ છે. અન્ય દાનીઓએ મેક્ષને જે ઉપાય બતાવ્યા છે, તે નિવૃત્તિ (મેાક્ષ) નું કારણ નથી. કારણ કે તે હિંસાદિક પાપ ક્રમ થી દૂષિત છે માટે તે સ°સાર વૃદ્ધિનાં જ કારણ છે. કેમકે વિષયો મિશ્રિત ક્ષીર પણ મરણતું કારણ થાય છે. આ રીતે મેાક્ષના સાચા ઉપાયને! ત્યાગ કરી કુનયને ધારણુ કરતા અન્ય દર્શીની રૂપી ખળ નામના દૈત્યને જૈનવાદી રૂપી વાસુદેવે નાશ કર્યાં છે. ( આ મેક્ષના ઉપાય રૂપી છઠ્ઠું સ્થાન કહ્યું) ૬.
ઉપર પ્રમાણે સમકિતના સડસઠ ભેદ્દા કહ્યા. હવે બીજી રીતે સમતિના એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ ભેદ પણ છે, તે હુ` કહ્યું' છું——વિદ્વાનેાએ નવ તત્વ ઉપર જે શ્રદ્ધા રાખવી તે એક બે વાળુ સમતિ જાવુ. દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનુ સમકિત જાવ, તેમાં મિથ્યાત્વનાં પુળાને શુદ્ધ કરી ચંદ્રની જેવા ઉજવળ કરવા તે દ્રવ્ય સમકિત કહેવાય છે, અને તેના (દ્રય્ સમકિતનો ) આશ્રય કરનારી જે ત-વા ઉપર રૂચિ-શ્રદ્ધા થવી તે ભાવ સમકિત કહેવાય છે.
ત્રણું પ્રકારનું સંમતિ આ પ્રમાણે છે-કારક, રેચક અને દીપક તેમાં ત્રને વિષે કહેલું' શુભ અનુષ્ઠાન (ક્રિયા) શક્તિ અને ઢાળાદિકને આશ્રીને પાત ફરે તથા બીજાને કરાવે તે કારક સમકિત કહેવાય છે. ના સમઢિત સાધુને હોય છે, જે કેવળ તત્વ ઉપર શ્રદ્ધા રાખે, પર -
Page #39
--------------------------------------------------------------------------
________________
તુ શુભ અનુષ્ઠાન કરે કરાવે નહીં, તે રોચક નામનું સમાપ્ત . શિક જેવાને હોય છે. અને જે અભવ્ય અથવા દૂરભવ્ય અંગારમક વિગેરેની જેમ પોતે મિથ્યાદષ્ટિ છતાં પણું ધર્મકથા કહેવાથી અથવા અતિશય દેખાડવાથી બીજાના હૃદયમાં સર્વ કહેલાં તોને દીપાવે-પ્રગટ કરે તે દીપક સમકિત કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે- જે આ દીપક સમકિત મિથ્યાદષ્ટિને હેય તો મિથ્યાષ્ટિને સમકિત કહેવાથી વિરોધ કેમ ન આવે? " આને ઉત્તર એ છે જે-આ દીપક બીજાઓને સમકિત પમાડવામાં કારણ થાય છે, માટે તેવા પ્રકારના મિથ્યાષ્ટિનો જે પરિણામ વિશેષ છે, તે પણ નામથી સમકિત કહેવાય છે.એમ જાણવું. એટલેકે કારણને વિષે કાને આરેપ કરવાથી દીપકને પણ સમકિત રૂપે કહ્યું છે.
હવે સમકિતના ચાર ભેદોને કહે છે–પહેલું ઔપશમિક સમકિત તે આ પ્રમાણે છે. –પ્રથમ જીવ યથાપ્રવૃત્તિ કરણે કરીને આયુષ્ય કર્મ સિવાય બીજા સાત કર્મોની સ્થિતિ એક કોટાકેદી સાગરોપમમાં એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઓછી કરે. ત્યાર પછી ખગના પહારથી પણ ભેદી ન શકાય એવી રાગદ્વેષની ગ્રંથિને કઈક છવ અપૂર્વકરણ રૂપી ચક વડે છેદીને અનિવૃત્તિ નામના કરણમાં પ્રવેશ કરે છે. ત્યાં તે વિશેષ શુદ્ધિને પામવાથી સમયે સમયે અત્યંત કર્મોને ખપાવે છે. તેમાં ઉદયમાં આવેલા કર્મને અનુભવીને ખપાવે છે, અને ઉદયમાં નહીં આવેલા કમને ઉપશમાવે છે. તેથી તેનું નામ ઉપરામ કહેવાય છે. તેનું પ્રમાણ એક અંતમું જૂનું છે. તેને વિધેિ આ પ્રમાણે છે.-પ્રથમ સત્તાગત મિથ્યાત્વ મોહનક સ્થિતિના બે વિભાગ કરે છે, તેમાં પહેલી સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તેને માંથી કમીનાં દળીયાં લઈ લઈને સમયે સમયે એક અતર્મુહૂર્ત સુધી ઉદયગત સ્થિતિમાં નાંખે છે. અને વેદી લે છે, તેથી તેટલા કાળમાં (અંતમુહૂર્તમાં) પહેલી સ્થિતિમાં સર્વદળીયાં ખપી જાય છે. તેથી
૧ દીપક સમકિત કારણ છે અને બીજાને જે રોચકાદિ સમકિત થાય છે તેમ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
4
(૨૮) રારંપછીના ત ંત્તમાં વેદવા ચોગ્ય દળીયા બીલકુલ રહેતા નથી. એટલે અંતમુ ઉત્તકાળ સુધી ઊષર ભૂમિ જેવા મિથ્યાત્વ વિવરને પામીને તે જીવ મિથ્યાત્વના પ્રદેશ કે વિપાક અને પ્રકારના ઉદય રહિત સ્થિતિને પામે છે એટલે પૈાલિક આપમિક સમકિત પામે છે. આશિમકને પામીને ત્યાંજ રહેલા જીવ ને અંતમુત્તમાં પુંજ કરીને દલીયાં શુદ્ધ કરે છે, એટલે કે સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દળીયાંના ત્રણ પુજ કરે છે. જેમ કોઇ માણસ આષધના પ્રયેગ વડે કદરાંનાં ફેવરાં દૂર કરી શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એવા ભિન્ન ભિન્ન ત્રણ પુંજ કરે તેમ આ દળીયાંને પણુ શુદ્ધ કરતાં તેના શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એવા ત્રણ પુંજ થાય છે. તેમાંથી શુદ્ધ દળીયાંના ઉદ્દય હોય ત્યારે તે છત્રને જિનેશ્વરે કહેલાં તત્ત્વને વિષે રૂચિ થાય છે, મિશ્રના ઉદય હોય ત્યારે મધ્યસ્થપણું થાય છે, અને અશુદ્ધનો ઉદય હાય ત્યારે સત્ય તત્ત્વ ઉપર તેને દ્વેષ થાય છે. આ પ્રમાણે આપમિક સમકિતને ભાગવીને કાઇ જીવ અંતર્મુહૂત્ત પછી શુધ્ધ પુજને વેદતો સતા બીજા ક્ષાાષામિક નામના સમક્તિમાં પ્રવેશ કરે છે, તથા કાઇ જીવ મિશ્ર પુજને વેદતો સતા મિત્ર ભાવ પામે છે, અને ત્યાં અનંતાનુબંધી કષાયનો ઉય થવાથી સમકિતનું વમન કરે છે. તે વખતે તે ખાધેલી ખીરની જેમ તે સમકિતના રસને આસ્વાદ કરે છે. તેથી તે સાસ્વાદન સમિતિ કહેવાય છે. ક્ષાયોપમિક સમકિતના ( શુદ્ધ પુંજના ) છેલા પુગળા જે અંત સમયે વેઢવામાં આવે છે, તેને તત્ત્વવેત્તા વેદક સમક્તિ કહે છે, તેની સ્થિ તિ એક સમયની જ છે. તથા ક્ષાયિક સમકિત અનંતાનુબંધી કષાય અને ઉપર કહેલા ત્રણે પુજના સર્વથા ક્ષય થવાથી થાય છે. વૈદકનો અલ્પકાળ ડાવાથી તેના બીજા (:ક્ષપશમ) સમકિતમાં સમાવેશ
થાય છે, અથવા સાસ્વાદનને! પણ અલ્પકાળ હાવાથી કાઇ તેને ગણતા નથી, તેથી ચાર પ્રકારના સમકિત કહેવામાં આવે છે. ત્યાં તે
Page #41
--------------------------------------------------------------------------
________________
(૨૯)
બેમાંથી એકની ગણના કરી નથી. એમ સમજવું. અને તે બંનેની જાદી વિવણા કરીયે, તે તેમાં શુદ્ધિનું વિશેષપણું હેવાથી પાંચ પ્રકારનું સમકિત કહેવાય છે.
હવે દશ પ્રકારનું સમકિત આ પ્રમાણે છે.–નસરૂચિ ૧, ઉપદેશરુચિ ૨, આજ્ઞારૂચિ ૩, સુરૂચિ ૪, બીજરૂચિ પ, અધિગમ રૂચિ ૬, વિસ્તારરૂચ ૭, ક્રિયારૂચિ ૮, સંક્ષેપરૂચિ ૯, અને ધર્મરરિ ૧. તેમાં જે જીવ પોતાની બુદ્ધિથી જ જિન તત્વને વિષે શ્રદ્ધા રાખે તે નિસરૂચિ કહેવાય છે. જે પ્રાણી જીવાદિક નવ પદાર્થો ઉપર છદ્મસ્થ મુનિના અથવા અરિહંતના ઉપદેશથી રૂચિઅદધા કરે તે ઉપદેશરુચિ કહેવાય છે.ર. જેને ધમ ઉપર રાગદ્વેષ ન હેય, અને મોહ તથા અજ્ઞાન દેશથી હોય, તે માત્ર જિનેશ્વરની આ જ્ઞાએ કરીને જ ધર્મ ઉપર રૂચિ કરે તે આજ્ઞારૂચિ કહેવાય છે. ૩. અંગ તથા ઉપાંગને ભણવાની શક્તિ રહિત જે પ્રાણી સૂત્રમાં કહેલા તવ ઉપર રૂચિ કરે તે સૂત્રરૂચિ કહેવાય છે. ૪. જળમાં તેલના બિંદુની જેમ જેની તવજ્ઞાનવાળી બુધ્ધિ તને વિષે વિસ્તાર પામે છે તે બીજરૂચિ કહેવાય છે. જે પુરૂષ અર્થથી અંગ, ઉપાંગ, પ્રકીર્ણ કે (પયના) અને ચદ પૂને જાણી તને ઉપર મર્દા કરે તે અધિગમ રૂચિ કહેવાય છે. ૬. જે સર્વ દ્રવ્યને સર્વ પ્રમાણ અને નવડે જાણીને શ્રદ્ધા કરે તે વિસ્તારરૂચિ કહેવાય છે. ૭. જે જ્ઞાનાદિક ' પાંચ આચાર વડે મનહર અનુષ્ઠાનને વિષે કુશળ હોય અને ક્રિયા કરવામાં રૂચિ વાળો હોય તે ક્રિયારૂચિ કહેવાય છે. ૮૪ કે પણ દર્શનને નહીં માનનાર ચિલાતી પુત્ર જેમ ઊપશમ, વિવેક અને સંવર એ ત્રણ જ પદ સાંભળીને તરવની રૂચિવાળે થયે, તેમ જે પ્રાણી હું સાંભળીને પણ તત્વની રૂચિવાળે થાય તે સંક્ષેપરૂચિ કહેવાય છે. ૯. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય વિગેરે પદાર્થોને કહેનારા શ્રુત ચારિત્ર રૂ૫ જિનવચન ઉપર જે શ્રધ્ધા કરે તે ધર્મરૂચિ કહેવાય
૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય,
Page #42
--------------------------------------------------------------------------
________________
છે. ૧૦. જેમ દશ મુખ વડે રાવણ શોભે છે, તેમ સમકિત દર્શન આ દશ ભેદે કરીને શેભે છે.
આ સમકિત દર્શનના ભેદે અને ભેના પણ ભેદે કહીએ તો સમુદ્રની જેમ તેને પાર પમાય નહીં તેટલા ભેદ થાય છે. સમકિત દર્શન રૂપી જળના સંબંધથી જેમનું ચિત્ત નિર્મળ થયું હોય છે એવા ભયપ્રાણીઓ મા લક્ષમી પામીને મા જાય છે. આ વિષયમાં પંડિત જનોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારૂં મેઘનાદ કુમારનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે–
સમકિત ઉપર મેઘનાદ કુમારની કથા
પૃથ્વી મંડળના કુંડળ જેવું અને ઉંચા પ્રાસાદની શ્રેણિવડે મને હર ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં ગુણેના સમૂહરપ મણિના નિધિ સમાન મેઘનાદ નામે રાજા રાજય કરતે હતો. તેના યશરૂપી કમળનો સુગંધ સર્વ દિશાઓમાં પ્રસર્યો હતો. તેના ઉપર કેઈ દેવે સંતુષ્ટ થઈને તેને એક કોળું આપ્યું હતું, તેના પ્રભા વથી તે રાજા અપરિમિત મનવાંછિતને પામતે હતો. સુવર્ણ, મણિ, કપૂર, કસ્તૂરી, ચંદન, ચીનાંશુક (વઢ) વિગેરે ઉત્તમ વસ્તુઓ તેને પ્રયત્ન વિના જ પ્રાપ્ત થતી હતી. અત્યંત દઢ, મોટા અને ફળલા સમકિત રૂપે કલ્પવૃક્ષ પાસેથી તે નિરંતર સુખરૂપી અમૃતરસના આસ્વાદવાળા દિવ્ય ભેગ ફળોને ભાગવતો હતો.
જે પ્રાણીને સમકિત પ્રાપ્ત થયું હોય તે પ્રાણીઓ જે પૂર્વે પરભવનું આયુષ્ય બાંધયું ન હોય અથવા તો તે સમકિત થકી ચબે ન હોય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિષે કહ્યું છે કે
“સારે -વિગોડાવે છે તથાના ! जह आगमेसि भदा, हरिकुलपा सेणिआईया ।। १
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૧ ) “ વિરતિ રહિત હોય તે પણ જે શુધ સમકિતવાન હેાય તે તે જીવ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરે છે. જેમનું આગામી (ભવિષ્ય) કાળમાં કલ્યાણ થવાનું છે એવા શ્રીકૃષ્ણ તથા શ્રીણિક વિગેરે આ વિષયમાં ઉદાહરણરૂપ છે. ”
મેઘનાદ મનુષ્ય છતાં પણ તેને તે કાળું જે દેવતાઈ બેગની સમૃધિઓ આપતુ હતું તેમાં તેના પુણ્યને પ્રભાવ જ કારણ ભૂત છે. તે રાજા હંમેશાં દીનાદિકને જાણે કે શરીરધારી તેજના પિંડભૂત હોય તેવી દશ કરોડ સુવર્ણ મુદ્રા આપતો હતો. તેણે જાણે પિતાની કીર્તિએ બનાવેલા મૂર્તિમાન સ્વરૂપ હોય એવાં હજારે જિનચૈત્ય કરાવ્યાં હતાં, અને તેમાં રૂપાની, સુવર્ણની અને મણિઓની અનુપમ લાખો જિનપ્રતિમાઓ સ્થાપના કરી હતી, અરિહંત, સિધ્ધ અને આચાર્ય ભગવાનની જાણે સાક્ષાત મૂર્તિઓ હોય તેવી પોતપોતાના વર્ણ, કાંતિ અને શરીરના પ્રમાણવાળી પ્રતિમાઓ તેણે સ્થાપન કરી હતી. તે રાજા પાપે કરીને શ્યામ થયેલા આત્માને મળને જોઈ નાંખતો હાય તેમ હમેશાં જિનસ્નાત્રના મહત્સવને કરતા હતા. ઉત્તમ મનુષ્યની પ્રવૃત્તિ અને આચાર વિગેરેનું જાણે દિગ્ગદર્શન કરવા માટે હોય તેમ તે દર વર્ષ તીર્થયાત્રા અને રથયાત્રા કરતો હતો. તેણે સાધમિકેનો કર માફ કરી તથા આદરપૂર્વક દ્રવ્યાદિક આપી તેમને લખેશ્વરી અને કેટેશ્વરી બનાવ્યા હતા. તે રાજા હમેશાં બે વાર પ્રતિક્રમણ કરતો હતો, ત્રણે કાળ સર્વજ્ઞની પૂજા કરતો હતો અને પર્વતિથિએ પુણ્યના આવાસ રૂ૫ પિષધ વ્રત કરતો હતો. પારણને દિવસે ત્રણ હજાર રાજાઓને સંસાર સમુદ્રને તારનારું અને મોટી સમૃદ્ધિના કારણરૂપ પારા કરાવતો હતો, તથા હમેશાં તે રાજા એકલાખ સાધમિકેને ભોજન કરાવી ઋણરહિત થતો હતો બુધિમાન તે રાજા હંમેશાં ક્ષીરસાગરની જેવા ઉજવળ વસ્ત્રો વડે
૧ શ્રાવકોને માથે ત્રણ ત્રણ છે તેમાંનું આ એક હેવું જોઈએ.
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨)
અને સુવર્ણ તથા મણિએનાં સમગ્ર ભૂષણ વડે સંઘને પહેરામણી કરતો હતો. તેના રાજ્યમાં વીશ હજાર ર, વીશ હજાર હસ્તીઓ, વિશ હજાર અ અને વીશ કરેડ બળવાન પદાતિઓ હતા, તે બવીશ હજાર નગર અને પચાસ કરોડ ગામનો સ્વામી હો, તથા એક હજાર મુકુટબંધ રાજાએ તેના સેવકે હતા. આ રીતે તેનું રાજ્ય વૃદ્ધિ પામ્યું હતું, તે રાજા ઇની પણ સ્પર્ધા કરતો હતો, એવી રીતે તે રાજાએ એક લાખ વર્ષ સુધી રાજ્ય પાળ્યું.
એકદા તે મેઘનાદ રાજા પિતાના નગરની બહાર ઉદ્યાનમાં પધા રેલા પાર્થ દેવ નામના જ્ઞાની ગુરૂને વાંદવા ગયે. ત્યાં તેણે કર્ણને અમૃત સમાન આ પ્રમાણે ધર્મદેશના સાંભળી કે-“હે ભવ્ય પ્રાણીઓ ! રત્નાકરની જેવા આ મનુષ્ય જન્મને પામીને તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નને ઉપાર્જન કરવામાં લેશ પણ આળસ ન રાખે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી રાજાએ નિમળ જ્ઞાનના સમુદ્રરૂપ ગુરૂને પ્રણામ કરી પૂછ્યું કે –“ પ્રભુ! મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેના પ્રભાવથી હું આ રાજ થ? અને વળી સર્વ મનોરથને પૂર્ણ કરનાર કહ૫વૃક્ષની જેવું દુર્લભ કચોળું મને શાથી પ્રાપ્ત થયું?” ત્યારે ગુરુ મહારાજ બેદયા કે “હે રાજા તારા પૂર્વભવને સાંભળ.
સૂર્યપુર નામના નગરમાં એક વણિક રહેતા હતા. તે મૂખ હેવાથી ભારને વહન કરવાને ધંધો કરતો હતો. તે પણ હેવાથી હંમેશાં એક જ વાર ખીચડીનું ભોજન કરતા હતા. અને એક જ જાડું વસ્ત્ર પાંચ વર્ષ સુધી ચલાવતા હતા. તે ધનને જ સંચય કરતું હતું, અને ધર્મનું નામ પણ જાણતો નહે, બીજા સમગ્ર કર્તાને તે ભૂલી ગયો હતો, પર્વ તિથિને દિવસ તેને સાંભરત પણ નહેતે, ખર્ચ થઈ જવાના ભયને લીધે તે સગા સંબંધીઓને ઘેર જતો નહે છે, અને જિનેશ્વરના ચિત્યની સન્મુખ પણ જેતે નહે. એ રીતે કેવળ મજુરી કરીને તેણે એક લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેને એક પુત્ર
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૩)
થયે. તે પશુ પણતાદિક ગુણે કરીને તેની જેવો જ થયા, તેથી આ પુત્ર પૂર્વજોનો ઉધ્ધાર કરશે ' એમ જાણી તે તેનેા પિતા હષઁ પામ્યા. તેણે પોતાના મન્નુ સમયે પુત્રને કહ્યું કે-“હે પુત્ર! મે એક લાખ દ્રવ્ય ઉપાર્જન કરી તેને પૃથ્વીમાં નિધાન રૂપે કર્યું છે, તારે પણ બીજી લાખ દ્રવ્યં ઉપાર્જન કરીને તેને પૃથ્વીમાં નિધાન કરવું. આ પ્રમાણે પિતાની હિત શિક્ષાને તેણે અંગીકાર કરી. ત્યાર પછી તે પિતા મરણ પામ્યું ત્યારે તેના પુત્રે પિતા કરતાં વધારે કૃપણુતાવાળી ચતુરાઈથી ભારવાહકતા ધંધા કરી લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું, અને મરતી વખતે તેણે પણ પેાતાના પુત્રને તેવી જ શિક્ષા આપી, તેથી તે પણ ખમણેા કૃપણ થઇને તેવો જ ધંધા કરવા લાગ્યા. તેણે પણ લાખ ધન મેળયું. તે ત્રણે લાખ પૃથ્વીમાં નિધાન રૂપ કરી તે પણ મરણ પામ્યા. તેના પુત્ર પશુ તેના ખાપ દાદા જેવા જ કૃપણ થયા. તેનુ નામ ધનરાજ હતું. તેને ધન્યા નામની સ્ત્રી હતી. તે ધર્મ ક માં તત્પર, સ્વભાવે ઉદાર અને શીલ રૂપી અલંકાર વડે ભૂષિત હતી. એકદા સમય જોઇને તેણે પતિને મિષ્ટ વચન વડે કહ્યું કે—“ હે સ્વામી ! તમે લાભથી પરાભવ પામીને રાત દિવસ ભાર વહન કર્યાં કરા છે, ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય દાટેલું છે, અને વળી તમે પણ ઘણું ઉપાર્જન કર્યું છે, તેા શા માટે આટલું બધું કષ્ટ વેઠી છે ? જે ધનનો ભાગવટે થાય તે જ ધન શ્રેષ્ઠ છે. તમારા બાપ દાદા સ ધન મૂકીને મરી ગયા છે. તેમણે શું સાધ્યું? તમે પણ તે જ રીતે પરલાકમાં જશે. તેથી તમને, તમારા ધનને અને તમારા વિતને ધિક્કાર આ પ્રમાણે કહેવાથી પતિને ખેદ પામતા જોઇ તે ફરીથી બેલી ૐ હૈ પ્રિય ! તમે નિશ્વાસ કૅમ મૂકા છો ? શું નિધાન કરેલું (દાટેલું) ધન નાશ પામ્યું છે? કે વેપારમાં કાંઈ ખેટ ગઇ છે ? ’ તે સાંભળી ધનરાજ મેટ્યા કે— હે મુગ્ધા ! મનુષ્ય ધન વડે લેકમાં પૂજાય છે, ધન વડે આખુ જગત મિત્ર રૂપ થાય છે. ધન રહિત પુરૂષ મરેલાની તુલ્ય જ છે. તેથી નિધન પુરૂષ શું કામનો ? હું ધન્યા ! આપણે ઘેર માગવા આવેલા બ્રાહ્મણને તે' ચણાની મુઠી આપી તેથી
છે.
*
""
99
ܕ
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૪ )
મા' :મન થહ્યું દુભાયું છે. ” તે સાંભળીને પતિના ચિન્તને અનુસરનારી તે સ્ત્રી એટલી કે હવે હુ કોઈને કાંઇ પણ નહીં આપું. પરંતુ હું પ્રિય ! જેમાં ધનના ય ન થતા હોય તેવું કાંઇ પશુ પુણ્ય તમે કરો તે! ઠીક. તે એ કે તમે ઉત્તમ સાધુઓને વ દના કરે!, જગતના ધુ તીર્થંકરને નમસ્કાર કરો, શ્રેષ્ડ મનવાળા સાધુની પાસે ધર્મનુ શ્રવણ કરી. આવા આવા વિના ખર્ચે થતા ધર્મમાં તમારી બુદ્ધિ કેમ થતી નથી ?” તે સાંભળીને પ્રિયાના કાંઇક વચનને પ્રમાણ ( અંગીકાર ) કરતા ધનરાજ આવ્યેા કે− હું મુનિએને તા નમસ્કાર નહીં કરૂં. કારણ કે તેએ આંગળીએ કરીતે બાળકની જેમ 'મને સ્વર્ગ દેખાડીને અને ઠગીને ધૂતી લે તેવા છે. તેઓ કહે છે કે હે ભદ્ર ! પ્રાણીવર્ગને મહા કલ્યાણુના કારણુ રૂપ અને સ્વર્ગ તથા મોક્ષને આપનારૂં દાન આપ, જિનેશ્વરની પૂજા કર, શ્રેષ્ઠ જિનચૈત્યા કરાવ, ભાગ્યથી મળી શકે તેવા ગુરૂઓમુનિઓને સારા ભાવથી પ્રતિલાભ ( વહોરાવ ), અતુલ ધન આપીને પ્રાણીઓને અભયદાન આપ, લેકમાં પેાતાની પ્રતિષ્ઠાને માટે જિનબિખાની સ્થાપના કર, વિવેકી મનુષ્યે તીર્થયાત્રા કરીને પેાતાને આત્મા પવિત્ર કરવો જોઇએ, તથા જિનેશ્વરના ગુણગાનારાઓને દ્રવ્ય આપવુ' જોઇએ. ” આવી આવી વચનની યુક્તિવડે છેતરીને મારૂં ધન અ૯પકાળમાં નાશ પમાડી દેય. માટે તેવા ઠગારા મુનિઓને તા હુ" વદના નહીં કરૂ પરંતુ હે પ્રિયા ! તારા વચનથી હું હંમેશાં આપણા થરની પાસેના ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કર્યા પછી ભોજન કરીશ; કેમકે તેમાં કાંઈ પણુ ખર્ચ નથી. આ એક નિયમ હું હપણે ગ્રહણ કરૂં છું. ” આ પ્રમાણે નિયમ કરવાથી તેણે તે વખતે જ - પુણ્યદ્દળના કારણરૂપ ધિબીજને પ્રાપ્ત કર્યું, અને તેને નિયમ ધન્યાએ પણ માન્ય કર્યો.
એકદા ઉષ્ણ ઋતુમાં મસ્તક ઉપર સૂર્ય તપતા હતે! તે વખતે ખાંધે ઉપરથી ભારનુ પોટલુ ઉતારી તે ધનરાજ વૃથા જળના વ્યય શા માટે કરવા ? એમ વિચારી પગાયા વિનાજ ભજન કરવા
Page #47
--------------------------------------------------------------------------
________________
માટે તત્કાળ આસન ઉપર બે ડો. તે વખતે તેની પ્રિયા એ તેને ખીચડી અને તેલ પીરસ્યું. તે ખીચડી ચાળીને જેટલામાં તે કોળીયો લઈ મેમા મૂકવા માંડે છે, તેટલામાં તેને પોતાના નિયમનું સ્મરણ થવાથી તે પોતાની ભાર્યાને કહેવા લાગ્યો કે –“ પ્રિયા ! આજે મેં અરિહંતને નમસ્કાર કર્યો નથી, તેને નમસ્કાર કરવાને માટે નિયમ છે; પણ જો હાથ ધંઈને જઉં તો તેટલો રસ જતો રહે માટે હાથ ધોયા વિના જ તેના પર લુગડું ઢાંકીને હું તત્કાળ જિનેશ્વરને નમસ્કાર કરી આવું." તે સાંભળીને ધન્યાએ વિચાર્યું કે –“અરિહંતને એક વાર પણ પ્રણામ કર્યા હોય તે તે લાખો ભવના પાપનો ઘાત ( વિનાશ ) કરે છે, તો આ મારા પતિના નિયમનું દઢપણું તા તેના સમગ્ર પાપનો ક્ષય કરવામાં સમર્થ છે. વળી આનું કૃપણપણું કેટલું બધું છે કે તે હાથે વળગેલા અન્નના રસના નાશથી પણ ભય પામે છે; પરંતુ નિયમથી બંધાયેલ હોવાથી તે એમને એમ જ ચિત્યમાં જશે. તો પણ હું ધારું છું કે જરૂર આજે આને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થશે, કારણ કે જિનેશ્વરની પ્રસન્નતાને જણાવનારૂં મને આજે સ્વપ્ન આવ્યું છે.” આ પ્રમાણે મનમાં વિચારીં તેણે પતિને કહ્યું કે-“હે સ્વામી ! કદાચ આજે કેઈ દેવ તમને પિતાનું રૂપ દેખાડે તે બુદિયવાળ. તમારે મને પૂછીને પછી તેની પાસે વરદાન માગવું. ” આ પ્રમાણે કાંતાનું વચન સાંભળીને
અડે ! મારી વિદ્વાન પ્રિયાની દીર્ધદષ્ટિવાળી બુદ્ધિ કેવી છે?” એમ વિચારતે તે જિનાલયમાં યે અને ભકિતથી જિનેશ્વરને નખે. પછી તે જેટલામાં પાછો વળે છે તેટલામાં અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઈને તેને કહ્યું કે – જિનેવરની ભકિતને લીધે હું તારા પર તુટમાન થયો છું, માટે તું વરદાન માગ." ત્યારે તે બે કે –“હે દેવા એક ક્ષગુવાર રાહ જુઓ, હું ઘેર જઈ મારી પ્રિયાને પૂછી હમણાં જ પાછે આવું .” એમ કડી ઘેર આવી તેણે પ્રિયાની પાસે દેવનું વચન કહ્યું, ત્યારે તે હવે પામોને બોલી કે–“હે સ્વામી ! આજે આપણે ખરે ખરે મન રૂપી કફપણા સર્વ પ્રકારનાં કળાએ કે
Page #48
--------------------------------------------------------------------------
________________
( ૩૬ )
"9
39
રીને કન્યા છે, આપણી સિધ્ધિને કરનાર થયાછે, અને આપણા દુ:ખને ત્રાસ પમાડનાર થયે છે, તેથી તમારે દેવલયમાં જઇને સર્વાંગ પાસે માચૈના’કરવી કે મારા પાપ રૂપી પહેરેગીરનો નાશ કરો આ પ્રમાણે પ્રિયાના વચને કરીને તેણે તે જ પ્રમાણે ભગવાન પાસે યાચના કરી, ત્યારે તે જિનેશ્વરના અધિષ્ઠાયક કહ્યું —જા, તારૂં. મનવાંછિત થશે.’ ત્યાર પછી તે ધનરાજ ઘેર આવ્યું. તેણે તેને કહ્યુ` કે—દ્ધે પ્રિયા ! જળ લાવ. તેણીએ જળ આપ્યું, તે વડે પેાતાના હાથ પગ ધોઈ તેણે ભાજન કર્યું. તે જોઇ તેની કાંતાએ વિચાયું કે—આજે મારા પતિને વિવેકના અંકુરા પ્રગટ થયા છે, તેથી તેને હાથ:પગ ધોવાને વિવેક આન્યા. હવે દાનાંતરાય અને ભેગાંતરાય રૂપી પાપી પહેરેગીરા નાશ થવાથી આ મારા ભતાર જરૂર દાતાર અને ભાગ ભાગવનાર થરી. ત્યાર પછી બીજે દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વિગેરે વડે જિનેશ્વરની પૂજા કરી ધનરાજે ભાજન કર્યું. ત્યાર પછી તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વમે વિષે નિરંતર શ્રધ્ધાળુ થયો, અને અત્યંત હર્ષોંથી તેણે સુખકારક ધર્મનો આશ્ચય કર્યો. પછી તેના ખાપ દાદાએ ઉપાર્જન કરેલા ત્રણ લાખ દ્રવ્યનો વ્યય કરી તે નિપુણ પુણ્યશાળાએ પુણ્યનો ખજાનો ભરી દીધા. તેની સુદ્ધિ ધર્મમાં વૃદ્ધિ પામવા લાગી, અને તેના ઘરમાં તેનો સ્પર્ધાથી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામવા લાગી. તેનું ભાગ્ય ચિરકાળ સુધી અભ’ગપણે પ્રગટ થયું. દુનિયામાં એવી કાઇ પણ લક્ષ્મી નહેાતી કે જે તેના ઘરમાં ન ઢાય. તેના ઘરમાં પ્રથમ તુંબડાનાં અને માટીનાં પાત્રા (વાસણ )હતાં, તેને બદલે હવે તેણે તાંબાનાં અને રૂપાનાં પાત્રા કરાવ્યાં. સમકિત રૂપી દીવા વડે તેનુ હૃદયરૂપી ઘર દીપ્તિમંત થયું,તેથી તેમાં કયા કયા ધર્મના ગુણો પ્રકાશ ન પામે ? તેની લક્ષ્મી દાનવર્ડ શાભતી હતી, તેની બુદ્ધિ વૃતિવર્ડ ગાભતી હતી, અને તેનું મુખ સત્યવડે શોભતું હતું, તેમાં કાંઇ આશ્ચર્ય નથી. કેમકે તેનામાં એક વિવેક હતા તે જ સર્વ ગુણને શૈાભાવનાર હતા. તે જિનેશ્વરની પૂજા કરી, મુનિજનાને પ્રાસુફ જળ અને મેહકોનું દાન આપી તથા
Page #49
--------------------------------------------------------------------------
________________
(૩૭).
અતિથિઓને ભોજન કરાવી પછી ભાજન કરતા હતા. તે જે જે પુણ્ય કરતે હતું તે સર્વને ધન્યા પણ અનુદતી હતી. તે પુણ્યના પ્રભાવથી તે બન્નેને જે ફળ પ્રાપ્ત થયું તે સાંભળ–જે ધનરાજનો જીવ હતો તે તું મેઘનાદ નામે રાજા થયે છે, અને ધન્યાને જીવ આ તારી મદનમંજરી નામની રાણી થઈ છે. હે મેઘનાદ રાજા ! સમકિતના પ્રભાવથી મનવાંછિતને પૂર્ણ કરનાર આ કચેલું તમને દેવતાએ આપ્યું છે. ”
આ પ્રમાણે ગુરૂના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામે, અને રાણી સહિત શ્રાવકના વ્રતને અંગીકાર કરી પિતાને ઘેર ગયે. સંપૂર્ણ દિવ્ય ભેગની સમૃદ્ધિને ભેગવતાં અને સુખસાગરમાં મગ્ન થયેલા તે રાજાએ લાખ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું. અનુક્રમે ભેગાવળી કર્મનો ક્ષય કરી, પિતાના પુત્રને રાજય આપી, વૈરાગ્ય ગુણથી રજિત થઈ, ગુરૂની પાસે જઈ રાણુ સહિત મેઘનાદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કમ રૂપી મળને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે બન્ને મક્ષ પદને પામ્યા. શ્રીજિનેશ્વરે કહેલા વચન ઉપર શ્રધ્ધા રાખવા રૂપ સમકિતનું સેવન કરી મેઘનાદ રાજાએ ભવ્ય જીની સભામાં તથા સિધ્ધની શ્રેણીમાં દુર્લભ એવું પિતાનું નામ લખાવ્યું, તે જ પ્રમાણે હે સજજને! તમે પણ આ લોક અને પરલોકની સુખ સમૃદ્ધિ ને આપનારૂં સમકિત પ્રાપ્ત કરે.
આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મસિંહ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઇંદ્રહાસ ગણિએ રચેલી આ ઉપદેશ કટપવલી નામની ટીકાને વિષે પહેલી શાખામાં સમકિતના અંગીકાર ઉપર શ્રીમેઘનાદ રાજાના ચરિત્રનું વર્ણન કરવા વડે ત્રીજો પલવ સમાપ્ત થયે.
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૮)
પલવ ૪. જેના સર્વે અર્થે સિદ્ધ થયા છે અને જે પ્રભુ નિરંતર વાંછિત દાન આપવાથી સરૂષોને આનંદ આપનારા છે, એવા સિદ્ધાર્થ માતાના પુત્ર અભિનંદન સ્વામી આનંદ પામે.
સમકિતનું સ્વરૂપ કહ્યા પછી હવે આ ચેથા પલ્લવમાં શ્રાવકને કરવાનું સામાયિક નામનું ચોથું દ્વાર કહે છે,
છબ્રિણ ગાવદરમિ , લઘુત્ત રોફ પરિવ” | વ્યાખ્યા- હે શ્રાવકે ! તમે છ પ્રકારના આવશ્યકને વિષે અવશ્ય કરવા લાયક ક્રિયાને વિષે હમેશાં ઉઘમવંત થાઓ” આવશ્યકના છ ભેદ આ પ્રમાણે છે–સામાયિક ૧, ચતુર્વિશતિ સ્તવ ૨, વંદન ૩, પ્રતિકમણ ૪, કાસમાં પ, અને પચ્ચખાણ ૬. તેમાં સામાયિકમાં સાવઘ કમની નિવૃત્તિ થાય છે ૧, ચતુર્વિશતિ સ્તવમાં જિનેશ્વરના ગુણનું કીર્તન છે ૨, વંદનકમાં જ્ઞાનાદિક ગુણવાળા ગુરૂની સેવા છે ૩, પ્રતિક્રમણમાં જ્ઞાનાચારાદિકમાં લાગેલા અતિચારની નિદા છે ૪, કાયેત્સર્ગ વડે ત્રણની ચિકિત્સા કરવાના ન્યાયે કરીને લાગેલા અતિચારે દૂર કરાય છે ૫, અને પ્રત્યાખ્યાન વડે મૂળ ગુણ અને ઉત્તર ગુણની અતિચાર રહિત સેવા ( આરાધના) થાય છે કે, તે વિષે ચતુઃ શરણુ પ્રકીર્ણકમાં કહ્યું છે કે –
“સાવઘગની વિરતિ ૧,જિનેવરનું કીર્તન ૨, ગુણવાનની સેવા ૭,ખલિત(અતિચાર)ની નિંદા ૪,ત્રણની ચિકિત્સા-અતિચાર દૂરકરવાને ઉપાય ૫ અને મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા તે ૬. (આ છ પડાવશ્યકનાં કાર્યો છે.”
તેમાં પ્રથમ સામાયિકની વ્યાખ્યા કહે છે. સામાયિક શબ્દને અર્થ આ પ્રમાણે છે–સમ એટલે રાગદ્વેષ રહિતપણું હેવાથી સમાન અને અય એટલે ગમન તે સમાચ કહેવાય છે, તે વડે થએલું તે સામાયિક
Page #51
--------------------------------------------------------------------------
________________
(32)
અથવા સમ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તેમના આય એટલે લાભ :(પ્રાપ્તિ) તે સમાય કહેવાય છે, સમાય જ સામાયિક કહેવાય છે એટલે કે ૮ વિનયવિમ્યઃ ” એ વ્યાકરણના સૂત્ર વડે સ્વાર્થીમાં શ્ પ્રત્યય લાગીને સામાયિક શબ્દ સિદ્ધ થયા છે. સામાયિક એટલે સાવધ યેાગની વિરતિ. તે વિષે કહ્યું છે
“ ચારિત્તરસ વિજ્ઞોહિં, ચીફ સામાળ શરુ થં । सावज्जाण य जागाण, वज्जणा सेवणत्तणओ ॥ "
-
,,
સામાયિક કરીને ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, અને તેનુ· સેવન કરવાથી સાવ યેાગના ત્યાગ થાય છે. '' ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં પશુ કહ્યું છે કે —“ હે ભગવાન ! સામાયિક કરવાથી પ્રાણીને શું લાભ થાય છે ? હું ગૈતમ ! સામાયિક કરવાથી સાવઘ ચાગની વિરતિ થાય છે. ” ઇત્યાદિ
સામાયિકના કેટલા ભેદો છે ૧, તે કયે સ્થાને કરવું ૨, કયારે કરવું ૩, તેનું પ્રમાણુ કેટલુ' ૪, તે કરવાથી શું ફળ ૫, તેમાં ઉપધિ શુ' શું રાખવી ૬ અને તે ઉપર દૃષ્ટાંત કાનુ” છે?, આ સાત દ્વાર વડે સામાયિકની વ્યાખ્યા કરવામાં આવે છે.
૧ સામાયિકના ભેદો.
સામાયિકના ચાર ભેદેા છે—સમકિત ૧, આગમ (શ્રુત) ૨, દેશિવરતિ ૩ અને સવિરતિ જ. તેમાં સકિત એટલે જીવાદિક તત્ત્વ ઉપર શ્રદ્ધા ૧, આગમ એટલે સર્વાંગે કહેલું શ્રુત ર, દેશવિરતિ એટલે અણુત્રતમય ધર્મ ૩ અને સવિરતિ એટલે મહાવ્રતમય ધમ ૪. પંડિત પુરૂષે આ ચારે ભેદા માક્ષાપ્તિને માટે સાધવા લાયક છે તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યુ છે કે—
66
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । પણ મળો ત્તિ વનો, નિગેરે નુંલિએઁ।”
Page #52
--------------------------------------------------------------------------
________________
*
(૪૦) કે “જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર પ્રકારને માર્ગ સર્વ દશી શ્રીજિનેશ્વરએ કહેલો છે. ”
સમકિત સામાયિક અને શ્રુત સામાયિક એ બે ચારે ગતિને વિષે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એ બે તે તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં જ પામી શકાય છે. લાભવ મનુષ્યના પામ્યા છતાં પણ આ બે સામાયિકની પ્રાપ્તિ દુર્લભ છે. કારણકે સર્વવિરતિસામાયિકમાં રહેલો પ્રાણુ જો મરણ પામે તે તે મેક્ષમાં અથવા સવૉસિદ્ધ વિમાન પર્યત દેવગતિમાં જ જાય છે.
૨ સામાયિક કયાં કરવું ? ઘરને વિષે, દેવગૃહને વિષે, ધર્મ સ્થાન (ઉપાશ્રયાદિ)ને વિષે અને થવા સાધુની સમીપે કઈ પણ સ્થાને રહેલ શ્રાવક સાવધ વ્યાપારને ત્યાગ કરી આ સામાયિક કરી શકે છે. શ્રીઆવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે –“તે શાવક ચિત્યગૃહમાં, સાધુની સમીપે, પોતાને ઘેર, પૌષધશાળામાં અથવા હરકેઈ સ્થાને જ્યાં મનની વિશ્રાંતિ થાય ત્યાં સર્વ સાવઘ વ્યાપારનો ત્યાગ કરી આવશ્યક (પ્રતિક્રમણ) કરે.”
૩ સામાયિક કયારે કરવું ?. આ સામાયિક હમેશાં બે સંધ્યાકાળે (પ્રતિક્રમણ સાથે) કરવા. નું છે, તેમજ એક દિવસમાં ઘણીવાર પણ કરવાનું છે. કારણકે શ્રાવક જ્યાં સુધી સામાયિકમાં હોય ત્યાં સુધી તે સાધુની જેવો છે. કહ્યું છે કે
" सामाइयम्मि उ कए, समणो इव सावओ इवह जम्हा।
gણ વાર, વસ્તુ તમારુષે ના ! ” “સામાયિક કરવાથી શ્રાવક સાધુની જેવો થાય છે, તે કારણથી ઘણી વાર સામાયિક કરવું યોગ્ય છે. ”
૧ તિચગતિમાં આ બે પૈકી દેશવિરતિ સામાયિકની જ આવકના ૧૧ વ્રતરૂપ પ્રાપ્તિ થઈ શકે છે. ૧૨ મા વ્રતની ત્યાં પ્રાપ્તિ નથી.
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૧) બને સયાને સમયેજ સામાયિક કરવું, તે સિવાય બીજા સમયે કરવું નહીં એમ કેટલાક કહે છે, તે તેમનું કહેવું અાગ્યા છે. કારણ કે “સાવઘ વ્યાપારને વર્જવાની જેમ અસાવધ વ્યાપાર સેવવામાં પણ રાત્રિ દિવસ યત્ન કર.” એમ આવશ્યકની ટીકામાં કહ્યું છે.
સામાયિકનું પ્રમાણ શ્રુત જ્ઞાનીઓએ સામાયિકના કાળનું પ્રમાણુ બે ઘડીનું કહ્યું છે, તેથી ઓછા પ્રમાણવાળું કરે તો તે શુદ્ધ કહેવાતું નથી. કારણ કે જેમ તેમ સામાયિક લઈને તરત જ તેને પારે તો તેને કાંઈ પણ નિયમ રહે નહીં, માટે આ સામાયિક ઈચ્છા પ્રમાણે જેમ તેમ કરવાનું નથી. બે ઘડીથી વધારે સમય થાય તો તેમાં દેશ નથી, પરંતુ આ છે કાળ થવો ન જોઈએ. તે વિષે કહ્યું છે કે"काऊण तख्खणं चिय, पारेइ करेइ वा जहिच्छाए ।
अणवठिय सामयियं, अणायराओ न तं सुद्ध॥"
“ સામાયિક લઈને તરત જ પારે અથવા મરજી પ્રમાણે જેમ તેમ કરે તે સામાયિકની મર્યાદા કાંઈ પણ રહે નહીં, (અનવસ્થા થઈ જાય) અને તેને અનાદર કર્યો કહેવાય તેથી તેનું સામાયિક શુદ્ધ કહેવાય નહીં.”
- ૫ સામાયિકનું ફળ સામાયિક રૂપી કલ્પવૃક્ષનું સેવન કરવાથી પંડિતો વર્ગના અને ત્યંત ઉત્તમ સુખરૂપ ફળને પામે છે. તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે " सामाइयम्मि उ कए, समभावो सावयाण घडियदुगं ।
आउं सुरेसु बंधइ, इत्तियमित्ताई पलिआई" ॥
સામાયિક કરવાથી શ્રાવકોને બે ઘડી સુધી સમભાવ રહે છે, તેથી તે દેવલેાકનું આટલા પોપમનું આયુષ્ય બાંધે છે.” કેટલા પલ્યોપમનું? તે કહે છે –
Page #54
--------------------------------------------------------------------------
________________
- (કર)
"बाणवई कोडीओ, लंख्खा गुणसहि सहस्स पणवीसं। नव सय पणवीसाए, सतिहा अडभाग पलियस्स ।।"
બાણું કરેડ ઓગણસાઠ લાખ પચીશ હજાર નવ સો ને પચીશ પામ તથા એક પોપમના આઠ ભાગમાંથી ત્રણ ભાગ અધિક (૯રપ૯રપ૮રપ) આટલું દેવાયું બાંધે છે.
૬ સામાયિકના ઉપગરણ સામાયિક કરનારને માટે ધર્મ સંબંધી પાંચ ઉપગરણ કહ્યા છે જપમાળા (નવકારવાળી) ૧, અક્ષ (સ્થાપનાચાર્ય) ૨, દંડ કર, મુખ નસિક ૪ અને પુંજણ (રજોહરણ-ચરવળ) ૫. તે વિષે અનુગદ્વારની ચૂર્ણિમાં કહ્યું છે કે–“હે ભગવાન! સામાયિક કરનાર શ્રાવકને કેટલા ધર્મ સંબંધી ઉપકરણે કહ્યા છે ? હે ગતમ! સ્થાપનાચાર્ય, મુખવિકા, જપમાળા, દંડ અને પુંજણ એ પાંચ ઉપકરણે કહ્યા છે.
- ૭ સામાયિક ઉપર દૃષ્ટાંત
હે શ્રાવકે ! જેમ એક વૃદ્ધ સ્ત્રીએ આદર પૂર્વક સામાયિક કર્યું હતું તેમ તમે પણ હમેશાં આદર પૂર્વક સામાયિક કરે.
સામાયિક ઉપર વૃદ્ધ સ્ત્રીની કથા– આ જંબૂદીપના ભરત ક્ષેત્રમાં માલવ નામને દેશ છે. તે જાણે હું મારી અપૂર્વ સમૃદ્ધિ પૃથ્વી પર દેખાડું.” એમ ધારીને સ્વર્ગને એક પ્રદેશ પૃથ્વી પર આ હેય એ સુંદર દેખાતો હતો. તે દેશમાં ભેગાવતી, અમરાવતી, અલકા અને લકા એ ચાર નગરીને જય કરવાથી સાર્થક નામને ધારણ કરનારી તથા વિશ્વના જનેને આનંદ આપનારી ઉજ્જયિની નામની કમકાનમાંથી કાજ કાઢવા માટે રાખવામાં આવતું ડંડાસણ સમજાય છે,
Page #55
--------------------------------------------------------------------------
________________
(83)
નગરી છે. તે નગરીમાં એક માટે શ્રેષ્ઠી રહેતા હતૉ. તે સારી રીતે અભ્યાસ કરેલી કળાઓના ભ'ડાર હતા અને હમેશાં (દરરોજ) લાખ દ્રવ્યનુ દાન કરીને તેણે પૃથ્વી પીઠ ઉપર યશ રૂપી વૃક્ષ વાળ્યું હતું. તેનું ઘર સમુદ્રની જેમ ઘણા સુવર્ણ (સોનૈયા) રૂપ લક્ષ્મીથી ભરપૂર હતું, તેથી તે મેઘની જેમ હંમેશાં લાખ દ્રવ્યનુ દાન વરસાવતા હતો. તે શ્રેષ્ઠીની પાડેાશમાં કેાઈએક બુદ્ધિમાન વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે દ્રવ્ય રહિત હોવાથી દાન વિગેરે કરી શકતી નહીં પરંતુ પ્રાયે કરીને તે હમેશાં સામાયિક કરતી હતી. તે વૃધ્ધાને ગવના પર્વત ઉપર આરૂઢ થયેલો શ્રેષ્ઠી હમેશાં કહ્યા કરતો હતેા કે —માટા ફળને આપનારૂ' દાન દેવું તે ચે!ગ્ય છે, તુ દરરાજ સામાયિક કરે છે તેનુ ફળ તને શું પ્રાપ્ત થવાનુ છે? અર્થાત કાંઇ થવાનું નથી. ’' ત્યારે તે તેને જવાબ આપતી કેડ઼ે શ્રેષ્ઠી ! તમને ધન્ય છે કે તમે હંમેશાં ઘણુ' દાન આપે! છો. હું તા સામાયિક કરૂ છુ, પણ તેથી મારા મનુષ્યભવ સફળ છે. ” આ પ્રમાણે ચડતા પરિણામવાળા તે બન્ને દ્વાન અને સામાયિકમાં તત્પર રહ્યા; તેમાં શિથિલ થયા નહીં. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને દાતાર શ્રેષ્ટી કોઇ અરણ્યમાં હસ્તી થયા. તેને પકડો લાવી તેજ ઉજયનીના બળવાન રાજાએ પેાતાને બેસવાના પટ્ટ હસ્તી કર્યું. તેને દરરોજ અમૃત જેવો સ્વાદિષ્ટ આહાર આપવામાં આવતા, હમેશાં તેની આરતી ઉતારવામાં આવતી, અને તેને સુવર્ણની સાંકળ વડે બાંધવામાં આવતા, એ પ્રમાણે વર્તતાં તે અનુક્રમે મક્રોન્મત્ત થયા. એકદા તે નગરીના મામાં ચાલતાં પોતાનુ ઘર જોઇ જાતિસ્મરણ પામી ત્યાં જ બેસી ગયા, અનેક પ્રકારે ઉઠાડવાના પ્રયત્ન કર્યો છતાં તે ત્યાંથી ઉભા થયા જ નહીં. બળવાન અને ળાને જા ગુનારા ઘણા માગુસે ત્યાં એકઠા થયા, પરંતુ પૃથ્વી પર પડેલા તે હસ્તીને કેાઇ ઉઠાડી શકયું નહીં. ત્યાર પછી તે વૃદ્ધ સ્ત્રી કે જે મરણુ પામીને તે જ રાજાની પુત્રી થઇ હતી, તે ત્યાં આવી અને પાંઢાનુ` ઘર જોઇ તે પણ જાતિસ્મૃતિને પામી. તેથી સર્વ વૃતાંત્ત જાણીને તે રાજપુત્રીએ હાથીના કાનમાં કહ્યુ કે
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉઠ સિદ્ઘ મત ચિત કર, ચિંતીયું કિંપિ મ હેઈ, હું સામાઈય રાજ, તું કરી કમ્યવસેણુ. “હે શ્રેષ્ઠી ! ઉઠ ચિંતા ન કર. ચિંતવ્યું કાંઇ પણ થતું નથી. હું સામાયિક કરવાથી રાજપુત્રી થઈ છું, અને તું દાનેશ્વરી છતાં કર્મના વણથી હાથી થયો છે. ” આ પ્રમાણે તેણુનું વચન સાંભળી તરત જ હાથી ઉભો થયે. તે સમયે કે કરેલા કર્મનું ફળ મળે તેમાં આગ્રહ શ કરવો? તે જોઈ રાજાએ કહ્યું કે “હે પુત્રી ! આ તારું ચરિત્ર અને આશ્ચર્ય પમાડે છે. તે શું કર્યું? આ હાથીને તેં શી રીતે ઉઠાડ્યો ? ત્યારે તે બેલી કે “હે રાજન સાંભળે, તમારી જ નગરીનોં રહીશ અમુક શ્રેષ્ઠી કરીને આ હાથી થયે છે, અને હું તેને પાડોશમાં રહેનારી વૃદ્ધા મરીને તમારી પુત્રી થઈ છું. ” તે સાંભળી રાજાએ પૂછ્યું કે-“ તમે બંનેએ શું કર્યું હતું કે જેથી તમને આવું ફળ પ્રાપ્ત થયું ?” ત્યારે તે બોલી કે –“અમારૂં પુણ્ય આ પ્રમાણે હતું –
એક શ્રેષ્ઠી) હમેશાં લક્ષ સુવર્ણનું દાન કરતા હતા, અને બીજી (૯) સામાયિક કરતી હતી તો પણ તે મારા પુણ્યને પહોંચી શકશે નહીં.
અહીં ભોગ ભેગવતાં છતાં તને જ કે પરવશપણું તે અવશ્ય છે જ પણ તેથી તું શા માટે મનમાં દુઃખ માને છે? કારણકે વિવેક વિનાદાન દીધાનું આવું જ ફળ હોય છે.” આ પ્રમાણે મેં પ્રતિબંધ પમાડ્યો એટલે આ હાથી ઉભે થયો છે, વળી હે રાજન! સામાયિક કરવાથી હું આ તમારા મંદીરને પામી છું અને મને તમારી પાસેથી આ સુવર્ણના અલંકારની અને દિવ્ય ભેગની સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તે વિવેક સહિત ધર્મક્રિયા કરવાનું ફળ છે.” આ પ્રમાણે રાજપુવીનાં વચન સાંભળી રાજા વિગેરે સર્વ કે ધર્મને વિષે પ્રીતિવાળા થયા, અને સામાયિક વ્રત કરવામાં દઢ બંધનવાળા થયા,
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪૫)
આ પ્રમાણે મુકિત માર્ગને દેખાડના વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત સાં ભળીને હે ભવ્ય જનો ! હમેશાં આદર પૂર્વક સામાયિક વ્રત અંગીકાર કરે.
આ પ્રમાણે શ્રીત પગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રીંસ ગણિએ રચેલી મી ઉપદેશ ક૯૫વલ્લી નામની ટીકાને વિષે પહેલી શાખામાં સામાયિકના વિષય ઉપર સ્થવિરા સ્ત્રીનું દષ્ટાંત આપીને સામાયિક કરવા રૂપ ચોથે પલ્લવ સમાપ્ત કર્યો.
પલ્લવ પ.
સમગ્ર કળાને જાણનાર, જ્ઞાનાદિક સમગ્ર લક્ષ્મીવાળા અને કામદેવથી ત્યાગ કરાયેલા શ્રી સુમતિ સ્વામી અને મને હર અને દુર્લભ સુમતિ-સદબુદ્ધિ આપો.
હવે ચતુર્વિશતિ સ્તવ નામનું પાંચમું દ્વાર વર્ણવે છે – જિનેશ્વરના શાસનની પ્રભાવના કરવામાં પ્રવીણતાને પામેલા છે ભવ્ય પ્રાણીઓ! તમે ચતુર્વિશતિજિનેશ્વરની સ્તુતિ કરવામાં ઉઘમત થાઓ. તે આ પ્રમાણે શ્રી ઋષભદેવ ૧ શ્રી અજિતસ્વામી ૨, શ્રી સંભવનાથ સ્વામી ૩, શ્રી અભિનંદન સ્વામી ૪. શ્રીસુમતિ સ્વામી ૫, સુસીમાદેવીના પુત્ર શ્રી પદ્મપ્રભુ સ્વામી ૬, શ્રી સુપાવૈ , લક્ષમણ દેવીના પુત્ર શ્રી ચંદ્રપ્રભ ૮, શ્રીસુવિધિ ૯, શ્રીશીતળ ૧૦. શ્રી શ્રેયાંસ ૧૧, શ્રીવાસુપૂજ્ય ૧૨, શ્રીવિમલ ૧૩, શ્રી અનંત ૧૪, શ્રીધર્મનાથ ૧૫, શ્રી શાંતિનાથ ૧૬, શ્રી કુંથુનાથ ૧૭, શ્રીઅરનાથ ૧૮, શ્રીમલ્લીનાથ ૧૯,શ્રીસુવ્રતસ્વામી ૨૦ શ્રી નમિનાથ ૨૧,શ્રીનેમિનાથ ૨૨, શ્રી પાર્શ્વનાથ ૨૩ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ આ ચાવીશ તીર્થંકરને હું વાંદું છું. આ પ્રમાણે સમકિતની શુધ્ધિ માટે ચિત્યવંદન પૂર્વક ચતુર્વિશતિ સ્તવ વડે નિરંતર તીર્થકરેની સ્તુતિ કરવી. કહ્યું છે કે
Page #58
--------------------------------------------------------------------------
________________
(૪૬) दसणयारविसोहि चवीसाइत्थएण किज्जा । अच्चम्भुअगुणकित्तण-रूवेणं जिणवरिंदाणं ॥" “જિનેશ્વરોના અત્યંત અદ્દભુત ગુણોના કીર્તન રૂપ ચતુર્વિસતિ સ્તવ વડે દર્શનાચારની શુદ્ધિ કરાય છે-થાય છે.” | સર્વ આવશ્યક ક્રિયા દેવવંદન પૂર્વક કરવી જોઇએ, તે રીતે કરવાથી સર્વ વિધિ સફળ થાય છે. જ્યારે કેઈ પણ સાધુ અથવા શ્રાવક કોઈ પણ ધર્મક્રિયા કરે છે, ત્યારે અત્યારે પણ ગુરૂ મહારાજ જિન
સ્તવ પૂર્વક તે ક્રિયા કરાવે છે. તપ કર અને નંદી (નાંદ) માંડવી વિગેરે કાર્યોમાં સાધુ અથવા શ્રાવકે ઉત્સર્પિણ અને અવસર્પિણીમાં થયેલા તોર્થ કરેની સ્તુતિ કરવી જોઈએ. ધર્મતીર્થને પ્રવર્તાવના અને ત્રણ લોકને ઉઘાત કરનારા તીર્થંકર પંચ પરમેષિને વિષે પ્રથમ કહેલા છે. તે વિષે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રીઆવશ્યક સત્રમાં કહ્યું છે કે
સુવિદો રાજુ ૩ોગો, નાળા રામાનંg | મળ ગુનો , જા જે પ વા नाणं भावुजोओ, जह भणिय सवभावदंसीहिं ।। तस्स उद्योगकरणे, भावुज्जोभं वियाणाहि ॥ लोगमुज्जोगरा, दव्वुज्जोएण न हु जिणा हुंति । भीवुज्जोगरा पुण, हुंनि जिणवरा चउवीसं ॥ दयो उज्जोओ, पभासइ परिमियम्मि खित्तम्मि । માવો નાગો, જાગો વાસદ ”
ઉોત બે પ્રકારની જાણ–દ્રથતિ અને ભાવઉઘાત. તેમાં અગ્નિ, ચંદ્ર, સૂર્ય, મણિ, અને વા (વીજળી) વિગેરે દ્રવ્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૪૭ )
ઉદ્દેાત છે, અને જ્ઞાન એ ભાવપઘાત છે, એમ સર્વ પદાર્થોન જેનારા સજ્ઞોએ કહ્યુ છે. તે જ્ઞાનનો ઉપયાગ કરવાથી ભાવઘેાત થાય છે એમ જાણવુ. જિનેશ્વરી દ્રવ્ય ઉદ્દાતે કરીને ત્રણ લેાકને ઉછેૢાત કરનારા નથી, પરંતુ ચાવીશે તીથ કરેા ભાવ ઉદ્દેાતને કરનારા છે. કારણુ કે જે દ્રવ્યથી ઉદ્દેાત કરનાર પદાર્થ છે તે પરિમિત ક્ષેત્રમાં જ પ્રકાશ કરી શકે છે, અને ભાવ ૬ાત તા મેક અને અલોક સર્વને વિષે પ્રકાશ કરે છે. ,,
તે તીર્થંકરા અનત ખળ અને અન`ત વિજ્ઞાન વડે સર્વ જીવાનું ઉલ્લ’થન કરે છે (વધી જાય છે.) તેથી તેમને પૂ મહિમા કહેવાને ઇંદ્ર પણ શક્તિમાન નથી. તીર નુ લેાકેાત્તર સાભાગ્ય સને આશ્ચર્ય કરનારૂં છે, તેથી સર્વે ઇંદ્રા હર્ષી પૂર્વી તેમનાં પાંચે કલ્યાણુકાએ મહોત્સવ કરે છે, તીર્થોં કરા ત્રણ લોકને આશ્ચર્ય કરનારી સમૃધ્ધિને પામેલા છે, તેનુ" કારણ તેમના પૂર્વ જન્મનું પુણ્ય જ છે, તે પુણ્ય તેમની સ્તુતિથી જાવું. તે સ્તુતિ નીચે પ્રમાણે.—
જેણે ધનસાથ વાહના ભવને વિષે મનુષ્ય ભવની પ્રાપ્તિરૂપી યારામાં દાનરૂપી કલ્પવૃક્ષતે વાવી શ્રદ્ધા (સમકિત) રૂપ દૃઢ મૂળીચાંવાળા કરી ઘૃતરૂપી જળના સમૂહથી સીંચી વૃદ્ધિ પમાડૌ અને તેને નિરંતર (આંતરા રહેત) તેર ભાએ કરીને ફળવાળા કર્યાં, તે શ્રીદિદેવ તમારી લક્ષ્મીને માટે થાઓ. ૧
જેણે જબૂત્રીપના માવિદેહ ક્ષેત્રમાં વેન્ના વત્સ નામના વિજયમાં વિજયા નામતો પુરીરૂપી સ્રીના હાર સમાન શ્રીવિમળાહન નામના રાજાના ભવને વિષે સદ્ગુરૂ પાસે દીક્ષા લઇ ઉગ્ર તપસ્યાવડે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, તે વિજયા રાણીના પુત્ર શ્રીઅજિતનાથ સ્વામી જયવતા વર્યાં. ૨
જે સાધર્મિક સમૂહને પ્રથમ ભજન કરાવી જમતા હતા, જેણે દુષ્કાળમાં પોતાને માટે કરેલા અન્ન જળ વડે સાધુઓને તૃપ્ત કર્યાં
Page #60
--------------------------------------------------------------------------
________________
(૪૮) હતા, અને જેને ત્રીજા ભવમાં સમકિત રૂપી ધાન્યની અક્ષય સંપદા પ્રાપ્ત થઈ હતી, તે શ્રી સંભવનાથ સ્વામી ભવ્ય પ્રાણીઓનો વિભૂતિને માટે થાઓ. ૩
જેણે પૂર્વે મહાબલ રાજાના ભવમાં બળને વાયુએ ચલાયમાન કરેલા તરગેની શ્રેણિ વડે વ્યાપ્ત એવા જળની જેવું ચપળ જાણીને તથા 'જીવિતને ક્ષણવિનશ્વર જાણીને દીક્ષા લીધી હતી, અને જેના સમ્યકત્ત્વ રૂપી અંકુરાની પૃથ્વી (હૃદય) સમતા રૂપી જળના સિંચવાથી વિવેકના આશ્રયવાળી થઈ હતી, તે ચોથા અભિનંદન નામના જિનેશ્વરને હે આર્યજને (ભ ) તમે ભજે, ૪. - “હે યોગી (મુનિ)! જે તમારું વન વય છે, તે તમે આવું તીવ્ર વ્રત કેમ અંગીકાર કર્યું છે? તેથી હાલ તમે ભેગ ભેગ, આવા દુર્લભ વન વયને તમે નિષ્ફળ ન ગુમાવો. તે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજા ! મેહને લીધે તમે નીચ ગતિમાં ન પડે, કાર
કે યુવાવસ્થામાં તપ કરવાથી માટે લાભ થાય છે. આ પ્રમાણેનું ગુરુનું વચન સાંભળો વૈરાગ્ય પામી જેણે પૂર્વ જન્મમાં વ્રત ગ્રહણ કર્યું હતું, તે શ્રી મેઘરાજાના પુત્ર શ્રી સુમતિ સ્વામી મારા પાપને નારા કરે પ.
જેમણે પૂર્વ ભવમાં ત્રણ પ્રકારે અપરાજિત નામ ધારણ કરી શ્રદ્ધા સહિત વિહિતાછામ નામના ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. નિર્મળ જળના સંબંધથો વસ્ત્ર નિર્મળ થાય તેમાં શું આશ્ચય ?” તે શ્રીપમપમ નામના જિનેશ્વરે જેમ સૂર્ય આકાશને પ્રકાશિત કરે તેમ ધર નામના રાજાના વંશને પ્રકાશિત કર્યો છે. ૬.
જેમણે પૂર્વે રમણીય નામના વિજયના સ્વામી થઈને ધાતકીખંડ દ્વીપ રૂપી નીપ વૃક્ષના પુપને મેઘની જેમ વિકસ્વર કર્યું હતું તથા જેના મનના તાપને સમૂહ ગુરૂના મુખ રૂપી ચંદ્રના વચન રૂપી પ્રકાશના વળથી નાશ પામે હતો, તે શ્રીપુપાર્શ્વ જિન અમારું કષ્ટમાંથી રક્ષણ કરે. ૭.
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪૯) - ચારિત્રરૂપી રાજ્ય વિશેષ પ્રકારના કદ્દેશને નાશ કરનારું છે અને પરલોકમાં કલ્યાણને આપનારું છે, આ પૃથ્વીનું રાજ્ય તે મદોન્મત્તપણાથી જેમનાં હૃદય અંધ થયાં હોય તેવા પુરૂષોને જ ભેગવવા લાયક છે અને પરભવમાં અધોગતિને આપનારું છે, એમ વિચારીને મેરી રૂચિ (શ્રદ્ધા) વાળા જેમણે પૂર્વ જન્મમાં મોટા રાજ્યને ત્યાગ કરી શ્રીયુગધર ગુરૂની પાસે ચારિત્રરાજ્યને સ્વીકાર કર્યો હતો તે શ્રીચંદ્રપ્રભ નામના જિનેશ્વર અને જ્ઞાનાદિક લક્ષ્મી આપનારા થાઓ. ૮.
- અર્ધ ચંદ્રને આકારે રહેલા અર્ધ પુકરવરદ્વીપ રૂપી ક્રીડાસવરને વિષે શેભતા (રહેલા) પૂર્વ મહાવિદેહમાં પદ્મવન (પંડરીકિણી) નામની નગરી ૨૫ કમલિનીને વિષે ભ્રમર સમાન જેમણે પૂર્વભવમાં ચારિત્ર રૂપી મકરંદ (રસ)ને આસ્વાદ કરી પ્રદ્ધા (સમકિત) રૂપી મદની સંપદા પ્રાપ્ત કરી હતો, તે શ્રીસુવિધિ સ્વામી ધીર પુરૂએ હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. ૮.
અર્ધ પુષ્કરવર દ્વીપના ચૂડામણિ અને તત્તાતત્વનું વિવેચન કરનાર જેમણે પૂર્વ ભવમાં પત્તર એવું પોતાનું નામ સામ્રાજ્યની લક્ષ્મી અને ચારિત્રની લક્ષ્મીવડે યથાર્થ કરી અનુપમ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું, તે શ્રી શીતલનાથ સ્વામીને હું ભક્તિથી ભજું છું. ૧૦
પૂર્વ ભવમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના ભૂષણ સમાન જેને યેગીન્દ્રના ચરણ કમળ સેવવાથી તે અપૂર્વ સમ્યગ્દષ્ટિ રૂપ રસ પ્રાપ્ત થયો કે જેવી અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. તે રસમાં લીન થતાં સંસાર પણ જેને સુખકારક થયે તે શ્રીશ્રેયાંસ પ્રભુ અમારી લક્ષ્મીને માટે થાઓ.૧૧.
પૂર્વ ભવમાં પુષ્કરવર દ્વીપને વિષે હંસની જેમ કીડા કરનારા અને ભાવ શત્રુ રૂપી પર્વતોને છેદવામાં વજસમાન શ્રીવન્દ્રનાભ ગુરૂની વાણી રૂપી અમૃતસનું પાન કરવાથી જેણે મિથ્યાત્વ રૂપી વિષનું વમન કર્યું
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૫૦ )
અને જે સમતિ રૂપી અમૃતના પાને ફરીને નિર્મળ થયા, તે શ્રીઇક્ષ્વાકુકુળ રૂપી આકાશમાં સૂર્ય સમાન મીવામુપૂજ્ય સ્વામી તમાૐ રક્ષણુ કરો. ૧૨.
પૂર્વ ભવમાં સર્વોત્તમ, સર્વ પ્રાણીનું રક્ષણૢ કરનારા અને સર્વ પ્રકારની ગુપ્તિવાળા સદ્દગુરૂને પામીને તત્કાળ જેની શુદ્ધ બુદ્ધિ થઇ હતી (અર્થાત્ સમકિત પામ્યા હતા), તથા જે ભાવ પૂર્વક ચારિત્ર ગ્રહગુ કરી, પાંચ સમિતિ અને ત્ર ગુપ્તિનું પાલન કરી ત્રણ લેાકના જીતે ત્રણે સધ્યાએ ત્રણ પ્રકારે ધ્યાન કરવા લાયક થયા હતા, તે પ્રાણીઓને નિળતા આપનાર અનુપમ મીત્રીમનાથ સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૩,
પૂર્વ ભવમાં જે રાજા સદ્ગુરૂની કૃપાથી સમકિત રૂપે શર્કરા યુક્ત દૂધનું પાન કરી તૃષ્ણા રહિત થઈ શીતળતાને પામ્યા, તથા ત્રણ લેાકને વિષે અદ્ભુત ભાગ્યવાળા જેણે ત્રણ ભવસુધી નવા નવા આનંદનો અનુભવ કર્યાં, તે અનંત નામના જિનેશ્વર અમને અનંત સુખ આપો. ૧૪.
જે પૂર્વ જન્મમાં ચંદનના વૃક્ષ જેમની પાસે રડેલાને સુવાસિત કરતા હતા, તથા આ જન્મમાં પરિણામ અને નામ વડે કરીને પણ જે ધમથી ભિન્ન રૂપ નથી ( એક રૂપ છે ) તેવા ગુણૢ સમૂહ રૂપી સુંદર પુષ્પાને ઉત્પન્ન કરવામાં વૃક્ષ સમાન પડિતાએ જેના ચરણ કમળ નમવા લાયક છે, તે ધમ નામના જિનેશ્વર તમને પવિત્ર કરો. ૧૫.
તથા
પૂર્વ ભવમાં જેની પાસે ઉડીને આવેલે, ત્રાસ પામેલા પારાપત (પારવા) ખોલ્યા કે હું વજ્રના પજર સમાન રાજા ! મારૂં રક્ષણુ કરો. મારી પાછળ સ્પેન પક્ષી આવે છે.” તેટલામાં જ ત્યાં આવેલા જૈન પક્ષીને ૧ મનની પરિણતિ.
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૫૧ )
·
રાજાએ કહ્યું કે આ પારાપતને તું છેાડી દે, હું તને ખીજું ભોજન આપું. ’ ત્યારે ચેન ખેાયા કે—મને માંસ આપા' તે સાંભળી દયાના નિધિ જે રાજાએ પેાતાના શરીરનુ માંસ કાપી કાપીને આપવા માંડયું અને છેવટ પાતાનુ આપુ' શરીર પણ આપી દીધુ, એવા કરૂણાસાગર શ્રીશાન્તિનાથ સ્વામી મારા હર્ષને માટે થાઓ. ૧૬.
જે પૂર્વ જન્મમાં તપ કરવાથી જગતને ચમત્કાર કરનારા સુંદર ભોગા, મનોહર વસ્તુના યોગો અને છ ભરત ક્ષેત્રનું ચક્રવર્તીપણું પ્રાપ્ત કરીને (ભાગવીને) પછો તીર્થંકર થયા તે શ્રીકુંથુનાથ સ્વામી પાતાના ચરણ કમળન સેવનારા ભવ્ય છત્રેાને પૃથ્વીનું ચક્રવર્તીપણું અને ધર્મનું ચક્રવર્તીપણું એ બે પદને આપનાર થાએ ૧૭
જંબુદ્રીપ રૂપી માનસ સરોવરને વિષે રાજહુંસ જેવા જેમણે પૂર્વ ભવમાં ધનપતિ રાજા થઇ સદગુરૂના ઉપદેશથી મિથ્યાત્વના ત્યાગ કર્યાં હતા, તથા તુલ્યની સાથે સમાગમ થાય તે સારૂ એમ ધારી જેમણે ચાથા આરાને પ્રકાશિત કર્યો હતા, તેવા જ્ઞાનના ઉદ્યાતને કરનાર ચાર મુખવાળા શ્રીઅરનાથ નામના જિનેશ્વર અમને સુખ આપનારા થાએ ૧૮.
જે પ્રભુએ પૂર્વ ભવમાં છ મિત્રા સહિત નિર્મળ ચારિત્રનુ પાલન કર્યું, પરંતુ મિત્રને છેતર્યાં અને ઉગ્ર તપસ્યા કરી અરિહંત નામ કમાઁ ઉપાર્જન કર્યું, તેથી તીર્થંકરપણાને વિષે પણ ગ્રીપણું પામી સ્વયંવરમાં પરણવા આવેલા અને માહિત થયેલા તેજ મિત્ર રાજઆને જેમણે પ્રતિબાધ પમાડયો, તે શ્રીમહલીનાથ સ્વામી તમને સમૃદ્ધિ આપનાર થાએ. ૧૯
પૂર્વે શિવકેતુ નામના રાજાના ભયમાં જે પ્રભુએ તીક્ષ્ણ ખડ્ગથી પણ ન ભેદી શકાય એવી રાગદ્વેષની નિવિડ ગ્રંથિને શુભ ધ્યાન રૂપી વજા વડે ભેદીને આપમિક સમકિત પ્રાપ્ત કર્યું હતું, તે હરવશ ૧ ત્રિષષ્ટિમાં સુરશ્રેષ્ઠ નામના રાજા કહ્યા છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
રૂપી મેરૂ પર્વતને વિષે કલ્પવૃક્ષ સમાન શ્રીમુનિસુવ્રત સ્વામીની હું સ્તુતિ કરું છું. ર૦
જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજ્યની પૃથ્વીના ભૂષણ રૂપ જે સિધાર્થ નામના રાજાએ સમકિત સહિત ચારિત્રને ગ્રહણ કરી દશમા દેવલેકને આકાય કર્યો હતો, તે વિજય નામના રાજાના વંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી નમિનાથ સ્વામીને હે જ ! તમે આનંદ સહિત નમસ્કાર કરે ૨૧.
જે દંપતિના આઠ ભ અખંડ પ્રીતિવાળા થયા, જેમના પુણ્યના અંકુરાએ જગતમાં પ્રસિધધ છે, જેને તજીને નવમા ભાવમાં સતી રાજિમતીએ બીજા પતિની ઇરછા કરો નહીં અને જે બનેને નવમો ભવ મેક્ષદાયક થયા, તે શ્રી નેમિનાથને નમસ્કાર છે. ર૨.
પૂર્વે પુરાયમાન મણિરત્નની ખાણમાંથી માણિક્યના ઉપાર્જ કની જેમ જેમણે સમકિત રત્ન ઉપાર્જન કર્યું હતું, દશ ભાવોમાં કરેલા દશ અવતારથી જે વિષગુના સહોદર હતા. જેમને કે પાગ્નિની શાંતિ કરવા માટે હોય એમ અગાધ જળની વૃષ્ટિ કરતા કમઠે જેમને પ્રોત નમસ્કાર કર્યા હતા, તથા જેમની ઉપર છત્રને આકારે પોતાની કલા રાખીને ધરણે કે કમઠને નિવાર્યો હતો, તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તે ૨૩.
પૂર્વે કાષ્ઠને છેદવા માટે વનમાં ગયેલા જેણે મુનિને અન્નદાન આપી મિથ્યાત્વને છેદ કર્યો, તથાજેણે ગુરૂને માર્ગમાં સ્થાપન કરી માર્ગ બતાવી પિતાનું નયસાર નામ જગતમાં પ્રસિદ્ધ કર્યું, તે ઉજવળ ગુણવાળા શ્રી મહાવીર સ્વામી ત્રણ જગતના લોકોને આનંદ આપે. ૨૪
પહેલા આદીશ્વરપ્રભુના સમ્યકત્વ પામ્યા પછી તેર ભવ થયા, શાંતિનાથના બાર, નેમિનાથના નવ, પાર્શ્વનાથના દશ, મહાવીર સ્વામીના સત્તાવીશ અને બાકીના તીર્થ કરેને ત્રણ ત્રણ ભવ થયા. સમકિત રૂપી જળથી ભરેલા જેમના માનસમાં ધમ રૂપી કી
Page #65
--------------------------------------------------------------------------
________________
પક ) કરી રહેલ છે તે ઉપર સ્તુતિ કરાયેલા તીર્થ કરે ભવ્ય પ્રાણીઓને અક્ષયમોક્ષ લક્ષ્મી આપે.
ઈતિ ચતુર્વિશતિ જિન સ્તવ
સર્વ તીર્થંકર તીર્થંકરના ભવની પહેલાના ત્રીજા ભવમાં વીશ સ્થાનક નામના તપે કરીને જિન નામક ઉપાર્જન કરે છે. તે વિશ સ્થાનકે આ પ્રમાણે છે.-અરિહંત ૧, સિધ્ધ ૨, પ્રવચન ૩, ગુરૂ (આચાર્ય) ૪, સ્થવિર ૫, બહુશ્રુત ૬ અને તપસ્વી (મુનિ ) એ સાતની ભકિત કરવી. પૂર્વે ભણેલા કૃતને ઉપયોગ દેવો ૮, દર્શન એટલે સમકિત નિર્મળ કરવું ૯, ગુર્નાદિકને વિનય કરવો ૧૦, સાંજ સવાર સમય પ્રમાણે બે વાર પ્રતિક્રમણ કરવું ૧૧, શીળ પાળવું ૧૨, સામાયિક કરવું ૧૩, ઉપવાસાદિક તપ કરવો ૧૪, સુપાત્રે દાન દેવું ૧૫, ગુર્નાદિકની વૈયાવચ્ચ કરવી ૧૬, પર્વ તિથિએ પૈષધ કરવો ૧૭, હમેશાં નવું નવું જ્ઞાન ઊપાર્જન કરવું ૧૮, તથા શ્રત ૧૯ અને સંઘની ૨૦ ભક્તિ કરવી. પહેલા અને છેલા તીર્થકરેએ આ વિશે સ્થાનકે આરાધ્યાં હતાં, અને બીજા બાવીશ તીર્થ. કરોમાંથી કેઈએ એક, કેઈએ બે, અને કેઈએ ત્રણ ઇત્યાદિ સ્થાનકો આરાધ્યાં હતાં. સર્વે તીર્થંકરે પ્રાંત અનંત અતિશયેની લક્ષ્મીનું સ્થાન થયા, તે આ વીશ સ્થાનક તપ જ મહિમા છે. કેઈ પણ પાણીએ ભાવથી અરિહંતને એકજ વાર નમસ્કાર કર્યો હોય તો તે સર્વ પાપને ક્ષય કરે છે. તે વિષે કહ્યું છે કે “ જિનવરોને વિષે શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને જે (ભાવથી) એક જ નમસ્કાર કર્યો હોય તે તે પુરૂષ અથવા સ્ત્રીને સંસારસાગરથી તારે છે. ” આ જિનશાસનના સ્વામી તીર્થકરે નિરંતર આરાધવા લાયક છે.
તેના ભાવ, નામ, આકૃતિ (સ્થાપના) અને દ્રવ્ય એમ ચાર પ્રકાર છે-જિનેશ્વરના આ ચાર નિક્ષેપ છે. તેમાં (સમવસરણને માથે)
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) સિંહાસન ઉપર બેઠેલા, તીર્થંકર નામકર્મને ભેગવતા અને ભવ્ય પ્રાણીઓએ વંદાતા તીર્થકર ભાવજિન કહેવાય છે ૧. ચતુવિ શતિ
સ્તવને વિષે ઋષભદેવ, અજિતનાથ વિગેરે જિનેશ્વરનાં જે નામે કહેવામાં આવે છે તે નામજિન કહેવાય છે, તે પણ નમવા ગ્ય છે. ૨. ચામાં રહેલી (સ્થાપેલી) શાશ્વત અને અશાશ્વત જિનપતિમાઓ સ્થાપનાજિન કહેવાય છે, તેઓને નમસ્કાર કરવાથી અથવા નહીં કરવાથી પણ તેઓ નિરંતર સુખને આપનારી છે. ૩. શુભ બાવને ધારણ કરનાર જેઓ આ ભવમાં અથવા બીજા ભવમાં સ્ત્રી વિગેરેનો (સંસારનો ત્યાગ કરી, ત્રત ગ્રહણ કરી, અરિહંતની લક્ષ્મી પ્રાપ્ત કરશે તે વ્યજિત કહેવાય છે, તેઓ પણ સ્તુતિ કરવા કે છે. ૪. આ વિષે શ્રીમાન દેવેદ્રસૂરિએ ત્યવંદન ભાગ્યમાં કહ્યું છે કે - જિનેશ્વરનું જે નામ તે નામજિન કહેવાય છે ૧, જિનેશ્વરની જે પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય છે ૨, જિનેશ્વરને જે જીવ તે દ્રવ્ય જિન કહેવાય છે કે, અને સમવસરણમાં સાક્ષાત વિરાજમાન જે તીથંકર તે ભાવજિન કહેવાય છે. ૪.
સાધુઓને હંમેશાં એક રાત્રિ દિવસમાં થઈને સાત વાર ચૈત્યવંદના કરવાની છે તે આ પ્રમાણે પ્રાત:કાળના પ્રતિક્રમણ વખતે (વિશાળ લોચનનું) ૧, ચૈત્યમાં જિનપ્રતિમાને વાંદતી વખતે ૨, આહારના પ્રારંભમાં (પચ્ચખાણ પારતાં ) ૩, આહાર કરી રહ્યા પછી (પચ્ચખાણ કરતાં ) ૪ સાંજના પ્રતિક્રમણમાં ૫, સુવાને સમયે (સંથારા પરિસી ભણાવતાં) ૬ તથા સવારે ઉઠતી વખતે ( જમચિંતામણિનું) ૭. શ્રાવકોને પણ સાત ચૈત્યવંદના કરવાની છે. તે આ પ્રમાણે–અને પ્રતિક્રમણમાં બે ૨, ત્રિકાળ પૂજામાં ત્રણ ૫, તથા સુતી વખતે ૬ અને ઉઠતી વખતે ૭. શ્રાવક બેટક પ્રતિ૧ અહીં નમસ્કાર ન કરવાથી પણ કહ્યું છે તેનો તાત્પર્ય એ છે કે તમે નમસ્કાર કરે ત્યા ન કરે પણ તે તો સુખ આપનારી સિદ્ધજ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૫૫ )
ક્રમણ્ ન કરતા હોય તેા ટાંચ ચૈત્યવંદના કરે, અને માત્ર ત્રિકાળ જિનપૂજા કરતા હોય તો ત્રણ ચૈત્યવંદના તા જરૂર કરે. જાન્યથી શ્રાવકે હમેશાં પોતાને ઘેર અથવા ચૈત્યને વિષે એકવાર દેવપૂજા અને ચૈત્યવંદના અવશ્ય કરવી જોઇએ. માત્રના અભિલાષી સાધુએ અને શ્રાવકે પશુ સ ધર્માંકાર્યાં ગુરૂની સાક્ષીએ દેવવંદન પૂર્વક કરવાં. કહ્યુ છે ફૅ− અરિહંતને જો એક જ નમસ્કાર કર્યો ડાય તે તે પ્રાણીને સહસ્ર ભવથી મૂકાવે છે, અને ભાવથી કરેલો નમસ્કાર સમકિતના વાલને માટે થાય છે. ”
આ પ્રમાણે હંમેસાં ભાવથી ચાવીશ તીર્થંકરનું સ્તનન કરવાથો કયા કુરાળ પુરૂષોને આ ભવમાં અને અન્ય ભવમાં સમગ્ર લ મોએ પ્રાપ્ત થતી નથી ? સમવસરણમાં રહેલા ભાવ તીર્થંકરોની સેવા કરવાથી અનેક સભ્ય જવાને આ ભારત ક્ષેત્રમાં મુદ્ધિનો હિતકારક મા સુલસ થયેા છે.
આ પ્રમાણે તપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહાર્ણપાધ્યાય શ્રી ધર્મેંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈ° સ ગણિએ રચેલી શ્રી ઉદેશપલી નામની ટીકાને વિષે પહેલી શાખામાં વિરાતિ જિન સ્તવ નામનો પાંચમો પલવ સમાપ્ત યેા. ૫.
પલ્લવ ૬.
ગુo સમૂહ રૂપી મણિએના ઉત્પત્તિ સ્થાન રૂપ, વિશ્વવર રક્ત કમળની જેવી કાંતિવાળા અને જેના ચરણ કમળને ઇદ્રોએ નમસ્કાર કર્યાં છે એવા હે શ્રીપદ્મપ્રભ પ્રભુ ! તમે જયવંતા વર્તા.
હવે શ્રાવક્રને હમેશાં ફરવાનાં વદન નામના ત્રીજા આવશ્યનું છઠ્ઠું દ્વાર કહે છે.—ડેડાણા-વિચાર પૂર્વક પ્રવૃત્તિ કરનારા શ્રાવક્રા ! મોટા ગુડ્ડાને ધારણ કરનાર શ્રીસદ્ગુરુના ચરણકમળમાં વંદના દેવાના વિધિને વિષે નિરંતર ઉઞ કરી. પ્રતિક્રમણ કરતી વખતે સા
Page #68
--------------------------------------------------------------------------
________________
( 48 )
એ અથવા શ્રાવકે મત ગુણને ધારણ કરનાર ગુરૂને અવશ્ય વાંદણાં દેવાં જોઇએ. તે વિષે કહ્યુ છે કે- મનુષ્ય વાંદણાં દેવાથી નીચગેાત્ર કને ખપાવે છે, ઉચ ગેાત્રને ખાંધે છે, અને કની ગ્રંથિને શિથિલ કરે છે. ગુરૂને વાંદણાં આપવાનાં એકસેસ ને અઠાણું સ્થાનકે છે, તે વિધિ પ્રમાણે કરવાથી પ્રાણીઓને પૂર્ણ ફળ આપનારાં થાય છે. તે સ્થાનેા આ પ્રમાણે છે.-મુખ વત્રિકાની પચીસ પડિલેહણા છે. તેમાં પ્રથમ મુખ વસ્તિકાને દૃષ્ટિ વડે જોવી ૧, શબ્દ પમાડ એટલે 'ચી કરીને હલાવવી ( ખ'ખેરવી), પછી નવ અખાડા ૯ અને નવ પખાડા ૯ પ્રમાજવા એ સર્વ મળી પચીસ સ્થાનકા થયાં. હાથ, એક મસ્તક, એક મુખ, એક હૃદય
છ
ત્યાર પછી મે
અને બે પગ એ
સાત અંગે ત્રણ ત્રણ પડિલેણ અને પૃષ્ઠ ભાગે ચાર પડિલેહણુ, કરવાથી કુલ પચીસ અ*ગની પડિલેહણા મુહપત્તિવડે કરવી ( કુલ ૫૦ ) ત્યાર પછી એ ાંત (બેવાર અ` નમવું તે), એક યથાજાત ( એટલે કે જન્મ થતી વખતે જેમ બાળક મસ્તક પર બે હાથ જોડીને બહાર નીકળે છે તેમ ), બાર આવ, મસ્તક નમાવીને ચાર વાર વજ્જૈન, મન, વચન અને કાયાની ગુપ્તિ, અવગ્રહમાં બે વખત પ્રવેશ અને અવગ્રહમાંથી એકવાર બહાર નીકળવું, એમ સ મળી પચીશ. વાંદણાંના આવશ્યક જાવાં. (કુલ ૭૫ ) ઇચ્છા, અનુજ્ઞાપના, નિરાબાધપણાની પૃચ્છા, યાત્રા (સુખ સજમ જાત્રા), અને યાપના (ઇંદ્રિયેાના ઉપશમવડે વૃદ્ધિ પામવી તે અેની પૃચ્છા અને અપરાધનું ખમાવવું' એ છ વચને ગુરૂને વંદના કરનાર બેાલવાનાં છે (કુલ૮૧),વિનય, માનરહિતપણુ, ગુરૂજનની પૂજા,જિનાજ્ઞાનુ* આરાધન, શ્રુતધમ નું આરાધન અને કર્મથી મૂકાવાપણું' એ છ ગુણેા વાંદનારને પ્રાપ્ત થાય છે. ( કુલ ૮૭. ) ઇચ્છા પ્રમાણે કરહુ' અનુજ્ઞા આપું છું, તે પ્રકારું ( મને નિરાબાધ ) છે, મને સંયમયાત્રા વર્તે છે, તને પણ એ પ્રમાણે યાપના વર્તે છે, ? અને હું પણ તને ખમાવુ' છુ. આ છ વચને ગુરૂએ શિષ્ય પ્રત્યે તેના પ્રશ્નના ઉત્તરમાં બેાલવાનાં છે. સ્થાને કથાં છે. ગુરૂવદન ભાષ્યમાં
૧ પ્રવચન સારાદારમાં ૧૯૨ ૪૨ કહ્યા છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
( પ૭)
(કુલ ૯૩ ). આચાર્ય, ઉપાદયાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક (અધક દીક્ષા પર્યાયવાળા) એ પાંચ વાંદવા ગ્ય છે (કુલ ૮૮). પાસ, એસને, કુશીલીયે, સંસો અને અહાછંદો એ પાંચ પ્રકારના સાધુ અરિહંતના મતમાં વાંદવા ગ્ય નથી (કુલ ૧૦૩). ગુરનું ચિત્ત વ્યાખ્યાનાદિકના શ્રમથી આકુળ વ્યાકુળ હોય, ગુરૂ પરામુખ એટલે અવળા મુખ વાળા હોય (બીજી બાજુ જોતા હેય). નિકાદિક પ્રભાદમાં હોય, આહાર કે નિહાર કરતા હોય અને આહાર કે નિવાર કરવાની ઈચ્છક હોય તે વખતે ગુરૂને વાંદવા નહીં. આ પાંચ વાંદવાના સમયના નિષેધ જાણવા ( કુલ ૧૦૮). ગુરૂ શાંતપણે બેઠા હેાય, આસન ઉપર સ્થિત હોય, ઉપશાંત હોય અને વંદાવવાને ઉપસ્થિત હોય ત્યારે બુદ્ધિમાને આજ્ઞા લઇને વાંદવા. આ ચાર વાંદણુના અનિષેધ જાણવા. કુલ ૧૧૨). ગુરૂ જે સ્થાને બેઠા હોય ત્યાંથી ચારે દિશાઓમાં શરીરના પ્રમાણ જેટલે એટલે સાડાત્રણ હાથને સ્વપક્ષમાં એટલે સાધુ શ્રાવક માટે અને તેર હાથનો પરપક્ષમાં એટલે સાધ્વી શ્રાવિકા માટે અવગ્રહ સમજે. તેમાં ગુરૂની આજ્ઞા વિના પ્રવેશ કરવા નહીં. (આ ગુરૂ અવગ્રહનાં બે સ્થાન મેળવવાથી કુલ ૧૧૪ સ્થાન થયાં. ) વંદનના પાંચ નામ છે-વંદન કમ ૧, ચિતિક ૨, કૃતિકર્મ ૩, પૂજા કમ ૪ અને વિનય કર્મ પ. (કુલ ૧૧૮). વંદન ઉપર શતલાચાર્યનું ૧, ચિતિકર્મ ઉપર ફુલકનું ૨, કૃતિ કર્મ ઉપર કૃણું તથા વીરા સાળવીનું ૩, પૂજા કમ ઉપર બે સેવકનું ૪ અને વિનય કર્મ ઉપર પાલક કુમાર તથા સાંબ કુમારનું દષ્ટાંત છે. ૫. આ દષ્ટાંતો આગળ ઉપર કહેશે. (કુલ ૧૨૪). ગુરૂના ગુણે કરીને યુકત સાક્ષાત ગુરૂના અભાવે તેમને સ્થાને અમુક વસ્તુની સ્થાપના સ્થાપીને વાંદણુ દેવો (કુલ ૧૨૫) ત્યાર પછી ગુરૂની તેત્રીશ આશાતના આ પ્રમાણે જાગવી.--ગુરૂની આગળ ઉભા રહેવું ૧, ચાલવું ૨ અને બેસવું ૩, ગુરૂની પડખે ઉભા રહેવું ૪ ચાલવું પ અને બેસવું ,ગુરૂની પાછળ ઉભા રહેવું ૭, ચાલવું ૮ અને બેસવું ૯, આ નવ આશાતના ગુરૂની અત્યંત નજીક પણે તે
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
પ્રમાણે વવાથી થાય છે. સ્થ`ડિલ જઇને ગુરૂની પહેલાં ભાવી તેની પહેલાં પાતે રાચ કરવુંહાથ પગ ધાવા ૧૦, ગુરૂની પહેલાં ગમનાગમનની આલેચના કરવી ૧૧, ગુરૂ ખાલાવે તે વખતે ( રાત્રે ) જાગતા છતાં જવાબ ન દેવા ?, નવા આવતા શ્રાવકાદિકને ગુરૂના બોલાવ્યા પહેલાં પોતે ખેલાવવા ૧૩, પ્રથમ શિષ્યની પાસે આદ્ધારની આલાચના કરી પછી ગુરૂ પાસે આલેચના કરવી ૧૪, પહેલાં શિષ્યાદિકને આહાર દેખાડીને પછી ગુરૂને દેખાડવા ૧૫, પહેલાં બીજાને આહાર માટે નિમ`ત્રણ કરી પછી ગુરૂને નિયંત્રણ કરવું ૧૬, ગુરૂને પૂછ્યા વિના બીજાને પ્રથમ આહાર આપવો ૧૭, ગુરૂની સાથે માહાર કરતાં સ્નિગ્ધ અને મિષ્ટ આહાર પાતે લઇ લેવા ૧૮, ગુરૂના બાલાવ્યા છતાં (દિવસે જવાબ ન આપે-ગુરૂના વચનને ગણકારે નહીં ૧૯, ગુર્રને કઠેર વાણીથી જવાબ આપે ૨૦, ગુરૂની પાસે જઇને જવાબ આપવા બેએ તેને બદલે પાતાના આસન પર બેઠા બેઠા જવાબ આપે ૨૧, ગુરૂ બાલાવે ત્યારે પોતાના આસન પર રહીને જ
શુ છે ” એમ પૂછે રર, ગુરૂને તું કહી જવાબ આપે ૨૩, ગુખ્ સાંઇ કામ ફરવાનું કહ્યું હેાય ત્યારે તે કામ તમે કેમ નથી કરતા ? એમ કહી ગુરૂની તર્જના કરે ૨૪, ગુરૂ ધર્મ કથા કરતા હેાય ત્યારે પેાતાની વિદ્વત્તા દેખાડવા માટે ગુરૂની કથાની શ્લાઘા ન કરે ૨૫, ગુરૂ કથા કહેતા હોય તે વખતે તમને ખરાખર કથા સાંભરતી નથી અમ બેલે ર૬, ગુરૂની કથાનેા છેદ કરે એટલે કે પે।તે આગળ આગળથી કુંઢવા માંડે ૨૭, ગુરૂની પદ્માને ભગ કરે એટલે કે ગુરૂ ધર્મકથા વડે સભાને ર'જન કરતા હોય તે વખતે આવીને ગાચરી વિગેરેનો સમય થઈ ગયે! છે ઇત્યાદિક બોલી સભાનેા ભંગ કરે ૨૮, ગુરૂ કથા કડી રહે ત્યાર પછી પોતાની પડિતાઈ ખતાવવા માટે સમાની આગળ તે જ કથાને પોત વિશેષ વિસ્તારથી કહે ૬૯, ગુરૂના સથારાને પગ અડાડે ૩૦, ગુરૂના સથારા ઉપર ઊભા રહે અથવા બેસે ૧, ગુરૂની આસન કરતાં પેાતાનું આસન ૢંચું રાખે કર તથા ગુરૂના આસનની ખરાખર પેતાનું ( કુલ
આસન રાખે ૩૩.
Page #71
--------------------------------------------------------------------------
________________
(૫૯) ઉપરના ૧૨૫ મળીને ૧૫૮ સ્થાન થયા.) ત્યાર પછી વાંદણાના બત્રીશ દોષો આ પ્રમાણે છે–અનાદત દોષ–આદર વિના વદે તે ૧, સ્તબ્ધ દેશ–વંદના કરતાં દ્રવ્યથી અને ભાવથી નમ્ર થાય નહીં અક્કડ રહે તે ૨, વંદના કરતાં કરતાં નાશી જાય, અથવા વાંદતી વખતે અસ્પષ્ટ શબ્દ બેલે તે પવિદ્ધ દોષ ૩, આચાર્ય વિગેરે સર્વને એક સાથે જ વાદે તે પરિપિંડિત દોષ જ, તીડની જેમ કૂદતે કૂદત વાંદે તે ટેલક દોષ ૫, જેમ મહાવત અંકુશને હાથમાં નચાવે તેમ હાથમાં રાખેલા ઘાને નચાવતે વાંદે તે અંકુશ દોષ ૬, કાચબાની જેમ આગળ અને પાછળ ચાલતો ચાલતો વાંદેતે કચ્છપ દેષ ૭, માછલાની જેમ ચપળતાથી વાંદે તે મત્સ્ય દોષ ૮, કઈ કારણને લીધે ગુરુ ઉપર દ્વેષ રાખીને વાંદે તે મનેદ્વિષ્ટ દેવ ૮, બન્ને હાથ ઢીંચણ ઉપર રાખી અથવા બે હાથની વચમાં બંને ઢીચણ રાખી, અથવા બે હાથની વચમાં એક ઢીંચણ રાખી વાદે તે વેદિકાબધ્ધ દોષ ૧૦, નહીં વાંદવાથી ગુરૂ મને કાઢી મૂકશે એવા ભયથી વાંદે તે ભય દોષ૧૧, બીજા સાધુઓ આ ગુરૂને ભજે છે માટે હું પણ તેને ભજું એમ ધારી વાંદે તે ભજત દોષ ૧૨, હું ગુરૂને વાંદીશ તો તે મારા પર પ્રીતી રાખશે એમ ધારી વાંદે તે મિત્રી દોષ૧૩, પિતાની મેટાઈ જણાવવા માટે વાંદે તે ગારવ દોષ ૧૪, વસ્ત્ર પાત્રાદિકને માટે વાંદે તે કારણ દોષ ૧૫, ચારની જેમ છાની રીતે કેઈ ન જાણે તેમ વાંદે તે તૈન્ય દોષ ૧૬, આહાર નિહાર વિગેરેના અયોગ્ય સમયે વાંદે તે પ્રત્યેનીક દૃષ ૧૭, ક્રોધથી વાંદે તે રૂષ્ટ દોષ ૧૮, ગુરૂ રાષ કે તેષ કાંઈ પણ કરતા નથી, એ તો એક પૂતળા જેવા છે એમ ધારી હાથની આંગળી વિગેરેના ચાળા પાડતે વાંદે તે તર્જિત દોષ ૧૯, ભાવ વિના કપટથી વાંદે તે માયિક દોષ ૨૦, હે ગણિ! હે વાચક ! એવા હાંસીના શબદે બેલતો વાંદે તે હીલના દેષ રા, વાંદતા વાંદતા કથા-વાત કરે તે કુંચિત છેષ ૨૨, કેની ઓથે રહીને અથવા અંધારે રહીને વાંદે તે દષ્ટાદષ્ટ દેષ ૨૩, મસ્તકેની ડાબી કે જમણી બાજુ તરફ હાથ રાખીને વટે તે શૃંગ
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૬૦ ) દેષ ૨૪, રાજાદિકના કરેની જેમ આ પણ એક જાતને કર છે એમ ધારી વદે તે કર દોષ રૂપ, દીક્ષા લેવાથી લોકિક કરથી તો મૂકાયા, પણ અરિહંતના કરથી મૂકાયા નથી એમ ધારી વાંદે તે મેચન દેષ ૨૬, મસ્તક પર ને એવા ઉપર હાથ અડાડ્યા ન અડાડ્યા કરી વાદે તે શ્લિષ્ટાબ્લિષ્ટ દોષ ૨૭. વાંદણાના પાઠ ઉતાવળથી બોલતો અક્ષરને પડતા મૂકી દે તે ન્યૂન દોષ ર૦, વાંદણ દઈ રહ્યા પછી મોટા શબ્દથી “મથાળ વેરામ” બેલે તે ઉત્તર ચૂલિકા દોષ ર૯, રાબ્દો ઉચ્ચાર ર્યા વિના વાંદે તે મૂક દેષ ૩૦, માટે
વરે વાંદે તે ઢર દેષ ૩૧ અને ચપળતાથી વાંદે તે ચલિત દેષ કહેવાય છે. ૩૨. (આ ૩ર પૂર્વના ૧૫૮ સાથે મેળવવાથી કુલ ૧૯૦ થયા. વાંદણા દેવાના આઠ હેતુ છે એટલે કે આઠ કારણે વાંદણાં દેવાય છે, તે આ પ્રમાણે–પ્રતિકમણ કરતી વખતેલ, સ્વાધ્યાય કરતાં ૨, અતિથિ આવે તેને ૩, અપરાધ ખમાવતાં ૪, કાર્યોત્સર્ગ કરતાં પ, આલેચના લેતાં ૬, પચ્ચખાણ લેતાં ૭ અને અનશન કરતી વખતે ૮. ( આ સર્વ મળી ૧૯૮ સ્થાને થયાં. હે ભવ્ય! દોષોનો ત્યાગ કરી પ્રીતિપૂર્વક શ્રેષ્ઠ ફળ મેળવવાની ઈચ્છાવાળા તારે ભેદ અને પ્રભેદ સહિત વાંદણાં દેવાં.
ઉપર વંદનકમાં શીતળાચાર્ય વિગેરે પાંચ દષ્ટાંતેનાં નામ કહ્યાં છે, તેમની કથાઓ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે અહીં ટુંકમાં લખી છે.
શીતળાચાર્યની કથા કઈ એક નગરમાં પૃથ્વીને નાથવાળી કરનાર અને પોતાના ગુણો વડે લોકોને પ્રસન્ન કરનાર સવિનયજ્ઞ નામને રાજા હતા, તેને વિનયાદિક ગુણવાળો અને લોકપ્રિય શીતળ નામે પુત્ર હતા. તે વચન રૂપી મેઘની ધારા વડે પૃથ્વી તળને શીતળ કરતે હતો. તે રાજાને
ગુરૂવંદન ભાષ્યાદિકમાં ૪૯૨ સ્થાને કહ્યાં છે. તેમાં વાંદણાના રર૬ અક્ષરે, ૫૮ ૫, ૪ વાંદણાના દાતા,૪ અદાતા અને ૨ બે પ્રકારના વિધિ કુલ ર૯૪ સ્થાને વધારે લખ્યાં છે એટલે ૪૨ થાય છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬ ) અનુપમ શરીરવાળી, કુળની દીપિકા (દીવા) જેવી, કળાનું સ્થાન અને પવિત્ર લાવણ્ય રૂપી જળની કૂપિકા (કૂવા) સમાન એક પુત્રી પણ હતી. પવિત્ર મનવાળા અને સુંદર બુદ્ધિ વાળા રાજપુત્રે એકદા ગુરૂનું વચન સાંભળી વિરકત થઈ સંસાર ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. અને ભાગ્યથી શોભતી તેની બહેન (રાજપુત્રો) ને તેના પિતાએ કેઈ રાજા સાથે ઉત્સવ સહિત પરણાવી. તેને અનુક્રમે સુંદર મુખકમળવાળા, લક્ષ્મીનાં સ્થાન રૂપ, કીડા કરવામાં ચતુર અને કળ બોમાં કુશળ ચાર પુત્ર થયા. તે પુની પાસે તે હમેશાં બુદ્ધિરૂપી ધનવાળા, નાગમમાં અને અન્ય આગમમાં વિદ્વાન, સાધુ ની ક્રિયા કરવામાં નિપુણે ઉત્તમ ગુણવાળા, પ્રથમથી જ પ્રતિષ્ઠા પામેલા, અહંકાર રહિત અને શ્રીમાન આચાર્ય પદવીને ઉપભોગ કરવામાં ઈદ્ર સમાન પોતાના ભાઈની હર્ષથી પ્રશંસા કરતી હતી. માતાના મુખથી મામાનો લાઘા સાંભળીને તે ચારે પુત્રે એ વૈરાગ્ય પામી અનુપમ ચારિત્ર અંગીકાર કર્યું. બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળા તે ચારે ગુરુ અને સ્થવિર મુનિઓનો પાસે અભ્યાસ કરીને શ્રુતજ્ઞાનમાં વિદ્રાન થયા. એકદા મનુષ્યમાં રત્ન સમાન, જ્ઞાનાદિક રાણ રને ધારણ કરનાર અને પવિત્ર અંતઃકરણવાળા તેઓએ પોતાના મામાને વાંદવા જવાની રજા માગી. ત્યારે ગુરૂએ તેમને આજ્ઞા આપી. પછી તેઓ ત્યાંથી વિહાર કરી સાંજને સમયે મામાના નગરની બહાર આવી પહોંચ્યા. સૂર્યાસ્ત થઈ જવાથી તેઓએ નગરમાં પ્રવેશ કર્યો નહીં, બહાર એક દેવકુળમાં જ રહ્યા. તે વખતે એક શ્રાવક તેમને મળ્યો. તેની સાથે તેઓએ મામા શીતળાચાર્યને કહેવરાવ્યું કે તમારા ભાણે જે તમને વાંદવા માટે અહીં આવ્યા છે, તે અત્યારે નગર બહાર રહ્યા છે, સવારે આપને વાંદરા આવશે.” તે સંદેશ શ્રાવકે જીને ગુરૂને કહ્યું. પછી તેઓને રાવિમાં શુભ ધ્યાન ધ્યાતાં વાયુથી વાદળાંને સમૂહ દૂર થતાં સૂર્યનો નિમળ પ્રકાશ પ્રગટ થાય તેમ ઘાતિકમીને ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે પ્રાતઃકાળે તેઓ ગામમાં ગુરૂને વાંદવા ગયા નહીં. તેથી તેમના મામા શી 1ળ ચાલે તેમને મળવા માટે ગામ બહાર આ
Page #74
--------------------------------------------------------------------------
________________
(૬૨)
વ્યા, તેને આવતા જોઈ તે ચારે મુનીશ્વર ઉભા પણ થયા નહીં. તે જોઈ આચાર્યો તેમને કહ્યું કે –“હે ભાણેજે ! જે તમે વિનય રહિત હે તે હું જ તમને વાંદુ. ” ત્યારે તેઓ બેલ્યા કે –તમારી ઈરછા પ્રમાણે કરે.” તે સાંભળી આચાર્ય તેમને કોધ સહિત વાંદવા લાગ્યા. ત્યારે તેઓએ તેમને કહ્યું કે – “આવી દ્રવ્ય વંદના કરવાથી શું ફળ છે? ભાવવંદન વડે વાદ.” તે સાંભળી સૂરિએ પૂછ્યું કે “શુ તમોને કેવળજ્ઞાન થયું છે કે જેથી તમે મારી દ્રવ્ય વંદનાને જાણો છે ?” ત્યારે તેઓએ ઉત્તર આપે કે-“હા. એમજ છે.” તે સાંભળી શીતળાચાર્યે પોતાને અપરાધ ખમાવી ભાવથી વંદના કરી. વાંદતા વાંચતા તેમને પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ૧.
ક્ષુલ્લકની કથા. કેઈ આચાર્યું કાળધર્મ પામતી વખતે કોઇ ભુલક સાધુને સારા લક્ષણવાળા જાણે પોતાના આચાર્ય પદ ઉપર સ્થાપન કર્યા. તે બુદ્ધિવાળા સ્થવિર સાધુઓનો પાસે અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ તેના અંતઃકરણ રૂપી વનમાં દુર ભાવ રૂપી દાવાનળ સળગેલો હતે. ( બુઝાઈ ગયે નાતે.)તેથી મદ વડે હાથીની જેમ મેહનીય કર્મ વડે ચાવન રૂપી પ્રફુલ્લિત વનની અંદર કોડા કરતું તેનું મન ઉન્માર્ગ તરફ દોરાયું. તેથી એકદા સર્વ સાધુઓ ગોચરી લેવા માટે નગરમાં ગયા હતા તે વખતે થંડિલ જવાને મિષથી તે ભુલકાચાર્ય શીધ્ર પણે ઉપાશ્રયની બહાર નીકળ્યા. “વષઋતુના સમયની જેવા યાવન વયને ધિક્કાર છે કે જેનાથી મહાત્માઓનાં પણ મન રૂપી સરોવો ડોળાઈ જાય છે.' તે શુકલક આચાર્ય કેઈ એક દિશામાં જતાં કઈ વનમાં બકુલ વિગેરે ઘણું મનહર વૃક્ષો છતાં પણ લોકોએ મોટી ભક્તિથી પૂજાતા ખીજડીના વૃક્ષને જે લોકોને પૂછયું કે- શ્રેષ્ઠ વૃક્ષોને છોડીને આ ખીજડીના વૃક્ષને તમે કેમ પૂજે છે ? '' તેઓ બેલ્યા કે–“ પૂર્વે પૂએ આની પૂજા કરી છે, તેથી અમે પણ આને પૂજીએ છીયે. શું તમે નથી સાંભળ્યું કે લેક પૂજેલાને જ પૂજે છે. ? ” આ પ્રમાણે
Page #75
--------------------------------------------------------------------------
________________
તેમની વાણી સાંભળી તે સુલક આચાર્ય જાગૃત થઈ વિચાર કરવા લાગ્યા કે હું ખીજડાના વૃક્ષ જેવો છું. મારામાં ઉત્તમ ચારિત્ર કયાં છે? આઘા વિગેરે ચિતિકના ગુણથી જ લોકે મને પૂજે છે” એમ વિચારી તેણે પાછા ઉપાશ્રયે આવી મુનિઓને પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું, અને તેની આલોચના કરી. આ ફુલકાચાર્યને પ્રથમ
વ્યચિતિ હતી અને પાછળથી ભાવસ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે કે પ્રથમ તેણે ઉપગરણે દ્રવ્યથી રાખ્યાં હતાં, અને પછી ભાવથી રાખ્યાં.
શ્રીકૃષ્ણ વાસુદેવ અને વીરા સાળવીની કથા.
ઈંદ્રની આજ્ઞાથી ધનદે (કુબેરે) લવણ સમુદ્રને આઘો કરી તે ઠેકાણે ક્ષણવારમાં દ્વારકા નગરી વસાવી-બનાવી દીધી. તે નવ જન પહોળી, બાર યોજન લાંબી, ૨૧ હાથ ઉંચા અને જમીનમાં બમણું પહેલા કિલાવાળી તેમજ સર્વ રત્નમય બનાવી.તે નગરીમાં માણિજ્યમય મનહર જિનચૈત્યેની શ્રેણિ બનાવી, સર્વતોભદ્ર વિગેરે જાતિના સુવર્ણમય આવાસો બનાવ્યા અને અંદર સાઠ તથા બહાર બેતર કુળકાટિ યાદને વસાવ્યા. તેને સાડા ત્રણ દિવસ સુધી ધનદે ચેતરફથી લાવી લાવીને સુવર્ણ, મણિ, ધાન્ય અને વસ્ત્રના સમૂહેવડે પૂર્ણ કરી. તેને જોતાં બુદ્ધિમાન લોકોના મનમાં પણ વિસ્મય થતો હતો.
તે નગરીમાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ રાજાઓ વડે યુક્ત, બળદેવ વિગેરે પાંચ મહાવીરે વડે સેવાનો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર સામંત રાજાઓથી પરિવરેલ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરોડ પુત્રો વડે યુકત, સાંબ વિગેરે સોળ સે ને ત્રણ દુદ્દત કુમારે સહિત, વીરસેન વિગેરે એકવીશ સે ને ત્રણ વીરોએ પરિવરલે, મહાસેન વિગેરે છપ્પન સે ને ત્રણ યોધ્ધાઓ વડે આશ્રય કરાયેલ, રૂકમિણુ વિગેરે બગીશ હજાર રાણુઓ સહિત, ત્રણ ખંડ ભરતક્ષેત્રના
૧ બોધ પામી.
૨ શુભ કર્મને એકઠા કરવાના કારણ રૂપ એવો વિગેરે ઉપગરણ ચિતિ કહેવાય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૪ )
અધિપતિ
જરામ
પરાજ્ય કરનાર
અને શત્રુઓને ત્રાસ
વાસુદેવ રાજ્ય
કરતા હતા. એકદા
નામના રાજાનો પમાડનાર શ્રીકૃષ્ણ તે પુરીમાં જગતના જીવાના મનના તાપને દૂર કરવામાં અમૃતના સરોવર સમાન શ્રીમાન્ નમિનાથ સ્વામી સમવસર્યા -પધાર્યાં. તેમને વાંદા માટે ચાર નિકાયના ઇંદ્રા, દેવો અને દૈવીએ તથા જિનેશ્વરની સમૃદ્ધિ જોવામાં આશ્ચર્ય વાળ દ્વારિકાપુરીના નર અને નારીએ તથા પરસ્પર ભય ને વૈર રહિત થયેલા તિર્યંચા પણ ત્યાં આવીને બેઠા. તે વખતે ઉઘાનપાળે આવી શ્રીકૃષ્ણરાજાને જિનેશ્વરના આગમનની ભધામણી આપી સાંભળી મનમાં વિસ્મય પામેલા ત્રિખંડ ભરતના સ્વામીએ અત્યંત હર્ષથી મેઘ જેમ જળને વરસાવે તેમ તે . ઉત્તાનપાળ ઉપર સુવર્ણ વરસાળ્યુ દાન આપ્યું. ત્યારપછી અ તઃપુર ની સ્રીઓ અને રાજલેાક સહિત જિનેશ્વરની ઋદ્ધિ જોવાને જાણે ઈચ્છતા હોય તેમ શ્રીકૃષ્ણ વાસુદેવ જિનેશ્વર પાસે આવ્યા. જિનેધરને જોઇ રાજચિન્ટુ ( છત્રાદિક )· નો તેણે ત્યાગ કર્યાં, જિનેશ્વરતે વણુ પ્રદક્ષગુ કરી. મસ્તકર બે હાથને મુગટરૂપ કરીને તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા-
પ્રાતિહાર્યની લક્ષ્મીવડે શેમતા શિયાદેવીના પુત્ર શ્રીજિન પતિની હું સ્તુતિ કરૂ છું કે જેનો મેરૂ પર્વતના શિખર ઉપર ધ્રુવેકૌએ આદરપૂર્વક જન્મ મહેાત્સવ કર્યો હતો. હે પ્રભુ ! તમારી પાછળ આભામંડળ ગામે છે એમ નથી પરંતુ તમારા પ્રતાપથી પરાભક્ષ પામેલ! સહસ્રમાનુષે ( સૂર્ય ) તમારૂં શરણુ કર્યું છે. એમ હું માનુ છુ.. ૧. ભાદ્રપદમાસના મેઘની ગર્જનાને જીતનારા આ મનેાહર દુભિઓ આકાશમાં વાગે છે એમ નથી, પરંતુ સત્ર દિશાએ હથી તમારી પાસે આવી તમારા ગુણુનાં ગીતે ગાય છે. ૨ જે તીર્થરાજ ! હુ°સન્નીના જેવી ઉજ્જવળ કાંતિવાળી ચામરાની શ્રેણી તમારી બન્ને બાજુએ શોભે છે, તે જાણે કે તમારા
૧ છત્ર, ચામર, મુગટ, ખંડુ અને મેાજડી.
""
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૬૫ )
શરીર રૂપી મેરૂ પર્વતની બન્ને બાજુએ નિર્મળ જળના નિઝરણાં પ્રસરતા હોય એમ લાગે છે. ૩. તમારા મસ્તક ઉપર દેવતાઓએ ત્રણ ત છત્રો ધર્યા છે, તે જાણે કે તમારી સેવા કરીને પોતાના કલંકનો નાશ કરવા માટે ત્રણ રૂપને ધારણ કરીને આવેલા ચંદ્રજ હોય તેમ શોભે છે. ૪. જગતના ભવ્ય જી પાસે ધર્મના ચાર પ્રકારને કહેતી તમારી વાણું (દિવ્ય ધ્વનિ ) જાણે કે ચાર ગતિના દ્વારને બંધ કરવા માટે કપાટને (બારણાને પ્રગટ કરતી હોય તેમ શોભે છે. પ. હે પ્રભુ ! તમારી પાછળ રહેલે અચેતન ચેત્યવૃક્ષ પણ અશકપણાને પામે છે, તે તમને આશ્રય કરનાર સર્વ - નો અશોકપણાને પામે તેમાં શું આશ્ચર્ય ? ૬. સૂર્યના કિરણે જેવા પ્રકુટિલત મુખકમળવાળા હે દેવ ! તમે રૂપની લક્ષ્મી વડે કામદેવને પરાભવ કર્યો, તેથી તે ભય પામીને પિતાનાં શય રૂપી પુને તમારી પાસે મૂકીને પુષ્ય વૃદ્ધિ કરીને ) નાસી ગયો જણાય છે. ૭. અગણ્ય લાવણ્ય વડે શ્રેષ્ઠ રૂપવાળા હે સ્વામી ! વૈર્ય રત્નના સિંહાસન ઉપર રહેલી તમારી મૂર્તિ જાણે કે આકાશમાં રહેલી ચંદ્રની સોળમી કળા હોય તેવી શોભે છે. ૮. આ પ્રમાણે જિનેશ્વરના ભામંડળ ૧, દુંદુભિ ૨, ચામર, ૩, છત્ર ૪, વાણી (દિવ્યધ્વની) ૫. અશોક વૃક્ષ ૬, પુષ્પવૃષ્ટિ ૭ અને સિંહાસન ૮ એ આઠ અતિ અદભુત શ્રેષ્ઠ પ્રાતિહાર્યો જગતમાં જયવંતા વતે છે. હે ભગવાન! તમારૂં મુખ શ્રી ધર્મરૂપી શ્રેષ્ઠ હંસને ક્રીડા કરવાના કમળની લક્ષ્મીને વિસ્તારનારૂ છે, અને તમે અનંત પદાર્થોને જાણનાર છે. તેથી આ પ્રમાણે મેં તમારી રસ્તુતિ કરી છે, તે એકત્રિમ હર્ષના સમૂહથી પૂર્ણ થયેલા મારા પર તમે પ્રસન્ન થાઓ. ”
આ પ્રમાણે જગદીશની સ્તુતિ કરીને શ્રીકૃષ્ણ જિનેશ્વરની સન્મુખ અમૃતનાં સાર જેવાં પિતાનાં ને સ્થિરકરીને યોગ્ય સ્થાને બેઠા. ત્યાર પછી શ્રીજગનાથ એક જન સુધી વિસ્તાર પામતી, પાંત્રીશ ૧ અશોક નામના વૃક્ષપણાને. ૨ શેક રહિતપણાને,
Page #78
--------------------------------------------------------------------------
________________
ગુણોને સ્પર્શ કરતી અને અમૃતને જેવી મધુર વાણી વડે બોલ્યા કે–“જિનેશ્વરના દર્શન કરવાથી અને મુનિઓને વંદન કરવાથી મનુષ્યના પાપનો અંત-નાશ થાય છે, અને મનવાંછિત સંપદા પ્રાપ્ત થાય છે. વીતરાગ, તેનું વચન, વ્રત, ગુરૂને વંદન અને વિમલાદ્રિ શત્રુંજય પર્વત)એ પાંચ વકાર મોક્ષના હેતુ છે ગીવણ (દેવ) દર્શન, ગર્વને ત્યાગ, અરિહંતનું ગીત, શ્રેષ્ઠ ગુરૂ અને ગુણ ઉપર પ્રીતિ એમાં ચગકાર પામવા દુલભ છે” આ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી કૃષ્ણ કહ્યું કે હે પ્રભુ! મને આજ્ઞા આપો, હું સવ મુનિઓને વાંદુ:”ભગવાન બેયા કે “તમારી ઈચ્છા પ્રમાણે કરો.” ત્યારે કૃષ્ણ વાસુદેવ હર્ષથી અઢાર હજાર મુનિઓને કમસર વાંદવા લાગ્યા. તે વખતે સાથે રહીને વાંદનાર બીજા લેકે તથા વિવેકી રાજલકે તેવા પ્રકારનું શારીરિક બળ નહીં હોવાથી વાંદતા વાંદતા વચ્ચેથી જ થાકીને અટકી ગયા. જેમ વરસાદ વરસતો હોય ત્યારે તેને જળના પ્રવાસે છેડા છેડા ચાલીને પૃધી ઉપર જ રહી જાય છે, સમુદ્ર સુધી પડેચતાં નથી, તેમ તેઓ ઠેઠ સુધી પોંગ્યા નહીં. પરંતુ જેમ નિરંતર વડે ગંગાનો પ્રવાહ સમુદ્રને મળે છે, તેમ એક વીર નામને વાસુદેવને સેવક ૧૮૦૦૦ મુનિઓને વાંદવામાં કૃષ્ણની સાથે છેવટ સુધી રહ્યો. સર્વ સાધુઓને વંદના કરી રહ્યા પછી કૃષ્ણ પ્રભુને પૂછયું કે-“હે સ્વામી! મેં પૂર્વે ત્રણસો ને સાઠ યુધ્ધ કર્યા છે, તેમાં હું જરા પણ થાક્યો નહોતે, પણ આજે આ વાંદણાં દેવામાં થાકી ગયો. તેનું શું કારણ? જિનેશ્વરે જવાબ આપ્યો કે “હે કૃષ્ણ! પૂર્વે યુધ્ધ કરવા વડે તમે અશુભ કર્મ ઉપાર્જન કર્યું હતું, અને અત્યારે આ વંદના કરવાથી તે તમને અપૂર્વ લાભ થયો છે તે સાંભળ- કૃષ્ણ તમે વંદના કરવાથી ક્ષાયિક સમકિત ને તીર્થકર નામકર્મ મેળવ્યું છે અને સાતમી નરક પૃથ્વીના આયુષ્યને બદલે ત્રીજી નરક પૃથ્વીનું આયુષ્ય બાંધ્યું છે.” તે વિષે શ્રી આવશ્યક સૂરમાં કહ્યું છે કે “દશાહને વિષે સિંહ સમાન શ્રીકૃષ્ણ દ્વાદશાવર્ત વંદન વડે (૧૮૦૦૦ મુનિને) વંદન કરવાથી તીર્થકર નામકર્મ, ક્ષાયિક સમકિત અને સાતમી બદલ ગોજી નરક ખુશીનું આયુષ્ય બાંધ્યું ” ત્યાર પછી કૃષ્ણ પૂ
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૬૭ )
યુ કે–“ હે ભગવાન્ ! આ મારા વીર સેવકે પશુ મારી સાથે જ વંદના કરી છે, તેણે શું ઉપાર્જન કર્યું ? ” પ્રક્રુએ જવાબ આપ્યા કે-“ હે રાજા ! તમે પ્રસન્ન થઈને તેને જે ઇનામ આપશે। તે જ તેને લાભ થયા છે. તે સિવાય બીજે કાંઇ પણ લાભ તેને થયા નથી. કારણકે ગુણી સાધુએ ઉપર તેની જરા પણ ભકિત વાળી બુદ્ધિ ન હેતી, પરંતુ મારા સ્વામી આ મુનિને વાંઢે છે માટે હું પશુ તે પ્રમાણે કરૂ' એમ ધારી તેણે કેવળ તમારી જ ભક્તિ કરી છે. ” હું લોકેા ! દ્રશ્ય અને ભાવમાં આટો બધા તફાવત છે એમ તમે જાણું!. ત્યાર પછી જેની કીર્તિની ધ્વજા ફરકતી છે એવા શ્રીકૃષ્ણ રાજા શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી પેાતાની પુરીમાં ગયા. હું ભવ્ય છા! તમે પણ ગુરૂ વંદન કરવામાં નિરતરયત્ન કરો.
એ સેવકની કથા.
કોઇ એ સેવકા કાઈ રાજાની સેવા કરતા હતા. તેએ એકદા ગામના સીમાડાના નિર્ણયને માટે માર્ગે ચાલ્યા જતા હતા. મા માં તેઓએ જાગે પકહિત પુણ્યને પડ હોય અને દેડધારી શાંત રસ હોય એત્રા એક મુનિને જોયા. તેને જોઈ એક સેવકે વિચાયુ` કે —‹ આ સાધુના દશ નથી અવશ્ય મારૂ કા સિદ્ધ થશે. કારણકે મુનિના દર્શનથી આ લેાક અને પરલોકના કાર્યોની સિધ્ધિ થાય છે. કહ્યું છે કે—ડે અર્જુન ! રથ ઉપર ચડ અને ધનુષને હાથંમાં લે. આગળ નિગ્રંથ મુનિ દેખાય છે તેથી હું પૃથ્વીને જીતેલી જ માનુ છું. '' એમ વિચારીને તેણે ભાવથી મુનિને વંદના કરી. અનેબીજાએ મુનિને ઢાષના સમૂહ રૂપ ધારીને વંદના કરી નહીં. ત્યાર પછી તે બન્ને સેવકા રાજસભામાં ગયા. ત્યાં સિંહાસન પર બેઠેલા રાજાને નમીને તેએ મેલ્યા કે—“ હે રાજા ! શીઘ્રપણે અમારા ગામના સીમાડાની વ્યવસ્થા કરીઆપેા. ’ ત્યારે રાજાએ તેમને ન્યાય કરવા બુદ્ધિમાન પ્રધાનાને આદેશ કર્યો. તે વખતે નીતિને જાણનારા તેઓએ તેમને યથાર્થ ન્યાય કર્યાં, ‘ રાજનીતિ સમુદ્રની જેમ નિર’તુર
ܕܕ
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૮ ) ન ઓળગાય તેવી જ હોય છે. તે ન્યાયમાં ભાવથી મુનિને વાંદનાર સેવક છે, અને બીજો હારી ગયો. “જ્યાં ધર્મ છે ત્યાં જ જય હોય છે. ”
શાંબ અને પાલકની કથા. હવે ઇષ્ટ વસ્તુને આપવામાં સમર્થ એવું પાંચમું દ્રષ્ટાંત કહે છે–એકદા ગ્રહ નક્ષત્રોથી ભરાયેલા આકાશની જેમ સેવકેથી ભરાયેલી શ્રીકૃષ્ણ વાસુદેવની સભાના દ્વાર પાસે જાણે સૂર્યના રથમાંથી ઉતરી આવ્યા હોય તેવા, ઉચ્ચશ્રવા ના મના ઈંદ્રના અશ્વની જેવા અને ગંગા નદીને ઉછળતા તરંગો જેવા એક અધિને લઈને કેઈ પરદેશી પુરૂષ ઉભો રહ્યો. તેને કર્મની જેમ પ્રથમ દ્વારપાળે સભામાં જતો અટકાવ્યો. પછી તે દ્વારપાળે રાજાને જણાવી તેની આજ્ઞા લઈ તે પુરૂષને સભામાં પ્રવેશ કરાવ્યો. તે પુરૂષે રાજાને નમસ્કાર કરી અધરત્નની ભેટ કરી. કારણકે “ ખાણમાંથી નીકળેલાં રત્નના ભેગવનાર પુણ્યશાળી જ હોય છે, અને વનમાં ઉત્પન્ન થયેલાં પુપો દેવના મસ્તક ઉપર જ ચડે છે.” રાજાએ શુભ લક્ષણને ધારણ કરનાર તે અશ્વ તેની પાસેથી લીધો. અને તેને ઘણું ધન અપાવ્યું. તે વખતે શાંબ અને પાલક નામના કૃષ્ણના પુત્રએ તે અપની યાચના કરી. ત્યારે કૃષ્ણ કહ્યું કે –“ કાલે પ્રાત:કાળે જિનેશ્વરને જે પ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ. ” તે સાંમ ને પ્રાતઃકાળે પિતાને ઘેર રહેલા શાબે ઉઠીને સાત આઠ પગલાં જિનેશ્વરતી દિશા તરફ જઇને શુભ ભાવથી જિનેને વંદના કરી. પાવક તો અધતા લોમથી પરેઢી બે ઉઠીને માર્ગમાં જતાં સુતેલા લેકોને જગાડતે અરિહંતની પાસે ગયે, અને તેમને નમસ્કાર કરી તેમને પિતાના સાક્ષી રાખ્યા. પછી શ્રી કૃષ્ણ પરિવાર સહિત નેમિનાથ પાસે જઈ તેમને વંદના કરી પૂછયું કે-“હે જગદગુરૂ ! આજે આપને પ્રથમ કોણે વંદના કરી ? ” ભગવાને જવાબ આપે છે-“પ્રથમ શબે ભાવથી મને વંદના કરી છે,
Page #81
--------------------------------------------------------------------------
________________
(se)
અને ત્યાર પછી પાલક દ્રવ્યથી વંદના કરી છે. દ્રવ્ય અને ભાવ વદનામાં મેરૂ અને સરસવના જેટલા તફાવત છે. પાલક અલભ્ય છે, અને શાંખ ચરમ દેહધારી છે. '' આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને શ્રીકૃષ્ણે પેાતાની પુરીમાં ગયા અને તેણે જળની જેવા નિર્મળ ચિત્તવાળા શાંખને તે અશ્વ આપ્યા. આ દૃષ્ટાંત જાણીને તત્ત્વજ્ઞાનીઓએ વિધિ પ્રમાણે ભાવથી ગુરૂ વદન કરવું.
આ પ્રમાણે મનેાહર ફળને આપનારાં આ પાંચ દૃષ્ટાંતા સાંભળીને ભવ્ય પ્રાણીએ સ`સાર રૂપી સમુદ્રને તારવામાં પ્રવહેણ સમાન અને ચિંતાર્માણ રત્નની જેમ પ્રાણીઓના મનવાંછિત સમગ્ર પદા` દેવામાં ઉત્સુક એવી મુનીંદ્રના ચરણ કમળની વંદના કરવામાં નિરંતર ભકિત થી ઉષમ કરવા.
આપ્રમાણે શ્રીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહે।પાધ્યાય શ્રીધર્મહંસ ગણના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્રહ સગણુએ રચેલી શ્રી ઉપદેશકલ વલ્લી નામની ટીકાને વિષે પ્રથમ શાખામાં ગુરૂને વાંદણાં દેવાના વિષયમાં શ્રીશીતળાચાય વિગેરેના પાંચ દૃષ્ટાંત વિગેરેના વન રૂપ છઠ્ઠા પલવ સમાપ્ત થયા.
પલ્લવ ૭.
જેમના ચરણનો આશ્રય કરવાથી સ્વસ્તિક ( સાથીએ ) હજુ સુધી લેાકેાના મગળને માટે થાય છે, અને જેમનું તેજ સૂર્યની જેવું ઉગ્ર છે, તેવા સાતમા અરિહંત તમારી લક્ષ્મીને માટે થાયે..
શ્રીગુરૂવંદનનું દ્વાર કરી રહ્યા પછી હવે પ્રતિક્રમણુ નામનું સાતમુ દ્વાર પ્રતિપદન કરવા માટે કહે છે.-શ્રીવીતરાગના ધર્મથી શાભતા હૈ ભવ્ય જીવે ! તમારે એકાગ્ર ચિત્ત વડે વિધિ પ્રમાણે પ્રતિ ક્રમણ કરવામાં ઉદ્યમ કરવા. પ્રતિક્રમણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. અતિચારવાળા સ્થાનથી જે પાછું ફરવુ તે પ્રતિક્રમણ કહેવાયછે. કહ્યું છે કે-“ પ્રાણી પ્રમાદના વશથી પેાતાનુ સ્થાન તજી બીજે
Page #82
--------------------------------------------------------------------------
________________
(96)
સ્થાને ગયે હોય તે પાછા ફરીથી પિતાને સ્થાને આવે તે પ્રતિક્રમણ કહેવાય છે,” શ્રાવકે સાધુની સમીપે અથવા પિષધશાળામાં ભૂમિનું પ્રમાર્જન કરી, સ્થાપનાચાર્યની અને પોતાના શરીર વસ્ત્રાદિકની પ્રતિલેખના કરી, સામાયિક લઈને વિધિ પૂવક પ્રતિક્રમણ કરવું. તે પ્રતિક્રમણના પાંચ ભેદ છે.-દેવસિક ૧, રત્રિક ૨, પાક્ષિક ૩, ચાતુર્માસિક ૪ અને સાંવત્સરિક પ. કહ્યું છે કે “દેવસી ૧, ૨ઈ ૨, ૫ખી , જેમાસી ૪, અને સંવચ્છ પ એ પાંચ પ્રકારે પ્રતિક્રમણ છે. તેમાં મધ્યના બાવીશ તીર્થકરેના તીર્થમાં પહેલા બે જ પ્રતિકમણ હોય છે, અને પહેલા તથા છેલ્લા તીર્થંકરના વારામાં પાંચે પ્રતિક્રમણ હોય છે.” પહેલા તીર્થકરના વારાના છ જડ અને છેલ્લા તીર્થકરના વકજડ હેવાથી તેમને પાંચે પ્રતિક્રમણ કરવાનાં છે, મધ્યમના બાવીશ તીર્થકરેના વારાના છો આજુ ને પ્રાણ હોવાથી તેમને પહેલાં બે જ પ્રતિક્રમણ કરવાનાં છે. તે વિષે શ્રીઆવશ્યક સૂત્રમાં કહ્યું છે કે જેમ હમેશાં ઘરને વાળીને સાફ કરવામાં આવે છે, તે પણ પખવાડીએ ચાર મહિને કે વર્ષે વિશેષ કરીને સારી રીતે સાફ કરવું જોઈએ. તે જ પ્રમાણે અહીં પ્રતિક્રમણના વિષયમાં પણ સમજવું.''
દેવસિક પ્રતિક્રમણતો વિધિ આ પ્રમાણે છે.–૧થમ ચૈત્યવંદન કરવું, પછી કાત્સર્ગ ૮ ગાથાને) કો, પછી મુખવયિકાની (ત્રીજા આવશ્યકની) પડિલેહણ કરવી, પછી વાંદણાં દેવાં, પછી આલોચના (દેવસીએ આલો) કરવી, પછી પ્રતિક્રમણનું સૂત્ર (વદિત) બોલવું, પછી વાંદણ દેવાં, પછી ખામણાં કરવાં, અભુ૬િ પામવું, પછી વાણું દેવાં પછી ચારિત્રાચારના અતિચારને કાત્સર્ગ (બે લેગસ્સને) કરવે, પછી દર્શનાચારના અતિચારને કાયેત્સર્ગ (એક લોગસ્સન) કરે, પછી જ્ઞાનાચારના અતિચારને કાયોત્સર્ગ (૧ લોગસ્સનો ) કર, પછી મૃત દેવતાનો કાયોત્સર્ગ (૧ નવકાર) કરો, પછી શેરદેવતાને કાયેત્સર્ગ (૧ નવકારને) કરે, પછી મુખત્રિકાનું પ્રત્યુપેક્ષણ કરવું, પછી વાંદણાં દેવાં, પછી સ્તુતિ (નમેતુ વર્ધમાનાયની ૩ ગાથા) કહેવી, પછી શકસ્તવ ભણ, અને ત્યાર પછી
Page #83
--------------------------------------------------------------------------
________________
દિવસના અતિચારની શુદ્ધિને માટે કાર્યોત્સર્ગ (૪ લોગસ્સનો ) કરવો. આ પ્રમાણે દેવસી પ્રતિકમણનો વિધિ જાણવો. ૧
હવે રાત્રિક પ્રતિક્રમણને વિધિ કહે છે–પ્રથમ (રાઈ પતિક્રમણે ઠાઉં કહેવા વડે ) મિથ્યા દુષ્કત દઈ પછી પ્રણિપાત દંડક (નથુણું) કહી ત્રણ કાયોત્સર્ગ કરવા. પછી મુખવાચિકાની પડિલેહણ કરવી, પછી વાંદણાં દેવાં, પછી આલોચના લેવી (રાઈ આલોઉં કહેવું), પછી પ્રતિક્રમણનું સૂત્ર (વંદી) ભણવું, પછી વાંદણાં જેવાં અને બામણાં કરવાં (અભુદ્દઉં ખામવું), પછી વાંદ ણાં દેવાં પછી માથી ૩રક્ષા ઈત્યાદિ ત્રણ ગાથા કહેવી, પછી છમાસી તપ વિગેરે ચિતવવાનો કોત્સગ કરો, પછી મુખવયિકા પડિલેહી બે વાંદણ દઈ પચ્ચ
ખાણ કરવું, પછી (વિશાળચનની) ત્રણ ગાથા વડે ત્યવંદન કરવું. આ રીતે રાઈ પ્રતિક્રમણને વિધિ જાણ. તેમાં જે ત્રણ કાર્યાત્મગ કરવાના કહ્યા છે તેની અંદર પહેલો ચારિત્રાચારની શુદ્ધિ માંટે બીજો દર્શનાચારની શુદ્ધિ માટે અને ત્રીજો માનાચારની શુદ્ધિ માટે એમ ત્રણ કાયોત્સર્ગ કરવા. તેમાં પણ ત્રીજા કાર્યોત્સર્ગમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતવન કરવું, ( પહેલા બે કાઉસગ એકેક લોગસ્સના કરવા), તથા છમાસી તપથી આરંભીને એક એક દિવસની હાનિ કરતાં છેવટ પરસિ અને નવકારશી સુધીના તપનું ચિતવન છેવટના પ્રતિક્રમણ સૂત્ર કહ્યા પછીના કાઉસગમાં કરવું. તે એ પ્રમાણે કે હું છમાસી તપ કરી શકીશ કે નહીં? એમાં એકેક દિવસ ઘટાડતાં પાંચ માસ, ચાર માસ, ત્રણ માસ, બે માસ, એક માસ, પંદર દિવસ, એમ હાનિ કરતાં છેવટ પિરસી અને નવકારશી સુધીનું ચિતવનકરી સ્થાશક્તિ તપ કર. ૨.
હવે પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ કહે છે.– પાક્ષિક પ્રતિક્રમ ચતુર્દશી તિથિએ કરવાનું છે. તેમાં પ્રથમ વંદિત્તા સૂત્ર કહેવા પર્યત દૈવસિક પ્રતિક્રમણ પ્રમાણે વિધિ કરીને પછી સમ્યફ પ્રકારે આ પ્રમાણે કરવું –મુખવસ્વિકાને પડિલેહી વાંદણું દેવાં, પછી જયેષ્ઠાનુકમે અમુઠિ ઉંખામવું, પછી પાખી આળેલું કહીને વાંદણા દેવા પછી અભુઠ્ઠીઉં દેવા વડે દરેકને ખમાવવા,પછી વાંદણુદેવાં પછી,
Page #84
--------------------------------------------------------------------------
________________
(૭૨)
મુખવાચિકાની પડિલેહણ કરી, પાક્ષિક સૂત્ર ભણી, ઉભા થઈ, કાયેત્સર્ગ કરી, વાંદણ દઈ, ત્રીજી વારના સમાપ્ત ખામણાં કરી છેવટ ચાર
ભવંદન વડે ખામ દેવા. એ રીતે કહ્યા પછી દેસિક પ્રતિક્રમણના વિધિ પ્રમાણે સર્વ વિધિ વાંદણથી માંડીને કરો. તેમાં વિશેષ એટલું કે ક્ષેત્રદેવતાને બદલે ભુવનદેવતાને કાઉસગ્ન કર. સ્તવનને સ્થાને અજિતશાંતિ સ્તવ કહેવું અને લઘુતિને સ્થાને વૃદ્ધ શાંતિ કહેવી. એ જ પ્રમાણે ચાતુર્માસી અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિ પણ જાણપાક્ષિક, ચાતુમાસિક અને સાંવત્સરિક પ્રતિકમણુને વિષે વિધિ સરખે જ છે, માત્ર નામને ફેરફાર છે એટલે પાક્ષિકને સ્થાને ચ9માસી અથવા સંવછરી કહેવું. અને કાર્યોત્સર્ગમાં ભેદ છે, તે આ પ્રમાણે-પાક્ષિક પ્રતિક્રમણમાં કાર્યોત્સર્ગ ૧ર લોગસ્સને કરે, ચતુર્માસિકમાં ૨૦ લોગસ્સને કરવો અને સાંવત્સરિકમાં ૪૦ લોગસ્સ અને ૧ નવકારને કર, અને પ્રથના સંબુધા ખામણામાં પાક્ષિકમાં ૩ને ચાતુમાંસિકમાં ૫ને અને સાંવત્સરિકમાં ૭ને ખમાવવા.(પાછળ બે બાકી રહેવા જોઈએ) - પ્રતિક્રમણને કાળ આ પ્રમાણે છે-“સૂર્ય અર્થે અસ્ત થાય તે વખતે ગીતાર્થ મુનિ પ્રતિક્રમણ સૂત્ર ભણે છે. આ વચનના પ્રમાણુશી તે જ કાળ દૈવસિક પ્રતિકમણને જાણવ,રાવિક પ્રતિકમણને સમયે આચાર્યાદિ નિદ્રા રૂપી મુદ્રાને ત્યાગ કરે છે, અને પ્રતિક્રમણ તેવી રીતે કરે છે કે (પ્રતિક્રમણ કર્યા પછી) પડિલેહણ કરી રહે ત્યારે સુર્યોદય થાય. અપવાદથી કહીયે તે દેવસિક પ્રતિક્રમણને કાળ દિવસના ત્રીજા પ્રહરથી અધરાત્રિ સુધી જાણવો યોગશાયિની વૃત્તિમાં મધ્યાન્ડથી આરંભોને અર્ધ રાત્રિ સુધી કહેલ છે. રાત્રિક પ્રતિકમણને કાળ અર્ધ રાત્રિથી આરંભીને મધ્યાન્ડ સુધી કહ્યો છે, તે વિષે અન્યત્ર કહ્યું છે કે “રાવિક પ્રતિક્રમણને કાળ ઉઘાડા પોરસી સુધીને છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે પુરિમક વધી છે.
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પસાદિકને અંત કરવાનાં છે. પરંતુ વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં– “જપ્ત. અ વહુ, મારવું ય મં તુ નાયti ” ઇત્યાદિકની વ્યાખ્યા કરતાં ટીકામાં અને ચૂણિમા પાક્ષિક પ્રતિક્રમણ ચિદશની
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૭ ) તિથિએ જ કરવાનું કહ્યું છે અને ચાતુર્મસિક તથા સાંવત્સરિક પ્રતિકમણ પ્રથમ પૂણિમા અને પંચમીની તિથિએ કરવામાં આવતાં હતાં, પરંતુ હાલ કાલિકાચા નામના પ્રભાવક આચાયના આચરવાથી ચતુર્દશી અને ચતુર્થીની તિથિએ કરવામાં આવે છે. તે પ્રમાણભૂત છે. કેમકે કપભાખ્યાદિકમાં કહેલું છે કે –“કોઈ પણ પંડિત પુરૂષે કોઈપણ વખત અસાવદ્ય (પાપ રહિત) જે કાંઈ કાર્ય કર્યું હોય ( આચરણ કરી હોય) અને તે કાર્ય ત્યાર પછીના બીજા પંડિતાએ નિવાર્યું ન હોય અને ઘણું જનેએ સંમત કરેલું હોય તેવું કાર્ય સર્વને આચરવા ગ્ય સમજવું.” તીર્થંગાર નામના પ્રકીર્ણક (પન્ના) માં પણ કહ્યું છે કે
શાલિવાહન રાજાએ સંઘની આજ્ઞાથી ભગવાન કાલિકાચાચે પાસે ચોથને દિવસે પર્યુષણું અને ચાદશની તિથિએ ચામાસી કરાવી. પ્રથમ માસી પ્રતિક્રમણ પાખીને (ચન્દશીને દિવસે ચાર પ્રકારના સંધના નવસો ને ગાણું માણસોએ મળીને આચર્યું તેથી તે પ્રમાણભૂત છે. ” | સર્વ અતિચારોથી શુદ્ધ થવા માટે તથા પવિત્ર પુણ્ય ઉપાર્જન કરવા માટે ભવ્ય પ્રાણીઓ એ આદરથી બન્ને વખતે સવારે સાંજે) પ્રતિક્રમણ કરવું. તેની ઉપર અષધનું દ્રષ્ટાંત આપે છે–એક ઔષધ એવું હોય છે કે તે વાપરવાથી રોગ હોય તે તેને નાશ થાય છે અને રોગ ન હોય તો નવ રેગ ઉત્પન્ન થાય છે, બીજું ઔષધ એવું હોય છે કે રોગ હોય તે તેને નાશ કરે છે, અને ન હોય તે બીજે કાંઈ વિકાર કરતું નથી, અને ત્રીજું ઔષધ એવું હોય છે કે જે રોગ હોય તે તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો શરીરને પુષ્ટ કરે છે. તે જ પ્રમાણે ત્રીજા *ષિધની જેવું આ પ્રતિક્રમણ છે. એટલે કે જે અતિચાર લાગેલ હોય તો તેની શુદ્ધિ કરે છે, અને અતિચાર લાગેલ ન હોય તે તે ચારિત્રાધમની પુષ્ટિ કરે છે. અનુગદ્વાર વિગેરે સામાં સાધુ અને શ્રાવક બંનેને બંને ટક દરરોજ પ્રતિકમણ કસ્તાનું કહ્યું છે. તે વચન આ પ્રમાણે છે.-- “ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ તે (પ્રતિકમણ) માં જ ચિત્ત રાખી, તેમાં જ તન્મય
Page #86
--------------------------------------------------------------------------
________________
(૭૪)
થઈ, તેનીજ લેહ્ય રાખી, તેમાં જ અધ્યવસાય રાખી, તેમજ તીવ્ર અધ્યવસાય રાખી, તેનાજ અર્થમાં ઉપગ રાખી, તેમાં જ સર્વ ઇંદ્રિયોને સંક્રમાવી અને તેનાજ ધ્યાનમાં ભાવિત થઈ બને કાળ પ્રતિક્રમણ કરવું,” શ્રીસુધર્મા સ્વામી ગણધર વિગેરે પૂર્વના આચાર્યોએ રચેલું અને ભવ્યજીવોને અતુલ ફળને આપનારૂં પ્રતિક્રમણ અવશ્ય કરવા યોગ્ય છે, રાત્રિમાં અને દિવસમાં ઉત્પન્ન થયેલા પાપ રૂપી પંકને ધોઈ નાંખવા માટે શ્રાવકોને શુભ બુદ્ધિ રૂપી જળવડે પ્રતિક્રમણ રૂપી શુભ સ્નાન થાય છે, દઢ અંતઃકરણવાળા શ્રાવકે પ્રતિક્રમણ કરવાથી મહણસિંહની જેમ આ લેક અને પરલોકમાં સુખ લક્ષ્મીને ભજનારા થાય છે.
મહણસિંહની કથા. - સુખ સમૃદ્ધિના સ્થાન રૂપ અને અનુપમ ગ્રામોતથા ઉદ્યાનેવડે પૃથ્વીને શોભાવનાર દેવગિરિ નામે દેશ શોભે છે, તે દેશમાં અખૂટ લક્ષ્મીવાળે, મહેભ્યોની શ્રેણીમાં શિરોમણીભૂત, સજનપણાનું સ્થાન, ભાગ્યવાન અને ઉકેશ વંશના મુગટ સમાન જગસિહ નામનો એક ધનિક રહેતું હતું. તે ધનની અનર્ગળ વૃષ્ટિવડે સમગ્ર ભિક્ષુકોનું પિષણ કરતા હતા. રાજાની સભાને શણગારવામાં તે હીરા સમાન હતે. ગુણરૂપી લક્ષ્મીને રહેવાનું તે ઘર હતું. તેને શુભકર્મ રૂપી દેદિપ્યમાન વજરત્નની ખાણમાંથી ધનને સમૂડ પ્રાપ્ત થતું હતું. ઉજવળ યશના સમૂહ રૂપી તરંગેની શ્રેણીવડે તે આકાશને પણ ફેડી નાંખતો હતો. તે સંસારની અસારતાને સારી રીતે જાણતું હતું તેથી તેના અહંકાર અને દ્વેષભાવ ક્ષીણ થઈ ગયા હતા. તે વિવેકી, સદાચારી અને ચાર પ્રકારની બુધ્ધિને સાગર હતું. જગતના પ્રાણીઓને આનંદ આ પનાર હતું તથા હંમેશાં મનની વ્યથાને નાશ કરી સાતે ક્ષેત્રમાં ધનને વ્યય કરતે હતે.
એકદા તે દેશમાં લક્ષ ધનવાળાની સંપદા પણ ક્ષીણ થઈ જાય એ મહા ભયંકર દુકાળ પડશે; તેમાં કુશળતારહિતપણું
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થવાથી લકે ક્ષેભ પામ્યા. તે વખતે ઉનાળામાં સરેવરની જેમ તે જગસિંહ સર્વને સેવવા લાયક થઈ પડે. તેણે વિચાર કર્યો કે –મારી પાસે લક્ષ્મી ઘણું છે અને તે તે ગંગા નદીના તરંગ જેવી ચપળ છે, માટે તેનું ઉત્તમ ફળ હું લઈ લઉં.” એમ વિચારીને સર્વ વસ્તુનું દાન કરનાર તે જગસિંહ હંમેશાં ચડતા હર્ષના ઉત્કર્ષથી કુટુંબ સહિત સાધમિક લેકેના સમૂહને જમાડવા લાગે, પરંતુ તેઓ દરરોજ તેના ભેજનના નિમંત્રણને સ્વીકારતા નહેાતા. કારણ કે આબરૂદાર માણસોને હંમેશાં બીજાને ઘેર ભેજન કરવું તે લજજા ઉત્પન્ન કરનારું છે. એમ થવાથી તાત્વિક બુધ્ધિવાળા જગસિંહે ત્રણસેં ને સાઠ સાધમિકેને વેપાર કરવાના મિષે ધન આપી પિતાની જેવા ધનિક ર્યો. પછી દિવસે આકાશમાં પોતાના તેજથી નિરંતર પ્રસરત સૂર્ય ત્રણસેં ને સાઠ દિવસે વર્ષ પૂર્ણ કરે છે તે જ પ્રમાણે નવા નવા વેષ ધારણ કરનાર નટની જેમ તે જગસિહે તે નવા બનાવેલા ધનિક વણીકેની પાસે એક એક દિવસનું સાધમિક વાત્સલ્ય કરાવી એક વર્ષના ૩૬૦ દિવસ પૂર્ણ કર્યા. જે ઉત્સવમાં સારી ધર્મક્રિયા કરનારા અને જીવાદિક તત્વને જાણનારા સજજનને સત્કાર કરાય છે; તેજ સારી અવસ્થાવાળા ગૃડના ઉત્સવે વખાણવા લાયક છે.
એકદા યુધિષ્ઠિરને ભીમે પૂછયું કે-“હે રાજેદ્ર! એક તપસ્વી છે પણ મૂર્ખ છે અને બીજે વિદ્વાન છે પણ શુદ્રીને પતિ છે(ઘરમાં શુદ્ર સ્ત્રીને રાખેલી છે.) એટલે તે તપસ્વી નથી. આ બન્ને ભિક્ષુકે આપણા દ્વારમાં ઉભા છે, તેમાંથી કોને દાન આપવું?” ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે –“હે ભીમ ! તપ તે સુખે કરીને કરી શકાય છે પરંતુ વિદ્યા મેળવવી અત્યંત દુષ્કર કહેલી છે, માટે હું તે વિદ્વાનની પૂજા કરીશ, તપનું શું પ્રયોજન છે?” ત્યારે અર્જુન બે કે- હે યુધિષ્ઠિર રાજા ! કુતરાના ચામડાની મસકમાં ગંગાજળ ભર્યું હોય અથવા મદિરાના ઘડામાં દુધ ભર્યું હોય તેની જેમ કુપાત્રમાં રહેલી વિદ્યા શા કામની?” એટલે કૃષ્ણ દ્વૈપાયન (વ્યાસ) બેલ્યા કે –“હે અર્જુન! કેવળ વિવાથી કે કેવળ
Page #88
--------------------------------------------------------------------------
________________
(૭૬ )
તપથી પાત્રપણ પ્રાપ્ત કરી શકાતુ નથી; પરંતુ વિનયાદિક ગુણા જ પૂજવા યાગ્ય છે એમ પડિતાએ સમજવું.”
""
અહીં ધર્મકર્મમાં ધુરંધર અને મધુર વચન બેલનાર જગ સિંહ નામના શેઠે પૃથ્વી પર પાતાનું નામઅમર કર્યું. એકદા સુરત્રાણુ બાદશાહે રાજસભામાં એક અપૂર્વ મણિ બતાવીને તેને પૂછ્યું કે–“હું શેઠ ! આ મણિની જેવા બીજો મિણુ છે ? ત્યારે ચંદ્રની શેાભાના પણ તિરસ્કાર કરનાર જેનુ મુખ છે એવા તે શેઠે જવાબ આપ્યા કે–“ હે સ્વામી ! પૃથ્વી પર સુરત્રાણુ તા એકજ હાય છે, બીજો હાતા નથી. આ વચન સાંભળી રજિત થયેલા રાજાએ વચનની ચતુરાઇને આશ્રય કરનારા તેને માટી પ્રસન્નતાપૂર્વક પેાશાક આપ્યા.
,,
તે જગસિહ મહેભ્યને મહસિ’હ નામે પુત્ર થયા. તે પુત્રમાં ચદ્રની જેમ કળાએ વૃધ્ધિ પામતી હતી. અને કળાવાન એવા તે શીલરહિત કુમિત્રાની સંગત કરતા નહાતા. કારણ કે અગ્નિના સંગથી જળમાં પણ ઉષ્ણુતા આવે છે તેમ કુસ ંગથી ગુણાના નાશ થાય છે.
એકદા ગુરૂની વ્યાખ્યાન સભામાં બેઠેલા મહસિ હૈસૂકતરૂપી અમૃતને ઝરતા એવા ગુરૂના મુખચંદ્રથી એક કાવ્ય સાંભળ્યુ, તેના અર્થ આ પ્રમાણે હતા. —“ કેટલાક તુંબડાએ મુનિઓના હાથમાં રહીને પાત્રની લીલાને ભજે છે, કેટલાક ઉત્તમ વાંસની સાથે જોડાઇને રસ સહિત મધુર ગાયન કરે છે,કેટલાક સારા દારડા વડે બાંધવાથી દુસ્તર સમુદ્રથી તારે છે, અને જેના મધ્ય ભાગ બળી ગયા છે એવા કેટલાક તુખડા તા રૂધિરને પીએ છે. અર્થાત્ રૂધિરપાનના ઉપયાગમાં આવે છે. ” આ કાવ્ય સાંભળીને જેમ સૂર્યના કિરણેાથી કમળ વિકસ્વર થાય તેમ તે મણિસંહનું હૃદયકમળ વિકસ્વર થયું. · માત્ર વસ્ત્ર વડે સાફ કરવાથીજ જેમ રત્ન રજ રહિત થાય છે, તેમ ઉત્તમ બુદ્ધિમાન પ્રાણી માત્ર ઉપદેશથીજ પાપના ત્યાગ કરે છે.’ એક શ્ર્લાકનાજ શ્રવણથી ઉત્તમ
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૭૭ ) શીલવાળ, નિર્મળ અંત:કરણવાળે તથા શીતળ અને મધુર વાણીવાળો મહણસિંહ ચિરકાળ સુધી વિનય રૂપી અલંકારવડે મસ્તકને વિભૂષિત કરતે શોભવા લાગ્યો.
એકદા તે મહણસિંહ સાથે ઉત્પન્ન થયેલા અને બેમાંથી એક, બીજાના હાથમાં ગયા છતાં પણ રાત્રિએ આવીને પરસ્પર મળી જનારા શિવ અને શક્તિ નામના બે મેતી લઈને દીલીમાં જઈ બાદશાહને પ્રણામ કરી ગંગાજળ જેવા નિર્મળ તે બે મેતી ભેટ ર્યા. તે બન્ને ખેતીને પ્રભાવ સાંભળી સુરત્રાણ આશ્ચર્ય પામે, તેથી તેણે મહણસિંહને પોતાના અંતઃપુરના રક્ષકોને ઉપરી અધિકારી કર્યો. તે રાજાનો માનીત થવાથી લોકમાં ધન્ય અને ઉદાર ગણાવા લાગ્યા. કારણ કે સારા સ્થાનને વેગ મળવાથી, રત્નો જગતમાં પૂજાને પામે છે. આ પ્રમાણે તેની રાજમાન્યતા જોઈને અછતા દેષને કહેનારા કેટલાક દુર્જનો પવિત્ર વસ્ત્રને પણ જેમ મસી મલિન કરે તેમ તેને દૂષણ આપવા લાગ્યા. તેવી વાતો સાંભળીને તેની ખાત્રી કરવા માટે બાદશાહ એક વખત અંતઃપુરના દ્વાર પાસે આવ્યો. તે વખતે તેણે વાદળામાંથી ચંદ્રની જેમ તેને અંતઃપુરમાંથી બહાર નીકળતે જે તે સ્થિતિ જોઈને શત્રુવર્ગ રૂપી ધૂળને ઉડાડવામાં વાયુ સમાન તે રાજાનાં નેત્રે જાજ્વલ્યમાન કેપ રૂપી અગ્નિની જ્વાળાવડે અત્યંત રક્ત થઈ ગયાં, અને તેણે તેને મારવા માટે ખેંચ્યું. કહ્યું છે કે – " न भलं काजल कांणी आंखे, न भलु कोइ एकल्ल शाखी । न भली स्त्री जे हडहड हसइ, न भलु साह चोरमांही वसइ॥१॥ न भलं होटु मंदिर लवइ, न भएं कूड कवित जे कवइ । न भलं डोसउ परिणइ नवी, न भलु घोडउ जिहां नहि कडी॥२॥ न भली जेठ मासनी लाइ, न भली स्त्री जे परघरि जाइ । न भलं अंतेउर पइसार, न भलु बिहु नारी भरतार ॥ ३ ॥
અર્થ – “કાણ આંખમાં કાજળ આંજવું સારું નથી, વનમાં કઈ એકલું વૃક્ષ હેય તે સારું નથી, જે સ્ત્રી ખડખડ હસે તે સારું ૧ શંકર અને પાર્વતીનું સ્વરૂપ પરસ્પર મળેલું વર્ણવે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
(-02-)
નથી, શાહુકાર માણુસ ચારની મધ્યે વસે તે સારૂં નથી, ઘર ઉપર હેલે આલે તે સારૂં નથી, કવિ ખેાટી કવિતા કરે તે સારૂં નથી, વૃધ્ધ પુરૂષ નવી સ્રી પરણે તે સારૂં નથી, જયાં કડી ( બંધન ) ન હાય ત્યાં ઘેાડાનું રહેવું સારૂં નથી, જેઠ માસના તડકા સારી નથી, જે પારકે ઘેર જાય તે સ્ત્રી સારી નથી, રાજાના અંતઃપુરમાં પુરૂષે જવું સારૂં નથી, તથા એ સ્ત્રીના ભોર થવું એટલે કે એક સ્ત્રી છતાં બીજી સ્ત્રી પરણવી તે સારૂં નથી.”
66
ઃઃ
પછી રાજા જેટલામાં તેનાં વસ્ત્રો ઉતરાવી પ્રહાર કરવા જાય છે, તેટલામાં તેની કેડ ઉપર સાત તાળાં મારેલા કચ્છ જોઇ તે હર્ષ પામ્યા. બાદશાહે કહ્યું કે આ તાળાંના સમૂહને ઉઘાડી નાંખ.” ત્યારે તે ખેલ્યા કે “ હું મહારાજા ! આ તાળાંઓની કુંચીએ મારે ઘેર મારી સ્ત્રીની પાસે છે, તેથી હું જ્યારે મારે ઘેર જઇશ ત્યારે તે આ તાળાં ઉધાડશે.” રાજાએ કહ્યું કે- અહા મત્રી ! તેં જે આ ગાત્રનું અંધન રાખ્યું છે તે અતિ દુષ્કર છે.’’ હું લેાકા ! જુઓ. આવુ શીળ કેવુ ઉજવળ છે ? જેણે આ ભવમાં પેાતાના આત્માને નિય ંત્રિત કર્યાં હોય, તે પરભવમાં શી રીતે પીડા પામે ? કહ્યું છે કે “ જે મહા સત્ત્વવાળા ભવ્ય જીવા કાયાએ કરીને પણ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, તે અવશ્ય પાંચમા બ્રહ્મલાક નામના સ્વર્ગમાં ઉત્પન્ન થાય દે
-
-
રાવણે સીતાનું હરણ કર્યું, ત્યારે તેની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણુ ચાલ્યા. માર્ગમાં સીતાનાં આભૂષણેા પડેલાં તેમના જોવામાં આવ્યાં. તે જોઇ રામે લક્ષ્મણને આ ઘરેણાં કાનાં છે ? એમ પૂછ્યું. ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યા કે—“હું તેના કુંડળને ઓળખતા નથી, તેમજ તેના હાથના કંકણને પણ ઓળખતા નથી, પર ંતુ હ ંમેશાં તેના ચરણને હું વાંદતા હતા, તેથી તેના પગના નૂપુરનેજ હું આળખું છું. ” આથી સ્પષ્ટ જણાય છે કે લક્ષ્મણે કાઇ પણુ વખત સીતાનુ મુખ કે હાથ વિગેરે અવયા જોયાંજ નથી, માત્ર વદૅના કરતાં પગ ઉપર જ દૃષ્ટિનાં ખેલી છે. અહા ! કેવું તેનું શીળ !
,,
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૭૯ )
ત્યારપછી બાદશાહે તે મહસિહુને હર્ષથી પેાશાક આપ્યા. જે શીળના પ્રભાવથી સર્પ દોરી જેવા થાય છે,અને અગ્નિ પાણીરૂપ થાય છે, તેવા શીળના મહિમાથી મહસિંહની કીર્તિ આદન અંદર સુધી પ્રસરી ગઇ. કેમકે કરસના પ્રસરતા ગધને કા નિવારી શકે ?
એકદા મહસિ ંહનું નામ શ્રવણ કરવાથી સર્વ કળામાં નિપુણ કામલતા નામની અત્યંત સ્વરૂપવાળી વેશ્યાનુ મન તેના તરફ આકર્ષાયુ . તેથી તેદીલ્હીમાં આવી. કારણકે ચ ંપકપુષ્પના સુગધને સુદાવા માટે ભમરી પોતે જ વનમાં જાય છે, અને ગીતથી આકર્ષણ કરાયેલી મૃગલી ગીત સાંભળવા પાત્તેજ વનમાં આવે છે. પછી તે કામલતાએ રાજસભામાં જઇ અદ્ભુત નૃત્ય કરી સુરત્રાણુને રજીત કા. ‘આણુની જેમ જે કળાવડે પરનુ હૃદય ન ભેદાય તે કળા શું કામની ? ’ રંજીત થયેલા મદશાહ તેને દાન આપવા તૈયાર થયા, તે વખતે તેણીએ દાન ન લેતાં મસિ ને ઘેર જઇને તેની પાસે નાટક કરવાની યાચના કરી, બાદશાહે પ્રસન્ન થઇને તેણીને તેમ કરવાના આદેશ આપ્યા. તેથી તેણીએ ત્યાં જઇ સાત વાર નૃત્ય કર્યું, પરંતુ તે ચતુર વેશ્યાએ મહસિહુને સ્થાને બેઠેલ ખરા મહસિહ નથી એમ જાણી લીધું. ત્યારપછી ગુણુના નિવાસરૂપ મસિહે પાતે બેસીને નાટક કરાવ્યું, તે જોઈ હર્ષ અને સતાષ પામેલી તે વેશ્યા પેાતાના આત્માને ધન્ય માનતી નૃત્ય કરવા લાગી. તે ખેલી કે—આટલા દિવસેામાં આજના મારા દિવસ પ્રશ ંસનીય થયા કે જેથી આવા ગુણીને મે' ભાગ્યના યાગે નજરે જોયા અને મારૂં નૃત્ય બતાવ્યુ.” આ વાત બાદશાડુના જાગુત્રાપાં આવતાં પ્રજાનું રક્ષણ કરવામાં તત્પર એવા સુરત્રાણે વેશ્યાને ખેલાવીને પૂછ્યું કે—‹ પંડિતા ! સાતવાર નૃત્ય કરતાં તે શી રીતે જાણ્યુ કે આ મંત્રી નથી ?'’ત્યારે રાજસભામાં નૃત્યના આડંબરને કરતી સરળ હૃદયવાળી તે વેશ્યા બ્રહ્મચર્યની પરીક્ષા કરનારી એક ગાથા ખેાલી. તેના અર્થ આ પ્રમાણે છે.—“જો કદિ કામી પુરૂષ હસે નહીં, કાંઇ પણ ખેલે નહીં અને હૃદયમાં કાંઇક ગુપ્ત ધ્યાન કરે તેા પણ
..
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૮૦ )
ચદ્ર જેવાણના
કિમાં સત્યવાહી ચાવડે પણ
લાખ મનુષ્યમાં રહેલા તે કામાતુર પુરૂષની દ્રષ્ટિ દેખાઈજ આવે છે. અર્થાત્ તે જણાયા વિના રહેતી નથી.” આ પ્રમાણેના નિષ્કપટ બ્રહ્મચર્યના ગુણે કરીને શ્રેષ્ઠ અને ચંદ્ર જેવા સુંદર મુખવાળો તે મહામંત્રી વેશ્યાવડે પણ યોગીની જેમ ગવાયે.
લેકમાં સત્યવાદીપણાથી પ્રસિદ્ધિને પામેલા મહણસિંહને એકદા કઈ દુર્જને અસત્યવાદી કહેવરાવવાની ઈચ્છા કરી. કારણકે દુર્જન માણસ મહાપુરૂષોના શત્રુજ હોય છે. તેથી તે સમય જોઈને રાજાની પાસે જઈ બે કે–“આ મહણસિંહ પોતાની પાસે ચોસઠ ટૂંક સુવર્ણ છે એમ બેલે છે, પરંતુ તેની પાસે ઘણું દ્રવ્ય છે.” તે સાંભળી રાજાએ પ્રાતઃકાળે સભામાં યુક્તિથી તેને પૂછયું કે “હે મંત્રી ! તમારી પાસે દુઃખને નાશ કરનારું ધન કેટલું છે?”. મંત્રીએ કહ્યું કે–“મને સાત દિવસની મુદત આપે કે જેથી તેટલા સમયમાં ધનની ગણતરી કરીને આપને કહું.” પછી ચાણકયની જેવી બુદ્ધિવાળા તેણે ધનની ગણતરી કરીને રાજાને યથાર્થ કહ્યું કે “જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર મને ડર ચરિત્રવાળા હે રાજા ! મારે ઘેર એંશી લાખ ને ચાર હજાર સુવર્ણ છે. તે સિવાય રૂ૫, તાંબુ, પીતળ વિગેરે ઘરમાં સારભૂત વરંતુ ઘણી છે.” તે સાંભળી રાજા આશ્ચર્ય પામે. કેમકે કઈ પણ માણસ પિતાના ધનની ખરી સંખ્યા કોઈની પાસે કહેતા નથી. તેમાં પણ રાજા પાસે તે કહેવાતી જ નથી. મંત્રીને ઉત્તર સાંભળી બાદશાહ સભા સમક્ષ તેની પ્રશંસા કરતે બેલ્યો કે-“ અહે! આ મંત્રી ખરેખરે સત્યવાદી છે. તેને મારી પણ દ્રવ્ય લઈ લેશે એવી બીક લાગી નહીં. પૃથ્વી પર આ એક મંત્રી જ મારા રાજ્યને મુગટ છે. કારણકે મનુષ્ય પુષ્પને પણ ગુણવડે કરીને જ મસ્તક ઉપર ધારણ કરે છે. આ પ્રમાણે તેના ગુણ ગાવા પૂર્વક અત્યંત સન્માન કરી સુરત્રાણે તેને પોશાક આપે અને તેને યશ પૃથ્વી પર પ્રસર્યો. “ધર્મના કાર્યમાં ધનને વ્યય કરનાર, કામદેવના રૂપનું હરણ કરનાર, સાધુપુરૂષોમાં અગ્રેસર, શુભ
૧ ગુણ શબ્દમાં કષ છે, ગુણ એટલે દેરાવડે ગુંથાય છે ત્યારે જ તે 'મસ્તકે ચડે છે. અથવા ગુણ એટલે સુગંધ.
Page #93
--------------------------------------------------------------------------
________________
( ૧ ) ક્રિયામાં તત્પર, સર્વ મુનિઓનું ગૈારવ કરનાર, બે વખત પ્રતિક મણ કરનાર, અન્ય મનુષ્યની આપત્તિને હરતાર, પુણ્યના ખજાનાને ભરનાર, પિતાના આત્માને સંસાર સાગરમાંથી ઉદ્ધારનાર, સજજને ઉપર ઉપકાર કરનાર, દુર્જનેને તિરસ્કાર કરનાર, તથા નિષ્કપટ મનવાળો આ મંત્રી જગતમાં શોભે છે. “આજ છે અને કાલે નથી” એવા ચલિત અધિકારને પામીને જેણે શત્રુને અપકાર કર્યો નથી, મિત્રને ઉપકાર ક્ય નથી, અને બંધુઓને સત્કાર કર્યો નથી, તેણે શું કાર્ય કર્યું? કાંઈજ નહીં.
ગુણ વડે લેકને પ્રસન્ન કરનાર, સુવર્ણના ભૂષણેની શ્રેણિવડે ભૂષિત અને અમૃત જેવાં વચન બેલનાર તે મંત્રી રૂપી ચંદ્ર ઉપર એકદા વાણીના મીષથી સુરત્રાણના મનમાં તેના અધિકાર વિષેને કાંઈક દેષ ભા, તેથી રેષના પિષણથી રક્ત નેત્રવાળા બાદશાહે તેને દ્રઢ બેડીવડે બાંધી નરક જેવા કેદખાનામાં નાંખે. કહ્યું છે કે – “કેદખાનામાં શરીર પર મારેલા ચાબકના પ્રહારવડે શરીર લેહીથી વ્યાપ્ત થાય છે, દ્રઢ એડીઓના બંધનથી બંધાવું પડે છે, અને ભેજન ન મળવાથી લંધન કરવું પડે છે. એમ જાણીને હે પ્રાણુ! તું તત્કાળ અકાર્યથી વિરામ પામ. અને રાજાને કઈ પણ પ્રકારને અધિકાર સ્વીકાર ન કર. આ પ્રમાણે શ્યામ મુખવાળી લેખણ કાનની પાસે રહીને પિકાર કરે છે.” કેદખાનામાં રહ્યા છતાં પણ તે મંત્રી પિતાના નિયમમાં દ્રઢજ રહે. લાંઘણ થતી હતી છતાં પણ તે હંમેશાં બે ટંક પ્રતિક્રમણ કરતા હતા. તે હંમેશાં આરક્ષકને બે ટંક સુવર્ણ આપતે હતા, તેથી તેઓ તેને પ્રતિક્રમણને સમયે બંધનથી છુટ કરતા હતા. કહ્યું છે કે – “દાનથી મિત્રે અત્યંત મિસાઈવાળા થાય છે અને દાનથી શત્રુઓ પણ મિત્ર સમાન થાય છે.” અહે ! દુસાધ્ય કાર્યને સાધવામાં દાન એજ વિત્તમ કારણ છે.”આ પ્રમાણે
Page #94
--------------------------------------------------------------------------
________________
(૮૨ )
ધર્મક્રિયામાં અત્યં ત રૂચિવાળા તેણે પ્રતિક્રમણને માટે એક માસમાં સાઠે ટંક સુવર્ણનું દાન કર્યું. તેવામાં રાજાએ જાણ્યું કેમગી કારાગૃહમાં પણ ધર્મક્રિયા કરે છે. તેથી તેના પર પ્રસન્ન થઈ તેને બંધનથી મુક્ત કરાવી પેાશાક આપી તેનું સન્માન કર્યું. કત્તા કહે છે કે જેનાથી ઈષ્ટ માણસ પણ ક્ષણ માત્રમાં રાષ પામે છે, તેષ પામે છે અને દોષ પામે છે, તેવા અચિંત્ય શક્તિવાળા કર્મને નમસ્કાર હો. ”
.
અહીં અગ્નિના સંબંધથી સુવર્ણ જેમ અત્યંત દૈદિપ્યમાન થાય છે, તેમ તે મ ંત્રી માદશાહે આપેલા કષ્ટથી અત્યંત પ્રભાવવાળા થયા. જેમ સુવર્ણ ઘસવાથી અધિક સુંદર વર્ણવાળુ થાય છે, તેમ મત્રી વધારે તેજસ્વી અને યશસ્વી થયા. પછી રાજાએ રજા આપી એટલે તેના ગુણેાનુ જાણે કીર્તન કરતા હાય એવા વાજિત્રાના નાદપૂર્વક તે મંત્રી મહા આડ ંબરથી પેાતાને ઘેર ગયા. કષ્ટમાં પણ પ્રતિક્રમણ વિગેરે સમગ્ર પુણ્યક્રિયા કરનાર તે મત્રીને જોઇને બીજા અનેક ભવ્ય જીવા પુણ્યક્રિયામાં આદરવાળા થયા. વિવેકી જનોએ પ્રતિક્રમણુરૂપી કલ્પવૃક્ષ સેવવા ચેાગ્ય છે, કેમકે તેથી બુધ્ધિમાન મનુષ્ય મેાક્ષરૂપી ફળને આપનાર જ્ઞાન અને ક્રિયા બંનેને સાધે છે.’
-
મંત્રી ઉપર રાજાની કૃપા થયેલી જોઈ ને કારાગૃહના અધિકારી ભય પામી લીધેલું દ્રવ્ય પાછું આપવા માટે મત્રીને ઘેર ગયા, અને તે ખેલ્યા કે —“ હું મંત્રી શિરામણું ! આ તમારા સુવર્ણ તક ગ્રહણ કરો, મારા પર પ્રસન્ન થાઓ, તમે રાજાના પ્રસાદ પામેલા છે, માટે હું તમને આ ભેટ કરૂ છું. ” તે સાંભળી મંત્રીશ્વર ખેલ્યા કે “ તારે મારાથી જરાપણ ભય રાખવા નહીં. તે વખતે ધર્મક્રિયા કરવાથી મારે તે સમય સફળ થયે છે. મનુષ્યના આયુષ્યના એક ક્ષણ કાટી રત્નાવર્ડ પણ દુર્લભ
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
છે, તે ક્ષણ મેં પ્રતિક્રમણ કરવાવડે પવિત્ર કર્યો છે.” એમ કહી મંત્રીએ ઉલટા બીજા સ્વર્ણ ટંક આપીને તેને સત્કાર કર્યો. અહો ! મંત્રીની ધર્મનિષ્ઠતા અને દાન ગુણ કેવા આશ્ચર્યકારક છે?
આ પ્રમાણે શ્રી જગસિંહને પુત્ર મહણસિંહ નામને બુદ્ધિમામ્ મંત્રીશ્વર નિરંતર પ્રતિક્રમણ કરવાથી સમગ્ર કલ્યાણની લક્ષ્મીના સ્થાનરૂપ રાજાના પ્રસાદને પામ્યો હતો, એમ જાણીને હે ભવ્ય જી ! તમારે સમગ્ર પાપસમૂહનો નાશ કરવામાં સમર્થ એવું પ્રતિક્રમણ હંમેશાં પ્રફુલ્લિત મનથી કરવું.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશ ક૫વલ્લી નામની ટીકાને વિષે પ્રથમ શાખામાં પ્રતિક્રમણના વિષય ઉપર શ્રાવક શ્રીમહણસિંહના વર્ણન રૂ૫ સાતમે પલ્લવ સમાપ્ત થયું. ૭
૫૯લવ ૮, ચંદ્રની જેવી મનહર કાંતિવાળા, સંસાર રૂપી સમુદ્રના ઉછળતા વિવિધ દુઃખરૂપી તરંગેને જેણે નાશ કર્યો છે એવા અને જેમના ચરણકમળ ચંદ્રની લક્ષ્મીને કીડા કરવાનું સ્થાન છે એવા શ્રીમાન ચંદ્રપ્રભ નામના જિનેશ્વર જય પામે, કે જેમના દેદિપ્યમાન નિર્મળ ગુણશ્રેણી રૂપી નક્ષત્રની સંખ્યાને અમે જાણી શકતા નથી.
પ્રતિક્રમણની પછી કાર્યોત્સર્ગ નામનું આઠમું દ્વાર કહે છે. જેમણે તત્ત્વ જાણવામાં જ અંત:કરણને સ્થાપન કર્યું છે એવા હે ભવ્યજને ! તમે કાયોત્સર્ગ કરવામાં યત્ન કરે. ” કાર્યોત્સર્ગ શબ્દને શું અર્થ છે ? તેની કેટલી પ્રકૃતિઓ (ભેદ) છે ? તેમાં કેટલા દોષે લાગે છે ૩? તે કરવાથી શું ફળ છે ?
Page #96
--------------------------------------------------------------------------
________________
તથા તેની ઉપર કાબુ દાત છે, પણ એ પાંચ દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે,
- ૧ કાર્યોત્સર્ગ શબ્દને અર્થ.
કાય” એટલે શરીર, તેને “ઉત્સ” એટલે ત્યાગ તે કાર્યોત્સર્ગ કહેવાય છે. તે કાર્યોત્સર્ગ ઉપસર્ગો થયા છતાં પણ પિતાના ચરણે આક્રમણ કરેલા સ્થાનથી જરા પણ નહીં ચલાયમાન થવાથી શુધ્ધ કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –“દેવ,મનુષ્ય અને તિર્યચના કરેલા ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરવાથી શુદ્ધ કાયેત્સર્ગ થાય છે.”
૨ કાર્યોત્સર્ગના ભેદ, કાયોત્સના નવ ભેદે છે.–ઉસ્કૃિતસ્કૃિત ૧, ઉચ્છિત ૨, સમુચિતનિષણ ૩, નિષણાછૂિત ૪, નિષણ પ, નિષરણનિષણ ૬, સુપ્તાછૂિત , સુપ્ત ૮, અને સુસુપ્ત ૯. આ પ્રમાણે આગમના જ્ઞાનીઓએ નવ પ્રકારના કાર્યોત્સર્ગ કહેલ છે. બુદ્ધિમાન આચાર્યો તેના અર્થની સ્પષ્ટતા આ પ્રમાણે કરે છે.–બુદ્ધિ રૂપી ધનવાળો મનુષ્ય શરીરવડ ઉભો થઈ જે (કાયેત્સર્ગ) માં ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન થાય તે ઉહૂિતચ્છિત કાયોત્સર્ગ કહેવાય છે. ૧. જેમાં ધર્મ, શુક્લ, આર્ત, અને રૌદ્ર, એ ચારે પ્રકારના ધ્યાન કરે અને શરીરથી
ન થાય તેને ઉચ્છિત કાર્યોત્સર્ગ કહ્યો છે. ૨. જેમાં શરીર વડે ઉભા થયા છતાં આર્ત કે રૌદ્ર ધ્યાનનું જ સ્મરણ કરે તે ઉસ્કૃિતનિષણ જાતિને કાયોત્સર્ગ છે. ૩. જેમાં શરીરથી નીચે બેસીને ધર્મ કે શુક્લ ધ્યાન થાય તે નિષણેસ્કૃિત નામને કાયોત્સર્ગ જાણ. ૪. જેમાં નીચે બેસીને કાર્યોત્સર્ગ કરનાર મનુષ્ય શુભ અને અશુભ બન્ને પ્રકારનું ધ્યાન કરે તેને પંડિત નિષણ નામને કાત્સર્ગ કહે છે. ૫. જેમાં નીચે બેઠેલા વિચ
Page #97
--------------------------------------------------------------------------
________________
તેને
છે. ૬.
ક્ષણુ માણુસનું હૃદ ગશુભ ન રૂપી કીકથી જીલ્લ પડિતાએ નિષ વિષણુ મને જેમાં મનુષ્ય સુતા સુતા એ કારના કારના શુળ નિજ હૃદ યને વાસિત કરે, તેને પડિતાએ સુપ્તે સ્મૃત નામના કાર્યાત્સ કહેલા છે. ૭. જેમાં મનુષ્ય સુઇને ચાર પ્રકારમાંથી કાઈ પણ પ્રકારનુ' ધ્યાન કરે તેને આપ્તજના સુપ્ત નામને કાયાત્સર્ગ કહે છે. ૮. તથા જેમાં સુતેલા પ્રાણી અને પ્રકારના અશુભ ધ્યાન ધ્યાય તે કાયાત્સગને આપ્ત (જિન) વચનને જાણનારા પડિતા મુખ્તસુપ્ત જાતિના કાયાત્સગ કહે છે. ૯.
66
આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે— ઉષ્કૃિત, નિષણુ અને સુપ્ત એ ત્રણ પ્રકાર પૈકી એક એક પદ્યને વિષે દ્રવ્ય અને ભાવવ ચાર વિકલ્પે। જાણવા. + ” એક અંતમુહૂત્ત સુધી ચિત્તની જે એકાગ્રતા થાય તેનું નામ ધ્યાન કહેવાય છે,તે ધ્યાન આન્ત, રા, ધર્મ અને શુક્લ એ ચાર પ્રકારનુ છે. તેમાં પહેલા એ ધ્યાન સંસારને વધારનાર કહ્યાં છે, અને છેલ્લા બે ધ્યાન મેાક્ષનાં કારણભૂત કહ્યાં છે, તેથી તેનાજ અહીં અધિકાર છે, પહેલા એ ધ્યાનના નથી.
૧ દ્રવ્યથી એટલે શરીરથી ઉભેલા અને ભાવથી શુભ ધ્યાનને ધ્યાનારા તે મને પ્રકારે ઉચ્છિત ૨ દ્રવ્યથી—શરીરથી ઉભેલા પણ ભાવથી-શુભ ધ્યાન નહીં યાનારા તે, ૩ દ્રવ્યથી ઉભેલા નહીં પણ ભાવથી રાભ ધ્યાન યાનારા તે- અને ૪ દ્રવ્યથી ઉભેલા નહીં અને ભાવથી શુભ યાન ધ્યાનારા પણ નહીં તે. આ પ્રમાણે નિષ્ણુ અને સુસ પદની સાથે પણુ દ્રવ્ય ભાવથી ચાર ચાર ભેદ સમજી લેવા -૧ દ્રવ્યથી ભાવથી ખંનેથી નિષણુ, ૨ દ્રવ્યથી નિષ્ણુ ભાવથી નહીં, ૩ ભાવથી નિષણુ દ્રવ્યથી નહીં, ૪ ૬૫ ભાવ ખતેથી નિષણૢ નહીં, ૧ દ્રવ્યભાવ અનેેથી સુસ, ૨ દ્રવ્યથી સુપ્ત ભાવથી નહી, ૩ ભાવથી સુપ્ત દ્રવ્યથી નહીં, ૪ અને પ્રકારે સુપ્ત નહીં. આમ ચાર ચાર ભેદ થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
(૮૬) - ૩ કાર્યોત્સર્ગના દોષ.
કાયોત્સર્ગના ઓગણીશ દે છે. તે આ પ્રમાણે-કાયોત્સર્ગ કરતી વખતે ઘોડાની જેમ એક પગને કાંઈક વાળીને વિષમ-આડા અવળા પગ રાખે-સ્થિર ઉભેન રહે તે ઘટક દોષ કહેવાય છે.૧. વાયુથી હલાવેલી લતાની જેમ જે કંપ્યા કરે તે લતા દેષ ર. સ્તંભ અથવા ભીંત વિગેરેને આધાર લઈને ઉભે રહે તે સ્તંભ દોષ ૩. પિતાના મસ્તકને ઉપરના માળ સાથે અડકાવે તો માળી દેષ ૪. ગાડાની ઉદ્ધિની જેમ બન્ને પગના અંગુઠા અથવા બન્ને પાનીને સાથે મેળવી રાખે તે શકટેદ્ધિ દેષ પ. બેડીવડે નિરડિત (બાંધેલા) ની જેમ બન્ને પગોને પહેળા રાખે અથવા ભેગા કરી રાખે તે નિગડિત દોષ ૬. વસ્ત્ર વિનાની શબરી (ભીલડી)ની જેમ હસ્તને આગળ ગુહ્ય સ્થાન ઉપર રાખે તે શબરી દેષ ૭. કુવિંદ (શાળવી) ની જેમ એ ઘાને આગળ રાખે તે કુવિંદદોષ ૮.નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખવી જોઈએ તેમ ન રાખતાં વહુની જેમ મુખને નીચે નમાવેલું રાખે તે વધુ દોષ. ૯. ઢીંચણથી વધારે નીચું અથવા ઉંચું વસ્ત્ર રહે એવું વસ્ત્ર પહેરવું ન જોઈએ, છતાં પહેરે તે પ્રલંબ દેષ ૧૦. અજ્ઞાનથી અથવા ડાંસ વિગેરે કરડવાના ભયથી છાતી વિગેરે ઢાંકી રાખે તે પછાઘ (સ્તન) દોષ ૧૧. પુરૂષે સાધ્વીની જેમ વસ્ત્ર વડે બન્ને
સ્કંધ (ખભા) ઢાંકવા ન જોઈએ છતાં ઢાંકે તે સંયતી દોષ. કદાચ ઢાંક પડે તે ઉત્તરાસણવડે એક બાજુને સ્કંધ ઢાંકે. ૧૨. કેઈને બેલાવવા વિગેરેની સંજ્ઞા કરવા માટે આંગળી અથવા ભ્રકુટિ વિગેરે અવયવે ચલાવવા ન જોઈએ, છતાં ચલાવે તે અંગુલીબ્રમણ નામે દેષ. ૧૩. વાયસ (કાગડા)ની જેમ આંખની કીકીને ચોતરફ ફેરવે તે વાયસ દેષ. ૧૪ કપિત્થ ૧ આને ગ્રંથાંતરમાં ખલિત રોષ પણ કહે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૮૭ )
( કાઠા ) ની જેમ વસ્ત્રના સ ંકાચ કરી પિંડરૂપ કરે તે કપિત્થ દોષ. ૧પ. જા, ડાંસ વિગેરે કરડવાના ભયથી મસ્તકને હુલાવે તે શીર્ષકપ દોષ. ૧૬. કોઈ માણસના શરીરમાં જેમ ભૂત પ્રેતાદિકે પ્રવેશ કરેલા હોય તેની જેમ ફુંફાડા મારે. અથવા મૂંગાની જેમ હું હું શબ્દ કરે તે મૂક દેષ. ૧૭. મિરાના પાત્રની જેમ ખુડ ટ્યુડ શબ્દ કરે તે વારૂણી દેષ. ૧૮. તથા વાનરની જેમ એષ્ટપુટને હલાવે તે વાનર દ્વેષ. ૧૯. આ એગણીશ દાષા પડિતાને વજ્ર વા યાગ્ય છે.
૪ કાયાત્સર્ગનું ફળ,
જનાએ કાયાત્સગર્હંમેશાં કરવા ચેાગ્ય છે. તેને સેવવાથી તે સ્વગ અને મેાક્ષના સુખને વિષે કહ્યું છે કે જેમ કરવત જતાં અને
ઉપાસક કેમકે સારી રીતે માટે થાય છે. તે આવતાં લાકડાને કાપે છે, તે જ પ્રમાણે વિદ્વાના કાયાત્સગે કરીને કર્મોને કાપી નાંખે છે. જેમ કાયાત્સર્ગને વિષે સમ્યક્ પ્રકારે રહેનારના અ ગોપાંગ ભાંગે છે, તેમ મુનિએ તે વખતે આઠ પ્રકારના કસમૂહને ભેદી નાંખે છે. આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ તેનાથી ભિન્ન છે. એ પ્રમાણે બુદ્ધિ રાખીને હું જીવ ! તુ દુઃખના કલેશને કરનારી શરીર ઉપરની મમતાને છેઢી નાંખ. મે મનુષ્યના ભવમાં જેટલાં ક્રૂર દુ:ખા અનુભવ્યાં છે, તેનાથી પણ અત્યંત દુ:સહ દુઃખા નરકમાં છે, કે જેની ઉપમાજ નથી, તેથી સૂત્રના સારને જાણનારા મુનિઓએ મમતા રહિતપણે દુ:ખદાયી કમના ક્ષયને માટે અવશ્ય કાયાત્સર્ગ કરવા. ૫ કાયાત્સર્ગ પર દૃષ્ટાંત.
જેણે કાયાત્સગમાં એક વર્ષ સુધી રહી તીવ્ર તપવડે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી,તે બાહુબળી જય પામે છે. દમદત રાષિની દઢતા ઉત્તમ કાયાત્સર્ગની વાનકી છે,કે જેને દુર્ગંધને બીજોરાવા
Page #100
--------------------------------------------------------------------------
________________
(૮)
જાણ છે.
પ્રહાર કર્યો અને ત્યાર પછી પાછળ આવતા તેના સૈનિકે એક એક પથ્થર મારી મેટ ઢગલે કર્યો, અને ત્યારપછી પાંડ નીકન્યા, તેઓએ તેમને વંદના કરીને ખમાવ્યા, તે પણ તે રાજષિ પ્રહારવડે ક્ષેભ પામ્યા નહીં, અને વંદનાવડે આનંદ પામ્યા નહીં. માટે હે ભો! તેવા ઉત્તમ કાર્યોત્સર્ગમાં તમે અત્યંત ઉદ્યમી થાઓ. કેમકે તે કાર્યોત્સર્ગરૂપી તાંડવ (નાટક) થી પાંચ પાંડવ અપાર વિપત્તિરૂપી સમુદ્રને તરી ગયા છે. તે પાંડવેની સંક્ષિપ્ત કથા આ પ્રમાણે છે.
પાંડની કથા. શ્રી આદિનાથ જિનેશ્વરે કુરૂ નામના પુત્રને આપેલે દેશ કરક્ષેત્ર નામે પ્રસિદ્ધ છે. તે કુરૂને શત્રુ રૂપી વૃક્ષોને ભાંગી નાંખવામાં હસ્તી સમાન હસ્તીનામે પુત્ર હતું, તેના નામથી હસ્તીનાપુરી નામની નગરી હજુ સુધી જગતમાં વિખ્યાત છે. તે નગરીને દુનતિને નાશ કરનાર અને અતુલ ભુજા બળવાળે શાંતનુ રાજાને પુત્ર વિચિત્રવીય નામને રાજા પાલન કરતે હતે. તે અવસરે કાશી દેશના રાજાને અંબા, અંબાલિકા અને અંબિકા નામની ત્રણ પુત્રીઓ થઈ હતી. તે કમળની જેવા મુખવાળી અને રૂપવડે દેવાંગનાઓને પણ જીતનારી હતી. તે પુત્રીઓ યુવાવસ્થાને પામી, તેથી તેમના પિતાએ
ગ્ય વર મેળવવાની ઈચ્છાથી મોટા ઉત્સવપૂર્વક સ્વયંવર આરંજો. તે વખતે તેના આમંત્રણથી ઘણા રાજાઓ અને રાજપુત્રે તે સ્વયંવરમાં આવ્યા. પરંતુ કાશપતિએ વિચિત્રવીર્ય રાજને આમંત્રણ કર્યું નહીં. તેનું કારણ એ હતું જે વિચિત્રવીર્યની માતા સત્યવતીને કોઈ નાવિકે પિતાને ઘેર રાખીને તેનું પાલન પિષણ કરી તેને વૃદ્ધિ પમાડી હતી, તેને શાંતનુ રાજા પરણ્યા હતા, તેને આ વિચિત્રવીર્ય પુત્ર હોવાથી તેની જાતિ સામાન્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
(૮૯ )
ગણાતી હતી. આ કારણને લીધે તેને નહીં બોલાવવાથી ગંગાના પુત્ર કે જે માલ્યપણાથી જ બ્રહ્મચારી હાવાથી સર્વને ભયંકર હાવાને લીધે ભીષ્મ નામે પ્રસિદ્ધ હતા, તે કાશીના રાજા ઉપર અત્યંત કાપ પામ્યા. તેથી તે મહાબળવાને ત્યાં આવી ત્રણે કન્યાઓનુ હરણ કર્યું. તે વખતે તેની સાથે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાએ યુદ્ધ કરવા લાગ્યા, પર ંતુ તે સર્વેને પથ્થર ફેંકીને જેમ કાગડાઆને ત્રાસ પમાડે તેમ તેણે અમેઘ શસ્રાના સમહુવડે રાસ પમાડચા.
પછી તે ત્રણે કન્યાઓને હસ્તીનાપુર લાવીને પેાતાના ભાઇ વિચિત્રવીર્ય સાથે તેણે પરણાવી. ‘ દુષ્કર કાર્ય પણ વીશને કેમ સુકર ન થાય ? ' અનુક્રમે તે ત્રણ સ્ત્રીઓને ત્રણ પુત્રા થયા. અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયા, અબાલિકાને પાંડુ નામે પુત્ર થયા અને અખાને વિદુર નામના પુત્ર થયા. તેમાં ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા, પાંડુ મળવાન હતા અને વિદુર યુદ્ધમાં નિપુણ હતા. તે ત્રણે રાજપુત્રા વૃદ્ધિ પામી યુવાન થયા. તેટલામાં વિચિત્રવીર્ય રાજા દેવના અતિથિ થયા–મરણ પામ્યા, ત્યારે મંત્રીઓએ પાંડુને સારાં લક્ષણવાળા જોઇને રાજ્ય ઉપર સ્થાપન કર્યેા. પાંડુરૂપી સૂર્ય સંગ્રામ ( યુદ્ધ ) રૂપી ઉયાચળ પર્વતની પૃથ્વીપર ઉદય પામવાથી અંધકાર રૂપી શત્રુએ ચેતરફ નાશી જવા લાગ્યા.
એકદા શ્રીમાન અંધકવૃષ્ણીની પુત્રી અને દશાની વ્હેન કુંતીને ચિત્રપટમાં આળેખેલી જોઈ પાંડુ રાજા તેના રૂપમાં તલ્લીન—માહિત થયા. તે કન્યાએ પણ પાંડુના ગુણા, સાંભળવાથી અભિગ્રહ કર્યો કે—“ હું પાંડુ રાજા વિના બીજા કાઇને નહીં વ.” પરંતુ પાંડુ રાજાના પતિ તરીકે લાભ નહીં ૧ નિષ્ફળ ન જાય તેવા.
Page #102
--------------------------------------------------------------------------
________________
થવાથી દુખાર્ત થયેલી કન્યાએ શહેરની બહાર વનમાં જઈ ગળામાં ફસો નાખે. તે જ વખતે પ્રભાવિક મુદ્રિકાના પ્રભાવથી પાંડુ રાજા ત્યાં (વનમાં આવ્યું હતું. એટલે તેણે તેને કંઠપાશ છેદી નાંખે અને ગાંધર્વવિધિથી તેની સાથે તે પર તે દિવસે કુતિ અનુસ્નાતા થયેલી હોવાથી તેણીએ ગર્ભ ધારણ કર્યો. પાંડુ રાજા તે વીંટીના પ્રભાવથી પાછા હસ્તિનાપુર આવ્યા. અહીં સમય પૂર્ણ થયે કુંતીએ ગુપ્તપણે પુત્ર પ્રસ. તેનું નામ કર્ણ પાડ્યું. અંધકવૃષ્ણિએ પોતાની પુત્રીની બધી હકીક્ત તથા તેના મનને અભિપ્રાય જાણ તીક્ષણ (ઉગ્ર) રણસંગ્રામરૂપી સમુદ્રના સેતુ (પાળ) રૂપ પાંડુ રાજાને તે પુત્રી પરણાવી.
ત્યારપછી સૂર્યની જેમ ઉગ્ર તેજવાળા પાંડુરાજા મદ્રક નામના રાજાની પુત્રી માટીને પરણ્યા. તે પણ સર્વ કળાઓમાં નિપુણ હતી. તે બન્ને પ્રિયાએ કરીને પતિ અને પ્રીતિએ કરીને કામદેવની જેમ પાંડુરાજા શોભતા હતા. એકદા કુંતીએ સ્વમમાં મેરૂ, ક્ષીરસમુદ્ર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોઈ ગર્ભ ધારણ કર્યો. ગર્ભ વૃદ્ધિ પામતાં તેને ધર્મ સંબંધી દેહદ થયા, તે પાંડુરાજાએ પૂર્ણ કર્યા. પછી સમય પૂર્ણ થયે શુભ દિવસે શુભ મુહૂર્તતેણે પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, તથા આકાશવાણ થઈ કે “ આ ધર્મપુત્ર થયે છે.” તેનું નામ તેના પિતાએ યુધિષ્ઠિર પાડ્યું. ફરીથી કુંતીએ સ્વપ્નમાં પવને આરેપણ કરેલો ફળેલે કલ્પવૃક્ષ જોઈ ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થયે પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવ તેમ તેણે પુત્ર પ્રસ.તે વખતે પણ આકાશવાણ થઈ કે “આ વા જેવી કાયાવાળો અને પવિત્ર બુદ્ધિવાળો વાયુપુત્ર થયું છે.” પાંડુરાજાએ તેનું નામ ભીમસેન પાડ્યું. પછી ત્રીજી વાર રવપ્નમાં હસ્તીપર ચડેલા ઇંદ્રને જોઈ કુંતીએ ગર્ભ ધારણ કર્યો. સમયે પુત્ર પ્રસ.
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૧ )
તે વખતે પણ આકાશવાણી થઈ કે આ ઇંદ્રપુત્ર થયા છે. પાંડુરાજાએ તેનુ નામ અર્જુન પાડયું.માદ્રીને પશુ નકુળ અને સહદેવ નામના બે પુત્રા થયા. તે પાંચે પુત્રા પાંડુને ઘેર કલ્પવૃક્ષ જેવા અવતયા. અને પાંચ પાંડવ કહેવાયા.
ત્યારપછી દ્રુપદ રાજાએ પેાતાની પુત્રી દ્રોપદી સ્વયંવર કયા . તેમાં ઘણા રાજાઓ અને રાજપુત્રા આવ્યા હતા. તે વખતે પાંડુરાજાના પાંચે પુત્રા પણ ત્યાં ગયા હતા. સ્વયંવર મંડપમાં ટ્રીપદીએ આવી સર્વ રાજાઓને જોઇ પાંડુરાજાના મુખ્ય પુત્રના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે આશ્ચર્ય એ થયું કે પાંચે પાંડ વાના કઠમાં તે વરમાળા પડી. તેટલામાં ત્યાં એક ચારણ સુનિ આવ્યા. તેમને શ્રીકૃષ્ણ વિગેરે રાજાઓએ પૂછ્યું કે-‘આ પટ્ટીને પાંચ પતિ કેમ થયા? ત્યારે મુનિ ખલ્યા દ્રોપદીના પૂર્વ ભવ સાંભળે..-~
.
"
-
ચપા નામની માટી નગરીમાં સાગરદત્ત નામે શ્રેષિ રહેતા હતા. તેને સુભદ્રા નામની પત્નિના ઉદરથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામની પુત્રી હતી. સાગરદત્તે તે પુત્રી જિનદત્તના પુત્ર સાગરને પરણાવી હતી.પરંતુ સાગર શય્યામાં સુતા, ત્યારે સુકુમારિકાના અંગના સ્પર્શ તેને અગારા જેવે લાગ્યા. તેથી તેનેા ત્યાગ કરી તે પરદેશમાં ચાલ્યા ગયા. ત્યારપછી પતિએ ત્યાગ કરેલી પુત્રીને સાગરદત્તે પાતાને ઘેર સખી. કેટલેાક કાળ તેણીએ દીનજનેાને દાન આપ્યું. પછી અભ’ગવૈરાગ્ય પામવાથી તેણે સાધ્વી પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે મિષ્ટાન્નાથી પાષણ કરેલા શરીરને ‘અહા! આ શરીર અસાદ છે’ એમ વિચારી દુષ્કર તપ વડે સૂકવી નાંખ્યુ. એકદા પાંચ પુરૂષની સાથે ક્રીડા કરતી કાઇ વેશ્યાને જોઇ તેણે નિયાણું કર્યું કે નો મારા તપનું નિયા ડાઘ તે મને પરભવમાં પાંચ પતિ પ્રાપ્તવ્યને ” આ શ
Page #104
--------------------------------------------------------------------------
________________
{' 4 )
ણાની ખાલાચના કર્યાં વિના સલેખનાવડે મરણ પામી તે સાધર્મ દેવલેાકમાં શચી ( ઈંદ્રાણી ) થઇ. ત્યાં અત્યંત સુખ સેગવી - યુષ્યને ક્ષયે ચવીને અહીં દ્રુપદ રાજાની દ્રોપદી નામે પુત્રી થઇ છે પૂર્વ ભવના નિયાણાને લીધે તે પાંચ પુરૂષની સ્ત્રી થઈ છે. તેથી તેમાં કાંઇ આશ્ચર્ય નથી. ” ઉદયમાં આવેલા કર્મ પ્રાણીને ભાગવાંજ પડે છે.
આ પ્રમાણે મુનિએ તેના પૂર્વ ભવ કહ્યા કે તરત જ આકાશમાં પશુ ‘ સાધુ સાધુ ’ એવી વાણી થઈ. તે સાંભળી શ્રીકૃષ્ણ વિગેરે માલ્યા કે — “ અહા ! આ ઢાપદીનું પૂર્વ જન્મનુ પુણ્ય વિશ્વને આશ્ચર્યકારક છે. ” ત્યારપછી દ્રુપદ રાજાએ દ્રોપદીને પાંચે પાંડવાની સાથે પ્રીતિના કારણરૂપ પાણિગ્રહણ મહાત્સવ કર્યો. એક સ્ત્રીને પાંચ પતિ છતાં તેનું સતીપણું કાઈ વખત જોયુ કે સાલન્યું નથી, તાપણુ દ્રોપદીનુ અપૂર્વ સતીત્વ પુણ્યના પ્રભાવથી થયું. યુધિષ્ઠિરને રાજ્યપર સ્થાપન કરી પાંડુરાજા અને માદ્રીએ ચાર્જિંગ ગ્રહણ કર્યું. એકદા દુર્યોધનની સાથે ઘત રમતાં પાંડુરાજાના પુત્રા પિતાનું રાજ્ય હારી ગયા. ઘૂતની ક્રીડાને ધિક્કાર છે. વેર, વિશ્વાનર ( અગ્નિ ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચ વકાર વૃધ્ધિ પામવાથી મહા અનર્થ થાય છે. રાજ્ય હારી જવાથી પાંડવા પેાતાની માતા કુંતી અને સ્રી ઢોપદીને સાથે લઈ વનમાં ગયા. ચંદ્રની જેમ મેાટા પુરૂષાને સોંપત્તિ અને વિપત્તિ અને
t
?
પ્રાપ્ત થાય છે.
એકદા સુખ સાગરમાં મગ્ન થયેલા પાંચે પાંડવા વનમાં એકસ્થાને બેઠા હતા, તે વખતે આકાશમાંથી એક સુવર્ણકમળ નીચે પડયું. તે લઇને પાંચાલી ( દ્રોપદી ) એ પોતાના સુખના શ્વાસની સુગંધ જેવું જ છે કે નહીં તે જાણવાને ઈચ્છતી હાય તેમ તેને આદરપૂર્વક લઇને સુ. ત્યારપછી હર્ષથી પૂર્ણ થયેલી તે દ્રોપદી રાણીએ વાયુપુત્ર ભીમને કહ્યું કે “હું સ્વામી ! આવાં મળે
*.
Page #105
--------------------------------------------------------------------------
________________
મને જ્યાં હોય ત્યાંથી લાવી આપે. ” તે સાંભળી મેહથી પ્રેરાયેલે જીવ જેમ એક ભવથી બીજા ભવમાં ભમે તેમ ભીમ તેવાં કમળે મેળવવા માટે એક વનથી બીજા વનમાં ભમજ લાગ્યું. તેને પાછા આવતાં વિલંબ થયે, ત્યારે ધમપુત્રની ડાબી આંખ અને કુંતીની જમણી આંખ ફરકવા લાગી. તેથી અનિછની શંકા કરી યુધિષ્ઠિર બોલ્યા કે –“મારા બળવાન ભીમ બંધુને કેાઈ પણ પરાભવ કરી શકે તેમ નથી, તે પણ તેનું અશુભ સૂચવનારી મારી દ્રષ્ટિ ફરકે છે, માટે હે બલિષ્ટ બંધુઓ! તમે જલદી દેડ, દોડે. આપણે ભીમની પાછળ તેની શોધ કરવા જઈએ.” એમ કહી દુષ્ટ કષ્ટની શંકા કરતા તે ચારે ભાઈએ ભીમની શોધને માટે વનભૂમિમાં ગયા. પરંતુ અધમ પ્રાણીઓ જેમ કલ્પવૃક્ષને ન પામે તેમ તેઓ ભીમને પામી શકયા નહીં. માગમાં ચાલતા ચાલતા તેઓ થાકી ગયા અને પડી ગયા. ત્યાર તેમણે હેડંબા નામની દેવીનું સ્મરણ કર્યું. એટલે તરત જ હેડબાએ આવી તેમને મસ્તકપર ઉપાડી ભીમની પાસે મૂક્યા. પછી, તે હેડંબા પિતાને સ્થાનકે ગઈ. અહીં કમળના સરેવરના કાંઠા સુધી આવેલા પિતાના ભાઈઓને જોઈને સેતુ ઉપર રહેલ ભીમ બે કે –“આ સરોવર અતિ રમણીય છે, તેમાં પડીને હું કમળ લાવું છું, આપ બેસે.” આમ કહીને ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો પરંતુ તેની અંદર રહેલા પાતાળના દુર્ગમ માર્ગ પાસે આવતાં ભીમ અદશ્ય થયે. એટલે તેને શોધવા તેની પા. છળ અજુન સરોવરમાં પડે, તે પણ અદશ્ય થયું. તેની પા- . છળ યુધિષ્ઠિર ગયા, તે પણ અદશ્ય થયા. તેજ રીતે સહદેવ અને નકુળ પણ અદશ્ય થયા. તે વખતે પાંડના વિયેાગે કરીને કુંતી અને દ્રપદી અત્યંત ખેદ પામવા લાગ્યા. કુંતીએ દ્રોપદીને. કહ્યું કે – “હે પુત્રી ! સિંહ સમાન પરામના નિધિ તારા પતિએ કયાં ગયા? તેમના વિના આપણા દુઃખમથા દિવસે શી
Page #106
--------------------------------------------------------------------------
________________
(૯)
રીતે જશે?” તે સાંભળી પદી રૂદન કરવા લાગી. તેને કુંતીએ ધીરજ આપી કહ્યું કે આ અરમાં રૂદન કરવાથી શું ફળ છે? માટે આપણે સર્વ વિપત્તિને નાશ કરનાર કાર્યોત્સર્ગ કરીએ.” એમ કહી કુંતીએ અને દ્રપદીએ કાયેત્સ ગ્રહણ કરી નવકાર મંત્રનું સ્થાન પ્રારંવ્યું. તે વખતે જિનેશ્વરના મતરૂપી આકાશમાં ઉદય પામેલે કાત્સર્ગરૂપી અગત્સ્ય તેમની વિપત્તિ રૂપી સમુદ્રનું પાન કરી ગયે. જાણે ચિત્રમાં આખેલી હોય તેમાયેત્સર્ગમાં સ્થિર રહેલી તે બન્નેએ મહા કષ્ટથી આઠ પહેર નિગમન કર્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં પાંચ પાંડ એકદમ આકાશમાંથી ઉતરી માતાના ચરણ્યકમળમાં પડયા. તે વખતે કુંતીએ કાર્યોત્સર્ગ પારી તેમને આશીર્વાદના વચનવડે હર્ષ પમાન ડજે, અને હર્ષના અશુપૂરવડે દ્રૌપદીરૂપી નદી ભરાઈ ગઈ. તેવામાં સુવર્ણની છડીને ધારણ કરનાર કે પુરૂષ આવી પાંડવોની માતાને નમીને બે કે–“હે માતા ! નાગકુમારના ઇંદ્ર કોઈ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કરવા જતા હતા, તેવામાં માર્ગે જતાં એકાગ્ર ધ્યાનમાં લીન થયેલા તમારા બન્નેના ઉપર આવેલું તેનું વિમાન ખલના પામ્યું. “મારા વિમાનની ખલન થવાનું શું કારણ છે? તે જોવા માટે ઈ મને મોકલ્યા. ત્યારે મેં તમને બન્નેને કાત્સર્ગે રહેલી જોઈ. પછી મેં જઈને ઇદ્રને તમારૂં સતીવ્રત નિવેદન કર્યું. તે જાણી ઇદ્ર પણ કાંઈક સ્મરણ કરી તરતજ મને આજ્ઞા
કરી કે –“ દ્રોપદીના કહેવાથી સુવર્ણકમળ લેવા માટે પાંચે - પાંડવો આ સરોવરમાં પેઠા છે. તે સરોવરને સ્વામી ખિચૂડ નામને દેવ છે. અતુલ પરાક્રમવાળા તેણે દેહથી રક્ત નેત્ર કરી તેમને નાગપાશવડે દ્રઢ રીતે બાંધી લીધા છે અને એક ખાડામાં તેમને નાખ્યા છે. તેમની આપત્તિ દૂર કરવા માટે આ સતીઓએ કાર્યોત્સર્ગ કર્યો છે. અને તે કારણને લીધે જ મારા વિમાનની
Page #107
--------------------------------------------------------------------------
________________
(૯૫)
પણ ખલના થઈ છે, આ કાર્યોત્સર્ગને જ પ્રભાવ છે. અહો ! ધર્મને પ્રભાવ કે અદ્ભુત છે? તે હવે તું ત્યાં જઈને ચેન પક્ષી પાસેથી ચકલાને છેડાવે તેમ તે શંખચૂડ પાસેથી તે પાંચે પાંડવોને મારી આજ્ઞાથી છોડાવ, કે જેથી મારું વિમાન ચાલી શકે.” આવી ઇંદ્રની આજ્ઞા થવાથી હું તરતજ પાતાલમાં ગયે, અને મેં તે શંખચૂડ દેવને વાણરૂપી કેરડાને અત્યંત પ્રહાર કર્યો. ત્યારે તેણે મને કહ્યું કે –“મારું વચન સાંભળ. આ પાંચે બળવાન બંધુઓ મારા સરેવરમાં પો લેવા માટે પેઠા હતા.. તેથી મેં તેમને બાંધ્યા છે.” મેં તેને ઇંદ્રને હુકમ જણાવ્યું. ત્યારે તે દેવે તેમને બંધનથી મુક્ત કર્યા. સિંહ સરખા પરાક્રમવાળા દે પણ પોતાના રાજા (ઈ) ની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નથી. પછી તે નાગકુમારે પાંડને પિતાનું રાજ્ય ગ્રહણ કરવા કહ્યું, પરંતુ પૃહા રહિત તેઓએ તેનું રાજ્ય અંગીકાર કયું નહીં. પરંતુ તેઓએ કહ્યું કે –“અમારે જ્યારે દુર્યોધનની સાથે યુદ્ધ થાય ત્યારે તમારે અમને સહાય કરવી.” શંખચૂડે તે વાત અંગીકાર કરીને તેમને એક દિવ્ય હાર, અંગદ (બાજુબંધ) અને મુગટ એ ત્રણ વસ્તુ આપી, તથા વિસ્વર અને સુગધી ઘણાં સુવર્ણકમળો આપ્યાં. હે વિચક્ષણ માતા ! આ પ્રમાણે સર્વ હકીકત મેં આપની પાસે નિવેદન કરી છે હવે ધરણેકનું વિમાન ચલાવવા માટે મને રજા આપે.” તે સાંભળી પાંચે પુત્રના આવવાથી હર્ષ પામીને કુંતીએ તે દેવને રજા આપી અને પુત્રને હસ્તવડે સ્પર્શ કર્યો. પછી પાંડવોએ નાગદેવે આપેલાં અને સર્વ દિશાઓને સુગંધમય કરનારા સુવર્ણકમળ પ્રિયાને ભેટ કર્યા. માતા, પાંડ અને પ્રિયાની હર્ષરૂપી ઉમિઓ (કલેલો)આપત્તિ દૂર થવાથી પરસ્પરના સમાગમરૂપી વાયુવડે ઉછળવા લાગી. જેમ પાંડેને આ ભવમાં પણ કાર્યોત્સર્ગ આપત્તિને છેદનાર, તેમ તેઓને પરલકની સંપદાને માટે પણ તે કાર્યોત્સર્ગ થયે.
Page #108
--------------------------------------------------------------------------
________________
જન્મ આપનારી માતાને દરરોજ પ્રણામ કરનારા પાંડવોએ દુર્જય દુર્યોધનને જતી રાજ્ય મેળવ્યું. પછી મહા આરંભમાં આસક્ત હતા છતાં તે સર્વને તજી દઈને દીક્ષા ગ્રહણ કરી તેઓ શ્રી શત્રુંજય પર્વત ઉપર આવ્યા અને કાર્યોત્સર્ગે રહ્યા. પ્રાંતે કેવળ જ્ઞાનરૂ૫ નિર્મળ સંપત્તિને મેળવીને સિદ્ધિ પદને પામ્યા. કાત્સર્ગના મહિમાનું પૂર્ણ વર્ણન કરવાને કેણુ સમર્થ છે ? કહ્યું છે કે-“જિનપ્રતિમાઓને ઉદ્ધાર કરી વિશ કરોડ મુનિઓ સહિત પાંચે પાંડવો જ્યાં મુક્તિને પામ્યા, તે શ્રી શત્રુંજય મહાતીર્થ છે. અંત સમયે કાર્યોત્સર્ગ કરવાવડે તેઓનાં શરીર ઉભા રહેલાં હતાં, તેથી હજુ સુધી પણ તેઓની ઉભી તિઓ પટમાં આળેખાય છે, તથા પાષાણની પ્રતિમાઓ પણ તેમની ઉભી રહેલીજ કરવામાં આવે છે. જેઓ કર્મના ક્ષયને માટે શુભ ધ્યાનરૂપી જળથી સ્નાન કરી કાર્યોત્સર્ગ કરે છે, તેઓ આ જગતમાં ધન્ય છે.
આ પ્રમાણે આપત્તિરૂપી લતાઓના સમૂહને કાપવામાં દાતરડા સમાન અને સંપત્તિરૂપી વૃક્ષને નવપલ્લવ કરવામાં મેઘ સમાન કાયોત્સર્ગના પ્રભાવથી પાંચે પાંડુપુત્ર દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના બંધનથી રહિત થઈ મુક્તિસુખને પામ્યા, તે કોત્સર્ગને હે ભવ્ય ! તમે કદાપિ છેડશો નહીં.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે પહેલી શાખામાં કાર્યોત્સર્ગના વિષય ઉપર પાંચ પાંડની કથાના વર્ણન રૂપ આઠમો પલ્લવ સમાપ્ત થયે.
Page #109
--------------------------------------------------------------------------
________________
(૭)
લવ, ૯. હે અનંત જ્ઞાનવાળા સુવિધિ સ્વામી! સુવર્ણના નવ કમળો ઉપર બે ચરણને સ્થાપન કરનાર અને અદ્વિતીય સુખને આપનાર આપને જે ભવ્ય પ્રાણી પોતાના હૃદયમાં વહન કરે છે, તેને નવ નિધાન પ્રાપ્ત થાય છે. - હવે કાર્યોત્સર્ગનું વ્યાખ્યાન કર્યા પછી પ્રત્યાખ્યાન નામનું નવમું દ્વાર કહે છે. –મેટા ધનુષની જેવા અનુપમ તે તે (પ્રત્યા
ખ્યાનના ) ' ગુણોના આરેપણ કરવાથી પ્રગટ કરેલા અનેક ૨ પ્રકાર રૂપી માણે (બ)ના સમૂહથી ભેદાતા મસ્તકના ધુજાવવા પૂર્વક જેઓનાં મુખકમળ પૂર્ણ થયાં છે એવા હે ધર્મના અભિલાષીઓ! તમે હંમેશાં પ્રત્યાખ્યાન કરવામાં સાવધાન થાઓતત્પર થાઓ. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ૧, તેના દશ ભેદે ર, તેના આગારે ૩, તેની છ પ્રકારની શુદ્ધિ ૪, તેનું ફળ ૫ અને તેનું ઉદાહરણ ૬ એ છે દ્વારેને હું કહું છું.
* ૧ પ્રત્યાખ્યાન શબ્દને અર્થ, પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ શું છે? તે કહે છે-જે પ્રત્યાખ્યાન એટલે નિષેધ કરે તે પ્રત્યાખ્યાન એટલે વિરતિ કહેવાય છે. અહીં અાદિકના આહારથી અથવા અજ્ઞાનાદિકથી નિવૃત્તિ કરવાની છે. પંડિતાએ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે પ્રત્યા
ખ્યાન કરવું જોઈએ. તેમાં દ્રવ્યથી અશન, પાન વિગેરેને અને ભાવથી અજ્ઞાનાદિકને ત્યાગ કરવાનું છે. કહ્યું છે કે “પ્રત્યાખ્યાન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે, તેમાં દ્રવ્યથી અશનાદિકને અને ભાવથી અજ્ઞાનાદિકને ત્યાગ કરાય છે.”
૨ પ્રત્યાખ્યાનના ૧૦ ભેદ. * પ્રત્યાખ્યાનના દશ ભેદે છે- અનાગત ૧, અતિક્રાંત ૨, સકેટિક ૩, નિયંત્રિત ૪, અનાકાર ૫, સાકાર ૬, નિ:શેષ ૭,
૧ ધનુષ પક્ષે પત્ય ચા ૨ પ્રત્યાખ્યાનના ભેદો.
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૮ )
પરિમાણુ ૮, સંસ્કૃત ૯ અને કાળ ૧૦. તેમાં તપ કરવાના દ્વિવસ પ્રાપ્ત થયાં પહેલાં જે તપ કરી લેવા તે અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૧. સૂરિ વિગેરેના વૈયાવચના કારણથી પર્વાદિક તિથિમાં જે તપ કરી શકાયા ન હાય, તે તપ પર્વાદિ વીત્યા પછી કરવા તે અતિક્રાંત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૨. એક પ્રત્યાખ્યાનના અંત અને બીજાના આરંભ એ એ કાટિના જે મેળાપ કરવા એટલે કે આજે ઉપવાસ વિગેરે કરી કાલે પણ ઉપવાસ વિગેરે કરવા તે ત્રીજી સકેાટિક પ્રત્યાખ્યાન કહેવાય છે. ૩. પ્રથમથી ધાર્યુ હોય કે અમુક પર્વની તિથિએ મારે અમુક તપ કરવા છે, તે તિથિએ ગ્લાનાદિકની વૈયાવચ્ચનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ જે તપ નિશ્ચયથી કરવા તે નિયંત્રિત પ્રત્યાખ્યાન કહેવાય છે. આ પ્રત્યાખ્યાન ચૈા પૂર્વ ધરને સમયે સ્થવિકલ્પી કરતાં હતા. વર્તમાન કાળમાં તેના વિચ્છેદ છે. ૪. આગાર રહિત જે પ્રત્યાખ્યાન કરવુ તે અનાકાર પ્રત્યાખ્યાન કહેવાય છે. ( આ પ્રત્યાખ્યાન પણ આ કાળે નથી ) ૫. આગાર સહિત જે કરવું તે સાકાર પ્રત્યાખ્યાન કહેવાય છે. ૬. ( અંતસમયે ) સર્વ આહારના ત્યાગ કરવા તે નિ:શેષ પ્રત્યાખ્યાન · કહેવાય છે. ૭. એક, એ વિગેરે દત્તિનુ જે પ્રમાણ કરવું તે પરિમાણું પ્રત્યાખ્યાન કહેવાય છે. ૮. કેત એટલે અંગુઠા, મુડી વિગેરે નિશાની, તે સહિત જે પ્રત્યાખ્યાન તે સકેત અથવા સંકેત પ્રત્યાખ્યાન કહેવાય છે. ૯. તથા પારસી વિગેરે કાળને ઉદ્દેશીને જે પ્રત્યાખ્યાન કરવું' તે કાળ ( અઢા) પ્રત્યાખ્યાન કહેવાય છે. ૧૦. તે અટ્ઠા પ્રત્યાખ્યાનના દશ ભેદ છે. તે કહે છે. નમસ્કાર સહિત તે નાકારસી ૧, એક પ્રહર પ્રમાણ તે પેારસી ૨, પુરિમટ્ટુ ( એ પ્રડર પ્રમિત પુરીમાદ્ધ ) ૩, એકાસણુ ૪, એકલઠાણું પ,આચામ્સ ( આંબીલ ) ૬, ઉપવાસ ૭, દિવસ ચરિમ ૮, ૧ સાઢ પોરસી જે દોઢ પ્રહરે કરવામાં આવેછે, તેના આમાં ભેગા સમાસ કર્યો છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૯ )
આભિગ્રહિક ૯. અને વિકૃતિ ૧૦ ( આ દશ ભેદ ખરાખર
સમજવા યેાગ્ય છે. )
૩ પ્રત્યાખ્યાનના આગાર
નાકારસીમાં
હવે પ્રત્યાખ્યાનના આગારા કહે છે— બે આગાર, પારસીમાં છ, પુરિમટ્ઠમાં સાત, એકાસણામાં આઠ, એકલઠાણામાં સાત, વિકૃતિમાં નવ, આચાસ્વમાં આ, ઉપવાસમાં પાંચ, પાનમાં ( પાણી પીવામાં ) છે, દિવસ ચરિમમાં ચાર અને અભિગ્રહિકમાં ચાર આગાર જાણવા. આ પ્રત્યાખ્યાનના આગારા વિશેષે કરીને પ્રત્યાખ્યાન ભાષ્યાદિકથી સમજી લેવા. ટુકામાં તે આ પ્રમાણે છે.
.
“ નાકારસીને વિષે અન્નત્થણાભાગેણુ અને સહસાગારેણુ એ એ આગાર છે. ( હાલમાં નવકારશી સાથે મુøિસદ્ધિ જોડવામાં આવે છે તેથી ચાર આગાર કહેવાય છે. ) પારસીને વિષે અન્નત્થણામાગેણુ ૧, સહસાગારેણુ ર, પચ્છન્નકાલેણું ૩, દિસામેહેશુ` ૪, સાહુવયણેણું ૫, અને સવ્વસમાહિવત્તિયાગારેણ ૬, એ છે આગાર જાણવા. સાઢ પારસીને વિષે પણ એજ છ આગાર જાણવા, તથા પુરિમલ્ડ્રના પચ્ચખ્ખાણને વિષે ઉપરના છ ભથ
એક મહત્તરાગારેણુ મળી સાત આંગાર જાણવા. એકાસણા તથા બેસણાના પચ્ચક્ખાણુને વિષે અન્નત્થણાભાગે ૧, સહસાગારેણું ૨, સામારિયાગારેણું ૩, આઉંટણપસારેણુ ૪, ગુરૂઆશ્રુઠ્ઠાણેણુ ષ, પાકિટ્ઠાવણિયાગારેણ ૬, મહત્તરાશ્રમારેણુ'છ અ સવ્વસમાહુિવત્તિયાગારેણુ ૮ એ આઠ આગાર જાગુત્રા. એકલ ઠાણાને વિષે ઉપરના આઠમાંથી આઉંટળુ પસારેણુ એ એક સિવાય આકીના સાત આગાર જાળુવા. વિકૃતિ તથા નિવિના પ્રત્યાખ્યાનને વિષે અન્નત્થણાભોગેગુ ૧, સડુસાગારેલુ ૨, લેવાલેવેણ ૩, ગિહત્થસ ંસટ્ટે ૪, ખિત્તવિવેગેણુ ૫, પડુચ્ચમજિખએણુ ૬, પારિડ્રાવણિયાગારેણ ૭, મડુત્તરાગારેણ ૮, અને
Page #112
--------------------------------------------------------------------------
________________
-
(૧૦૦)
સવસમાહિવત્તિયાગારેણં ૯ એ નવ આગાર જાણવા. આંબેલને વિષે ઉપરમાંથી એક પડ્ડમખિએણે આગાર બાદ કરી બાકીના આઠ આગાર જાણવા. ઉપવાસને વિષે અન્નત્થણભેગેણં ૧, સહસાગારેણું ૨, પારિઠ્ઠાવણિયાગારેણું ૩, મહત્તરાગારેણું ૪ અને સવસમાહિત્તિયાગારેણં ૫,એ પાંચ આગાર જાણવા. તથા જે પ્રત્યાખ્યાનમાં અચિત્તા જળ પીવાનું હોય તેમાં પાણસ્સના (પાણી સંબંધી) લેવેણ વા, અલેવેણ વાર અચ્છેણ વા ૩, બહુલેવેણ વા ૪, સસિન્હેણુ વા ૫, અને અસિત્થણ વા ૬ એ છ આગાર જાણવા. દિવસચરિમ તથા અંગુઠ્ઠસહી, મુદ્ધિસહી વિગેરે અભિગ્રહના પચ્ચખાણને વિષે અન્નત્થણાભોગેણં ૧, સહસાગારેણું ૨, મહત્તરાગારેણું ૩. અને સવ્વસમાહિત્તિયાગારેણું ૪ એ ચાર આગાર જાણવા. * ૪ પ્રત્યાખ્યાનની શુદ્ધિ
પ્રત્યાખ્યાનની શુદ્ધિ છ પ્રકારે થાય છે, એમ પંડિતે કહે છે. તે આ પ્રમાણે –જિનેશ્વરે કહેલા પ્રત્યાખ્યાન ઉપર જે દૃઢ શ્રધ્ધા કરવી તે શ્રધ્ધા નામની પહેલી શુદ્ધિ જાણવી. ૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આહારાદિકની શુદ્ધિ અથવા અશુદ્ધિ યથાર્થ રીતે જાણી તેને યોગ્ય ઉપયોગ કરે તે બીજી વિજ્ઞાન શુદ્ધિ જાણવી. ૨. હીનતા અને અધિકતા રહિત, જ્ઞાનાદિક આચાર સહિત, અતિચાર અને અવિધિ રહિત તથા ગુરૂને વાંદણા દેવા પૂર્વક વિનય સાચવીને જે પચ્ચખાણ લેવું તે ત્રીજી વિનય શુદ્ધિ જાણવી. ૩. ગુરૂ પચ્ચખાણને પાઠ બોલતા હોય તે બરાબર સાંભળી તેની પાછળ જે પાઠ પિતાને બોલવાને છે તે પિતાના મનમાં બેલ તે ચેાથી અનુભાષણ શુદ્ધિ જાણવી. ૪ દુષ્કાળ અથવા રેગાદિકના કારણે પણ ' લીધેલું પચ્ચખાણ ભાંગવું નહીં તે પાંચમી અનુપાલના શુદ્ધિ
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
જાણવી. ૫. તથા રાગથી કે દ્વેષથી પચ્ચખ્ખાણને દૂષિત ન કરવુ તે છઠ્ઠી ભાવ શુદ્ધિ જાણવી. ૬. ૫ પ્રત્યાખ્યાનનું ફળ
પ્રત્યાખ્યાનથી આશ્રવાના રાષ થાય છે, આશ્રવના રાયથી તૃષ્ણાના નાશ થાય છે, તૃષ્ણા રહિતપણાથી ઉપશમ થાય છે, ઉપશમથી ક્રમ ના ક્ષય થાય છે, કર્મના ક્ષયથી સર્વ સુખમય મેાક્ષ પ્રાપ્ત થાય છે. તેથી કરીને હું ભવ્ય પ્રાણીઓ ! પ્રત્યાખ્યાન કરવામાં નિરંતર યત્ન કરો. આ પ્રત્યાખ્યાન રૂપી પાટીયુ જેઓએ ગ્રહણ કર્યું હાય, તેઓ સંસાર સાગરમાં ડુખતા નથી અને સ્વર્ગ તથા મેાક્ષમાં જઈ તે ક્રીડા કરે છે. ૬. પ્રત્યાખ્યાન ઉપર દૃષ્ટાંત.
પ્રત્યાખ્યાન રૂપી વૃક્ષ મનુષ્યાને ઉત્તમ ફળ દેનારૂ થાય છે. જેમ પૂર્વે પ્રત્યાખ્યાન કરવાથી સિરીયક મુનિ સ્વની સંપત્તિ પામ્યા હતા. તે દષ્ટાંત આ પ્રમાણે— સિરીયકની કથા.
આ ભરત ક્ષેત્રમાં પાટલીપુર નામે નગર છે. તેમાં ન્યાયના સ્વરૂપના અવતાર થવાથી જાણે કે નય પાતેજ વિશ્વને રજન કરવામાટે નૃત્ય કરતા હેાય તેવું તે નગર શાલે છે. તેમાં નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્ય રૂપી સરોવરમાં ક્રીડા કરનાર હુંસની જેવા અને કળાઓના ભંડાર શકડાલ નામના માંગી સર્વ રાજ્યતંત્ર ચલાવતા હતા. તે મ ંત્રીને યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સેણા, વેણા, અને રેણા એ નામની સાત કન્યાએ હતી. તેમાં પહેલી પુત્રી એક વાર સાંભળેલુ શાસ્ર
૧ ગયાંતરીમાં ફાસિય ૧, પાલિય ૨, સહિય ૩, તીરિય ૪, ક્રિશ્ચિય ૫ અને આરાહિય ૬ એ પ્રમાણે જુદી રીતે પણ` છ પ્રકારની શુદ્ધિ કહેલી છે, તે સમજવા યોગ્ય છે.
点
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૨)
મુખે બોલી જતી હતી. બીજી બે વાર સાંભળેલું બોલી જતી હતી, એ જ અનુક્રમે છેલ્લી સાતમી સાત વાર સાંભળેલું બેલી જતી હતી. એકદી રાજસભામાં કોઈ પંડિત આવ્યું. તેણે એક સે ને આઠ કાવ્ય (સ્લેક) નવા બનાવી રાજાની સ્તુતિ-પ્રશંસા કરી. તે સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેને એકસે ને આઠ સોનામહેરે ઈનામ આપી. “પંડિતોને વૈભવ વિદ્યા જ છે.” તે જ રીતે હંમેશાં તે કવિ નવાં એક સે ને આઠ કાજે કરી તે રાજાની સ્તુતિ કરવા લાગ્યું, અને રાજા પણ હંમેશાં તેની વિદ્યાથી વિસ્મય પામી દ્રવ્ય આપવા લાગ્યા. તેથી ખજાનચીએ એકદા રાજાને કહ્યું–“હે સ્વામી ! હંમેશાં આટલો માટે દ્રવ્યને વ્યય કરો તે ગ્ય નથી.” રાજાએ કહ્યું કે –“તે પંડિતને હવે શી રીતે ના કહેવી?ત્યારે મંત્રીએ કહ્યું કે –“મારી સાત પુત્રીઓ એક વારના અનુક્રમે સાંભળીને તે પિતાના મુખે બોલી શકે છે, તેથી તે ઉપાયે કરીને તે કવિને વારી શકાશે. આ રહસ્ય તેણે રાજાને કહ્યું. પછી એકદા છત્રીસ રાજાઓના કુળવડે વ્યાપ્ત સભામાં રાજા સિંહાસન પર બેઠે હતું. તે વખતે સુખાસન (મીયાના) માં બેસીને મંત્રીની પુત્રીઓ પણ સભામાં આવી. તે સમયે તે શ્રેષ્ઠ કવિ એક સે ને આઠ નવાં કાવ્ય છે. તે સાંભળી મંત્રીએ તેને પૂછયું કે “હે શાસ્ત્રજ્ઞ છે. આ કાએ તમે નવાં કરીને બેલ્યા છે કે કઈ પૂર્વ કવિનાં કરેલાં જુનાં બોલ્યા છે ? ” કવિ બાલ્યા કે– “ એવી બેટી કલ્પના કેમ કરે છે ? આ કાવ્ય નવાં મારા બનાવેલાં જ છે.” ત્યાર પછી મંત્રીના કહેવાથી તેની શઠતા રહિત માટી પુત્રી ચક્ષા તે સર્વ કાળે બોલી ગઈ. ત્યાર પછી બે વાર સાંભળવાથી બીજી પણ બેલી ગઈ. એ રીતે સાતે પુત્રીએ સર્વ કા બેલી ગઈ. તે જોઈ સર્વ સમાજને આશ્ચર્ય પામી બેલ્યા કે “અહો ! આ કવિએ કેવાં નવા
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) કાવ્ય કર્યા ? અને કેવું પિતાનું બેટું નામ ધરાવે છે ? ” એમ કહી પરસ્પર તાળીઓ દઈ હસવા લાગ્યા. તે સાંભળી તે કવિનું મુખ કાંતિ રહિત થયું, અને તે કાગની જેમ ત્યાંથી નાશી ગયે. ત્યાર પછી તે મંત્રીની સાતે પુત્રીઓ સરસ્વતીની જેમ જગતમાં પ્રસિદ્ધ થઈ.
તે મંત્રીને પોતાના વંશના અલંકાર રૂપ અને અનેક - ઉજવળ ગુણેના સ્થાન રૂપ નાને સિફીયક નામને પુત્ર હતું
અને તેને માટે ભાઈ સ્થૂલભદ્ર નામે હતું, પણ તે કેટલાક વર્ષોથી વેશ્યાને ત્યાંજ રહેતો હતો. સિરીયક દેવકુમારની જેમ મંત્રીના ઘરમાં કીડા કરતું હતું, સર્વ શાસ્ત્રોને અભ્યાસી હતા, અને સૌભાગ્યાદિ ગુણોનું સ્થાન હતું. એકદા મંત્રીએ રાજાને પિતાને ઘેર ભેજનને માટે બોલાવવાના હેતુથી પિતાના ઘરમાં છત્ર ચામરાદિ સામગ્રી કરાવવાનો આરંભ કર્યો. તે પ્રસંગને માટે અનેક પ્રકારના પકવાને, દ્રાક્ષા, ખજુર, શૃંગાટક, સુખડી, દાળ, ભાત, ઘી વિગેરેથી બનાવેલી અનેક ખાવાલાયક ચીજોને સમૂહ, સમુદ્રના તરંગ જેવા ઉજવળ ક્ષાદક - સા, વજની જેમ ભેદી ન શકાય તેવા હજારે શિરસ્ત્રાણે, વીરપુર
ને પણ ભયંકર લાગે તેવી તણ ધારવાળી તરવાર, તીવ્ર ધારવાળા ભાલાના સમૂહો, સ્કર જાતિના અનેક દેદિપ્યમાન શાસ્ત્રો, દેવોનાં ધનુષ જેવાં વિવિધ પ્રકારનાં ધનુષ, નદીના તરંગ જેવા મેટા બાણેના સમૂહે અને અતિ સુંદર અશ્વો વગેરે સર્વ સામગ્રી રાજાને પહેરામણીમાં આપવા સારૂ તેણે તૈયાર કરાવી. તે અવસરે કઈ દ્વષી દુષ્ટ મનુષ્ય રાજાને કહ્યું કે –“ આપને મંત્રી આપનું રાજ લેવા ઈચ્છે છે, અને તેથી કરીને તેણે સર્વ સામગ્રીની તૈયારી કરી છે.” તે સાંભળી રાજાએ તેની ખાત્રી કરવા માટે પિતાના એક ચર પુરૂષને હુકમ કર્યો. તેણે પણ મંત્રીને ઘર સર્વે સામગ્રી જોઈ રાજાને સમગ્ર વૃત્તાંત જણાગે. પછી પ્રાત:કાળે ઈંદ્રની જેમ રાજા પિતાની સભાને શોભાવતું હતું, તે વખતે શંકા રહિત મંત્રી રાજને પ્રણામ કરવા આવ્યું. તેને
Page #116
--------------------------------------------------------------------------
________________
C૧૦૪ )
જોઈ શનિ ગ્રહની જેમ રાજા તેનાથી પરાભુખ થયે-અવળું મુખકરી બેઠે. જુઓ ! દુષ્ટ માણસેને વિલાસ ! દુષ્ટ માણસના ભરમાવવાથી મંત્રીની ભક્તિ પણ દ્વેષ રૂપથઈ. અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દેવે અન્યથા પ્રકારે કર્યું. આ બાબતમાં વિધિ જ બળવાન છે. તેમાં બીજું કાંઈ વિચારવા જેવું નથી.” પછી મને ગીએ ઘેર આવી વિચાર કરી નાના પુત્રને કહ્યું કે –“ ક્રોધ પામેલે રાજા આખા કુટુંબને તલની જેમ પીલી નાંખશે. માટે હે વત્સ! જે એકલા મને જ મારી નાખીશ તે આખા કુટુંબની વિટંબણ નહીં થાય, મારા વિના બીજા સર્વ સ્વજને ચિરકાળ સુખી થશે. કહ્યું છે કે– આખા કુટુંબને માટે એકને ત્યાગ કરે, આખા ગામને માટે કુટુંબને ત્યાગ ક
, દેશને માટે ગામને ત્યાગ કરે, અને પોતાને માટે આખી 'પૃથ્વીને ત્યાગ કરે.” તે સાંભળી સિરીયક બે કે–બહે પિતાજી! તમને હણતાં મને પાપ કેમ ન લાગે?” મંત્રીએ કહ્યું કે–“તે વખતે હું મુખમાં વિષ રાખીશ, તેથી મને મરેલાને મારવામાં તને પાપ લાગશે નહીં.” આ પ્રમાણે પિતાએ પુત્રને ઉત્સાહ પમાડ્યો. પછી બીજે દિવસે મંત્રી
જ્યારે રાજાને નમસ્કાર કરવા ગયે, ત્યારે સિરીયકે ખવડે તેનું મસ્તક છેરી નાંખ્યું. અને ખડખડ શબ્દ સાંભળી સન્મુખ થઈ રાજાએ મંત્રીને હણે જોઈ સિરીયકને કહ્યું કે –“અરે! તે આ શું કર્યું ?” સિરીયકે જવાબ આપ્યો કે “આપવાથી જે વિમુખ હોય તે પિતા હોય તે પણ તેનું શું કામ છે ? ” આવો તેને યુક્તિયુક્ત જવાબ સાંભળી રાજાએ ખુશ થઈ તેને પોશાક સાથે મંત્રી સ્થાનની મુદ્રા આપવા માંડી ત્યારે તે બે કે –“મારે મોટે ભાઈ સ્થૂલભદ્ર છે, તેથી તેના છતાં હું મંત્રી પદ નહીં લઉં.” રાજાએ પૂછયું-“તે ક્યાં છે?”તેણે કહ્યું-“ગણિકાને ઘેર છે.” તે સાં
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૦૫) ભળી નંદ રાજાએ પોતાને સેવક મકલી તેને તેડાવીને કહ્યું કે- “હે વિદ્વાન ! આ સજયને કાર્યભાર તું ગ્રહણ કર." તે બોલ્યો કે- “ હે રાજા ! હું વિચાર કરીને ગ્રહણ કરીશ.” રાજાએ “ બહુ સારૂં” એમ કહી તેને વિચાર કરવા રજા આપી. ત્યારે તે વાડીમાં જઈ વિચાર કરવા લાગ્યો કે
આ સંસારને ધિક્કાર છે. જે રાજમુદ્રાથી પિતાનું મરણ થયું, તેવી રાજમુદ્દાની કેણ ઈચ્છા કરે ? ” એમ વિચારી વેરાગ્યના રંગથી તેણે વ્રતને સ્વીકાર કરી રાજા પાસે જઈ તેને ધર્મલાભ આપે. રાજાએ પૂછયું કે “તમે શું આલેખ્યું (વિચા)?” સ્થૂલભદ્રે કહ્યું- “ મારું મસ્તક આલેચું અર્થાત્ કેશને લેચ કર્યો.” એમ કહી તે મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાએ વિચાર્યું કે “ખરેખર સ્થૂલભદ્ર પાછા ગણિકાને ઘેર જશે.” તેટલામાં સર્વ લેકે જુએ તેમ શુદ્ધ મન અને વસ્ત્રને ધારણ કરનારા તે મુનિએ ગુરૂ પાસે જઈ વ્રત અંગીકાર કર્યું.
લાભ આમ કહી તે મુનિ,
બાર વર્ષ સુધી સાડા બાર કોડ સુવર્ણને વ્યય કરી કેશા નામની વેશ્યાની સાથે જેણે દેગુંદક દેવની જેમ કામક્રીડાના સુખ રૂપી જળમાં સ્નાન કર્યું હતું તે મૂળભદ્ર મુનિએ અત્યંત તીવ્ર પણે ચેથા વ્રતનું પ્રતિપાલન કર્યું, અને ચતુમસ કરવા માટે વેશ્યાની ચિત્રશાળામાં રહ્યા છતાં તેણીના વચન રૂપી મેલ વડે લીંપાયા નહીં. તે સંબંધમાં કહ્યું છે કે-“આંબાની લુંબને તેડવી દુક્કર નથી, તેમ જ સરસવના ઢગલા ઉપર નૃત્ય કરવું પણ દુક્કર નથી. પરંતુ શકતાલ મંત્રીના પુત્ર મહાનુભાવ - ભદ્ર જે તપ કર્યું તે દુષ્કર છે. જગતમાં તેનાથી બીજે કે બી અને એગી છે જ નહીં. તે સ્થૂલભદ્ર મુનીશ્વર મનુષ્યના કલ્યા
Page #118
--------------------------------------------------------------------------
________________
- (૧૨) - શ્રીસ્થૂલભદ્રને લઘુબંધુ સિરીયક મંત્રીપદ ભોગવતાં છતાં મહા વૈરાગ્ય રસને સમુદ્ર હતું, તેથી તેણે પણ કેટલેક કાળ ગયા પછી દુશર ચારિત્ર અંગીકાર કર્યું, અને તે સર્વ ક્ષુલ્લક સાધુએમાં માણિક્યરૂપ થશે. એકદા સર્વ પુણ્યને વૃદ્ધિ પમાડનારૂં વાષિક પર્વ (પયુષણ) આવ્યું. તે વખતે લેકે નાની મોટી અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા. તે પર્વમાં જિનેશ્વરની ઉત્સવ પૂર્વક પૂજા કરાય છે, ઉજ્વળ શીળ પળાય છે, અને યથાશક્તિ તપસ્યા કરવામાં આવે છે. કેમકે જગતમાં પર્વને ભેગા દુર્લભ છે. આવા અવસરે તેની બહેન યક્ષા સાધ્વીએ તેને કહ્યું કે–“હે ભાઈ! આ પર્વમાં નાનાં બાળકે પણ તપસ્યા કરે છે, માટે તમે પણ આદરથી આજે નવકારસીનું પ્રત્યાખ્યાન કરા.” તે સાંભળી તેણે તે પ્રમાણે કર્યું. તે પ્રત્યાખ્યાનને સમય પૂર્ણ થયે સાધ્વીએ તેને પિરસનું પ્રત્યાખ્યાન કરાવ્યું, ત્યારપછી સાઢપારસી, પછી પુમિદ્ર, પછી દિવસ ચરિમ અને પછી છેવટ ઉપવાસનું પ્રત્યાખ્યાન કરાવ્યું. તે દરેક પ્રત્યાખ્યાનમાં બહેનના આપેલા ઉત્સાહથી તેના પરિણામ ચડતા જ રહ્યા. પરંતુ તે જ રાત્રિમાં તે ક્ષુલ્લક મુનિ સિરીયકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, અને શુભ અધ્યવસાયને ચગે કાળધર્મ પામી તપના પ્રભાવથી તે સ્વર્ગ ગયા. પ્રાત:કાળે ભાઇનું મરણ સાંભળી યેશા સાધ્વી મનમાં ખેદ પામી કે મને મુનિ હત્યાનું પાપ લાગ્યું. આમ વિચારી સંઘને આગ્રહ થયા છતાં તેણીએ પારણું કર્યું નહીં. ત્યારે સંઘે કાત્સર્ગ કરી શાસનદેવીને બોલાવી કહ્યું કે–“હે દેવી! આ સાધ્વીને પ્રાયશ્ચિત્ત પૂછવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તીર્થકર પાસે લઈ જાઓ.” ત્યારે દેવી બેલી કે “માગેમાં જતાં દુષ્ટ વ્યંતરે મારી ગતિમાં અંતરાય કરશે, તેથી સકળ સંઘ કાર્યોત્સર્ગે રહે, કે જેના બળથી હું સાધ્વીને લઈ જઈ શકું.” સંઘે તે પ્રમાણે કાર્યોત્સર્ગ કયી એટલે દેવી ચક્ષા
Page #119
--------------------------------------------------------------------------
________________
(700)
1
સાધ્વીને મહાવિદેહમાં લઇ ગઇ. ત્યાં પાંચમા ધનુષની કાયાને ધારણ કરતા મનુષ્યની પાસે શૈલી તે સાધ્વી હાથીઆની પાસે રહેલી કીડીની જેવી દેખાતી હતી. તેને જોઇને ત્યાંના સર્વે લેકા આશ્ચર્ય પામ્યા. પછી અગણિત સાધુઓ અને દેવાથી જેના ચરણ કમળ નમાતા હતા એવા શ્રીસોમાર જિનેશ્વરને પ્રણામ કરી તે સાધ્વીએ પ્રાયશ્ચિત્ત પૂછ્યુ કે-“હું સ્વામી ! બંધુના મરણથી ખેત પામતી મને તપરૂપી જળવડે શુદ્ધ કર.” ત્યારે ભગવાને કહ્યું કે“તેમાં તને પાપ લાગ્યું નથી.પરંતુ સંઘનુ વચન તે માન્યું નહીં, તેનુ પ્રાયશ્ચિત તને લાગ્યુ છે, માટે તેને મિચ્છાદુક્કડ દેજે. તારા ભાઈ સિરીયક તા તપના પ્રભાવથી સ્વર્ગે ગયા છે. તુ તે વિષેના એંઢ કરીશ નહીં. થેડી તપસ્યા પણ મોટા ફળવાળી થાય છે. ” પછી તત્કાળ સંઘના વચનનું અપમાન કર્યાં ખબત પ્રાયશ્ચિત્ત અંગીકાર કરી તેણે જિનેશ્વરને કહ્યું કે— “હું અહીં આવી છું તેની ખાત્રીને માટે મને કાંઈક નિશાની આપે. ” ત્યારે સ્વામીએ તેને ચાર નવી ચૂલિકા અને એક અક્ષત તથા અખંડ સુખસ્તિકા આપી. તે તેણે . જિનેશ્વરને વંદનાપૂર્વક ગ્રહણ કરી. ત્યાર પછી દેવીએ તેને ત્યાંથી ઉપાડી સધની પાસે મુકી. સ ંઘે પણ તરતજ કાયાત્સર્ગ પર્યો, સાધ્વીએ જિનેશ્વરના કહેલા પોતાના સમગ્ર વૃત્તાંત સંઘને નિવે દન કરી તે ચાર ચૂલિકા સભળાવી તથા અક્ષત સુખસ્તિકા તેને રૃખાડી. પછી સૂરિ મહારાજાએ તેમાંથી એ ચૂલિકાને દશવૈકાલિક સૂત્રને અંતે સ્થાપન કરી અને . એ ચલિકાને આચારાંગને છેડે સ્થાપન કરી. મૃગની જેવી ઉજ્જળ તે એક મુખવસ્તિકાવડે ભરતના પાંચસે મુનિનાં કપડાં થયાં. આ પ્રમાણે પ્રત્યાખ્યાનનું ફળ સાંભળીને ઘણા લાકા પ્રત્યા
,,
ખ્યાન લેવામાં આસક્ત-તત્પર થયા. ઉત્તમ પુરૂષાના ઉપક્રમ પૃથ્વી પર લાભને માટે કેમ ન થાય ? સિરીયકની
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૮)
વિરતિ રૂપી લતાનુ ફળ જુઓ, કે જેને અલ્પ કાળમાં બેટા સુખ રૂપી અમૃત રસની પ્રાપ્તિ થઇ.
પ્રત્યાખ્યાનના પ્રભાવથી કેટલાક મનુષ્યા મેાક્ષસુખને પામ્યા છે અને કેટલાકએક સ્વર્ગની અનુપમ લક્ષ્મી પામ્યા છે. તેથી હું ભવ્ય જીવા ! પ્રવાહમધ આવતા પાપરૂપી જળને રોકવામાં દ્રઢ સેતુ સમાન તે વિરતિને વિષે અતુલ-અત્યંત ઉઘમ કરો.
આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મઢ સગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્રહંસ ગણિએ રચેલી ઉપદેશ કલ્પવદી નામની ટીકામાં પહેલી શાખાને વિષે પ્રત્યાખ્યાન કરવાના વિષય ઉપર સિરીયકના વર્ણનરૂપ નવમે પાવ સમાપ્ત થયા.
પાવ ૧૦.
દશ દિશામાં રહેલા લેાકેાના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે જેના ચરણુના દશ નખા દીપકની જેવા શાલી રહ્યા છે, તેવા શ્રી દશમા તીર્થંકરને હું વાંદુ છું.
પ્રથમના નય દ્વારાએ કરીને પહેલી શાખા સંપૂર્ણ થઇ છે.હવે બ્લેમ પોસર્ચ ઇત્યાદિક ગાથારૂપ બીજી શાખાનુ પોષધવ્રત નામનું દૃશત્રુ દ્વાર કહે છે.
पव्वेसु पोलहवयं. વ્યાખ્યા.અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમા એ પર્વ તિથિઓને વિષે ચૈાષધ વ્રત ગ્રહણ કરવું.
એક માસમાં છ પર્વતિથિએ જાણવી, અને તે વિવેકીઆએ પાળવી. એ અષ્ટમી, બે ચતુર્દશી, એક અમાવાસ્યા અને એક પૂર્ણિમા એ છ મુખ્ય પર્વતિથિએ કહી છે. તેમજ
Page #121
--------------------------------------------------------------------------
________________
(૧૦) એક પખવાડીયામાં બીજી રીતે પાંચ પર્વતિથિઓ આવે છે, તે આ પ્રમાણે-બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ, અને પૂર્ણિમા (અથવા અમાવાસ્યા) (ચતુર્દશી તે પાક્ષિક પર્વ ગણાય છે.) એક વર્ષમાં બીજા પણ ઘણાં પવ આવે છે. ત્રણ માસી, છ અડ્રાઈ અને વાર્ષિક પર્વ (સંવત્સરી) વિગેરે.
અન્યત્ર કહ્યું છે કે- “બે આઠમ, બે ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા એ છ પર્વ એક માસમાં આવે છે, અને તે હિસાબે એક પખવાડીયામાં ત્રણ પર્વ આવે છે. તથા દરેક પખવાડીયામાં બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ અને ચૌદશ એ પાંચ ચુતતિથિઓ ગૌતમ ગણધરે કહેલી છે. ચૈત્ર અને આસો માસની શુદી આઠમથી પુણિમા પર્યતની બે અઠ્ઠાઈ આગમને વિષે શાશ્વતી કહેલી છે. આ બંન્ને શાશ્વતી અઠ્ઠાઈએને વિષે દેવ તથા વિદ્યાધરે નદીશ્વર દ્વીપને વિષે જઈને યાત્રા (અષ્ટાહિકા મહેચ્છવ) કરે છે, અને મનુષ્ય પિતપિતાના સ્થાનમાં યાત્રા મહત્સવાદિ કરે છેશ્રી જીવાભિમમમાં કહ્યું છે કે – “ ત્યાં નંદીશ્વર દ્વીપમાં ઘણા ભુવનપતિ દેવ, વાણુમંતર દે, જોતિષી દે અને વૈમાનિક દે ત્રણ ચામાસીમાં અને પર્યુષણમાં આઠ દિવસ પર્યત માટે મહિમા-ઉત્સવ કરે છે. ” - સૂર્યના ઉદય સમયે જે તિથિ હોય, તે જ તિથિ પ્રમાણ ભૂત છે, માટે તે જ તિથિએ વિવેકી જનેએ પ્રત્યાખ્યાન વિગેરે કરવું. કહ્યું છે કે “માસી, સંવત્સરી, પાખી, પંચમી અને અષ્ટમી વિગેરેને વિષે તે જ તિથિઓ જાણવી કે જે તિથિમાં સૂર્યને ઉદય થતો હોય. તે સિવાયની તિથિ લેવી નહીં. સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ છે. તે સિવાયની બીજી તિથિ કરવાથી આજ્ઞાને ભંગ, અવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પાપ લાગે છે.. પાસશસ્મૃતિ વિગેરેમાં પણ કહ્યું છે કે —“ સૂર્યોદય સમયે જે તિથિ થેડી પણ લેય તેજ તિથિ તે દિવસે સંપૂર્ણ માનવી, સૂર્યોદય વિનાની ઘીવાર પહેચતી તિથિ ગ્રહણ કરવી નહીં.”
શ્રીઉમાસ્વાતિવાચક તિથિના આરાધનને અંગે કહે છે કે—“ કોઈ પર્વતિથિને ક્ષય હોય તે પૂર્વની તિથિ લેવી અર્થાત તેની પાછળની તિથિને પર્વતિથિ તરીકે માનવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય તે બેમાંથી છેલ્લી તિથિને પતિથિ તરીકે માનવી. અને શ્રી મહાવીર સ્વામીના નિર્વાણની+ તિથિ લેકને અનુસારે લેવી.” અર્થાત લેકે કરે ત્યારે કરવી.
જિનેશ્વરના પાંચ લ્યાણકના દિવસે પણ પર્વતિથિરૂપ હોવાથી નિર્મળ ધ્યાન, તપ અને દાનાદિકવડે નિરંતર આરાધવા રોગ્ય છે. * શાસ્ત્રમાં સંભળાય છે કે –ત્રણ ખંડ ભારતના અધિપતિ અને અનેક પ્રાણીઓને પીડા કરનાર શ્રીકૃષ્ણ વાસુદેવ સર્વ પર્વના દિવસે આરાધવા અસમર્થ હતા, તેને એકદા ધર્મના આરાધનની ઈચ્છા થવાથી તેણે વિનયપૂર્વક સમુંદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથ સ્વામીને ઉત્કૃષ્ટ પર્વને દીવસ પૂછો ત્યારે કેવળજ્ઞાન વડે સૂય સમાન શ્રીભગવાન બોલ્યા કે—“હે વાસુદેવ! માર્ગશીર્ષ માસની શુકલ એકાદશી સર્વ પર્વમાં ઉત્તમ છે. કારણ કે તે દિવસે પાંચ ભરત અને પાંચ એરવતના જિનેશ્વરના પાંચ પાંચ કલ્યાણ કે થયાં છે. તેથી તે તિથિ જગતમાં સર્વોત્તમ છે.” તે સાંભળી શ્રીકૃષ્ણ મન ધારણ કરી તથા પૌષધ વિગેરે ગ્રહણ કરી તે પર્વનું આરાધન કર્યું. થોડું કાર્ય પણ
+ મૂળમાં શાન અને નિર્વાણ અને લખ્યા છે તે સમજાતું નથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧) કાળને યોગે મોટા લાભને માટે થાય છે તે વિષે વૈદક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ શરદ ઋતુમાં જે જળ પીવાયું હોય, પિષિ અને માઘ માસમાં જે જે કરાયું હોય તથા જેઠ અને અષાડ માસમાં જે સુવાયું હોય, તેના વડે જ મનુષ્ય જીવે છે. શ્રીકૃષ્ણ માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીનું આરાધન કર્યું, તેથી તે તિથિ સર્વ લેકમાં આરાધવા લાયક થઈ. પર્વતિથિનું પાલન કરવું તે પ્રાણુઓને શુભ આયુષ્યકર્મના બંધને માટે થાય છે, તેથી તે દિવસે શુભ ધ્યાન અને દાનાદિકને વિષે મનને સ્થાપન કરવું. તે વિષે આગમમાં કહ્યું છે કે “હે ભગવાન! બીજ વગેરે પાંચ પર્વતિથિને વિષે ધર્મનું અનુષ્ઠાન કરવાથી શું ફરી થાય?” ભગવાને કહ્યું કે – “ હે ગૌતમ! ઘણું ફળ થાય છે. કારણ કે એ તિથિઓમાં જીવ પ્રાયે કરીને પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે દિવસે ધર્માનુષ્ઠાન અવશ્ય કર્યું છે જેથી શુભ આયુષ્યને બંધ થાય. ” અન્ય મતના શાસનમાં પણ સર્વ પર્વને વિષે નાન, મૈથુન, વિગેરે નિષેધ કરેલ જોવામાં આવે છે. તે વિષે વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે હે રાજા ! ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ દિવસે પર્વના છે, તે દિવસે એ તથા સૂર્યની સંક્રાંતિના દિવસેએ તેલનું અભંગ કરનાર, સ્ત્રીનું સેવન કરનાર અને માંસાદિકને ઉપભેગ કરનાર મનુષ્ય મરણ પામ્યા પછી વિષ્ટા અને મૂત્રનું જ જ્યાં ભેજન છે એવા વિભૂગર્ભજન નામના નરકમાં જાય છે. તેથી પર્વને દિવસે દીનજને ઉપર વત્સલતા રાખનારા બુદ્ધિમાન પુરૂષોએ ધર્મકાર્ય કરવામાં ઉધમ કર. પુર્વોક્ત કાર્યો કરવાં નહીં.
“ધર્મને પિષ એટલે પુષ્ટિને ધારણ કરનાર”એ પિષધ શબ્દનો અર્થ થાય છે. તેથી ઉત્તમ શ્રાવકોએ પર્વને. દિવસે પિષધ ત ગ્રહણું કરવું. તે પૌષધ-દિવસરાત્રિમે (આઠ
Page #124
--------------------------------------------------------------------------
________________
(૧૨) પહેરને), એકલા દિવસને અને એકલી રાત્રિને (ચાર ચાર પહારનો) એમ ત્રણ પ્રકારે થાય છે. તે પૌષધમાં વિચક્ષણ માણસોએ ચાર કાર્યો કરવાનાં છે. ઉપવાસ વિગેરે તપ કરે ૧, પાપચાપાર (આરંભ) નો ત્યાગ કરે ર, બ્રહ્મચર્ય પાળવું ૩ અને શરીરના સંસ્કારનો પણ ત્યાગ કરે ૪. પૌષધ ગ્રહણ કરનાર બુદ્ધિમાને પર્વતિથિને વિષે વસ્ત્ર ધોવાં
વાવવાં નહીં અને મસ્તકના કેશ એળવા ચોળવા નહીં અથવા લેર કરાવવું નહીં. તેમજ હળ વિગેરેનું ખેડવું, ઘાણી વિગેરે યંત્રોનું ચલાવવું, ઘર લીંપવું, પુષ્પ, પત્ર અને ફળ વિગેરેનું તેડવું તથા કાપવું વિગેરે કાંઈ પણ આરંભનું કાર્ય કરવું નહીં. જે પુરૂષ એક દિવસને પણ પિષધવડે પવિત્ર કરે છે, તે દેવગતિને વિષે સતાવીશ કોડ, સીતેર કરેડ, સીતેર લાખ સીતેર હજાર સાતસે ને સીતેર પલ્યોપમ ઉપરાંત (૨૭૭૭૭૭૭૭૭૭૭૬) પલ્યોપમનું આયુષ્ય બાંધે છે. પિષધ લેનાર શ્રાવકે પ્રથમ પહેરેલા અલંકારે ઉતારી ઈર્યવાહી પડિક્કમી મુખવકિાની પડિલેહણ કરી પિષધ વ્રત ગ્રહણ કરવું. શ્રાવકોએ પષધ લેવાને સર્વ વિધિ સાંભળી ધારી લઈને તે પ્રમાણે વિધિયુક્ત વિધ કરે. જે મનુષ્ય પર્વને દિવસે વિધિપૂર્વક પિષધ કરે છે, તે ધનસારની જેમ મોક્ષના ઉત્તમ સુખને પામે છે.
ધનસારની કથા. ચિંત્ય ઉપર રહેલા સુવર્ણકળશરૂપી સૂર્યવડ દેદીપ્યમાન કઈ નગરને વિષે સર્વ વેપારીઓના મુગટરૂપ નામ અને ગુણે કરીને પણ ધનેશ્વર નામે પ્રસિદ્ધ શ્રેષ્ટિ રહેતું હતું. તેને ધની નામની પ્રિયા હતી. તે મધુર વચને બેલનારી, દાતાર અને રૂપની ભાવડે લક્ષમીદેવીને પણ જીતનારી હતી. તેમને ધનસાર નામે પુત્ર થયે. તે પિતાના ચરિત્રવડે માતપિતાનું
Page #125
--------------------------------------------------------------------------
________________
(૧૩) તથા પુરજનોના મનનું રંજન કરતે હેત; શ્રાવકના સમૂહમાં તે આને (મુખ્યતાને) પાસે હતું અને તેના યશને સમૂહ શંખ જેવો ઉજવળ હતું. તે બુદ્ધિમાન મુખ્ય સહિત દરેક પખવાડીયે અને દરેક પાસે વિધાદ કરવા રડે કરીને છ પર્વનું આરાધન કરતે હો. એકદા તે ધનસાર અષ્ટમીને દિવસે પૈષધ લઈને રાત્રિને સમો શુભ ધ્યાનની ભાવના ભાવર્ત પ્રતિમાઓ (કાઉસગ્ય ધ્યાને રહ્યા હો, તે વખતે સુધર્મા નામની સભામાં બેઠેલા અસંખ્ય દેએ સેવાતા અને લાખો વિમાના સ્વામીપણાને ભગવનારા શ્રીશદ્રે તેને મેરૂની જેમ અર્કષિત . તત્કાળ વિશેષ પ્રકારના સગુણેની ઉષણથી (કહેવાથી) સફળ વાણીવાળા તે ઈદ્ર તેની પ્રશંસા કરવા લાગ્યા કે “ અહીં તિર્જી ક્યાં આ ધનસાર ધર્મમાં અતિ દઢ છે, તેને દેવેને સમૂહ પણ ચલાવી શકે તેમ નથી.” આ પ્રમાણે સાંભળી કે. મિથ્યાષ્ટિ દેવ તેની પરીક્ષા કરવા માટે મનુષ્યલોકમાં આવ્યું. તે દેવ મિત્રનું રૂપ લઈ તેની પાસે ગયો અને કહેવા લાગે કે“કરેડ સુવણને નિધિ આપણને હાથ લાગે છે. માટે તે લેવા સારૂ તું મારી સાથે ચાલ.” આ પ્રમાણેના વચનેવટે અનેક રીતે તેને ચળાવવા લાગ્યું. પણ ત જરા પણ ચ નહીં, એટલે તે દેવ તેની સ્ત્રીનું રૂપ ધારણ કરી કૃત્રિમ સ્નેહ દેખાડતે તેની પાસે આવી હાવભાવ કરવા લાગે અને સાક્ષાત જાણે કામદેવના બાણે હોય તેવા વચનેવડે ભ પમાડવા લાગે તો પણ તે લેશ માત્ર ચળાયમાન થશે નહીં. સમુદ્રના જળવડે દ્વારકાનગરીની જેમ તેને ઉપદ્રવ કર્યા છતાં તે ક્ષોભ પામે. નહીં. પછી તે દેવે પ્રભાકળના સૂર્યની પ્રભા પ્રગટ કરી પ્રિયા અને પુત્ર વિગેરેના સ્વરૂપે તેની પાસે પ્રગટ થઈ તેને પારણું ક વ.ની પ્રાર્થના કરી, પરંતુ સ્વાસ્થા થની ગણના ઉપરથી હ૩ મધ્યરાત્રિમ સમય છે એમ જાણી
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪)
તે જરા પણ ભ્રાંતિ પામ્યું નહીં, અને તેનુ મન ધ્યાનથી ચલિત થયું નહીં. ત્યારપછી તે દેવ પિશાચનું રૂપ કરી પ્રતિકુળ ઉપસર્ગ કરવા લાગ્યા. તેમાં તેની ચામડી ઉતરડવા માંડી, તેને સમુદ્રમાં નાંખ્યા, વિગેરે ઘણી રીતે તેને પીડા ઉપજાવી. તા પણ જેમ ખળવાન હાથીના ઉપદ્રવ સહુને વિષે નિષ્ફળ થાય તેમ તેના માટેા ઉપદ્રવ પણ તેની ઉપર નિષ્ફળ થયા. કહ્યું છે કે— “ નીચ પુરૂષા વિાના ભયથી કાર્યના આરભજ કરતા નથી; મધ્યમ પુરૂષા કાર્યના આરંભ કરે છે ખરા; પરંતુ પછી જ્યારે વિન્નથી પરાભવ પામે છે ત્યારે તે કાર્યને મૂકી દે છે; પર’તુ ઉત્તમ પુરૂષો તે વારવાર હજારગુણા વિઘ્નોથી પરાભવ પામ્યા છતાં આરંભેલા કાર્યના ત્યાગ કરતા નથી.
cr
99
ત્યારપછી તે દેવે તેને કહ્યું કે-“હું ધીર ! વરદાન માગ.” તા પણ તેણે ધ્યાનના ત્યાગ કર્યો નહીં. અહા ! તેની ધર્મનિષ્ઠતા કેવી દઢ છે ? તે જોઈ દેવ વિશેષ હર્ષ પામ્યા; અને તેના ઘરમાં તેણે અસંખ્ય કરાડ રત્ન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. આવું પદ્મરાધનનું માહાત્મ્ય જોઇને ઘણા માણસા પરંતુ પાલન કરવા રૂપ ધર્મના કાર્યમાં આદરવાળા થયા. તેમાં રાજાની કૃપાનાં સ્થાન રૂપ એક ધેાખી, ખીને ઘાંચી અને ત્રીજો કણબી એ ત્રણ ધર્મોમાં અત્યંત હૃઢ થયા, તેઓ છએ પતિથિએ પોત પોતાના આરભ જરાપણુ કરતા નહીં. તેમને આ ધનસાર શ્રેષ્ઠી ભાજન અને વાદિ આપી તેમના અત્યંત સત્કાર કરતા હતા. કહ્યું છે કેઉત્તમ શ્રાવક સાધમિકાનું જે પ્રકારે વાત્સલ્ય કરે છે, તેવુ વાત્સલ્ય માતા, પિતા કે મવગ કાઇ પણ કરી શકતા નથી. ”
te
એક્ના કૌમુદી ઉત્સવના દિવસ નજીક આવતાં રાજાના સેવકાએ પેલા રાજાખીને કહ્યું કે— “હું વામી ! આજે,
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૫) રાજાનાં અને રાણીનાં વસ્ત્રો ધોઈ લાવ.” ત્યારે તે બે કે– “ આજે ચાદશને દિવસ છે તેથી મારે વસ્ત્ર ધેવાના આરંભને નિયમ છે.” તેઓએ કહ્યું કે – “ એવો નિયમ શો ? તું રાજાની આજ્ઞાને ભંગ કરીશ તે મોટી આપત્તિમાં આવી પડીશ.” આ પ્રમાણે કહીને રાજસેવકેએ તથા બીજાઓએ તેને ઘણું પ્રેરણા કરી. ત્યારે તે વિચારવા લાગ્યું કે– “ જે મને રાજા તરફથી દંડ થશે તે લેકમાં જૈનધર્મની નિંદા થશે. માટે હવે મારે શું કરવું ? હું મેટા સંકટમાં આવી પડે છે. પરંતુ દઢતા વિનાને ધર્મ શા કામને ? માટે જે થવાનું હોય તે થાઓ, મારે મારે ધર્મનિશ્ચય છેડો નહીં.” એમ વિચારી મેટું સંકટ આવી પડ્યા છતાં પણ તે ધોબીએ તે દિવસે લૂગડાં ધોયાં નહીં. રાજાના સેવકેએ રાજાને અત્યંત ઉશ્કેર્યો, તેથી રાજા અત્યંત ક્રોધમાં આવી બોલ્યા કે— “આજ્ઞાને ભંગ કરનાર તે છે ને કુટુંબ સહિત હું નિગ્રહ કરીશ.” તેજ રાત્રિએ દૈવયોગે રાજાને શૂળની પીડા થઈ, અને તેથી ત્રણ દિવસ સુધી આખા નગરમાં હાહાકાર પ્રવર્તે. એટલે પેલા બેબીને કાંઈ કહી શકાયું નહીં. અહીં ચતુર્દશીને પૂર્ણિમા રૂપ પર્વના દિવસ ગયા પછી પડવાને દિવસે રાજાનાં વો જોઈને બીજને દિવસે બેબીએ તેને આપ્યાં. અહો ! ધર્મને પ્રભાવ કેવો છે કે જેથી અગ્નિ વડે મહાશીત નાશ પામે તેમ તે ધોબીની આપત્તિ નાશ પામી. અથવા તે જળના સંબંધથી લવણ ગળી જાય એ સ્વાભાવિકજ છે એટલે કે ધર્મના ગથી આપત્તિને નાશ થાય તે યુક્ત જ છે.
એકદા ચતુર્દશીને દિવસે રાજાના હુકમથી રાજસેવકોએ ઘાંચીને કહ્યું કે “આજે ઘાણી પીલીને તેલ કાઢી આપ.' તેણે કહ્યું કે - “મારે આજે નિયમ છે તેથી તેલ કાઢીશ નહીં.' આવા તેના જવાબથી રાજા તેની ઉપર પણ કોપાયમાન થયે.
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
તેવામાં અકસ્માત તે નગર ઉપર નદીના પૂરની જેમ શત્રુનુ સૈન્ય ચડી આવ્યું. તેને જીતવા માટે તે ાજા સૈન્ય સહિત થયા, તેટલામાં પર્વના દિવસ વીતી ગયા. પછી ઘાંચીએ પેતાનુ કામ કર્યું અર્થાત્ તેલ કાઢી આપ્યુ. રાજાએ તેનાપર ક્રોધ કર્યો નહીં, તેથી તે ઘાંચી આન' પામ્યા. તેના નિયમની દઢતા ચાતરફ લેાકમાં ધર્મને માટે, સુખને માટે અને લેાકેાના ચિત્તને ચમત્કાર માટે થઈ.
એજ પ્રમાણે એક્દા અષ્ટમીને દિવસે રાજાએ પેલા કણબીને કહ્યું કે—“આજે વૃષ્ટિ થઈ છે માટે હળ ખેડવાનુ કામ કર. ” રાજાએ આ પ્રમાણે હુકમ કર્યો છતાં તેણે તે કામ તે દિવસે કર્યું નહીં અને તે પર્વના દિવસ નિર્ગમન કરી પછી કર્યું. રાજા તેની ઉપર પણ અપ્રસન્ન થયા નહીં.
આ પ્રમાણે તે ત્રણે જણા પર્વ આરાધનના પુણ્યથી અનુક્રમે મરણ પામીને લાંતક નામના છઠ્ઠા સ્વર્ગમાં ચૌદ સાગરાપમના આયુષ્યવાળા દેવા થયા. ધનસાર શ્રેષ્ટી પર્વની આરાધના કરીને અશ્રુત નામના ખારમા સ્વર્ગમાં દેવ થયા. તે ચારે દેવા પરસ્પર અત્યંત મૈત્રીવાળા થયા. પછી ચવનને અવસરે તે ત્રણે દેવાએ શ્રેષ્ઠીદેવને કહ્યું કે—હૈ શ્રેણીદેવ ! તમારે અમને પૂર્વ ભવની જેમ આવતા ભવમાં પણ એધ પમાડવા. ” શ્રેષ્ઠીદેવે તેના સ્વીકાર કર્યા પછી તેઓ ત્યાંથી ચવીને જૂદા જાદા રાજાના કુળને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થઇ ધીર, વીર અને હીર નામના રત્નાકરના અવતાર જેવા રાજાઓ થયા. ધીર રાજાના નગરમાં કાઇક શ્રેણી રહેતા હતા, તેને વેપારમાં પર્વને દિવસે ઘણા લાભ થતા હતા, બીજા દિવસેામાં લાભ થતા નહાતા. તેનુ કારણ તેણે એકદા કાઈ જ્ઞાની મુનિને પુછ્યુ ત્યારે તેણે કહ્યું કે “ પૂર્વ જન્મમાં તું મહા કુપણુ હતા, તેા પણ તે પર્વની તિથિએ દઢ
cr
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૧૧૭) પણે પાળી હતી, અને બીજા દિવો પ્રમાદને લીધે કાંઈ પણ પુણ્યકાર્ય કર્યું નહોતું. તેથી તેને આ ભવે પર્વને દિવસે લાભ થાય છે, અને બીજા દિવસેમાં લાભ થતું નથી.” ત્યારપછી ગુરૂએ કહ્યા પ્રમાણે જ લાભાલાભરૂ૫ ફળ જેવાથી શુભ આચારવાળે તે શ્રેષ્ઠી કુટુંબ સહિત હમેશાં સર્વ શક્તિથી ધર્મકાર્ય કરવા લાગ્યું. અને બીજા વિગેરે પર્વ તિથિને વિષે જ વેપાર કરવામાં તેને લાભ મળતું હોવાથી તે અમૃતની જેવા વધારે લાભને માટે પર્વતિથિએજ વેપાર કરવા લાગે, મેઘની વૃષ્ટિવડે નદીની જેમ તેની સમૃદ્ધિ શુદ્ધ વેપાર વડે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. તેના હાટમાં સુવણની અનેક કટિઓ પ્રાપ્ત થઈ. “ વાળાની શ્રેણિથી વ્યાપ્ત એવા અગ્નિને વિષે અનેક કેટિ તણખાએ કુરણયમાન થાય જ છે.” . . .
એકદા અન્ય જનેને સંતાપ ઉત્પન્ન કરનારા દુષ્ટ પુરૂ કે જેઓ રાજાની પાસે રહેતા હતા તેઓએ રાજાને વિનંતિ કરી કે –“આ શ્રેણીને કયાંથી લક્ષમીનું નિધાન હાથ લાગ્યું છે.” ત્યારે રાજાએ તેને બોલાવીને તે વાત પૂરી, એટલે તેણે જવાબ આપે કે –“હે સ્વામી ! મારે મોટું અસત્ય બોલવાને અને અદત્તાદાન (ચાર) વિગેરે કરવાનો નિયમ છે.” તે સાંભની રાજાએ “આ ધર્મ ધૂત મણિક બેલામાં બહુ ચતુર છે.” એમ વિચારી તેનું સર્વસ્વ લઈ લીધું. “અરે! લેભરૂપી નટનું નાટક કેવું છે?” દ્રવ્ય લઈ લીધા ઉપરાંત તે શ્રેણીને તેના પુત્ર સહિત નિર્દય રાજાએ કેદમાં નાખે. તે વખતે તે છીએ વિચાર કર્યો કે–“આજે પંચમી તિથિ છે, માટે મને આજે અવશ્ય લાભ થશે.” આમ વિચારતાં જ રાજાને કેશ (ભંડાર) લક્ષમી રહિત થયા અને શ્રેણીનું ઘર સુવર્ણ મણિ વિગેરે વસ્તુ એ વડે ભરાઈ ગયું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી શ્રેણીને
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮ )
'
-
પૂછ્યું કે—“ હું શ્રેષ્ઠી ! આમ કેમ થયું ? ” શ્રેષ્ઠીએ કહ્યું કે“ હે પ્રજાનાથ ! હું કાંઇ પણ જાણતા નથી, પરંતુ પર્વને દિવસે મને અવશ્ય લાભ મળે છે, એટલુ જ હું જાણું છું. ’'પર્વના આરાધનનું આવુ માહાત્મ્ય જાણીને રાજાએ તે સંબધી વિચાર (ઉડ્ડાપાહ) કરવા માંડયા, તેથી તેજ વખતે રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ ,તેથી તેણે જાવજીવ પર્યંત છએ પર્વતિથિ પાળવાના નિયમ લીધા, અને શ્રેણીને બંધનથી મુક્ત કરી બહુ રીતે હર્ષથી ખમાવ્યા.તે શ્રેષ્ઠી પણ વિશેષે કરીને પર્વનું આરાધન કરવામાં તત્પર થયા. તેવામાં કેશના અધિપતિએ આવી રાજાને વધામણી આપી કે હું સ્વામી ! જેમ વસંત ઋતુમાં વાડીએ પુષ્પા વર્લ્ડ ભરાઇ જાય તેમ આપણા કશા ધનવડે પરિપૂર્ણ થઇ. ગયા છે. ” તે સાંભળી રાજા આશ્ચર્ય સાથે આનંદ પામ્યા. તે વખતે કાંતિ વડે દેદીપ્યમાન કુંડળને ધારણ કરતા એક દેવ પ્રગટ થઈને બેલ્યા કે-“હું રાજા! હું તારા પૂર્વ ભવના મિત્ર દેવ છું. તને બેધ કરવા માટે જ પ્રથમ મેં તે શ્રેષ્ઠીને સહાય કરી હડી.તેથી તું વાંછિતની પ્રાપ્તિ માટે ધર્મને વિષે ઉદ્યમ કર.” આ પ્રમાણે કહીને તે દેવ બીજા મિત્રને એધ કરવા માટે ગયા. તે બન્ને મિત્રાને સ્વપ્નમાં તેમના પૂર્વ ભવ તેણે મતાન્યેા. તેથી તેમને ઘાંચી અને કણબીના પૂર્વ ભવનું જાતિ સ્મરણ થયું. પછી તે શ્રેષ્ઠીદેવની વાણીથી તે ત્રણે રાજાએ ધર્મનું આરાધન કરવા લાગ્યા, અને પર્વને વિષે વિશેષે કરીને ધર્મકાર્ય કરવા લાગ્યા. તેમણે પાતપાતાના દેશમાં અમારીપડહા વગડાળ્યા, સાતે વ્યસનાને દૂર કર્યાં, તીર્થયાત્રા, રથયાત્રા વિગેરે પુણ્યકૃત્યને હ`થી કરવા લાગ્યા, તથા તે ત્રણે રાજાએ પડહની ઉદ્ઘાષણા પૂર્વક જૈનાચાર્ય વિગેરે સર્વ લેાકેા સહિત પર્વના દિવ્સની વિશેષે આરાધના કરવા લાગ્યા. તે ત્રણે રાજાનું રાજ્ય તેા જાદુ જાદુ હતુ, પરંતુ ધર્મરાજાનુ સામ્રાજ્ય તા સત્ર એક છત્રવાળુ થયુ, તે આશ્ચર્ય છે.
i
Page #131
--------------------------------------------------------------------------
________________
(116)
શ્રેષ્ઠીદેવે તે ત્રણેના દેશાને વિષે થતા અનેક પ્રકારના વ્યાધિઆ, દુષ્કાળ અને દારિદ્રય વિગેરે ઉપદ્રવાના નાશ કર્યો હતા. અનુક્રમે ચિરકાળ સુધી રાજ્ય ભાગવીને પ્રાંતે તેના ત્યાગ કરી તે ત્રણે રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી અને શુભધ્યાન વડે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. પછી દેશનામાં પેાતાનાજ આરાયેલા પર્વના મહિમાના ઉપદેશ કરી પૃથ્વી પર અનેક લોકોને તેમણે પ્રતિખાધ પમાડશે. તે ત્રણે કેવળીઓ પૃથ્વીપર જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં તે શ્રેષ્ઠીદેવ તેમની પ્રતિષ્ઠા અને માહાત્મ્યને પ્રગટ કરતા હતા. છેવટે તે ત્રણે કેવળીએ સસારના નાશ કરનાર છેલ્લા ( ચૈાદમા ) ગુણસ્થાનના સ્પર્શ કરી અનંત સુખના સાંગર સમાન મેાક્ષને પામ્યા. શ્રેષ્ઠીદેવ પશુ અચ્યુત દેવલાકથી ચવીને મોટા રાજા થઈ ધર્મ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી તથા દીક્ષા ગ્રહણ કરી મેાક્ષને પામ્યા.
આ પ્રમાણે શ્રેષ્ઠીઓને વિષે મુગટ સમાન ધનસાર નામના શ્રેણીના પૂર્વ ભવના સર્વ સમૃદ્ધિને કરનાર પ્રભાવ સાંભળી હું ભવ્યજના ! સર્વ પર્વની આરાધના કરવામાં તમે ઉદ્યમવ ત થાઓ.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રંસગણિએ રચેલી શ્રી ઉપદેશ પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં પર્વ પાળવાના ફળ ઉપર ધનસાર શ્રેષ્ઠીના વર્ણન રૂપ દશમા પલ્લવ સમાપ્ત થયા.
Page #132
--------------------------------------------------------------------------
________________
(૨૦)
પહલવ, ૧૧ મો. ચંદ્રપ્રભા જેવી ઉજ્વળ જેમની વાણ શ્રેષ્ઠ પાંત્રીશ ગુણ રૂપી તિની શ્રેણિએ કરીને અત્યંત શેભે છે, તે શ્રીશેયાંસ જિનેશ્વર અમારી લક્ષ્મીને માટે થાઓ.
પર્વની આરાધના કહ્યા પછી હવે અગ્યારમું દાન નામનું દ્વાર કહે છે.
તાણે - સુપાત્રને દાન દેવાથી ઉત્તમ શ્રાવકે વર્ગ અને મેક્ષના સુખને પ્રાપ્ત કરે છે, કહ્યું છે કે “દાન પ્રાણુઓને મિત્રાઈ માટે, વૈરના નાશને માટે, યશતા પિષણ માટે અને સમગ્ર દેશના નાશને - માટે થાય છે. વળી કહ્યું છે કે–“દાન દેવાથી કીતિ ફેલાય છે, દાન દેવાથી નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે, અને દાન દેવાથી વૈરીનું હૃદય પણ પોતાને વશ થઈ જાય છે. ” સમવ સરણમાં ચાર મુખવાળા દેખાતા તીર્થકર ચાર પ્રકારના ધર્મને ઉપદેશ દેતી વખતે સર્વ ગુણે વડે અધિક હોવાથી દાનધર્મનું જ પ્રથમ વર્ણન કરે છે, અને હંમેશાં દયાના સ્થાન રૂપ જિનેશ્વર ત્રત ગ્રહણ કરવાને સમયે સંવત્સરી દાન આપી લોકોના ઉપર અનુગ્રહ કરે છે. કહ્યું છે કે-“તીર્થકર હંમેશાં સૂર્યોદયથી આરંભીને મધ્યાન્હ સુધીમાં એક કરોડ ને આઠ લાખ સુવર્ણનું દાન આપે છે. જે વખતે જિનેશ્વર દાન આપે છે તે વખતે તેમના હાથમાં રહેલા સુવર્ણને જાણે ગ્રહણ કરવા ઈચ્છતા હોય એમ તેજસ્વી સૂર્ય પણ હજાર કિરણવાળે થાય છે. જિનશ્વર એક વર્ષમાં કુલ ત્રણ અબજ અઠ્ઠાથી કરેડ અને એંશી લાખ સુવર્ણનું દાન આપે છે. ” ૧ નાની
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૨)
રષદેવ સ્વામીથી રત્નસુવર્ણ, હસ્તિ, અશ્વ વિગેરેનું દાન પ્રત્યુ, અને શ્રેયાંસકુમારથી અન્નદાનની શરૂઆત થઈ. માટે તે બન્નેને નમસ્કાર થાઓ. દયાવંત જનેએ સુપાત્રને તથા દીનાદિકને દાન દેવું યુક્ત છે. કારણ કે વિશેષ પ્રકારના (ઉચ્ચ કોટીના) પાત્રને દાન આપવાથી તે ઘણા ફળને આપનારૂં થાય છે. પા શબ્દનો અર્થ પાપ થાય છે અને ત્ર શબ્દનો અર્થ રક્ષણ થાય છે. એ બે શબ્દ ભેળા કરવાથી પાત્ર શબ્દ બનેલું છે એટલે તે પાપથી રક્ષણ કરે છે એમ પંડિત કહે છે. તેમાં સર્વોત્તમ ગુણેના આધાર રૂ૫ સાધુઓ પ્રથમ પ્રકારના (ઉચ્ચ) પાત્ર છે, શ્રાવકે (બાર વ્રતધારી) બીજું પાત્ર છે, અને અવિરત સમ્યગદ્રષ્ટિ જી ત્રીજું પાત્ર છે. પાણીથી સિંચન કરેલા વૃક્ષની જેમ પાત્રમાં આપેલું દાન અવશ્ય ફળવાળું થાય છે, એને ભસ્મના ઢગલામાં હેમ્યાની જેમં કુપાત્રમાં નાંખેલું દાન નિષ્ફળ થાય છે. અહે! દાનનું ફળ કેટલું વિશાળ છે ! કે જેથી ચોવીશે જિનેશ્વરેને પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસ ૧, બ્રહ્મદર ૨, સુરેંદ્રદત્ત ૩, ઈન્દ્રદત્ત ૪, પ ૫, સોમદેવ ૬, મહેન્દ્ર ૭, સેમદત્ત ૮, પુષ્પ ૯, પુનર્વસુ ૧૦, નંદ ૧૧, સુનંદ ૧૨, જય ૧૩, વિજય ૧૪, ધર્મસિંહ ૧૫, સુમિત્ર ૧૬, વ્યાધ્રસિંહ ૧૭, રાજિત ૧૮, વિશ્વસેન ૧૯, બ્રહદને ર૦, દિન્ન ર૧, વરદિલ રર, ધન્નક ૨૩, અને બહુલ ૨૪. આ ધન્ય આત્માવાળા પુરૂષે સંસારને પાર પામી ગયા છે. આ સર્વે પ્રભુને પારણું કરાવનારના મંદિરમાં દેવતાઓંએ ઉત્કર્ષથી સાડાબાર કડની અને જઘન્યથી સાડાબાર લાખ સુવર્ણની વૃષ્ટિ કરી હતી. દાનના પ્રભાવથી કેટલા એક મનુ તેજ ભવમાં મેક્ષે ગયા છે, અને કેટલાએક ત્રીજા ભવને વિષે મોક્ષે ગયા છે.
લેકમાં દાનના દશ પ્રકાર આ પ્રમાણે કહ્યા છે.–દયાદાન ૧, સંગતદાન ૨, રાજદાન ૩, કારણદાન ૪, લજાદાન ૫, યશદાન ૬, ધર્મદાન ૭, અધમેદાન ૮, પ્રત્યેષણ દાન ૯ અને કુતદાન ૧૦.
*
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૧૨૩ ) -
તેમાં રાગી અને ભિક્ષુકાદિકને જે દાન દેવું તે દયાદાન કહેવાય છે. ૧. એક સાથે રહેવાથી મિત્રાદિકને જે દાન દેવાય તે સ ંગત દાન કહેવાય છે. ૨. ખળ એવા રાજા, મત્રીને જે દેવાય તે રાજદાન કહેવાય છે. ૩. પુત્રાદિક ન હોવાથી દીકરીના પુત્રાને જે દેવાય તે કારણિકદાન કહેવાય છે. ૪. લાલાએ કરીને વિવાહાર્દિકને પ્રસંગે જે દાન દેવાય તે લજ઼ાદાન કહેવાય છે. ૫. ભાટ ચારણ વિગેરેને જે દેવું તે યશદાન કહેવાય છે. ૬. સંધના મનુષ્યાને જે દેવુ તે ધર્મદ્યાન કહેવાય છે ૭. અધર્મી મનુષ્યાને જે દેવું તે અધર્મદાન કહેવાય છે. ૮. આત્માના પ્રત્યુપકારને માટે જે દાન આપવુ તે પ્રત્યેષઝુ દાન કહેવાય છે. ૯. ઉપકાર કરનારને જે દાન આપવું તે કૃદ્રાન કહેવાય છે. ૧૦. આ દેશ પ્રકારના દાનમાં દયાદાન અને ધર્મકાન એ એ દાન ઉત્તમ કહેલાં છે. કહ્યુ છે કે- દયા, સંગત, રાજ, કારણક, લજ્જા, ગૈારવ, ( યશ, ) અધર્મ, ધર્મ, પ્રત્યેષણ અને કૃત એ દશ પ્રકારનું દાન કહેવાય છે.”
જિનાÁમને વિષે અભયદાન ૧, સુપાત્રદાન ર, યા ( અનુકપા) દ્વાન ૩, ઉચિતદાન ૪ અને કીર્તિદાન ૫ એ પાંચ પ્રકારે દામ કહેલું છે. તેમાંના પહેલા બે અભયદાન અને સુપાત્રદાન મેાક્ષનું ફળ આપનારાં છે, અને બાકીનાં ત્રણ દાને સુખ ભાગને આપનારાં છે. અહા ! આપેલું દાન પ્રાણીઓને કદાપિ નિષ્ફળ રંતુ નથી. બુદ્ધિમાન પુરૂષાએ સર્વ પ્રકારના ધર્મમાં દાનધર્મને મુખ્ય માનેલા છે. તે સર્વ મતવાળાઓને માન્ય છે, અને યશના વિસ્તાર કરવાનું કારણ છે. સર્વ ફાઇને દાન આપવું ચાગ્ય છે. તેમાં પણ સુપાત્રને વિશેષે કરીને દાન આપવું યાગ્ય છે, કારણ કે પાત્રને આપેલ દાન જિનદત્ત શ્રેણીની જેમ તત્કાળ ફળે છે.
જિનદત્ત શ્રેષ્ઠીની કથા.
ક્રીડા કરતા દેવકુમારા જેવા ઈલ્યજનાએ કરીને મનેાહર અને ઈંદ્રના નગરની જેવું હેમપુર નામનું નગર છે. તેમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૨૩ )
વેપારીઓના મુગટ સમાન જિનદત્ત નામે ભદ્રિક પ્રકૃતિવાળે શ્રેણી રહેતે હતો. તે હંમેશાં વીતરાગની પૂજા કરવામાં તત્પર હ, તેનું શરીર મેરૂ પર્વતની જેવું બૈર હતું, તે વિદ્વાનોના હૃદય કમળમાં ભ્રમર સમાન હતું, શીલાદિક આચાર પાળવામાં તેની ઉત્તમનિકા-શ્રદ્ધા હતી, અનેક સદ્દગુણો તેનામાં પ્રતિષ્ઠા પામીને રહેલા હતા, તેનું વચન અમૃત જેવું મધુર હતું, પર્વતની જેમ તે મેટાઈનું સ્થાન હતું અને શ્રેષ્ઠ હસ્તીની જેમ તે'દાનની શ્રેણુ વડે પૃથ્વીનું સિંચન કરતા હતા. તે શ્રેષ્ઠીને શુભ અંત:કરણવાળી શીલવતી નામની પત્ની હતી. તે જાણે કે શરીર ધારણ કરીને મનુષ્ય લેકમાં આવેલી કામદેવની પ્રિયા(રતિ) હોય તેવી શેભતી હતી. જેમાં રાત્રિએ કરીને ચંદ્ર શોભે, પાવતીએ કરીને શંકર શોભે અને લક્ષમીએ કરીને વિષ્ણુ શેભે તેમ શીલવતીએ કરીને તે શ્રેષ્ઠી શોભતે હતો.
એકદા તે શ્રેણીઓ કઈ મુનીન્દ્રના મુખચંદ્રથી સંસારના સંતાપસમૂહને નાશ કરવામાં સમર્થ એવા વચનામૃતનું આ પ્રમાણે પાન કર્યું– “ નરકને આપનારી હિંસાને ત્યાગ કરે, અસત્ય વચન બોલવું નહીં, ચેરીને ત્યાગ કરે, મિથુનથી નિવૃત્તિ કરવી અને સર્વ સંગને ત્યાગ કરે. આ ઉત્કૃષ્ટ જેનધર્મ જે કદાચ પાપ રૂપી પંકમાં ખુંચેલા પ્રાણુઓને ન રૂચે તે તેથી કરીને ધર્મને શું દૂષણ લાગ્યું? જેમ પ્રમેહના વ્યાધિવાળો પુરૂષ ઘી ન ખાય તો તેમાં ઘીને શું દેષ? સદ્ગણવાળા જે શ્રાવક તપ, નિયમ અને શીળે કરીને સહિત હોય છે, તેઓને સ્વર્ગ અને મેક્ષનાં સુખે દુર્લભ નથી. ” આ પ્રમાણે ગુરૂના મુખથી દેશના સાંભળીને તે શ્રેણીએ અભિગ્રહ (નિયમ છે લીધે કે- “ મારે હંમેશાં શુદ્ધ ચિત્તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરવી, એકાંતર ઉપવાસ કરવા, અને સચિત્ત આહારનો ત્યાગ કરે.” આ પ્રમાણે નિયમ
૧ હસ્તીના પક્ષમાં દાન એટલે દિવારિ.
Page #136
--------------------------------------------------------------------------
________________
પિતાને
આ પ્રમાણે ચાસરાના ઘર (ગામ)
(૧૨૪ ). કરવાથી તેણે દુર્ગતિમાં પડતા પોતાના આત્માને નિયંત્રિત કર્યો.
કેટલેક કાળ ગયા પછી અંતરાય કર્મ રૂપી સૂર્યના ઉદયને લીધે શીતની જેમ તેનું દ્રવ્ય ક્ષણવારમાં નાશ પામ્યું, જે ચંદ્ર રાત્રે દેદીપ્યમાન હોય છે, તે જ પ્રાતકાળે ખાખરાના પાકેલા પાંદડા જે ફીઠો દેખાય છે. જે સૂર્ય દિવસે ઉદય પામે છે, તે જ રાત્રિએ અસ્ત પામે છે. તે જ રીતે સમુદ્રના મેટા તરંગોની જેમ સર્વ પ્રાણીએનું પતન અને ઉત્પતન-ચડતી પડતી થયાજ કરે છે. તેની દારિદ્રય અવસ્થા જોઈ તેની પત્નીએ કહ્યું કે–“હે પ્રિય ! મારા પિતાને ઘેર જઈ તેની પાસેથી કાંઈક ધન માગી લાવી તેના વડે વેપારકરે.” આ પ્રમાણે ચાબુકની જેવી પ્રિયાની વાણુથી પ્રેરાયે તે શ્રેણી સાથવાનું ભાતું લઈ સાસરાના ઘર (ગામ) તરફ ચાલ્યો. તે દિવસે તેને ઉપવાસ હતો, બીજે દિવસે પારણું કરવાની ઈચ્છાથી તે એક નદીને કિનારે બેઠે. તે વખતે તેને કઈ અતિથિ આવે તે તેને દાન દઈને પછી પારણું કરું એ વિચાર થયે. કહ્યું છે કે-“ગુરૂને દાન આપીને પછી જે જમવું તે જ ભોજન કર્યું કહેવાય, જે પાપ ન કરે તે જ પંડિતાઈ કહેવાય, જે પક્ષમાં કાર્ય કરાય તે જ મૈત્રી કહેવાય અને જે કપટ વિના કરાય તે જ ધર્મ કહેવાય.” શેઠ આવો વિચાર કરે છે તેવામાં ગુણના ઘર રૂપ અને જાણે કે મૂર્તિમાન શાંત રસ હોય એવા કેઈ મુનિ માસક્ષપણને પારણે ગામ તરફ જતા
ત્યાં આવ્યા. તેને ભક્તિરસથી તરંગિત થયેલા તે શેઠે સાથવાનું દાન આપ્યું, પછી ત્યાંથી ચાલી અનુક્રમે ચોથે દિવસે તે સાસરાને ઘેર પહોંચ્યો. તેના સાસરાએ સ્નેહ વિના જ ભેજનાદિકથી તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈક ધનાદિક માગશે એવા ભયથી તેની સાથે આદરથી વાતચીત પણ કરી નહીં. “જ્યાં સુધી માણસ બીજાની પાસે કાંઈ પણ યાચના કરતે નથી ત્યાં સુધી જ તેના ગુણે અને ગેરવતા રહે છે–સચવાય છે, પરંતુ જો તે યાચક થઈને લઘુતા પામે છે તે પછી ગુણે કે ગેરવ રહેતાં નથી.
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૨૫ )
જ્યાં સુધી ધનની યાચના ન કરી હેાય ત્યાંસુધી જ માન વિગેરે મળે છે. અને મને આપા, આપે, એમ કહેવાથી કાઈ કાંઈ આપી દેતું નથી.
કે
હું રામ !
સંબંધી છે, નથી. ”
"
જિનદત્ત શ્રેષ્ઠી નિર્ધન થવાથી ભાગ્યહીન થયેલા હતા, તેથી તેના સાસરાએ લક્ષ્મીવાન છતાં પણ કાંઇ ધન આપ્યું નહીં. અહા ! ધનના વિલાસ કેવા છે ? કહ્યું છે ધન ઉપાર્જન કર. આ આખું જગત ધનનું જ નિર્ધનમાં અને મરેલામાં હું કાંઈ પણ અંતર જોતા પછી તે શ્રેષ્ઠી નિરાશ થઇ પાછા પેાતાના ઘર તરફ્ વળ્યેા. માર્ગમાં પ્રથમ આવી હતી તે જ નદી પાસે આવી પહોંચ્યા. તે વખતે તેણે વિચાર કર્યો કે-“ મારી પ્રિયાએ મને મેટા મનારથથી સાસરાને ઘેર મેાકલ્યા હતા, તે મને આવી રીતે ધન રહિત પા। આવેલા જોઇને એકાએક અત્યંત દુ:ખી થશે. ” એમ ધારી તેણે નદીમાંથી ઉજ્જ્વળ એવા ગાળ પથ્થરના કાંકરા વીણી પાટલી બાંધી. પછી તે પેાતાને ઘેર આવ્યા અને તે પાટલી દ્રવ્યની હાય તેમ પેાતાની સ્ત્રીને આપી, તે પણ જોઇને હષૅ પામી. તેણીએ તે પાટલી ઘરમાં મૂકી. પેલા કાંકરા મુનિદાનના પ્રભાવથી રત્ના થઇ ગયા. ટ્ઠાનધર્મથી ખીજા ન ચિંતવી શકે એવુ ફળ પ્રાપ્ત થાય છે.’ કહ્યું છે કે અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનુ ફળ આ ભવમાં જ ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ અથવા ત્રણ દિવસે જ પ્રાપ્ત થાય છે. ” અહીં તે પેલી પોટલી છેાડી તેમાંથી એક રત્ન લઈ ખારમાં વેચી તેની પ્રિયાએ ચાખા, મગ વિગેરે સામગ્રી મંગાવી તેના વડે ઉત્તમ રસાઇ કરી પતિને જમાડયો. જમીને પતિ સૂઈ ગયા. પછી ઉઠીને તેણે પ્રિયાને કહ્યું કે હું પ્રિયા ! આજે તે આવું ઉત્તમ લેાજન મને કયાંથી કરાવ્યું ?” તે એટલી કેહું પ્રિય ! મારા પિતાને ઘેરથી આણેલા દ્રવ્યમાંથી એક રત્ન લઇને તેના વડે મેં તમારા સત્કા
66
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૬)
૨ કર્યો.” તે સાંભળી શ્રેષ્ઠી વિસ્મય પામ્યો. પછી પિતે જાતે ઉઠીને તે પિટલી જોઈ, તે તેમાં સર્વ રત્ન જોયાં. “અહો ! પાત્ર દાનનું ફળ કેવું અદ્ભુત છે?” એમ કહીને તેણે માર્ગને અને સાસરાને સર્વ વૃત્તાંત પ્રિયાને કહ્યા. તેવામાં એક દેવીએ પ્રત્યક્ષ થઈને તે રત્નો થવાનું રહસ્ય કહી બતાવ્યું. તે સાંભળી બુદ્ધિમાન શ્રેષ્ઠી આશ્ચર્ય પામે, અને તે રત્નોથી પૃથ્વી પર તે અત્યંત પ્રસિદ્ધ થયું. છેવટ મરણ પામીને તે સ્વર્ગે ગયે. કહ્યું છે કે– “ શીળ વિગેરે ધર્મો પણ સત્પાત્રદાનની પાસે જ આવે છે. કેમકે મહારાજાનું આમંત્રણ કરવાથી માંડલિક રાજાઓ તેની સાથે આવીજ જાય છે.” વળી કહ્યું છે કે--“ચંદ્રના કિરણો જેવા ઉજવળ હે શીળ! સંસાર રૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન હે તપ ! અને હે શુદ્ધ ભાવના! તમારા પ્રસાદથી એકજ જીવને મેક્ષ થાય છે, પરંતુ દાનથી તે દાતાર અને ગ્રહણ કરનાર બન્નેને મોક્ષ થાય છે.” - આ પ્રમાણે જે વિવેકી મનુષ્ય સર્વદા દાનધર્મમાં પોતાના ધનને વ્યય કરે છે તેઓ જિનદત્ત શ્રેષ્ઠીની જેમ આ ભવ અને પરભવમાં પણ લક્ષ્મીને પામે છે.
- આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલી નામની ટીકાને વિષે બીજી શાખામાં દાનધર્મના વર્ણન રૂપ અગ્યારમે પલ્લવ સમા પ્ત થયે.
પલ્લવ ૧૨ મે. ઉદયાચળ પર્વતના મસ્તક ઉપર રહેલા મુગટની જેવા અને દિવસના પ્રારંભમાં ઉગેલા સૂર્યની કાંતિ જેવા રક્ત વર્ણવાળા હેવાથી જાણે મુક્તિ રૂપી સ્ત્રીને વરવાને મૂર્તિમાન અનુરાગ
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૨૭)
જ હેાય એવા શ્રીવાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર જય
વંત વર્તો.
હવે દાનધર્મ કહ્યા પછી ખારમું શીળધર્મ નામનું દ્વાર કહે છે.~~~
મ
सीलं
tr
સુવર્ણના આભરણની જેમ શીળ બ્રહ્મચારીના સર્વ અંગને શાભાવે છે. કટું છે કે—“ શાસ્ત્રનું શ્રવણ કરવાથી કહ્યું શાલે છે, પણ સુવર્ણના અલંકારથી શાભતા નથી. દાન દેવાથી હાથ શાભે છે, પણ કોંકણથી શેાલતા નથી. ધર્મના તત્ત્વ વિચારવાથીધારણ કરવાથી હૃદય શાલે છે, પણ મેાતીની માળાથી શાલતું નથી. તે જ રીતે શીળવડે સર્વ અંગ શાલે છે, પણ આભૂષણા વડે શાભતું નથી. ” વળી કહ્યું છે કે- અશ્વર્યનુ ભૂષણ સજ્જનતા છે, શરતાનુ ભૂષણુ પરિમિત ભાષણ છે, જ્ઞાનનુ ભૂષણ ઉપશમ છે, શ્રુત ( શાસ્ત્રાભ્યાસ) નુ ભૂષણ વિનય છે, ધનનુ ભૂષણુ પાત્રદાન છે, તપનું ભષણ અક્રોધ ( શાંતિ ) છે, શક્તિવાળાનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ અહંભપણું (સરલતા) છે, પરંતુ સર્વ જનાના સર્વ ગુણેાને શાભાવનાર એવુ શીળ ઉત્તમમાં ઉત્તમ ભૂષણ છે. ” જેને શીળના પ્રભાવથી શૂળી પણ સુવર્ણના સિંહાસનરૂપ થઇ, તે દેવસમૂહાએ વાંદેલા શ્રીસુદર્શન શેઠને હુ વંદુંના કરૂ છુ. શીળ એ સર્વ અન્ય ગુણુસમૂહુરૂપી મહેલનુ શિખર છે, તેથી હું પ્રાણીએ ! સર્વે ભૂષણાને વિષે અગ્રેસર એવા એક શીળને જ પાતાના અંગમાં ધારણ કરી. ‘દ્રવ્યધર્મ અને ભાવધર્મમાં શું વિશેષ છે ? ' એમ શિષ્યે પ્રશ્ન કર્યા, તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે હું શિષ્ય સિદ્ધાંતના વચનથી “ સિદ્ધ થયેલા તે વિશેષને તું સાંભળ.-
,
જે કાઢિ સુવર્ણનુ દાન કરે, અથવા સુવર્ણમય જિનચૈત્ય કરાવે, તેને પણ બ્રહ્મવ્રત પાળવાથી જેટલું પુણ્ય થાય છે તેટલુ થતુ નથી. જેમ સર્વે વર્ણો ( અક્ષરા ) માં આકાર શાલે છે, સર્વ
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૨૮)
પર્વતેમાં મેરૂ શોભે છે અને સર્વ દેવમાં ઇંદ્ર શોભે છે તેમ સર્વ વ્રતમાં શીળત્રત શોભે છે.”
હે ભવ્ય પ્રાણીઓ ! રામ અને સીતાની આગળ કહ્યા પ્રમાણેની ઉક્તિ તથા પ્રયુક્તિને હૃદયમાં સ્થાપન કરી તમે શીળવ્રત પાલન કરવામાં આદરવાળા થાઓ. લેકના અપવાદથી ભય પામેલી સીતાએ પિતાનું શરીર અગ્નિમાં આહુતિ રૂપ કર્યું ત્યારે અગ્નિ જળની જે શીતળ થઈ ગયે, તે શીળાજ મહિમા બતાવે છે. તે વખતે સીતા બેલી હતી કે- “ હે અગ્નિ ! પુણ્યરૂપી અમૃત વડે પૂર્ણ થયેલા મારા મન, વચન અને કાયાને વિષે જે રામચંદ્ર વિના બીજા કેઈ પણ પુરૂષને પ્રવેશ થયે હેય તે આ મારા શરીરને તું બાળી નાંખજે.કારણ કે જગતમાં કરાતા કૃત્ય અને અકૃત્યને સાક્ષી તું જ છે. હે શ્રી રામદેવ! પવિત્ર ગુણોના સમૂહથી ભરેલા તમારા હૃદયમાં જે કે હું રહેલી નથી, પરંતુ હે પ્રભુ! વિગ રૂપી દાવાનળથી બળતા મારા ચિત્તમાં તે તમે વસ્યા છે, તેથી જ તમે કૃતજ્ઞ છે. હે પૃથ્વી પર અદ્વિતીય વીર ! “મેં કારણ વિના આ સીતાની અવગણના કેમ કરી ?” એમ ધારીને તમે ખેદ પામશે નહીં કારણ કે મારા કાંઈક (અશુભ) દૈવે--કર્મજ મને અગ્નિમાં નાંખી છે. પણ હદયમાં રહેલા તમે તે મને તે અગ્નિથી તારી છે. (બચાવી છે.) *
રામને વનવાસ મેક્લવાનું ઠરાવ્યા પછી કૈકેયી મનમાં કેદ કરતી હતી, તેને રામે વનવાસ જતાં જતાં કહ્યું કે –“હે માતા! તમે મારા પિતાને સત્યવાદી જનોમાં અગ્રેસર બનાવ્યા છે, મને સત્પન્ન કર્યો છે, લક્ષ્મણની કાકુથના વંશને ઉચિત ગુરૂજનની સેવા પ્રગટ કરી છે, સીતા પતિપરાયણ-પતિવ્રતા છે એ પ્રગટ કર્યું છે, તથા મારી પિતાને વિષે ભક્તિ પણ પ્રગટ કરી છે. ખરેખર માતા તે તેજ કહેવાય કે જે કીર્તિને ઉત્પન્ન કરનારી
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯ )
હાય. તે સિવાયની બીજી માતાએ તેા નામનીજ માતા છે. પછી સીતાએ વનવાસ જતાં કૈકેયીને પ્રણામ કર્યા; તે વખતે તેણે તેને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા—“ હે વત્સે ! તુ અવિધવા થા, પુત્રવાળી થા, પતિને હિતકારક થા, પતિને વહાલી થા, અતિ તીવ્ર સતીવ્રતને ધારણ કરનારી થા અને નિર ંતર પતિના ધર્મકાર્યમાં સહાયકારક થા.” સીતાની શેાધ કરવા લંકામાં ગયેલા હનુમાને સીતાની સન્મુખ જઇ તેને રામના નામની મુદ્રિકા (વીંટી) આપી. તે વખતે તે સતીએ તેને (વીંટીને) પૂછ્યુ કે—“હે મુદ્રિકા ! લક્ષ્મણુ સહિત શ્રીરામચંદ્ર કુશળ છે ? ” ત્યારે હનુમાને કહ્યું કે—હે સ્વામિની ! તે કુશળ છે. તેની ચિંતાએ કરીને તમે તમારૂં ચિત્ત દુ:ખી ન કરો. હે દેવી ! મિથિલા નગરીના રાજાની પુત્રી ! આ મુદ્રિકાને હમણાં તમે બીજા નામથી એલાવેા. ( એટલે કે મુદ્રિકાના નામે ન લાવા ) કારણ કે તમારા વિરહે રામની પાસે આ મુદ્રિકાને કંકણનુ સ્થાન મળ્યું છે, ૧
શળ નકરૂપી નગરના દરવાજાના એ બારણાં જેવું છે, અર્થાત્ નરકગમનને શકનાર છે, શીળ ઉત્તમ દ્રવ્ય છે, અને શીળ સાભાગ્યનું કારણ છે. સુભદ્રા, સુન દા અને અંજનાસુંદરી વિગેરે નારીઓ તથા સુદર્શન વિગેરે પુરુષા શીળથીજ શોભતા હતા જિનમતની પ્રભાવના કરનારા ઘણા મનુષ્યા શાસ્ત્રમાં સંભળાય છે: તેમાંથી એક સુભદ્રાની કથા સક્ષેપથી અહીં કહીએ છીએ.
૧ એટલે કે તમાંરા વિરહથી રામનું શરીર એટલું. મધુ ફૅશ થઇ ગયું છે કે, જેથી આ મુદ્રિકા કેંણુની જેમ હાથમાં પહેરાય તેવુ' છે, માટે તેને મુદ્રિકાને નામે નહીં લાવતાં કહ્યુના નામથી લાવે. એ હનુમાનના વચનનુ રહસ્ય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
(૧૩૦).
સુભદ્રાની કથા, આ ભરતક્ષેત્રમાં શ્રીવસતપુર નામનું નગર છે. તે સમુદ્રની જેમ વહાણની જેવા ફરતી ધ્વજાઓવાળા મંદિરોએ કરીને મનહર છે. તે નગરમાં આકાશમાં સૂર્યની જેમ શત્રુરૂપી નક્ષ2ના તેજને જીતનાર અને અન્યાયરૂપી અંધકારના સમૂહને નાશ કરનાર જિતશત્રુ નામે રાજા હતા. તે નગરમાં સમૃદ્ધિવાળા જમાં શિરેમણિ જિનદત્ત નામને શ્રાવક રહેતું હતું. તેને જૈનધર્મમાં આસક્ત ચિત્તવાળી ધર્મદત્તા નામની પત્ની હતી. તેઓને સુભદ્રા નામની પુત્રી થઈ હતી. તે ધર્મક્રિયામાં ઉધમવાળી, અપ્સરાના રૂપને પણ જીતનારી અને લાવણ્ય રૂપી અમૃતની વાવ સમાન હતી. તેના પિતા તેને શ્રાવક વિના બીજા ધર્મની સાથે પરણાવવા ઈચ્છતા ન હતા.
એકદા ચંપા નગરીથી બુદ્ધદાસ નામને એક વણિકપુત્ર વેપાર કરવા માટે તે નગરમાં આવ્યો તે પિતાની દુકાને બેઠે હતું, તેવામાં જિનેશ્વરની પૂજા કરવા ચૈત્યમાં જતી તે કુમારીને તેણે જોઈ, એટલે તે તેના રૂપ ઉપર મોહિત થયે. જુઓ, ઇંદ્રિયની ચપળતા કેવી છે ? આ પાંચે ઇદ્રિના વિષયે યેગીઓને પણ દુજે છે. કહ્યું છે કે – “થોડા દિવસ રહેનારી અને મદને કરનારી યુવાવસ્થામાં દુષ્ટ આત્માવાળા પ્રાણીઓ એ અપરાધ કરે છે કે જેથી તેને આખો જન્મ નિષ્ફળ થઈ જાય છે. ” તે કન્યાને પરણવાના હેતુથી બુદ્ધદાસ કપટથી શ્રાવક બની હંમેશાં સાધુ પાસે ધમ સાંભળવા જવા લાગ્યું અને થોડા દિવસમાં જ તેણે જેનધર્મનાં તો જાણી લીધાં. તે વણિકપુત્રને તત્વજ્ઞાની જાણ જિનદત્તે પિતાની પુત્રી આપી. તેમના પાણિગ્રહણના ઉત્સવમાં તેણે તેમને ઘણું દાન પણ આપ્યું. ત્યારપછી તે બુદ્ધદાસ કેટલાક કાળ ત્યાં રહી ધન ઉપાર્જન કરી તે કન્યાને લઈ પિતાની
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૩૧ )
ચંપાપુરીએ ગયે. “જેમ ચિંતામણિ ચિંતવ્યા કરતાં પણ વધારે ઈષ્ટ વસ્તુને આપનાર હોય છે, તેમ વેપાર પણ વણિકને મેટે લાભ આપનાર થાય છે.” અષ્ટમીના ચંદ્ર જેવા લલાટવાળી તે સુભદ્રા જૈનધર્મને પાળતી હતી, તેથી બૌદ્ધધર્મને માનનારી તેની નણંદ વિગેરે તેની નિરંતર નિંદા કરવા લાગ્યા અને છેવટે ધર્મની વિરૂદ્ધતાને લીધે તેને જુદા ઘરમાં રાખી. કારણ કે “ઉંદર અને બિલાડીની જેમ ચિત્તની ભિન્નતામાં સુખ ક્યાંથી હોય? ”
સુભદ્રાને ઘેર સાધુઓ તથા સાધ્વીઓ વહેરવા આવતા હતા, તેમને જોઈ ધર્મની ભિન્નતાને લીધે તેના સાસરીઆ તેના પર દ્વેષ કરવા લાગ્યા. એકદા બુદ્ધદાસની માતાએ પુત્રને કહ્યું કે “આ તારી સ્ત્રી સાધુ ઉપર રાગવાળી થઈ છે. તે સાંભળી ધર્મના દ્વેષને વિચાર કરી તેણે તે વાત સત્ય માની નહીં. એકદા કેઈ જિનકલ્પી મુનિ તેને ઘેર વહેરવા આવ્યા. તેના નેત્રમાં તૃણ પડયું હતું, તેને તે મુનિએ નિસ્પૃહતાને લીધે કાઢી નાંખ્યું હતું, તેથી બેરડીના કાંટાવડે કેળને થાય તેમ મુનિના નેત્રમાં અત્યંત પીડા થતી હતી. તે જોઈ મુનિને દાન દેતાં સુભદ્રાએ જિન્હાવડેતે તૃણ કાઢી લીધું. તે વખતે તેના કપાળમાં કરેલું તિલક મુનિના કપાળમાં લાગી ગયું, તેની સુભદ્રાને ખબર પડી નહીં, અને મુનિ એમને એમ તેના ઘરમાંથી બહાર નીકળ્યા. તેના કપાળમાં તિલક જોઈ તકાળ બુદ્ધદાસની બહેન વિગેરેએ સુભદ્રાના પતિને સાક્ષાત દેખાડ્યું. તે જોઈ બ્રાંતિ પામી તેણે મનમાં વિચાર્યું કે-“મારી સ્વી તત્ત્વજ્ઞાની હોવાથી સ્વપ્નમાં પણ તેની અગ્ય વર્તણુક સંભવતી નથી, પરંતુ વિષયે અતિ વિષમ છે, તેથી તે શું શું અકાર્ય ન કરાવે?” આમ વિચારવાથી સુભદ્રાને વિષે જે દીધે સ્નેહતંતુ હવે તે તુટી ગયે. કારણકે સનેહરૂપી વૃક્ષ ગુણરૂપી જળથી સિંચન કરાયું હોય તે જ વૃદ્ધિ પામે છે. કહ્યું છે કેપિતાને મિત્ર, પિતાને ભાઈ, પિતાને પિતા, પિતાને પિતા
Page #144
--------------------------------------------------------------------------
________________
(૧૩૨). મહ કે પોતાને પુત્ર પણ જે કુશળ હોય તે તે લોકોને વલભ થતું નથી. ” આ વૃત્તાંત સુભદ્રાએ કઈ પણ કારણથી જાણ્યો, તેથી જૈનધર્મની નિદાને નાશ કરવા માટે તેણે કાત્સર્ગ કર્યો. તે વખતે તેના નિર્મળ અને અનુપમ શીળના પ્રભાવ રૂપી પવનથી પ્રેરાયેલ વજાની જેમ શાસનદેવીનું આસન કંપ્યું. તેથી રાત્રિને સમયે શાસનદેવીએ આવી તેને કહ્યું કે–“ હે ભદ્રે ! તે મારું સ્મરણ શા માટે કર્યું છે?” તે બોલી કે – “હે માતા ! મારા અપવાદનું હરણ કરી જિનેશ્વરના મતને ઉોત કરે.” ત્યારે દેવીએ કહ્યું કે–“હું પ્રાત:કાળે નગરીના સર્વે દ્વાર બંધ કરીને આકાશમાં અદશ્ય રહી લેકેને કહીશ કે કઈ મન, વચન અને કાયાએ કરીને શુદ્ધ શીળવ્રતને પાળનારી સ્ત્રી ચાળણીમાં જળ રાખી તે જળ દરવાજાને છાંટે તે નગરીના દરવાજા ઉઘડે. આવું કાર્ય તારાથી બનશે, તેથી હે ભદ્રે ! તારું કલંક જશે ને યશ થશે.” એમ કહી દેવી અદશ્ય થઈ અને સુભદ્રા મનમાં આનંદ પામી. પછી પ્રાત:કાળે નગરીના દરવાજા બંધ જોઈ તેને ઘણા પ્રયાસથી ઉઘાડવા માંડ્યા, તે પણ તે ઉઘડ્યા નહીં, ત્યારે સમગ્ર પુરજને કેદીજનોની જેમ આકુળ વ્યાકુળ થઈ ગયા અને દેવેની પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે આકાશમાં વાણી થઈ કે- “કઈ સતી સ્ત્રી ચાળણીમાં પાણી લઈ દરવાજાને તે પાણી છાંટશે તે દરવાજા ઉઘડશે.” તે સાંભળી કેટલીક સ્ત્રીઓ પિતાના સતીપણાની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચાળણીમાં જળ નાંખવા લાગી, પરંતુ તે જળ પોતાના યશની જેમ તેમાંથી નીકળી જવા લાગ્યું. ત્યારપછી સુભદ્રા તે કાર્ય કરવા તૈયાર થઈ તેને તેની સાસુ વિગેરેએ ઈર્ષ્યાથી કહ્યું કે “તારૂં સતીપણું અમે પહેલેથી જ જાણ્યું છે. હવે લેકના હાથે ચડવું રહેવા દે, અને છાની માની ઘેર બેસી રહે.” આ પ્રમાણે તેઓએ નિષેધ કર્યા છતાં પણ તે સતી સ્નાન કરી,ગંગાજળ જેવા ઉજ્વળ
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૩૩)
શુદ્ધ વસે પહેરી, ચાળણુને કાચા સુતરના તાંતણા વડે બાંધીને ચાલી. પછી તે ચાળણી વડે કૂવામાંથી પાછું ખેંચી પુરીના મુખ્ય દરવાજાને ત્રણ અંજલી છાંટી એટલે તે દરવાજે ઉઘડી ગયે.એ રીતે તેણે ત્રણ દરવાજા ઉઘાડ્યા અને પિતાના કર્મરૂપી કમાડ તેણે તેડ્યાં. બીજી કઈ સતી હોય તે તેની પરીક્ષાને માટે તેણે ચેાથે દરવાજે ઉઘાડ્યો નહીં. તે ચંપા નગરીને ચોથો દરવાજે હજુ સુધી કેઈએ ઉઘાડ્યો નથી, બંધન છે.આ પ્રમાણે સુભદ્રાએ લોકમાં જિનશાસનની પ્રભાવના કરી. અહા! શીળનું માહાત્મ્ય સમગ્ર જગતમાં ઉત્તમ છે. તે સુભદ્રાએ રાજાને, બીજા લોકોને, પિતાના સાસરીયાને અને નગરીના જનોને બેધ પમાડી જૈનધર્મ કર્યા. “શુભ કર્મમાં ઉદ્યમવાળી, સર્વ સતીઓમાં શિરોમણિ અને ગુણસમૂહની લતા રૂપ સુભદ્રાનું કલ્યાણ થાઓ.” કહ્યું છે કે- “ જેણે ચાળ• ણના જળવડે ચંપાના દરવાજા ઉઘાડયા, તે સુભદ્રાનું ચરિત્ર કેના ચિત્તનું હરણ ન કરે ? ” જેણે જિનશાસનની પ્રભાવના કરી તેજ ચંદ્રિકા જેવી ઉજવળ અને હસ્તીના જેવી ગતિવાળી સુભદ્રા સર્વ સતીઓમાં પ્રશંસા કરવા લાયક છે.
આ પ્રમાણે અસુર, સુર અને મનુષ્યના સમૂહને પ્રથમ ઉત્પન્ન થયેલા આશ્ચર્યના સમૂહને નિષ્ફળ કરવામાં કુશળ એવું આ સુભદ્રાનું ચરિત્ર સાંભળીને તે બુદ્ધિમાન જ ! તમે સમગ્ર ગુણરૂપી મણિઓને ઉત્પન્ન કરવામાં રેહણાચળ પર્વત સમાન શીળને હંમેશાં નિર્મળ ચિત્તમાં ધારણ કરે.
આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશકલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે બીજી શાખામાં શીળ નામના સર્વોત્તમ ગુણના વિષય ઉપર સુભદ્રાના વર્ણન નામને બારમે પલ્લવ સમાપ્ત થશે.
કરવાના ઉપાય.
કરીનાનું હરણ
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૩૪)
પલવ ૧૩ મે, શ્રી કૃતવર્મ રાજાના કુળ રૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન શ્રી વિમલ સ્વામીને નમસ્કાર કરવાથી ભવ્ય પ્રાણ નિર્મળ આત્માવાળા થાય છે. શીળનું દ્વાર કહ્યા પછી હવે તારૂપી તેરમું દ્વાર કહે છે–
तवो अ તપ તે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે જાણ. તે ભવ્ય જીવેએ વિધિ પ્રમાણે કરે. સર્વ સિદ્ધિઓ તપવડે જ પ્રાપ્ત થાય છે, કર્મને ક્ષય તપ વડેજ થાય છે, અને કષ્ટસાધ્ય કાર્યો પણ ક્ષણવારમાં તપથીજ સિદ્ધ થાય છે. ચકવર્તી અઠ્ઠમ તપ કરીને દેવ સહિત પ્રભાસાદિક તીર્થોને સાધે છે, તે સર્વ તપનું જ બળ છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારને જાણ. તે દરેકના છ છ ભેદે તત્ત્વજ્ઞાનીઓએ કહેલા છે– અનશન ૧, ઉનેદરી ૨, વૃત્તિને સંક્ષેપ ૩, રસને ત્યાગ ૪, કાયાને કલેશ ૫ અને સંલીનતા ૬ આ જ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત ૧, વૈયાવૃત્ય ૨, સ્વાધ્યાય ૩, વિનય ૪, કોત્સર્ગ ૫ અને શુભ ધ્યાન ૬ એ છ પ્રકારે અત્યંતર તપ છે. તે વિષે સિદ્ધાંતમાં પણ આ પ્રમાણે કહ્યું છે – “મુનિઓને જે સંભિત વિગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપથી જ થાય છે, તેથી કરીને હર્ષથી તપ કર. કહ્યું છે કે-“નિરંતર છઠ્ઠ તપ કરતા અક્ષીણ મહાનસ નામની લબ્ધિને પામેલા પહેલા ગણધર શ્રી મૈતમ સ્વામી જયવંત વત. તપના વિશેષ માહાસ્ય ઉપર નંદનમુનિનું દષ્ટાંત છે. તેણે આરાધના રૂપ તપ કર્યો હતે. તેદષ્ટાંત શાસ્ત્રને આધારે અહીં લખીએ છીએ.
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૩૫).
નંદનમુનિની કથા શ્રી મહાવીર નિંદ્રને હું વંદન કરું છું કે જેમણે નંદનમુનિના ભવમાં ચારિત્ર ગ્રહણ કરી સર્વ અતિચારેની શુદ્ધિ કરી આરાધના કરી હતી, તે આરાધનાને હું કહું છું–આ ભરત ક્ષેત્રમાં છવા નામની નગરી છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. સ્વર્ગથી ચવેલો કેઈજીવ ભદ્રા નામની તેની રાણીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન પુત્રપણે • ઉત્પન્ન થયેલ હતું. તેનું નામ નંદન પાડ્યું હતું. તેને રાજ્ય ઉપર
સ્થાપન કરીને વિરક્ત ચિત્તવાળા જિતશત્રુ રાજાએ પાપરૂપી રેગને નાશ કરવામાં રસાયણરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. પછી મુખની લક્ષ્મીએ કરીને ચંદ્રને પરાભવ કરનાર અને ચંદનની જેવા શીતળ વચનને બેલનાર નંદન રાજા પ્રજાનું પાલન કરવા લાગ્યું. ચોવીશ લાખ વર્ષ રાજ્ય કર્યા પછી સંયમની ઈચ્છા થવાથી તેણે પશ્કિલ નામના સૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે નંદન રાજર્ષિ સમગ્ર સદ્ગણેનું નિવાસસ્થાન હતા, નિરતર માસ માસના ઉપવાસ કરતા હતા અને ગુરૂની સાથે ગામ, આકર અને નગર વિગેરે સ્થાનમાં વિહાર કરતા હતા. તે બે પ્રકારના અશુભ ધ્યાન અને બે પ્રકારના બંધથી રહિત હતા, ત્રણ દંડ, ત્રણ શલ્ય અને ત્રણ પગરવને તેણે ત્યાગ કર્યો હતે, ચાર કષાય, ચાર વિકથા અને ચાર ૬ સંજ્ઞાથી તે રહિત હતા, ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરતા હતા, ચાર પ્રકારના ધર્મમાં અત્યંત દઢ હતા, પાંચ મહાવ્રત વડે યુક્ત હતા, પાંચ પ્રકારને ” આચાર પાળવામાં સમર્થ હતા, પાંચ પ્રકારને સ્વા
૧ આર્ત તથા રોદ્ર ૨ મિયાત્વ ને અવિરતિ. ૩ મન, વચન અને કાયાના દંડ ૪ માયા રાય, નિયા શલ્ય, મિથ્યાત્વશલ્ય. ૫ સાતા, રસ અને ઋદ્ધિ ગારવ. ૬ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ, છ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. ૮ વાંચના, પૃરછના, પરાવતના, અનુપ્રેક્ષા, ધર્મકથા
Page #148
--------------------------------------------------------------------------
________________
(૧૩૬) ધ્યાય કરવામાં આસક્ત હતા, પાંચ ઇંદ્ધિને દમન કરવામાં સવવાળા હતા, પાંચ સમિતિવડે યુક્ત હતા. છ જવનિકાયનું પાલન કરવામાં નિપુણ હતા, સાત ભયના સ્થાનેથી રહિત હતા, આઠ મદના સ્થાને દળી નાખનાર હતા, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તથી ગુપ્ત હતા, ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના યતિધર્મમાં સમ્યક્ પ્રકારે આસકત હતા, અગ્યાર અંગને ધારણ કરનાર હતા, બાર પ્રકારના ઉગ્ર તપને કરતા હતા, સાધુની બાર પ્રતિમાને ધારણ કરતા હતા, તથા બાવીશ પરીસહ રૂપી ઉગ્ર સૈન્યને જીતવામાં મહા દ્ધા સમાન હતા. તે નિ:સ્પૃહી નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી મા ખમણરૂપ ઉગ્ર તપ કર્યો.
(અહીં તેમણે કેટલા માસમણ કર્યું તે સંબંધી ગાથા છે તેને અર્થ યથાર્થ સમજાણે ન હોવાથી લખે નથી.)
અરિહંતની ભક્તિ વિગેરે વિશ સ્થાનકેની આરાધના કરી અને મહા તપવડે શરીરનું શેષણ કરી તે મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરી તે મુનિએ આયુષ્યને છેડે આ પ્રમાણે આરાધના કરી.-શ્રીજિનેશ્વરે કાળ, વિનય વિગેરે જે જ્ઞાનાચાર કહે છે, તેમાં મને કાંઈ પણ અતિચાર દેષ લાગે છે તેને હું ત્રિવિધે (મન, વચન અને કાયા વડે) નિંદું છું. સમક્તિના (દર્શનાચારના) નિ:શંક્તિ વિગેરે જે આઠ આચારે કહેલા છે, તેમાં મને જે અતિચાર લાગે છે તેને હું વિવિધે નિંદુ છું. લેભથી કે મોહથી સૂક્ષ્મ કે બાદર છવાની જે મેં હિંસા કરી હોય તે પાપની હું ત્રણ પ્રકારે ગહ (નિંદા કરું છું. કેધથી, લેભથી, હાસ્યથી કે ભયથી જે કાંઈ મેં મિયા ભાષણ કર્યું હોય તે પાઅને હું સરાવું (તાજું) છું. થોડું અથવા ઘણું બીજાનું અદત્ત દ્રવ્ય મેં રાગથી કે દ્વેષથી ગ્રહણ કર્યું હોય તે પાપને હું ત્રિવિધે મિથ્યા કરું છું. પૂર્વે તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી મૈથુનને
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૩૭ )
મન, વચન કે કાયાએ કરીને સેજુ હાય તેના હું ત્રિવિધ ત્યાગ કરૂં છું, મેં લેાભથી ધન, ધાન્ય અને ક્ષેત્ર વિગેરેના જે પરિગ્રહ ગ્રહણ કર્યો હેાય, તે સર્વને સ ંવેગ પામેલે હું ત્રિવિધ વાસિરાવુ છું. શ્રી, મિત્ર, અંવર્ગ, ધન, ઘર અથવા બીજા કાઈને વિષે પણ મેં જે કાંઇ મમતા કરી હોય તે સર્વને હું સર્વદા તનુ છુ. મે... રસના ઇંદ્રિયને વશ થઇને માહથી રાત્રિ સમયે જે કાંઇ ચાર પ્રકારના આહાર કર્યો હોય તેને હું ત્રિવિષે નિંદું છું. ક્રોધ, ગર્વ (માન), માયા, લેાભ, રાગ, દ્વેષ, કલિ (કલહ), પેશન્ય, (ચાડી), પરાપવાદ, અભ્યાખ્યાન (કલક) કે ખીન્તુ જે કાંઇ ચારિત્રાચાર (પાપસ્થાન સેવન) સંબંધી દુષ્ટ આચરણુ આચર્યું હેાય તે સર્વની હું ગર્હા કરૂં છું. બાર પ્રકારના તપને વિષે મેં જે કાંઇ અતિચાર લગાડચા હાય તે સર્વની હું આલેાચના કરૂ છું. ધર્મક્રિયાને વિષે મેં કાંઇ પણ આત્મવીર્ય ગેાપવ્યું હાય. તે વીર્યાચારના અતિચારને હું ત્રણ પ્રકારે પડિક્કમ છું--તજી છું. મે જે કાઇ પ્રાણીને હણ્યા હાય, જેનુ કાંઇ પણ મેં હરી લીધુ હાય, તથા કાઈના કાંઈ પણ અપકાર કર્યો હેાય તે સર્વ પ્રાણી મને ક્ષમા આપો. ત્રણ જગતમાં જે કોઇ મારા સ્વજન કે અન્યજન હાય, મિત્ર કે અમિત્ર હોય તે સર્વ મને ક્ષમા આપજો. સર્વેને વિષે મારા સમભાવ છે. મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈને મેં જે મનુષ્યોને દુ:ખ આપ્યું હાય, તિર્યંચ જાતીમાં ઉત્પન્ન થઇને મે જે તિર્યાને દુ:ખ આપ્યું હોય, નારકીમાં ઉત્પન્ન થઇને જે નારકીને દુ:ખી કર્યા હાય, અને દેવમાં ઉત્પન્ન થઇને જે દેવાને દુ:ખી કર્યા હાય, તે સર્વે મારા અપરાધ ક્ષમા કરજો. હું પણ તેએને ખમાવું છું. મારે સર્વ ઉપર મૈત્રી ભાવ છે. કાઇની સાથે મારે વેરભાવ નથી. જીવિત, ચૈાવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનના સમગ્ગમ તે સર્વ વાયુએ ઉછાળેલા સમુદ્રના તરગેાની જેવા ચપળ-અસ્થિર છે. આ સંસારમાં દુ:ખી જીવાને ધર્મ
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮ )
વિના ખીજુ કાઇ પણ શરણુ નથી, તેથી સર્વે જીવો કે જે કાઇ વખત સ્વજન અને કોઈ વખત પરજન થાય છે, તેને વિષે કાણુ પ્રતિબંધ ( રાગ દ્વેષના પરિણામ ) કરે ? આ સંસારમાં જીવ એકલેાજ ઉત્પન્ન થાય છે, લેાજ મરણ પામે છે, એકલેાજ સુખને અનુભવે છે, અને એકલેાજ શરણ રહિત દુ:ખને પણ અનુભવે છે. આ શરીર અન્ય છે. ધનાર્દિક અન્ય છે, મધુએ અન્ય છે, જીવ અન્ય છે, એવું જાણ્યાં છતાં બાળ-મૂર્ખ તેમાં મુ ંઝાય છે; પંડિત પુરૂષ તેમાં મુ ંઝાતા નથી. આ દેહ રૂધિર, વસા,માંસ, અસ્થિ, મૂત્ર અને વિષ્ઠાથી ભરપૂર હાવાથી અસાર છે, તેના ઉપર કાણુ નિપુણ માણસ મળે કરે, ? લાલન પાલન કર્યા છતાં પણ આ શરીર ભાડાના ઘરની જેમ જ્યારે ત્યારે પણ મૂકવાનુ' જ છે,માટે ધીર પુરૂષે એવી રીતે મરવુ જોઇએ કે ફરીથી મરવું જ ન પડે. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું હું શરણુ કરૂ છું. જિનધર્મ (જિનવાણી) મારી માતા છે, ગુરૂ મારા પિતા તુલ્ય છે,સાધુ સ દાદર (ભાઇઓ) છે, અને સાધમિકા સ્વજન તુલ્ય છે, આ સર્વ મારૂ ખરૂ કુટુંબ છે; બીજું સાંસારિક કુટુંબ તેા પાસલા સમાન છે. શ્રીૠષભાદિક જિનેશ્વ રાને તથા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહક્ષેત્રના સર્વ જિનેશ્વશને હું પ્રણામ કરૂ છું. તીર્થંકરને એક પણ નમરકાર કર્યો હોય તે તે સંસારના ભેદ ( નાશ ) કરનાર થાય છે. ચાન રૂપી અગ્નિ વડે કર્મમળને બાળી નાંખનાર સિદ્ધ ભગવાનને હુ નમસ્કાર કરૂ છું. પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા આચાર્યને હું પ્રણામ કરૂ છું. સત્રને ભણાવનાર ઉપાધ્યાયને હું પ્રણામ કરૂ છુ. તથા શીળવડે શોભતા સાધુઓને હું પ્રણામ કરૂ છું. સાવધ વ્યાપારને અને માહ્ય તથા અભ્યંતર ઉપાધિને હું તજી છું. આ પ્રમાણે દુષ્કૃતની ગાઁ, સર્વ જીવાની ખામણા, ચાર શણ, શુભ ભાવના, નમરકારનુ સ્મરણ અને
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) અનશનને હું અંગીકાર કરું છું. સવેગને પામેલે હું જાવજીવ પર્યત ચાર પ્રકારના આહારને ત્યાગ કરૂં છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે શુભધ્યાનમાં રહીને મારા દેહને પણ હું સિરાવું છું. પહેલું મંગળ અરિહંત છે, બીજું મંગળ સિદ્ધ ભગવાન છે, ત્રીજું મંગળ સાધુઓ છે, અને ચોથું મંગળ જિન ધર્મ છે. આ પ્રમાણે જે પ્રાણુ શાંત ચિત્તે નંદન મુનિની કરેલી ભવવિરાધના (આરાધના) ને અનુસરે છે તે એક છત્રવાળું પ્રભુપણું (ચક્રવતી પણું) અને દેવેંદ્રપણું પ્રાપ્ત કરે છે..
આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીએ નંદન રાજષિના ભવમાં કલું દુરસ્તપન્માપવાસનું તપ કે જે સમગ્ર દુઃસાધ્ય કાર્યને સાધવામાં સમર્થ છે, તેને સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ એ તપ નિરંતર કરે.
આ પ્રમાણે શ્રીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશ કપલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં તપના વિષય ઉપર નંદન મુનિના વર્ણન નામને તેરમે પલ્લવ સમાપ્ત થયે.
પહલવ ૧૪ મે. દેવોએ પૂજેલા અને ત્રણ જગતના નાયક શ્રીઅનંત જિનેશ્વર અનંત સુખને આપનારા થાઓ. તપનું સ્વરૂપ કહ્યા પછી હવે ભાવ નામનું ચાદમું દ્વાર કહે છે
માવો ભાવ એટલે મનના શુભ પરિણામ વિશેષ. તે ધર્મને એ ભેદ છે. તે નિરંતર પંડિતાએ આસધવા યોગ્ય છે. જેમ સર્વ સમુદ્રમાં રવયંભૂરમણ સમુદ્ર મુખ્ય છે, તેમ સર્વ ધર્મોને વિષે
Page #152
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
ભાવધર્મ મુખ્ય કહેલો છે. કહ્યું છે કે-“ચૂર્ણના પાસ વિના જેમ તાંબુલને રંગીલતે નથી, તેમ ભાવવિના કરેલા દાન, શીળ અને તપ નિષ્ફળ જાણવા. દાનાદિક વિના પણ જે એક ભાવધર્મ સે હોય તે તે લક્ષમીને માટે થાય છે, પરંતુ ભાવ વિના દાનાદિક ગમે તેટલા સેવવામાં આવે તે પણ તે નિષ્ફળ છે. જેમ સિદ્ધરસ વડે લોઢું ઉત્તમ સુવર્ણપણાને પામે છે, જેમ લવણ વડે ભેજન અતુલ રવાદને પામે છે, અને જેમ ચર્ણ વડે તાંબુલ એગ્ય રંગના પ્રકર્ષને પામે છે, તેમ ભાવના સમહ વડે કરેલ ધર્મ પણ મેક્ષને આપનારી લક્ષ્મીને પ્રાપ્ત કરનાર થાય છે. છ ખંડ ભત ક્ષેત્રના સ્વામી શ્રી ભરત ચક્રવર્તી અંતઃપુરની છીએ, અન્ય પરિવાર અને ઉત્તમ શણગાર યુક્ત હતા. તે વખતે અરિસામાં પિતાનું શરીર જોતાં એક અંગુલીને મુદ્રિકા રહિત જોઈને “આ કેળના ગર્ભની જેવા અસારા શરીરને ધિક્કાર છે.” ઈત્યાદિ ભાવના ભાવતાંજ કેવળજ્ઞાન પામ્યા હતા. સર્વ ધર્મ ભાવ સહિત કરવામાં આવે તે જ તે પ્રાણીઓને આલોક અને પરલેક સંબંધી અસંખ્ય સુખની પ્રાપ્તિને માટે થાય છે. પ્રજાનું પાલન કરવામાં તત્પર મિત્રસેન નામને રાજા જે પ્રકારે ભાવથર્મનું સેવન કરી મેક્ષને પામ્યું, તે દષ્ટાંત નીચે પ્રમાણે–
મિત્ર સેનની કથા. આ ભરતક્ષેત્રને વિષે તાલિખી નામની નગરી છે. તેમાં રત્નમય પ્રાસાની ઉછળતી કાંતિ વડે સમગ્ર દિશાએ નિરંતર પ્રકાશમાન લેવાથી રાત્રિ દિવસન વિભાગ જાણી શકાતે ન હતું. તે નગરીમાં અમિત્ર (શત્રુ) ની સેનાને જીતનાર મિત્રસેન નામને રાજા હતે. દર્પણની જેમ તેના હૃદયમાં સર્વ ગુણોને સંક્રમ થયે હતે. વહાણની જેમ તે જગતના લેકેને દુઃખ
૧ કપ ચુને,
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૪૧ ) સાગરમાંથી તારનાર હતે. રવૈયાની જેમ તે પૂર્વના રાજાઓના યશસાગરનું મથન કરનાર હિતે. અનીતિ રૂપી પિોયણાની શ્રેણિને સંકેચ કરવામાં તે સૂર્ય સમાન હતું. પ્રજાપાલનના વિચારોથી તાપિત થયેલા શત્રુઓના હદને જળની જેમ શાંત કરવા માટે ચંદ્રત્સનાના મિષને ધારણ કરનારી તેની દેદીપ્યમાન દીતિવડે આકાશ વ્યાપી ગયું હતું. જેઓને પ્રથમ ધન રૂપી જળ પ્રાપ્ત થયું નથી એવા યાચક રૂપી ચાતકને તે વર્ષાઋતુના મેઘની જેમ તૃપ્ત કરતે હતો. આવા પાપકારી તે રાજાએ કરીને રાજાવાળી થયેલી તે નગરી શેભતી હતી. પૃથ્વી ઉપર ચક્રવતી જેવા તે રાજાના રાજ્યને સમગ્ર બુદ્ધિના નિધરૂપ સુમિત્ર નામને મંત્રી શોભાવતે હતે.
એકદા તે નગરીમાં સ્વપર આગમને જાણનાર શ્રીમાન વિનયંધર નામના સદગુરૂ અનેક વિદ્વાન મુનિઓ સહિત પધાર્યા. તેમનું આગમન સાંભળી રાજા હર્ષથી તેમની પાસે ગયો. તેમને વંદના કરી તેમના મુખથી સંસાર રૂપી અગ્નિ વડે તાપ પામેલા પ્રાણીઓને શાંતિ આપવામાં અમૃત રસ જેવી આ પ્રમા- . બેની ધમદેશના તેણે સાંભળી—“જિન ધર્મનાં તત્ત્વને વિષે કુશળતા ૧, સર્વ પ્રાણીઓ ઉપર કરૂણ ૨, કષાયનો વિજ્ય ૩, ધર્મસંબંધી કળા ૪, કુસંગને ત્યાગ ૫, કમલા ( લક્ષમી ) નું દાન દ અને ક્રિયા કરવામાં તત્પરતા ૭ એ સાત કકારે મુક્તિને આપનારા છે. આ પ્રમાણે ઉપદેશ આપતા ગુરૂને રાજાએ પૂછયું કે-“હે પૂજ્ય! ભાવ સહિત અને ભાવ રહિત કરેલા સત્કાર્યથી ઉત્પન્ન થએલ પુણ્ય તુલ્ય જ છે કે તેમાં કાંઈ તફાવત છે?” ગુરૂએ કહ્યું કે –“હે રાજા! ભાવ સહિત અને ભાવ રહિત એવા બે પ્રકારના ધર્મો જુદા જુદા ફળને આપે છે. તે તફાવત આ પ્રમાણે છે. ભાવ રહિત કરેલ ધર્મ માત્ર ઘણું ધન જ આપે છે, અને
Page #154
--------------------------------------------------------------------------
________________
(૧૨) ભાવ સહિત કરેલો ધર્મ ધનને તથા સુંદર ભેગોને પણ આપે છે. હે રાજા ! આ વિષયમાં કન્યાકુના રહેવાશી ધનદેવ અને ભગદેવ નામના બે ધનિકનું વૃત્તાંત જાણવાથી તમને વધારે ખાત્રી થશે. ” તે સાંભળી રાજા ગુરુને નમીને શહેરમાં કર્યો. પછી રાજાએ તે બન્ને ધનિકનું વૃત્તાંત જાણવા માટે પિતાના પ્રધાનને ત્યાં મોકલ્ય.
સુમિત્ર મંત્રી કન્યકુબજ દેશમાં ગયા. ત્યાં પ્રથમ વિશ કરેડ ધનના સ્વામી ધનદેવને ઘેર તે પૂછતે પૂછતે ગયે. ત્યાં ડેલીના બારણામાં જ કઈ જીર્ણ વસ્ત્રવાળા વિલક્ષણ પુરૂષને જોઈને તેણે પૂછયું કે-“ધનદેવ ક્યાં છે?” તેણે કહ્યું-“તેનું શું કામ છે?” મંત્રીએ કહ્યું-“ હું તેને ઘેર આજે પણ આ છું.” ત્યારે તે બોલ્યો કે-“હંમેશાં લાકડાનું ભક્ષણ શુ કરે તેમ પરેણાઓ વડે હું ભક્ષણ કરાય છું, તે પણ તું આજેજ આવ્યું છે તે ભલે. કાંઈ ઓછું રહ્યું હોય તે તું પૂર્ણ કર. હે વિચક્ષણ ! તું જેને પૂછે છે તે ધનદેવ હુંજ છું. એ પછી મંત્રી તેની પાસે બેઠે. ધનદેવ એક દેરડું વણતું હતું, તે કામ મંત્રી પાસે પણ મધ્યાન્હ કાળ સુધી તેણે કરાવ્યું. પછી મંત્રીને સાથે લઈ તે ઘરમાં ગયા. ત્યાં પ્રેતની જેવા તેના બાળકેને અને પિશાચી જેવી તેની સ્ત્રીને મંત્રીએ જોઈ. પછી ધનદેવ મંત્રીની સાથે ભોજન કરવા છે. તેમાં કાંગ, વાલ અને તેલ પિરસવામાં આવ્યા. હે લેકે ! કૃપણ પુરૂષના ઘરની ગરિવતા જુઓ ! કહ્યું છે કે – “કૃપણની જે દાતાર કઈ થયું નથી અને થશે પણ નહીં. કારણકે તે પિતાના ધનને
સ્પર્શ કર્યા વિના જ-ભંગ કર્યા વિના જ સર્વ પરને આપી દે છે.” ભજનને છેડે શ્રેણીએ દૂધ માગ્યું, તે લાવતાં રસ્તામાં જ દાસના હાથમાંથી દૂધનું પાત્ર પડીને ફુટી ગયું. “દુજન પુરને
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૪૩ )
સારા મનોરથ ઉત્પન્ન થતાજ નથી, અને કદાચ થાય તે તે તરતજ વિનાશ પામે છે. જુએ, કાસના વૃક્ષને પુષ્પ તે આવે છે, પરંતુ તેને ફળ થતાં જ નથી.’ ભેાજન કરી રહ્યા પછી શ્રેષ્ઠીએ તેને પાનના બીડાને ઠેકાણે ખેરનુ ચણું આપ્યું. પછી તેણે આખા દિવસ મંત્રીને પેાતાની સાથે ઉઘરાણીમાં ફ્રેબ્યા. રાત્રિ સમય થતાં મંત્રીને દાસની પાસે સુવાડડ્યા. માંકડ વિગેરેના ઉપદ્રવથી નિદ્રા રહિત સુતેલા મંત્રીએ અર્ધ રાત્રે કાઈ ને જોઇ. તેણીએ તે દાસને કહ્યું કે—“ હું કામ કરવામાં મૂર્ખ દાસ ! તે આજે દૂધનુ પાત્ર ભાંગી નાખ્યુ તે તારા માટા અપરાધ થયા છે, તા પણ આ એકવાર તને મારીી આપુ છું. હવેથી એવુ કાર્ય કરીશ નહીં. ” એમ કહી તે સ્ત્રી જતી રહી તેને મત્રીએ જોઇ.
પ્રાત:કાળે ઉઠીને મત્રી ભાગદેવ શેઠને ઘેર ગયા. તેનું ઘર સાત માળનુ હતુ, તે ઘર વિમાનની જેમ દેવકુમાર જેવા મનુપ્યાથી ભરેલુ હતુ. ત્યાં જતાંજ દ્વારપાળે સન્માનથી તેમને આસન આપી બેસાડયા. તેટલામાં અશ્વ ઉપર બેઠેલા, માટી સમૃદ્ધિએ કરીને મનેાહર, મયૂરપિચ્છના છત્રવડે સૂર્યના તાપનુ નિવારણુ કરતા, એક કરોડ દ્રવ્યના સ્વામી અને ઘણા યાચકારૂપી વૃક્ષાને સિચન કરનાર ભાગદેવ ઘણા પરિવાર સહિત રાજસભામાંથી ઘેર આવ્યેા. તેને મત્રી ઉભા થઈને મળ્યા, એટલે શ્રેષ્ઠીએ તેની સાથે સ્નેહથી કુશળતાના પ્રશ્નપૂર્વક વાતચીત કરી. ‘ જ્યાં આગત સ્વાગતના પ્રશ્ન પણ ન હોય તે ઘર પડિતા તજી દે છે.’ પછી શ્રેષ્ઠી મત્રી સહિત સ્નાન તથા દેવપૂજા કરીને લેાજન કરવા બેઠા. તે વખતે પાટલા ઉપર પ્રથમ સુવર્ણના થાળ મૂકાયા. પછી જાણે હાલતી ચાલતી સાક્ષાત્ લક્ષ્મી દેવી હાય એવી, કમળના સરખા નેત્રવાળી, મનેાહર અલ કારાને ધારણ કરનારી અને કસ્તુરીના સુગધવાળા વઅને પહેરનારી તેની
Page #156
--------------------------------------------------------------------------
________________
( ૧૪૪ )
પીરસવા આવી. તેમાં દ્રાક્ષા, ખજૂર, નારિંગ અને પક્વાન્નવડે મનેાહર, ઉત્તમ રસવાળી અને સ્વાદવડે જિજ્તા ઇંદ્રિયને સુખ આપનારી સુખડી, ઘટના આકારવાળા સુગંધી સિ ંહકેસરીયા લાડુ, દેવતાઓના મનને પણ આનંદ આપનારા ઉત્તમ બીજા લાડુ, છત્રીશ પ્રકારના પક્વાન્ના, નવા શાળીના ભાત, સારી વઘારેલી દાળ, સુગ ંધી શ્રી તથા ખંજી ઉત્તમ ઉત્તમ ભેાજનની વસ્તુ
એ પીરસી. મત્રી તથા ભાગદેવ તે ઉત્તમ ભેાજનને વારંવાર સ્વાદ લઈ અનુક્રમે સર્વ રસાઈ જમ્યા. ભેાજનને અંતે શ્રેષ્ઠીએ દહીં માગ્યું, તે વખતે તેના ચાકર એ દિવસનું અસાર દહીં લાવતા હતા, તેટલામાં કાઇ પાસેના ગામના ખેડુત તાજું દહીં શેઠને ભેટ કરવા લાગ્યેા. તે દહીં દાસે તેમને પીરસ્યું. તે જમીને અને અત્યંત તૃપ્તિને પામ્યા. ભાજન કરી રહ્યા પછી કપૂર વિગેરે સુગંધી પદાર્થથી સુવાસિત કરેલાં પાનનાં બીડાં ખાઈ ઘેાડીવાર વિશ્રાંતિ લીધી. પછી અને જણા આ પ્રમાણે પરસ્પર ધર્મકથા કરવા લાગ્યા. “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવ, નિર્જરા, બંધ અને મેાક્ષ એ નવ તત્ત્વા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિએ છે, દર્શનાવરણીયની નવ, વેદનીયની એ, માહનીયની અઠ્ઠાવીશ, આયુષ્યની ચાર, નામની એકસો ને ત્રણ, ગોત્રની બે અને અંતરાયની પાંચ ઉત્તર પ્રકૃતિ છે. ત્રણે કાળમાં વર્તનારા છ દ્રવ્યા છે. જીવા છ પ્રકારના ( ષટ્કાયવાળા ) છે, છ લેશ્યાએ છે, પાંચ અસ્તિકાયા છે, વ્રત, ાિંત, ગુપ્તિ વિગેરે ચર્ચાત્રના ભેદ્દા છે. આ સર્વે મેાક્ષના કારણ છે, એમ ત્રણ ભુવનના પૂજ્ય શ્રીજિનેશ્વરાએ કહેલ છે. તે સર્વ ઉપર જે બુદ્ધિમાન પ્રતિત કરે ( સત્ય તરીકે માને ) શ્રદ્ધા કરે તથા તેનું આચરણ કરે તે સમ
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
કિત દષ્ટિ કહેવાય છે, ઈત્યાદિ ધર્મવિચાર કરી તેમણે આનંદમાં દિવસ નિર્ગમન કર્યો. પછી રાત્રી સમયે શ્રેણીએ તેને ગંગાનદીના કોઠાની જેવા કમળ, સુકુમાર ગુણે કરીને યુક્ત અને અમૂલ્ય દિગ્ય પથંક ઉપર સુવાડ્યા. ત્યાં પણ મધ્ય રાત્રીને સમયે મંત્રીએ શબ્દ સાંભળે કે –“હે શઠ અને કઠેર દાસ! તું અસાર દહીં આપવા કેમ જતે હતો? મેં નવું આણી આપ્યું હતું. આ એક અપરાધ તારે મેં માફ કર્યો છે, હવે પછી એવું કાર્ય કરીશ નહીં.” એમ બોલતી કોઈ સ્ત્રી જતી હતી, તેને મંત્રીએ પૂછયું કે –“હે સ્ત્રી! તું કોણ છે? આવા વચન નિની યુક્તિને વિવેક તારે કેમ કરે પો? હે ભદ્ર! આવી 'પાણી બન્ને એકીને ઘેર સાંભળી, તેને પરમાર્થ મને કહે.” તે બેલી કે–“હું તે બન્ને શ્રેણીની ત્રદેવી છું. તારા રાજાને સંશય દૂર કરવા માટે મેં અહીં આવેલા તને આ સર્વ દેખાડ્યું છે.” ફરીથી મંત્રીએ પૂછ્યું કે–“હે દેવી ! બન્ને શેકીને વૈભવ ઘણે છે, તેમાં એકને ઘણે ભેગ છે, અને બીજાને બીલકુલ તેને ભગ નથી, તેનું શું કારણ?” દેવીએ કહ્યું કે –“હે મંત્રી ! પૂર્વજન્મમાં આ ભગદેવે ભાવથી સુકૃત કર્યું છે અને ધનદેવે ભાવ વિના જ પુણ્ય કર્યું છે, તેનું ફળ તેમને આવું થયું છે. ભગદેવના જીવે પૂર્વ ભવમાં ભાવપૂર્વક પવિત્ર ચરિત્રવાળા સુપાત્ર સાધુને દાન દીધું છે. કહ્યું છે કે–“સુપાત્ર એ ક્ષેત્ર છે, દાતાર વાવનાર છે, ધનરૂપી બીજ છે, શમતા રૂપ જળ છે, વિનયવાળાં વચનરૂપ વાયુ છે, યશરૂપી પુષ્પ છે, પુણ્યરૂપી ફળ છે અને સુખરૂપી રસ છે. તેથી આ ભેગદેવ શ્રેણીને અખૂટ ને લક્ષમી અને સરના વિસ્તારને વેગ પ્રાપ્ત થયો છે. કારણ
કે દાનનું ખરૂં ફળ એજ છે. ધનદેવના જીવે પૂર્વભવમાં સાધુને ' ભાવ વિના દાન દીધું હતું, તેથી તેને ધનની પ્રાપ્તિ થઈ છે
ખરી, પણ તેને ભેગ તેને નથી. કહ્યું છે કે ઉત્તમ ભેજ
Page #158
--------------------------------------------------------------------------
________________
( ૧૪૬).
ન અને ભેજન કરવાથી શક્તિ, પુરૂષત્વ અને સારી સ્ત્રી, વૈભવ અને દાન દેવાની શક્તિ-આ સર્વ વિશુદ્ધ તપનું ફળ છે.” ( આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને મંત્રી સુખે નિદ્રાવશ થયે, પ્રાત:કાળે શ્રેષ્ઠીએ વસ્ત્રાદિકવડે મંત્રીને સત્કાર કર્યો પછી મંત્રી પોતાના નગરમાં આવે, રાજાને તેણે ત્યાંનું સ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી રાજા આશ્ચર્ય પામે. ત્યારપછી મંત્રી સહિત રાજા ભાવથી સમ્યક્ પ્રકારના ધર્મનું આરાધન કરી ભવાંતરે દેવલેકમાં જઈ ત્યાંથી મનુષ્ય થઈ અનંત મેક્ષસુખને પામશે. તેથી કરીને વિવેકી પ્રાણીઓએ શુભ ભાવવડે ધર્મ કરે. કેમકે ભાવ વિના કરેલા ધર્મનું સંપૂર્ણ ફળ મળતું નથી. વળી કિયા વિનાને ભાવ અને ભાવ વિનાની ક્રિયા એ બન્ને વચ્ચે પણ સૂર્ય અને ખત જેટલું અંતરું છે. ' આ પ્રમાણે હે ભવ્ય પ્રાણીઓ ! મિત્રસેન રાજા અને સુમિત્ર મંત્રીએ ભાવથી સુકૃત કર્યું, તેમ તમે પણ શુભ ભાવપૂર્વક ધર્મકર્મમાં અત્યંત ઉદ્યમ કરે. . આ પ્રમાણે શ્રીતપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્ધિહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં ભાવધર્મની આરાધનાના વિષય ઉપર મિત્રસેન રાજાના વર્ણનરૂપ ચૌદમે પલવ સમાપ્ત થયે.
" પલવ ૧૫ મ. જેમ ચર પક્ષી ચિત્તમાં ચંદ્રનું ચિંતવન કરે છે, જેમ ચક્રવાક પક્ષી સૂર્યનું ધ્યાન ધરે છે અને જેમ મયૂર અત્યંત ગર્જના કરતા નવા ઉન્નત મેઘનું ધ્યાન કરે છે, તેમ છે ધર્મ નાથ જિતેંદ્ર ! પ્રાણીઓ તમારા દર્શનનું સ્મરણ કરે છે. " ભાવનું સ્વરૂપ કહ્યા પછી હવે સ્વાધ્યાય નામનું પંદરમું દ્વાર કહે છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭ )
सज्झाय
પ્રથમ ભણી ગયેલા શાસ્ત્રને જે ગણવું તે સ્વાધ્યાય કહેવાય છે. તે નિર ંતર સાધુ અને શ્રાવકોએ કરવા લાયક છે. પાંડિતાએ મનરૂપી વાનરને નિયંત્રિત કરનાર સ્વાધ્યાય હમેશાં કરવા યોગ્ય છે. સવજ્ઞે કહેલા શાસ્ત્રનું ધ્યાન કરનારને ધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યુ` છે કે—“સ્વાધ્યાય કરવાથી પરમાર્થ રૂપ શુભ ધ્યાન ઉત્પન્ન થાય છે, સ્વાધ્યાયમાં વર્તતા પ્રાણીને ક્ષણે ક્ષણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તથા સ્વાધ્યાય કરનારને ઊલાક, અધેાલાક, તિર્યંગ્લાક, નરક, જ્યાતિષી, વૈમાનિક અને સર્વ લેાક તથા અલેાક પ્રત્યક્ષ થાય છે.” સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે.—વાચના ૧,પૃચ્છના ૨, પરાવર્તના ૩, અનુપ્રેક્ષા ૪ અને ધર્મકથા ૫. તેમાં ગુરૂની પાસે વિનયથી જે ભણુવુ' તે વાચના કહેવાય છે. ૧ ભણેલાં શાસ્ત્રમાં રહેલા સંશયના નિર્ણય કરવા તે પૃચ્છના કહેવાય છે. ૨. પ્રથમ ભણેલા શાસ્ત્રના વારવાર ઉચ્ચાર કરવા તે પરવૃત્તિ ( પરાવતના ) કહેવાય છે. ૩. શાસ્ત્ર સંબંધી જે વિચાર કરવા તે અનુપ્રેક્ષા કહેવાય છે. ૪. અને શાસ્ત્રની જે વ્યાખ્યા કરવી તે ધર્મકથા કહેવાય છે. પ. ક્રિયા કરવામાં તત્પર રહેતા સાધુ તથા શ્રાવકે હમેશાં ચાર વાર સ્વાધ્યાય કરવા જોઇએ. બુદ્ધિમાન પુરૂષોએ હમેશાં સ્વાધ્યાય કરવામાં યત્ન કરવા. કારણ કે સ્વાધ્યાયનું ફ્ળ કિટ દ્રના દાનથી પણ અધિક છે. શ્રીનીશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં સ્વાધ્યાયનું ફળ આ પ્રમાણે કહ્યું છે.—“હે ભગવન ! અતિ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે હમેશાં ગેાખતા છતાં એક વર્ષે અર્ધો શ્લેાક માત્ર પણ ચિર પ્રતિષ્ઠિત ( પાકા ) થતા નથી, તેવા સાધુ જાવ સુધી સ્વાધ્યાય કરના
જેને
જીવ
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૪૮)
રા સાધુઓનું વૈયાવૃત્ય કરવાને અભિગ્રહ કરે, તથા હમેશાં સુત્રાર્થના સમરણપૂર્વક એકાગ્ર મન વડે અઢી હજાર નવકાર ગણે, તે તે હે ભગવન ! શું ફળ પામે ?” ભગવાન બોલ્યા કે–“હે મૈતમ ! જે સાધુ જાવાજીવના અભિગ્રહપૂર્વક ચાર વાર વાંચીને અથવા મુખ પાઠે પિતાની શક્તિ પ્રમાણે સ્વાધ્યાય ન કરે, તે તેને જ્ઞાનકુશીલિયે જાણ. અને જે કઈ સાધુ જાવજજીવને અભિગ્રહ કરી હમેશાં અપૂર્વ–નવું જ્ઞાન ભણે, અથવા તેવી શક્તિ ન હોય તે પૂર્વે ભણેલાને ગણે, અથવા તેટલી પણ શક્તિ ન હોય તે અઢી હજાર વાર પંચ મંગળ (નવકાર) નું પરાવર્તન કરે, તે સાધુને આરાધક જાણ. તે સાધુ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરી તીર્થકર અથવા ગણધરની પદવી પામી પ્રાંત ક્ષે જાય છે.”
વળી વિદ્વાનોએ નિરંતર પિતાપિતાને સમયે જ સ્વાધ્યાય કરે તે કલ્યાણકારક છે. કાળવિના શાસ્ત્રનું પરાવર્તન કરવાથી–ગણવાથી તે ઉલટું વિનકારક થાય છે. કોઈ એક સાધુ રાત્રિના પહેલા પહેરે કાલિક કૃતનું પરાવર્તન કરતા હતા. તેને તેમાં પ્રીતિરસ લાગવાથી કાળ વીતી ગયા છતાં તે ગણતા જ રહ્યા. સાધુએ અથવા શ્રાવકે સર્વ ક્રિયામાં કાળનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. ઉલ્લંઘે તે કાળના અતિક્રમને દેષ લાગે છે. કહ્યું છે કે “સાધુ યોગ્ય અવસરે જ ચરીએ જાય અને એગ્ય અવસરેજ પ્રતિક્રમણ કરે, અગ્ય સમયને વર્જીને યોગ્ય સમયે જ તે તે ક્રિયા કરે. રાત્રિની પહેલી પારસીએ સ્વાધ્યાય કરે, બીજી પારસીએ ધ્યાન કરવું, ત્રીજીએ નિદ્રાને ત્યાગ કરે (નિદ્રા લઈ લેવી.) અને ચોથી પિરસીએ સ્વાધ્યાય કરે.” હવે પેલા સાધુ ગ્રંથના સમૂહને ગણતાજ હતાતેને જોઈ કઈ સમ્યદૃષ્ટિ દેવીએ તે સાધુને બંધ કરવાની ઇચ્છાથી વિચાર્યું કે-“આ જૈન સાધુ અકાળે સૂત્ર ગણવામાં તલ્લીન થઈ ગયા છે, તેથી તેને
Page #161
--------------------------------------------------------------------------
________________
( ૧૪૯) કઈ મિથ્યાદ્રષ્ટિ દેવ છાશે. માટે તેને તે વાત સમજાવું ” એમ વિચારી તેનું અત્યંત હિત ઈચ્છતી તે દેવી આભીરીનું રૂપ કરી માથે છાશનો ઘડો મૂકી છાશ લે છાશ એમ મેટે સ્વરે બેલતી સાધુના ઉપાશ્રય પાસેથી વારંવાર જાવ આવ કરીને સાધુના કાન ફાડવા લાગી. તેથી શ્રવણના સફેટને નહીં સહન કરી શકતા તે સાધુ બોલ્યા કે “હે ! શું આ સમય છાશ વેચવાને છે?” ત્યારે તે બોલી કે “હ જગતના મિત્ર! જે આ છાશ વેચવાને સમય નથી, ત્યારે શું તમારે આ વાધ્યાયને સમય છે ? હે મુનિ ! ઉપગ આપો.” તે સાંભળી મુનિએ ઉપયોગ આપી કાળને વ્યતિક્રમ જાતેથી મિથ્યાત આપી તેણે પિતાને આત્મા નિર્મળ કર્યો.
કોઈ એક વખત અર્ધ રાત્રીએ અતુલ બુદ્ધિના સ્થાનરૂપ કઈ આચાર્ય પિતાના શિષ્યને ઉંચે સ્વરે શાસ્ત્રને અર્થ સમજાવતા હતા. તે વખતે ઉપાશ્રયની પાસે કોઈ મછીમાર ફરતો હતે, તેણે ગુરૂના મુખથી ઘણું માછલાંઓ ઉત્પન્ન થાય એવા એક ચૂર્ણની હકીક્ત સાંભળી; તેથી તેવું ચૂર્ણ બનાવીને તે મછીમારે પિતાના ઘડાના પાણીમાં નાંખ્યું, એટલે તે ચૂર્ણના પ્રભાવથી તેમાં ઘણાં માછલાઓ ઉત્પન્ન થયાં. લોકો કહે છે કે“મણિ, મત્ર અને ઔષધિઓ પૃથ્વીતળ ઉપર અચિંત્ય પ્રભાવવાળી હોય છે” તે વાત સત્ય છે. પછી તે મચ્છીમાર ચર્ણના પ્રયોગથી ઘણુ મત્સ્ય ઉપજાવી તેને વેચીને સુખે સુખે પિતાની આજીવિકા કરવા લાગ્યું, અનુક્રમે ધનાઢ્ય પણ છે. એકદા ગુરૂ એ તેને જોઈને પૂછ્યું કે-“તું સુખે કરીને તારે નિર્વાહ શી રીતે કરે છે ત્યારે તે બે કે-“આપની કૃપાથી મારી આજીવિકા સુખે કરીને ચાલે છે.” ગુરૂએ પૂછયું-“અમારી કૃપા શી રીતે ? ” ત્યારે તેણે ગુરૂની પાસે ખરી હકીક્ત નિવેદન કરી. તે સાંભળી ગુરૂને અતિ ખેદપૂર્વક વિચાર થયો કે “અહે! અને
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ ) કાળે શિષ્યોની પાસે શાસ્ત્રના અને પ્રકાશ ર્યો, તે જીવઘાતને માટે થયે.” પછી જીવહિંસાની નિવૃત્તિ કરવા માટે ગુરૂએ તેને બીજું ચૂર્ણ બતાવ્યું, અને કહ્યું કે “એક ઓરડામાં ખાન નગી રીતે ચોતરફથી બારણાં બંધ કરી આ ચૂર્ણને ઉપયોગ કરવાથી તને ઘણે માટે લાભ થશે. પછી તે મચ્છીમારે ગુરૂના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી તેને ઉપગર્યો કે તરત જ તેમાંથી એક સિંહ ઉત્પન્ન થયું. તેણે તે મચ્છીમારનું ભક્ષણ કર્યું. આ પ્રકારે ગુરૂએ હમેશાં પાપને વધારનારી હિંસાનું નિવારણ કર્યું. અહે! મુનીશ્વરની શકિત ! અહો! તેનું ઉત્તમ તત્ત્વજ્ઞાન ! ત્યાર પછી ગુરૂએ તે પાપનું પ્રાયશ્ચિત્ત લઈ પિતાને આત્મા નિર્મળ કર્યો. આ કારણથી હમેશાં એગ્ય સમયે જ શ્રુતને અભ્યાસ કરે. ' હે ભવ્ય પ્રાણીઓ ! શ્રતનું માહાસ્ય કેટલું બધું બળવાન છે? તે જુઓ, આ કળિકાળમાં પણ પ્રાણીઓના ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે ભવેના સંશયને નાશ કરનારા છેલા સુરિ થશે. તેનું ચરિત્ર આ પ્રમાણે
કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન શ્રીમહાવીર સ્વામીએ સર્વે ગણધરને ત્રિપદી આપી હતી. ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમ, મંડિત, મર્યપુત્ર, અંકપિત, અચલબ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ એ નામના પૃથક્ પૃથક વંશના અગ્યાર ગણધરેએ તે ત્રિપદી ઉપરથી સર્વ વિદ્યાઓના નિધિ સમાન, સર્વ ધર્મતને પ્રકાશ કરનાર તથા ત્રણ જગતમાં રહેલી અનંત વસ્તુઓના સ્વરૂપને દેખાડનાર બાર અંગ રચ્યાં હતાં. તે સર્વે ગણધર બ્રાહ્મણ જાતિના, ઉપાધ્યાય, બાર અંગને રચનારા, એક માસના પાદપપગમ અનશન કરનાર, સર્વ લબ્ધિએના સમુદ્ર, વાત્રાષભનારાંચ નામના પ્રથમ સંઘયણવાળા, સમચતુર સંસ્થાનને ધારણ કરનારા અને જિનશાસનને પ્રકાશ
Page #163
--------------------------------------------------------------------------
________________
( ૧૫૧) કરવામાં સૂર્ય સમાન હતા. તેમાંથી શ્રીમહાવીર સ્વામી જીવતાં જ, નવ ગણધર મોક્ષ પામ્યા હતા, અને ઈંદ્રભૂતિ તથા સુધર્મા એ બે ભગવાનના મેક્ષ ગમન પછી સિદ્ધિપદ પામ્યા છે. શ્રીજબૂવામી છેલ્લા કેવળી થયા છે. તે મોક્ષે ગયા પછી દશ વસ્તુને વિચ્છેદ થયેલ છે. તે વિષે કહ્યું છે કે “મન:પર્યવ જ્ઞાન ૧, પરમાવધિ જ્ઞાન , પુલાક લબ્ધિ ૩, આહારક શરીર ૪, ક્ષપક શ્રેણી ૫, ઉપશમ શ્રેણી ૬, જિનકલ્પ ૭, ત્રણ સંયમ ૮, કેવ
જ્ઞાન ૯ અને મોક્ષ ૧૦ આ દશ સ્થાને જંબૂસ્વામી પછી નષ્ટ થયાં છે.” જંબુસ્વામી છેલ્લા કેવળી થયા ત્યાર પછી પ્રભવસ્વામી ૧, શય્યભવ ૨, યશોભદ્ર ૩, સંભૂતિવિજય ૪, ભદ્રબાહુ પ,અને સ્થળભદ્ર ૬, એ છ શ્રુતકેવળી (ચૌદ પુર્વ) થયા છે. આર્યમહાગિરિ અને આર્યસુસ્તીથી આરંભીને વાસ્વામી સુધીના દશ પૂર્વી થયા છે. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષ પૂર્વનો વિચછેદ થયેલ છે. અહા ! કાળને વિલાસ કે છે? આ અવસપિણને વિષે પાંચમા આરામાં બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો થશે. તેમાં છેલ્લા સુરિ દુષ્પસહ નામના થશે. તે સ્વર્ગમાંથી ચવીને મનુષ્ય થશે, તેને ઇંદ્રાદિક દેવે નમસ્કાર કરશે, તેનું શરીર બે હાથનું થશે, છઠ્ઠ પર્યત ઉગ્રતપ કરશે, બારવર્ષ ગૃહવાસે રહેશે, ચાર વર્ષ મુનિપણે રહેશે અને ચાર વર્ષ સૂરિપદ પાળશે. સમુદ્ર શારદાચાર્યની પદવી પામશે, દશવૈકાલિક વિગેરે અલ્પ સિદ્ધાંતના જ્ઞાનવાળા થશે, તેટલા જ્ઞાનથી પણ પ્રાણીઓના ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણ ભવ સંબંધી સંદેહને નાશ કરશે. જિનેશ્વરના સ્વલ્પ આગમને પણ માટે પ્રભાવ છે. કહ્યું છે કે--“વર્ગથી ચવીને દુપ્રસહસૂરિ, ફશુશ્રી સાધ્વી, નાગલ નામને શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા એ ચારને છેલ્લે સંઘ થશે. એક સાધુ, એક સાધ્વી, એક
૧ પરિહારવિશુદ્ધિ, સ્મપરાય અને યથાખ્યાત.
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૫૨), શ્રાવક અને એક શ્રાવિકા પણ જે જિનેશ્વરની આજ્ઞામાં હોય તે તેને સંઘ કહે, બાકીને સંઘ અસ્થિના સમૂહ તુલ્ય સમજે છેવટ દુપ્રસહ સૂરિ અઠ્ઠમનું અનશન કરી એક સાગરોપમના આયુ થંવાળા સંધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી આવી ભરતક્ષેત્રમઅવતરી મોક્ષે જશે. જેના પ્રભાવથી દુuસહ નામના છેલ્લા યુગપ્રધાન સૂરિ ત્રણ જગતમાં પૂજાયા, તે જિનવાણીમય આગમનું પરાવર્તન નિરંતર કરવું.”
આ પ્રમાણે શ્રી તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈહંસગણિએ રચેલી શ્રીપદેશ કપલ્લી નામની ટકાને વિષે બીજી શાખામાં સ્વાધ્યાયના વિષય ઉપર દુષ્ણસહસૂરિવર્ણન નામને પંદરમે પલ્લવ સમાપ્ત થયે
પલવ ૧૬ મો. જે કપાયે ચાર ચાર પ્રકારને ધારણ કરે છે, તેવા ચાર કપાને એટલે એકંદર ૧૬ કષાને સમાવીને જે પ્રસિદ્ધિને પામ્યા છે, તે શ્રી શાંતિનાથે સેળમા તીર્થકર તમારી લક્ષમીને માટે થાઓ.
સ્વાધ્યાયનું સ્વરૂપ કહ્યા પછી હવે નમસ્કારરૂપ સોળમું દ્વાર દેખાડવાની ઈચ્છાથી કહે છે.
REદો . સારી કરણી કરવામાં તત્પર થયેલા નિપુણ માણસોએ પંચ - પરમેષ્ઠી નમસ્કાર અત્યંત રમરણ કરવા લાયક છે. પંચ નમ
સ્કારનું ધ્યાન કરવાથી તે સત્યરૂષને કલ્યાણકારક થાય છે અને સર્વ મનવાંછિતને દેનાર હોવાથી તે કલ્પવૃક્ષની જેવે છે. કહ્યું છે કે નમસ્કાર સમાન બીજે કે મંત્ર નથી, શત્રુંજય -
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫)
માન બીજે કઈ પર્વત નથી. અને ગજેંદ્રપદકુંડના જળ સમાન બીજું કઈ જળ નથી. આ ત્રણ વસ્તુઓ ત્રણ ભુવનમાં અદ્વિતીય છે. એ સિદ્ધચકના નવ પદ તથા નમસ્કારના નવપદ ગણવાનું ફળ તથા તે નિમિત્તે કરવાના નપાદિક, પ્રવચનસારદાર અને ચૈત્યવંદન ભાષ્ય વિગેરે ગ્રંથોમાં કહેલ છે. નવકારમાં અડસઠ અક્ષરે છે, નવ પદે છે અને આઠ સંપદાઓ છે. તેમાં આઠમી સંપદા બે પદવાળી છે, ભાષ્ય અને મહાનિશીથ સૂત્રમાં છઠ્ઠી સંપદાને બે પદવાળી કહી છે. આ નમસ્કાર મંત્ર શ્રી સુધર્મા સ્વામીએ પૂજે છે, શ્રી જખ્ખસ્વામીએ તેને ઉદ્ધાર કરી ચૂક્યો છે, અને ઐાદ પૂર્વધર શ્રી ભદ્રભાહસ્વામીએ પણ પૂજે છે. ભગવતી સૂત્ર તથા આવશ્યક સૂત્રની ચૂણિમાં પાંચ પદને નમસ્કાર મંત્ર કહે છે, અને (અનાનુપુએ ગણતાં તે પાંચ પદના એકસે ને વિશ ભેદ થાય છે. પરમ મંત્રના બીજરૂપ પ્રથમ અરિહંતાદિક પાંચ પદો છે, અને ત્યાર પછી “gણો પંચ નમુકા” એ વિગેરે ચાર પદ તેની ઉપર ચૂલિકા રૂપ છે, તે (ચૂલિકા) ના તેત્રીશ અક્ષરે છે, અને તે પરમ મંત્રની શક્તિને પ્રગટ કરવામાં પ્રધાન-મુખ્ય છે, તેથી સર્વ મળીને અડસઠ અક્ષરવાળો નમસ્કાર મંત્ર પરિપૂર્ણ અક્ષરવાળે થાય છે. વિધિપૂર્વક વેત અને સુગંધી એક લાખ પુષ્પ લઇ એક એક વાર મંત્ર ગણી એક એક પુષ્પ મૂકી ભવ્ય પ્રાણું એકાગ્ર ચિત્તે તેને જાપ કરે, તે તે ત્રણ ભુવનમાં અધિક પ્રભાવવાળું તીર્થકર પદ, ચક્રવર્તી પદ અને ગણધર પદ પામે છે. તે પછી બીજી શેષ વસ્તુઓની પ્રાપ્તિ તેને સુલભ થાય તેમાં શું કહેવું? સિદ્ધાંત રૂપી ગેરસ ( દહીં) ના ઉધરેલા સારરૂપ માખણના પિંડની જેવા આ પાંચ નમસ્કારનું સ્મરણ કરનારની ઈષ્ટસિદ્ધિ થાય છે. નમસ્કારના પ્રભાવથી શ્રીદેવ નામનો રાજા જગતને આશ્ચર્ય કરનારી સામ્રાજ્ય લક્ષમીને પામ્યું હતું, તેનું દાંત આ પ્રમાણે
Page #166
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
શ્રીદેવ રાજાની કથા આ ભરત ક્ષેત્રમાં કપીલ્યપુર નામનું નગર છે. તે પિતાની સમૃદ્ધિના બળ રૂપી વાયુએ કરીને બીજા નગરના મોટા ગર્વ રૂપી વૃક્ષોને કંપાવતું હતું. તેમાં શ્રીહર્ષ નામે રાજા હતો. તે શત્રુ રાજાઓ રૂપી ફરાયમાન તારાઓના તેજને તિરસ્કાર કરવામાં નિપુણ ચંદ્રની જેમ લેકને આહ્વાદ આપતા હતા. તે રાજાને શ્રીદેવ નામે કુમાર હિતે. તે પિતાના વંશરૂપી વિશાળ પ્રાસાદ ઉપર કળશની ઉપમાને ધારણ કરતા હતા, તથા મદેન્મત્ત હસ્તીની જે બળવાન હતું. એકદા શરદ ઋતુમાં શ્રીહર્ષ રાજા દિપ્યાત્રાને માટે પિતાના દેશથી ચાલ્યું. શ્રેષ્ઠ ન્યાયથી શુભતા તે રાજાએ કાશી, કુશા. વીર વિગેરે અનેક દેશોના સ્વામીઓને છતી જ્યલક્ષમી મેળવી. ત્યાર પછી તે કામરૂપ નામના દેશમાં ગયે. ત્યાં યશરૂપી જળને વરસાવનારી બાણની ધારાને મૂકીને તેણે તે દેશના સ્વામી સાથે યુદ્ધ કર્યું. તે બન્ને ખર્ચ વડે અને બાણે વડે દ્વ યુદ્ધ કરવા લાગ્યા, તેમના ઉગ્ર યુદ્ધના ભયથી પરાજય તે નાશી જ . તેમનું ભયંકર યુદ્ધ જેવા માટે દેવતાઓ આવ્યા, તેઓએ
તમે બને અતુલ પરાક્રમી છે.” એમ કહી તેમને યુદ્ધથી નિવર્તન કર્યા. તેથી તે બન્ને વિજયલકમીને પ્રાપ્ત કર્યા વિના જ પિતાપિતાના નગરમાં ગયા. ત્યારપછી આકુળતા રહિત શ્રીહર્ષ રાજાએ ચિરકાળ સુધી રાજ્ય કર્યું.
એકદા શ્રીહર્ષ રાજાએ રાત્રિને વિષે ચંદ્રને અસ્ત પામત જે, તરત જ તેનું મન વૈરાગ્યથી રંજિત થયું, તેથી તે ચારિત્ર ગ્રહણ કરવા ઉત્સુક થયો. પ્રાત:કાળે સદ્ગણવાળા શ્રીદેવ પુત્રને પિતાના રાજ્યપર સ્થાપન કરી નિર્મળ અંત:કરણપૂર્વક
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૫૫ ). તેણે આ પ્રમાણે શિખામણ આપી-(“હે વત્સ! આઠ બાબતેને કદાપિ કરવી નહીં, આઠ કરવી, આઠ મૂકવી, આઠને મનમાં ધારણ કરવી, અને આઠને જરા પણ વિશ્વાસ કરે નહીં. તે આ પ્રમાણે-શઠ માણસને સંગ ૧, ખરાબ સી ૨, કે ૩, વ્યસન ૪, અત્યંત કમળતા ૫, અન્યાયનું ધન ૬, કદાગ્રહ ૭, અને મૂર્ખતા ૮ એ આઠ કરવા લાયક નથી. ઉત્તમ સાથે મૈત્રી ૧, સદ્ગુણોને અભ્યાસ ૨, કળામાં કુશળતા ૩, દાક્ષિણ્ય , કરૂણા (દયા) ૫, યમ ૬, નિયમ અને ઈદ્રિયનું દમન ૮ એ આઠ કરવા લાયક છે. નિર્લજીપણું , અવિનય , કુશળપણું ૩, કરતા ઇ માયા ૫, અન્યાય ૬, અપયશવાળું કાર્ય ૭ અને અસત્ય ૮ એ આઠ નિરંતર તજવા લાયક છે. ઉપચાર (વિનય) ૧, બોલેલા વચનને નિવહ ૨, સુભાષિત ૩, સાહસ (પરાક્રમ) ૪, સારી વિદ્યા ૫, રાગદ્વેષ રહિત સત્યદેવ ૬, સત્ય ગુરૂ ૭ અને સત્ય ધર્મ ૮ એ આઠ નિરંતર હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. કામી પુરૂષ ૧, સર્પ ૨, જળ ૩, અગ્નિ ૪, શ્રી ૫, શત્રુ ૬, રેગ ૭ અને રાજા ૮ આ આઠને હે પુત્ર! રૂમમાં પણ વિશ્વાસ કરે એગ્ય નથી.) હે વત્સ! તારે કદાપિ દુર્જનેને સંગ કરવું નહીં, નિરંતર ધર્મને વિષેજ બુદ્ધિ રાખવી, અને હંમેશાં પંચ નમસ્કારનું ધ્યાન કરવું. આ પ્રમાણે પુત્રને શિક્ષા આપીને રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.
૧ આ કાઉંસમાં લખેલે સર્વ પાઠ લખેલી પ્રતમાં છ પ્રાકૃત ભાપાની ગાથાઓ છે તેમાંથી લીધેલ છે. તે માથાઓ હીરાલાલ હસરાજ જામનગરવાળા તરફથી છપાયેલી પ્રતમાં બિલકુલ છે નહીં પરંતુ તેને બદલે એક સંસ્કૃત લોક છે, કે જે લખેલી પ્રતમાં છે જ નહીં. તે અને અર્થ કાઉસ પૂરો થયા પછી લખેલ છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
( ૧૫૬ )
મેટી ઋદ્ધિએ કરીને મનેતુર શ્રીદેવ રાજા પણ પિતાની જ જેમ ન્યાયથી પૃથ્વીનુ પાલન કરવા લાગ્યો. એકદા પિતાના વેરનું સ્મરણ કરી કામરૂપ દેશને જીતવાની ઇચ્છાથી શ્રેષ્ઠ મંત્રીએએ નિષેધ કર્યા છતાં પણ તે રાજા સૈન્ય સહિત ચાલ્યા. બન્ને રાજાનાં સૈન્યા ભરતીમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની જેમ પરસ્પર એકઠાં થઇને યુદ્ધ કરવા લાગ્યાં. તે રણુસ ગ્રામમાં શ્રીદેવ રાજાના સુભટો પરાજિત થયા, તેથી પત્થર મારીને ઉડાડેલા પક્ષીઓની જેમ તે ભિન્ન ભિન્ન દિશાઓમાં નાશી ગયા. રાજા પણ જીવ લઇને નાસતા એક મેટા અરણ્યમાં આવી પડ્યા. કાપ પામેલ કર્મ જે કાર્ય કરે છે, તે પડતા ચિંતવી પણ શકતાં નથી. કહ્યું છે કે—પુરૂષાર્થને, કુળને અને ઉત્તમ ગુણેાને ધિક્કાર છે. અર્થાત તે નિર્બળ છે, માત્ર એક દેવ જ બળવાન છે. એમ જાણીને હું મિત્ર ! તું ખેદને છેડી દે. કારણકે મહાપરાક્રમી સિંહ પર્વતની ગુફામાં અને અરણ્યમાં પ્રવાસ કરે છે અને પરાક્રમ રહિત ખિલાડી રાજાના મહેલમાં વસે છે. વળી કહ્યું છે કે “સૂર્ય ચંદ્રને રાહુ ગ્રસે છે, રામચંદ્ર વિગેરેને વનવાસ વેઠવા પડચા, સીતાને પોતાના પતિએ ત્યાગ કર્યો તે દુ:ખ ભાગવવું પડયું, નળ રાજાને પ્રિયા તથા રાજ્યલક્ષ્મીના વિયેાગ થયા, શ્રીકૃષ્ણને આલ્યાવસ્થામાં ગેાપને ઘેર રહેવુ પડયું, અને દ્રોપદીને પાંચ ભર્તાર થયા. આ સર્વ જોઈ (જાણી) ગુણીજનેાએ મનમાં વિચારવું કે કર્મના નાશ કદ પણ થતા નથી.” પછી અરણ્યમાં તૃષાતુર થયેલા શ્રીદેવ રાજાને કાઈ ભિલ્લે જળપાન કરાવ્યુ. જેવી તેવી પણ વસ્તુ અવસરે આપી હોય તે તે ઘણા ફળવાળી થાય છે. ’ અરણ્યમાં ફરતાં રાજાએ એક મુનિને જોઈ તેને હર્ષથી નમસ્કાર કર્યા, અને તેમના મુખથી સંસારસમુદ્રથી તારનાર ધર્મ આ પ્રમાણે સાંભળ્યા—“ જન્મ, જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વરાએ આ સંસારના
22
'
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫૭ ) પાર પામવા માટે સાધુધર્મ અને શ્રાવકધર્મ એવા બે માળે જ કહેલા છે.” પછી બે પ્રકારના ધર્મનું વિસ્તારથી સ્વરૂપ સાંભળીને રાજા બે કે- “હે પૂજ્ય ! સુખ સંપત્તિના નિધાન રૂપ સાધુધર્મ પાળવાને તે હું સમર્થ નથી. માટે હે મુનીશ્વર ! સુખેથી થઈ શકે એ ઉત્તમ ધર્મ મને બતાવે કે જેથી હું વિપત્તિ રૂપી સમુદ્રને તરીને મારું રાજ્ય સુખે ભેગવું.” તે સાંભળીને મુનિરાજ નિ:સ્પૃહ છતાં પણ દુ:ખી જનના વત્સલ હોવાથી બેલ્યા કે- “હે ભદ્ર! પંચ પરમેષ્ટીને નમસ્કાર સર્વકાર્યની સિદ્ધિ કરવામાં અદ્વિતીય સાધન છે. કેઈ પુરૂષ સાધુ અથવા જિનપ્રતિમાની સમક્ષ નવ વાર નમસ્કાર મંત્રને યથાસિથત જપ કરે તે તેને ભૂત, પ્રેત, પિશાચ વિગેરે છળી શક્તા નથી. નમસ્કાર મંત્રને એક અક્ષર સાત સાગરેપમની સ્થિતિના અશુભ કર્મોને નાશ કરે છે, તેનું એક પદ પચાસ સાગરોપમના અશુભ કર્મોને નાશ કરે છે, અને આ મંત્ર સાત સાગરેપમના અશુભ કર્મને નાશ કરે છે. જિનેશ્વરે વંદન અને નમસ્કારને અહં–લાયક છે, પૂજા સત્કારને અહી છે, તથા સિદ્ધિગમનને અહે છે, તેથી તેઓ અહંત કહેવાય છે. અર્વતને નમસ્કાર કરવાથી તે જીવને હજારભવથી મુક્ત કરે છે અને ભાવથી નમસ્કાર કર્યો હોય તે તે બેધિ (સમક્તિ)ને પ્રાપ્ત કરાવનાર થાય છે. સિદ્ધના જીવે અલકમાં ધર્માસ્તિકાય નહીં હોવાથી જઈ શક્તા નથી, તેથી લેકના અગ્ર ભાગે (2) રહે છે. તેઓ અહીં શરીરને ત્યાગ કરી ત્યાં જઈને સિદ્ધિ પદને પામે છે. ઈષત્ પ્રાગભાર નામની પૃથ્વીથી (સિદ્ધશિલાથી) લેકાંત એક જન ઉચે છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનથી મોક્ષનું સ્થાન બાર એજન ઉચે છે. નિર્મળ જળના કણીયા, રૂપું, હમ, ગાયનું દૂધ અને ખેતીના હાર તેના જેવી ઉજ્વળ અને ચતા કરેલા છત્રના સંસ્થાન વાળી તે સિદ્ધશિલા છે, એમ જિનેશ્વ
Page #170
--------------------------------------------------------------------------
________________
( ૧૫૮ ) - રોએ કહ્યું છે. તે ૪૫ લાખ જન લાંબી પહોળી વર્તુલ છે. તેની પરિધિ એક કરોડ બેંતાળીશ લાખ ત્રીસ હજાર બસો ને એગશુપચાસ એજનની છે. તેને બરાબર વચ્ચેને ભાગ આઠ જન જાડે છે, ત્યાંથી પાતળો થતે થતે છેક છેડાને વિષે અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું પાતળે છે. સિદ્ધના જીવની ઉત્કૃષ્ટ અવગાહના એકજનને ૨૪ ભાગ એટલે ત્રણસેં ને તેત્રીશ ધનુષ તથા એક ધનુષને ત્રીજો ભાગ અધિક હોય છે, સિદ્ધાની મધ્યમ અવગાહના ચાર હાથ અને એક હાથના બે ત્રીજા ભાગ જેટલી એટલે કે હાથની કહેલી છે. ( આ તીર્થકરને આશ્રી જઘન્ય સમજવી.) સિદ્ધિની જઘન્ય અવગાહના એક હાથ અને આઠ અંગુળથી કાંઈક વધારે કહેલી છે. સિદ્ધોને કરેલે નમસ્કાર સર્વ પાપ નાશ કરનાર છે, તે સર્વ મંગળમાં બીજું મંગળ છે. પાંચ પ્રકારના આચારને પાળતા તથા તેને પ્રકાશ કરતા (કહેતા) હેવાથી ઉચ્ચ કોટિના મુનિ આચાર્ય કહેવાય છે. આચાર્યને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. તે સર્વે મંગળમાં ગીજું મંગળ છે. જિનેશ્વરે કહેલી વાણીને બાર અંગેમાં અણુધરેએ ગુંથેલી છે, તેને રવાધ્યાય કરવાથી તેમજ ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાયને કરેલ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે. તે સર્વ મંગળમાં ચોથું મંગળ છે. નિર્વાણને સાધનારા એવા મન, વચન અને કાયાના ચેમને સાધુઓ સાધે છે અને સર્વ પ્રાણીઓને સમાનપણે જુએ છે, તેથી તે ભાવસાધુ કહેવાય છે. સાધુઓને કરેલો નમસ્કાર સર્વ પાપો નાશ કરે છે, અને તે સર્વ મંગળમાં પાંચમું મંગળ છે. આ પંચ પરમેષ્ટિને નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે, અને તે સર્વ મંગળમાં પ્રથમ મંગળ છે. આ મહામંત્રને એકાગ્ર ચિત્તથી જે પુરૂષ વિધિપૂર્વક એક લાખ જાપ કરે, તે સર્વ પ્રકારની સંપત્તિ પામે છે.”
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૫૯)
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી નમસ્કારનું માહાસ્ય સાંભળીને શ્રીદેવ રાજા શઠતા રહિતપણે-સરળ ચિત્તે દુઃખને નાશ કરનાર તે મંત્ર વિધિપૂર્વક ભર્યો. પછી મુનિએ રાજાને કહ્યું કે“હે રાજા ! જે આ જિનેશ્વરનું ચૈત્ય તું જુએ છે, તેને વૃત્તાંત નમસ્કારની આરાધનાના ફળવાળો હોવાથી હું તને કહું છું, તે સાંભળ.–
ધર્મ નામના પહેલા દેવલેકમાં હેમપ્રભ નામે દેવ હતો. તેણે એકદા કઈ કેવળીને નમસ્કાર કરીને પૂછયું કે–“મને બોધિલાભ ( સમકિતની પ્રાપ્તિ ) થશે કે નહીં ? ” કેવળીએ જવાબ આપે કે-“તું અહીંથી ચવીને વાનર થઈશ, તે ભવમાં તને બોધિની પ્રાપ્ત કષ્ટથી થશે.” આ પ્રમાણે સાંભળીને તે દેવે પિતાને પ્રતિબોધ થવા માટે અરણ્યમાં દરેક શિલા ઉપર પોતાને -
સ્વર્ગ અને મોક્ષનું સુખ આપવામાં સાક્ષીભૂત અડસઠ અક્ષરબળાં નવકારમંગનાં પદ કોતર્યો. પછી દેવનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચવીને તે વાનર થયો. “સંસારરૂપી રંગમંડપમાં રહેલે જીવરૂપી નટ ક્યા ક્યા રૂપને નથી ગ્રહણ કરતે? સર્વ રૂપને ગ્રહણ કરે છે. પછી તે વાનર નવકારનાં પદે જોઈ જોઈને તત્કાળ જાતિ
સ્મરણ જ્ઞાનને પાયે, તેથી વૈરાગ્ય સાથે સમતિ પામી તેણે તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી મરીને ફરીથી તે જ સૌધર્મ દેવલોકમાં તે ઉત્પન્ન થયે. “સમુદ્રનું રત્ન કઈ વખત પર્વતની નદીમાં તણાતું તણાતું પાછું સમુદ્રમાં પણ જઈ શકે છે. તે દેવે નિર્મળ અંત:કરણથી આ કેલાશ પર્વતના જેવું ઉજવળ અને મોટું શ્રી શાંતિનાથ જિનેશ્વરનું ચૈત્ય કરાવ્યું છે, માટે તેમાં જઈને તું મહામંત્રનો જપ કરવાથી વાંછિત વસ્તુને પામીશ.”
આ પ્રમાણે ગુરૂના મુખેથી સાંભળી શ્રીદેવ રાજા તે ચૈત્યમાં જઈ વિધિપૂર્વક પંચ નમસ્કારને એક લાખ જાપ કરવા લાગે. તે વખતે પાસે રહેલા ક્ષેત્રપાળ વિગેરે દેવોએ તેને અનેક પ્રકા
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૬e )
રના ઉપસર્ગો કર્યા, તે દુસહ ઉપસર્ગોને પણ તેણે સહન ક્ય. છેવટ લાખ જાપ પૂર્ણ થયે ત્યારે હેમપ્રભ નામના દેવે આવીને તેને કહ્યું કે –“હે રાજા! પંચ પરમેષ્ઠીના નમસ્કારને એકાગ્રપણથી થડે પણ જાપ કર્યો હોય તે તે એક છત્રવાળું સમ્રાજ્ય-ચક્રવર્તી પણ આપે છે. હે રાજા! તે પણ એકાગ્રચિત્તે નવકાર મંત્રનું ધ્યાન કર્યું છે, તેથી તું આ પૃથ્વી ઉપર મહારાજા થઈશ.” આ પ્રમાણે કહીને તે દેવ શ્રીદેવ રાજાને તેના કાંપિત્ય પુરમાં લઈ ગયે, અને તેના રાજ્યપર તેને સ્થાપન કર્યો. આ નમસ્કારનું જ માહાત્ય સમજવું. પછી શ્રીદેવ રાજાએ કામરૂ દેશના રાજાને તથા બીજા સર્વે રાજાઓને જીતી લીધા, તેથી તે સર્વે તેના સેવકે થયા. નમસ્કારના પ્રભાવથી તેણે ચિરકાળ સુધી એક છત્રવાળું રાજ્ય ભેગવ્યું, અને છેવટ આયુષ્ય પૂર્ણ થયે મરીને તે મહેદ્ર દેવલેકમાં દેવ થયે તે રાજાને જીવ ત્યાંથી ચવીને ત્રીજે ભવે મોક્ષ પામશે. તેથી નમસ્કારનું સ્મરણ કરવામાં બુદ્ધિમાન જનોએ અવશ્ય ઉધમ કરે.
હે ભવ્ય જનો! આમાણે શ્રીદેવ રાજાની કથા કણગોચર કરીને (સાંભળીને સિદ્ધાંતના સારાભૂત પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરવા અત્યંત તત્પર થાઓ.
આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈહંસગણિએ
ચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં નમસ્કાર મંત્રનું ફળ જણવનાર શ્રીદેવ રાજાના વર્ણન નામને સોળમ પલ્લવ સમાપ્ત થયે.
- પલ્લવ ૧૭ મો. જેના નામમાત્રને સ્મરણ કરવાના પ્રભાવથી મનુષ્યના ઘરમાં અનેક પ્રકારની સંપત્તિઓ વિલાસ કરે છે અને તરફ
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૬) અણુમાદિક આઠ સિદ્ધિઓ કુરાયમાન થાય છે, તે શ્રી કુથનાથ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ.
પંચ પરમેષ્ઠી નમસ્કારના સ્મરણનું માહાતમ્ય કહ્યા પછી હવે પરોપકાર નામનું સત્તરમું દ્વાર કહે છે –
परोवयारो अ પરોપકાર-પર એટલે જગતમાં વર્તતા પ્રાણીઓ, તેમને વસ્ત્ર અને ધન વિગેરે આપવાથી ઉત્તમ શ્રાવકોએ હંમેશાં ઉપકાર કરો.' - પુણ્યના ફળને ભેગવનાર કેટલાક મનુષ્યો ઘણું ધન ઉપાર્જન કરી તેને સંગ્રહ કરી રાખે છે, અને બીજા કેટલાક મનુષ્ય તે ધનવડે પોપકાર કરીને પુણ્યને સંગ્રહ કરે છે. કહ્યું છે કેપપકારને માટે જ વૃક્ષો ફળવાળાં થાય છે, પાપકારને માટે જ ગાયે દૂધ આપે છે, પરોપકારને માટે જ નદીઓ વહે છે અને . પરોપકારને માટે જ પુરૂષોની સંપત્તિ છે, પરેપકાર કરવાથી પુણ્ય થાય છે, અને પરને પીડા ઉપજાવવાથી પાપ થાય છે. એમ વિચારી સજીએ પોપકાર કરવામાં જ યત્ન કરો . રોગ્ય છે. શ્રીકૃષ્ણ વાસુદેવ ઉપર દેવ તુષ્ટમાન થયે, ત્યારે તેણે તેની પાસે લોકોના ઉપકારને માટે જ ચંદનની ભેરી માગી લીધી હતી. અહે! તેની કેવી પોપકાર બુદ્ધિ? - શ્રીકૃષ્ણ વાસુદેવની કથા
ત્રણ ખંડ ભારતના સ્વામી શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીમાં સજ્ય કરતા હતા. તેણે કાઈથી પરાભવ પમાડી ન શકાય તેવા પરાક્રમના કલ્લોલવડે અનેક રાજાઓને પ્લાવિત (પરાક્તિ ) કર્યા હતા. એકદા સુધર્મ સભામાં સિંહાસન ઉપર બેઠેલા ઇંદ્ર શ્રીકૃષ્ણની પ્રશંસા કરીકારણ કે “સજજને હરકેઇના પણ ગુણોનું કીતન કરે જ છે.” “શ્રીકૃષ્ણ વાસુદેવ કે
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) -
કેટલાક શ્રી
દ્વારા તે
નહીં કે રાજ કરો
ઈના પણ દુણ (દેષને ઉચ્ચાર કદાપિ કરતા નથી, તથા નીચ યુદ્ધવડે કદાપિ કેઈની સાથે યુદ્ધ કરતા નથી.” આવું ઇંદ્રનું વચન સાંભળી કઈ ઈર્ષ્યાળું મિથ્યાણિ દેવ તે વાતને સત્ય નહીં માનવાથી તેની પરીક્ષા કરવા માટે પૃથ્વીપર આવ્યું. તેણે શ્રીકૃષ્ણના જવાના ભાગમાં એક દુર્ગધવાળા કુતરાનું રૂપ વિકળ્યું. તે માર્ગેથી જતાં સૈન્યમાંથી કેટલાક માણસે દુર્ગધથી ખેદ પામી નાસિકાને વાંકી કરવા લાગ્યા, કેટટલાએક થુંકવા લાગ્યા, કેટલાએક પાછા વળવા લાગ્યા, અને કેટલાએક તે માગને ત્યાગ કરી બીજે માગે જવા લાગ્યા. ત્યારપછી શ્રીકૃષ્ણ વિકાર રહિતપણે તે જ માગે નીકળ્યા, તે વખતે તેના પરિવારના લોકેએ તેને તે માર્ગે જવાને નિષેધ કર્યા છતાં તેણે તે ભાગને ત્યાગ કર્યો નહીં. કેમકે ‘સપુરૂષ કદાપિ સન્માર્ગને ત્યાગ કરતા નથી અનુક્રમે તે રાજા કુતરા પાસે આવ્યા, તેને જોઈને બોલ્યા કે—“અહો ! શ્યામ વર્ણવાળા આ કુતરાના વેત દાંતે જાણે કે મરક્ત મણિના થાળમાં કપૂર રના કકડા મૂક્યા હોય એવા શેભે છે.” આ પ્રમાણે ગુણ ગ્રહણ કરી તે કુતરાની પ્રશંસા કરી. “જગતમાં ગુણગ્રાહી જનો છેડા હોય છે, તેમાં પણ ગુણનું સેવન કરનારા તો ઘણાજ છેડા હોય છે, અને ચાળણીની જેમ દેને ગ્રહણ કરનારા દેષવાળા માણસે ઘણા હેય છે.” શ્રીકૃપણે નેમિનાથ સ્વામી પાસે જઈ તેને વંદના કરી પછી તેમના મુખથી ધર્મદેશના સાંભળી પાછા વળીને જેટલામાં દ્વારિકામાં પ્રવેશ કરે છે, તેટલામાં તેના કર્ણને વિષે તેમના અશ્વનું હરણ થયાની વાર્તામાં પ્રવેશ કર્યો. તરત જ કૃષ્ણ તેની પાછળ દેડડ્યા, અને તેને કહ્યું કે—“હે પરાકમી! જ ન રહે, ઉભું રહે.” તે સાંભળી આકાશમાં રહેલે તે બે કે–“રણસંગ્રામ કરીને આ અશ્વને છેડાવે.” ત્યારે શ્રીકૃષણે સુભટે રૂપી સમુદ્રને ક્ષોભ પમાડે તેવું ભયંકર
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૩). યુદ્ધ પ્રારંવ્યું. તેમાં પરાજય પામેલા તે દેવે કહ્યું કે–“હે બુદ્ધિના નિધાન કૃષ્ણ રાજા! મારી સાથે પાણિ (પાટુ)ના પ્રહારથી યુદ્ધ કરી તમારે અશ્વ ગ્રહણ કરે.” ત્યારે વિષ્ણુ બેલ્યા કે –“હે દેવ ! હું કદાપિ નીચ યુદ્ધવડે યુદ્ધ કરતા નથી. ભલે તમે અશ્વ લઈ જાઓ અને મને પરાભવ પામેલ માનજે.” તે સાંભળી દેવનું મન રંજિત થયું. તેણે ઇ કરેલી તેની પ્રશંસાની વાત કહીને કહ્યું કે –“હે રાજા ! મેં તમારી બન્ને પ્રકારે પરીક્ષા કરી છે, તેમાં તમે ઇંદ્ર કહ્યા તેવા જ ગુણી જણાયા છે, માટે મારી પાસે કાંઈ પણ વરદાન માગે.” ત્યારે કૃષ્ણ તેની પાસે લોકોના ઉપકારને માટે માત્ર જેના શબ્દશ્રવણ માત્રથીજ રોગને નાશ થાય એવી શ્રેષ્ઠ ચંદનની ભેરી માગી. તે આપને તે દેવ સ્વર્ગે ગયે.
કૃણે દેવે આપેલી ભેરીને એક રક્ષક નીમ્યો. તે ભરી છે મારે એક વાર વગાડવામાં આવતી, તેને શબ્દ સાંભળવાથી છ માસ સુધીના ઉત્પન્ન થયેલા પ્રજાના રે નાશ પામતા હતા, અને બીજા છ માસ સુધી નવા રે ઉત્પન્ન થતા હતા. તે ભેરી છ છ મહિને વગાડવામાં આવતી, તેથી પરદેશી લેકે પણ પોતાના રોગને નાશ કરવા ત્યાં આવતા હતા, ભેરી વગાડવાને સમય દૂર હોવાથી કેટલાક માણસો તેટલા દિવસ ત્યાં રહેવા ઈચ્છતા નહી અને પોતાના દેશમાં જવા ઉત્સુક બનતા, તેથી તેઓ ભેરીના રક્ષકને કેટી સુવર્ણ આપી તેની પાસેથી પિતાના રેગની શાંતિ માટે તે ભેરીમાંથી એક એક ચંદનને કડ લેતા હતા તેને ઠેકાણે તે રક્ષક બીજા કકડા જેડતે હતે. આ રીતે કેટલેક કાળ ગમે ત્યારે તે ભેરી કંથા જેવી થઈ ગઈ, એટલે તેને શબ્દ જે આખી નગરીને પૂરી દેતે હતું, તે માત્ર સભામાં પણ પૂરો સંભળાતો નહીં. એકદા તે ભેરી વગાડી તે વખતે તેનો તે અલ્પ શબ્દ સાંભળી રાજાએ તેના રક્ષકને
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૬૪).
બોલાવી લેરી જોઈ, એટલે તેને બધા કકડાવડે નવીજ બનેલી જઈ રક્ષકપર ક્રોધ કરીને તે દુષ્ટને નાશ કર્યો. ન્યાયી રાજાએ દુષ્ટોનું દમન કરવું જ જોઈએ, નહીં તે તે દુષ્ટ જે પાપ કરે તેને છઠ્ઠો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. ત્યારપછી રાજાએ અઠ્ઠમ તપ કરી તે દેવની ફરીથી આરાધના કરી, એટલે તે દેવે પ્રસન્ન થઈ તેને બીજી ભૂરી આપી. “લોકેને ઉપકાર એવી રીતે કરવે જોઈએ કે જેથી તે કિયા ( પરોપકાર ) સાધુના મનને પણ આનંદ આપનારી થાય. 'કૃષ્ણ તે ભેરીને ન રક્ષક કર્યો. તેણે તે ભેરીને બરાબર સાચવી, તેથી રાજાએ તેને ઘણું ધન આપી તેનું સન્માન કર્યું.
જેઓ પરોપકાર કરવામાં આસક્ત હોય છે, તેઓ જ - થ્વી પર સત્યરૂષે કહેવાય છે, તેમને ચાણક્ય કરતાં પણ અધિક બુદ્ધિવાળો પુરૂષ વર્ણવી શકે નહીં. તેવા સર્વ લોકને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર પોપકારી શ્રી વિક્રમાદિત્ય રાજાને વૃત્તાંત હે ભવ્ય ! તમે સાંભળે– - શ્રી વિક્રમાદિત્ય રાજાની કથા.
માલવ નામના દેશમાં પૃથ્વીના ભૂષણ રૂપ અને લક્ષ્મી દેવીને ક્રીડા કરવાનાં ગૃહ રૂપે ઉજયિની નામની નગરી ભે છે. તે નગરીમાં શત્રુઓને ત્રાસ પમાડનાર, પૃથ્વીનું ભરણુ પિષણ કરનાર અને તેજવડે તપતા સૂર્યને પણ જીતનાર વિકમાર્ક નામને રાજા હતે. તે પિતાની દષ્ટિએ પડતા દરેક દુઃખીને એક હજાર સેનેયા આપતું હતું, કવિતા કરનાર કવિને દશ હજાર સુવર્ણનું દાન આપતું હતું, જેની વાણી સાંભળી પિતાને હસવું આવે તેવા કુશળ પુરૂષને લક્ષ સુવર્ણ આપતે હતા અને પિતાને પ્રસન્ન કરનાર કવિરાજને કેટી સુવણે આપતે હતે--આવે તેણે નિયમ કર્યો હતે.
Page #177
--------------------------------------------------------------------------
________________
( ૧૬૫ )
k
66
એકદા સૂર્ય જેમ પ્રાત:કાળે દયાચળ પર્વતને શાભાવે તેમ વિક્રમાદિત્ય રાજા સિંહાસનને શાભાવતા હતા, તે વખતે પ્રતિ હારે આવીને કહ્યું કે—કાઈ ભિક્ષુ આપને જોવાની ઈચ્છાથી દ્વાર પાસે આવેલા છે, તેના હાથમાં ચાર લેાકા છે, તે અહીં આવે કે જાય ? ” રાજાએ જવાબ આપ્યા કે—ં હાથમાં ચાર લેાક લઈને આવેલા ભિક્ષુને દશ લાખ સુવર્ણ અને ચૌદ શાસનેા આપુ છું. હવે તેને આવવાની ઇચ્છા હાય તા આવે, અને જવુ હાય તા જાય. રાજાના આ જવાબ પ્રતિહારે ભિક્ષુને કહ્યા, ત્યારે તેણે રાજા પાસે જવાની ઇચ્છા જણાવી, તેથી તત્કાળ પ્રતિહારે તેને સભામાં પ્રવેશ કરાયે, તે વખતે રાજા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા હતા. તેને ભિક્ષુએ આવા અર્થવાળા શ્લાક કહ્યા કે— હું રાજા ! તમે સર્વદા સર્વ પ્રકારનું દાન આપેા છે, એમ પિતા તમારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે, કારણ કે શત્રુએ તમારી પીઠને પામી શકતા નથી અને પરસ્ત્રીઓ તમારૂ વક્ષસ્થળ પામી શકતી નથી. આ પ્રમાણે સાંભળી રાજા પૂર્વ દિશાના ત્યાગ કરી દક્ષિણ તરફ્ મુખ રાખી બેઠા, ત્યારે તે ભિક્ષુ પણ તેની સન્મુખ જઈ બીજો શ્લાક ખેલ્યા, તેના અર્થ આ પ્રમાણે છે:— હું રાજા ! તમે આ અપૂર્વ ધનુષવિદ્યા કયાંથી શીખ્યા છે ? કેમકે માગણના ( આણુના ) સમૂહ તમારી સમીપે આવે છે, અને ગુણ ( પ્રત્યંચા ) દેશાંતરમાં જાય છે. ” તે સાંભળી રાજા દક્ષિણ દિશાના ત્યાગ કરી પશ્ચિમ સન્મુખ એંઠા, ત્યારે ભિક્ષુ પણ ત્યાં જઈને ત્રીજો શ્લોક બોલ્યા, તેના અર્થ
""
""
૧ માણુને સમૂહ દેશાંતરમાં વા જોઇએ અને પ્રત્યચા સમીપે આવવી જોઇએ, તેથી આ અપૂર્વ વિદ્યા થઈ વાસ્તવિક · અર્થ એ છે જે માગણુને સમૂહ પાસે આવે છે, અને ગુણ એટલે યશ દૅશાંતરમાં જાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે છે –“ રાજા ! તમારા ધનુષને ટંકાર શબ્દ સાંભળીને શત્રુના હૃદયરૂપી ઘડાઓ પુટી ગયા, પરંતુ તેમાંનું પાણી તેમની સ્ત્રીઓનાં નેત્રમાંથી મળ્યું, એ મેટું આશ્ચર્ય છે.” તે સાંભળી રાજા પશ્ચિમ દિશાને ત્યાગ કરી ઉત્તર તરફ બેઠે, ત્યાં પણ તે વિદ્વાન તેની સન્મુખ જઈ ચડ્યા અનુપ લેક બેલ્ય, તેને અર્થ આ પ્રમાણે –“હે રાજા ! સરસ્વતી તમારા મુખમાં રહેલી છે અને લક્ષ્મી તમારા હસ્તકમળમાં રહેલી છે, પરંતુ શું કીર્તિ તમારા પર કપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે? ”તે સાંભળી રાજા ઉત્તર દિશાને પણ ત્યાગ કરી સિંહાસન પરથી ઉભે થઈ બોલ્યો કે –“હે ભિક્ષુ ! ચારે દિશાનું મારું આખું રાજ્ય તમને અર્પણ કરું , માટે તમે આ સિંહાસન ઉપર બેસે. ” ત્યારે ભિક્ષુ બોલ્યો કે–“હે રાજા ! અમારે નિ:સ્પૃહીને રાજ્યથી સર્યું, પરંતુ જો તમે પ્રસન્ન થયા હો તે જિનેશ્વરે પ્રરૂપેલા ધર્મને અંગીકાર કરી તમારા નામને સંવત્સર પ્રવર્તા-ચલાવે.” આ પ્રમાણે તે ભિક્ષુ કે જે સિદ્ધસેન દિવાકર મુનિરાજ હતા તેની વાણરૂપી જળથી સિંચાયેલ રાજારૂપી વૃક્ષ સમકિતરૂપી નવ પલ્લવેને ધારણ કરી ઘર્મરૂપી ફળને પામે. કાજળની જેવા મલિન જળને જેમ કતક નામની ઔષધિનું ચૂર્ણ નિર્મળ કરે તેમ રાજાએ શત્રુંજયની યાત્રાવડે પિતાના આત્માને નિર્મળ કર્યો અને તેણે ઈચ્છા પ્રમાણે સુવર્ણનું દાન કરી આખી પૃથ્વીને ત્રણ રહિત કરી, તેથી શ્રી વર્ધમાન સ્વામીની જેમ તેને સંવત્સર શરૂ થયે. જેમ હંસી પરાગ (રસ) નું ભક્ષણ કરતી કરતી એક કમળથી બીજા કમળ ઉપર જાય છે, તેમ તે રાજાની કીર્તિ બીજા રાજાઓના યશનું ભક્ષણ કરતી કરતી એક દેશથી બીજા દેશમાં ગઈ.
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૬૭)
એકદા કેાઈ ભાટ રાજસભામાં આવ્યું, તે વખતે જળપાન કરવાની ઈચ્છાવાળા રાજાને જોઈ અવસર પામીને તે બે કે–“હે રાજા ! તમારા મુખકમળને વિષે નિરંતર સરસ્વતી રહેલી છે, તમારે અધર ( 8) જ શોણ છે, કાકુસ્થ (રામચંદ્ર) ના પરાક્રમનું સ્મરણ કરાવવામાં નિપુણ આ તમારા જમણે હાથ જ સમુદ્ર છે, અને આ વાહિનીઓ ક્ષણવાર પણ તમારા સમીપ ભાગને છોડતી નથી, તે પણ તમારા સ્વ
૭ “માનસને વિષે (તમારૂં માનસ સ્વચ્છ છતાં) જળપાન કરવાને અભિલાષ કેમ થયું ?” આ પ્રમાણેને લેક સાંભળી રાજાએ તેને પુષ્કળ દાન આપ્યું અને પૃથ્વી પીઠ રૂપી પાટીને વિષે પિતાનું નામ લખ્યું. તે દાનનું પ્રમાણ આટલું હતું—
આઠ કરોડ સુવર્ણ, ત્રણ તલા મોતી, મદવારિને વિષે લુખ્ય થયેલા ભમરાઓવડે ક્રોધ પામેલા પચાસ હાથીએ, દશ હજાર ઘોડાઓ અને પ્રપંચ કરવામાં ચતુર સે વેશ્યાઓ-આટલી વસ્તુ પાંડુરાજાએ વિક્રમાદિત્યને દંડ તરીકે આપી હતી તે સર્વે તેણે ઉપર કહેલા ભાટને આપી દીધી.” | વિક્રમાદિત્યના દાનરૂપી મેઘથી તૃપ્ત થયેલા અનેક કવિઓએ તેના દાને વિષે અનેક પ્રબંધ અને કવિતા રચેલાં છે. કહ્યું છે કે –“અતિ વાચાળ કવિજનેએ ચેલા સેંકડો કાવ્યવડે વિસ્તાર પામેલું વિક્રમરાજાનું ચરિત્ર હાલમાં પણ લેકને વિષે વિદ્યમાન છે.” જે આર્યજનરૂપી તળાવે બીજા રાજાઓરૂપી મેઘોએ સુકવી દીધાં હતાં, તે તળાવ વિકમરૂપી સૂર્ય ઉલટાં ભરી દીધાં એ આશ્ચર્ય છે. સંસારથી વિરક્ત ચિત્તવાળા હે સજજનો! આ પ્રમાણે શ્રીકૃષ્ણ વાસુદેવ અને વિક્રમાર્ક
૧ વિઘાદેવી અને તે નામની નદી. ૨ રાતે, તે નામને કહ.
૦ મુદ્રા એટલે વીંટી સહિત, સાગર. ૪ સેનાઓ, નદીઓ,૫ મન, તે નામનું સરેવર
Page #180
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ). રાજાનું ચરિત્ર શ્રવણગોચર કરીને નિરંતર પરોપકાર કરવામાં તત્પર થાઓ.
"શ્રી તપગચ્છરૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં પરેપકાર કરવાના વિષય ઉપર શ્રીકૃષ્ણ અને વિક્રમાકે રાજાના ચરિત્ર વર્ણન નામને સત્તર પલ્લવ સમાપ્ત.
પલ્લવ ૧૮ મે. જેની વાણીનું શ્રવણ કરવાથી અંત:કરણમાં પ્રીતિ પામેલા કેટલાક શ્રોતાઓ આ વાણીથી અમૃતના રસની સંપત્તિ કોઈ પણ વિશેષ નથી એમ જાણે જાણે તેને નિષેધ કરતા હોય તેમ આશ્ચર્ય સહિત સભામાં પિતાના મસ્તકને અતિ ધુણાવે છે. તે અરિહંતમાં મણિ સમાન શ્રીઅરનાથ નામના અઢારમાં તીર્થકર સેવક જનેના સુખને માટે થાઓ. - પપકારનું સ્વરૂપ કહ્યા પછી હવે યતના નામનું અઢારમું દ્વાર કહેવાની ઈચ્છાથી કહે છે –
जयगा य મુનિએ ગમનાદિક ક્રિયામાં પ્રાર્થના અને માર્ગનું અવલોકન વિગેરે કરવાવડે જેની યતના કરવી.'
મુનિઓએ તથા સામાયિકમાં અને પૈષધમાં રહેલા શ્રાવકેએ ધર્મરૂપી રાજાની સેના સમાન યતના અંગીકાર કરવી. ચાલવામાં, ચેષ્ટા કરવામાં, બેસવામાં, સુવામાં, ભેજનમાં અને બેલવામાં આટલે ઠેકાણે યતના કરવાની છે. કહ્યું છે કે–“ક્ષેત્રને આશ્રીને કાળની હાનિ થાય છે, પરંતુ સંયમના ગે હાનિ
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૬૯ ) પામતા નથી. તેથી મુનિરાજે નિરંતર યતનાપૂર્વક વર્તવું. યતના રૂપી અંગને ભંગ થવા દે નહીં.” ગીતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે–“હે ભગવન્ ! મુનિએ શી રીતે ચાલવું? શી રીતે ઉભા રહેવું? શી રીતે બેસવું? શી રીતે સુવું શી રીતે આહાર કરે? અને શી રીતે બેલિવું ? કે જેથી પાપકર્મ ન બંધાય. ” તેના જવાબમાં ભગવાને કહ્યું કે--“ચતનાએ ચાલવું, યતનાએ ઉભા રહેવું, યતનાએ બેસવું, યતનાથી સુવું, યતનાથી આહાર કરવો અને યતનાથી બાલવું. આ રીતે કરવાથી પાપકર્મને બંધ થતું નથી.”
જે માર્ગે ઘણા માણસે ચાલેલા હોય અને ચાલતા હોય, તથા જે માર્ગ સૂર્યના કિરણો વડે પ્રકાશિત હોય, તેવા માર્ગે જીવની રક્ષાને માટે યતનાપૂર્વક ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે. ૧. સર્વ પ્રરૂપેલા તત્ત્વને જાણનાર મુનિએ કાર્ય હોય ત્યારે જ જરૂર જેટલું નિરવઘ (પાપ રહિત) વચન બોલવું અને કારણ વિના બોલવું નહીં, તે ભાષાસમિતિ કહેવાય છે. ૨. જિનશાસનવડે શોભતા મુનિએ સુડતાળીશ દોષ રહિત આહારનું ભજન કરવું તે એષણાસમિતિ કહેવાય છે. ૩. ચક્ષુવડે જોઈ, પ્રાર્થના કરી વસ્તુનું ગ્રહણ કરવું અને મૂકવું તે આદાનનિક્ષેપસમિતિ કહેવાય છે. ૪. મળ, મૂત્રલેષ્મ વિગેરેનો જીવ રહિત શુદ્ધ પ્રદેશમાં ત્યાગ કરે તે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. ૫. ઘણા પ્રકારના તર્ક વિતર્ક રહિત, સમતા ભાવથી ભાવિત અને શુભ ધ્યાન યુક્ત જે મન તે મને ગુપ્તિ કહેવાય છે. ૬. મનનું અવલંબન કરવું અથવા વચનને સંવર કરે તે સાવઘ (પાપ) વ્યાપારને નિષેધ કરનારી વચગુપ્તિ કહેવાય છે. ૭. કાત્સર્ગ કરનાર સાધુ પિતાના શરીરને જે સ્થિર રાખે તે કાયગુપ્તિ કહેવાય છે, એમ શ્રી જગદીશ્વરાએ કહ્યું છે. ૮. આ જિનશાસનની આઠ માતાઓનું સાધુઓએ તથા સામાયિક પધમાં રહેલા શ્રાવકેએ નિરંતર પાલન કરવાનું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૭૦ )
ગૃહસ્થોએ પણ યતનામાં યથાશક્તિ ઉદ્યમ કરવું જોઈએ. કારણકે તેનાથી અનુપમ ધર્મ પ્રગટ થાય છે. કુવા કે નદી વિગે રેમાંથી પાણી ભરવું તે ગળણવડે ગળીને જ ભરવું કે જેથી કદાચ માર્ગમાં ઘડે પડીને ફુટી જાય તે પણ જીવહિંસા ન થાય. ઘરમાં જે જળ રાખવું હોય તે ગળીને રાખવું. પહેલાનું જે જળ હોય તે યત્નથી કાઢી નાંખવું અને પાણીના માટલા વિગેરેમાં નવું જળ નાંખવું. શીત કાળમાં જળને હંમેશાં બે વાર ગળવું, અને ઉષ્ણ ઋતુમાં ત્રણ કે ચાર વાર ગળવું, કારણ કે ઉષ્ણ તુમાં વધારે ત્રસકાય છની ઉત્પત્તિ સંભવે છે. શ્રાવકે સચિત્ત ધાન્ય ગ્રહણ કરવાં નહીં, કદાચ ગ્રહણ કરવા પડે તે પણ જીવરક્ષા કરવાની ઈચ્છાએ તેને કદાપિ રાંધવાં તે નહીં જ. મધુક (મહુડા) નાં પુષ્પ, કેરડાનાં પુષ્પ, પીલુ અને જુવારના પિકને અવશ્ય વર્જવા, કારણ કે તેમાં ઘણાં ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે. સાંબેહું અને ખારણીઓ સારી રીતે જોઈને તેમાં શુદ્ધ કરેલા ધાન્યને ખાંડવું. સાંબેલાવડે ઘણા જીવની વિરાધના થાય છે, તેથી તે વસ્તુ કેઈને માગી આપવી નહીં. ઘટીને પણ સારી રીતે જોઈને તથા પુંજીને જ વાપરવી એટલે કે દળવાનું કામ કરવું. દળી રહ્યા પછી પાપને પૃથ (જુદું) કરવાના હેતુથી તેના બન્ને પડ જુદા જુદા કરીને રાખવા. બાળવાનાં લાકડાંને ફાડીને તેના બબે ફાડીઆ કરવા, અને છાણના કકડા કરવા, પછી તેને દષ્ટિવડે જઈ તથા પુજીને વાપરવા. ચુલાને પણ જોઈ પુંજીને પછી તેમાં અગ્નિ નાંખે. તેમાં પણ પ્રથમ પાડશીના ઘરમાં અગ્નિ સળગાવ્યા પછી પિતાના ઘરમાં અગ્નિ સળગાવે કે જેથી કોઈને આપ ન પડે. કચરે વાળવાની સાવરણી પણ કમળ ઘાસની કરવી કે જેથી જીવની:વિરાધના ન થાય. આ પ્રમાણે પુણ્યકાર્ય કરવાની ઈચ્છાથી ગૃહસ્થોએ પણ સર્વત્ર યતના કરવી. યતના વિના આત્માની શુદ્ધિ થઈ શક્તી જ નથી. કહ્યું છે કે- “ખારણીએ, ઘટી,
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૭૧ )
ચુલે, પાણિયારું અને સાવરણી એ પાંચ ગૃહસ્થના કસાઈખાના –હિંસાનાં સ્થાન છે. તેના પાપથી તેઓ સ્વર્ગે જતા નથી. પણ જે ગૃહસ્થ સર્વત્ર યતનાપૂર્વક પ્રવર્તે, તે તે શુદ્ધ થાય છે. પૂર્વે યતનાને પાળવાથી લીલાવતી શુદ્ધ હૃદયવાળી થઈ હતી. તેનું દર્શત આ પ્રમાણે
લીલાવતીની થા. " આ ભરતક્ષેત્રમાં વસતપુર નામનું નગર છે. તે સીમા વગરના ધનનું સ્થાન છે. તે નગરમાં પ્રજાઓને રંજન કરવાની લાલસાવાળો પ્રજા પાળ નામે રાજા હતા, અને વસંતતિલક નામને એક શ્રેણી રહેતા હતા, તે સર્વ ઈશ્વેમાં તિલક સમાન હતું. તે શેઠ પિતાના હસ્તકમળવડે. અગણિત દાન દઈને કલ્પવૃક્ષો પણ તિરસ્કાર કરતું હતું. તેને કામદેવરૂપ આમ્રવૃક્ષની જાણે મંજરી હોય તેવી વસંતમંજરી નામની કાંતા હતી, તે શીળરૂપી અલંકારવડે શોભતી હતી અને રૂપ ૌંદર્યવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરતી હતી. તેને પોતાના વંશરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચંદ્ર સમાન કામદેવ, યશેદેવ, શ્રીદેવ અને નરદેવ નામના ચાર પુત્ર થયા હતા. તે નગરમાં મોટા વ્યવહારીના કુળમાં ઉત્પન્ન થયેલી અને રૂપની સંપત્તિએ કરીને યુક્ત એવી શ્રીમતી, ધીમતી, કીતિમતી અને લીલાવતી નામની ચાર કન્યાઓ હતી. તેમની સાથે શ્રેણીએ પિતાના ચાર પુત્રને પરણાવ્યા હતા. તે સ્ત્રીઓથી પરિવરેલા શ્રેષ્ઠીપુત્રો હાથણુઓથી પરિવરેલા હાથીઓની જેવા શોભતા હતા. શ્રેણીઓ ઘરના એગ્ય બંધારણને માટે ચારે વહુએને અનુક્રમે રસોઈ કરવાનું, ધાન્ય સાચવવાનું, જમનારાઓને પીરસવાનું અને પાણી સાચવવાનું કામ સોંપવાવડે ચગ્ય વ્યવસ્થા કરી હતી. તેમાં ચોથી વહે લીલાવતી હમેશાં માણુમાં,
Page #184
--------------------------------------------------------------------------
________________
(૧૭ર) ગળામાં, ઘડામાં અને બીજા કોઈ પણ પાત્રમાં પાણી રાખતી તે ગળીને જ રાખતી હતી, અને ત્યાર પછી જ તે પાણું કામમાં વપરાતું હતું. મીઠા પાણીને અને ખારા પાણીને સંખારે તે કદાપિ ભેળે કરતી નહીં, હંમેશાં જાડા ગણાવડે દિવસમાં બે વાર પાણી ગળતી હતી, અને ઉષ્ણ કાળમાં ત્રણ ચાર વાર ગળતી હતી. કારણકે તનાવડે જ ધર્મ માને છે. કહ્યું છે કે“ કુવાના ખોદનારની જેમ મનુષ્ય પાપકર્મવડે નીચે જાય છે, અને પ્રાસાદના ચણનારની જેમ પુણ્યકર્મવડે ઉચે જાય છે. ”
એકદા લીલાવતીએ શુભ કર્મવડે પિતાના આત્માને સારે સ્થાન સ્થાપન કરતી હોય તેમ પાણીનો સંઆ તળાવમાં જઈને નાંખે, અને ત્યાંથી પાછી વળતાં તેણુએ કઈ પાણી ભરતી સ્ત્રીનું સ્વચ્છ ગરણું લઈ ગળીને પિતાને ઘડે પાણીથી ભર્યો. ત્યાર પછી તે ઘર તરફ આવતી હતી, તેટલામાં અશ્વ ઉપર બેઠેલે જપુત્ર તેની સામે મળે, તેથી આમ તેમ ફરતાં તેને પણ ખલના પાપે, અને માથા પરથી પાણીના ઘડે પડીને ફુટી ગયે, પિતાની માતા પૃથ્વીને આલિંગન કરવા માટે જાણે ઘણાં રૂપને ધારણ કરતા હોય તેમ તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે શેક કરવા લાગી કે-“પ્રાયે બરાબર ગળ્યા વિનાનું પાણુ ળાઈ ગયું, તેથી મને ઘણું પાપ લાગ્યું.” એમ શોક કરતી તે પાપની શુદ્ધિ માટે ત્યાં માર્ગમાં જ બેઠી. તેટલામાં તે જ માર્ગે એક જ્ઞાની મુનિ નીકળ્યા, તેને નમસ્કાર કરીને તેણીએ કહ્યું કે-“હે ભગવન્! મારી શુદ્ધિને માટે મને તપ સિવાયનું બીજું કાંઈ પ્રાયશ્ચિત્ત આપો.” મુનિ બેલ્યા કે“હે ભદ્ર!જાવડે વસાની જેમ તપવડે જ આત્માની શુદ્ધિ થાય છે.” ત્યારે તે બેલી કેહે સ્વામી! મારામાં તપ કરવાની શક્તિ
Page #185
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
નથી. તેથી હે મુનીંદ્ર! એવું કઈ દાન બતાવો કે જેથી મારી શુદ્ધિ થાય.” મુનિએ કહ્યું કે-“હે રત્ન સમાન સ્ત્રી ! રત્નપુરમાં જઈ જિનેશ્વરોને વંદના કર, અને ત્યાંના રહેવાસી રત્નદેવીના પતિ રત્ન નામના શ્રાવકને ભક્તિપૂર્વક સત્કાર કર. તેમ કરવાથી હે ભદ્ર! તારે આત્મા નિર્મળ થશે.” તે સાંભળી તત્વને જાણનારી લીલાવતી મુનિને નમસ્કાર કરીને પિતાને ઘેર ગઈ, અને પિતાના પતિને તે વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે તેણે પિતાની પ્રિયાને શુદ્ધિ કરવા માટે રત્નપુર મેકલી. માર્ગમાં તે લીલાવતી ઠેકાણે ઠેકાણે હર્ષથી જિનેશ્વરેની પ્રતિમાઓને વાંદતી હતી, અને સ્નાત્ર ઉત્સવવડે પોતાના આત્માને પવિત્ર કરતી હતી. વળી પરલેકમાં પિતાના આત્માને પૂજાવવા ઈચ્છતી હોય તેમ શુભ ભાવપૂર્વક ઉત્તમ ચંદન અને પુપિવડે દરેક જિનપ્રતિમાઓને પૂજતી હતી, સદબુદ્ધિવાળી લીલાવતી જાણે મૂતિમાન પિતાની કીર્તિનું આરોપણ કરતી હોય તેમ દરેક જિનચૈત્ય ઉપર ધજા ચડાવતી હતી. ઠેકાણે ઠેકાણે વસ્ત્રના સમૂહનું દાન કરીને તે સંઘને પહેરામણી કરતી હતી, ધનને વ્યય કરીને ધર્મની આવક નિષ્કપટપણે વધારતી હતી, અને ચાલતી દીપિ કાની જેમ તે દરેક સ્થાને અરિહંતના શાસનને ઉઘાત કરતી હતી. આ પ્રમાણે કરવાથી તેનું નામ પૃથ્વીતળ ઉપર સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. આ રીતે ધર્મનાં કાર્યો કરતી તે અનુક્રમે રત્નપુર પહોંચી. ત્યાં જિનપ્રતિમાઓને આદરથી વાદી તેણે કે માણસને રત્ન શ્રાવક અને તેની સ્ત્રી રત્નદેવીના ગુણે પૂછ્યા. ત્યારે તે માણસ બોલ્યો કે “હે ભદ્રે ! તેમના ગુણેનું વર્ણન કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી, પણ પવિત્રતાને કરનારૂં માત્ર તેમનું સ્વરૂપ ટૂંકામાં જ હું કહું છું તે તમે સાંભળે–રત્ન શ્રાવક આઠ વર્ષનો બાળક હતા, ત્યારે સાધુની પાસે શાસ્ત્રને અભ્યાસ કરતો હતો, તેથી જૈનધર્મના તત્વને તે જાણનારે થયે, તેથી
Page #186
--------------------------------------------------------------------------
________________
'*
1
( ૧૪ ) તેણે ગુરૂની સાક્ષીએ નિયમ ગ્રહણ કર્યો કે- “મારે નિરંતર શુકલ પક્ષમાં ચોથું (બ્રહ્મચર્ય) વ્રત પાળવું. તેવા અવસરે એક રત્નદેવી નામની બાળિકા સાથ્વીની પાસે જૈનશાસ્ત્રને અભ્યાસ કરતી હતી, તે પણ સરરવતીની જેમ તત્વને જાણનારી થઈ. તેથી બાલ્યાવરથામાં જ તેના ચિત્તમાં સંવેગ પ્રાપ્ત થવાથી ધર્મનાં - તત્ત્વને જાણનારી અને કળાના નિધાન રૂપ તેણીએ નિરંતર કૃષ્ણપક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ અંગીકાર કર્યો. અનુક્રમે તે બન્ને યુવાવસ્થાને પામ્યા ત્યારે પૂર્વ પુણ્યના ભેગે તે બન્નેને જ પરસ્પર વિવાહ થયું. પછી તે બન્નેએ કેટલાક કાળ તે શાસ્ત્રવિદમાં જ નિર્ગમન કર્યો. છેવટે તે બન્નેએ પર
પર પોતપોતાના નિયમની હકીકત જણાવી. એટલે રત્નદેવી બોલી કે–“હે સ્વામી ! હું વ્રત (ચારિત્ર) ને અંગીકાર કરું, અને તમે તે પુરૂષ છે તેથી સ્વરૂપે કરીને લક્ષ્મીને તિરસ્કાર કરનારી અને વણિક કુળમાં ઉત્પન્ન થયેલી બીજી કન્યાનું પાણિગ્રહણ કરે.” તે સાંભળીને અંત:કરણમાં વૈરાગ્યને પામેલો તે બે કે “હે પ્રિયા ! સ્ત્રીને જે પરિગ્રહ કરવો તે સંસારરૂપી વિષવૃક્ષનું બીજ છે. જે હું કેદખાનાની જેવા આ સંસારના બંધનથી અનાયાસે નીકળે છું તે હું હવે જાણતાં છતાં કેમ મારા આત્માને બંધનમાં નાખું ? આ પ્રમાણે નિશ્ચય કરી સંવેગ યુક્ત મનવાળા તે બન્નેએ મેટા ઉત્સવપૂર્વક ગુરૂની પાસે જઈ સર્વથા ચોથું વ્રત અંગીકાર કર્યું. મૂર્તિમાન જાણે પુણ્યના પિંડ જ હોય એવા તે લત્તમ દંપતીની તુલ્ય ત્રીજે કઈ પણ મનુષ્ય આ પૃથ્વી પર જણાતું નથી.”
* આ પ્રમાણે તે મનુષ્યના મુખથી હકીકત સાંભળી લીલાવતી હર્ષ પામી, અને યતનાપૂર્વક ધર્મને કરનાર રત્ન શ્રાવકને ઘેર ગઈ. તેણે આસન આપી તથા કુશળ પ્રશ્ન પૂછી તે સતીનું સન્માન કર્યું. પછી તે સતીએ પિતાના આવવાનું કારણ કહી તે
Page #187
--------------------------------------------------------------------------
________________
( ૧૭૫ )
દંપતીને પ્રીતિપૂર્વક ઘણું આગ્રહથી નિમંત્રણ કર્યું અને તેમને ભેજન કરાવ્યું, પછી ક્ષીરસમુદ્રના જળની જેવા ઉજ્વળ વા તેમને પહેરાવ્યાં.
તે વખતે તે નગરમાં કઈ કેવળજ્ઞાની મુનિ પધાર્યા, તેને રત્ન શ્રાવક, રત્નદેવી અને લીલાવતી તથા બીજ નગરવાસી જનો આનંદથી વંદના કરવા ગયા. તેઓ વિધિ પ્રમાણે વંદના કરી ગ્ય સ્થાને બેઠા. કેવળીએ તેમને દેશનામાં કહ્યું કે-“મ નુષ્ય જે એક પણ નિયમ યથાર્થ પાળ્યો હોય તો તે મિક્ષના સુખને આપનાર થાય છે. જેમકે લીલાવતી એક યતના ધર્મવડે જ મેક્ષને પામશે.” તે સાંભળીને રત્ન શ્રાવક વિગેરેએ પૂછ્યું કે–“તે લીલાવતી કોણ છે?” ત્યારે જિનેશ્વરે તેની પ્રથમથી પ્રારંભીને સર્વ કથા કહી સંભળાવી કહ્યું કે- “તે લીલાવતી તમારી પાસે જ બેઠી છે. તે અહીંથી સ્વર્ગમાં જઈ ત્યાંનું સુખ ભેગવી મનુષ્ય જન્મ પામી યતના ધર્મથી મોક્ષને પામશે.” આ પ્રમાણે યતનાનું ફળ સાંભળી નગરના પુરૂષ અને સ્ત્રીઓ નિરંતર યતના પાળવામાં અધિક ઉદ્યમી થયા. પછી તે ભાગ્યવતી લીલાવતી ત્યાંથી નીકળી વસંતપુર આવી, અને ચાવજજીવ પર્યત યતનારૂપ ધમેનું આરાધન કર્યું.
વિદ્વાન જનના સમૂહમાં મુગટ સમાન હે ભવ્ય પ્રાણુઓ! ધર્મના બીજા સર્વ વિકલ્પોને ત્યાગ કરી એક યતના પાળવામાં જ નિરંતર ચત્ન કરે. કેમકે યતનાના પ્રભાવથી જ જિનેશ્વરેની આજ્ઞાનું આરાધન કરવામાં લાલસાવાળી અને શુદ્ધ શીળવ્રતને ધારણ કરનારી લીલાવતીને દેવ અને નરભવની ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
આ પ્રમાણે શ્રી તપગચછરૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈહંસગણિએ રચેલી શ્રીઉપદેશ ક૨વલ્લીનામની ટીકાને વિષે બીજી શાખામાં યતના કરવાના વિષય ઉપર લીલાવતી વર્ણન નામને અઢાર પદ્ધવ સમાપ્ત થયા.
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૧૭૬)
પલવ ૧૯ મા.
જે તીર્થના રવામી વ્યાખ્યાનના અવસરરૂપી વર્ષાઋતુમાં મેઘની જેમ પૃથ્વીપર વાણીરૂપી જળના સમૂહને વરસાવતા હતા ત્યારે તેમના મુખરૂપી વનમાં ઉત્પન્ન થયેલા અક્ષરરૂપી પુષ્પા કે જે વાણીરૂપ જળની વૃષ્ટિથી ઉત્પન્ન થયાં હતાં તેને ગ્રહણ કરીને ગણધરો અરિહંતના મતને શાભાવવા માટે શાસ્રોરૂપી માટી માળા ગુંથતા હતા, તેવા શ્રી મદ્દીનાથ નામના એગણીશમા તીર્થંકર ભવ્ય જીવાને ધર્મલક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર થાઓ.
યતનાનું સ્વરૂપ કહ્યા પછી હવે ત્રીજી ગાથામાં કહેલ જિનપૂજા નામનુ આગણીશમું દ્વાર કહે છે.
जिणपूआ
ચેાત્રીશ અતિશયાડે શાલતા અને આઠ મહા પ્રાતિહાર્યોવાળા શ્રી જિનેશ્વરાની પંડિત જનાએ ચંદન પુષ્પાદિકે કરીને પૂજા કરવી.
સમવસરણમાં વિરાજમાન અને પાતપાતાના તીર્થને સ્થાપન કરનારા જિનેશ્વરા જાણવા. એક ચાવીશીમાં તેવા ચાવીશ જિના થાય છે, અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ ચાવીશીમાં થઇને કુલ તેર જિના થાય છે, તે જિનાની વિધિપૂર્વક પૂજા કરવાથી મનુષ્ય અનેક પ્રકારની સ ંપદાને પામે છે. જિનેશ્વરાની પૂજા ત્રણ પ્રકારે કહેલી છે—અંગપૂજા ૧, અગ્રપૂજા ૨ અને ભાવપૂજા ૩. તેમાં ચંદન અને પુષ્પાવડે જે પ્રભુની પૂજા કરવી તે અંગપૂજા કહેવાય છે. ૧. પ્રભુની સન્મુખ ફળ નૈવેદ્ય અને ચાખા વિગેરે જે મૂકવા તે બીજી અગ્રપૂજા કહેવાય છે. ૨. અને સ્તુતિ, ગીત, ગાયન વિગેરેથી ભ ાવપૂજા થાય છે. ૩. દ્રવ્યપૂજા આઠ પ્રકારની કહેવાય છે. તે આ પ્રમાણે—ચદન ૧ ધૂપ ૨,
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૭૭)
અક્ષત (ચોખા) ૩, પુષ્પ ૪, દીપ પ, ફળ, નૈવેદ્ય ૭ અને જળ ૮ આ 'આઠ વસ્તુવકે ડાહ્યા પુરૂષાએ પ્રભુની પૂજા કરવી. જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં અને જીવાભિગમમાં સત્તર પ્રકારી પૂજા આ પ્રમાણે કહી છે–જળ ૧, ચંદન ૨, વસ્ત્ર યુગલ ૩, ગંધ ૪, છુટા પુષ્પ ૫, પુષ્પની માળા ૬, વર્ણ ૭, ચૂર્ણ (વાસક્ષેપ) ૮, ચંદરો બાંધવે ૯, સુવર્ણાદિકના અલંકારે ધરવા ૧૦, પુષ્પોની મેટી માળા ચડાવવી ૧૧, અક્ષતવડે અષ્ટમંગળ આળેખવા ૧૨, પાંચ વર્ણવાળા પુષ્પને સમૂહ ધો ૧૩, ધૂપ કર ૧૪, એકસો આઠવાર નમસ્કારને જાપ કરવો ૧૫, મેટી વજા ચડાવવી ૧૬ અને નૃત્ય કરવું ૧૭ તે. વળી રાજપશ્રીય નામના સૂત્રમાં ટ્રિપદી અને સૂર્યાભદેવે જેવી રીતે પ્રભુની પૂજા કરી છે, તેવી રીતે વિવેકી જનેએ હર્ષપૂર્વક ઘણા દ્રવ્યને વ્યય કરીને મહાપૂજા કરવી. પૂજા કરવાને વિધિ આગમનાં વચનોથી જાણી લે. અહીં પણ તેને કાંઈક વિધિ કહેવામાં આવે છે.
પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવું, પશ્ચિમ તરફ મુખ રાખીને દાતણ કરવું, ઉત્તર તરફ મુખ રાખીને શ્વેત વસ્ત્ર પહેરવા, અને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને પૂજા કરવી. પ્રભુના બે ચરણ, બે જાનુ (ઢીંચણ), બે હાથ, બે ખભા અને એક મસ્તક એ નવ અંગે અનુક્રમે પૂજા કરવી. ચંદન . વિના કદાપિ પૂજા કરવી નહીં. પ્રાત:કાળે સુગંધી વાસક્ષેપવડે, મધયાન્હ સમયે પુષ્પના સમૂહવડે અને સાંયકાળે ધૂપ દીપવડે એમ ત્રણે કાળે જિનેશ્વરની પૂજા કરવી. પ્રભુની જમણી બાજુએ દીપ કરવો ને ડાબી બાજુએ ધૂપ કર. અગ્રપૂજા પ્રભુની સન્મુખ કરવી. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા વિધિપૂર્વક વિદ્વાનોએ દ્રવ્યપૂજા
૧. આ નામે પૂજા કરવાના ક્રમ પ્રમાણે આપેલા નથી
Page #190
--------------------------------------------------------------------------
________________
( ૧૭૮ )
',
૧
કરવી. પછી પ્રભુની જમણી બાજુએ જ રહીને ધ્યાન અને ચૈત્યવંદન કરવુ. જિનેશ્વરની પજા કરતી વખતે પદ્માસને બેસવું, નાસિકાના અગ્ર ભાગ ઉપર દિષ્ટ રાખવી, મૈાન ધારણ કરવુ અને શરીરને વસ્રવડે ઢાંકવું, જિનેશ્વરની પ્રીતિ સંપાદન કરવા માટે ભક્ત જનાએ પુષ્પ, પત્ર કે ફળ જે હાથમાંથી પડી ગયું હાય, પૃથ્વી પર પડેલું હાય, પગને અડકી ગયું હાય, મસ્તક પર રહેલુ હાય, ખરાબ વસ્તુમાં રાખેલુ હોય, નાભિથી નીચે ધારણ કરેલું હાય, દુષ્ટ જનાએ સ્પર્શ કરેલ હોય, મેઘની ધારાવડે હણાયેલુ' હાય તથા કીડાઓથી દૂષિત થયુ હોય તે તજવા ચેાગ્ય છે. એવા પુષ્પાદિકથી પૂજા કરવી નહીં. જે વસ્ત્ર કેટને સ્પર્શેલ હાય, જે વસ્ત્ર પહેરીને કાયચિંતા, લઘુ નીતિ કે મૈથુન કર્યું હાય તે વસ્ત્ર તજવા યાગ્ય છે. એક પુષ્પના એ ભાગ કરવા નહીં, પુષ્પની કળી પણ છેઢવી નહીં, ચંપક કે કમળના ભેદ (છંદ) કરવાથી મુનિની હિંસા કર્યાં જેટલુ પાપ લાગે છે. સિધ્ધાંતમાં કહ્યું છે કે-ગ ંધાદકવર્ડ સ્નાત્ર, અષ્ટ પ્રકારી પૂજા, માંગળ દીપક અને આરતિ વિગેરે હમેશાં કરવુ.' શાસ્ત્રવિધિ પૂર્વક જિતેશ્વરનું ચૈત્ય કરાવવું, પ્રતિમાની સ્થાપના કરવી, યાત્રા કરવી અને પૂજા કરવી. આ ક્રૂવ્યસ્તવ ભાવસ્તવનું કારણુ છે. નિરંતર ધર્મના સમગ્ર કાર્યમાં નહીં પ્રવર્તેલા શ્રાવકાને આ વ્યસ્તવ સંસારને અલ્પ કરનાર હાવાથી ચાગ્ય છે. નિરંતર આર્ભમાં આસક્ત થયેલા, છ કાય જીવવધથી નિવૃત્તિ નહીં પામેલા અને સંસારરૂપી અરણ્યમાં પડેલા ગૃહસ્થીઓને આ દ્રવ્યસ્તવ આલબનરૂપ છે. તપ નિયમ કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, દાન કરવાથી ઉત્તમ ભાગા પ્રાપ્ત થાય છે, દેવપૂજા કરવાથી રાજ્ય મળે છે, અને અનશન કરીને મૃત્યુ પામવાથી ઇંદ્રપણું પ્રાપ્ત થાય છે. જે પ્રાણી ચંદન અને પુષ્પવર્ડ જિનેશ્વરની પૂજા કરે છે તે અશાક નામના માળીની જેમ માક્ષલક્ષ્મીને પામે છે.
૧ હવે કુલ વીધીને તે। હાર પ્રેમ જ કરાય તે વિચારવું. .
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૭૯) અશોક માળીની કથા. મહારાષ્ટ્ર નામના મોટા દેશમાં હલુર નામના ગામમાં અશોક નામનો માળી રહેતું હતું, તે હંમેશાં નવ પુષ્પવડે જિનેશ્વરની પૂજા કરતો હતો, તેથી તે નવ કરોડ અને નવ લાખ સુવર્ણ અને રત્નોનો સ્વામી થયે, નવ લાખ ગામને પ્રભુ થયે, નવ નિધિને સ્વામી થયો. છેવટ રાજ્યનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરી મરણ પામી અનુત્તર વિમાનમાં દેવ થયે, ત્યાંથી એવી મનુષ્ય ભવ પામી રાજા થઈને સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે અશેક માળી હર્ષપૂર્વક નવ પુષ્પોએ કરીને પ્રભુના નવ અંગની પૂજા કરવાથી આશ્ચર્યકારક વિચિત્ર સમૃદ્ધિને પામ્યું હતું તેની જેમ અથવા ધનપાળની જેમ પૂજાની વિધિમાં યત્ન કરે. ધનપાળની કથા આ પ્રમાણે
ધનપાળની કથા. આશ્રિત જનોને લક્ષમીને લેશ આપનાર માલવ નામને દેશ છે. તેમાં ધાન્યની સંપત્તિના આધાર રૂપ ધારા નામની નગરી છે. તેમાં અસંખ્ય રત્ન હોવાથી સમુદ્ર તે નામમાત્ર જ રત્નાકર રહ્યો છે. તેમાં ભેજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ આકાશને (સ્વ) ભજતી હતી, અને તેના હસ્તકમળમાં લક્ષ્મીએ નિવાસ કર્યો હતે. હમેશાં તે લક્ષ દ્રવ્યનું દાન કરતા હતે. તે નગરીમાં બ્રાહ્મણના ષટ્કર્મ કરવામાં આસક્ત, વેદ ભણવામાં તત્પર અને સર્વ બ્રાહ્મણને વિષે ચંદ્રમાન સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને ધનપાળ અને શોભન નામના બે વિનયવાન પુત્રો થયા હતા. તેમાં મેટે ધનપાળ રાજાની સભાના અલંકામાં મણિરૂપ હતા, વૈદ મહાવિદ્યારૂપી નદીઓને આલિંગન કરવાના સમુદ્રરૂપ હતે; મિથ્યાદષ્ટિ હતું. અમૃતની વૃષ્ટિ જેવી મહર વાણીવડે પ્રજાવર્ગનું
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૮) રંજન કરતે હતે. અને અવસર જોઈને રાજાનું અને સમગ્ર સભાનું નવા અને પ્રાચીન કાવ્યાદિકના વિદવડે રંજન કરતે હતે.
એકદા સર્વદેવે પૃથ્વીમાં દાટેલે સુવર્ણ નિધિ ઘણી રીતે જે–તપા, પણ સમુદ્રમાં મીઠા જળની જેમ તે તેને હાથ લાગે નહીં. તેથી તેણે અનેક જેશીઓને તથા નિમિત્તિયાએને તે વિષે પૂછ્યું, પરંતુ કઈ પણ પ્રકારે તે સુવર્ણના નિધિ પ્રગટ થયે નહીં-હાથ લાગે નહીં. અન્યદા તે નગરીના ઉદ્યાનમાં મુનીશ્વરને આવેલા જાણી નગરજને તથા સર્વદેવ બ્રાહ્મણ પણ ત્યાં જઈ તેમને નમસ્કાર કરી ગ્ય સ્થાને બેઠે. તે વખતે પપકાર કરવાની જ બુદ્ધિવાળા મુનીશ્વરે ભાદરવા મહિનાના મેઘની જેવા ગંભીર ધ્વનિવડે સુખ આપનાર ધર્મને ઉપદેશ કર્યો. દેશનાને અંતે શુભ ભાવરૂપી અમૃતવડે સિંચાયેલા નગરજને પિતાને સ્થાને ગયા. ત્યારપછી સર્વદેવ બ્રાહ્મણે ગુરૂને પૂછ્યું કે– હે જ્ઞાની ! મારે નિધિ કયાં છે? તે મને કહો. મારે સ્ત્રી છે, બે પુત્ર છે, મોટું કુટુંબ છે, તથા રાજ્યમાં પણ મારું સારૂં માન છે, પરંતુ નિધાનના નાશની વ્યથાથી હું અત્યંત દુખી છું.” ગુરૂએ કહ્યું—“ જે તમને નિધાન પ્રાપ્ત થાય તે તેમાં અમને શું લાભ?” તે બે –“તે મારે નિધિ મને હાથ લાગે તે તેમાંથી આપને હું અધ ભાગ આપીશ.” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી ત્યારે ગુરૂએ નિધાનનું ઠેકાણું તેને કહ્યું. પ્રાણ પિતાના ભાગ્યને પામે તેમ તે બ્રાહ્મણ મુનીશ્વરે કહેલા સ્થાનથી જ નિધિને પામીને હૃદયમાં ઘણે હર્ષ પામ્યું અને મારા પર મુનિને અવિશ્વાસ ન થાએ એવા હેતુથી માટીના લેપવાળા તે નિધાનને જેમનેતેમ ગુરૂની પાસે લઈ જઈને મૂકો. પછી મુનિના દેખતાં જ તેણે તે સુવર્ણના સરખા બે ભાગ પાડ્યા અને કહ્યું કે—હે પૂજ્ય! આ અર્ધ સુવર્ણ ગ્રહણ કરી અને અનુણી (દેવા રહિત)
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૮૧)
કરે.” ગુરૂએ કહ્યું કે-હે વિપ્ર ! ધન ગ્રહણ કરવાને અમારે અધિકાર નથી. કહ્યું છે કે--હે યતિ ! પૂર્વના મુનિએએ ત્યાગ કરેલા, સેંકડે દેના મૂળ સમાન અને અનર્થના કારણરૂપ વમન કરેલા અર્થ (ધન) ને તું ગ્રહણ કરે છે, તે પછી તપને નિરર્થક શા માટે આચરે છે? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–દુષમા પણ કાળમાં શ્રુતજ્ઞાનને સંગ્રહ ૧, સત્ય ઉપદેશની કુશળતા ૨, બ્રહ્મચર્યની શુદ્ધિ ૩, લેલુપતા રહિત વૃત્તિ ૪, સુવર્ણાદિક દ્રવ્યને ત્યાગ ૫ અને એક સ્થાને રહેવાની અપ્રીતિ આ અતિ મેટા છ ગુણોએ કરીને ઘણા સાધુઓ પરિપૂર્ણ હોય છે. યુગપ્રધાન રહિત દેશમાં રહેનારા શ્રાવકોએ તેમની સેવામાં તત્પર રહેવું. આ પ્રમાણે આગમમાં કહેલું છે. તે પણ હું વિપ્ર! જે તારી ત્રણ રહિત થવાની ઈચ્છા હાય તે શીધ્રપણે તારા બે પુત્રોમાંથી એક અમને આપી દે.” આ પ્રમાણે ન સાંભળી શકાય તેવું ગુરૂનું વચન સાંભળી તથા પોતાની પ્રતિજ્ઞા પણ દુષ્પર ( દુઃખે પૂર્ણ કરી શકાય તેવી ) જાણુ મનમાં ચિંતાતુર થયેલો બ્રાહ્મણ પિતાને ઘેર ગયો. ત્યાં નિશાળેથી આવેલા શોભન વિદ્યાર્થીએ શ્યામ મુખવાળા પિતાને જોઈ પૂછ્યું કે “હે પિતાજી! તમે આજે મારી સાથે કાંઈ પણ બોલતા કેમ નથી ?” તે સાંભળી પ્રતિજ્ઞાના ભંગથી ભય પામેલા પિતાએ તેને ગુરૂનું વચન કહી સંભળાવ્યું. ત્યારે તે બે કે –મને આપીને તમે તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.” પિતાએ કહ્યું–“હે વત્સ! તને વહાલા પુત્રને શી રીતે અને પાય? તે પણ તારાથી જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે.” એમ કહી તેણે ગુરૂ પાસે જઈ તે પુત્ર ગુરૂને આપી કહ્યું કે –“ આ વાત સાંભળી આને માટે ભાઈ કેપ પામશે, માટે તમારે હવે અહીં રહેવું નહીં.” પછી તે બ્રાહ્મણે ઘેર આવી સર્વ કુટુંબને કહ્યું કે –“તમારે કેઈએ શોભને વ્રત લીધું છે એવી વાત ધન
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૮૨ )
પાળને કરવી નહીં. ” ભાજન સમયે ધનપાળ જમવા બેઠા, ત્યારે તેણે નાના ભાઈને ખેલાવવા ચાકરને કહ્યુ. તેણે જેવા તે જવામ આપી તેના મનનું સમાધાન કર્યું. બીજે દિવસે પણ શાભનને નહીં જોવાથી ધનપાળ ઘણા દુ:ખી થયા, તેને પાડાશમાં રહેનારી એક ડાશીએ શેાભનના વૃત્તાંત કહ્યા, તે સાંભળી ધનપાળ પંડિતનાં નેત્રા કાધાગ્નિવડે રક્ત થઈ ગયાં. અને પુણ્યની મૂર્તિરૂપ સર્વ સાધુઓને તેણે આખા દેશમાંથી કાઢી મૂકા
99
બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા શાભન મુનિ ગુરૂની પાસે રહી વ્યાકરણાદિક શાસ્ત્રાના અભ્યાસ કરવા લાગ્યા. ગુરૂએ મેટા ગુણવાળા તે શોભન મુનિને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપન કર્યા. કારણ કે જે મણિ હાય તે પ્રતિષ્ઠાને પામે જ છે. એકદા બીજા સાધુઓ તેને કહેવા લાગ્યા કે—“ હું મુનીંદ્ર ! તમારી વિદ્યા શા કામની અને તમારી ખાલવાની ચતુરાઇ પણ શા કામની ? કે જેથી સાધુજન જઈ શકે એવા માળવ દેશમાં જઇ તમારા ભાઇને પણ તમે ખેાધ પમાડી શકતા નથી. આ પ્ર માણે સાધુઓનું વચન સાંભળી પોતાના ભાઇને પ્રતિબંધ કરવાની તીવ્ર ઈચ્છાથી શાભન સ્તુતિને કરનાર શૈાભનસૂરિ ગુરૂની આજ્ઞા લઇ માલવદેશ તરફ્ ચાલ્યા. દેશની સીમાએ આવી બીજા મુનિઓને ત્યાં જ રાખી શાલનસૂરિ એકલા ધારાનગરીમાં ગયા. નગરીમાં પ્રવેશ કરતાં જ તેને ધનપાળ પંડિત વનમાં જતાં સામા મળ્યા. કેટલાક કાળ જવાથી પંડિતના મનમાં સાધુ ઉપરના કાપ આછા થયા હતા, તેથી તે તપ અને શમતાના સ્થાનરૂપ મુનીશ્વર પ્રત્યે ( ઓળખ્યા શિવાય ) ઉપહાસ્યપૂર્વક ખેલ્યા કે—હે 'ગર્દભદત ભજ્જત ! તમને નમસ્કાર છે. ” આવા તેના વચનરૂપી ખાણુથી વીંધાયેલા મુનિ પણ ખેલ્યા કે– ૧ ગધેડાના જેવા દાંતવાળા કે ભગવન્ !
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૮૩ )
""
“ હું મિત્ર મર્કટાસ્ય ! તું સુખી છે ? ” આ પ્રમાણે તેના ઉત્તરથી રજિત થયેàા બ્રાહ્મણ આવ્યે કે—“ હું ભિક્ષુક ! તમે કાના અતિથિ છે ? ” તે મેલ્યા કે— હું તમારા જ અતિથિ છું, બીજા કોઈના નથી. ” તે સાંભળીને “ આ સાધુ વિદ્વાન જણાય છે. આની સાથે શાસ્ત્રોના વિચાર યુક્તિપૂર્વક થશે. ” એમ વિચારી પેાતાના ચાકરને તેમની સાથે મેકલી તેમને પેાતાની ચિત્રશાળામાં ઉતાર્યો અને પેાતે વનક્રીડા કરવા ગયા. પછી ઘેર આવી સ્નાન કરી દેવપૂજા કરી ભાજન કરવા બેઠા. તે વખતે તરત જ તે મુનિ અતિથિ તેને સાંભર્યો. તેથી તેમને તત્કાળ એલાવી માદક વહેારાવવા લાગ્યો, પરંતુ તે દોષવાળા હેાવાથી સાધુએ લીધા નહીં ત્યારે પતિ કાપ પામીને કહ્યું કે શું આમાં વિષ નાંખ્યુ છે ? ” મુનિએ કહ્યુ— “ હા, તેમાં સર્પની ગરલ પડેલી છે. ” એમ કહી પતિને તેની ખાત્રી કરી આપી. ત્યારપછી પતિ મ ંગળને માટે તેમ દહીં આપવા માંડ્યુ, તે પણ ત્રણ દિવસ ઉપરાંતનું હતુ તેથી મુનિએ લીધું નહીં. ત્યારે તેણે કહ્યું કે— શુ આમાં પરા પડ્યા છે ? ” મુનિએ કહ્યું કે હા. આમાં જીવની ઉત્પત્તિ સંભવે છે. ” તે ઓલ્યા—“ હું મુનિ ! તે મને દેખાડા. ” મુનિએ તરત જ તે દહીંનુ પાત્ર તડકે મૂકાવી તેના પર પાણીથી આ કરેલી અળતાની પાથી મૂકાવી; એટલે તાપથી પીડાચેલા જીવા તે પાથી ઉપર શીતળતાને લીધે ચાંટી ગયા. તે જોઈ મનમાં વિસ્મય પામેલા પંડિતે ક્યું કે- અહા મુનિ ! તમે સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ ખરાબર જાણેા છે. ” પછી મુનિને શુદ્ધ આહાર વહેારાવી પાતે લેાજન કરી થેાડી વાર વિશ્રાંતિ લઈ ગુરૂ પાસે જઈને સિદ્ધાંતના વિચાર કરવા લાગ્યા. ગુરૂએ કહ્યું કે—“ ત્રણ જગતને પૂજ્ય, અઢાર દોષ રહિત, સર્વજ્ઞ
66
""
ઃઃ
૧ માંકડાના સરખા મુખવાળા.
Page #196
--------------------------------------------------------------------------
________________
( ૧૮૪ )
જ
tr
અને તત્ત્વને કહેનારા જિનેશ્વર દૈવ જ ધ્યાન કરવા ચેાગ્ય છે. મનોહર ચારિત્ર પાળવામાં સમ અને છત્રીશ ગુણેાની શ્રેણિ રૂપી માણિયાવર્ડ અંગને શાભાવનાર સાધુએ જ ગુરૂ તરીકે વાંઢવા ચેાગ્ય છે. તેમજ સર્વજ્ઞે કહેલા આજ્ઞામય ધર્મ જ નિર ંતર માનવા ચેાગ્ય છે. ” આ પ્રમાણે વિસ્તારથી ગુરૂએ તત્ત્વના ઉપદેશ કર્યો. તે સાંભળી તેની મતિ જાગૃત થઈ. કહ્યુ છે કે-અજ્ઞાની માણસને સહેલાઇથી સમજાવી શકાય છે અને વિદ્વાનને તે તેના કરતાં અત્યંત સહેલાઇથી સમજાવી શકાય છે, પરંતુ અલ્પમાત્ર જ્ઞાન છતાં પેાતાના આત્માને પડિંત માનનારા ખાટા પંડિતને બ્રહ્મા પણુ સમજાવી શકતા નથી. ” ત્યારપછી પંડિતે મુનિને પૂછ્યું કે—“ શાભન મુનિ મારા ભાઇ છે, તે ક્યાં છે ? તેની ઉમ્મર કેટલી થઈ છે ? તેના શરીરના વર્ણ કેવા છે ? અને તેણે શાસ્ત્રના અભ્યાસ કેટલા કર્યો છે ? ' મુનિએ કહ્યું કે~ તમારા ભાઇ મારી જેટલી જ ઉમ્મરના છે, મારી જેવા જ શરીરવાળે છે અને તેને શાસ્ત્રાભ્યાસ પણ મારી જેટલા જ છે. ’” તે સાંભળી પડિત ખેલ્યા કે ત્યારે શું હું મુનીશ્વર ! તમે જ મારા ભાઇ શાલન મુનિ છે ? ' મુનિએ કહ્યું — હા. ’ તે સાંભળી પડિત હર્ષના રામાંચરૂપી કંચુકથી વ્યાપ્ત થયા, અને સંસારના નાશ કરનાર ઉત્તમ મુનિને તેણે નમસ્કાર કર્યો. પછી શાલનસૂરિએ બીજા મુનિને મેલાવી માલવ દેશમાં સ્થિતિવાળા કર્યો. ધનપાળ પંડિતે પણ ઘેાડા સમયમાં જિનેશ્વરના આગમના અભ્યાસ કર્યો. નવતત્ત્વના રહેસ્યના જ્ઞાતા થયા, સમકિત પામ્યા, ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવા લાગ્યા અને જગતમાં ઉત્તમ શ્રાવક થયા.
''
એકદા લાજરાજાએ નવું સરાવર ખાદાવ્યું, તે જળથી પરિપૂર્ણ થયું, તે વખતે તેના ઉત્સવ કરવા માટે તે પરિવાર સહિત સરાવર ઉપર ગયા. ત્યાં કેટલાક વાજીંત્રા વગાડવા
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૮૫)
લાગ્યા, કેટલાક ગાયન ગાવા લાગ્યા અને કેટલાક નૃત્ય કરવા લાગ્યા. તે વખતે રાજાએ પંડિતને કહ્યું કે – “ તમે આ મારા નવા સરોવરનું વર્ણન કરો.” ત્યારે પંડિતાએ નવા નવા
કે બનાવી તે સરોવરનું વર્ણન કર્યું. પછી સેંકડે પંડિતેના અલંકારરૂપ ધનપાળ પંડિતને જોઈને ભેજરાજાએ કહ્યું કે –“ તમે પણ કવડે આનું વર્ણન કરે. ” ત્યારે પંડિતે તેનું વર્ણન કર્યું કે- “ આ તળાવરૂપી શ્રેષ્ઠ દાનશાળા હોય એમ જણાય છે. તેમાં મત્સ્ય વિગેરરૂપ રસોઈ નિરંતર તૈિયારજ છે, બક સારસ અને ચકવાક વિગેરે પક્ષીઓ અહીં પાત્રરૂપ છે. હવે તેમાં કેટલું પુણ્ય થાય છે? તે અમે જાણતા નથી.” તે સાંભળી રાજાને કેપ થયે, તેથી તેણે મને નમાં વિચાર કર્યો કે–“આ મારું સારું જોઈ શક્તો નથી, તેથી હું રાજમહેલમાં જઈને આનાં બન્ને નેત્રે લઈ લઈશ.” પછી સરોવરને મહત્સવ કરી લેકને દાન આપી સજા નગર તરફ ચા. પૂરમાં પ્રવેશ કરતાં રાજાએ એક કન્યાને હાથે વળગીને ચાલતી કઈ વૃદ્ધા સ્ત્રીને જે ધનપાળ પંડિતને કહ્યું કે – “ આ વૃદ્ધા શું કહે છે ? ” ત્યારે પંડિત શિધ્રપણે બે કે – “હે રાજા ! આ સ્ત્રી તમને જે વિચાર કરે છે કે શું આ મહાદેવ છે? શું આ વિષણુ છે? શું ઈદ્ર આવે છે? શું ચંદ્ર છે ? શું બ્રહ્મા છે ? શું કઈ વિદ્યાધર છે ? શું કામદેવ છે? શું નળરાજા છે ? કે શું કુબેર છે ? ના, ના, તેઓમાંથી તે આ કઈ પણ નથી, પરંતુ હે સખી પિતે કીડા કરવામાં પ્રવતેલા આ તો ભેજ રાજા છે.” આ પ્રમાણેને લેક સાંભળીને તુષ્ટમાન થયેલા રાજાએ કહ્યું કે– “હે પંડિત ! તું ઈચ્છિત વસ્તુને માગ.” પંડિતે કહ્યું કે – “હે.
સ્વામી ! જે તમે મારા પર પ્રસન્ન થયા છે તે મારાં બે ને મને પાબં આપે.” રાજાએ કહ્યું કે – “તારાં નિર્મળ નેત્રે
Page #198
--------------------------------------------------------------------------
________________
( ૧૮૬ )
મારી પાસે તે
શું માગ્યું ? ” પંડિત
મારાં નેત્રા લઇ લેવાના આપે વિચાર તેનેજ માગુ છુ. તે સાંભળી હર્ષ પામેલા તે તે મેં આપ્યાંજ છે ' એમ કહી તેને બીજી
"
તારી પાસેજ છે, એમાં આલ્યા કે— “ પહેલાં
કર્યો છે તેથી
રાજાએ પહેરામણી આપી.
99
એકદા ભાજરાજા અશ્વની ક્રીડા કરવા નગર અહાર ગયા. ત્યાં એક જવતુ ખેતર જોઈ તેણે પડિતાને જવનું વર્ણન કરવાના આદેશ કર્યો. ત્યારે ખીજા પડિતાએ જવના ઢાષાનુ આ પ્રમાણે વર્ણન કર્યું... “ હું બન્ને આઠે ! તમે દૂર ખસી જાએ, હું કઠે ! તુ માટા આંતરાવાળા થા (તુ પણ ખસી જા, ) હું જિજ્હા ! તુ એક ભૃણામાં સંતાઇ જા, હું નાસિકા ! તુ જરાવાર કાઈ પણ પ્રકારે ગંધને સહન કર, અને હું ગળા ! તુ આ શુષ્ક જવના કાળીઆને શામાં ભેળી ગળી જા. જો જીવતા પ્રદેશમાં ગયા હાત તે તમને શાલિનુ અન્ન આપત. આ પ્રમાણેનું તેમનુ વર્ણન થઇ રહ્યા પછી તત્ત્વજ્ઞાની ધનપાળ પડિતે થવાના ગુણાનુ આ પ્રમાણે વર્ણન કર્યું—“ હું જવ ! વિવાહ વિગેરે કાર્યમાં તારા જીંવારા કલ્યાણકારક હોય છે. તારા ગુચ્છા તાપને હરણ કરનાર છે. મ્લેચ્છરૂપ થઈ ગયેલાની શુદ્ધિ તારાં પાંદડાંવડે થાય છે. સ્વસ્તિના કાર્યમાં ( મંગળ કાર્યમાં) તુ મગળરૂપ છે. તારો સાથવા પિતૃદેવાને અભીષ્ટ છે. તને મળતા અગ્નિમાં હોમવાથી દેવતાઓ તૃપ્ત થાય છે. તારી રેખા જે મનુષ્યના હાથમાં હાય તે તેને જ્ઞાન, વૈભવ, યશ અને રાજ્યની પ્રાપ્તિ થાય છે. પ્રમાણે ધનપાળનું વચન સાંભળી રાજા ચમત્કાર પામીને બેલ્યા કે—“ હું પ ંડિત ! તારૂં' વિદ્વાનપણું જગતમાં દૂષણ રહિત છે. ” હું લેાકા ! પૃથ્વી પર આ પતિનું દ્રઢ સમકિત વખાણવા લાયક છે તે તમે જુઓ.
#
આ
ܕܪ
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૮૭ )
ધનપાળ હંમેશાં પ્રાત:કાળે જિનેશ્વરની પૂજા કરીને પછી તેની સ્તુતિ કરતે હતે. વિશેષ પ્રકારની વિધિ સહિત પૂજા કરતાં તેને ઘણો સમય લાગતું હતું, ત્યારપછી તે રાજસભામાં જતો હતે. તેથી એકદા રાજાએ તેને પૂછ્યું કે –“હે પંડિત! તમે હમેશાં સભામાં મેડા કેમ આવે છે?” પંડિતે કહ્યું કે
–“મેં હાલ ના રાજા પ્રાપ્ત કર્યો છે, તેની પૂજા કરીને પછી હું અહીં આવું છું. ” રાજાએ પૂછ્યું—“હે પંડિત ! મારા કરતાં બીજે કયે રાજા તમારે સેવવા લાયક છે?” તે બે કે –હે રાજા! જેના ગુણોનું વર્ણન કરવાને ઈંદ્ર પણ સમર્થ નથી એવા મહાભાગ્યથી પામવા લાયક તે રાજાનું હું તત્વથી સ્વરૂપ કહું છું, તે તમે સાંભળો–મેં આજ સુધી મેહથી અલ્પ ફળને આપનાર અને દેહ અર્પણ કરવાથી પણ વશ (પ્રસન્ન) ન થાય એવા કેટલાએક ગામના સ્વામીને આ શ્રય કર્યો હતો, અને હાલમાં તે સેવા કરવાથી પિતાના સ્થાનને જ આપી દેનાર અને માત્ર બુદ્ધિથી જ સેવવા લાયક ત્રણ ભુવનને સ્વામી પ્રાપ્ત કર્યો છે, તેથી આટલા દિવસ મારા નિષ્ફળ ગયા, તેને મને શક થાય છે. આ પ્રમાણે સાંભળી તેની દેવ ઉપરની શ્રદ્ધા જાણ રાજા કોપને બદલે સંતેષ પા
પે. આમ થવાનું કારણ માત્ર ધર્મનું માહાસ્ય જ છે. રાજાએ તેને કહ્યું કે –“હે બુદ્ધિમાન પંડિત ! રાજ્યનું ગમે તેવું મોટું કાર્ય હોય તે પણ તારે જિનેશ્વર દેવની પૂજા પૂર્ણ કર્યા વિના રાજસભામાં આવવું નહીં. આ બાબતમાં હું તને વચન આપું છું.”
એકદા માળીએ પુના સમૂહથી ભરેલી ચંગેરી (છાબડી) રાજાની પાસે મૂકી. તે વખતે રાજાએ પંડિતને કહ્યું કે--“આ પુષ્પવડે દેવની પૂજા કરી આવો.” તે સાંભળી પંડિત પુની ચગેરી હાથમાં લઈ સર્વ દેવાલયમાં જઈ ને જોઈ
Page #200
--------------------------------------------------------------------------
________________
(966)
,
ત્યાંથી પાછા વળી જિનાલયેામાં જઇ અરિહંત દેવની પૂજા કરી. આ દેવપૂજાની હકીકત ચર પુરૂષાએ આવી રાજાને કરી. પછી પંડિત પૂજા કરીને આવ્યા ત્યારે રાજાએ તેને કહ્યું કે—“ તમે કેટલાક ધ્રુવે પૂજ્યા અને કેટલાક ન પૂજ્યા તેનું શું કારણ ? તે એલ્યા—“ હે સ્વામી ! જે દેવા પૂજાને લાયક હતા તેમની મેં પૂજા કરી છે. હું આર્ય ! ગુણાએ કરીને દેવપણું જણાય છે, કાંઇ નામથી વાસ્તવિક દેવ કહેવાતા નથી. જે સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર ( માળા ) વિગેરે રાગાદિકના ચિન્હાથી કલંકિત તથા નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર હાય તેવા દેવા મુક્તિ આપી શકતા નથી. નાટક, હાસ્ય અને સંગીતાદિકના વ્યાપા રથી વ્યાકુળ થયેલા દેવા પેાતાના આશ્રિત પ્રાણીઓને શાંતપદ ( મેાક્ષ ) શી રીતે આપી શકે ? જે દેવને ચરણ નથી તેને મારે શી રીતે પ્રણામ કરવા ? જેને ભાલસ્થળ નથી તેને તિલક ક્યાં કરવું ? જેને કાન નથી તેની પાસે ગીતગાન શી રીતે કરવું ? અને જેને કંઠ નથી તેને પુષ્પની માળા કાં આરાપણુ કરવી ? પ્રાકાર, મંડપ અને છત્રાદિકથી શેાભતા, પર્યંકાસને બેઠેલા તથા જેની મૂર્તિ અને ષ્ટિ દોષ રહિત છે એવા જિનેશ્વર સમાન બીજા કાઈ પણ દેવ નથી. આ પ્રમાણે દેવ સ - ખંધી વિચાર સાંભળી ભેાજરાજા ઘણા રજીત થયા. આ રીતે તે પંડિતે રાજાને મેાક્ષ આપનાર એવા જૈનધર્મમાં સ્થિર કર્યા.
""
ધનપાળ પંડિતે પાપના સમૂહનો નાશ કરનાર જિનપૂજા કરવાથી પૃથ્વીપર યશરૂપી કપૂરની સુગ ંધ ફેલાવી. જિનપૂજાવડે સર્વ મનોવાંછિત પૂર્ણ થાય છે, પૂજા કરવાથી પાતે પૂજવા ચેાગ્ય થાય છે, પૂજાવડે વિઘ્ના નાશ પામે છે અને પૂજાવડે સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રાત:કાળે સુગધી વાસક્ષેપે કરીને, મધ્યાન્હકાળે પુષ્પાએ કરીને અને સાયકાળે ધૂપ તથા દીપે કરીને જિનેશ્વરની પૂજા કરવી.
Page #201
--------------------------------------------------------------------------
________________
( ૧૮૯ )
આ પ્રમાણે જિનરાજની પૂજા કરવામાં તત્પર રહેલા ધનપાળ નામના શ્રેષ્ઠ પંડિત ભાજરાજાની સભામાં મુગટ સમાન થયા. તે જ રીતે હે બુદ્ધિમાન ભજ્યેા ! તમારે પણ સ્વર્ગ અને મેાક્ષના અતુલ સુખને આપનાર શ્રીજિનેશ્વરીની પુષ્પ, જળ અને ચક્રનાદિકવડે પુજા કરવી.
આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્રહસ ગણિએ રચેલી શ્રીઉપદેશ કલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં જિનપૂજા કરવાના વિષય ઉપર ધનપાળ પતિની કથાના વર્ણન નામના ઓગણીશમે પદ્મવ પૂર્ણ થયા.
પલ્લવ ૨૦ મા.
જે જિનેશ્વરે પેાતાના યશના સમૂહે કરીને સમગ્ર દિશાએને ઉજ્વળ કરી છે, તે ત્રણ ભુવનના એકાંત હિતકર્તા શ્રીમુનિસુવ્રતસ્વામીની હું સ્તુતિ કરૂ ં છું, તે તમને હિત કરનાર થા.
જિનપૂજાના અધિકાર કહ્યા પછી હવે જિનસ્તુતિ નામનુ વીશમ્' દ્વાર કહે છે.—
जिणथुपणं
*જિનેશ્વરનુ –અરિહંતનું સ્તવન એટલે સ્તુતિ, અર્થાત્ તેમના ગુણાનુ કીર્તન. જિનેશ્વરના ગુણાનુ કીર્તન કરવાની વિધિમાં સુશ્રાવકાએ નિરંતર યત્ન કરવા. આ સક્ષેપથી અર્થ કહ્યા. હવે વિસ્તારથી અર્થ કહે છે..
Page #202
--------------------------------------------------------------------------
________________
( ૧૯૦ ૨.
સર્વ ( ચાત્રીશ ) અતિશયાએ કરીને સંપૂર્ણ અને સંસાર સમુદ્રને ત્તરી ગયેલા જિનેશ્વરા વિવેકી જનાએ હંમેશાં ભક્તિપુર્વક સ્તુતિ કરવા લાયક છે. સમગ્ર ગુણવાળા જિનેશ્વરાની સ્તુતિ મેટા ભાગ્યથી જ થઇ શકે છે. કારણ કે જિનેશ્વરાના સદ્ગુણેાનુ કીર્તન કરવાથી પાપનો નાશ થાય છે. જિનેશ્વરની સ્તુતિ કરનારને સમકિત દર્શનની પ્રાપ્તિ થાય છે. ઇંદ્રદ્યુમ્ન નામના રાજાને ચાથા અરિહંતની સ્તુતિ કરવાથી સમકિત પ્રાપ્ત થયુ હતુ. તેની કથા આ પ્રમાંણે
ઇંદ્રધુમ્ન રાજાની થા.
ગઈ ચાવીશીમાં શ્રીસાગર નામના ત્રીજા તીર્થંકરને એકસા ને પંચાવન ગણુધરા હતા. તેમના શાસનમાં ચાપૂને ધારણ કરનારા, દશ પૂર્વને ધારણ કરનારા, આગમના વચનને જાણનારા, સ્વધર્મરૂપી જળના મેઘ સમાન, છત્રીશ ગુણાવર્ડ યુક્ત અને આઠ પ્રવચન માતાની આરાધના કરવામાં તત્પર એવા ઘણા સૂરિઓ થયા. તેમાં છેલ્લા સૂરિએ પેાતાના એક શિષ્ય કે જે ઉંચ કુળના છતાં અસદાચારી હતા, વૈશ્ય વર્ગની આજ્ઞામાં થર્તતા હતા, કુલટા સ્ક્રીના સગવડે ધન ક્ષીણ થવાથી વૈરાગ્ય પામ્યા હતા, તેને પાતાની પાટે સ્થાપન કર્યાં હતા. ‘કાળના ખળથી મહાન પુરૂષાની પણ બુદ્ધિ નષ્ટ થાય છે.’ તે મુનિ લેાકમાં મહિમગુપ્ત નામે પ્રસિદ્ધ થયા હતા. તેને લેાકેા છત્રીશ ગુણેાથી શાભતા, ધર્મમાર્ગના રાગી અને દયાના નિધાન, શાંત, ઇંદ્રિયાને દમન કરનાર, બીજાને પ્રતિધ કરવામાં નિપુણ, આઠ પ્રવચન માતાની આરાધના કરવામાં તત્પર, વિવેકથી સંયમને ધારણ કરનાર, શ્રાવકે અને શ્રાવિકાઓના સમૂહને ધર્મોપદેશવર્ડ હર્ષ પમાડનાર અને સત્ય શાસ્ત્રના રસિક
Page #203
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) કહેતા હતા. તે સાડાનવ પર્વને જાણનાર હતા. તેના તપ, વેગ અને ધ્યાન વિગેરે જોઈને પરમગુરૂ આ જ છે એમ વિદ્વાને પણ કહેતા હતા.
આ મહિમગુપ્ત સૂરિના શાસનમાં મિથિલા નગરીને રાજા ઇદ્રધુમ્ન નામે સુદર્શન રાજને પુત્ર હતા. તેણે મહિમગુણાચાર્યની પાસે. શ્રાવકધર્મને સ્વીકાર કર્યો હતે. શત્રુરૂપી હસ્તીઓને નાશ કરવામાં સિંહસમાન તે રાજા સર્વ પૃથ્વીને ભેગવતે હતે. તે જાણતું હતું કે –“કુલટા સ્ત્રીની જેમ જે પૃથ્વી નવા નવા રાજાઓ ઉપર રંજીત થાય છે, તેવી અન્ય અન્ય ઉપર આસક્તિ રાખનારી પૃથ્વી ઉપર સપુરૂષને રાગ શાનેજ હોય ?” ભેજરાજાના પુત્રને મુંજ રાજા મારી નાંખવા તૈયાર થયે હતું, ત્યારે તે બુદ્ધિમાને મુંજરાજા ઉપર એક બ્લેક લખી મેક હતું, તેને અર્થ આ પ્રમાણે હતે.– “માંધાતા નામને રાજા કે જે કૃતયુગમાં અલંકાર રૂપ હતું તે પણ પૃથ્વી મૂકીને ચાલ્યા ગયે છે, જેણે સમુદ્રમાં સેતુ બાં હતા તે રાવણનો નાશ કરનાર રામચંદ્ર પણ ક્યાં છે? અને થત ગયા છે, બીજા પણ યુધિષ્ઠિર વિગેરે અત્યાર સુધીના રાજાઓ પણ પૃથ્વી મૂકીને ચાલ્યા ગયા છે, તેમાંના કોઈની સાથે પૃથ્વી ગઈ નથી, પરંતુ હું માનું છું કે હે મુંજ ! તારી સાથે ખરેખર પૃથ્વી આવશે.” આ પ્રમાણે વિચારીને ઈદ્રધુમ્ન રાજા મહિમાચાર્યને સેવક, શ્રાવકધર્મને પાળનાર, સર્વ શ્રાવકને આધાર, દ્રવ્યસ્તવના રસમાં આસક્ત, ચેત્યોનો ઉદ્ધાર કરનાર, માક્ષસ્થાનની અભિલાષાવાળો, દેશવિરતિવાળો, સદા ધાર્મિક અને સ્વધર્મના રસની લાલસાવાળો થયે. બીજા રાજાઓથી સેવાને તે રાજા જિનધર્મનું દાન કરી સર્વ પ્રજાઓને પિતાની સંતતિની જેમ પાલન કરતે હતે. તે ગુણરૂપી રત્નના સમૂહને સમુદ્ર
Page #204
--------------------------------------------------------------------------
________________
(૧૨) હત, સવજનોની આશાને પૂર્ણ કરતા હતા, પંડિત જનનું વાંછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન હતું, અરિહંતના ધર્મને પ્રભાવક હતું. તેના રાજ્યમાં જે હિંસક પ્રાણીઓ હતા તેઓ પણ તેના ભયથી હિંસાને ત્યાગ કરી દયાળુ થયા હતા. વિઘાના માર્ગને સેવન કરનારા તે રાજાની આજ્ઞાને મસ્તક પર ધારણ કરનારા કેટલાક માણસે બાહ્યવૃત્તિથી પણ વિદ્યાભ્યાસમાં તત્પર થયા હતા. શક, બર્ગર, કાંજ, હૂણ અને પાશુપથ વિગેરે દેશો કે જેઓ અનાર્ય છતાં આ રાજાના પ્રતાપથી દબાયેલા હતા તેઓ પણ જીવદયા પાળવામાં રસિક થયા હતા. પૃથ્વી પર આના જે કંઈ પણ રાજા થયે નહોતે કે જેની વેદજ્ઞ પંડિતાએ પણ “આ રાજા સ્વધર્મમાં કુશળ છે ” એમ કહીને પ્રશંસા કરી હતી.
પંડિતે એ સદા કુસંગથી ભય પામ એમ કૃતિમાં કહ્યું છે તે સત્ય છે. કારણ કે સર્વજ્ઞ વિના બીજા સર્વ જનેને કુસંગ ખેદકારક નીવડે છે, માટે તે તજવા ગ્ય છે. સમકિતવતાએ મિથ્યાષ્ટિઓને સંગ કરવો નહીં. કારણ કે ઉત્તમ પુરૂષે પણ તેમના સંગે કરીને સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. પહેલા મિથ્યાદા નામના ગુણરથાનકે રહેલાની સંગતિને જે ત્યાગ કરે તેજ પુણ્યવંતનું મેટું પુણ્ય જાણવું. મિથ્યાષ્ટિના સંગમાં જે લુબ્ધપણું તે સદાચારી મનુષ્યને નરકમાં લઈ જવાનું કારણ છે એમ ચૌદ પર્વધારી મહાત્માઓ કહે છે.
કર્ણાટક નામના દેશને રહેવાશી પ્રમાણુવિમુખ નામના પ્રધાનને વિનેદવિદ નામે પુત્ર હતા, તેની સાથે કુમાર દશામાં રહેલા ઇંદ્રદ્યુમ્ન કૌતુકને માટે મિત્રાઈ કરી હતી, ધર્મ ઉપાર્જન કરવા માટે કરી ન હતી. તેને તેના પિતા સુદર્શન રાજાએ તેના મિત્રની મિત્રાઈ મૂકી દેવા કહ્યું હતું, પરતું તેનું
Page #205
--------------------------------------------------------------------------
________________
( ૧૯૩ )
હૃદય કૌતુક જોવામાં લલચાયેલું હતું, તેથી તે તેનાથી નિવૃત્ત થયા. શાસ્ત્રકાર કહે છે કે જો નાકર વિગેરે પણ પહેલા ગુણસ્થાનમાં વર્તતા ( મિથ્યાદષ્ટિ ) હોય તે તેઓ સ્વામીને સ્વધર્મથી ભ્રષ્ટ કરે છે તેથી તત્ત્વને જાણનારાઓએ પોતાની ઉન્નતિને માટે ધર્મનું સ્વરૂપ વિશેષે સમજવું અને · મિત્ર, સ્ત્રી જે કાઈ મિશ્રાદષ્ટિ હાય તેના સંગના ત્યાગ કરવા.’ આવાં સિદ્ધાંતનાં વચને સત્યના નિર્ણય કરવામાં ઉપયોગી છે, તેથી શ્રાવક અંતર્દષ્ટિથી એવા ભૃત્યાને પોતાની પાસે રાખવા નહીં. આવી રીતે કહીને પિતાએ વારંવાર સમજાવ્યા છતાં ઇંદ્રદ્યુમ્ન કુમારે તેની સંગતિના ત્યાગ કર્યો નહીં.
છેવટ સુદર્શન રાજા રાજ્યના ભાર પેાતાના પુત્ર ઈંદ્રદ્યુમ્ન ઉપર સ્થાપન કરી પેાતે પ્રવ્રજ્યા ગ્રહણ કરી સમ્મેતશિખર નામના તીથૅ ગયા. કારણ કે નવા દીક્ષિત થયેલા સાધુએ જો જન્મભૂમિનો ત્યાગ કરે તેજ તેઓ ધર્મ ( ચારિત્રધર્મ ) નું યથાર્થ પાલન કરી શકે છે, અને જન્મભૂમિનું સ્મરણ કરનારા મુનિએ ઘણી વખત ચારિત્ર રહિત થાય છે એમ પૂર્વધરા કહે છે. તેથી સુદર્શન મુનિએ જન્મભૂમિની પાસે રહેલા શત્રુજય તીર્થે પણ ન જતાં સમ્મેતશિખર તીર્થની સેવા કરવા માંડી. સંયમીએ જન્મભૂમિમાં રહેલા તીથાના પણ ત્યાગ કરવા જોઇએ. માયારૂપી પિશાચણીના ગ્રાસથી ભય પામતા,ઉત્તમ ચારિત્ર રસમાં મગ્ન થયેલા તથા મેાહના ત્યાગ કરવામાં ઉત્સુક થયેલા ઉત્તમ મુનિએ જન્મભૂમિના દેશમાં પણ આવતા નથી. મહર્ષિઓએ મેાહના કારણભૂત એવા બંધુઓના સંગમ કરવા નહીં. એમ ગર્વ વિનાના પૂર્વધરો કહે છે, તથા છત્રીશ ગુણુના નિધાનરૂપ આચાર્યો પણ કહે છે. સંસારી મિત્રાની સાથે વાતચીત કરવાથી આત્મવિદ્યાના માર્ગમાં નૃત્ય કરનારા મુનિઓને પણ તત્ત્વજ્ઞા
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૧૯૪ )
નીએ ચારિત્રવત કહેતા નથી. આ પ્રમાણે જાણીને તે સુદર્શન મુનીશ્વરે વિશેષ પ્રકારના તપયોગે કરીને આનદના સ્થાવરૂપ સમ્મેશિખરની જ આરાધના કરવા માંડી.
અહીં ઇંદ્રદ્યુમ્ન રાજા થયા, એટલે તેણે કર્મના મર્મરૂપી વાયુથી પ્રેરાઇને વ્યવહારમાં નિપુણ જણાતા તે કાટને રાજ્યના મંત્રીપદં ઉપર સ્થાપન કર્યો. તે અંતઃકરણમાં વિદ્યક હતા, તેા પણ બાહ્ય વૃત્તિથી વિદ્યાની અનુભૈાદના કરતા હતા; અને વિદ્યારૂપી અગાધ ખાડામાં રાજાને પાડવા ઇચ્છતા હતા. તેથી તેણે રતિક્રીડામાં કુશળ અને પોતાના દેશમાં ઉત્પન્ન થયેલી એક વિદ્યક કુળની સ્ત્રીને રાજા સાથે પરણાવી. તેણીએ કામદેવને પણ આશ્ચર્યના સ્થાનરૂપ અને સર્વ આશ્ચર્યોનુ સ્મરણ કરાવનાર તે ઉત્તમ રાજાને વશ કર્યો. · અવધક કુળની સ્ત્રીવાળા વિદ્યાવાન રહી શકતા નથી.
:
"
એકદા તે રાણીના દેશમાંથી ફરતા ફરતા જમદગ્નિ નામના વિદ્વાન વાદી ત્યાં આળ્યે, ત્યારે તેણીએ રાજાને કહ્યું કે—“ આ જમદગ્નિ નિગમના જ્ઞાનના પાર પામેલે છે. આ દેશમાં અને બીજા દેશમાં પણ તેના જેવા બીજો કાઈ વિદ્વાન નથી. તે નિગમને જાણનાર, ધર્મના જ્ઞાનવાળા અને ભાવના વંશમાં ઉત્પન્ન થયેલા છે. ” તે સાંભળી રાજાએ મનેારજન વાતા કરવામાં વાચાળ તે અવિદ્યક સૂરિની સાથે હર્ષથી વાતા કરી. તેમાં તે વિદ્વાને નિગમ અને આગમના વાકયેા તથા તેના અને વિપરીત રીતે પ્રરૂપી મૂળ ધર્મનું ઉન્મૂલન કરનારી પોતાની વિદ્યા પ્રગટ કરી. આ રાજાએ પૂર્વ જન્મમાં વેદની અવગણના કરવાથી દુષ્કર્મ ઉપાર્જન કર્યું હતું, તેથી આ વખતે જમદગ્નિનાં વચનાને તે સત્ય માનવા લાગ્યા. પરંતુ
છત્રીશ
૧ આગમની
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૫).
ગુણને ધારણ કરનાર ગુરૂ વિવેકી પુરૂષોએ વંદન કરવા લાયક છે, બીજા વંદન કરવા લાયક નથી.” ઈત્યાદિક આગમના વાક્યને રાજા પ્રમાણરૂપ ગણતું હતું, તેથી તેણે તે સૂરિને પૂછયું કે–“તમારામાં પૂજ્યપણું ક્યાં છે? અમે તે શ્રીમાન ગુરૂની અને સિદ્ધાંતની આજ્ઞામાં તત્પર છીએ અને તમે તે આગમમાં કહ્યા પ્રમાણે ચારિત્રને ધારણ કરનારા નથી, માટે અમે તમને નમસ્કાર નહીં કરીએ.” ત્યારે તે ગુરૂએ કહ્યું કે“દુઃષમ કાળમાં જએ છત્રીશ ગુણવાળાની જ જેમ છ ગુણવાળ પણ પૂજવા લાયક છે. કારણ કે સાધુની પૂજામાં નિગમનાં વાળે માન્ય કરવાનાં છે. નિગમમાં કહ્યું છે કે –“દુષમ કાળમાં છ ગુણના જે આરાધકે હેય તેને છત્રીશ ગુણના આ રાધકની જેમ આરાધવા. ઈત્યાદિક નિગમના વાવડે અમારે આચાર સર્વથા પ્રમાણભૂત છે.” તે સાંભળી રાજાએ કહ્યું--
અમે મહિમગુપ્ત આચાર્યના કહેવાથી નિગમનાં વચન પ્રમાણરૂપે માનતા નથી, માટે તમને નમવાના સંદેહરૂપ અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન કોઈ પણ આગમનું વચન હોય તે બતાવે. કેમકે આગમમાં જે કહ્યું હોય, તેમાં જ અમારે વિશ્વાસ નિશ્ચળ છે.” ત્યારે ચેરનું આચરણ કરવામાં ચતુર એવા તે ગુરૂએ (જમદગ્નિએ કહ્યું કે –“હે રાજન ! આવા સમયમાં સિદ્ધાંતનાં વચનને નિર્ણય કરવો અશક્ય છે. કારણ કે આ દુઃષમ કાળમાં કાળના પ્રભાવથી અ૫ બુદ્ધિવાળા થયેલા જ શ્રી સિદ્ધાંતના વાક્યાર્થરૂપી રથને જોડવા સમર્થ નથી. ધર્મના નિશ્ચય કરનારે આ શબ્દસમુદ્ર પાર રહિત છે. જેમ કોઈ એક રથનું માળખું પાશ્ચમ સમુદ્રમાં નાંખ્યું હોય, તેની છેસરી ઉત્તર સમુદ્રમાં નાંખી હોય, તેનાં પૈડાંઓ પૂર્વ સમુદ્રમાં નાંખ્યાં હોય, તેનાં જોતર દક્ષિણ સમુદ્રમાં નાંખ્યાં હોય અને તેના ઘડાઓ આકાશમાં નાંખ્યા હેય, તે આ સર્વ રથની
Page #208
--------------------------------------------------------------------------
________________
. ( ૧૮૬)
સામગ્રી એકત્ર કરવાને દેવ વિના બીજે કઈ (મનુષ્ય) સમર્થ થઈ શકતું નથી, તેજ પ્રમાણે આ દુઃષમ કાળમાં કેવળજ્ઞાની ન હોવાથી બીજા કેઈ પંડિતે આગમના વાક્યોને એકત્ર કરવા સમર્થ નથી. પરંતુ વેદના બળથી જ આગમના અર્થને નિશ્ચય કરવા ગ્ય છે એમ પૂર્વધરેએ કહેલું છે.” આવા સેંકડે અસત્ય વચનેએ કરીને તેણે રાજાને સમજાવી દીધો. નિગમનાં વાવડે બોધ પમાડે રાજા તેનાં વચનને સત્ય માનવા લાગ્યું. તેણે રાજાને કહ્યું કે –“નિગમની હીલના કરવાનું એ જ ફળ છે કે આત્માને દુર્લધ્ય સંસારસમુદ્રમાં પાત થાય. ”
ત્યારપછી મહિમગુપ્ત આચાર્ય પણ જમદગ્નિની સાથે તેના વિતંડાવાદથી પરાજય પામ્યા. તેથી તેણે પણ પૂર્વધર છતાં કુકર્મના ગે કરીને નિ:શંક રીતે શ્રાવકે પાસે તેનીજ પ્રમાણે પ્રરૂપણા કરી. પછી તે તે બન્ને નિગમ અને આગમના વાક્યોને વિપરીત અર્થ કરવા લાગ્યા અને મહિમગુપ્ત ગુરૂ પણ સાધુ વેષને ત્યાગ કરીને ગૃહસ્થી થઈ ગયા. આગમનાં વાક્યોને અન્યથા કરી તે રાજાના યાજ્ઞિક ગુરૂ થયા. અહો ! સાડાનવ પર્વને ધારણ કરનાર પણ ભવને વિષે ભમ્યા, તે પછી અન્ય જને અન્યથા પ્રકારે આચરણ કરે તેની શી વાત કરવી ? સૂરિ થઈને પણ આગમની હીલના કરવાથી તે દુરંત ભવસાગરમાં પડ્યા. “અહે! કર્મનું બળ કેવું દુરંત છે?”
આ પ્રમાણે સાગર તીર્થકરના નિર્વાણ મહોત્સવ પછી આ અવિદ્યામય ધર્મ મનુષ્યનાં ઐહિક વાંછિત પૂર્ણ કરવામાં ચિંતામણિની જેવો જણ સતે ૭૯૮૫૦ વર્ષ સુધી પૃથ્વી પર પ્રવર્યો. જમદગ્નિ અને મહિમગુપ્ત ગુરૂની પ્રેરણાથી તે ઇંદ્રઘુમ્ન રાજાએ અશ્વમેધ વિગેરે અનેક ય કર્યા, તેથી આ સમગ્ર
Page #209
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ભરતક્ષેત્ર યજ્ઞમય થઈ ગયું. કાળચક્રના બળથી હિંસામય યજ્ઞ પણ ધર્મ તરીકે માનવામાં આવ્યા. તે ઈદ્રધનુ રાજાએ ઘણા
કરવાથી તેના રાજ્યમાં પશુઓ ક્ષીણ થઈ ગયા.
એકદા ગુણવડે ભૂતળને રંજન કરનારી શકુંતલા નામની તેની રાણીએ પૂર્વ દિશા સૂર્યને પ્રસવે તેમ દેદીપ્યમાન એક પુત્ર પ્રસ. “આ શ્રેષ્ઠ પુત્ર તીર્થકરને પિતા થશે” આવી દેવજ્ઞની વાણીએ કરીને રાજાએ તે પુત્રનું જનક નામ પાડ્યું. તેના જન્મને દિવસે આકાશમાં દેવદુંદુભિ વાગ્યા. મેટાને જન્મ મોટા આશ્ચર્યનું કારણ હોય છે. તે જન્મથી જ સર્વ પ્રાણીઓને મિત્ર રૂપ હેવાથી શરણ કરવા યોગ્ય થયું. પરંતુ સમક્તિ દષ્ટિપણાના અભાવને લીધે તે પહેલે ગુણસ્થાને રહેલું હતું. તે પણ તેણે દયારૂપી મેઘની ધારાવડે મનરૂપી પર્વતને ભેદ્ય હતા અને તે અનુક્રમે શ્રદ્ધારૂપી મોટી લતાઓને મંડપ થયે હતે. ધર્મના અધિકારી પ્રાણીઓનો વિયોગ હોવા છતાં તે ભવ્યપણને લીધે બીજા મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા જીવોને ઉપકારી બન્યા.
તે જનકકુમાર યુવાવસ્થાને પામે ત્યારે તેણે ઈદ્રધુમ્નના મનરૂપી હાથીને પોતાના વાયરૂપી અંકુશવડે સ્કૂલહિંસાની કીડા કરતાં અટકાવ્યું. તેણે કહ્યું કે-“હે રાજન ! પ્રાણીઓને . વધ કરવાથી ધર્મ શી રીતે થાય? મલિન જળ કાદવના સંબંધથી નિર્મળ કેમ થાય? હે રાજા! આવા યજ્ઞકર્મથી આ ત્માની શુદ્ધિ થઈ શકતી જ નથી, માટે ધર્મબુદ્ધિથી આવું દુષ્ટ કર્મ ન કરે. જે હવે પછી તમે પ્રાણીઓને હિંસામય યજ્ઞ કરશે તો તે દુઃખસમૂહથી પીડા પામેલે હું મારા પ્રાણ ત્યાગ કરીશ.” આ પ્રમાણેનું પુત્રનું વચન સાંભળી પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે રાજા પ્રાણીની હિંસાથી વિરામ પામ્યો. જ્ઞાન વિનાને, મૃષા વચન બોલનારો અને સર્વ ધર્મથી રહિત થયેલો ઈંદ્રદ્યુમ્ન રાજા પુત્રની પ્રેરણા થયા પછી પિતાના મનમાં કાંઈક વિરક્ત ભાવ પામે.
Page #210
--------------------------------------------------------------------------
________________
'(૧૯૮) એકદા રાજકુમાર જનકની સૈભાગ્યસુંદરી નામની પ્રિયાએ સર્વાર્થસિદ્ધિ નામના વિમાનથી એવેલા તીર્થંકરના ગર્ભને ધારણ કર્યો. તે વખતે તેણીએ પુત્રના ત્રણ જગતના ઐશ્વર્યને પ્રગટ કરનારા હાથી, વૃષભ, સિંહ, લક્ષમી, પુષ્પદામ, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કળશ, સરેવર, સમુદ્ર, વિમાન, નિધેમઅગ્નિ અને રત્નરાશિ એ ચદ સ્વપ્ન જોયાં. અનુક્રમે સમય પૂર્ણ થયે જેમ પૃથ્વી નિધાનને ઉત્પન્ન કરે અને વેલડી પુષ્પને ઉત્પન્ન કરે તેમ તે જનકકુમારની પ્રિયાએ સર્વ લેકને પ્રીતિ કરનાર પુત્રને પ્રસ. “સઠ ઈકોએ આવી હર્ષથી જેને જન્મ મહોત્સવ કર્યો તે શ્રી મહાયશા નામના ચોથા તીર્થકર જયવંતા વર્તો.” ચંદ્રના ઉદયથી પિોયણુના વનની જેમ તેના જન્મદિવસથી મિથિલાનગરીના સર્વ કે અત્યંત આનંદ પામ્યા. ઈએ સ્વર્ગપુરીની જેમ તે નગરીમાં મણિ તથા સુવર્ણના મહેલે, સભા, આંગણા અને માર્ગ બનાવ્યાં. તે નગરીમાં સુખની સંપત્તિ મેક્ષની જેમ અક્ષય દેખાવા લાગી. તેના વને સ્વર્ગના વનની જેમ નિરંતર પુષ્પ અને ફળની સંપત્તિને આપવા લાગ્યા. પ્રભુના જન્મની ભૂમિ પદ્મા, ચકેશ્વરી અને બ્રાહ્મી વિગેરે દેવીઓએ સેવન કરાવા લાગી. જગન્નાથના જન્મથી ચિત્તમાં હર્ષ પામેલી દેવાંગનાઓ જિનેશ્વરના ગુણેના ગીત ગાતા ગાતી ત્યાં આવવા લાગી અને જિનેશ્વરને નમસ્કાર કરવા માટે અનેક મનુ, દેવે અને રાજાઓ પણ આવવા લાગ્યા. તેથી તે વિશાળ નગરી પણ સાંકડી દેખાવા લાગી. પૂર્ણિમાના ચંદ્રને જોઈને ચકોર પક્ષીની જેમ જિનેશ્વરના મુખકમળને જોઈને તેના માતા પિતા હર્ષ પામ્યા.
ચારિત્રના પવિત્રપણાથી ચમત્કાર પમાડનારા પત્રનું મુખ જોઈ - પિતામહ ઇંદ્રધુમ્ન રાજા પણ અત્યંત હર્ષ પામે. જિનેશ્વરના જન્મના પ્રભાવથી રાજાએ તત્કાળ મિથ્યાદષ્ટિ જનેના સંગને ત્યાગ કર્યો. “અહો ! ધમને વિલાસ અતિ અદ્દભુત છે.”
Page #211
--------------------------------------------------------------------------
________________
( ૧૯૯ ) નિરંતર વૃદ્ધિ પામતા જિનેશ્વરના મુખકમળને જોઈને તેમને પિતામહ પિતાના મિત્ર પાસે આ પ્રમાણે અરિહંતના ગુણ ગાવા લાગે. જેનું નિર્મળ હૃદય ક્ષમારૂપી ખદ્ભથી ભૂષિત છે એવા જિનેશ્વરને જીતવા માટે કષાયરૂપી શત્રુઓ તેની પાસે જ આવી શક્તા નથી. જેના જ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબરૂપે દેખાય છે, તે સુંદર મુખવાળા અને કોમળ વાણીવાળા જિદ્રચિરકાળ જય પામે. સુર, અસુર અને મનુષ્યોએ જેના ચરણકમળને પ્રણામ કર્યા છે એવા હે પત્ર ! તારી ત્રણ લેકની પ્રભુતા કેણુ ન ગાય ? હે જિન ! તેં પિતાના પાંચ ઇદ્વિરૂપ અને શીધ્રપણે સન્માર્ગમાં પ્રવર્તાવ્યા છે. કારણ કે તેને મેગ્ય સારથી છે. હે નાથ ! પિતાના જન્મને પ્રગટ કરી તે ઉન્માગે જનારા અમને સન્માર્ગે પ્રવર્તાવ્યા છે, માટે તેને નમસ્કાર છે. તારી જે જગતમાં બીજે કોઈ કૃપાળુ નથી. કેમકે યોમાં રક્ષણ વિના હણતા સંખ્યાબંધ પ્રાણીઓને તે જીવિતદાન આપ્યું છે. હે પત્ર! નિગમ અને આગમને જાણનારા એવા તેં હિતેપદેશ આપીને દુર્ગતિમાં પડતા અમારા આત્માનું રક્ષણ કર્યું છે, તારી કરૂણા અગણિત છે, તારું દાક્ષિણ્ય પવિત્ર છે, અને તારૂં લાવણ્ય ઉત્તમ છે. ક્યા ક્યા તારા ગુણે વખાણવા લાયક નથી ? ઉત્તમોત્તમ ગુણેની શ્રેણિરૂપી રત્નના સમુદ્ર સમાન, અમારા કુળના દીપક સમાન અને જગતના આધારભૂત હે પિત્ર! તું જય પામ.”
આ પ્રમાણે વિશ્વેશ્વર પિત્રના ગુણેની સ્તુતિ કરતા તે રાજાએ નષ્ટ થયેલું સમકિત ફરીથી પ્રાપ્ત કર્યું. કેઈના હાથમાંથી રત્ન પડી ગયું હોય, તે ધૂળમાં દટાઈ ગયું હોય, તેથી પ્રાયે કરીને તે નષ્ટ થયું લાગતું હોય, તેને તે ધૂળ દૂર કરવાથી ફરી પામી શકાય છે, તેમ તેને ફરીથી સમકિત મળ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનાર, હાથીના જેવી ગતિવાળા અને સમતાના ઈશ્વર એવા
Page #212
--------------------------------------------------------------------------
________________
તે સ્વામીએ પિતાના કુટુંબને દેશવિરતિને ઉપદેશ આપે.
જ્ઞાનમાં મહા કુશળ તેમને જોઈને મહિમગુપ્ત આચાર્ય તથા પંડિત જમદગ્નિ એ બન્ને નાસીને બીજા દેશમાં જતા રહ્યા. પછી ઇંદ્રધુમ્ન રાજાએ પિતાના પુણ્યના ઉદયને લીધે પિત્રે કહેલી દેશવિરતિને આદરપૂર્વક અંગીકાર કરી. છેવટ મહાયશાએ ચારિત્ર લીધા પછી તે તીર્થકરના હાથથી ચારિત્ર લક્ષ્મીને પ્રાપ્ત કરી, જિનશાસનને સૂર્યની જેમ પ્રકાશ કરી, ગણધર પદવી પામી, કેવળજ્ઞાનની સંપદાને મેળવી તે ચોથા તીર્થંકરના પિતામહ મોક્ષે ગયા.
આ પ્રમાણે પિતાના પિત્ર મહાયશા નામના જિનેશ્વરના ગુણની સ્તુતિ કરવાથી તરત જ ઇંદ્રદ્યુમ્ન રાજા કે જે જિનેશ્વરના માર્ગથી ભ્રષ્ટ થયું હતું તે ફરીથી નષ્ટ થયેલા સમકિતને પામી કેવળજ્ઞાનરૂપ દષ્ટિવડે સમગ્ર ત્રણ લેકના પદાર્થોને જોઈ સંસારસમુદ્રને તરી ગયે, તે જ પ્રમાણે ભવ્ય જનેએ અરિહંતની
સ્તુતિ કરવા તત્પર થવું. - આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં જિનસ્તુતિ કરવાના વિષય ઉપર ઇં ઘુમ્ન રાજાના વર્ણનરૂપ વિશ પદ્ધવ સંપૂર્ણ થયે.
પલ્લવ ૨૧ મે. શરીરની કાંતિવડે સુવર્ણને તિરસ્કાર કરનાર, ઇંદ્રિરૂપી હાથીઓનું નિવારણ કરવામાં કેશરીસિંહ સમાન અને સમસ્ત ગાઢ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન નમિનાથ પરમાત્મા અમારૂં શરણ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૨૦૦૧)
હવે જિનસ્તવનનું દ્વાર કહ્યા પછી ગુરૂની સ્તુતિરૂ૫ એકવીસમું દ્વાર કહે છે
‘ગુપુર ' “છત્રીશ ગુણોને ધારણ કરનારા ગુરૂની રતુતિ કરવાથી શ્રાવકને બધિલાભ પ્રાપ્ત થાય છે. આ તેને સોપથી અર્થ કહ્યો, વિસ્તારથી તેને અર્થ આ પ્રમાણે છે–
પાંચ આચારરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરવામાં મેરૂ સમાન, આગમના જ્ઞાનરૂપી દિપકવડે હૃદયમાં ઉત કરનાર, વિવિધ દેશમાં વિહાર કરનાર, શીળરૂપી અલંકારવડે ભૂષિત, તપવડે શરીરનું શોષણ કરનાર, ગુણરૂપી લક્ષ્મીનાં પાત્ર રૂપ, ધમને ઉપદેશ આપનાર તથા નિશ્ચય અને વ્યવહારને યથાએગ્ય જાણનાર ઈત્યાદિ ગુણએ કરીને યુક્ત એવા ગુરૂ શ્રાવકેએ સેવવા લાયક છે. શ્રાવકેએ ધમ પમાડનાર ગુરૂ ધ્યાન કરવા લાયક છે, સ્તુતિ કરવા લાયક છે અને સેવા કરવા લાયક છે. કેમકે ગુરૂ એ ધમરૂપી વૃક્ષને પ્રફુલ્લિત કરવામાં મેઘ સમાન છે. કહ્યું છે કે જે ધર્મને જાણનાર, ધર્મનું આચરણ કરનાર, નિરંતર ધર્મને પ્રવર્તાવનાર તથા પ્રાણીઓને ધર્મશાસ્ત્રના અર્થને દેખાડનાર હોય તે ગુરુ કહેવાય છે. જે નિરવઘ માર્ગમાં પ્રવર્તતા હોય અને જે નિ:સ્પૃહ છતાં અન્ય જનેને નિરવદ્ય માર્ગમાં પ્રવર્તાવતા હોય, તે ગુરૂ આત્મહિતને ઈચ્છનાર શ્રાવકોએ સેવવા લાયક છે. કેમકે આવા જ ગુરૂ પિતે તરવામાં અને બીજાને તારવામાં સમર્થ હોય છે.” - કાળચકના વિશેષ કરીને ચાર પ્રકારના ગુરૂ સેવવા લાયક છે. તેમાં જે સંપૂર્ણ દ્વાદશાંગીને જાણતા હોય અને સંપૂર્ણ ગુણે કરી યુક્ત હોય તે પહેલા પ્રકારના જાણવા ૧. જે સંપૂર્ણ જ્ઞાનને પ્રજાને હેય અને કાંઈક ઓછા ગુણનું નિધાન
Page #214
--------------------------------------------------------------------------
________________
(૨૦૨).
હોય તે બીજા પ્રકારના જાણવા ૨. જે કાંઈક ઓછા જ્ઞાનવાળા હોય અને થડા ગુણના નિધાન હોય તે ત્રીજા પ્રકારના જાણવા ૩. તથા જે થોડા જ્ઞાનના નિધાન અને થોડા ગુણવાળા હોય તે ચોથા પ્રકારના જાણવા ૪. આ પ્રમાણે ચાર પ્રકારનું ગુરૂનું સ્વરૂપ જાણવું.' નિગમમાં પણ કહ્યું છે કે-“પ્રથમ તે શ્રાવકે એ દેશવિરતિમાં જ રહેવું, (સર્વવિરતિ પાળવાની શક્તિ પ્રાપ્ત થયા સિવાય મુનિપણું ગ્રહણ કરવું નહીં) સર્વવિરતિમાં શ્રમણપણે કેવળીએ કાળની ગતિને અનુસરીને કહેલું છે. તેમાં જે છત્રીશ ગુણની સંપદાવાળા, ઘણા જ્ઞાનવાળા, બુદ્ધિના અતિશયવાળા, તથા કૃતની સંપૂર્ણતાવાળા અને કાળના જ્ઞાનને જાણનારા હોય તે યુગપ્રધાનપણને પામે છે. ૧. કેટલાએક સર્વવિરતિવાળા કે જેઓ સારી રીતે દ્વાદશાંગીરૂપ શ્રુત જે આપ્તશ્રુત ( જિનાગમ ) કહેવાય છે, તેના જ્ઞાનવાળા હેય તેઓ કદી છત્રીશથી ઓછા ગુણવાળા હોય તે પણ દેશવિરતિવાળાએ સેવવા ગ્ય છે. ૨. કેટલાએક સર્વવિરતિવાળા મુનિઓ કે જેઓ પિતાના આચારમાં તત્પર હોય પણ દ્વાદશાંગીના પૂર્ણ જાણનાર ન હોય અને છત્રીશથી ઓછા ગુણવાળા હોય તે પણ શ્રાવકેએ સેવવા લાયક છે; કારણ કે તેઓ કાંઈક અજાણ છતાં પણ જાણ્યા પછી પશ્ચાત્તાપ કરે છે અને પાછા તત્કાળ ઉપયોગી થઈને યથાસ્થિત વ્રતનું આચરણ કરે છે. ૩. અને જે મુનિ સ્વધર્મની ઓળખાણ પૂરતું જ સિદ્ધાંત જાણનારા હોય અને તે પ્રમાણે આદરનારા હોય તે પણ દેશવિરતઓને સેવવા લાયક છે. ૪. આ ચોથા ભેટવાળા મુનિઓને પણ દેશવિરતિએ અનાદર કરવા લાયક નથી. કારણકે જૈન સિદ્ધાંત વાંચવાની દેશવિરતિવાળામાં યોગ્યતા નથી, તેઓને
૧ આ ભેદે કર્તાના મન કલ્પિત છે. શાસ્ત્રાન્ત જણાતા નથી. ૨ નિગમ અપ્રસિદ્ધ છે. તેમજ તેની યથાર્થતા પણ શકવાળી છે. તેની અંદર બીજો ભાગ ભળી ગયેલો જણાય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
- ( ર૦૩) તે પિતાના નિયમમાં તત્પર રહી સાધુઓની પાસેથી સિદ્ધાંત સાંભળવાને અધિકાર છે.
ગૃહીવેષને ધારણ કરનારા ગૃહસ્થીઓએ દ્વાદશાંગીમાંથી પિતાની નિત્યક્રિયાના અનુષ્ઠાન પૂરત અભ્યાસ કરે. વધારે વાંચવાની પ્રવૃત્તિ કરવી નહીં કારણકે એમાં આજ્ઞાનું વિરાધકપણું થાય છે. આજ્ઞાની વિરાધના કર્મબંધના કારણભૂત છે. તેથી શ્રાવકોએ ગુરૂની આજ્ઞા પાળવામાં જ તત્પર રહેવું. જેઓ આત્મજ્ઞાનમાં પ્રવીણ હોતા નથી, તેઓને ગુરૂની આજ્ઞા પાળતાં ગ્લાનિ થાય છે. અને જેને આત્મજ્ઞાન નથી તેઓ દુર ભવસાગરમાં પરિભ્રમણ કરે છે, તેથી જ જનધર્મમાં ગુરૂતત્વની આરાધના કરવાની કહી છે. કર્મનિર્જરાને માટે તે મુખ્ય સાધન છે.
ઉપર કહેલા ચાર પ્રકારમાંથી પહેલા પ્રકારવાળા ગુરૂ વિશેષ કરીને સેવવા લાયક છે, તેને અભાવે બીજા પ્રકારના, તેને અભાવે ત્રીજા પ્રકારના અને તેને પણ અભાવે ચોથા પ્રકારવાળા ગુરૂ સેવવા યોગ્ય છે. દુષમ સમયમાં ઉત્પન્ન થયેલા શ્રાવકોને ચોથા પ્રકારના ગુરૂ પણ સેવવાથી ધર્મના બીજા માટે કારણભૂત થાય છે. આજ પણ કેટલાક આચાર્યો સુંદર આચાર વિચારવાળા અને શ્રીમાન ચંદ્રગચ્છરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં પૂર્ણચંદ્ર સમાન જોવામાં આવે છે. તત્ત્વને જાણનારા તથા સગુણને ધારણ કરનારા કેટલાક ઉપાધ્યાયે અને કેટલાક ગીતાર્થ મુનિઓ પણ જોવામાં આવે છે. કઈ કઈ ક્ષેત્રમાં (સ્થાનમાં) ઉત્તમ સાધુઓ પણ પ્રાપ્ત થાય છે. તે સર્વે ધર્મ અને આત્મહિતને ઈચ્છનારા શ્રાવકેએ સેવવા લાયક છે. આ સમયમાં તેવા પ્રકારના ગુણવાળા કે જેમના નામ પણ ઉત્તમ છે એવા શ્રી સેમસુંદર ગુરૂ, મુનિઓને વિષે ચંદ્ર સમાન શ્રીમુનિસુંદર નામના સુરીંદ્ર અને શ્રીચંદ્રગચ્છમાં ચંદ્ર સમાન શ્રી જયચંદ્ર સૂરીશ્વર વિગેરે ધ્યાન કરવા લાયક છે. બીજા
Page #216
--------------------------------------------------------------------------
________________
( ૨૦૪)
અન્ય ગચ્છના નાયકે અને શ્રેષ્ઠ મુનિઓ આ કાળે પણ છે કે જેઓ સમયને એવાં શાસ્ત્રને જાણનારા અને ચારિત્રાનું આચરણ કરવામાં ઉધમવંત હોય છે. તે સર્વે દેશવિરતિ શ્રાવકોએ પિતાના સમકિતની શુદ્ધિને માટે સ્તુતિ કરવા લાયક અને સેવવા લાયક છે. આ ક્ષેત્રમાં અને આ કાળમાં પણ જેઓ જ્ઞાન અને ચારિત્ર ગુણને ધારણ કરનારા હોય, તેઓની શાસ્ત્રદષ્ટિથી અને હૃદયરૂપી દષ્ટિથી પરીક્ષા કરીને ઉત્તમ શ્રાવકોએ પિતાના ધર્મની વૃદ્ધિને માટે શિધ્રપણે પ્રમાદને ત્યાગ કરીને સેવા કરવી. કારણ કે તેઓ સંસારસમુદ્રથી તારનારા છે. નિગમ અને આગમના વાક્યને અનુસરીને આ પાંચમા આરાને વિષે ઓછા ગુણવાળા-ઓછા જ્ઞાનવાળા પણ ચારિત્ર પાળવામાં તત્પર હોય તે સદગુરૂ સર્વોત્તમપણે માનવા લાયક છે.
હે ઉત્તમ શ્રાવકો ! આત્મહિતની ઈચ્છાવાળા તમને સેવવા લાયક ઉત્તમ ગુરૂની એક વાનક હું દેખાડું છું. તે તમે સાંભળો–
જે નિગમ અને આગમને જાણુના છે, મૂળ ગુણ તથા ઉત્તર ગુણને પાળનારા છે, વિવિધ દેશના જનસમૂહને પ્રતિબંધ કરવામાં તત્પર છે, ધર્મરૂપી દૂધ અને અધર્મરૂપી જળનું વિવેચન-પૃથપણું કરવામાં હંસ જેવા છે, નિશ્ચય અને વ્યવહારની વ્યવસ્થા કરવામાં કુશળ છે, તથા આ કાળ અને આ ક્ષેત્રને આશ્રીને જે સમ્યજ્ઞાન અને ઉત્તમ ગુણના આશ્રયરૂપ છે, તે શ્રીધર્મહંસ નામના સદગુરૂની તમે સેવા કરે. આ શ્રેષ્ઠ ગુરૂને વિષે જે અસાધારણ ગુણે છે, તેનું મારી જે મંદ બુદ્ધિવાળે કેમ વર્ણન કરી શકે? તેના ગુણનું સ્તવન કરવામાં સાવધાન થયેલે કુશળ માણસ પણ સાક્ષાત વિલ થઈ જાય છે. તે પણ તે સદગુરૂનું હું કાંઈક સ્વરૂપ કહું છું.
Page #217
--------------------------------------------------------------------------
________________
(૨૦૫).
સાધુ ધર્મના દશ પ્રકારરૂપી દશ કલ્પવૃક્ષોને ઉત્પન્ન થવામાં મેરૂ પર્વત સમાન શ્રી પંચ પરમેષ્ઠી મને અત્યંત સુખ આપનારા થાઓ. જેનું નામ શ્રવણ કરવાથી પણ નાના પ્રકારના ભમાં ઉત્પન્ન થયેલું પાપ નાશ પામે છે, તે શ્રીધર્મહંસ નામના સદ્ગુરૂના ગુણોનું વર્ણન હું કરું છું. (કર્તાએ અહીં પોતાના ગુરૂનું ચરિત્ર આપ્યું છે, તેમાં કેટલેક સ્થાને બહુ અતિશક્તિ કરેલી જણાય છે.)
ગળ આકૃતિવાળા આ તિચ્છ લોકના મધ્યમાં જબદ્વીપ નામનો દિપ છે, કે જે બે સૂર્ય અને બે ચોએ કરેલા ઉદ્યોતથી અત્યંત શોભી રહ્યો છે. તેમાં ભરત નામનું ક્ષેત્ર દક્ષિણ નેત્રની જેવું લે છે. તે મોટા છ ખંડેરૂપી તારાની લક્ષમીવાળું તથા લવણસમુદ્રરૂપી ભ્રકુટિવાળું છે. તેમાં આવેલ મધ્ય ખંડ વખાણવા લાયક છે. કારણકે રેહણાચળ પર્વતની ઉપર રત્નની જેમ તેમાં તેર શ્રેષ્ઠ પુરૂષ ઉત્પન્ન થાય છે. તેમાં ગુજરાત નામનો દેશ વખાણવા લાયક છે. કારણ કે તેના લોકોની જેવા બીજા કોઈ દેશના લેકે ધર્મકાર્યમાં વિવેકી જણાતા નથી. તેમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં તે નગરની સ્ત્રીઓથી પરાજય પામેલી સરસ્વતી નિરંતર જળને વહન કરતી રહેલી છે. તેમાં રહેલા ઈ (શેઠીઆઓ) ભદ્ર જાતિના હાથીની ઉપમાને ધારણ કરતા શોભે છે. કારણકે તેઓ લીલા સહિત ગતિ કરે છે, તેમને વર્ણ ઉજવળ છે, અને દાનથી તેમને કર શોભે છે. તે સિદ્ધપુરમાં પ્રાગવાટ વંશમાં મુગટ સમાન, સર્વ વેપારીઓમાં શિરોમણિ અને સમગ્ર ગુણરત્નને સાગર ડુંગર નામે શ્રેણી રહેતે હતે. તેને શીળરૂપી અલંકારથી શોભતી સુહાસણી નામની સ્ત્રી હતી. તેણના મુખની ૬૩ શલાકા પુરૂષો ઉપરાંત નવ નારદ તેમાં ભેળવવાથી cર થાય છે. ૧ નદી ૨ હાથીનું દાન મદ. ૩ હાથીને કર-સંઢ કપિરવાડ.
Page #218
--------------------------------------------------------------------------
________________
સ્પર્ધા કરવાથી જ ચંદ્ર કલંક્તિ થયે હોય એમ જણાય છે. છીપને વિષે મુક્તાફળની જેમ તેણીની કુક્ષિથી નર્મદ, નરપાળ અને પિપટ નામના ત્રણ પુત્ર થયા હતા. ઉપરાંત કલ્પવૃક્ષની મજ રીની જેવી ફ નામની તેણીને એક પુત્રી થઈ હતી. તે જિનધર્મમાં કુશળ હતી. તે ચારેની અનુપમ કળાઓ તથા લેકની પ્રીતિ ઉત્પન્ન કરનારા ગુણો શરીરની સ્પર્ધાએ કરીને હમેશાં વૃદ્ધિ પામતા હતા. વિનયના સ્થાનરૂપ ત્રણે પુત્રને યશસમૂહ અખંડિત હતું, તેઓ જાણે પૃથ્વી પર ઉતરેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર હોય તે શોભતા હતા. સાથે જ કીડા કરતા અને સાથે જ ભેજન વિગેરે ક્રિયા કરતા એવા તેઓ ભિન્ન શરીરવાળા હતા, તે પણ જાણે તેમનો જીવ એકજ હોય તેવા દેખાતા હતા. અનુક્રમે તેમને માતપિતાએ લેખશાળામાં પંડિતેની પાસે મોકલ્યા. ત્યાં શુભ હૃદયવાળા તેઓ માતૃકાદિક શાસ્ત્રાનો અભ્યાસ કરવા લાગ્યા.
એકદા લક્ષ્મીના સાગરરૂપ તે નગરમાં વિહારના કમથી શ્રીજયચંદ્ર નામના સૂરિ ગુણવાન અને પંડિત એવા રાજતિલક વિગેરે શિષ્ય તથા બીજા પણ પ્રમાદ રહિત સાધુઓ સહિત પધાર્યા. તે સૂરિની કરેલી સમશ્યાતિથી ખુશી થયેલા દક્ષિણ દેશના વાદીઓએ તેમને શ્યામશારદા એવું બિરૂદ આપીને તેમની અત્યંત પ્રશંસા કરી હતી. તે સમસુંદર સૂરિની પાટના અલંકારભૂત હતા, ચારિત્રલક્ષ્મીરૂપી સ્ત્રીના હાર સમાન હતા, તપગચ્છના નાયક હતા, તથા આગમના ઘરરૂપ હતા. તેમનું આગમન સાંભળી સ્ત્રી અને પુત્રો સહિત ડુંગર શ્રેણી વિગેરેનગરના સર્વ લેકે તેમની પાસે આવી તેમને વંદના કરી તથા તેમની સ્તુતિ કરી યોગ્ય રથાને બેઠા. પછી પરોપકાર કરવામાં તત્પર ગુરૂએ ભવ્ય જેના મનરૂપી જળના
૧ અક્ષર વિગેરે. ૨ પંન્યાસ કે એવા બીજા પદવાળા
Page #219
--------------------------------------------------------------------------
________________
( ર૦૭)
મળને નાશ કરવામાં શરદઋતુ સમાન આ પ્રમાણે ધર્મદેશના આપી.
“ધર્મ બે પ્રકારને કહ્યો છે. તેમાં પહેલે સાધુધર્મ, તે મેક્ષસુખને આપનારે છે, અને બીજે બાર વતરૂપ શ્રાવકધર્મ, તે સ્વર્ગને આપનાર છે. આ અસાર અને રસ વિનાના સંસારમાં યુવાવસ્થા, આયુષ્ય અને ધન એ ત્રણ ચપળપણને લીધે ઈન્દ્રધનુષની જેવાં છે, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રસ્તે જ ચિરસ્થાયી છે. તેથી વિવેકી જનેએ પ્રયત્ન કરીને પણ તેને જ સંગ્રહ કરવો યોગ્ય છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને કેટલાએક નગરવાસી જેને પ્રતિબોધ પામ્યા. તે વખતે પુરૂષના માર્ગનું પાલન કરનાર, કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા નરપાળ નામના શ્રેષ્ઠીપુત્રે ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. આ સંસારસાગરમાં રાગી છે ભારેકમપણને લીધે પથ્થરની જેમ ડૂબે છે, અને વિરાગી જ લઘુકમ હોવાથી કાણની જેમ તરી જાય છે. ગુરૂએ તેનું ધર્મહંસ નામ પાડીને સુધાનંદ નામના પંડિતને અભ્યાસ કરાવવા સંપ્યા. બુદ્ધિના ભંડાર અને શુભ લક્ષણવાળા તે ક્ષુલ્લક મુન વ્યાકરણશાસ્ત્ર ભણ્યા, સાહિત્યને અભ્યાસ કરી તૃપ્ત થયા, તર્કશાસ્ત્રના કઠિન સ્થાનમાં પણ ઘેર્ય રાખ્યું, ઘણાં શાસામાં તેણે સારે શ્રમ કર્યો તથા નિર્મળ મહા વિદ્યાઓ ભણને તેણે બૃહસ્પતિને પણ શિષ્યરૂપ કર્યો.
અન્યદા શ્રી શ્રીમાળી નામના મહાવંશને પ્રકાશ કરવામાં સૂર્યસમાન પાટણના રહેવાસી મહિપતિ નામના ધનાઢ્ય શ્રેણીને સેમસુંદર સૂરિએ ધર્મની વૃદ્ધિ માટે પ્રેરણા કરી, તેથી તેણે તે ધર્મહંસ મુનિને પંડિત પદ આપવાને પ્રસંગે મેટે મહત્સવ
Page #220
--------------------------------------------------------------------------
________________
(૨૮)
કર્યો. ક્રોધ, ક, અહંકાર અને બ્યસન એ ચારના પરાજય કરવાથી તેજ શબ્દોના બીજા બીજા અક્ષરે કરીને તેનું ધમ હ‘સ’ એવું નામ સાર્થક થયું. અથવા બુધ, ધર્મ, હંસ અને વાસર (દિવસ) એ ચાર વસ્તુના દેદીપ્યમાન વિદ્યાગુણુ, વર્ણગુણુ, મુનીંદ્વત્વ ગુણુ અને તેજ ણુને હરણ કરી (ચારી લઇ) તે જ શબ્દોના બીજા બીજા અક્ષરે કરીને બનેલા પેાતાના નામને પ્રસિદ્ધ કરતા તે મુનિ પૃથ્વી ઉપર પશ્યતાહર (ચાર ) કેમ ન કહેવાય ? ગંભીરતા, તપસ્યા અને સમતા વિગેરે એક એક ગુણના આશ્રયભૂત તેા ઘણા સૂરિએ થઇ ગયા છે, પરંતુ આ ધર્મહ ંસ તા પેાતે એક જ સર્વ ગુણાના આશ્રયભૂત થયા.
આ અવસરે પ્રાગાટ વંશનુ માણિક્ય, ચાણાકયની જેવા બુદ્ધિમાન્, અમદાવાદ શહેરની ભૂમિનાં ભૂષણરૂપ અને અહમદશાહે સુલતાનની સભાના મુગટ જેવા મેઘ નામના મહામંત્રી હતા. તે સુવર્ણરૂપી જળની વૃષ્ટિ કરવામાં સાક્ષાત્ મેઘસમાન હતા. તેને દાનની લીલાએ કરીને કલ્પલતા જેવી, શીળવડે શોભતી અને જિનધર્મને વિષે રાગવાળી મટી નામની અહેન હતી. પાર્વતી અને ગગાને વરનાર મહાદેવની જેમ તથા રૂકિમણી અને સત્યભામાના સ્વીકાર કરનાર કૃષ્ણની જેમ તે મેઘ મત્રી અહિવદે અને મરઘાઇ નામની એ સ્ત્રીઓને પરણ્યા હતા. ધર્મહંસ ગુરૂના સદ્ગુણથી રાજત થયેલા અને તેના ધર્મપદેશ સાંભળી સંતુષ્ટ થયેલા તે મત્રીએ જગતના લોકોને ચમત્કાર પમાડે તેવા મહાત્સવપૂર્વક તપગચ્છના અલંકારરૂપ શ્રીલક્ષ્મીસાગર નામના સૂરિ મહારાજ પાસે તે (ધર્મહ ંસ) ને હર્ષથી વાચકે પદ અપાવ્યું. તે મહાત્સવમાં જેમ મેઘ જળના સમૂહવડે પૃથ્વીપર રહેલા સરાવીને પૂર્ણ કરે તેમ તેણે સર્વ દર્શનીઓનાં પાત્રાને ઉજ્જવળ ઘીવડે પૂર્ણ કર્યાં. જાણે શુભ ભાવથી ઉત્પન્ન થયેલા પેાતાના મૂર્તિમાન પુણ્યને જ દેખાડતે હાય તેમ તેણે શ્રીગુરૂ મહારાજને વિચિત્ર શ્વેત વસ્ત્રો પહેરા
Page #221
--------------------------------------------------------------------------
________________
(૨૯) વ્યાં, પચરંગી વસ્ત્રોવડે શ્રીસંઘને પહેરામણ કરી, અને એક (ત) વર્ણવાળા પિતાનાં યશવડે ત્રણ ભુવનને તેણે ઢાંકી દીધું. વળી તે ઉત્સવમાં વેશ્યાઓ નૃત્ય કરતી હતી,વાજિત્રે મધુર સ્વરે વાગતાં હતાં, ગવૈયાઓ મધુર સંગીતને ગાતા હતા અને સુવાસિની સ્ત્રીઓ ગુરૂનાં સત્ય ગુણોનાં ગીત ગાતી હતી તે સર્વને મંત્રીએ ઉચિત દાન આપીને સંતુષ્ટ કર્યા. અનેક ગામોના અને નગરના લોકોને આમંત્રણ કરીને બેલાવ્યા હતા, તે સર્વનું યેગ્યતા પ્રમાણે મંત્રીઓએ સન્માન કર્યું, તથા દરેક જનને શ્રીફળની પ્રભાવના આપવાવડે પ્રસન્ન કર્યા. ધર્મહંસ ગુરૂએ યુક્તિરૂપી કુલડીને વિષે વાદીની ઉક્તિરૂપી રૂપું નાંખી તેને ગાળવામાં તત્પર થઈ સુવણની પ્રતિમાને ધારણ કરી તે આશ્ચર્ય છે.
જેણે પિતાના અને પરના શાસનમાં વર્તતા સર્વ શાસ્ત્રાને અભ્યાસ કરીને પિતાનું શ્રુતસાગર એવું નામ સાર્થક કર્યું હતું, દિગંબરના સંધપતિએ જેનું આડંબરપૂર્વક સામૈયું કર્યું હતું, અર્થાત્ મહત્સવપૂર્વક સામૈયું કર્યું હતું, તથા જે સુખાસન (મીયાના ) માં બેસીને વિચરતા હતા, તે કૃતસાગર નામના દિગંબરના આચાર્યને ધર્મહંસ. ગુરૂએ સભામાં સર્વ સભાસદની અને સર્વ દર્શનીઓની સમક્ષ જીતીને જગતરૂપી પ્રાસાદ ઉપર પોતાની કતિરૂપ પતાકા બાંધી હતી. તેનું શીળ તેનાજ શીળ જેવું હતું, તેની કિયા તેની જ કિંયા જેવી હતી, તેના ગુણે તેના જ ગુણે જેવા હતા, તેની વાણી તેની જ વાણુ જેવી હતી, તેની કળા તેની જ. કળા જેવી હતી, તેની કુશળતા તેની જ કુશળતા જેવી હતી, અને તેનું તપ તેને જ તપ જેવું હતું. કારણ કે પુરૂષના ગુણે અન્યની જેવા હોતા નથી. તે ગુરૂ કમરૂપી શત્રુઓને ય કરવામાં પરાક્રમી હતા, સૂયની જેવા તેજસ્વી
Page #222
--------------------------------------------------------------------------
________________
(૨૧૦ ).
હતા, તથા તપસ્વી, યશસ્વી અને શ્રેયસ્વી ( કલ્યાણવાળા) હતા. વળી સજનના અંત:કરણરૂપી વસ્ત્રને વિષે પૂવે નહિ જોયેલા ધમરૂપી રંગને ઉત્પન્ન કરતા હતા, તેથી તેઓ અલકિક રજક સમાન હતા.
તે ધર્મહંસ ગુરૂનું મસ્તક ૧, ભાળ (કપાળ) ૨, મુખ ૩, કણ ૪, વાણું ૫, હાથ ૬, ઉરસ્થળ (છાતી ) ૭ અને પાદ (પગ) ૮. આ આઠે અંગો સ્તુતિ કરવા લાયક હતાં, તેથી તે દરેક અંગનું આઠ આઠ અનુષ્કુપ કેવડે વર્ણન કરવામાં આવે છે
૧ તે ગુરૂનું મસ્તક અત્યંત બાળભાવને નાશ થવાથી કાવ્યની લક્ષમી સહિત છે, તેથી કવીંદ્રની જેવું શોભે છે. રાજાએના મુગટની શ્રેણિઓ તે ગુરૂને અત્યંત હર્ષથી નમે છે, અને તેનું મસ્તક કોઈને નમતું નથી, તેથી તેનું જ ઉત્તમાંગ નામ સાર્થક છે, અથવા તે આ કારણથી જ તે વિદ્વાને નામમાળા (કેષ) માં મસ્તકનું ઉત્તમાંગ એવું નામ લખીને સત્યવાદી ઠર્યા છે. સર્વ વિદ્વાનોમાં આ ગુરૂ જ જેમ ઉત્તમ પ્રતિષ્ઠાને પામી અગ્રેસર તરીકે ગવાય છે, તે જ પ્રમાણે સર્વ અંગમાં તેનું મસ્તક અગ્રેસર ગવાય છે. તે ગુરૂનું ઉત્તમાંગ (મસ્તક) કેમ વંદન કરવા લાયક ન હોય? કારણ કે વિદ્વાને પણ તેના ચરણકમળને પ્રણામ કરવા ઈચ્છે છે. “હે પ્રિય ! ગુરૂના મસ્તકને તું જે.” “ ત્યાં પ્રગટ રીતે મુગટ ક્યાં છે ?” એવું સુખનું નામ છે તે ક્યાં છે ? પણ તું જાણતો નથી ? કે તે ' તે ગુરૂનું મસ્તક છે. સર્વે અંગે પિતાપિતાને સ્થાને રહ્યાં શોભે છે, તે સર્વની ઉપર એક મસ્તક વિશેષ શોભે છે, તે જ પ્રમાણે ગુરૂને આશ્રયે રહેલા સર્વ પોતપોતાને સ્થાને શેલે
૧ ૬ એટલે મસ્તક પણ કહેવાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૨૧૧ )
છે, ગુરૂથી ઉચ્ચ સ્થાનને ભાગવનાર તા કાઇક જ થાય છે. ગુરૂનું દૈદીપ્યમાન મરતક શું મૂર્તિમાન પુણ્યા પિંડ છે ? કે શુ પાપરૂપી પર્વતને છેવા માટે વા પ્રગટ થયું છે ? પ્રતિ ઉત્તમાંગાષ્ટકમ્. ૧.
૨ કેશોની શ્રેણિરૂપી અંધકારના સમૂહથી વીંટાયેલ ગુરૂનું ભાલસ્થળ ( કપાળ) પૃથ્વી પર અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળું શોભે છે. તે ગુરૂનુ લલાટ તેજના સમૂહથી યુક્ત છે, તેથી જાણે કે પડરૂપે કરેલા તેવા સ્વરૂપવાળા શુભ કર્મના પુદ્દા હાય તેવુ' તે શોભે છે. તેના ભાલસ્થળથી ઉત્પન્ન થયેલા તેજમાંથી વિભાગ પાડીને જાણે ગ્રહણ કરેલ હોય તેમ ( તેના કરતાં અલ્પ તેજથી ) અગ્નિ અને સૂર્ય વિગેરે અત્યંત પ્રકાશ કરે છે. સ્કુરાયમાન તેજવાળી અને અત્યંત લાંખી ગુરૂની ભાલસ્થળી તેના મસ્તકરૂપી લેાકાગ્રમાં રહેલી જાણે સિદ્ધિશિલા ડાય તેવી શોભે છે. જીતી ન શકાય તેવા કળિરૂપી શત્રુને જીતવા માટે ધર્મરૂપી રાજાએ ગુરૂના ભાલસ્થળના મિષથી પ્રત્યંચા સહિત અમેાઘ ધનુષ્ય ધારણ કર્યું જણાય છે. જય મેળવનારૂ, શત્રુને પરાજય કરનારૂ અને ઘણી કાંતિવાળુ ગુરૂનું ભાલસ્થળ વાણીથી કહી ન શકાય તેવી શોભાને ધારણ કરી રહ્યું છે. ગુરૂના ભાલરૂપી પાટીયું ( સુપડુ.) પામીને પાપરૂપી ધૂળને ચાળનારા પ્રાણીઓ ( મિથ્યાત્વરૂપી ધૂળ કાઢી નાખી )સમિતરૂપી રત્ન મેળવીને શું સુખી થતા નથી ? તેમનુ લલાટ સરસ્વતી દેવીને ભણાવવા માટે લખેલા અક્ષરાની શ્રેણિવાળી પાર્ટી જાગે ગુરૂએ તૈયાર કરી હોય તેવુ શોભે છે.
ર
ઇતિ લલાટાષ્ટકમ્ ૨
૧ ખાલી ન જાય તેવું–સફળ. ૨ અથવા ભાલસ્થળના મિષથી નાક રૂપી ખાણુ જેના પર ચડાવ્યું છે એવુ ધનુષ્ય વક્ર કયું` છેવાળ્યું છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
( ૨૧ર), ૩ તે ગુરૂનું મુખ તેના ચિત્તમાં નિવાસ કરવાનું જેણે ચિંતવન કર્યું છે એવી શૈદ વિવાઓને તેમાં પ્રવેશ કરવા માટે દ્વારરૂપ છે, તે મનુષ્યને આનંદ આપે છે. હૃદયરૂપી સમુ દ્રની સમતારૂપ ભરતી આવવાથી તેના બન્ને કાંઠામાં જાણે બે પરવાળાં પડ્યાં હોય તેમ તેમના મુખના બે ઓછપુટ શોભે છે. તેમના મુખરૂપી ઉધાનને શોભાવનારી જિહારૂપી લતામાંથી જાણે મનેહર અને નવાં બે પત્ર (પાંદડાં)જ નીકળેલાં હોય તેમ તેમના રાતા બે ઓષ્ઠ શોભે છે. તેમનું શરીર તળાવ જેવું છે, તેમાં કમળની જેવું તેમનું મુખ છે, તેના પર જાણે બે ભમરા ભમતા હોય તેમ બે નેત્રે કડા કરે છે. તેમના મુખરૂપી - હિમાં દાંતરૂપી હંસ ક્રીડા કરે છે, અને દાઢી મૂછના વાળની શ્રેણિના મિષથી પાણીના તરંગો વડે તે મને હર દેખાય છે. જે તળાવ સરસ્વતીરૂપી જળવડે ભરપૂર છે અને જેનો ઉદય દાનલક્ષ્મીથી વૃદ્ધિ પામ્યો છે એવા સમુદ્ર તુલ્ય તેમના મુખને જોઈને મનુષ્યની તૃષ્ણા નાશ પામે છે. ચંદ્ર જેવુંતે ગુરૂનું મુખ જોઈને વિદ્વાનેનાં નેત્રરૂપી પિયણઓ તત્કાળ અત્યંત હર્ષ પામે છે-વિકસ્વર થાય છે. તેમનું અપૂર્વ શોભાવાળું મુખ જોઈને કોને હાસ્ય આવતું નથી? કવિની વાણી પણ તેની પ્રશંસા કરતાં થાકી જાય તેમ છે.
ઈતિ મુખાષ્ટકમ્ ૩. ૪ વિદ્વાને તે ગુરૂના બે કર્ણનું અસદશપણું વર્ણવે છે, તે પણ તે બહુશ્રુતિવાળા છે, એમ સંભળાય છે એ આશ્ચર્ય છે. હું ધારું છું કે શ્રીમાન ધર્મરાજાના શ્રમણ અને શ્રાદ્ધ નામના બે કુમારે ભવરૂપી સૂર્યવડે તાપ પામીને તે તાપને નાશ કરવા માટે ગુરૂના શરીરરૂપી કલ્પવૃક્ષની પાસે આવ્યા,
- ૧ બીજા કોઈના કાન તેની જેવા નથી ૨ ઘણા કાનવાળા, ઘણું શ્રુત શાષવાળા.
Page #225
--------------------------------------------------------------------------
________________
(ર૧૩ ) તેમને વિશ્રાંતિ આપવા માટે ગુરૂએ (કલ્પવૃક્ષે) કરૂણારસથી ભરેલાં કર્ણરૂપી સુવર્ણનાં બે કળાં (વાટકા) તેમને અર્પણ કર્યા છે. તે ગુરૂના હૃદયરૂપી મહેલમાં નિવાસ કરનારી જ્ઞાનલક્ષ્મી અને ચારિત્રલક્ષમીને ક્રીડા કરવા માટે વિધાતાએ ગુરૂના મસ્તકરૂપી પર્વતના તટની નીચે બે કર્ણરૂપી અત્યંત વિશાળ બે હીંચકા બાંધ્યા હોય તેમ જણાય છે. તેના કર્ણરૂપી નહેરના માર્ગે કરીને જાણે એકઠા થયા હોય એવા શ્રુતરૂપ જળના સમૂહે તેનું ચિત્તરૂપી સરોવર ભરી દીધું છે. તે ગુરૂની સેવા કરવાથી અનેક ભવ્ય જે કુટિલતા, મળ અને છિદ્ર રહિત થયા છે, તેથી અમને પણ તેવા કરે, એમ જણાવવા માટે તે બંન્ને કર્ણ ગુરૂની પાસે રહ્યા છે. પહેલાં જગતમાં જે એક કર્ણ (રાજા) પણ સુવર્ણનું દાન કરવામાં પ્રસિદ્ધ થઈ ગયા છે, તે બે કર્ણના ભૂષણવાળા આ ગુરૂ સત્પરૂષને શું નહીં આપે ?
ઇતિ કર્ણાષ્ટકમ્ ૪. ૫ 'સુવર્ણવડે જેમનું શરીર અલંકૃત કરાયેલું છે એવી તે ગુરૂની વાણીરૂપી રતવંગી અમારા ચિત્તને પ્રસન્ન કરે. તેણીની આ દંતશ્રેણિ મુક્તાફળના જેવી શોભે છે. ગુરૂની વાણીરૂપી કેદનીવડે છેદતાં સત્પરૂષને પિતાના મનરૂપી રત્નગિરિમાંથી વાંછિત વસ્તુને આપનાર બોધ (સમકિત)રૂપી ચિંતામણિ પ્રાપ્ત થયેલ છે. ભવ્ય જનના ઉલ્લાસરૂપી તરંગની લક્ષમીવડે જગતના મનના મળને નાશ કરનારી ગુરૂની વાણુ ગંગાનદી જેવી ગવાય છે. પરંતુ જેમ ગંગા જડતા સહિત છે તેમ ગુરૂની વાણું તેવી નથી, તે તે જડતા રહિત છે. શબ્દરૂપી થી ચેખાથી અને અર્થરૂપી
૧ વાણીના પક્ષમાં સારા અક્ષરે ૨ મનહર અંગવાળી સ્ત્રી, ૩ જળપણા સહિત અથવા તળતા સહિત
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૪)
ઘણા દૂધથી બનાવેલી, મનહર અને આત્માને સુખ આપનારી ગુરૂની વાણીરૂપી ખીર કેણ ન પીએ? તેની ગે-વાણી ક્ષમાધરના (સાધુના) પક્ષને વિનાશ કરતી નથી, કેઈને ભય ઉત્પન્ન કરતી નથી, અને અન્યને વધ કરીને લક્ષ્મી પામતી નથી, તે પણ તે વાણું ગો' કહેવાય છે. અહો ! ગુરૂનાં વચનરૂપી આકર્ષણ મંત્રનું માહાતમ્ય કેવું છે, કે જે ભવ્ય પ્રાણીઓને સંસારમાંથી ખેંચીને મેક્ષસ્થાનમાં લઈ જાય છે. અત્યંત સુખલક્ષ્મીને આપનારી,સિદ્ધાંતમાં સ્થિતિ કરનારી રહેનારી) અને ઉદાર અક્ષર લક્ષમીને ધારણ કરનારી ગુરૂની વાણી મુક્તિની જેમ જય પામે છે. (ગુરૂની) વાણી અને વીણાની મધુરતા સરખી જ છે, તથા તે બન્ને શબ્દમાં વ્યંજન (વ-ણ) પણ સરખા જ છે. તે પણ તે બન્નેમાં મેટે તફાવત છે, તે એ કે તેની વાણ એક જ પ્રકારની છે, અને વીણ ત્રણ પ્રકારની હોય છે.
ઇતિ વાણું અષ્ટકમ ૫ દ નખની કાંતિએ કરીને દેદીપ્યમાન ગુરૂના હાથની આંગબીઓ રૂપી દીવીઓ દશ દિશામાં જનારા પ્રાણીઓને મોક્ષમાર્ગ દેખાડે છે. પાંચ પાંચ આંગળીએરૂપી પાંચ પાંચ શાખાવાળા તે ગુરૂના બે હાથરૂપી વૃક્ષ ઉપર નખની રેખારૂપી પલ્લવેની શ્રેણિ શોભે છે. ગુરૂના શરીરરૂપી મેરૂ પર્વત ઉપર નખરૂપી પાંદડાંવાળાં તેમના બે હાથ કલ્પવૃક્ષની જેવા શોભે છે, તે સર્વ પ્રાણીઓના વાંછિતને આપનારા છે. ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના યતિધર્મરૂપી રાજાઓનાં મતકને શણગારવા
૧ ગે એટલે વા. તે ક્ષમાધર (પર્વત) ના પક્ષ (પ ) ને વિનાશ કરનાર છે. ગો એટલે વૃષરાશિને સૂર્ય,તે વિશાખ માસમાં હોય છે, તેથી પિતાના તાપવડે મનુષ્યને ભયકારક થાય છે. ગો એટલે બાણ તે અન્યને શત્રુને વધ કરીનેજ લક્ષ્મી પામે છે. ૨ નાશ ન પામે તેવી. ૩ નવાં પાંદડાં.
Page #227
--------------------------------------------------------------------------
________________
( ૨૧૫ )
માટે ગુરૂના હાથના દશ નખા મુગટની જેમ શોભે છે. મિથ્યાત્વરૂપી સર્પથી ડસાયેલા પ્રાણીએનું વિષ ઉતારવા માટે મંત્રવાદી ગુરૂએ પાતાના હાથના નખરૂપી મણિએની શ્રેણિ પ્રગટ કરી છે. માત્ર એ કરને (હાથને) જ ધારણ કરતાં છતાં પણ 'મહાતપની સ્થિતિવાળા ગુરૂ જેવા શાલે છે તેવા હજાર કરેા (કિરણા)ને ધારણ કરનાર સૂર્ય પણ શાતા નથી. મિથ્યાદુષ્કૃતરૂપી સૂત્રના અદ્વિતીય મત્રના ઉચ્ચાર કરવામાં તત્પર અને કુશલસલક્ષ્મી એવા આ મહિષ ( ગુરૂ )રૂપી શ્રેષ્ઠ બ્રાહ્મણુ પ્રતિક્રમણને સમયે પેાતાના બે હાથ હલાવવાના મિષથી પાપરૂપી પૂર્વજોને જળાંજળિ આપતા હાય તેવા શાલે છે. ઇતિ કરાષ્ટકમ્
ર
૭ એકનુ ( ગુરૂનું ) હૃદયાળુપણુ અને ખીજાનું ( મનનું ) દયાળુપણું હાવાથી તે ગુરૂ કરતાં તેમના મનની એક અક્ષરવડે રહિત એવીજ ઉપમા છે. અહા ! માન ( અહંકાર ) ની સત્તાના નાશ થવાથી તે ગુરૂનું માનસ ( મન ) ગુણારૂપી હંસાને વિલાસ કરવા માટે માનસ સરોવરની જેવુ શોભે છે. ગુરૂના હૃદયરૂપી આકાશમાં જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશે છે, તેથી વાદીરૂપી ઘુવડના સમૂહની દૃષ્ટિ અધ થઈ ગઈ છે, અને જગતના ભવ્યજનરૂપી કમળ વિકસ્વર થયાં છે. જ્ઞાનરૂપી નિર્મળ જળના સંયોગથી અંદરના મેલના નાશવડે ગુરૂના ચિત્તરૂપી વજ્રની ઉજ્વળતા અત્યત વૃદ્ધિ પામી છે. ઘટી ન શકે એવા અર્થ ( પદાર્થ ) ને પણ પ્રકાશ કરવાથી ( સમજાવવાથી ) તે ગુરૂનું હૃદય કાઇ પણ વિષયમાં મુંઝાતું નથી. તેથી તે કૈસહૃદય એવા નામે પ્રસિદ્ધ છે, અથવા તેનાથી ( સહૃદય મનુષ્યાથી )
૧ ગુરૂ મોટી તપસ્યાને વિષે રહેલા છે, સૂર્ય મોટા આતપ (તડકા) ને વિષે રહેલા છે. ૨ કુશદ્રુ વડે જેની લક્ષ્મી શાભતી છે એવે બ્રાહ્મણ, કુશળ છે સારી લક્ષ્મી જેની એવા ગુરૂ. ૩ સારા હૃદયવાળા,
Page #228
--------------------------------------------------------------------------
________________
(૨૧૬). પણ અધિક છે. પંડિત તેના મનનું સ્વાંત” એવું સાર્થક નામ કહે છે. કારણ કે તેમનું હૃદય નિ:સ્પૃહ હોવાથી તેમણે સ્વાંત (સ્વ-ધનને અંત-નાશ) ને સ્વીકાર કર્યો છે. તે ગુરૂની વાણી, શરીર અને મન એ દરેક અધિક અધિક શુદ્ધ હવાથી તથા શુભ પ્રવૃત્તિવાળા હોવાથી પરસ્પર મિત્રાઈને પામેલા છે. તે ગુરૂનું ચિત્ત ચકરત્નપણાને પામેલું છે, કારણકે તેને બાર પ્રકારના તારૂપી બાર આરાઓ છે, તે નિર્માય (નિષ્કપટ)રૂપ સ્થિતિને ધારણ કરે છે, અને બોધિરૂપી તુંબવડે તે ચુંબન કરાયેલું છે–સહિત છે.
૭ ઈતિ હૃદયા કમ ૮ તે મુનીશ્વર પિતાના ચરણન્યાસવડે જે જે દેશને પવિત્ર કરતા હતા તે તે દેશમાં જાણે બંધાઈ ગઈ હોય તેમ લહમી સ્થિર થતી હતી. ગુણરૂપી સ્ફટિક મણિની પ્રતિમાએ કરીને યુક્ત એવા ગુરૂના શરીરરૂપી ઉંચા ચૈત્યમાં જાણે સુવર્ણમય મૂળ સ્તંભ હોય તેવા તેમના બે ચરણકમળ શોભે છે. પાપનો નાશ કરનાર તેમના પાદશાચના જળનું સેવન સ્વર્ગાદિક શુભ ભૂમિના વિભાગને માટે અને ભાગ્યને પ્રગટ કરવા માટે થતું હતું. મનુષ્ય તેમના ચરણની રજના સમૂહવડે પિતાના મસ્તકને તિલકવાળું કરતા હતા, તેથી જાણે ભાગ્યલક્ષમીના આળેટવાથી ઉડેલી ધૂળવડે તે વ્યાપ્ત થયું હોય તેવું શોભતું હતું. જગતને આનંદ પમાડનાર તેમના ચરણકમળના પ્રક્ષાલનનું જળ પીવાથી મનુષ્યનાં ચિત્ત પવિત્ર થતાં હતાં. કારણકે અમુક વસ્તુને ગુણ બહુ વિશેષ હોય છે. ગુરૂ પિતાના ચરણની રેના પર માણુએ કરીને જે ગામને સીમાડે શોભાવતા હતા, તે ગામના માનુષ્યને વાસ સુખનું કારણ થતું હતું, કારણ કે તે વાસ લક્ષમીને વિસ્તાર કરનાર અને ભયને ત્રાસ પમાડનાર થતા હતા.
૧ વસવું રહેવું તે.
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
અન્ય પ્રાણુના પગને સ્પર્શ કેધને પુષ્ટ કરનાર થાય છે, પરંતુ આ ગુરૂના પગને સ્પર્શ તે હર્ષને માટે થાય છે. અહો ! કર્મનું અંતર કેટલું બધું છે ? વાદીઓનાં મુખકમળને બંધ કરનાર શ્રી ગુરૂરૂપી ચંદ્રમા જ્ય પામો, કે જેને 'પાદપ્રસર નિરંતર કુવલયને આનંદ પમાડે છે-વિકસ્વર કરે છે. અગણ્ય ગુણરૂપી દેવતાઓના સમહની કીડાથી શોભતા તેમના અંગરૂપી મેરૂ પર્વતને પાસે રહેલા પાદ શોભાવે છે.
ઇતિ ચરણુષ્ટકમ્. ૮ પહેલાં કૃતયુગે અનેક જનને કળાવાન કર્યા હતા, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ આવા કળિયુગમાં પણ જેને કળાવાન થાય તે આશ્ચર્ય છે. આ ગુરૂને જેવાથી શું આ નાગૅદ્ર છે ? ઉપેદ્ર છે ? રૂદ્ર છે ? ચંદ્ર છે ? હેમચંદ્ર છે ? હરિઇંદ્ર છે ? ઈંદ્ર છે ? ગુરૂને વિષે ચંદ્ર સમાન સુધર્મા સ્વામી છે ? ગોતમ સ્વામી છે ? જંબૂવામી છે ? શય્યભવ છે ? કે પ્રભવ સ્વામી છે ? એ રીતે સર્વ આચાર્યો સ્મરણમાં આવે છે. આ ગુરૂ નદિષેણ મુનિની જેમ ઉત્તમ દેશના આપવામાં શક્તિમાન છે, જાણે બીજા સ્થલિભદ્ર હોય તેમ નિષ્કપટ, બ્રહ્મચર્યની લક્ષ્મીવાળા છે, પાપને નાશ કરનાર ભદ્રબાહુ ૨વામીની જેમ શ્રીસંઘના વિપ્નને નાશ કરનાર છે, યશોભદ્રની જેમ સર્વ ઉત્તમ અતિશને ધારણ કરનાર છે, વાદી શ્રીદેવસૂ રિની જેમ શેવ વિગેરે મોટા વાદીઓને પરાજય કરનાર છે, સિદ્ધસેનની જેમ પૂર્વમાં રહેલા કૃતને જાણનારા છે, આર્ય સુહસ્તીની જેમ રાજાઓને પણ પ્રતિબંધ પમાડનાર છે, ક્ષમાષિની જેમ તેમણે અભિગ્રહ સહિત ઘણું તપ કર્યો છે. જાણે બીજા હેમચંદ્ર આચાર્ય હાય તેમ તે ગ્રંથો રચવામાં સમર્થ છે. કાલીદાસ કવિની જેમ મનહર નવાં કાળે કર
૧ શરણ, કિરણ. ૨ પૃથ્વીવલય, પોયણાં ૩ પગ, નાની ટેકરીઓ.
Page #230
--------------------------------------------------------------------------
________________
( ૨૧૮ ):
વાની કળામાં નિપુણ છે. વસુદેવની જેમ અખંડ અને ઉજવળ સભાગ્યવડે દેદીપ્યમાન છે. મંત્રીશ્વર અભયકુમારની જેમ ચાર પ્રકારની બુદ્ધિના નિધાન છે, તથા હરિભદ્ર ગાણની જેમ સાગત બાદ્ધ) ની સ્થિતિને નાશ કરનારા છે. આવા શ્રી જૈનધર્મરૂપી આકાશને શણગારવામાં સૂર્ય જેવા શ્રીગુરૂ મહારાજ ચિરકાળ સુધી જયવંતા વર્તે. આવા લકત્તર ગુણના સમુદ્રરૂપ શ્રીગુરૂ મહારાજને વિધાતાએ પૂર્વના મુનિઓ અને કવિઓના અંશે કરીને –સારવડે કરીને જ જાણે બનાવ્યા હોય તેમ લાગે છે. તપસ્યા કરવામાં તત્પર રહે વાથી તે ગુરૂને આત્મા કર્મોને તિરસ્કાર કરી અગ્નિવડે મળ રહિત થયેલા સુવર્ણની જેમ અત્યંત દેદીપ્યમાન થયા છે. કવિઓ ઘણા શ્લેકેએ કરીને પણ માત્ર શાસ્ત્રને જ પૂર્ણ કરે છે, પરંતુ આ ગુરૂના એક શ્લેકે કરીને પણ ત્રણ લોક વ્યાપ્ત થયા છે એ આશ્ચર્ય છે. વૃદ્ધિ પામતા મેટા ગુણોના ઉત્કર્ષને ધારણ કરનાર આ ગુરૂએ કરીને શ્રીમાન ચંદ્રગચ્છ પૃથ્વી પર નાથવાળો થઈને શોભે છે. મોક્ષમાર્ગને દેખાડનારા ગુરૂને આ અમૃત જે ઉપદેશ મનુષ્યને સંસારથી ઉદ્વેગવૈરાગ્ય પમાડે છે, કારણ કે રંગ સારી વસ્તુથી જ ઉત્પન્ન થાય છે. ગુરૂએ મુખરૂપી ધનુષ્યમાંથી છેડેલા ઉપદેશરૂપી બાણ શ્રેતાવર્ગના હૃદયમાં પિસવાથી તેઓ ઉલટા શલ્ય રહિત થઈને વિચરવા લાગે છે એ આશ્ચર્ય છે.
તે ગુરૂના સંઘાડા (ગ૭)રૂપી મેટા મહેલના મૂળ રતંભ જેવા ચાર સાધુએ ચતુરાઈવડે મનહર હતા–તેમાં ત્રણ ગુપ્ત અને પાંચ સમિતિરૂપી આઠ ઈદ્રિાણીઓને આલિંગન કરવામાં ઇંદ્ર સમાન તથા જ્ઞાન અને વિજ્ઞાનવડે શોભતા શિવશીળ નામના ગુણવાન ગણું પ્રથમ હતા, બીજા સાધુના
૧ કીર્તિ-યશ,
Page #231
--------------------------------------------------------------------------
________________
(૨૯) ગુણોએ કરીને સર્વત્ર પ્રસિદ્ધિને પામેલા, સૂત્રોના જ્ઞાનવાળા અને મેરૂ પર્વતની જેવા ઉજ્વળ અંગવાળા શ્રતહેમ નામે હતા. ત્રીજા પૂર્ણિમાના ચંદ્રની જેમ શ્રી ગુરૂના અંતઃકરણરૂપી પિયણાને પ્રસન્ન (
વિસ્વર) કરનાર અને ઇંદ્રીઓના મોટા બળને પણ પરાજય કરનાર અજિતસેન નામના હતા, તથા ચોથા ઉત્તમ શીળને ધારણ કરનાર, અત્યંતર શત્રુસમૂહને જીતનાર, ધર્મનાં કાર્યોનું આચરણ કરનાર, પ્રમાદ રહિત અને સમતાના ઘરરૂપ મુળ નામે હતા.'
તે ગચ્છમાં નિર્મળ મહા વિદ્યારૂપી નદીઓને આલિંગન કરવામાં સમુદ્ર જેવા અને બુદ્ધિના નિધાન સમાન બીજા પણ ચાર સાધુઓ હતા.–તેમાં પહેલા ભાવરન નામના યતિ હતા, તે ભાવથી ગ્રહણ કરેલા વ્રતને પાળવામાં તત્પર અને સદ્દગુણ કરીને સહિત હતા. બીજા ઈંદ્રહંસ નામના યતી. હતા, તે ગુરૂના ચરણકમળમાં હંસ સમાન હતા, અને મેઘ નામના મત્રીશ્વરે તેને મહત્સવપૂર્વક વાચક પદ અપાવ્યું હતું. ત્રીજા મહા ઉદયવાળા ઇદ્રોદય નામના શિષ્ય હતા, તેને વરજાંગ નામના મહેભ્ય મહોત્સવ પૂર્વક પંડિતપદ અપાવ્યું હતું. તથા ચોથા ભુવનમંદિર નામના હતા, તેના થશે ત્રણ ભુવનને વ્યાપ્ત કર્યા હતા, તે સર્વે મુખ્ય શિષ્યમાં પણ પ્રખ્યાત હતા અને નિર્મળ વિદ્વત્તાના સ્થાનરૂપ હતા. - તે ગ૭માં બીજા પણ પૃથ્વીમાં વિદ્યાના નિધિરૂપ અને જગતમાં ઉલ્લાસ પામતા સમગ્ર ગુણોના સમુદ્રરૂપ ત્રણ મુનિઓ હતા. તેમાં પહેલા ચારિત્રનય નામના મુનિ હતા, તે નિરતિચાર ચારિત્ર પાળવામાં કુશળ, કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં હસ્તી સમાન અને વિનયવડે યુક્ત હતા. છએ દર્શનના ચલાવનારાઓએ ધર્મથી જ જય થવાનું કહ્યું છે, માટે ધમ કર તેજ શ્રેયસ્કર છે એમ કહેનારા
Page #232
--------------------------------------------------------------------------
________________
(૨૦) બીજા ધર્મજય નામના મુનિ હતા. ત્રીજા કળારૂપ કમલિનીમાં હંસ સમાન વિનયહંસ મુનિ હતા. તેમને પંડિત પદ આપતી વખતે જૂઠાક નામના તેના ભાઈએ મહોત્સવ કર્યો હતે. આ સિવાય બીજા પણ ગુણવડે મેટા, યતિઓને વિષે શ્રેષ્ઠ અને સારી પ્રતિષ્ઠાવાળા મુનિઓ જેમ દેવ ઇંદ્રને સેવે અને તારાઓ ચંદ્રને સેવે તેમ તે ગુરૂને નિરંતર સેવતા હતા. તેમજ મેઘમંત્રીએ તથા તેની બહેન મટીએ મહત્સવ પૂર્વક જેમને પ્રવતિની પદે સ્થાપિત કરાવી હતી તે ચારિત્ર ધર્મ પાળવામાં ઉધમવાળી, શ્રેષ્ઠ સાધ્વીઓમાં પણ ઉત્તમ, વિદ્યાવડે સરસ્વતીને પણ જીતનારી, શાળવડે ચંદનબાળાની જેવી શેભતી અને ભક્તિયુક્ત ચિત્તવાળી અભયશ્રી, સુમતિશ્રી તથા સંયમથી વિગેરે સાધ્વીઓ શ્રી ગુરૂની સેવામાં હાજર હતી. આ પ્રમાણે ગુરૂમહારાજ ઉત્તમ પરિવારે કરીને સહિત હતા. નિ:સ્પૃહતાથી દરેક ગામ, દરેક નગર અને દરેક દેશમાં વિચરતા હતા, ત્યાંના શ્રાવકને પ્રતિબંધ પમાડી શ્રાદ્ધધર્મ અંગીકાર કરાવતા હતા, અને સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરાવતા હતા. વળી સકળ સંઘને આનંદરૂપ સંપત્તિના આપનારા હતા.
ગરિમા (મેટાઈ) ના સમુદ્ર, ઉજ્વળ યશના રાશિવાળા અને આશ્રિત પ્રાણુઓના વત્સલ એવા શ્રીધર્મહંસ ગુરૂ મહારાજની મેં આ પ્રમાણે સ્તુતિ કરી છે, તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ.
ગુરૂના ગુણના લેશને કહેવારૂપી મંત્રના પ્રભાવને પ્રગટ કરનારા અને બાળક પણ ભણી શકે તેવા આ મનહર કાવ્યને વચનની શુદ્ધિને માટે નિરંતર અભ્યાસ કરે. આ પ્રમાણે વિદ્યારૂપી સમુદ્રના પારને પામેલા શ્રી ધર્મહંસ નામના શ્રેષ્ઠ ગુરૂની
Page #233
--------------------------------------------------------------------------
________________
( રર૧ )
મે... ભાવથી સ્તુતિ કરી છે અને અત:કરણપૂર્વક તેમની સેવા કરી છે. એ જ રીતે શ્રેષ્ઠ શ્રાવકા પણ આ કળિયુગમાં સુખકારક એવા જિનધર્મને પામીને ગુરૂની આરાધના કરે.. કેમકે ગુરૂસ્તુતિથી જ ધર્મ વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્ર'સ ગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં સદ્ગુરૂની સ્તુતિના વિષય ઉપર શ્રીધર્મહ ંસ ગુરૂના વર્ણન નામના એકવીશમા પધ્રુવ સમાપ્ત થયા.
પલ્લવ ૨૨ મા.
યવંશમાં ઇંદ્રધ્વજ સમાન, ભવ્ય પ્રાણીરૂપી કમળના વનને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન અને ઇંદ્રનીલ મણિના જેવી કાંતિવડે દૈદીપ્યમાન શ્રીનેમિનાથ જિનેશ્વર જગતના પ્રાણીઓનુ રક્ષણ કરે.
હવે ગુરૂસ્તુતિનું સ્વરૂપ કહ્યા પછી સાધર્મિક વાત્સલ્ય નામનું આવીશમું દ્વાર કહે છે.—
साहम्मियाणवच्छलं "
<6
સાધર્મિક એટલે અણુવ્રતવાળા અને મૂળ તથા ઉત્તર ગુણને ધારણ કરનારા શ્રાવકાનું વાત્સલ્ય એટલે ગૈારવ (ભક્તિ) કરવું તે શ્રાવકાનુ પુણ્યકારક કાર્ય છે. આ શબ્દાર્થ કહ્યા, હવે તેના વિસ્તારથી અર્થ કહે છે.—
કેટલાક શ્રાવકો પાંચ અણુવ્રતવાળા હોય છે, કેટલાક સામાચિક વ્રતમાં ઉદ્યમવંત હાય છે, કેટલાક જિનપૂજા કરનારા હાય
Page #234
--------------------------------------------------------------------------
________________
( રરર )
છે, કેટલાક પ્રતિકમણ કરનારા હોય છે, કેટલાક બ્રહ્મચર્યને પાળનારા હોય છે, કેટલાક સચિત્તના ત્યાગી હોય છે, કેટલાક દરરોજ એકાસણું કરનારા હોય છે, કેટલાક પર્વતિથિએ પિષધ વ્રતને ધારણ કરનારા હોય છે, કેટલાક સમક્તિ વડે હૃદયને શોભાવનારા હોય છે, કેટલાક વિવેકી હોય છે, કેટલાક આરભને ત્યાગ કરનારા હોય છે, અને કેટલાક તીર્થયાત્રા કરનારા હોય છે. આવી રીતે પૃથ્વી પર અનેક પ્રકારના પુણ્યકાર્યને કરનારા જે શ્રાવકે હોય તેમનું વાત્સલ્ય વિવેકી જનેએ કરવું ઉચિત છે. સજીને સન્માનપૂર્વક શ્રાદ્ધજનોને સાકર, ખારેક, ધરાખ, ટેપરાં વિગેરે તથા અનેક પ્રકારનાં પકવા, ઘણાં ઘીવાળાં અન્ન, સુગંધીક તાંબળ અને કસ્તુરી વિગેરે ઉત્તમ વસ્તુઓ આપવાવડે તેમની ભક્તિ કરવી. તેમજ જળ, દુધ વિગેરેનું પાન કરાવીને અને વિચિત્ર પ્રકારના અનેક દેશમાં ઉત્પન્ન થતાં વસ્ત્રો તથા મુદ્રા, તિલક વિગેરે અલંકારે આપીને તેમનું વાત્સલ્ય કરવું. “ ઘરના આંગણામાં આવેલા સાધમિકને જોઈ જેના હૃદયમાં હર્ષ થતું નથી, તે પુરૂષ સમકિતવંત છે કે નહીં તેને જ સંદેહ છે.” એમ જિન શાસનમાં કહ્યું છે. સાધમિકનું વાત્સલ્ય થતું જોઈને મિથ્યાષ્ટિ પણ જિનધર્મની પ્રશંસા કરે છે, અને તેથી તે સુલભબોધિ થાય છે. મેક્ષફળની ઈચ્છાવાળા સજીએ પિતાના દ્રવ્યને અનુસારે શ્રાવકેને દરેક માસે અથવા દરેક વર્ષે કાંઈક પણ આપવું જોઈએ. જેઓ હર્ષથી સાધમિક જનનું વાત્સલ્ય કરે છે, તેઓની લક્ષમી સફળ છે, અને તેઓનું કુળ ઉજવળ છે. આ હકીકત ઉપર છ આવશ્યકના કરનારા અને ઉત્તમ શ્રાવકમાં મુગટ સમાન પંચાયણ નામના શ્રેષ્ઠીનું દષ્ટાંત છે, તે નીચે પ્રમાણે–
Page #235
--------------------------------------------------------------------------
________________
(૨૨૩)
પંચાયણ શ્રેણીની કથા
પૃથ્વીરૂપી સ્ત્રીના મસ્તક પર મુગટ સમાન અમદાવાદ નામનું ઉત્તમ નગર છે. તેમાં કુતુબુદીન નામને સુલતાન સમગ્ર ગુજરાત દેશનું એક છત્રવાળું રાજ્ય કરતે હતા. (તેની રાજધાની હતી. ) તેના નામથી કુર્ણ નામનું નાણું ચાલતું હતું, તેનું મુખ ચંદ્રની જેવું મનોહર હતું અને તેને પ્રતાપ સૂર્યની જે ઉગ્ર હતું. તે નગરમાં પ્રાગ્વાટ વંશમાં મુગટ સમાન મહિરાજ નામે એકી રહેતું હતું. તે વારંવાર શ્રી શત્રુંજય વિગેરે તીર્થોની યાત્રા કરતું હતું, તે સંઘને અધિપતિ થઈને પુણ્યશાળી થયું હતું, તેણે અતુલ લક્ષ્મીનું દાન કરી ઉજવળ યશ મેળવ્યું હતું, તે પિતાની લક્ષ્મીને સફળ કરવા માટે દર વર્ષ સાત આઠ હજાર સાધમિકેને ભોજન કરાવતું હતું, તે નિરંતર સાત ક્ષેત્રમાં પિતાના ધનરૂપી બીજનો સમૂહ વાતે હતે, તથા તેનું હૃદય જિનાગમના વચનરૂપી બાણથી ભેદાયેલું હતું. તે શ્રેષ્ઠીને રામી નામની ભાર્યા હતી. તેની બુદ્ધિ ધર્મથી વાસિત હતી, તેને હસ્તરૂપી કલ્પવૃક્ષ લેકેના વાંછિતને પૂર્ણ કરતા હતા, તથા મેઘમાળાની જેમ તેણુએ ધૃતરૂપી જળની વૃષ્ટિથી સિંચન કરેલા મુનિરૂપી વૃક્ષો કે જે તપવડે સુકાઈ ગયા હતા તેમને નવપલ્લવિત કર્યા હતા. શક્તિમાં જેમ મોતી ઉત્પન્ન થાય તેમ તેણીને જાગાક, સૂર અને પંચાયણ નામના ત્રણ પુત્રો થયા હતા. તે ત્રણે પુત્રે પોતાના વંશમાં ધ્વજ સમાન, ગુણના ભાજન અને કળારૂપી કમળવનમાં કીડા કરનાર હંસની જેવા હતા. તેઓ વણિક કુળમાં ઉત્પન્ન થયેલી અને શીળરૂપી અલંકારથી શેભતી નાથી, રાજુ અને ચપા નામની પ્રિયાઓને પરણ્યા હતા. તે ત્રણે પુત્રામાં જૈનધર્મરૂપી કમળમાં કીડા કરનાર ભ્રમર પંચાયણજ ગુણના
Page #236
--------------------------------------------------------------------------
________________
(૨૪) ૌરવપણાથી વખાણવા લાયક હતા. આવા કઠીન કળિયુગમાં તેના ભાગ્યથી જ શ્રાવકના આચારરૂપી માણિક્યને આપનાર નિધાનની જેવા શાસ્ત્ર ટકી રહ્યાં હતાં. બુદ્ધિમાન એવા કાળીદાસ નામના વિદ્વાને તેની પાસે આ પ્રમાણે શાસ્ત્રપ્રશંસા કરી હતી–
શ્રી નાભિરાજાના ઉત્તમ વંશરૂપી કમળને વિકરવર કરવામાં સૂર્ય સમાન, નિરંજન જ્ઞાનમય, ધર્મકિયા તથા વ્યવહાર કિયાને ઉપદેશ આપનાર અને સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર શ્રી સ્વામીને નમસ્કાર થાઓ. શ્રીજિનેશ્વરના મુખકમળથી સાંભળેલા પદાર્થસમૂહને જાણનારા શ્રી ભરત મહારાજાએ શ્રાવક જનેને ઉપગી તથા શ્રાદ્ધવર્ગને ઉચિત આચરણના નિધિ સમાન ચાર વેદો રચ્યા છે. તેમાં ઉત્તમ રહસ્યવાળા છત્રીશ અદ્દભુત ઉપનિષદને સમૂહ છે, તેમનાં નામ આપવા પૂર્વક હું તેનું કીર્તન કરૂં છું–
આદર્શની જેમ દર્શનના ભેદને દેખાડનાર તથા ભાવનાએને ભેદ કરનાર શ્રીઉત્તરારયક નામના ઉપનિષને અતિ આનંદના તરગેથી જેનું અંગ ઉછળે છે એ હું વંદના કરું છું. ૧. ગુરૂ વિગેરેના તત્ત્વરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરનારા જાણે પાંચ મેરૂ હોય તેમ જેમાં પાંચ મેટા અધ્યાયે રહેલા છે, તેવા પંચાધ્યાય નામના ઉપનિષદ્દનું કોણ ધ્યાન ન કરી ૨. શ્રી કેવળજ્ઞાનીઓનું ચરિત્ર કહેવાથી શ્રોતાજની સભાને પવિત્ર કરનાર તથા શ્રી આબુ અને શ્રી શત્રુંજ્ય તીર્થના ગરવને વિસ્તાર કરનાર બહુત્રચ નામના ઉપનિષદુની અમે ઉપાસના કરીએ છીએ. ૩. વિજ્ઞાનઘનાણું નામ
૧ આવરણ રહિત અથ કેવળ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૫
નું ઉપનિષદ્દ કે જે સિદ્ધોનું માહાભ્ય વર્ણન કરવામાં મોટા સમુદ્રરૂપ છે, મંત્રના રહસ્યના મોટા વિધિને પ્રગટ કરવામાં નિધાનરૂપ છે અને શ્રાવકાદિકને વિષે મેટાપણું અને નાનાપણારૂપ તત્વને બેધ કરનાર છે, તે તમારા જ્ઞાનને માટે થાઓ. ૪. કેવળજ્ઞાને કરીને સૂર્ય સમાન જે ઉપનિષદુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી શ્રી તીર્થકરના વચન (આગમ) ને પ્રકાશિત કરે છે, તથા જે શ્રેષ્ઠ દ્રવ્યસ્તવનું અત્યંત પિોષણ કરે છે, તે શ્રી વિજ્ઞાનેશ્વરતારણિ નામનું ઉપનિષદ્ ભવ્યા પ્રાણીઓને ચિરકાળ સુખ આપે. ૫. મથન કરેલા આમ્નાયરૂપી ક્ષીરસાગરના અમૃત રસ જેવું શ્રી વિજ્ઞાન ગુણાર્ણવ નામનું ઉપનિષદ સત્પરૂષને જ્ઞાનરૂપી ગુણ આપનાર થાઓ. ૬. નવતત્ત્વરૂપી મણિઓના નિધાન રૂપ નવતત્વ નિદાન નિર્ણય નામનું ઉપનિષદૂ તેને અભ્યાસ કરનાર જનેને સ્વર્ગના સુખને લાભ આપનાર થાઓ. ૭. તળાવના જળમાં નક્ષત્રના સમૂહની જેમ જે હમેશાં પિતામાં નાના પ્રકારની વસ્તુઓના સમગ્ર રવરૂપને સાક્ષાત્ પ્રતિબિંબ રૂપ ધારણ કરે છે, તે શ્રી તત્ત્વાર્થનિધિરત્નાકર નામનું ઉપનિષ તેને નિરંતર અભ્યાસ કરનાર ભવ્ય જનેને તત્વજ્ઞાન આપનાર થાઓ. ૮. વિશુદ્ધાર્થાત્મગુણગભીર નામનું નવમું ઉપનિષ છે. તેને આદર કરનારાના આત્માની વિશુદ્ધિ થાય છે તથા તેને ગંભીર ગુણ પણ પ્રાપ્ત થાય છે. ૯. શ્રી જિનેશ્વરના ધમરૂપી ઉત્તમ સુવર્ણના ગુણોને નિર્ણય કરવામાં અદ્વિતીય કટી સમાન શ્રી અદ્ધર્માગમનિર્ણય નામનું ઉપનિષદ્ જય પામે. ૧૦. અનેકાંત વચન (સ્યાદ્વાદ)ને પ્રતિપાદન કરનાર ઉત્સર્ગાપવા
દય નામનું ઉપનિષદ્દસપુરૂષને નેત્રની જેમ ઉત્સર્ગ અને અપવાદવડે સત્ય માર્ગ દેખાડનાર થાઓ. ૧૧. અસ્તિનાસ્તિવિક નિગમનિર્ણય નામનું ઉપનિષદ વસ્તુતત્વના વિવેકવાળે
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૬
નિર્ણય બતાવનાર થાઓ. ૧૨. જેમાં વેદાંત વિગેરે તેના સ્વરૂપને નિર્ણય કરેલ છે, એવું દર્શનિજનમને નયનાહાદ નામનું ઉપનિષદુ ભવ્યજને ઉપર પ્રસન્ન થાઓ. ૧૩. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપત્રણ રત્નના કારણભૂત શ્રી રત્નવય નિદાનનિર્ણય નામના ઉપનિષદને જેઓ પિતાના ચિત્તમાં સ્થાપન કરે છે, તેઓ પોતાના આત્માને મુક્તિમાં સ્થાપન કરે છે. ૧૪. અનેક આગમના સંકેતરૂપી રાજાઓને કીડા કરવાના સ્થાનરૂપ શ્રી સિદ્ધાગમસંકેતસૂચક નામનું ઉપનિષદ્ અત્યંત શોભી રહ્યું છે. ૧૫. હે સન્માનિષ્ઠ ભળે! ભવ્ય જનના ભયને નાશ કરનાર અને દુઃખસમૂહની વ્યથાનું ખંડન કરનાર આ અખંડશેભ નામના મેળમા ઉપનિષદ્દની તમે સેવા કરે. ૧૬. શ્રી રાગી જનનિર્વેદજનક નામનું ઉપનિષદુ લેકેને હિતકારક હેવાથી જનકપિતા)ની તુલ્ય છે, તથા તેને સંગ ગૃહસ્થાશ્રમીઓના રાગને હરણ કરનાર છે. ૧૭. જેમાં સ્ત્રીઓની મુક્તને સિદ્ધ કરનારી શુક્તિમાં મક્તાની જેવી ઉજવળ યુક્તિઓ દેખાડવામાં આવી છે, તે સ્ત્રીમુક્તિનિદાનનિર્ણય નામનું ઉપનિષદ્ જય પામે છે. ૧૮. કવિઓએ પુણ્યથી પામી શકાય તેવું કવિજનકલ્પમ નામનું ઉપનિષદ્ કવિજનના વાંછિતને આપનારું છે, અને તેમાં કલ્પવૃક્ષેની હકીકત આપેલી છે. ૧૯ સમગ્ર પ્રપંચ માર્ગને પ્રથમ કારણરૂપ પ્રપંચગતમાર્ગસમૂહ નામનું ઉપનિષદ્દ દિવસના પ્રારંભમાં સૂર્યની જેમ પ્રસરતા અંધકારથી (અજ્ઞાનથી) જેનાં નેત્રે અવરાયાં હોય તેવા મનુષ્યોને અલય ( ન જોઈશકાય તેવું ) છે. ૨૦. જેનાવડે શુદ્ધ બુદ્ધિવાળા જનોના ઈષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે તેવું શ્રી શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ નામનું ઉપનિષદ્ અતિ શ્રેષ્ઠ છે. ૨૦. સાત નયરૂપી સાત વાળા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૭
વડે દેદીપ્યમાન સપ્તનયનિદાન નામનુ ઉપનિષદ્ અગ્નિની જેમ અતુલ અંધકારના સમૂહનો નાશ કરે છે. રર. આત્મારૂપી સુવર્ણ અને કર્મરૂપી મૃત્તિકાના વિશ્લેષ કરનાર બધમોક્ષભ્રમાપગમ નામનુ ઉપનિષદ્ છે. ૨૩. જેમ રસપીના રસથી મનુષ્યાને સાક્ષાત સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ ષ્ટિકમનીયસિદ્ધિ નામના ઉપનિષથી શુદ્ધ બુદ્ધિવાળા પ્રાણીએની સિદ્ધિ (મુક્તિ) સિદ્ધ થાય છે. ૨૪. હું સક જના (પિતા) ! પરભવના સુખરૂપી કરિયાણાનું સાઢુ કરનાર અને વિકાર રહિત શ્રી બ્રહ્મકમનીયસિદ્ધિ નામનું ઉપનિષદ્ તમે કર્ણમાં સ્થાપન કરો. ૨૫. સમગ્ર અશુભ કર્મના માર્ગના નિષેધ કરનાર અને દુર્વાદીરૂપી દાવાનળને જળની જેમ શમન કરનાર શ્રી નૈષ્કમ કમનીય નામનુ ઉપનિષદ્ મનુષ્યાએ હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. ર૬. ચતુ ચિંતામણિ નામનુ ઉપનિષદ્ મનુષ્યાને ચિ ંતિત પદાર્થ આપવાથી ચિંતામણિ રત્ન જેવુ છે, તથા પેાતાનું ધ્યાન કરનાર મનુષ્યાના પાપનો નાશ કરી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર વર્ગ સિદ્ધ કરે છે. ર૭. વૃક્ષની જેમ ઇષ્ટ ફળને આપનાર ઇદલદ નામનુ ઉપનિષદ્ મતિજ્ઞાનાદિક પાંચ જ્ઞાનના સ્વરૂપના રહસ્યને જણાવનાર છે, તથા તેને વિષે અનેક પ્રકારના પ્રકાશ કરનાર અને અધકારના નાશ કરનાર પાંચ પ્રકારના જ્યાતિષીના ઉદય થાય છે, એટલે કે તેમની હકીકત તેમાં આપેલી છે. ૨૮. મિથ્યા દર્શનરૂપી રાક્ષસેાનો નાશ કરવામાં સુદર્શન ચક્રની જેવું સુદર્શન નામનુ આગણત્રીશમુ ઉપનિષદ્ કાના જાણવામાં નથી ? ર૯. જેમાં શાસ્ત્રકારે પાંચ પ્રકારના આચાર વર્ણવ્યા છે, અને જેમાં કષાયેાના સમૂહુના તિરસ્કાર દેખાડયા છે, તે ત્રીશમુ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા.
૧
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૮
નિગમવેદાંતનામનુ ઉપનિષદ જય પામે છે. ૩૦. નિગમ અને આગમના વાક્યોનું વિવરણુ કરનાર અને સુંદર વિચારને અતાવનાર વાકયવ્રુ’દ નામના ઉપનિષને હુ શરણુરૂપ કરૂ . ૩૧. વ્યવહારસાધ્યાપવર્ગ નામનું ઉપનિષદ્ લોકોના દુ:ખને હરણ કરે તેવું છે કે જેના વ્યવહારરૂપી દીપકને ગ્રહણ કરીને જૈન ધર્મરૂપી મહેલમાં પ્રકાશ કરે છે. ૩૨. પેાતામાં મેાક્ષના સાક્ષાત્કાર કરનાર અદ્વિતીય નિશ્ચય રહે છે, એમ જાણે કહેતુ હોય એવું શ્રીનિશ્ચયેક સાધ્યા પત્ર નામનુ ઉપનિષદ્ ય પામે છે. ૩૩. તપવિશેષરૂપી જળવડે જીવરૂપી વસને હું ધઉં છું–શુદ્ધ કરૂ છું એમ જાણે કહેતુ હાય એવું પ્રાયશ્ચિત્તકસાધ્યાપગ નામનુ ઉપનિષદ્ જય પામે છે. ૩૪. ભવ્ય પ્રાણીઓને ધર્મના બીજરૂપ સકિવડે મૈન્નતે દેખાડનાર શ્રીદરનેકસાધ્યા પગ નામના ઉપનિષને મારા નમસ્કાર હા. ૩૫. જેનાથી અમે સ્વર્ગ અને અપવર્ગ ( મેક્ષ ) રૂપી અતુલ ફળે મેળવીએ છીએ તે શ્રીવિતાવિરતસ માનદેવતરૂ નામના ઉપનિષદ્ની અમે સ્તુતિ કરીએ છીએ૩૬. ૐ પંચાયણે આદરપૂર્વક માર વ્રતા તથા ઘણુા નિયમેા ગ્રહગુ કય હતા; કારણકે જેને એકપણ નિયમ હોય તે પુરૂષ ધન્ય કહેવાય છે. શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે હમેશાં શ્રાવકના શુદ્ધ આચાર સંબંધી નવું શાસ્ત્ર અથવા રિહંતનુ નવું સ્તત્ર ભણતા હતા. તે વિષે કહ્યુ છે કે-“ એક Àાક, અર્ધ શ્ર્લાક અથવા પા ક્ષ્ાક પણ હમેશાં નવા ભણવા; કારણ કે મનુષ્યે દાન, અભ્યાસ અને ક્રિયા કરવાથી પ્રત્યેક દિવસને સફળ કરવા જોઇએ.” તે હમેશાં સાવદ્ય કર્મના ત્યાગ કરી બે વાર પ્રતિક્રમણ કરતા હતા, તેનુ ઘર
* આ ૩૬ ઉપનિષદોની હકીકત માત્ર ધ્યાનમાં રહેવા વાસ્તે લખી છે, પરંતુ તે પ્રતીતિ લાચક્ર જણાતી નથી.
Page #241
--------------------------------------------------------------------------
________________
વારંવાર પુંજાવાથી રજ રહિત થતુ હતુ. તે પ્રમાદના ત્યાગ કરી અષ્ટમી અને ચતુર્દશીને દિવસે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરી વૈષધ વ્રત ગ્રહણુ કરતા હતા. તે જાણે કે પેાતાની પૂજાને ઇચ્છતા હોય તેમ હમેશાં અડુંકાર રહિત થઇને પુષ્પના સમૂહવડે અને કપૂર ( રાસ ) વિગેરે ઉપકરાવš જિનબિંબની પૂજા કરતા હતા. શ્રાવકના સમૂહમાં મુગટ સમાન તે પંચાયળુ શુદ્ધ વ્યાપારવડે ધન ઉપાર્જન કરી તેને સાત ક્ષેત્રમાં વાવી ધર્મને મેળવતા હતા. સ્વદારા સતાષ વ્રતને પાળવામાં તત્પર એવા તે હમેશાં પ્રાતઃકાળે ઉડીને એ Àાકડે આધિબીજની યાચના કરતા હતા. તે એ શ્લાકના અર્થ આ પ્રમાણે છે-“ હું વીતરાગ ! મહિરાજ શ્રેષ્ઠીના પુત્ર હું. પંચાયણુ એટલુંજ ઇચ્છુંછું કે આ ભવમાં નિરતર હું જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન કરવામાં આસક્ત થાઉં, હું સ્વામિન્! જગતના જનાની આશાને પૂર્ણ કરનારા તમે જો સેવકને વાંચ્છિત અર્થ આપતા હો તે હું વારવાર માગુ છું કે મને પરભવમાં જ્ઞાનાદિ ત્રણ રત્નની સેવાજ આપજો. ”
તે પચાયણે શ્રી શત્રુંજય ગિરિરાજ વિગેરેની યાત્રા કરીને તેના પિતાએ મેળવેલુ સંઘપતિનુ સ્થાન ઉજ્વળ કર્યું હતું. આબુજીના ચૈત્યને વિષે તેણે અનેક નાની ધ્વજાએ તથા તેારણુ સહિત એક મોટા ધ્વજ સ્થાપન કર્યા હતા. સાધમિક જનેાના અત્યંત ગુણવાનપણાને લીધે તે તેમનુ કુટુંબથી પણ વધારે વાત્સલ્ય કરતા હતા. નિરંતર ધર્માંક્રયા કરવામાં સજ્જ થયેલા સજ્જનાના તે હમેશાં ભેાજનાદિકની ઉત્તમ સામગ્રીવડે સત્કાર કરતા હતા. તેમાં ભિન્ન ભિન્ન દેશેામાં ઉત્પન્ન થયેલા દ્રાક્ષાપાક, ઇક્ષુપાક, કુષ્માંડપાક, ટાપરાપાક, રસવાળી સુખડી, સમગ્ર જાતિનાં, છએ ઋતુમાં ઉત્પન્ન થયેલાં, સ્વાદિષ્ટ અને કામળ કેળાં, કેરીએ, એલાયચી અને કપૂરથી સુવાસિત કરેલા અને લેાકાને આનદ
Page #242
--------------------------------------------------------------------------
________________
આપનારા અનેક પ્રકારના સિંહ કેસરીયા વિગેરે મોદકે, સારી રીતે સંસ્કાર કરેલાં પક્વાન્ન, બીજાં પણ વિવિધ પ્રકારનાં અન્ન, નાથી પીવાય તેવું સુગંધી ધી, વિવિધ પ્રકારનાં મસાલા વિગેરેથી વઘારેલાં શાકો, નવા ભાત અને દહીંથી બનાવેલા, કપૂરથી વાસિત કરેલા અને તાપના સમૂહને નાશ કરનારા મનહર અનેક જાતના કરબાઓ, એલાયચી અને કપૂરવડે સુધી કરેલા અનેક પ્રકારનાં શીતળ જળે, સોપારીનાં ચૂર્ણ અને સુગંધી પાનનાં બીડાએ વિગેરે સમગ્ર સામગ્રીવડે તે સજીનેને સત્કાર કરતે હતે. આ રીતે તેઓને ભક્તિથી ભેજન કરાવી પછી પિતાની શક્તિ પ્રમાણે વિવિધ દેશોમાં ઉત્પન્ન થયેલાં અને ચંદ્રના કિરણે જેવાં ઉજવળ વાવડે તેમને પહેરામણ પહેરાવતે હતે. પિતાને ઘેર આવેલા પરદેશી શ્રેષ્ઠ શ્રાવકેની પણ પરીક્ષા કરીને તેમને ભેજનાદિકના સત્કાર પૂર્વક પહેરામણી પહેરાવતે હતું. તેનું અતુલ સાધમિકવાત્સલ્ય જોઈને કો બુદ્ધિમાન માણસ કર્મના ક્ષયે પશમને લીધે સમક્તિને પ્રાપ્ત કરે નહોત?
તે પંચાયણને ગુણરત્નના સમુદ્રરૂપ દેવચંદ વસ્તુપાળ અને સહજપાળ નામે ત્રણ પુત્ર હતા. ધર્મક્રિયામાં કુશળ શ્રીચંદ્ર નામે ભત્રીજો હતો, અને ધર્મિષ્ટ એ વિજયસિંહ નામને પત્ર હતું. આ સર્વ પિતાના કુટુંબને તે પંચાયણ તેમના અને ત્યંત હિતેચ્છુપણાથી હમેશાં શ્રેષ્ઠ ધર્મકાર્યમાં પ્રવર્તાવતે હતે. તે જિનેશ્વરની આજ્ઞાનું અત્યંત પાલન કરતું હતું, તેનું શીળ નિર્મળ હતું, અને તેનું હૃદય આગમના વચનેથી સુવાસિત હતું. સાધમિક ની ભક્તિ કરવામાં રસિક આત્માવાળા તેણે ન્યાયપૂર્વક વ્યાપારમાં ઉપાર્જન કરેલું ધન સફળ કર્યું હતું. લેકમાં મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા વ્રતને ધારણ કરનારાઓમાં તે અદ્ધિ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૧
તીય પુરૂષ હતા, તે પોતાના દ્રવ્યને સફળ કરતા હતા તેથી મહાત્માઓને પણ તે પ્રશંસા કરવા લાયક હતા.
ઉપરની હકીકત જાણીને હું ઉત્તમ શ્રાવકે ! ઉત્કૃષ્ટ સ ́પત્તિરૂપી ક્ષીરસાગરના ઉડ્વાસ કરવામાં ચંદ્ર જેવા સ્વામીવાત્સલ્ય કરવામાં તમે પ્રવર્તો. શ્રેષ્ઠીઓમાં મુગટરૂપ અને સાભાગ્યની સંપત્તિના નિધાનરૂપ પંચાયણે દેશવિરત વ્રતનું પાલન કરવા પૂર્વક સ્વામીવાત્સલ્યમાં તન્મય થઈને જેવા યત્ન કર્યો હતું તેવા ચહ્ન તમે પણ કરશે.
ઇતિ શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણુિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈદ્રહસ ગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકામાં ત્રીજી શાખાને વિષે સાધર્મિક વાત્સલ્યના વિષય ઉપર દ્વેશતીઓમાં મુગટ સમાન શ્રીપંચાયણના વર્ણનવાળા ખાવીશમા પલ્લવ સમાપ્ત થયા.
પલ્લવ ૨૩ મે.
· હૈ દયાના સાગર સ્વામી! તમે નિરંતર સમગ્ર વિશ્વનું રક્ષણ કરો છે, તે હું નાથ! તમે મારૂં રક્ષણ કેમ કરતા નથી? હે ભગવાન! હું પણુ આપના સેવક રક્ષણ કરવા લાયક છું” એમ જાણે કહેતા હાય એવા સર્પ જે ભગવાનના પાદપીઠને ભજે છે, તે પાશ્વ નામના યક્ષે આશ્રય કરેલા શ્રી પાર્શ્વનાથ સ્વામી તમને મેાક્ષને આપનારા થાઓ.
સાધર્મિક વાત્સલ્યનું સ્વરૂપ કહ્યા પછી હવે ત્રેવીશમુ વ્યવહારશૃદ્ધિ નામનું દ્વાર કહે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
દ
ર૩ર
ववहारस्य सुद्धीति "
વળી વ્યવહારની શુદ્ધિ એટલે પાતે દ્રવ્ય અથવા કરિયાણું આપવાના જે કાળ કહ્યા હાય તે કાળ ઉલ્લંઘન કર્યા વિના તે દ્રન્યાદિક તેને આપવું, તે શ્રાવકનુ મુખ્ય કૃત્ય છે. આને વિસ્તારથી અર્થ આ પ્રમાણે છે.-
હું શ્રાવકા ! તમે વ્યવહારની શુદ્ધિથી ધન ઉપાર્જન કરે. ઘી, ગોળ વિગેરે પદાથાની શુદ્ધિથી મેાદકની જેમ વ્યવહાર શુદ્ધિથી ધન શુદ્ધ થાય છે, ધનની શુદ્ધિથી ધમ પણ શુદ્ધ થાય છે. શુદ્ધ વ્યવહારરૂપી અખ્તરથી વીંટાયેલા શ્રાવકને વિરૂદ્ધ વનાના સમૂહરૂપી ખાણાનેા વિસ્તાર શું કરી શકે ? કાંઇ જ નહિ. કહ્યું છે કે–વ્યવહારની શુદ્ધિ જ ધર્મનું મૂળ છે એમ સર્વજ્ઞ કહ્યું છે, કારણ કે વ્યવહારની શુદ્ધિથી ધનની શુદ્ધિ થાય છે, ધનની શુદ્ધિથી આહાર શુદ્ધિ થાય છે, આહારની શુદ્ધિથી શરીર શુદ્ધિ થાય છે, અને શરીર શુદ્ધ થવાથી તે ધર્મને ચેાગ્ય થાય છે. તેથી તે જે જે કાર્ય કરે છે તે તે કાર્ય તેનાં સિદ્ધ થાય છે, અન્યથા જે કાર્ય તે કરે છે તે નિષ્ફળ થાય છે. કારણ કે વ્યવહારની શુદ્ધિ વિના તે ધર્મની નિંદા કરાવનાર થાય છે. ધર્મની હીલના કરાવવાથી પેાતાને અને પરને બીલકુલ એધિ પ્રાપ્ત થતી નથી એમ આગમમાં કહ્યું છે. ” હું શ્રાવકે ! જો તમે જૈનધર્મી હા તેા જેનાથી ધનની વૃદ્ધિ થાય છે અને જેનાથી જગતમાં યશ પ્રસરે છે તેવા શુદ્ધ વ્યવહારનું રક્ષણ કરા. આ વ્યવહાર પાળવામાં શુભાચત્તવાળા મુગલનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— મુગલની કથા.
ܕܕ
ખુરાસાણુ નામના મેટા દેશમાં મ્લેચ્છના તુચ્છ કુળમાં ઉત્પન્ન થયેલા મુગલ નામના મુસલમાન રહેતા હતા.તે દીના દકને દાન આપતા હતા, તેથી તે ધનેશ્વરની ખ્યાતિને પામ્યા હતા,
Page #245
--------------------------------------------------------------------------
________________
અનર્ગળ ધનરૂપી જળતરંગને તે સાગર હતું, તેને યશ ચંદ્રની જે ઉજવળ હતું, તે દાનગુણવડે નગરજનોનું રંજન કરતું હતું, તે બુદ્ધિમાન શુદ્ધ વ્યવહારવડે અનેક પ્રકારના કરીયાણને કાવિય કરતે હતા, તેથી તેનું ધન તરફથી વૃદ્ધિ પામતું હતું. “ કૃષ્ણચિત્રકની લતા જેવી વ્યવહારશુદ્ધિ કયા કુશળ પુરૂષની સંપત્તિને ન વધારે ? ”
એકદા દૂર દેશને રહેવાશી કઈ વેપારી અગણિત કરીય ણાઓ લઈને ત્યાં આવે, તે પિતાના દેશ તરફ પાછા જવાની ઉતાવળવાળો હતો. તેની પાસે કમલિનીના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવા ઉજવળ લાખો મતીઓ હતા, તે તેણે વેચવા માટે મુગલને આપ્યા. પછી તે પરદેશી વેપારી તરતજ પિતાના દેશ તરફ જવાની ઉતાવળ હોવાથી મુગલને ઘેર ગયે, મુગલે તેની કહેલી કિંમત પ્રમાણે તેનું મૂલ્ય તરતજ આપી દીધું. પછી મુગલે જ્યારે પિતાને હીસાબ તૈયાર કર્યો, ત્યારે પિતાની પાસે તેના ત્રણ મોતી વધારે રહી ગયાનું જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “આ ત્રણે મોતી મેં તેની પાસેથી જેટલા મોતી ખરીદ્યા તેની ગણતરીમાં આવ્યાં નથી. મારે ઘેર લાખગમે દ્રવ્ય છે, પરંતુ તેમાં વ્યવડાર માગને લેપ કરે એવું કેઈનું કિંચિત્ પણ દ્રવ્ય મેં નાંખ્યું નથી, તેથી મારે આ ત્રણ મેતી રાખવા
ગ્ય નથી.” એમ વિચારી તે બુદ્ધિમાને તે પરદેશીની શોધ કરી, પરંતુ તે તે ત્યાંથી નીકળી ગયા હતા તેથી તેણે તે ખેતી એક લૂગડાની ગ્રંથીએ બાંધી રાખ્યા. તેણે વિચાર્યું કે આ મતી મારી માલકીની બહારનાં છે, તેથી મારા ધનની અંદર તે નાખવા યોગ્ય નથી. કારણકે કુવ્યવહારથી પ્રાપ્ત થયેલું દ્રશ્ય વિષમિશ્રિત ક્ષીરાનની જેમ શુધ્ધ સમૃદ્ધિને પણ નાશ કરે છે. માટે જે આને મારા દ્રવ્યમાં ભેળવું તે આના સંબંધથી મારું
Page #246
--------------------------------------------------------------------------
________________
"
મૂળ ધન પણ નાશ પામે. ” એમ વિચારીને તેણે તે ગ્રંથી ઘરના ઉપરના ભાગમાં જુદી રાખી મૂકી. આ પ્રમાણેના શુધ્ધ વ્યવહારને લીધે તે દેવની જેવા પાંચ ઇન્દ્રિયાના વિષયભાગને ભાગવા નિરંતર આન ંદસમુદ્રમાં મગ્ન રહેતા હતા.
એકદા તે મુગલના ઘરમાં અખતરવાળા અને ભાલા તથા ખાર્દિક શઓને ધારણ કરનારા ચારેની ધાડ પડી, અને જેમ અધર્મ કાર્મણુખ ધનવડે જીવને ખાંધે તેમ ઉગ્ર સ્વભાવવાળા તે ધાડના સુભટોએ તે મુગલને પાશવડે બાંધી લીધેા. પછી કેટલાકે તેના અવેા, ગાયા અને ભેશે। ગ્રહણ કરી, કેટલાકે રેશમી વિગેરે કિંમતી વસ્રોને સમૂહ લીધે અને કેટલાકે કુઠારવડે વચલા ઓરડાના કમાડ ભાંગી નાંખી તેમાંથી સુવર્ણ અને રત્ના વગેરે ઘરનું સારદ્રવ્ય લીધું. તે વખતે કાઈ ઉગ્ર સુભટ પેાતાના ભાલાને ઉછાળતા હતા, તેમાં પેલી લુગડાથી બાંધેલી મેાતીની ગ્રંથી ભરાણી ને છેદાણી, એટલે તેમાંથી ત્રણે મેતી નીકળીને નીચ પડયાં, તે ચાકના પથરની સાંધમાં ભરાઇ ગયાં, તેને તે સુભટ ભાલાની અણીથી કાઢવા લાગ્યા, પરંતુ તે નીકળ્યાં નહીં, અને વધારું વધારે નીચે પેસવા લાગ્યાં. તે મેાતીએ નીચે જવાના મિષથી જાણે પૃથ્વીમાં દાટેલા રત્નાદિકના નિધાનને દેખાડવા માટે અગ્રેસર થતા હોય એમ દેખાતુ હતુ. તે જોઇ દૃઢ અ’ધનથી આંધેલા છતાં પણ મુગલ હસવા લાગ્યા. તેને હસતા જોઇ સુભટાએ તેને હસવાનુ કારણ પૂછ્યું અને કહ્યું કે લુંટારાઓ
તારૂ ધન લુંટે છે, અને તને દૃઢ બંધનથી બાંધ્યા છે, છતાં હું ધીર ! તુ કેમ રાતા નથી અને ઉલટા હસે છે ? અમને તે આથી માટું આશ્ચર્ય લાગે છે.” ત્યારે તે મુગલ બેલ્યા કે–“હે સુભટા ! મારા હસવાનું કારણ સાંભળે. મેં મારી માલેકી વિનાના આ ત્રણ મેાતી માત્ર મારા ઘરમાં રાખ્યાં, તેથી મારૂં સર્વ ખાહ્ય ધન તેા ગયું, અને અંદર રહેલુ ધન પણ આ દેખાડે છે, તેથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૫
હું હસુ છુ, કે જેઓ નિર'તર અન્યાયથી ઉપાર્જન કરેલું ધન ભાગવતા હશે તેને તેનું કેવું ફળ મળશે ? ”
આ પ્રમાણે સાંભળીને ધાડના મુખ્ય સુલટે ખીજા સર્વ સુભટાને ખેલાવી તેનું સર્વે ધન પાછું આપ્યું અને તેને અધનથી મુક્ત કર્યો. પછી “ અહા ! આ મુગલની વ્યવહારશુદ્ધિ અસાધારણ છે. ” એપ્રમાણે તેની પ્રશંસા કરતા અને તેના વ્યવહારની શુદ્ધિ જોઇને રંજીત થયેલા તે સુભટો હર્ષથી પેાતાની નિંદા કરતા કરતા પેાતાને સ્થાને ગયા. વ્યવહારની શુદ્ધિને લીધે લુટારાએ પણ તેને લુંટયા નહીં.' એમ સાંભળી પરદેશી લેાકેા ખુરાસાણના રહેવાથી સમગ્ર જનાની શ્લાઘા કરવા લાગ્યા. મ્લેચ્છ છતાં અને નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં તે મુગલ વ્યવહારની વિશુધિરૂપી ચંદ્રપ્રભાવડે વિકવર થયા.
હે શ્રાવકા ! આ પ્રમાણે ધનક્ષયના દુઃખને નહીં પામેલા આ મુગલની વ્યવહાર શુધ્ધિ સાંભળીને તમે પણ સમૃધ્ધિને વૃદ્ધિ પમાડનારી વ્યવહારશુધ્ધિના આદર કરી.
ઇતિ શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય વાચકે શ્રીઇદ્રહ સગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં વ્યવહારશુદ્ધિના વિષય ઉપર ખુરાસાવાસી મુગલના વર્ણન નામના ત્રેવીશમા પલ્લવ સમાપ્ત થયે.
:0:MATIANST
પલ્લવ ૨૪ મા.
નિરંતર ય પામેલા અને સમગ્ર અંધકારના સમૂહ રહિત એવા શ્રીમહાવીર રૂપી સૂર્યને જોવાથી તત્કાળ મિથ્યાત્વીએ દૃષ્ટિના પ્રકાશ રહિત ઘુવડ જેવા થઈ જાય છે, અને ભવ્ય પ્રાણીએ શીધ્રપણે દૃષ્ટિના વિકસ્વરપણાને પામે છે. વ્યવહારશુધ્ધિનું સ્વરૂપ કહ્યા પછી હવે રથયાત્રા નામનું ચાવીશત્રુ દ્વાર કહે છે,
Page #248
--------------------------------------------------------------------------
________________
ગતિ રથયાત્રા એટલે જિદ્રની પ્રતિમાને રથમાં સ્થાપન કરી વાજિત્રાદિક પૂર્વક તે રથ શ્રાવકના ઘરે ઘરે ફેરવે તે શ્રાવકેનું કૃત્ય છે. '
વિસ્તરાર્થ-શ્રેષ્ઠ શ્રાવકેએ હર્ષથી આ રથયાત્રા કરવા ગ્ય છે, કારણ કે તેને જોઈ અનેક ભવ્ય પ્રાણીઓ તેની પ્રશંસા કરે છે, અને પુણ્યના ભાજન થાય છે, શ્રાવકે એ શ્રધ્ધાથી જે ધન રથયાત્રામાં વાપર્યું હોય તે ધન તેમના પુણ્યનું પિષણ અને પાપનું શોષણ કરનાર થાય છે. જ્યાં શ્રાવકેવડે વારંવાર રથયાત્રા કરવામાં આવે છે, તે દેશ, ગામ, તે નગર અને તે સમય દશન કરવા લાયક (મનેહરો છે. ઉજજયિની નગરીના સંઘની જેમ ઉત્તમ શ્રાવકે એ ન્યાયથી ઉપાર્જન કરેલ વિત્તવડે વારંવાર રથયાત્રા કરવી જોઈએ.
ઉજજયિનીના સંઘની રથયાત્રાની કથા. લક્ષ્મીને નિવાસ કરવાના સ્થાન રૂપ અને દુભિક્ષ રૂપી રાક્ષસને ત્રાસ પમાડવામાં વાસુદેવ સમાન માલવ નામને દેશ છે. તેમાં સર્વ નગરીને વિષે શ્રેષ્ઠ એવી ઉજજયિની નામે નગરી છે. તે આકાશ સુધી પહોંચેલા મહેલમાં નિવાસ કરતા ઇંદ્રની જેવા ઈલ્યનેએ કરીને મને હર છે, તેમાં રહેલા શ્રાવકે હમેશાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના મેક્ષદાયક ધર્મના આરાધનમાં યત્ન કરે છે. ત્યાં અગણિત દ્રવ્યથી ભરપૂર અને ગુણના સમૂહથી જેનાં મન ભરાઈ ગયેલાં હતાં. એવા શ્રેષ્ઠ શ્રાવકેએ પુણ્ય ઉપાર્જન કરવા માટે એક રથ કરાબે હતું, તે રથ તેરણવડે સુશોભિત અને મનેહર ફરક્તી ધ્ધજાઓ વડે શોભતો હતે. તે રથને સુવર્ણની બળીવડે શોભતાં શીંગડાંઓથી સુંદર, શબ્દ કરતા ઘુઘરમાળથી શણગારેલા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૭
કંઠવાળા અને ચંદ્રની જેવા ૯ ત્રણવર્ણવાળા બે વૃષભે જે ડેલા હતા, તે રથ પર્વતની જે ઉંચા દેખાતું હતું. સુવર્ણનાં આભરણેની શ્રેણિવડે જેમનાં શરીર ભૂષિત હતાં એવી સ્ત્રીઓ જિદ્રના ગુણો ગાતી ગાતી તે રથની પાછળ ચાલતી હતી, તેની ચોતરફ શ્રાવક વર્ગ ચાલતું હતું, તેની પાછળ ચાલતા ગાયકજનો અરિહંતના ગુણ ગાતા હતા, આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પની તુલના કરતા હોવાથી દશ પૂર્વધર આર્ય સુહસ્તિ નામના આચાર્ય તે રથની સાથે હતા, તે રથની અંદર ઉત્તમ ચંદનના કાષ્ઠનું ત્રણ માળવાળું દેવાલય પધરાવેલું હતું, તે દેવાલય તરફ સુગંધી પંચવર્ણનાં પુષ્પોની માળાથી વિટેલું હતું, અને તેમાં મનહર પુતળીઓ
સ્થાને સ્થાને મૂકેલી હતી, તથા તે દેવાલયની અંદર સુવર્ણની જિનપ્રતિમા સ્થાપના કરી હતી, તે રથમાં બન્ને બાજુએ બેઠેલી કુમારિકાઓ ચામર વીંઝતી હતી, તે રથની આગળ વાજિત્રને અદ્વૈત નાદ થતો હો, તથા તેની આગળ નટનું, પેડક નૃત્ય કરતું હતું. આ રીતે તે મનહર મહેસવ દેવતાએને પણ ચમત્કાર કરે તે થઈ રહ્યા હતા. આ પ્રમાણેના મહત્સવ પૂર્વક તે રથ અનુક્રમે ચાલતે ચાલતે જેના ઘર પાસે જતે હતું, તે ઘરનો સ્વામી (શ્રાવક) સ્નાત્ર મહત્સવપૂર્વક શ્રીસંઘને ભેજન કરાવતા હતા. બીજે દિવસે પાછે ત્યાંથી રથ ચલાવવામાં આવતું હતું, તે વખતે માર્ગમાં રહેતા બીજે શ્રાવક ભક્તિથી ઉત્સવપૂર્વક પૂર્વ દિવસની જેમ રાખતા હતા. આ રીતે દરરોજ તે રથ નગરમાં ફરતો હતો, અને નવા નવા સ્નાત્ર ઉત્સ તથા શ્રાવકેની ભેજનાદિક ભક્તિના ઉત્સવ થતા હતા.
એકદા રથયાત્રાના મહોત્સવમાં આર્ય સુહસ્તિ મહારાજને જોઈ સંપતિ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે પિતાને પૂર્વભવ જાણે. એટલે તેણે વિમાનની જેવા પિતાના મહેલમાંથી
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૮
નીચે ઉતરી ગુરૂમહારાજને નમસ્કાર કર્યો, પછી પૂછયું કેમહારાજ! આપ મને ઓળખે છે?” ત્યારે ગુરૂ બોલ્યા કે “હે રાજન ! સૂર્યની જેમ જગતને પ્રત્યક્ષ થયેલા તમને રાજાને) કેણ ન ઓળખે?” રાજાએ કહ્યું કે-“હે શ્રુતજ્ઞાની ! આ ચાલતી ઓળખાણને હું પૂછતે નથી, પરંતુ હું બીજું કાંઈકે પૂછું છું તે કહો.” તે સાંભળી મુનીશ્વરે ઉપયોગ આપીને કહ્યું કે-બહે રાજન ! પૂર્વ ભવમાં તમે એક રંક ભિક્ષુક હતા, તે વખતે તમે એક જ દિવસ અવ્યક્ત સામાયિક પાળ્યું હતું, તેના પ્રભાવથી આ રાજ્યસંપત્તિને પામ્યા છે.” તે સાંભળીને આશ્ચર્ય પામેલા કૃતજ્ઞ રાજાએ કહ્યું કે-“હે ભગવાન ! આ રાજ્ય આપ ગ્રહણ કરી, હું આપની સેવા કરીશ-આપને સેવક થઈને રહીશ.” ગુરૂ બોલ્યા કે-“હે રાજા ! રાજ્ય અસાર અને નીરસ હેવાથી અમે તેને ઈચ્છતા નથી. પરંતુ જો તમે ત્રણ રહિત થવા ઈચ્છતા હે તે પુણ્યકાર્ય કરે.” તે સાંભળી રાજાએ ગુરૂનું વચન પ્રમાણ કર્યું.
પછી ગુરૂમહારાજ હંમેશાં તેને જિનાજ્ઞામૂળ સદ્ધર્મને ઉપદેશ આપવા લાગ્યા, તેનાથી તે રાજા તત્ત્વજ્ઞાની થે. પ્રમાદ રહિત એવા તે રાજાએ સમગ્ર પૃથ્વીને જિનબિંબેવડે સુશોભિત કરી. “હમેશાં એક ચૈત્ય પૂર્ણ થયાના ખબર સાંભળ્યા પછી જ હું દંતધાવન કરીશ” એવો તેણે નિશ્ચય કર્યો હતે, તેથી તેણે હર્ષથી એકી વખતે ઘણાં ચૈત્યને આરંભ કરાવ્યું હતે. તે તેજસ્વી રાજાએ એક દિવસમાં એક, બે, ત્રણ નવાં ચૈત્યે પર્ણ થયાની વધામણી સાંભળ્યા પછી દંતધાવન કરીને પિતાને નિયમ પૂર્ણ કર્યો હતો. આ પ્રમાણે તેણે પચીશ હજાર નવાં ચે કરાવ્યાં હતાં અને છત્રીસ હજાર જીર્ણોધાર કરાવ્યાં હતાં. તે કુણુલ રાજાના પુત્ર સંપ્રતિ રાજાએ ધાતુનાં
૧ દાતણ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨,
અને આરસનાં સવા સવા કરોડ જિનબિંબે નવાં ભરાવ્યાં હતાં. તે વિષે કહ્યું છે કે-“સંપ્રતિ રાજાએ પચીશ હજાર નવા શ્રેષ્ઠ પ્રાસાદે અને છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેમજ સવા કરોડ શિલામય અને સવા કરેડ પીતળમય જિનંદ્રાની પ્રતિમાઓ ભરાવી હતી. એ રીતે કુલ અઢી કરોડ પ્રતિમાઓને હું ભકિતથી નમસ્કાર કરું છું.”
બુદ્ધિમાન એવા તે સંપ્રતિ રાજાએ અનાર્ય દેશમાં સાધુ અને શ્રાવકના આચાર શીખવવા માટે પિતાના સેવક જનેને સાધુને વેષે મેકલ્યા હતા. તેઓ તે પ્રમાણે કરીને પાછા આવ્યા ત્યારે તે બુદ્ધિમાન રાજાએ પુણ્યના લાભને માટે સત્ય સાધુઓને તે દેશમાં મેકલ્યા. “જેમ હું યતિને વેષ ધારણ કરવાથી આવી ઉત્કૃષ્ટ લક્ષ્મીને પામ્યું છે, તેમ બીજા મનુષ્ય પણ ધર્મને સ્વીકાર કરી ઉત્કૃષ્ટ લક્ષમી પામે.” એવી ભાવના તે નિરંતર ભાવતે હતે. તે રાજાએ પોતાના દેશમાં સાતસો દાનશાળાઓ ઉઘાડી હતી, તેમાં ચારે દિશામાંથી આવેલા સર્વ કઈ જનેને મિષ્ટાન્ન ભોજન મળતું હતું. તે રાજા વખતો વખત પિતાની નગરીમાં વિશ્વને આશ્ચર્ય પમાડનારી રથયાત્રાઓ મેટા વિસ્તારપૂર્વક કરાવતે હતે. રથયાત્રામાં તત્પર રહેતા સંપ્રતિ રાજાને જોઈ શ્રીસંઘ પણ રથયાત્રાના ઉત્સવમાં વિશેષ પ્રવર્તતે હતે.
" હે ભવ્ય જ ! જેમ ઉજાયનીને શ્રીસંઘ આનંદ સહિત રથયાત્રા કરતું હતું તેમ તમે પણ તે કાર્યમાં ઉદ્યમવંત થાઓ.
ઈતિ શીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઈહંસગાણએ રચેલી શ્રીઉપદેશ ક૫વલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં રથયાત્રાના વિષય ઉપર ઉજજયિનીના શ્રીસંઘના વર્ણન નામને વીશ પદ્ધવ સમાપ્ત થયે.
Page #252
--------------------------------------------------------------------------
________________
રજ,
પલ્લવ ૨૫ મે, ભરતક્ષેત્રના સ્વામી ભરત ચક્રવર્તીએ છત્રીસ ઉપનિષદમાં જેમની કથા વિસ્તારથી કહેલી છે, એવા અતીત કાળના ચવીશ તીર્થકરેને તમે ભજે-સે.
રથયાત્રાનું દ્વાર કહ્યા પછી હવે તીર્થયાત્રા નામનું પમીશમું દ્વાર કહે છે –
વળી શ્રી શત્રુંજય, શ્રીઅર્બુદાચળ વિગેરે તેની યાત્રા કરવી તે પણ શ્રાવકેનું કૃત્ય છે. આ પૃથ્વી પર મેટા પુણ્યને ઉપાર્જન કરવાની ખાણરૂપ જે તીર્થો છે તેની વિવેકી જનોએ દર વર્ષે યાત્રા કરવી જોઈએ. શ્રી શત્રુંજય ગિરિરાજ, ગિરનાર ગિરીશ્વર, સમેતશિખર, આબુજી, આરાસણગિરિ, તારંગાઇ, જીરાપલ્લી પાશ્વનાથ તથા બરટક ગિરિ–આ અને એવાંજ બીજા પણ અનેક તીર્થ શ્રાવકોએ હર્ષથી વંદન કરવા યોગ્ય છે. તેમજ ચોવીશે તીર્થકરેની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવળજ્ઞાનની ભૂમિ અને નિર્વાણની ભૂમિઓ પણ સજનોને તીર્થપણે માનવા
ગ્ય છે. શાસ્ત્રોમાં કહેલાં જેટલાં તીર્થો પૃથ્વી પર છે તે સર્વે બુદ્ધિમાનોએ ધ્યાન કરવા યોગ્ય છે.
કહ્યું છે કે –“સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ, સર્વ પર્વતમાં ઉત્તમ પર્વત અને સર્વ ક્ષેત્રમાં ઉત્તમ ક્ષેત્ર શ્રીસદ્ધક્ષેત્ર છે, તે તમેને પવિત્ર કરે. નમસ્કાર મંત્ર, શત્રુંજય તીર્થ અને ગજેન્દ્ર પદનું જળ આ ત્રણે ગેલેક્સમાં અદ્વિતીય છે. શત્રુંજય ગિરિ ઉપર જિનેશ્વરનાં દર્શન કરવાથી મનુષ્યની તિર્યંચ અને નરક એ બે ગતિનો નાશ થાય છે અને ત્યાં જિનેશ્વરની પૂજા તથા સ્નાત્ર
૧ ઘણું કરીને કુંભારીઆજીના દેરાસરોવાળો અંબાજીને પહાડ તેજ આરાસણ કહેવાય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૧
કરવાથી હજાર સાગરેપમનાં પાપનો નાશ થાય છે. ” વળી કહ્યું છે કે –“જિનેશ્વરની દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને જન્મની ભૂમિએ વાંદવાયેગ્ય છે.” * “વિમલગિરિ ૧, મુક્તિનિલયર, શત્રુંજય ૩, સિદ્ધક્ષેત્ર ૪, પુંડરીકગિરિ પ, સિદ્ધશેખર ૬, સિદ્ધપર્વત ૭, સિદ્ધરાજ ૮, બાહુબલિ ૯, મરૂદેવ ૧૦, ભગીરથ ૧૧, સહસ્ત્રપત્ર ૧૫, રાતપત્ર ૧૩, અષ્ટોત્તરશતકુટ ૧૪, નગાધિરાજ ૧૫, સહસ્ત્રકમળ ૧૬, ઢક ૧૭, કોટિનિવાસ ૧૮, લેહિત્ય ૧૯, તાલધ્વજ ૨૦, અને કદંબ ર૧, આ રીતે જેનાં નામે દેવ, મનુષ્ય અને મુનિ
એ પાડેલાં છે તે શ્રીવિમળગિરિ તીથ જય પામે. ” આ વિમળાચળનાં એકવીશ નામનું જે ભક્તિમાન પુરૂષ દરજ પ્રાત:કાળે ધ્યાન કરે છે તે તીર્થયાત્રાનું ફળ પામે છે. શત્રુંજયાદિક તીર્થોને વિષે જેણે આ અવસર્પિણીમાં પ્રથમ ઉદ્ધાર કરાવ્યું છે તે ભરતચકીને મારે નમસ્કાર થાઓ. સૂર્યયશા ૧, મહાયશા ૨, અતિ બલ ૩, બલભદ્ર ૪, બલવીર્ય ૫, કીર્તિવીર્ય ૬, જલવીય ૭, અને દંડવીય ૮, એ આઠ પાટ કે જેઓ ત્રણખંડ ભારતના સ્વામીઓ થયા હતા, જેમને આત્મા તીર્થયાત્રા કરવાથી નિર્મળ થયો હતો અને જેઓ અરે. સાભવનમાં પિતાના શરીરને જોઈ શુભ ભાવના ભાવતાં વૈરાગ્ય પામી કેવળજ્ઞાનવડે અલંકૃત થઈ મોક્ષને પામ્યા હતા, તેમનાં ચરણકમળને અમે નમસ્કાર કરીએ છીએ. આ શત્રુંજય પર્વત પ્રાયે શાશ્વત છે, અને અતીત, વર્તમાન તથા ભાવી ચાવીશીમાં પણ તે તીર્થભૂમિ તરિકે વિખ્યાત છે. જયાં ભરતાદિકે અસંખ્ય ઉદ્ધાર કરાવ્યા છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળે ઉત્તમ તીર્થ છે. જગતમાં વર્તતા સર્વ તીથને નમવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેથી અનંતગુણું ફળ શ્રી શત્રુંજય તીર્થને નમવાથી પ્રાપ્ત થાય છે. જૈનતીર્થ સદા સેવવા લાયક છે,
Page #254
--------------------------------------------------------------------------
________________
ર૪ર
અને વિશેષે કરીને પૂજવા લાયક છે. જે ભાવથી તીર્થને નમસ્કાર કરે છે તે સદ્ગતિને પામે છે. સુકૃતના કાર્યમાં કાર્ટિ ધનના વ્યય કરનાર અને ચૈાદ રાજલેાકમાં જેની કીતિ પ્રસરી હતી તેવા ‘દેસલ’નામના મંત્રીએ શત્રુજયાદિક સાત તીથાની મેટા ઉત્સવપૂર્વક ચૌદ વાર યાત્રાએ કરી હતી. જે તીર્થે યુગાદીશ જિન તીર્થના પ્રભાવની વૃદ્ધિ કરવા માટે નવાણુ પૂર્વ વાર સમવસર્યાં હતા તે શ્રીવિમલાચળ પર્વત અમારૂં રક્ષણ કરો. આ ચાવીશીમાં શ્રીનેમિનાથ વિના મા ત્રેવીશ તીર્થંકરો જ્યાં સમવસર્યાં હતા તે શ્રી સિદ્ધક્ષેત્ર ભવ્યજીવાને વિંત્ર કરા. શત્રુંજયાદિક તીર્થની યાત્રા કરીને શ્રાવકોએ વસ્તુપાળ મંત્રીની જેમ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષનું ફળ ગ્રહણ કરવું જોઇએ. તે વસ્તુપાળ મંત્રીની કથા આ પ્રમાણે—
વસ્તુપાળની કથા,
વિરાટ દેશના મુગટની જેવુ ધવલક (ધોળકા) નામનુ નગર છે. તેમાં ચતુરંગ સૈન્યવાળા વીરધત્રલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં આસધર નામે શ્રેષ્ઠી રહેતા હતા. એકદા ગુરૂના મુખથી અમુક સ્ત્રીના સમધમાં તેણે સાંભળ્યુ કે “અમૃત જેવા નેત્રવાળી આ કન્યાની કુક્ષિમાં એ રત્નયુગલ દેખાય છે.” તે સાંભળી શ્રેષ્ઠી તે પદ્માવતી નામની કન્યાને પરણ્યા. તેને વિષે લૈંગિ અને માલદેવ નામના પ્રથમ પુત્ર થયા, અને ત્યારપછી વસ્તુપાળ તથા તેજપાળ નામના પુત્રો થયા. તેમનાથી તેમની માતા યથાર્થ રત્નકુક્ષિવાળી થઇ, અનુક્રમે તે બન્ને પુત્રા વૃદ્ધિ પામી યુવાવસ્થાને પામ્યા. અગણિત ગુણુના નિધાન અને જગતને આનદ આપનાર તે બન્ને અનુક્રમે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી અનુપમાદેવી અને લલિતાદેવીને પરણ્યા.
Page #255
--------------------------------------------------------------------------
________________
२४४
એકદા પિતાના ભાઈ લુણિગને તેના અંત સમયે વસ્તુપાળે નવકાર મંત્ર વિગેરે સંભળાવીને પૂછયું કે-“હે ભાઈ! તમારી જે ઈચ્છા હોય તે કહે.” તેણે કહ્યું-“હે ભાઈ! મારે એક જિનચૈત્ય કરાવવાને મને રથ હતું, પરંતુ ધનના રહિતપણને લીધે તે મને રથ સિદ્ધ થયે નથી.” ત્યારે વસ્તુપાળે કહ્યું કે-“હે બંધુ ! તમે તે વિષે ખેદ કરશો નહીં. તમારો મને રથ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે સાંભળી તે લુણિગ સમાધિમરણ પામી સ્વર્ગે ગયે. ત્યારપછી વસ્તુપાળ અને તેજપાળ વેપાર કરી સુખે કાળ નિગમન કરવા લાગ્યા
એકદા વરધવળ રાજાને રાત્રિને વિષે સ્વપ્નમાં આવીને લહમીદેવીએ કહ્યું કે-“આ વસ્તુપાળ નામના વણિકપુત્રથી તારું રાજ્ય અત્યંત વૃદ્ધિ પામશે.” ત્યારપછી પ્રાત:કાળ થતાં રાજાએ પોતાના સેવકે મેકલીને વસ્તુપાળને બોલાવી કહ્યું કે – “મારી રાજ્યમુદ્રાને તું ગ્રહણ કર.” ત્યારે તે બે કે– “હે દેવ ! પ્રસન્ન મુખકમળવાળા સ્વામી આ પ્રમાણે જેની સાથે વાત કરે છે, તે સેવક પુણ્યવાનું અને ગુણવાન પુરૂમાં અગ્રેસર ગણાય છે. પ્રસન્ન મુખવાળા રાજાની દૃષ્ટિ જેના ઉપર પડે છે, તે પુરૂષ પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતાને પામે છે. વૃક્ષેને મેઘની વૃષ્ટિથી ધીમે ધીમે ફળને ઉદય થાય છે, પરંતુ રાજાઓની સંતુષ્ટિથી મનુષ્યને તત્કાળ ફળને ઉદય થાય છે. આ જગતમાં રાજા જેવું બીજું કઈ શ્રેષ્ઠ તીર્થ નથી. કેમકે રાજાના મુખકમળને જેવાથી જ સજનના કષ્ટ રૂ૫ પાપને નાશ થાય છે અને વાંછિત સંપત્તિ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે બોલતા તે શ્રેષ્ઠ વણિકને રાજે મંત્રીપણુની પહેરામણ આપી. ત્યારપછી રાજાની કૃપાથી તે મંત્રી પ્રતિષ્ઠા પામે. તેના તેજની સ્પર્ધાએ કરીને તેનું ધન પણ વૃદ્ધિ પામવા લાગ્યું. પુરૂષને ભાવ્યસમુદ્ર કેણ માપી શકે છે ? છપન
Page #256
--------------------------------------------------------------------------
________________
૪૪.
સ્થાનમાં તેનું છપન કોડ દ્રવ્ય છે એવું જણાવવા માટે જ હાય તેમ હમેશાં પ્રાત:કાળે તેને ઘરે મુંગળ નામનું વાજિત્ર વાગતું હતું.
એકદા “વસ્તુપાળના ભાલથળની છાયા જે સ્થાને પડે છે તે સ્થાને નિધિ નીકળે છે એવી લોકવાર્તા સાંભળીને રાજાએ તેની પરીક્ષા માટે મંત્રીને પર્વતના શિખર પર ચડાવી તેના ભાસ્થળની છાયાવાળી પૃથ્વી ખોદાવી, તે તેમાંથી સર્પ નીક
તે જોઈ રાજાએ મંત્રીની હાંસી કરી. ત્યારે મંત્રીએ પિતાના હાથવડે તેને ગ્રહણ કર્યો એટલે તે મેતીને હાર થઈ ગયે. તે જોઈ રાજાએ તેના ભાગ્યની સ્તુતિ કરી. આ મંત્રી રા અને પ્રજા બન્નેના સ્વાર્થને સાધનાર હતું, તેના જે બીજે કોઈ મંત્રી થયા નથી. . . . . . . . . .
એકદા આચાર્ય મહારાજે મુંજને કહ્યું કે– તારે ભજન કરી રહ્યા પછી મંત્રી રાજને પૂછવું કે આજે તમે જે રસોઈ જમ્યા છો તે થંડી હતી કે ઉની હતી?” આ પ્રમાણે તેને પૂછવાથી મંત્રીએ તેને કોઈ પણ ઉત્તર આપ્યો નહીં. બીજે દિવસે પણ તેણે તેજ પ્રશ્ન પૂછયો. ત્યારે મંત્રીએ કેપથી કહ્યું કે-- શું તું મૂખ છે કે જેથી આ પ્રશ્ન પૂછે છે? કારણ કે આપણે સાથે જ ભેજન કરીએ છીએ અને તું આવે પ્રશ્ન કેમ પૂછે છે ?” ત્યારે તે બોલ્યો કે--“ હું એમ માનું છું કે તમે હમેશાં ટાઢી રસોઈ જમે છે.” તે સાંભળી મંત્રી આશ્ચર્ય પામીને બે કે “તારા વચનનું તાત્પર્ય શું છે? ” ત્યારે તે બે કે-“મને જે પ્રમાણે ગુરૂએ કહ્યું તે પ્રમાણે મે તમને કહ્યું છે. તે સાંભળી મંત્રીએ મુનીશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી તે વચનને અર્થ પૂછયે. ત્યારે ગુરૂએ કહ્યું કે“હે મંત્રીપતિ!સાંભળે. આ ભવમાં જે પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયેલા લેગ ભેગવાય અને નવું પુણ્ય ઉપાર્જન ન કરાય તે
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૫
ટાઢી રસોઈ જગ્યા ખરાખર છે.” આ પ્રમાણે ગુરૂરૂપી સૂર્યના વચનરૂપી કરણાવŠ મંત્રીનું હૃદયકમળ વિકમ્બર થયું, અને તેણે મેાક્ષસુખની સ'પત્તિને માટે શ્રાદ્ધધર્મ અગીકાર કર્યેા.
"
તે મત્રીશ્વરે જાણે હિમાલય પર્વતનાં શિખરા બનાવ્યાં હોય તેવાં વિવિધ પ્રકારનાં તેરસે નવાં ચૈત્યો કરાવ્યાં, પેાતાના આત્માને ભવસાગરમાંથી ઉ। હાય તેમ તેણે ત્રેવીશ સા જીણું ચૈત્યના ઉદ્ધાર કરાવ્યેા તથા સુવર્ણ, રૂપ્ય, શિક્ષા અને પીતળની એક હજાર ને પચવીશ પ્રતિમાએ ભરાવી અને અત્યંત ઉત્સાહથી સંઘ કાઢીને મહાત્સવપૂર્વક શત્રુજય તીર્થની સાડાબાર યાત્રાએ કરી. એકદા યાત્રામાં તેને વિચાર થયા કે કેસરનાં તિલકા પ્રતિમાના ભાલસ્થળમાં ચિરકાળ સ્થિર રહેતાં નથી, તેથી તેને નિશ્ચળ કરવાં.’ એમ વિચારી તે વિવેકી વસ્તુપાળે રત્નજડિત સુવર્ણનાં છત્રીશ હજાર તિલક કરાવી તે વડે જિનમિ એના ભાલસ્થળને ભૂષિત કયાં. શ્રીઆજીજી ઉપર પેાતાના ભાઇ ગિના નામનું ચૈત્ય કરાવીને વાણીથી ખંધાયેલા પેાતાના આત્માને તેણે મુક્ત કર્યાં. (તે ચૈત્યનું નામ લૂણુંગવસહી રાખ્યું. ) અનુપમા દેવીએ ખત્રીશ લાખ દ્રવ્યના વ્યય કરી શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથની અનુપમ પૂજા કરી. શ્રી વિમલાચળ પર્વત ઉપર એ ભાઇએની પત્નીએએ યાત્રાળુ જનેાની ભક્તિને માટે પેાતાના નામનાં એ સરાવર કરાવ્યાં. શત્રુંજય પર્વત ઉપર તથા ગિરનારગિરિ ઉપર વસ્તુપાળ મંત્રીએ ગણુ લાખ દ્રવ્યના વ્યય કરી ત્રણ તારણા કરાવ્યાં. શત્રુજયથી ગિરનાર સુધી લાંખી એક ધ્વજા ખાંધ્યાના અન્યગ ઉલ્લેખ છે.
'
૧ આ તિલકા શ્રાવકોને કરાવ્યાનું છાપેલ પ્રતિમાં લખેલ છે પણ ભુલ જણાય છે. ૨ પ્રતિમાં પારંભે હાવાથી ત્રણ લાખ તારણુ લખ્યા છે પણ તે ભુલ જણાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૪
એકદા મ`ત્રીશ્વરની પાસે કાઈ કવીશ્વર આવ્યા. તેને મત્રીએ એસવાનુ કહ્યું, ત્યારે તે એણ્યે. કે-લ્હે મગી ! મારે એસવાનુ કાંઇ પણ સ્થાન નથી. કારણ કે—વસ્તુપાળ મંત્રીએ અન્નદાન, જળપાન અને ધર્મસ્થાનવડે આખી પૃથ્વી રોકી છે અને યશવડે સમગ્ર આકાશ શક્યું છે.” અન્યદા કાઇ બીજા કવીશ્વરે આવી વસ્તુપાળને આશીવાદ આપ્યા. તેને મત્રીએ પૂછ્યું' કે—“તમે કયાંથી આવા છે ? ” કવિએ જવાબ આપ્યા કે-- “હું સ્વર્ગ - માંથી આવું છું. ” મંત્રીએ પૂછ્યું—“ ત્યાં હાલમાં દેવે શુ કામ કરે છે ? ” વે ખેલ્યા કે- ત્યાં હાલમાં બ્રહ્માની આજ્ઞાથી દેવા દરરાજ ત્રણ ત્રણ ક્રેડ દરિદ્ર જનાને ઉત્પન્ન કરે છે. તેથી સ્વર્ગમાં દેવા હાલ તે કાર્યમાં વ્યગ્ર છે.” એમ કહી તે કવિએ મ’ત્રીની પાસે બીજો એક શ્લાક કહ્યા. તેના ભાવાર્થ આ પ્રમાણે હતેા કે—“હું મંત્રી ! દરિદ્ર જનાને સરજતા બ્રહ્મા અને જગતને કૃતાર્થ કરતા તમે આ બન્નેમાંથી કાના હાથ પહેલા થાકરશે તે જાણી શકાતુ નથી.” અર્થાત્ તમે થાકશા એમ લાગતું નથી.
તે મંત્રી દરેક ચાતુર્માસે સર્વ શ્રાવકાનું વાત્સલ્ય કરતા હતા અને સાધુઓને વસ્ત્ર તથા ઘીનું દાન દ્વૈતા હતા. પંડિતા ગ્રંથામાં સ્પષ્ટ રીતે તેના ગુણાની સ્તુતિ કરતા હતા, તથા ગાયકા નવા નવા છંદોવડે તેનાં ગીત ગાતા હતા. તેઓ કહેતા કે‘પુણ્યના પરમાણુથી બનેલા વસ્તુપાળ નામના નરરત્નને જેણે જોયા છે તે મનુષ્યા પૃથ્વી પર ધન્ય છે. હે વસ્તુપાળ ! તમારૂં ચાતુર્ય અલોકિક છે, કેમકે તે એકજ શંખ ભાંગીને આખુ જગત શ્વેત કર્યું છે. ”
એકદા મંત્રીશ્વરના માથાના કેશ સાફ કરનાર સેવકે એક પળી (શ્વેત વાળ) કાઢીને તેના હાથમાં મૂકયા. તે જોઈ મંત્રી એ
૧ ખીજા પક્ષમાં શ ́ખ નામના‚ રાજા જેને વસ્તુપાળે જીત્યા હતા.
Page #259
--------------------------------------------------------------------------
________________
- ર૪૭
ક બોલ્યા. તેનો અર્થ આ પ્રમાણે હતે-“કંઈ પણ કળાને અભ્યાસ કર્યો નહીં, કોઈ તપસ્યા પણ કરી નહીં, સુપાત્રે દાન પણ દીધું નહીં અને મનહર વય તે જતું રહ્યું. આયુષ્ય, વિત્ત અને યૌવન જતા રહ્યા પછી મનુષ્યને જે મતિ પ્રાપ્ત થાય છે તે જે પહેલાં જ થઈ હોય તો તેને મેક્ષપદ દૂર નથી.” પિતે પારાવાર પુણ્યકાર્ય કર્યા છતાં તેને અલ્પ માનીને સ્વચ્છ મનવાળા મંત્રીએ પોતાના આત્માને માટે શોક કર્યો. અહો! જગતમાં તેની પુણ્ય કરવાની ઈચ્છા કેટલી બધી છે ? જાણે કે તેના આત્માથી જાદી થયેલી અત્યંતર કર્મની રજ હોય તેમ યાત્રાને વિષે યાત્રાળુજનની ઉડેલી રજવડે તેનું શરીર વ્યાસ થયું હતું. આપત્તિને નાશ કરનાર તે મંત્રીએ શત્રુંજયાદિક મહાતીર્થોમાં બારવાર યાત્રા કરીને પિતાના આત્માને પવિત્ર ર્યો હતો. તેરમી યાત્રાને માટે સંઘ સહિત મંત્રીશ્વર ચાલ્યા. અનુક્રમે શત્રુંજયગિરિ દષ્ટિએ પડશે. તેવામાં તેના શરીરે એકદમ અપટુતા થઈ ગઈ. તેથી તેણે તેજ ઠેકાણે પડાવ નાંખી પર્વતને વર્યાપન ઉત્સવ અને સંઘવાત્સલ્ય વિગેરે કરી યાત્રાને પ્રસંગ પૂર્ણ કર્યો. કેટલેક દિવસે શુભધ્યાનમાં તત્પર રહેલા મંત્રીનું ત્યાંજ આયુષ્ય પૂર્ણ થયું. (શત્રુંજય પહોંચ્યા નહીં તેથી તે યાત્રા અરધી કહેવાણી.) તે સ્થાને જે ગામ વસ્યું તે પૃથ્વી પર અંકેવાલિક (અંકેવાળીયું) એ નામે પ્રસિદ્ધ થયું. સંવત ૧૨૭ ના વર્ષમાં મંત્રી સ્વર્ગે ગયા. તે સમાચાર સાંભળી વૈરાગ્યથી તેમના ગુરૂ આચાર્ય મહારાજે આંબેલને તપ શરૂ કર્યો. પ્રમાદ રહિત એવા તે વર્ધમાનસૂરિએ વર્ધમાન તપના અબેલ શરૂ કરતી વખતે આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે “મારે તપ પૂર્ણ કરીને વાંછિતને પૂર્ણ કરનાર શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કર્યા પછી પારણું કરવું.” પછી તપ પૂર્ણ થયે' ત્યારે તે સરિ ૧ આ તપ સતત કરનારને પણ ૧૪ વર્ષ ઉપરાંત વખત વ્યતીત થાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આદરથી જિનેશ્વરને વાંદવા ચાલ્યા. માર્ગમાં શ્રમ અને તૃષા લાગવાથી તે એક વૃક્ષની નીચે બેઠા. ત્યાંથી આગળ ચાલી શક્યા નહીં તેથી શ્રીશંખેશ્વર દેવના ધ્યાનમાંજ તત્પર થયેલા તે સૂરિએ ત્યાંજ અનશન કર્યું. પ્રતે કાળધર્મ પામીને શંખેશ્વર જિનાધીશનાજ અધિષ્ઠાયક દેવ થયા. પછી તે દેવે મંત્રીની ગતિ જાણવા માટે ઉપયોગ દીધો, પરંતુ તેનું અવધિજ્ઞાન અપ હોવાથી તે જાણી શકાયો નહીં. તેથી તે દેવે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ શ્રી સીમંધર સ્વામીને નમી તેમને મંત્રીની ગતિ પૂછી, ત્યારે દેવેથી જેમના ચરણકમળ સેવાઈ રહ્યા છે એવા તે ભગવાન બોલ્યા કે –મહાવિદેહ ક્ષેત્રના માણિજ્ય સમાન પુષ્કલાવતી નામે વિજય છે. તેમાં લક્ષ્મીને નિવાસસ્થાનરૂપ શ્રીપુડરીકિણ નામની નગરી છે. તેનગરીમાં પુણ્યસમૂહના નિધાનરૂપ વસ્તુપાળને જીવ કરૂચંદ્ર નામને રાજા થયો છે. તે શત્રુંજયાદિક તીર્થોની યાત્રાના મહત્સવ હાલ પણ કર્યા કરે છે, તે અહીંથી દેવ થઈ ત્રીજે ભવે મેક્ષ પદ પામશે. અનુપમા દેવીને જીવ તેજ નગરીમાં શ્રેણીની પુત્રીપણે ઉત્પન્ન થયે છે. તે પુત્રી આઠ વર્ષની થઈ ત્યારે તેણે મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. તે કાંઈક ઓછા પૂર્વકેટિના આયુષ્યવાળી છે અને આજ ભવમાં મિક્ષ પામનાર છે.” એમ કહીને ભગવાને તે દેવને તે સાધ્વી દેખાડી. દેવે પણ તેને વંદના કરી. ત્યારપછી તે દેવે આ ભરતક્ષેત્રમાં આવી તીર્થયાત્રાના ઉત્સવ કરનારા તે બન્નેની ગતિ કે પાસે કહી બતાવી. તે સાંભળી ઘણા વિવેકી ધનવંતે શત્રુંજયાદિકની યાત્રા કરવા લાગ્યા.'
સત્તીર્થની યાત્રા કરવાથી ઉત્પન્ન થયેલા ઉજવળ યશવડે જેણે સ્વર્ગ પણ શુભ્ર કર્યું હતું એવા આ કૃપા વસ્તુપાળ મેક્ષની યોગ્યતાવાળા થયા. તે જ પ્રમાણે વિકસ્વર આનંદરૂપી કંદવાળા હે વિદ્વાને ! તમે પણ શત્રુંજયાદિક શ્રેષ્ઠ ગિરિપર
Page #261
--------------------------------------------------------------------------
________________
રહેલા સમગ્ર તીથની યાત્રા કરી તમારા આત્માને પવિત્ર કરો
ઇતિ શ્રતપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્ધહંસગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં તીર્થયાત્રાના પુણ્યને પ્રગટ કરનાર વસ્તુપાળના વર્ણન નામ : પચીશમે પલ્લવ સમાપ્ત થયો.
પલ્લવ ૨૬ મો. ચોથા આરારૂપી જિનચૈત્યને વિષે સુવર્ણના કળશની ઉપમાવાળા વર્તમાન ચોવીશીના જિનેશ્વરે તમારા મંગળને માટે થાઓ,
તીર્થયાત્રાનું સ્વરૂપ કહ્યા પછી હવે “ વારંવાર એ ગાથા રૂપ ચોથી શાખાને વિષે ઉપશમ નામનું છવીસમું દ્વાર કહે છે –
'उवसमेति' ઉપશમ એટલે “સંસાર રૂપ બીજના અંકુરાને ઉત્પન્ન કરનાર કષાયની શાંતિ એ અર્થ થાય છે.
વિસ્તરાર્થ—કષાયો ભવરૂપી ચાટામાં નટની જેમ પિતાનાં વિચિત્ર રૂપ દેખાડીને મનુષ્યનું રંજન કરે છે અને તેમના ધર્મરૂપી ધનને મિથ્યા વ્યય કરાવે છે. તે કષાયો ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના જાણવા, તે મેક્ષ માર્ગનો નાશ કરનારા છે. કહ્યું છે કે-“નિગ્રહ નહીં કરેલા ફેધ અને માન. તથા પ્રસાર પામતી માયા અને લેભ એ ચારે કષાયો પુનર્જ.
મનાં મૂળને સિંચે છે. તે દરેકના વિદ્વાનોએ ચાર ચાર ભેદે કહેલા છે. તેમનાં નામ, સ્વરૂપ અને ફળ આ પ્રમાણે છે. તે
Page #262
--------------------------------------------------------------------------
________________
-
૨૫૦
બુદ્ધિમાન જન ! તમે સાંભળે-પહેલાનું નામ સંજવલન છે, બીજાનું નામ પ્રત્યાખ્યાનાવરણ છે; ત્રીજાનું નામ અપ્રત્યાખ્યાનાવરણ છે અને ચોથાનું નામ અનંતાનુબંધી છે. તેમાં પહેલા કષાયની સ્થિતિ એક પખવાડીયાની છે, બીજાની ચાર માસની છે. ત્રીજાની એક વર્ષની છે અને ચોથા અનંતાનુબંધી જન્મ પર્યત રહે છે. પહેલા કષાયે યથાખ્યાત ચારિત્રને રેકે છે, બીજા સર્વવિરતિને રૂંધે છે, ત્રીજા દેશવિરતિને રોધ કરે છે અને ચોથા સમકિતને જ પ્રાપ્ત થવા દેતા નથી. પહેલા કષાયમાં વતતે જીવ દેવગતિને પામે છે, બીજા કષાય મનુષ્ય ભવ આપે છે, ત્રીજા તિર્યચપણ આપે છે, અને ચેથા નરકગતિના દેનારા છે. આ ચારે કષાયે જે ઉત્કૃષ્ટપણને પામેલા હોય તે તે ભયંકર અગ્નિની જેમ ધર્મનું સર્વસ્વ બાળી નાખે છે. કષાયે વિષે કર્મગ્રંથમાં કહ્યું છે કે “જળ, રેણુ, પૃથ્વી અને પર્વતની રેખા સમાન અનુક્રમે ચાર પ્રકારનો કોધ છે, તિનિશની લતા (નેતર), કાઇને સ્તંભ, અસ્થિને સ્તંભ અને પથ્થરને સ્તંભ એ ચારની જેવા અનુક્રમે ચાર પ્રકારના માન છે, અવલેહીકો', ગેમૂત્ર, મેંઢાનું શીંગડું અને કઠિન વાંસનું મૂળ એ ચારના જેવી ચાર પ્રકારની માયા છે. તથા હળદર, ખંજન (ગાડાનીમળી ), કર્દમ અને કૃમિના રંગ જે ચાર પ્રકારને લાભ છે. કષાયરૂપી વૃક્ષના પુષ્પ અને ફળ કડવાં હોવાથી તે બન્ને વિરસે છે. તેમાં પુષ્પવડે તે ઉત્પન્ન થાય છે અને ફળવડે પાપનું આચરણ થાય છે. જે પુરૂષ નિરંતર દેદિપ્યમાન પ્રશમરૂપી અને પિતાના હસ્તમાં ( હૃદયમાં) ધારણ કરે છે, તેઓથી કષાયરૂપી શત્રુઓ ત્રાસ પામે છે. ધર્મરૂપી રાજાને પ્રશમરૂપી કોશ જ નિરંતર સે કે જેથી તેમને પૂરગડુ મુનિની જેમ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી પિતાની મેળે જ વરે. તે કથા આ પ્રમાણે–
૧ વાંસ વિગેરે ઉપરથી ઉતાસ્સી છાલ.
Page #263
--------------------------------------------------------------------------
________________
કુરગડુ સાધુની કથા કેઈ ઉપાશ્રયમાં ચાર સાધુઓ રહેલા હતા, તેઓ માસ ખમણને તપ કરતા હતા. ત્યાં એક ક્ષુલ્લક સાધુ સુધાને નહીં સહન કરવાથી નવકારશીનું પ્રત્યાખ્યાન કરીને પ્રાત:કાળે જ આહાર લેતે હતે. તપસ્યા કરવામાં તત્પર એવા દરેક સાધુએની પાસે જઈ તેમની વૈયાવચ્ચ કરીને પછી તે ભેજન કરતા હતા, તે પણ તેને મુનિભક્તિમાં કદાપિ તૃપ્તિ થતી નહીં. તે હમેશાં ગડુક પ્રમાણ દૂર (ભાત) ખાતો હતું તેથી લેકમાં તેનું ફરગડુ એવું નામ પ્રસિદ્ધ થયું હતું.
એકદા શુભ મનવાળા તેણે ફૂર વેરી લાવીને તેનું પાત્ર માસખમણવાળા ચારે સાધુઓને બતાવ્યું, ત્યારે તેઓએ ઈર્ષ્યાથી તે પાત્રમાં શું શું કરીને થુંક નાંખ્યું. તે જોઈ તેણે વિચાર્યું કે –“ આ તપસ્વીઓને મેં થુંકવાની કુંડી આપી નથી તેથી તેને આમાં થુંકવું પડયું માટે મારે જ દેષ છે, તેમને કાંઈ પણ દેષ નથી. કેમકે થયેલી બાધાને રોકવી મુશ્કેલ છે.” એમ વિચારી થુંકવાળે કર દૂર કર્યા સિવાય મત્સર રહિત તેણે શુભ ભાવથી તે અન્ન જુગુપ્સા કર્યા વિના ખાધું. પછી તે ક્ષુલ્લક મુનિ શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી મેક્ષરૂપી મહેલની નસરણું સમાન ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા, તેવા ઉત્કટ પ્રશમના પ્રભાવથી તેના ઘનઘાતિ કર્મો સડેલી દેરીની જેમ તત્કાળ ત્રુટી ગયા અને સર્વને આશ્ચય કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદુંદુભિને નાદ થયો અને શાસનદેવી આવીને તેને કેવળજ્ઞાનને મહોત્સવ કરવા લાગી. તે જોઈને ચારે તપસ્વીઓ બોલ્યા કે –“હે દેવી ! અમને તપસ્વીઓને મૂકીને તમે આ ક્ષુધાતુર સાધુને કેમ નમે છે?” ત્યારે દેવીએ કહ્યું કે –“ મુનિઓ! તમે આ કેવળીની આશાતના ન કરે.” એમ કહીને દેવીએ તત્કાળ સુવર્ણનું કમળ વિકવ્યું.
Page #264
--------------------------------------------------------------------------
________________
પર
તેના પર બેસીને કેવળી દેશના આપવા લાગ્યા કે હ બુદ્ધિમાન જના ! જો તમારે સુખની ઇચ્છા હાય તેા કષાયરૂપી શત્રુઓના જય કરે. વિચક્ષણ પુરૂષાએ પેાતાનું ધર્મરૂપી ધન ચત્નથી રક્ષણ કરવા ચાગ્ય છે, કારણ કે કષાયરૂપી ચારા ચાતરફ ફર્યા કરે છે. આ બાબતમાં હું મારૂ` પેાતાનું જ દૃષ્ટાંત તમને કહુ છું, તે સાંભળીને તમારે કષાયના ત્યાગ કરવા.
2
આ ભવથી ચેાથા ભવમાં કાઈ માસઉપવાસી મુનિ પારણાને દિવસે આહાર લેવા માટે નગરમાં ગયા. કારણકે શરીરની સંભાળ તેા લેવી જ જોઇએ. તે વખતે માર્ગમાં અત્યંત સૂક્ષ્મ ઘણી દેડકીઓ ઉત્પન્ન થઇ હતી, પણ પૃથ્વી જળવર્ડ વ્યાસ હાવાથી તે જોઇ શકાતી નહોતી. તે વખતે ત્વરાથી ચાલતાં તે મુનિના પગ તળે દબાવાથી એક દેડકી મરણ પામી. તે તેની સાથેના એક ક્ષુલ્લક સાધુએ જોઇને તેને દેખાડી, તેથી કાપ પામી આપુટને કપાવી લાચનને રક્ત કરી તપસ્વી મુનિએ તેને કહ્યું કે- તું મને ખોટા દ્વાષ કેમ દે છે ? આ માર્ગમાં તે ઘણી દેડકી મરેલી પડી છે તે સર્વે શું મેં મારી નાખી છે ?” તે સાંભળી ક્ષુલ્લકે તેના જવાબ ન આપતાં ઉપેક્ષા કરી. પછી તપસ્વી મુનિએ આહાર વહારી લાવી પારણુ કર્યું. ત્યારપછી સાંજે પ્રતિક્રમણ કરતી વખતે તે અંતએ તે પાપની આલેાચના કરી નહીં, ત્યારે ક્ષુલ્લકે તેને તે પાપ સંભારી આપ્યું. તે સાંભળી કાપના આવેશમાં આવેલા તે મુનિ એક પાટીયું ઉપાડી તેને મારવા દોડવા, પણ વચ્ચે સ્તંભ આવવાથી તેની સાથે અથડાઈને તે પૃથ્વીપર પડયા, અને તેનું મસ્તક ફાટી જવાથી તે તત્કાળ મરણ પામ્યા. · જેની પાછળ મહાશત્રુ જેવા ક્રોધ રૂપી ચેષ્ઠા ફરે છે તેનું કષ્ટ શી રીતે નાશ પામે ?” કહ્યુ છે કે“ એક દિવસના જ્વર શરીરનુ છ માસનુ તેજ નષ્ટ કરે છે, અને કાષ તા એક ક્ષણમાં જ પૂર્વકાટિનું ઉપાર્જન કરેલુ
"
સુકૃત નષ્ટ કરે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
રાક
હવે તે ધી સાધુ મરણ પામીને કેશિક નામને તાપસ થયું. તેણે પોતાની વાડીમાં આમ્ર વિગેરે અનેક વૃક્ષ વાવ્યા હતા, તે વૃક્ષે અમૃત સમાન ફળવડે ચુક્ત થવાથી બહુ - શેલતા હતા, અને તેના ઉત્તમ રસનું આસ્વાદન કરીને તાપસે
સ્વર્ગનું સુખ માનતા હતા. તે વનમાં ' અશોક વૃક્ષેની શ્રેણીઓ શેભી રહી હતી, તેને પાંદડાંની મિષથી જાણે વનલક્ષમી મૂતિમાન રાગને દેખાડતી હોય તેવી શોભતી હતી. તે વનમાં કોઈ ઠેકાણે ચંપકના વૃક્ષે હતા,તેને પુષ્પ જાણે કે વનલક્ષ્મીરૂપી સ્ત્રીના સુવર્ણના અલંકાર હોય તેવા દેખાતા હતા. તેના પુના સુગંધમાં લુબ્ધ થયેલી ભ્રમરની શ્રેણિ ક્રીડા કરે છે એમ સમજવું નહીં પરંતુ વનલક્ષ્મી રૂપી સ્ત્રીના મસ્તક પર રહેલો વેણુદંડ શેભે છે એમ સમજવું. એ વિશાળ વન જાણે ઇંદ્રનીલ મણિને મેટો થાળ હોય તેવું શોભતું હતું. અને તેની અંદર રહેલા વૃક્ષેપર રહેલા ફળે તાપસરૂપી રાજાને ભેજન કરવા માટે મેદની જેવા શોભતા હતા. આવા પ્રકારની વાટિકાનું પૃથ્વીનું રક્ષણ રાજ કરે તેમ તે તાપસ રક્ષણ કરતો હતો. તેમાં કેઈથી પ્રવેશ પણ કરી શકાતું નહે. વળી તે વનમાં પેસીને કઈ પણ માણસ વૃક્ષ અને લતાઓનાં પાંદડાં પણ તેડી શકતું નહીં તથા તેની શાખાને મર્દન કરી શકતું નહીં.
એકદા તે તાપસ વાડીના રક્ષણ માટે કાંટા લેવા કાંઈક દૂર ગયે, તેવામાં ક્રીડા કરતા રાજપુત્રે ત્યાં આવ્યા. તાપસ રહિત તે વાડીને જોઈને તેઓએ તેમાં પ્રવેશ કર્યો. “સ્વામી વિના અંદર આવવાને નિષેધ કેણ કરે?” પછી જાણે વૈરથી જ આવ્યા હોય તેમ તેઓએ કીડા કરતાં રાજા વિનાની નગરીની જેમ તે વાટિકાને બહુ વિનાશ કરી નાખ્યું. તેઓ વૃક્ષે અને લતાઓનાં પાંદડાં તેડવા લાગ્યા, પુપે ચુંટવા ૧ વાડીનેજ વન સમજવાનું છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૫૪
લાગ્યા, લતાઓને ઇદવા લાગ્યા, સ્વાદિષ્ટ ફળેને ખાવા લાગ્યા, ચોતરફથી સમગ્ર શાખાઓનું મર્દન કરવા લાગ્યા, અને છેવટે શ્રમિત થઈને વૃક્ષોની ગાઢ છાયામાં વિશ્રાંતિ લેવા તેઓ બેઠા. તેટલામાં પરશુને ધારણ કરનાર તે તાપસ માથે કાંટાને ભારે લઈને આવ્યું, તેને રસ્તામાં જ કેઈએ વાટિકા ભાંગ્યાના ખબર આપ્યા. તે સાંભળી માથાપરથી ભારે નાંખી દઈ પ્રચંડ કેપાનળથી તાપ પામતે તે તાપસ કુહાડી લઈને એકદમ રાજપુર ત્રને મારવા દે, પરંતુ ઉંચી દ્રષ્ટિ રાખીને દેડતાં તે તાપસ એક ખાડામાં પડી ગયે અને પડતાં જ તેને હાથમાં રહેલી કુહાડીથી તેનું હૃદય ચીરાઈ જવાને લીધે તે તરતજ મચ્છ પા. અર્થાત્ તેનાથી જાણે ભય પામ્યા હોય તેમ તેના પ્રાણેએ તેને ત્યાગ કર્યો. આ રીતે તે તાપસ મરીને તે જ વનમાં અત્યંત ક્રૂરતાને ધારણ કરતે ચડકેશિક નામે દ્રષ્ટિવિષ સ થ.
કહ્યું છે કે-જે મૂઢ પ્રાણ આ દુર્લભ મનુષ્ય ભવ પામીને યત્નપૂર્વક ધર્મને કરતે નથી, તે પ્રાણ મહા કષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને પ્રમાદવડે સમુદ્રમાં નાંખી દે છે. વળી આળસ મેહ, અવજ્ઞા, માન, કેલ, પ્રમાદ, કૃપણુતા, ભય, શેક, અજ્ઞાન, વ્યાક્ષિતા, કુતુહલ વિગેરેને વશ થયેલા સૈદ પૂર્વી, આહારક શરીરની લબ્ધિવાળા, મનપર્યવજ્ઞાનવાળી અને વીતરાગ દશાને પામેલા એવા મુનિ પણ તરતજ ચાર ગતિમાં ભ્રમણ કરનારા થાય છે. ”
તે સર્પ જે દિશામાં જાય છે તે દિશા વિનાશ પામે છે. એટલે કે તેમાં રહેલા મૃગ, અ, ગાા, બકરા, હસ્તીઓ, સિહો, ભેંશ, પાડાઓ, મનુષ્ય, ઉંદરે અને ગધેડા વિગેરે જે કઈ છે તે સર્પની દષ્ટિએ પડે છે તે સર્વે ભસ્મસાત્ થઈ જાય છે. તેનું વિષ વાણીથી વર્ણવી શકાય તેવું નહોતું. તેના
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૫
વિષથી તે વનમાં રહેલા વૃક્ષ, લતાઓ અને ફળ કુલ વિગેરે સર્વ સૂકાઈ ગયાં હતાં. આ પ્રમાણે થવાથી તે માર્ગજ ભયથી દૂર રહેવા ઈચ્છતા પથિકેએ તજી દીધું હતું. કારણ કે “જીવવાના હેતુથી શું સુવર્ણાદિકનો પણ ત્યાગ નથી કરાતે કરાય છે.”
એકદા પ્રતાપના સ્થાનભૂત અને દયાના સાગર શ્રી મહાવીરસ્વામી છમસ્થપણે વિહાર કરતા ત્યાં આવ્યા. ભયંકર ઉપસર્ગોને સહન કરનારા અને તે મૂઢ સર્પને બેધ કરવાની તીવ્ર ઇચ્છાવાળા તે ભગવાનને લેકેએ કહ્યું કે –“ દેવાય આ માર્ગે તમે જશો નહીં, કારણ કે ત્યાં મહાભયંકર દૃષ્ટિવિષ સર્ષ રહેલો છે.” આ પ્રમાણે કહ્યા છતાં ભગવાન તે માગેજ ચાલ્યા. કારણકે કૃપાળુ મનુષ્ય પિતાનું દુ:ખ જાણતાં છતાં પણ શું પરોપકાર કરવામાં પાછા હઠે ? નજ હઠે. તે પછી તીર્થકરને માટે તે કહેવું જ શું? કહ્યું છે કે જેનું ચિત્ત સર્વ પ્રાણીઓના ઉપર કૃપા કરવાના વિચારથી ભીંજાયેલું હોય છે, તેનેજ કેવળ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે; કાંઈ જટા, ભસ્મ કે ચીવર ધારણ કરવાથી મેક્ષ પ્રાપ્ત થતું નથી.” પછી જગત્રભુ -તે સપના બિલ પાસે જઈ પ્રતિમાને ધારણ કરી ઉભા રહ્યા. તેવામાં સર્ષે બહાર નીકળી પ્રભુને જોઈ વિચાર્યું કે–“આ કે ધૃષ્ટ પુરૂષ અહીં આવીને ઉભે છે ?” એમ વિચારી પિતાની કૂર દૃષ્ટિ વડે તેણે પ્રભુની સન્મુખ જોયું, પણ ભગવાનને કોઈપણ વિકાર થયે નહીં, તેથી કોઇ પામીને તે સપ સૂર્યની સન્મુખ વારંવાર જોઈ જોઈને અત્યંત વિષ ભરેલી દૃષ્ટિને સ્વામી ઉપર નાંખવા લાગ્યું. પરંતુ પ્રભુ તે મેરૂ પર્વતની જેમ નિશ્ચળજ રહ્યા. ત્યારે અત્યંત કપ પામેલા તેણે પ્રભુની પાસે આવીને પ્રભુના શરીર ઉપર પિતાની સમગ્ર દાઢા વડે ઉગ્ર દંશ દીધા, તે પણ અતિ સાહસવાળા સ્વામી નિશ્ચળજ રહ્યા. કહ્યું છે કે “વૈભવવાળે પુરૂષ કૃપણુતા
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫૬
રાખે તેમાં શેક શે કરેઅને અલ્પ વૈભવવાળે પુરૂષ ઉદારતા રાખે તે તેની પ્રશંસા શી કરવી ? તેમજ સમર્થ મનુધ્યમાં રહેલા ક્ષમાગુણની પણ પ્રશંસા શી કરવી ?”
पन्नगे च सुरेंद्रे च, कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्रीवीरस्वामीने नमः ॥ १॥
પાદને સ્પર્શ કરનારા ચંડકૅશિક સર્પને વિષે અને દે. દ્રને વિષે જેમનું મન એક સરખું જ છે એવા શ્રીવીરસ્વામીને નમસ્કાર થાઓ.”
પછી તેને દંશવડે પ્રભુના પાદમાંથી નીકળેલું ગાયના દૂધ જેવું કવેત રૂધિર જોઈને તે પે હૃદયમાં વિચાર કર્યો કે – “અહો ! આ શું આશ્ચર્ય? આજસુધી મેં શ્વેત રૂધિર તે કેઈનું જોયું નથી, પણ કાંઈક એવું સાંભળ્યું છે ખરું.” આમ વિચારતાં તે સપને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને “આ ચોત્રીશ અતિશયવાળા જિનેશ્વર છે એમ તેણે પૂર્વજન્મમાં જેનશાસ્ત્રને અભ્યાસ કરેલો હોવાથી નિશ્ચય કર્યો. એટલે તે શાંત થઈ ગયે. તેને એ પ્રમાણે શાંત થયેલ જાણે એટલે પ્રભુએ કષાયને ત્યાગ કરવા માટે તેને ઉપદેશ આપે કે-“ હે નાગરાજ ! ચારિત્રરૂપી ધનને ચારવામાં ઉદ્યમવાળા ચેરેની જેવા કષાએ તારું સર્વસ્વ લુંટી લીધું છે, પરંતુ બળ પુરૂષના નેહની જેમ સત્પરૂષને પ્રથમ તે કોધ ઉત્પન્ન થતા જ નથી, કદાચ ઉત્પન્ન થાય તે તે ચિરકાળ સુધી ટકતા નથી, અને કદાચ ચિરકાળ સુધી ટકે તે તેના માઠાં ફળ આપતો નથી. લવણ જે કંઈ રસ નથી, જ્ઞાન જે કઈ બંધુ નથી,ધર્મ જેવો કેઈ નિધિ નથી, અને કેપ જે કઈ વૈરી નથી. સર્વ પ્રકારના ધનનું મૂળ ધાન્ય છે, સમગ્ર સુખનું મૂળ ભાર્યા છે, સર્વ ગુણનું મૂળ વિનય છે અને સર્વ પ્રકારના વિનાશનું મૂળ કારણ ગર્વ-કેધ છે. વળી વચન
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫
તે હમેશાં પ્રિય જ બોલવું, અને જે કાર્ય હોય તે હૃદયમાં જ રાખવું. જુઓ ! મેર મુખથી મધુર શબ્દ બેલે છે તે તે વિષવાળા સર્પને પણ ખાઈ જઈ શકે છે. વળી અત્યંત ગાઢ તૃષ્ણા. મૂચ્છ, ભય તથા તેવા પ્રકારની નિરંતરની ભાવના એ પ્રાણીને જન્મ જરા મરણરૂપ જીવી ભરેલા મહા ઘોર સમુદ્રમાં ડુબાડી દે છે. આ જીવે પોતાના આત્મામાં જ કષાયરૂપી કડવા વૃક્ષા રોપેલા છે, તેથી તેનાં ફળરૂપે મનુષ્ય, તિર્યંચ,નરક અને સ્વર્ગના ભરે તેને વારંવાર પ્રાપ્ત થાય છે. હે સર્ષ ! તે પૂર્વ કેપનું જે માઠું ફળ ભોગવ્યું છે, તે તે અત્યારે જાતિસ્મરણથી જાયું છે, માટે હવે તું કાપથી નિવૃત્તિ પામ.” આ પ્રમાણેના શ્રી જિનેશ્વરના અમેઘ ઉપદેશારૂપી જીવડે તેને કપાયરૂપી અગ્નિ રાંત થઈ ગયે, તેથી તે સર્વે સર્વજ્ઞની સમીપે અનરાન ગ્રહણ કર્યું. પછી “મારી છથી કોઈનો વિનાશ ન થાઓ.” એમ ધારી વૈરાગ્ય પામે તે સર્ષ શુભધ્યાનમાં લીન થઈ બોલમાં મુખ રાખીને રહ્યા, અને અતુલ મહિમાના સ્થાનરૂપ જિનેશ્વરે પૃથ્વી ઉપર અન્યત્ર વિહાર કર્યો.
તે સર્ષને તેવી રીતે રહેલો જે ભય રહિત થયેલા જતા આવતા આભીરેએ હર્ષ પામી ઘી અને દહીં વિગેરેથી તેના શરીરની પૂજા કરી, કારણકે તે નાગ તે બિલમાં મુખ રાખીને શાંત થયેલ હતો. પરંતુ તે પૂજા તેને આકરી પડી ગઈ કેમકે તેના ગંધથી આવેલી વજ ૧ તી મુખવાળી કીડીઓએ તેનું આખું શરીર ફેકી ખાધું, તેની તીવ્ર વેદ નાને સમ્યફ ભાવે સડન કરી તે સર્પ કાળધર્મ પામે. તે નાગ મશિને હું કરગડ થયે છું અને પાપના પ્રભાવથી કેવળજ્ઞાનને પામે છું. માટે હે મહષિઓ! અનંત ભવ સુધી દુ:ખને આપનારા કષાયોને તમે ત્યાગ કરે.”
આ પ્રમાણે કેવળીના મુખથી ઉપદેશ સાંભળીને તે ચારે તપસ્વી સાધુઓ પિતાને દેષ વિચારી તે કેવળીને પગમાં પડ્યા, અને તેમને આત્મા ઉપશમથી ભરપૂર થયો. એટલે તેઓ પણ તત્કાળ કેવળજ્ઞાનને
૧ આ ચડેકોશિક સાપ મરણ પામી આઠમે દેવલેકે ગયાને અન્ય અધિકાર છે, અહીં આમ કહે છે. તca કેળોગમ.
Page #270
--------------------------------------------------------------------------
________________
1.
૨૫૮.
પામ્યા. “હે ભો! તમે તપસ્યાવડે શરીરને ભલે કલેશ ન પમાડે, પરંતુ પ્રશમરૂપી સુવર્ણના અલંકારથી અલંકૃત આત્માવાળા તે જરૂર થાઓ.”
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન મહોપાધ્યાય શ્રીધર્મ હંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે ચાથી શાખામાં ઉપશમ રસના વિષય ઉપર કુરગડુ નામના ક્ષુલ્લક સાધુના વર્ણન નામનો છવીશમે પલ્લવ સમાપ્ત થયે.
પલવ ૨૭ મે. . . જેઓને આ ભરતક્ષેત્રમાં જિનેશ્વરની અતુલ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે, તે શ્રી પદ્મનાભ વિગેરે ભાવી તીર્થક અમારા મેટા કલ્યાણને માટે થાઓ.
ઉપશમનું વર્ણન કર્યા પછી હવે વિવેક નામનું સતાવીશમું દ્વાર કહે છે.
વિવેદ” ફરિ. તુલાતત્ત્વનું અને શુભાશુભનું જે જ્ઞાન તે વિવેક કહેવાય છે.
વિસ્તરાર્થ-જેમ મસ્તકને મુગટ પુરૂષના બીજા સર્વ અલંકારેને શોભાવે છે તેમ એક વિવેક જ સમગ્ર ગુણેને શોભાવે છે. કહ્યું છે કે-“સંપત્તિ સહિત વિવેક, વિદ્યાની સાથે વિનય અને ક્ષમાની સાથે સ્વામીપણું એ મહાત્મા પુરૂષનું ચિન્હ છે. સ્વાભાવિક વિવેક એ એક નિર્મળ નેત્ર છે, અને વિવેકીની સાથે સંગ કરે એ બીજું નેત્ર છે. આ બે નેત્રે જેને પૃથ્વી પર ન હોય તે જ પુરૂષ તત્ત્વથી અંધ છે, આ અંધ પુરૂષ ઉન્માર્ગે ચાલે તે તેમાં તેને શો દોષ?” તેથી કરીને આ જગતમાં શ્રેષ્ઠ અને સર્વે ગુણેને અગ્રેસર એક વિવેકજ ધારણ કરવાગ્યા છે. આ વિષય ઉપર હે વિદ્વાન!ભર્તુહરિ રાજાની લેકિક કથા છે. તે તમે સાંભળે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૯
ભતૃહરિની કથા. - સર્વ સુખના નિધાન રૂપ માલવ નામને દેશ છે. તેમાં કુબેરની નગરી જેવી ઉજ્જયિની નામની પુરી છે. તેમાં સેમ નામે શક્તિ રાજ્ય કરતે હતે. તે સર્વ પ્રજાઓનું પાલન કરવામાં પિતાની જે વત્સલ હતું. તેને ભહરિ નામે પુત્ર થયું. તે રાજપુત્ર ગુણેની સાથે વૃદ્ધિ પામવા લાગે. “કલિયુગને વા આ પુત્રને પીડા ન કરે એમ ધારી રાજાએ તેને ભેંયરામાં રાખી ભણાવવાની ગોઠવણ કરી. પંડિત તેને વ્યાકરણ વિગેરે શાસ્ત્ર ભણાવવા લાગ્યો તેથી તેની બુદ્ધિ હિમના બિંદુ જેવી અતિ નિર્મળ થઈ. ભણતાં ભણતાં તેના ગુણે વધારે વખાણવા લાયક થયા. “મણિને સંસ્કાર કરવાથી શું તે આધક તેજ ન પામે ?” રાજાએ એ વિચાર રાખ્યું હતું કે-“જ્યારે કુમારને વિવેક ગુણ ઉત્પન્ન થશે ત્યારે તેને ભેચરામાંથી બહાર કાઢીશ.” એકદા ધર્મશાસ્ત્ર સંબંધી વિવાદમાં રાજપુત્રની પાસે પ્રગટ અર્થવાળી આ એક આર્યા (શ્લેક) કેઈક બોલ્યું.
दानं भोगो नाश-स्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥१॥
દાન, ભેગ અને નાશ એ ત્રણ ગતિ દ્રવ્યની છે. તેમાં જે પુરૂષ દાન દેતા નથી તથા ભેગવતે નથી તેના ધનની ત્રીજી (નાશ રૂપ) ગતિ થાય છે.”
સમુદ્રની પુત્રી લક્ષ્મીની ગાત્ર, પાત્ર અને ક્ષાત્ર એ ત્રણ ગતિ છે. એમ શાયવેત્તા કહે છે. વળી કહ્યું છે કે-મૂઢ પુરૂષ ગાત્રમાં (શરીરમાં) ધનની યોજના કરે છે, પંડિત પુરૂષ પાત્રને વિષે ધનની ચેજના કરે છે, માત્રને વિષે ભગવ્યું ન હોય અને પાત્રને વિષે આવું ન હોય તે તે મનુષ્યનું ધન ક્ષાત્ર-ખાતરવડે નાશ પામે છે.” આ પ્રમાણે સાંભળતાં ભેંયરામાં રાજપુત્રને સંદેહ ઉત્પન્ન થયે, તેથી હાથમાં આપેલી દેરી તેણે ચલાવી, ત્યારે બહાર રહેલા પંડિતે બે ત્રણ વાર તે ગાથાની વ્યાખ્યા કરી, તેપણ કુમારે દેરી ચલાવી ત્યારે.
Page #272
--------------------------------------------------------------------------
________________
પંડિતને તેના પર કેપ આવ્યું, અને તે છે કે-“અરે રાજપુત્ર આ સુગમ અર્થવાળી ગાથાને તું કેમ સમજતે નથી?” તે સાંભળી ભોંયરામાં રહેલ રાજપુત્ર બે કે-“સેંકડે પ્રયત્નથી મેળવેલા અને પ્રાણથી પણ વધારે પ્રિય એવા ધનનું જે દાન કરવું તેજ એક ગતિ છે તે સિવાય બીજી સર્વ વિપત્તિ જ છે, દાન અને ભેગ એ બન્ને વચ્ચે મેટો તફાવત છે, કેમકે દાન કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, અને ભેગથી તે તે વિષ્ટા રૂપજ થાય છે.”
આ હકીકત સાંભળી પિતાના પુત્રને વિવેક ઉત્પન્ન થયા જાણી રાજાએ તેને ભૂમિષહમાંથી બહાર કાઢો. પછી તેમ રાજાએ પિતાને
જીર્ણ તંભ તુલ્ય જે પિતાના રાજ્યસ્થાન ઉપર નવા સ્તંભની જેમ તેને સ્થાપન કર્યો. ત્યારે નિર્દોષ અને સમગ્ર નીતિના સ્થાન રૂપ તે ભર્તુહરિ રાજા મોટા મહિમાનું સ્થાન અને વિવેકી જનને શિરોમણિ થશે. *
એકદા કઈ એક બ્રાહ્મણે દ્રવ્યને માટે કઈ દેવીની આરાધના કરી, ત્યારે તે દેવીએ તેને કહ્યું કે-“આ બીજોરું તું ગ્રહણ કર. આ ફળનો મહિમા જે ખાય તે અજરામર થાય એવે છે.” તે ફળ લઈ બ્રાહ્મણ પિતાને ઘેર આવે. હાથ પગ ધોઈ ભોજનને માટે એક થાળમાં તે ફળ મૂકયું. તરત જ તેના હૃદયમાં તર્ક થયે કે “ આવા માહામ્યવાળા આ ફળને આસ્વાદ કરવાથી મને શું ફળ છે? હું તે પ્રથમથી જ દરિદ્રી છું, તેથી મારા જીવિતનું શું પ્રજન છે આ ફળ જે કદાચ રાજા ભક્ષણ કરે તે જગતને લાભ થાય અને જગતની કુક્ષિને ભરનાર તે રાજા મને પણ લક્ષ્મી આપશે.” એમ વિચારીને તેણે રાજા પાસે જઈ તે ફળનું માહાસ્ય કહી રાજાને તે ફળ ભેટ કર્યું. રાજાએ તેને ઘણું ધન આપી હર્ષિત કર્યો. પછી રાજાએ વિચાર કરી તે ફળ પિતાની રાણીને આપ્યું, અને રાણીનું મન મહાવત ઉપર આસક્ત હતું તેથી તેણે તે ફળ તેને આપ્યું. મહાવતે તે ફળ તેની રાખેલી વેશ્યાને આપ્યું. અને વેશ્યાએ તે રાજાનેજ આપ્યું. બcર એ ઉછાળેલું રત્ન ફરી ફરીને સમુદ્રમાંજ આવે છે.”કહ્યું છે
Page #273
--------------------------------------------------------------------------
________________
કે “જે કે સમુદ્રની ભરતીના મોટા તરંગોએ ઉછાળેલું રત્ન કદાચ ગિરિનદીમાં જાય છે, તે પણ ફરીથી પ્રવાહમાગે થઈને તે સમુદ્રમાંજ પાછું આવે છે.” રાજાએ તે ફળ ઓળખી ગુણિકા વિગેરેને પૂછવાથી તે ફળનું આગમન કારણ જાણ્યું. પછી તે હકીક્તથી વૈરાગ્ય પામી તે એક કાવ્ય બે –“ જે રાણીનું હું નિરંતર ચિંતવન કરૂં છું, તે મારા પર વિરાગી છે, તે રાણું અન્ય જનને ઈચ્છે છે, તે જન પણ અન્ય સ્ત્રી (વેશ્યા) ને વિષે આસક્ત છે, અને તે વેશ્યા મારા પર આસક્ત છે. તે તે રાણીને, તે મહાવતને, તે કામદેવને, તે વેશ્યાને અને મને પણ ધિક્કાર છે.” આ પ્રમાણે વિચારતાં રાજાને વિવેક ઉત્પન્ન થયે. તેથી તેણે શંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક એ પ્રમાણે સે સે પ્લેકના ત્રણ શતકે બનાવ્યા. પછી તેણે રાજ્યને ત્યાગ કરી તાપસ વ્રત ગ્રહણ કર્યું.
ઇતિ ભતૃહરિ કથા આ દૃષ્ટાંતથી લૈકિક વિવેક દેખાડો. કેત્તર વિવેક જિનેશ્વર ની આજ્ઞા રૂપ છે, અને તે શ્રમણોપાસક (શ્રાવક) ને વાણીના વિષયવાળો હોય છે. તથા સિદ્ધાંતમાં જે પ્રમાણે સૂત્રપાઠ હોય તે જ પ્રમાણે તેને ઉચ્ચાર કરવો અથવા તેનું શ્રવણ કરવું તે ભવરૂપી સમુદ્રને તારનાર જ્ઞાન સંબંધી વિવેક કહેવાય છે. આ વિવેક ગતમાદક ગણધરને સમ્યક અર્થવાળી દ્વાદશાંગીને પ્રકાશ કરવાથી સંપૂર્ણ રીતે હતે, એમ જાણવું. આ રીતે વાણીરૂપી લક્ષ્મીના વિષયવાળો. વિવેક ગુણ ધારણ કરવા યોગ્ય છે, કારણ કે તેનાથી જ અનેક માનુષ્ય ભવસાગર તરીને મેક્ષ પદ પામ્યા છે.
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે ચોથી શાખામાં વિવેક ગુણ ઉપર ભતૃહરે રાજાના વર્ણનરૂપ સતાવીશમો પલ્લવ સમાપ્ત.
Page #274
--------------------------------------------------------------------------
________________
२१२
પલવ ૨૮ મો. ભાવશત્રુના સમૂહથી નહીં છતાયેલા અને ભવ્ય પ્રાણીઓના પાપને નાશ કરનારા મહાવિદેહમાં વિચરતા જિનેશ્વરે મનને આ નંદ આપનાર થાઓ. ઉપર વિવેક ગુણ કહ્યા. હવે સંવર નામનું અઠ્ઠાવીસમું દ્વાર કહે છે
“સંવર’ રૂતિ બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહને જે ત્યાગ તે સંવર કહેવાય છે. તેને વિષે એક્ષપદને ઈચ્છનાર પંડિતાએ નિરંતર યત્ન કરો. એ સંવરને અક્ષરાર્થ કર્યો. હવે વિસ્તરાર્થ કહે છે –
વિસ્તરાર્થ–સર્વ મિથ્યા દર્શન એ પહેલું આશ્રયદ્વાર છે, અને કષાયાદિક સર્વે બીજા દ્વારે છે. એ સર્વ આશ્રવધારેને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે. તે સંવર પુણ્યના પોષણવડે અને પાપના શોષણવડે વારંવાર ભાવવા લાયક છે. ત્રણ કરેડ ગ્રંથના રચનાર શ્રી હેમચંદ્ર આચાર્યે યેગશાસ્ત્રને વિષે સંવરનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે.
મન,વચન અને કાયાની ક્રિયા એગ કહેવાય છે તેગો પ્રાણીઓને શુભાશુભ કર્મ આ-ચતરફથી, સવે છે-ઝરે છે-ઉત્પન્ન કરે છે, તેથી તે આશ્ર કહેવાય છે. તેમાં મૈત્રી વિગેરે ચાર ભાવનાથી વાસિત થયેલું ચિત્ત શુભ કર્મને ઉત્પન્ન કરે છે, અને તેજ ચિત્ત જે કષાય અને વિષયાદિકથી વ્યાપ્ત થયું હોય તે તે અશુભ કમને વિસ્તારે છે. સમ્યક કૃતજ્ઞાનને આશ્રય લઈને બોલેલું વચન શુભકર્મને ઉપર્જન કરે છે, અને તેથી વિપરીત એટલે મિથ્યાજ્ઞાનના આશ્રયવાળું વચન અશુભ કર્મના અર્જન માટે થાય છે. તયા સારી રીતે ગેપવી રાખેલા-નિયમિત રાખેલા શરીરવડે પ્રાણ શુભકર્મને સંચય કરે છે, અને નિરંતર જંતુને ઘાત કરનારા આરંભાવિડ અશુભ કર્મ બાંધે છે. કષાય, વિષય, ગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રદ્રધ્યાન આ સર્વે અશુભ કર્મ ઉપાર્જન કરવાના હેતુ છે. આ સર્વ આવેને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૩ તેના બે ભેદ છે-દ્રવ્યસંવર અને ભાવસંવર. તેમાં કર્મનાં પુદ્ગળની પ્રાપ્તિ જે અટકાવવી તે દ્રવ્યસંવર અને સંસારના કારણરૂપ ક્રિયાએને જે ત્યાગ કરે તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયવડે જે જે આશ્રવને ધ થાય તે તે આઘવને રૂંધવામાટે પંડિતોએ તે તે ઉપાય કરવો એગ્ય છે.
તેમાં ક્ષમાવડે ફોધને, માર્દવ વડે માનને, સરલતાવડે માયાને અને સંતોષવડે લેભને રૂંધવો જોઈએ. બુદ્ધિમાન પુરૂષે અસંયમથી વૃદ્ધિ પામેલા વિષતુલ્ય વિષયોને અખંડ સંયમવડે દૂર કરવા એગ્ય છે. ત્રણ ગુપ્તવડે ત્રણ ગાન, અપ્રમાદવડે પ્રમાદને અને સાવદ્ય વ્યાપારના ત્યાગવડે અવિરતિને રોકવી જોઈએ સંવરને માટે ઉદ્યમ કરનાર પુરૂષે સદર્શનવડે મિથ્યાત્વને અને ચિત્તના શુભ થાનવડે આતરોદ્ર ધ્યાનને વિજય કર જોઈએ.”
પૂર્વનાં શાસ્ત્રામાં પૂર્વાચાર્યોએ સંવરને જે અર્થ વિસ્તારથી કહો છે, તે પંડિતેઓ ત્યાંથી જ જાણી લે. નવતત્વવિચારમાં પણ સંવરને વિસ્તાર સત્તાવન ભેદે કહે છે, તે વિદ્વાનોના મનને હરણ કરે તે છે. તે આ પ્રમાણે – - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષડ, દશ પ્રકારે યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર–એ સત્તાવન પ્રકારે સંવર છે. સંક્ષેપ રૂચિવાળા પ્રાણીઓને બંધ થવામાટે આ સંવરની સંગ્રહમાથાને કાંઈક અર્થ બતાવે છે.–ગાડાની ધુંસરી જેટલી લાંબી દષ્ટિ રાખી પગ મૂકવાને ઠેકાણે પણ જોઈને ચાલતાં જતુની રક્ષા થવાથી પહેલી ઈર્યાસમિતિ કહેવાય છે. ૧. ધર્મનું પિષણ કરનાર, નિર્દોષ અને પાપ રહિત વચન બોલનાર પુરૂષને બીજી ભાષાસમિતિ હેય છે. ૨. સુડતાળીશ દેષ રહિત ભિક્ષાનું ભજન કરતા સાધુને ત્રીજી એષણાસમિત હોય છે. ૩. આસન વિગેરે વસ્તુઓ પ્રતિલેખના પૂર્વક લેવી અને મૂકવી એ ચેથી આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે. ૪. જંતુરહિત સ્થાનમાં મળ, મૂત્ર, લેબ વિગેરેને ત્યાગ કરનારા સાધુને પંડિતાએ પાંચમી ઉત્સગ (પારિષ્ઠાપનિકા ) સમિતિવાળા કહ્યા છે. પ. જે મહાત્માનું મન માચ્ય રૂપી વનમાં વિશ્રાંતિ પામેલું
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૪
હાય અને નિર ંતર કલ્પનાજાળથી રહિત હાય, તેવા મનવાળાને પહેલી મનાગુપ્તિ કહી છે. ૬. હસ્ત વિગેરેની સંજ્ઞાના ત્યાગ કરી મુનિ જે માનના આશ્રય કરે છે તે ખીલ્ટ વચન ગુપ્તિ છે કે જે સંસાર સાગર તરવામાં વહાણુ સમાન છે. ૭. કાર્યોત્સર્ગ વખો મુતિનું શી૨ રૂપી વૃક્ષ પસ રૂપી પવનથી હણાયા છતાં ક ંપે નહીં તે ત્રીજી કાયગુપ્તિ કડી છે. ૮. આગમમાં આ આઠે પ્રત્રયતમાતાએ કડ્ડી છે. ત્રિપદીના વિસ્તારની ખાણુ રૂપ આ પ્રવચનેાની આરાધના કરવાથી તે દુતિના નાશ કરે છે. આ આડ પ્રવચનેાના મૂળ સ્તંભની આરાધના કરવામાં તત્પર થયેલા મનુષ્યે એક ક્ષણમાં આગમેાક્ત ફળને પામે છે. હવે બાવીશ પરિસહેા બતાવે છે
સુધા, તૃષા, શીત, ઉષ્ણુ, દશ, અધેલ, રતિ, સ્ત્રી, ચર્યાં, નિષેધિકા, શય્યા, આક્રેશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણુ, સ્પર્શ, મળ, સત્કાર, બુદ્ધિ, અજ્ઞાન અને દર્શન એ ખાવીશ પરિસડા છે. આ પરિ સહેાનું સ્વરૂપ વિસ્તારથી ઉત્તરાધ્યયનસૂત્રને વિષે કહેવુ છે. ત્યાંથી પડતાએ જાણી લેવુ. (૩૦) તથા ક્ષમા, માર્દવ, આવ, નિલે†ભતા, તપ, સંયમ (હિંસાત્યાગ ), સત્ય, શૈાચ ( અદત્તત્યાગ), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ દશ પ્રકારના યતિધર્મ વિધિ પ્રમાણે સેવવાથી દશ પ્રકારના કલ્પવૃક્ષની જેમ પ્રાણીઓના વાંછિત પૂર્ણ થાય છે, (૪૦) અનિત્ય, અશરણુ, સંસાર, એકત્વ, અન્યત્ર, અશાચ, આશ્રવ, સવર, નિર્જરા, ધર્મસ્વાખ્યાતતા, લાકસ્વરૂપ અને એધિદુર્લભતા એ બાર ભાવનાએ પડિતાએ જાણવા અને ભાવવા લાયક છે. (પર) સામાયિક, દેપસ્થાપનીય, પરિહારવિદ્ધિ, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત-આ પાંચ પ્રકારે ચારિત્ર કહેલ છે. આ પાંચમાં ઉત્તરાત્તર ચારિત્ર પરિ ણામવડે અધિક આધિક વિશુદ્ધ છે. (૫૭) આ સત્તાવન પ્રકારના સવા સિદ્ધિ (મેાક્ષ)ને આપનારા છે,કારણ કે આ સવરનું સેવન કરીને અનેક જીવા સિદ્ધ થયા છે. આ સવર સસારસમુદ્રને તારવામાં કર્ણધાર સમાન છે.તેથી પડિતાએ બૃહદ્રથ રાજાની જેમ તેના સ્વીકાર કરવા,
હું વહાણનેા કપ્તાન
Page #277
--------------------------------------------------------------------------
________________
બૃહદ્રથ રાજાની સ્થા
શા ભરતક્ષેત્રમાં મધ નામે દેશ છે. તે સત્ર ગુણ્ણાનું સ્થાન છે. તેમાં મહદ્રથ નામે રાજા રાજ્ય કરતા હતા. એકદા તે શત્રુઓથી પરાભવ પામી પોતાની રાણી સહિત નાશીને કાઇક વનમાં ગયે. ત્યાં તેણે મુનીશ્વરા યા. તેને ચિત્તમાં કાંઇક વૈરાગ્ય આવવાને લીધે તેણે “ વનમાં રહેનારા પ્રાણી સુખી હોય છે, તે નારાઓ સુખી હાતા નથી. ગૃડસ્ત્રીઓને માટે બ્રહ્મચર્ય, ગૃડસ્થ, દેશવિરતિ અને વાનપ્રસ્થ આ પ્રમાણે વિચાર કરીને રાજાએ સી સહિત વાનપ્રસ્થ આશ્રમના આચારના સ્વીકાર કર્યાં, અને ગુરૂની સેવામાં તત્પર રહી તે ધર્મક્રિયામાં ઉદ્યમી થયે એટલે કે ચારિત્રની સ્કુલના કરવામાં ઉદ્યમી થયા. કારણ કે ચારત્રની તુલના કરનાર દુવિકૃતિ શ્રાવકા જ ચરિત્રને વીકાર કરવાને યાગ્ય થાય છે. પરંતુ તુમ્રના હિતને જે ચારિત્ર આપવામાં આવે તે તે ચાત્ર ગુરૂના સચમની પણ હાનિ કરવાના હેતુભુત થાય છે. તથા નરકગતિનું પણ ઉપાન કરે છે, પરંતુ આ નિયમ દુષમા કાળમાં ત્યાગ કરવાના છે. સુષમા કાળમાં તે બુદ્ધમાન આચાર્યે તુલના રહિત મનુષ્ચાને પણ ચાત્ર આપી તેમને અનુગ્રહ કરવા ાગ્ય છે, દુષમા કાળમાં કેવળ ધર્મની રા કરવી એ જ જરૂરનું છે, તેથી બાળક પણુ એ ધર્મમાં તત્પર હોય તા તેને પણ દીક્ષા આપવી. તે વિષે ભાગમમાં કહ્યું છે કે
જોવામાત્રથી રાજાના વિચાર કર્યા ક પ્રમાણે ગામમાં રહેચાર આશ્રમે છે
“ તિ શ્રુતજ્ઞાનનું રક્ષણ કરે છે તેથી તેમના ચારિત્ર આશધનનું ફળ દુષમા કાળમાં પણ અન્ય ( સુષમ દુસ ) કાળની તુલ્ય થાય છે. આગમ અને નિગમની વાણીનું રક્ષણ કરૂ વાથી સમગ્ર આચાર ફળીભૂત થાય છે, તેથી દુષમા કાળના તિઓના પક્ષપાત કરવા ચેાગ્ય છે, તેવા પક્ષપાત કરવાથી પ્રાણીઓ સમકિતને પ્રાપ્ત કરે છે, તેથી પક્ષપાત કરનાર પ્રાણીઓ દુષમા કાળમાં તિ તુલ્ય છે.
'
Page #278
--------------------------------------------------------------------------
________________
અહીં બ્રહદ્રથ રાજા અને તેની રાણું એ બન્ને તુલના કરતા હતા, તેથી તેમને વાનપ્રસ્થ ધર્મ અત્યંત શોભવા લાગ્યું. શરાણ ઉપર ઘસવાથી જેમ મણનું તેજ શુદ્ધ થાય છે, તેમ ગુરૂની સેવા કરવાથી તે બન્નેનું સમકિત શુદ્ધ-નિર્મળ થયું. શુદ્ધ સમક્તિવંત છતાં પણ ભાગ્યકમ ભોગવવું જ પડે છે. કારણ કે આ રાજાએ અને રાણીએ પૂર્વ ભવમાં એવું કર્મ બાંધ્યું હતું કે જેથી દાઢવાળા પ્રાણીથી તેમનું મરણ થાય. તે હકીકત આ પ્રમાણે –
પૂર્વ ભવમાં તેઓ ધનિક દંપતી હતા. તેઓએ બાર વ્રત અંગીકાર કરી શ્રી અરિહંત દેવની આજ્ઞા પાળવાનો નિશ્ચય કર્યો હતું. પરંતુ બાર અંગને વચન ઉપર તર્ક વિતર્ક કરવાથી તેમનું મન અસ્થિર થયેલું હતું. એકદા તે દપંતી પિતાના ઘરના ઉપલા માળની બારીમાં બેઠા બેઠા આગમના વાક્યને વિવાદ કરતા હતા. નીચે ઘરમાં શુદ્ર જાતિના સૂચીમુખ નામને ચાકર બેઠે હતે. તે અવસરે કઈ બે સાધુ ગોચરીને માટે ત્યાં આવ્યા. તે બને મુનિને જોઈ બારીમાં બેઠેલા તે દંપતીએ વિચાર કર્યો કે-આપણે ઘેર આ યતિઓ કેમ આવ્યા ? પ્રમાદ રૂપી સર્પથી ડસાયેલા યતિઓને આપણે અન્નપાન આપવું યેગ્ય નથી. કેમકે આગમમાં કહ્યું છે કે –“ દેશવિરતવાળા શ્રાવકેએ અયતિઓને યતિની બુદ્ધિથી (આ થતિ છે એમ ધારીને) કદિ પણ અન્ન આપવું નહીં.” આ પ્રમાણે વિચાર કરી તેમણે ચાકરને બોલાવીને કહ્યું કે –“હે કિંકર ! આ બન્ને આગમના ઉત્સર્ગ માર્ગ પ્રમાણે વર્તતા નથી તેથી તેમને દાન આપ્યા વિના રજા આપ.” આ પ્રમા
ની તેમની આજ્ઞા થવાથી તે કિંકર નીચે આવે, અને છ ગુણને ધારણ કરનારા તે અતિઓને જે તે ચિંતવવા લાગે કે –
અહે ! મારા આ પરાધીન જીવતરને ધિક્કાર છે કે જેથી આવા શ્રેષ્ઠ સાધુઓની ભક્તિ કરવાની પણ મારી શક્તિ નથી. જિનેશ્વરના લિંગને ધારણ કરનારા આ સાધુઓ ધર્મ સાધન કરે છે, તેથી
૧ આ છ ગુણ કયા તે સમજાતું નથી,
Page #279
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરની આજ્ઞાને માનનારા દેશવિરત એવા દાતાર તેમનું પડવું કરવું જોઈએ. આ સાધુઓ રાગ દ્વેષ રહિત છે, તે આપ વિગેરે પરિસોને સહન કરે છે, ઘરરૂપી કુવામાંથી બહાર નીકળી સિદ્ધાંતનું રક્ષણ કરવામાં તત્પર રહે છે. પૃથ્વી પીઠ પર શયન કરે છે, પગમાં મોજડી પણ પહેરતા નથી, ભિક્ષા માગી ઉદરનિર્વાહ કરે છે, નિરંતર ધર્મને ઉપદેશ આપે છે, અમુક અંશે પણ છત્રીસ ગુણના સ્થાને રૂપ છે, અને જિનેશ્વરની આજ્ઞાનું રક્ષણ કરવામાં કારણરૂપ છે; તેથી આ મુનવરે દેશવિરતિવાળાઓએ માનવા ગ્ય છે.” આ પ્રમાણે તે કિંકરને તેના ભાગ્ય યોગે વિવેક ઉત્પન્ન થયેતેથી પિતાને નિમિત્તે તૈયાર કરેલું અન્ન તેણે તે મુનિઓને વહે રાવ્યું. તે વખતે તે કર્મકરે શુભ ભાવથી સંપૂર્ણ દાન સંબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. પિલા મુનિઓએ પણ તે આહાર નિષા હોવાથી ગ્રહણ કર્યો, અને તે દંપતી ઉપર લેશ પણ કેધ કરે નહીં. અનુક્રમે તે દંપતીએ ગુરૂની સેવા કરી તથા નવા ચૅ પણ કરાવ્યાં. પરંતુ ગુરૂની નિંદાથી ઉત્પન્ન થયેલા પાપની તેણે આલોચના કરી નહીં, તેથી તિર્યંચની દાઢા તથા નખથી મૃત્યુ થાય એવું દ્રઢ પાપ કર્મ તેમણે બાંધ્યું કે જે કર્મ ક્ષાયિક સમક્તવાળાને પણ ભેગવવું પડે. પેલા કકરે દાનના પુણ્યથી ચક્રવર્તી પણાનું કર્મ ઉપાર્જન કર્યું. કારણ કે કમભૂમિના જીવોની કર્મની, ગતિ વિચિત્ર પ્રકારની હોય છે. - હવે તે રાજા અને રાણી બાર અણુવ્રતને ધારણ કરી વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવામાં તત્પર રહી માંડવ્યવર્મ સૂરિની સેવા કરતા સતા વનમાં રહ્યા હતા, તેવામાં રાણુને પ્રસુતિ સમય સમીપે આ જાણું ગુરૂના સમીપને ત્યાગ કરી તે રાજા દૂર વનમાં ઝુંપડી કરીને રહ્યા. “ જે વનમાં ગુરૂ રહેલા હતા, તે વનમાં રહેતા, વાનપ્રસ્થીઓને મુનીશ્વરના પ્રભાવને લીધે હિંસક પ્રાણુઓને ઉપદ્રવ થતો નહતે.” દૂર વનમાં રહેલી રાણએ સમય પૂર્ણ થયે ત્યારે પૂર્ણચંદ્રની જેવા મુખવાળી અને રાજાના કુળની દીપિકા જેવી :
Page #280
--------------------------------------------------------------------------
________________
*
* *
*
લખ્યા સુખે કરીને પ્રસવી. તે વખતે જાણે છે યમરાજ હોય એ વિકરાળ એક કેશરીસિંહ શક્ય નહીં મળવાથી દુર્બળ થયેલે ત્યાં આવે. તેને જોઈ રાજએ મૃગના જેવાં નેત્રવાળી પિતાની રાણી વિશાલાક્ષીને કહ્યું ક–હે દેવી! તું ભય પામીશ નહીં. તારા મનમાં ધીરજ રાખજે. આપણા શરીરને વિગ કરવા માટે આવેલે આ સિંહ આપણે કર્મના કલેશને હરણ કરનાર છે તેથી મિત્રભાવથી આપણે તેને જે ગ્ય છે. હું ધારું છું કે આ સિંહના મીષથી આપણે પૂર્વને કર્મસમૂહ પ્રગટ થયે છે.” આ પ્રમાણે શુભ ભાવથી તે બન્નેએ દુખે કરીને વારી શકાય એવા મહા વૈરી સમાન કષાયાદિકનો સંવર એવી રીતે કર્યો કે જેથી તેમને શું લેહ્યા ઉત્પન્ન થઈ. તે સિહે તત્કાળ તેમના શરીરને વૈિગ કે એટલે તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા
ત્યાં સાડાનવ વર્ષના થયા ત્યારે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.. , અર્લી વનમાં તે રાણીએ જે કન્યા પ્રસરી હતી, તે સિંહે ભક્ષણ કરી નહીં, કારણ કે “અધિક આયુષ્યને અ૫ કરવામાં ઈદ્ર પણ સમર્થ નથી.' એવા અવસરમાં તે કન્યાને ભયરૂપી પવનથી પ્રેરાયેલા માંડવ્યવર્મસૂરિ છાએ તેજ વનમાં આવ્યા. તે કન્યાને જોઈ પોતે
પૃહા રહિત હતા તે પણ તેના પર દયા આવવાથી તે સુરિ મનમાં tઘારવા લાગ્યા કે –“ બડદ્રથ રાજા શ્રાવકમાં ઉત્તમોત્તમ હતું
અને અમારે અનન્ય ભકત હતું, તેની આ મનોહર આકૃતિવાળી કન્યા છે, વળી અમે રાગદ્વેષ રહિત છીએ તે પણ દયારૂપી કમલિનીને વિરવર કરવામાં સૂર્ય સમાન છીએ, તેથી અમારે આ કન્યાનું રક્ષણ કરવું એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તે મુનીશ્વરે તે કન્યા મતિકલા૫ નામના શ્રાદ્ધદેવને પુત્રીપણે સેંપી. ત્યાં તે કન્યા દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. અનુક્રમે તે કન્યા રૂપની સંપત્તિવડે કામદેવની સ્ત્રી રતીની જેવી મનહર રૂપવાળી થઈ. એકદા શ્રાદ્ધદેવે મુનીશ્વરને પૂછયું કે – “આ કથાને વર કેણ થશે ?” ત્યારે ર હ્યા છે કે મહા બુદ્ધિમાન ! તું કેટલેક સમય રાહ જો. આ
Page #281
--------------------------------------------------------------------------
________________
કેન્યાને શતિ (પક્ષી) સેવે છે. તેથી વનચરીએ તેનું શક લો એવું સાર્થક નામ પાડયું છે. નિમિત્તિઓ પણ તેને ચકવર્તીની માતા કહે છે. તેથી ગુણની રેખા સમાન આ કન્યા કોઈ રાજાની રાણી
તે સાંભળીને અતિકલાપ અને તેની સ્ત્રી ચંદ્રલેખાનું ચિત્ત ચિં તાતુર થયું કે આ કચાનો વર કયારે મળશે?” તેવામાં અશ્વકીડા કવા નીકળેલ દુગત નામનો રાજા ભમતો ભમતે તે મંડવ પર્વત પર આવ્યું. ગુણસમૂહના રથાન રૂપ તે મિથિલા નગરોને રાજા માર્ગના થાકને લીધે આમ્રવૃક્ષના વનમાં એક ક્ષણવાર પૃથ્વી પર સુતો ત્યાં રહેલા તે રાજાને ચંદ્રલેખાએ જોઈ વિચાર કર્યો કે–આ કોઈ પુરૂષ અમારી કન્યાને ગ્ય વર હોય તેવું જણાય છે. કન્યાના કર્મોદયે આ ઉત્તમ પુરૂષને અહીં આર્યો છે, તે અપૂર્વ નિધિરૂપ મારા મનોરથને પૂર્ણ કરનાર જણાય છે.” આ પ્રમાણે વિચારી તે રાજપુત્રને આદરથી બોલાવી તેને સાથે લઈને તે પિતાના આશ્રમમાં ગઈ. રાજપુત્ર પણ ત્યાં રહેલી સ્ત્રીઓનાં ગીતવડે હર્ષ પામી તન્મય ચિત્તવડે તે કન્યાને ચિરકાળ સુધી જોઈ રહ્યા. તે વિચારવા લાગે કે–“અહો ! આ બાળકોનું નિરૂપમ રૂપ છે. અહો! એનું લાવણ્ય ઉત્કટ છે. અહો! એના અંગની સુંદરતા ત્રણ જગતમાં પણ ઉત્તમ છે, મને હર રૂપવાળી આ કેની કન્યા હશે? મારા મનને હરણ કરનારી આ વનેચરી આ પર્વત ઉપર કેમ રહી હશે? અથવા તે શું, આ કેઇ રાજકુળમાં ઉત્પન્ન થયેલી રાજકન્યા હશે?” એમ વિચારી દુષ્યત રાજાએ તેનું વૃત્તાંત ચંદ્રલેખાને પૂછયું, ત્યારે તેણે શ્રાદ્ધદેવના રક્ષણ સુધીને સર્વ વૃત્તાંત તેને એકાંતમાં કહ્યો.
પછી એકાંતમાં પરસ્પર ઘણા પ્રકારની વચન યુક્તિ પૂર્વક તે કુમારીએ તે રાજાને વરપણે અંગીકાર કર્યો. ત્યારપછી રાવણ હસ્તીના જેવી ગતિવાળી તે રાજકન્યાએ પોતાની સખીદ્વારા પિતાને અભિપ્રાય માતાપિતાને જણાવ્યું. ત્યારે શ્રાદ્ધદેવે માંડવ્યવર્સ નામના ઉત્તમ ગુરૂને પૂછ્યું કે હે પ્રભુ! આ કન્યા હું મગધ દેશના રાજાને
Page #282
--------------------------------------------------------------------------
________________
આપે કે નહીં? ” ગુરૂ દયા કે- હું શ્રાવક ! આષા કાળમાં તારે અમને પૂછવું ન જોઈએ. કારણ કે મુનિએ નિમિત્તશાસ કહેતા નથી. આ જગતમાં નિમિત્તશાસ્ત્રનું જે કહેવું તે મહુર ચારિત્રવાળાના પણ ચારિત્ર રૂપી ચદ્રની નિર્મળતાને નાશ કરે છે, તથાપિ કેઈક કાળે મુનીશ્વરો પણ સમ્યકૃદશનની દીપ્તને માટે નિમિત્તશાસ્ત્રને કહે છે. કારણ કે તેઓ કાળને જાણનારા હેય છે એટલે પરિણામે લાભદાયક હોય તેવી વાત કહે છે. તેથી હું આ પ્રસંગમાં કહું છું કે આ વિવાહ જિનેશ્વરની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારાને નિષેધ કરનાર છે, અર્થાત્ લાભકારક છે માટે તું તારી ઈચ્છા પ્રમાણે કર.” એમ કહી મુનીશ્વર મન રહ્યા.
ત્યારપછી તેઓએ તે કન્યા દુષ્યત રાજાને વિધિપૂર્વક પરણાવી. નવી સ્ત્રીને પરણેલે તે રાજા તીર્થસેવા કરવાની ઈચ્છાથી પાર્શ્વનાથના તીર્થની ભૂમિવાળા તે મોટા પર્વત પર કેટલાક દિવસ રહે. શ્રી પાર્શ્વનાથને પર્વત (સંમેતશિખર) શત્રુંજય પર્વતની જેમ સર્વ તીર્થ મય છે. મનુને મધ્યદેશમાં એના વિના કઈ તીર્થસ્થાન વસવા ચોગ્ય નથી. આ મધ્યદેશમાં ઉત્તમ આચારવાળા અને અધમ આચારને સેવનારા ઘણું મનુષ્ય રહે છે. પણ મધ્યમ આચારવાળા લોકે બહુ રહેતા નથી. શત્રુંજય નામનું તીર્થ વીશ સ્થાનકને સેવનારાઓને તીર્થકર નામ ગોત્ર કર્મને ઉત્પન્ન કરનાર છે. સમેતશિખર પર્વત પર રહીને જે વીશ સ્થાનકને સેવે છે, તે કેવળજ્ઞાનને આપનારૂં કર્મ ઉપાર્જન કરે છે. અબુદાચળ નામના તીર્થમાં રહીને જે વશ
સ્થાનકની આરાધના કરે છે, તે ગણધર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે. તથા મંડપાદ્રિ તીર્થપર રહીને જે વિશ સ્થાનની સેવા કરે છે તે ચકવતી નામ ગોત્ર કર્મ બાંધે છે. પછી દુર્થાત રાજાએ આ તીર્થની કેટલેક કાળ સેવા કરી, તેટલામાં તેની રાણી શકુંતલાએ ચંદ મહા સ્વએ સૂચિત ગર્ભ ધારણ કર્યો. ત્યારપછી રાજા રાણને શ્રાદ્ધદેવ પાસે રાખી ગુરૂને વંદન કરી મિથિલા નગરીમાં ગયે, અને પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
Page #283
--------------------------------------------------------------------------
________________
અહી શકુંતલા રાણીએ સર્વ ગ્રહો ઉરચ સ્થાનમાં રહ્યા હતા તેવા શુભ અવસરે સરોવર જેમ કમળને પ્રસવે તેમ પુત્રરત્ન બસ તે વખતે શ્રાદ્ધદેએ તેને જન્મોત્સવ કર્યો. નિમિત્તિઓ બેલ્યા કે-“આ બાળક વેદના અર્થને પ્રગટ કરશે.” પછી સુકમળ અંગવાળો તે કુમાર શુકલ પક્ષના ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. કેટલેક કાળે શ્રાદ્ધદેવો તે રાણીને પુત્ર સહિત દુષ્યત રાજા પાસે લઈ ગયા, અને બોલ્યા કે “ હે રાજા! પુત્રવાળી આ કુળકથાને ગ્રહણ કરે.” તે સાંભળી લોકાચારના ભયથી રાજાએ કહ્યું કે–“ આ મારી સ્ત્રી નથી, માટે હું નહીં ગ્રહણ કરું.” ત્યારે શ્રાદ્ધદેવ બોલ્યા કે –“ રાજા ! આ તમારું વચન યુક્તિ યુક્ત નથી. જેઓ ભરણ પોષણ કરવા લાયક સ્ત્રી પુત્રાદિકનું પોષણ કરતા નથી તેઓ પરલોકમાં સરંગતિને પામતા નથી.” આ અવસરે ચકેશ્વરી દેવી આકાશમાં રહીને બોલી કે-“ હે રાજા ! આ તારો પુત્ર છે અને તે ચક્રવર્તી થવાનો છે. પુત્ર સહિત આ મગધેશ્વરની પુત્રી શકુંતલાની તું અવજ્ઞા ન કર.”
આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ રાણીને અંગીકાર કરી. તેને ગુણગણની ખાણરૂપ પુત્ર મરૂત નામથી પ્રસિદ્ધ થયા. એ પુત્ર યુવાવરથાને પામે ત્યારે બુદ્ધિમાન દુષ્યત રાજાએ તેને પિતાના રાજ્યપર થાપન કર્યો અને તે વાનપ્રથાને આશ્રય કર્યો. “ગૃહરથીઓને પણ યથાર્થ ગુરૂની સેવા કરવા માટે અરણ્યમાં વસવું યેગ્ય છે.” મરૂત રાજા ગઈ વીશીમાં આ ભરતખંડને વિલે પહેલે ચક્રવર્તી થયે હતે. આ ઢીને નવ નિધિઓ, ચોદ , કનુકેટિ પત્તિઓ અને છનું કેદ ગામે હતાં.
એકદા સઠ હજાર ૬૪૦૦૦ રાણીઓ સાથે ભોગ ભગવનાર તે ચકાએ પોતાની પાસે રહેલા પ્રધાનને પૂછયું કે-“આ લોકસમૂહમાં ઉચ્ચ પ્રકારનો અસ્તવ જેવામાં આવતા નથી તેનું શું કારણ?
ત્યારે તે બોલ્યા કે “હે ગુણના સારરૂપ રાજા! હાલ આ લેકમાં ચરતાને કહેના. શાસ્ત્ર જ દેખાતું નથી, તેથી સર્વ ક
Page #284
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસ્તવમાં પ્રમાદી થયા છે તે સાંભળી રાજાએ ગગા અને સિંધુ નદીની વચ્ચે રહેલા માણવક નામના સ્તંભમાંથી નિગમનું પુસ્તક પ્રગટ કર્યું. મેક્ષને સાધનાર ભાવસ્તવજ છે, પણ તે સર્વ ભાવસ્તવ દ્રવ્યસ્તવ પૂર્વક જ અરિહંતોએ પ્રમાણભૂત કરેલ છે. પછી દરેક દેશમાં
અને દરેક રથાનમાં ઘનસાર (ગેરેથી પૂજા અને ઉપહારની અનેક વસ્તુએ કરીને દ્રવ્યરતવની નવી પ્રવૃત્તિ શરૂ થઈ. “સત્ય અર્થને જણાવનાર શાસ્ત્રને જે કર્યો સમદશની મનુષ્ય નિરંતર શુદ્ધ આચરણની ક્રિયામાં ન પ્રવતે ? ” નિગમને પ્રગટ કરવાના પુણ્યથી મરૂત રાજાએ પોતાનો ચરમ ભવ કેવળજ્ઞાનના પ્રકાશમય કર્યો. નિગમ અને આગમના સત્ય સંકેતને જાણનાર મનુષ્યને મિથ્યા આશ્રવને નિરોધ કરનાર સંવર તત્વ પ્રાપ્ત થાય છે. વિશાળ હૃદયવાળા બડુદ્રથ રાજા અને વિશાલાક્ષી રાણી સંવરના પ્રભાવથી જ મેક્ષપદ પામ્યા છે. મનુ જિનશાસનની નિપુણતાને મુશ્કેલીથી પામી શકે છે કારણ કે એક ભાવ જ સારી રીતે આવ્યો હોય તે તે સિદ્ધિને આપનાર થાય છે.
જેમ બ્રહદ્રથ રાજા અને વિશાલાક્ષી રાણીના મિજળ વડે આદ્ર થયેલા હૃદયમાં આદતેય નામના વૃક્ષની જેમ સંવરને લીધે ફળના ઉદયની સ્તુતિ થઈ તેમ તમારા મનમાં પણ સંવરની તે થાઓ. આ પ્રમાણે સંવર તત્ત્વ સર્વ તત્વમાં શ્રેષ્ઠ છે. કેમકે તેનાથી પ્રગટ થયેલે ધર્મ ચિંતામણિ તુલ્ય થાય છે.
( આ કથા અને તેમાંની હકીકત બધી જૈનશાસનના ચાલુ ગ્રોથી તદન જુદા જ પ્રકારની છે.)
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મ હંસગણિતના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશ ઉપવલી નામની ટકાને વિષે રોથી શાખામાં સંલરના સ્વરૂપ ઉપર બૃહદ્રથ અને વિશાલાક્ષીના વર્ણન નામનો અઠ્ઠાવીસ વધુર સાફ થશે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૩
પધ્રુવ ૨૯ મા.
દેવદેવ શ્રીઋષભ, વધમાન, ચંદ્રાનન અને વારણેણુ જિતેશ્વરા નિરંતર ત્રિલેાકના પ્રાણીઓને ત્રણ રત્નની પ્રાપ્તિ માટે થાઓ. સવર તત્ત્વ કહ્યા પછી હવે ભાષા સમિત નામનું આગળુત્રીંશમ્ . દ્વાર કહે છે
“ માતાસમિ[ ” ત્તિ
,,
અહીં પૂત્ર ના પઢો ઉપશમ, વિવેક અને સવર સહિત ભાષાસમિતિ એ ચારેના તંદુ સમાસ થયા છે. તેથી ભાષા સમિતિ શબ્દને છેડે બહુવચન છે. ઍ એટલે ચ શબ્દના અર્થ પુન: થાય છે. તેમાં ઉપશમ, વિવેક અને સંવરનું સ્વરૂપ કહી ગયા છે. હવે ભાષાસમિતિનું સ્વરૂપ કહે છે— તત્ત્વજ્ઞ પુરૂષે! સાવઘના ત્યાગ કરી જે નિર્દોષ વચન બેલે છે તે જિનાજ્ઞામાં વનારા પુરૂષાએ ભાષાસમિતિ જાણુવી. કહ્યું છે કે-“સાવધરહિત, પ્રાણીને ઉતકારક, પરિચિત-ચેડા શબ્દોવાળી શાસ્રને અનુસરતી અને પ્રિય એવી જે વણી એલાય તે ભાષાસમિતિ કહેવાય છે” તે વિષે ઉપદેરાપાળામાં કહ્યું છે કે—દ્ધ વિગ્રઝુ (કજીએ) અને વિસુત્તિ (ક) થી રહિત એવા તાકાય વખતે નિરવધ ભાષા એટલે ” અને કારણ વિના કાંઇપણ ન મેલે તે તે અંત ભાગ્રામિતવાળા કહેવાય . છે.” સાવધરહિત, સત્ર પ્રાણીને દ્ધિતકારક, પરિમિત અને પ્રિય વચન ખેલવું તે મુર્તનની ભાષા મત કહેવાય છે, વિશેષ જાગૃનાશ ક્ષા ધુએ અને શ્રાવકોએ આ ભાષાસમિતિ પુષ્કરેખાને વધારનારી છે. એપ જાણવું. અન્ય સ્થળે પશુ કશું છે કે- જે પ્રિય, હિત અને સત્ય એવું વચન ખેલવુ તે સુનુતવ્રત કહેવાય છે. જે અપ્રિય અને અદ્ભુત કારક હોય તે સત્ય હોય તાપણુ સત્ય નથી ”
,
આ ભાષા ચાર પ્રકારની છે—સત્થા ૧, મૃષા:૨, સત્યમૃષા ૩, અને અસત્યમૃષા ૪. તેમાં જંતુઓને હુિતકારક અને વિશ્વને પ્રિય લાગે એવી જે ભાષા તે પહેલી સત્યભાષા કહેવાય છે. ।
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તેનાથી જે વિપરીત તે બીજી અસત્ય ભાષા કહેવાય છે. ૨ જે સાચી અને ઝુડી મિશ્રભાષા એલાય તે ત્રીજી સત્યામૃષા કહેવાય છે.૩ વ્યવહારને લગતી એટલે સત્ય પણ નહી અને અસત્ય પણ નહી તે ચેાથી અસત્યઅમૃષા કહેવાય છે. કહ્યું છે કે—પેહેલી સત્યભાષા ૧,ખીજી ભ્રષા(અસત્ય)ભાષા ૨, ત્રીજી સત્યમૃષા૩,અને ચેાથી અસત્યઅમૃષા ૪.” આમાંની પહેલી ત્રણ ભાષાએ દશ દશ પ્રકારની છે અને ચેાથીના ખાર ભેદ છે. તે આ પ્રમાણે
જનપદ (દેશ) સત્ય ૧,સંસ્કૃત સત્ય ૨, સ્થાપના સત્ય ૩, નામ સત્ય ૪, રૂપ સત્ય ૫, પ્રતીત્ય સત્ય ૬, વ્યવહાર સત્ય ૭,ભાવ સત્ય ૮, ચાગ સત્ય ૯ તથા ઉપમા સત્ય ૧૦,આ દશ પ્રકારે સત્ય ભાષા કહેવાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, લાભ ૪, પ્રેમ પ, દ્વેષ ૬, હાસ્ય ૭, ભય ૮, આખ્યાન . અને ઉપઘાત ૧૦. આ દશ કારણે અસત્ય ખેલાય છે, તેથી આ દશ પ્રકારે અસત્ય ભાષા જાણવી. ૨.
૭,
ઉત્પન્ન મિશ્ર ૧,વિગતમિશ્ર ર,મિશ્રકમિશ્ર ૩,જીવમિશ્ર ૪,અજીમેથ્ર પ જીવાજીવમિશ્ર હું, અન’તકાય મિશ્ર છ, પ્રત્યેકમિશ્ર. ૮, અહ્વામિશ્ર ૯, અને અહ્વાહામિશ્ર ૧૦. દશ પ્રકારે ત્રીજી સત્યાક્રૃષા ભાષા જાણવી. આમ ત્રણી ૧, આજ્ઞાપની ૨, યાચની ૩, પૃચ્છની ૪, પ્રજ્ઞાપની ૫, પ્રત્યાખ્વાની ૬, ઈચ્છાનુલામા ૭,અનભિમૃદ્ધિતા ૮, અ ભગૃહિતા ૯,સ ંશયકરણી ૧૦, વ્યાકૃતા ૧૧,અને અન્ય કૃતા. ૧૨. આ આર પ્રકારે અસત્યઅમૃષા નામની ચેાથી ભાષા જાણવી.
આ ચારે ભાષાની વ્યાખ્યા નીચે પ્રમાણે—
દેશને આશ્રીને ભિન્ન ભિન્ન શબ્દાને કહેનારી જે ભાષા તે જનપદસત્ય કહેવાય છે. જેમકે કાંકણ દેશમાં દૂધને પચ્ચ કહે છે તથા જળને નીર કહે છે. ૧. સ લેાકને જે સંમત હોય તે સંમત સત્ય કહેવાય છે. જેમકે પંકજ શબ્દના અર્થ અરિવંદ્ય કમળ જ સમાન્ય છે, પરંતુ પાયગ્રા વિગેરે
1
અસમત નથી. ૨ આંકડા વિગેરેના વિષયવાળી ભાષા સ્થાપના સત્ય કહેથાય છે. જેમકે એકડા ઉપર બે મીંડા મૂકવાથી સેા કહેવાય છે, અને ત્રણ
Page #287
--------------------------------------------------------------------------
________________
શપ
મીંડા મૂકવાથી હજાર કહેવાય છે, તેમજ પ્રતિમાદિકમાં જિનની બુદ્ધિ થાય છે, તે સર્વ સ્થાપના સત્ય છે. ૩. મનુષ્યને મરણધર્મ છે તે પણ કઈ નું નામ અમર હોય તથા કઈ દરિદ્રી માણસનું નામ ધનપાળ હોય તે નામસત્ય કહેવાય છે. ૪. મુનિના વેષને ધારણ કરનાર માણસ મુનિ કહેવાય તે રૂપસત્ય છે. ૫. એકબીજી વસ્તુને આશ્રીને નાનાપણું કે મેટાપણું કહેવું તે પ્રતીત્ય સત્ય છે, જેમકે અનામિકા આંગળી કનિષા આંગળીની અપેક્ષાએ સેટી કહેવાય છે અને મધ્ય આંગળીની અપેક્ષાએ નાની કહેવાય છે. ૬. કુદરવાળી કન્યાને માટે આ કન્યા અનુદરા છે એમ.જે વ્યવહારથી કહેવાય છે, તથા ઘાસ વિગેરે બળતું છતાં પર્વત બળે છે એમ જે કહેવાય છે તે વ્યવહારસ છે. છાબલી પાંચ વર્ણવાળી હોય છે, પણ તેમાં શ્વેતવણું વધારે હોવાથી તેને ધોળી બગલી કહીએ તે ભાવસત્ય છે. ૮. દંડ(લાઠીના) વેગથી એટલે સંબંધથી કેઈવાર તેની પાસે દંડ ન હોય તે પણ તે માણસ દંડી કહેવાય છે તે સત્ય છે. ૯ આ પુરૂષનું હૃદય સમુદ્ર જેવું વિશાળ છે એમ કહેવું તે ઉપમાસય છે.૧૦,
પિતા પુત્રને ફોધથી કહે કે તું મારો પુત્ર નથી એ ક્રોધથી અસત્ય કહેવાય છે. ૧. માનને લીધે “હું મહાત્મા છું એમ જે કહેવું તે માનથી અસત્ય છે. ૨, વિકજ્યના વિષયમાં વણિકની જેમ માયાથી અસત્ય બોલવું તે માયાથી અસત્ય છે. ૩. અને લેભથી અસત્ય બોલ વું તે લાભ અસત્ય કહેવાય છે. ૪. પ્રેમને લીધે પ્રિયાને કહેવું કે હું તારે દાસ છું’ એ પ્રેમથી અસત્ય છે.પ. દ્વેષને લીધે ગુણને પણ નિગુણી કહે તે દ્વેષથી:અસત્ય છે. કેઈની વસ્તુ લઈને હાસ્યથી મેં તે વસ્તુ જેઈજ નથી” એમ જે કહેવું તે હાસ્યથી અસત્ય છે. ૭. તે જ પ્રમાણે ભયને લીધે વસ્તુ લીધા છતાં “મેંઈજ નથી” એમ જે કહેવું તે ભયથી અસત્ય છે. ૮. આખ્યાયિકા (કથા)માં જે અસંભવિત વાત કહેવી તે આખ્યાનઅસત્ય છે. ૯ ‘તું ચાર છે એમ જે ઉપડ્યા તેને લીધે બેલવું તે ઉપઘાત અસત્ય છે. ૧૦.
"વહારથી સત્ય હાય અને વાસ્તવિક રીતે અસત્ય હોય
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૭
તે સત્યામૃષા એટલે મિશ્ર ભાષા કહેવાય છે. તેમાં કોઈ ગામમાં આછા કે વધારે બાળકોના જન્મ થયા છતાં આ ગામમાં આજે દેશ મળકા જન્મ્યા છે' એમ જે કહેવું તે ઉત્પન્નમિશ્ર કહેવાય છે. ૧. એજ પ્રમાણે ન્યૂન કે અધિક મરણ પામ્યાં છતાં ‘આ ગામમાં આજે દશ વૃદ્ધા મરણ પામ્યા છે' એમ જે કહેવું તે વિગમશ્ર છે.ર. આ ખન્ને ખાખત એકી વખતે કહેવી કે ‘આજે. આ ગામમાં દશ જન્મ્યા છે અને દશ મર્યો છે. એમિશ્રકમિશ્ર ભાષા જાણવી. ૩. ઘણા જીવાના એક રાશિ તેમાં ઘણાં જીવે જીવતા હાય અને થાડા મરેલા હાય તે છતાં આ મોટા જીવના શ છે' એમ જે કહેવું તે જીમિશ્ર ભાષા જાણુથી ૪. એજ માણે તે રાશમાં ઘણા મરેલા અને ચેડ઼ા જીવતા દેખી ‘આ રાશિ મરેલા છે” એમ જે એવું તે તત્ત્વજ્ઞાએ અજીવમિશ્ર ભાષા જાણવી,૫, તથા તેજ જીવરાશિમાં નિશ્ચય કર્યાં વિના આ રાશિમાં આટલા જીવતા છે અને આટલા મરેલા છે. એમ જે વિસ વાદન વાળી ભાષા ખેલવી તે જીવામિશ્ર કહેવાય છે.૬. કોઇ અન તકાય. યંનસ્પતિ પત્ર સહિત હાય અથવા પ્રત્યેક વનસ્પતિથી મિશ્ર હાય છતાં સર્વથા અને અને તકાય છે' એમ જે કહેવું તે અનંતકાયમિશ્ર ભાષા કહેવાય છે. ૭, એિજ પ્રમાણે બન્ને પ્રકારની વનસ્પતિ છતાં આ પ્ર ત્યેક વનસ્પતિ છે” એમ જે કહેવુ તે પ્રત્યેકમિશ્ર ભાષા કહેવાય છે.૮. કાંઇ ઉતાવળને લીધે રાત્રિ છતાં ‘દિવસ ઉગ્યા’ અથવા દિવસ છતાં રાત્ર થઈ ગઈ” એમ જે કહેવું તે અહ્વામિશ્ર ભાષા કહેવાય છે. ૯. તથા અદ્ધાના એક દેશથી મિશ્રિત વાક્ય બેલવું, જેમકે સવારના સમય છતાં મધ્યાન્હ થઇ ગયા, એમ જે એવુ તે અદ્ધાદ્વામિશ્રભાષા ક હૈવાય છે. ૧૦.
હે માતા ! આવ ’ આવી જે ભાષા તે આમ ત્રણી કહેવાય છે. આ ભાષા પૂર્વે કહેલી ત્રણે ભાષાથી વિલક્ષણ છે માટે અસત્યાઅમૃષા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર તણવુ. ૧- ‘ અમુક કામ કર' એ પ્રમાણે જે આજ્ઞા આપવી તે આજ્ઞાપની ભાષા છે. ૨. કામુક વસ્તુ મને આપ ? એમ જે કહેવુ તે યાચની ભાષા છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
ર૭
'આ શું છે?” ઈત્યાદિક જે પૂછવું તે પૃચ્છની ભાષા છે. ૪. શિષ્યાદિક ને ઉપદેશ આપવો તે પ્રજ્ઞાપની ભાષા છે. ૫. યાચના કરનારને જે નિષેધ કરે –ના કહેવી તે પ્રત્યાખ્યાની ભાષા છે. “આ કાર્ય મને પણ ઈટ છે તેથી તું પણ તારી ઈચ્છા પ્રમાણે કર આ પ્રમાણે જે બોલવું તે ઈચછાનુમિ ભાષા છે. 9. “હું શું કરું ?” એમ કેઈન પૂછવાથી “તારી ઈચ્છામાં આવે તે કરી એમ અનિશ્ચયવાળી જે વાણું બેલવી તે અનભિગ્રહિતા ભાષા કહેવાય છે. ૮. તેનાથી વિપરીત એટલે “અમુક કાર્ય કરે એમ જે કહેવું તે અભિગ્રહિતા ભાષા કહેવાય છે. ૯. ‘તું સંધવ લાવ” એવી સંશયવાળી જે ભાષા બલવી તે સંશયકરણ ભાષા કહેવાય છે, કારણ કે સૈધવ શબ્દ બે લવાથી મીઠું કે અલાવવાનું કહ્યું એમ સંશય થાય છે. ૧૦. જેને અર્થ પ્રગટ હોય તે વ્યાકૃતાભાષા કહેવાય છે. ૧૩. જેને અર્થ ગુંચ વાયેલો ઢ તેમ તે અવ્યાકૃતાભાષા કહેવાય છે. ૧ર... "
આ પ્રમાણે સિદ્ધાંતનાં વચનવડે વિવર થયેલા મુનિના મુખકમળથી ચાર પ્રકારની ભાષાનું સ્વરૂપ જાણવું. સત્યભાષા બોલવાથી લેકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે, લફમી વૃદ્ધિ પામે છે અને આત્માને શુંદ્ધ ભાવ થાય છે. કહ્યું છે કે– એકજ વાર અસત્ય બોલવામાં આવે તે તે બીજા ઘણા સત્ય વચનને નાશ કરે છે. વસુ રાજા એક જ અસત્ય વચન બોલવાથી નરકે ગયા, વસુરાજાનું સિંહાસન આ-, કાશમાં અધર રહેતું હતું, તે એકધારે અસત્ય બોલવાથી પૃથવીપર પડી ગયું. અસત્યનું ફળ એવું જ છે. અહીં જિનાગમને જા ણનારા મુનીશ્વરોએ વસુરાજાની કથા વિરતારથી કહેવી. આ કારણથી તત્વજ્ઞાનીએ સાવદ્ય ભાષા બોલવી નહીં. પરંતુ ધમની મલિનતાનો નાશ કરનારી નિરવ ભાષાજ બલવી. ભાષાસમિતિને આશ્રય કરીને સંગત નામના સાધુએ ચારિત્રધર્મનું રક્ષણ કર્યું હતું. તે જ પ્રમાણે યતનાથી ભાષા બોલવી. ; ; ,
સંગત મુનિની કથા, કે એક નગરને તેના શસ્ત્રધારી શત્રુઓએ આવીને ચેલરફથી રૂછ્યું. તે વખતે તે નગરમાં સર્વ સંગથી રહિત સંબંત જામના
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૦ż
!.
t
એક મુનિ પણ હતા. તેણે વિચાર કર્યાં કે નગરના સર્વ માણસા અઢી જ રહેવાના, કારણકે તેઓ ધન, ધાન્ય, પશુ, સ્ત્રી, પુત્ર વિગેરેના સ્નેહુબ ધથી બંધાયેલા છે. આ કમના અધનને લીધે સર્વ જીવા આ અપાર સંસારમાં વસેલા છે. પરતુ હું તે એકલા છું, વાયુની જેમ મારી ગતિ અપ્રતિબદ્ધ છે, તેથી મારે આ ફ્લેશકારક રોધમાં રહેવુ યુક્ત નથી.” એમ વિચારી અવસર પામી ભવરૂપી કારાગૃહની જેવા જે નગરમાંથી શીઘ્રપણે તે મુનિ એકલાજ બહાર નીકળી ગયા. તે વખતે શત્રુરાજાના ભયંકર વીરાએ મુનિને ચાતરફથી ઘેરી લીધા, અને તે તેને પેાતાના રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે— “ હું યેાગીદ્ર! આ નગરમાં સૈન્ય કેટલુ છે ?” તે સાંભળી ભાષાસમિતિમાં નિપુણતાવાળા મુનિએ વિચાર્યું કે આ કિલ્લામાં ઘણુ સૈન્ય નથી એમ જો હું કહું તે આ લેકે સજ્જ થઇને મેટુ યુદ્ધ કરશે, અને તેથી કરીને ક્ષણવારમાં હજારા મનુષ્યોના સંહાર થશે. અને જો કદાચ આ કિલ્લામાં સૈન્ય ઘણું છે એમ કહુ તે! આ સૈન્ય અહીંથી ચાલ્યું જાય, અને તેથી કરીને આ સેના જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય વિગેરે ષટ્કાય જીવને વિનાશ કરવામાં દાવાનળ રૂપ થશે. આ પ્રમાણે વિચારીને તે મુનીશ્વરે જીવહિંસાનાં કારણુરૂપ અનેમાંથી એકે વચન કહ્યું નહીં. કહ્યું છે કે “હાસ્યથી, ક્રાપથી કે લેાભ વિગેરેથી અસત્ય વચન ખેલવુ નહીં, પરંતુ જે જીવને હિતકારક હોય તેવું સત્ય બેલવુ, ” પછી યાદ્વાદ રૂપી સૂવડે જેનું હૃદય પ્રકાશમય હતું' એવા તે વિચારચતુર મુનીશ્વર એક ગાથા મેલ્યા. તેના અર્થ આ પ્રમાણે છે “સાધુ પેાતાના કાન વડે બધુ સાંભળે છે અને નેત્ર વડે ઘણુ જુએ છે, પરંતુ તે સર્વ કહેવાને ચેાગ્ય હાતુ નથી. ” તે મુનિને અનેક લેકાએ વારંવાર પૂછ્યું તે પણ મુનિ તે તેજ ગાથા ખેલતા હતા, અડું! ! તેની ચતુરાઇ ! ” તે સાંભળી લેાકે! મેલ્યા કે ” એમ ધારી
""
66
નર
આ સાધુ પારૂપી ગ્રડુથી ઘેà! થયેત્રે જણપ છે. તે રાજપુરૂષોએ તે મુનિને મૂકી દીધા.
આ મમાણે ભાષાસમિતિવાળા
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૯
મુનિએ ધમની આરાધના કરી. તેને ભાષાસમિતિ પાળવામાં અત્યંત કૌતુક હતું.
જિનેશ્વરની આજ્ઞાને જાણનારા અને ચારિત્રનું સેવન કરનારા મુનીશ્વરેએ તથા પિષધધારી શ્રાવકોએ નિરંતર ભાષાસમિતિ સેવા ગ્ય છે. આ પ્રમાણે સંગત મુનિની જેમ ભાષાસમિતિ પાળવામાં નિરંતર મન રાખવું, કે જેથી શુદ્ધ આચારનું પાલન થાય અને તેથી કરીને અનુક્રમે મેક્ષપ્રાપ્તિ થાય.
ઈતિ શ્રી તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ઘમહંસ ગણિતના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઈંદ્રહંસ ગણુએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામથી ટીકાને વિષે એવી શાખામાં ભાષા સમિતિના વિષય ઉપર સંગત નામના મહામુનિના વર્ણન નામને ઓગણત્રીશમે પલવ સમાપ્ત થયે.
પલ્લવ ૩૦ મો. જેમના કેવળજ્ઞાન રૂપી સૂર્યના પ્રકાશથી આ લોકમાં સર્વે પદાર્થો પ્રકાશિત થયા છે તે પલ્મના વિગેરે જિનેશ્વરે તમારા અજ્ઞાનનો નાશ કરે. [, ભાષાનું સ્વરૂપ કહ્યા પછી હવે જીવકરૂણા નામનું ત્રીશમું દ્વાર
નાવવા 'ત્તિ, એકેદ્રિયાદિક સર્વ જી પર કરૂણા કરવી. ૨ શબ્દને : અર્થ છે. શ્રી જિનેશ્વરની આજ્ઞાન આરાધક ઉત્તમ શ્રાવોએ જીવદયા પાળવી. * *
વિસ્તરાર્થ-જિનાજ્ઞામાં નિપુણતાને લીધે એકેદ્રિયદિ પાંચ પ્રકારના જીવે છે એમ જાણવું. પંડિતએ તેમાં પાંચ પ્રકારના એકેદ્રિય જાણવા. તે આ પ્રમાણે પૃઆકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે દરેકના સૂક્ષ્મ અને આદર એવા બળે
Page #292
--------------------------------------------------------------------------
________________
ભેદ છે. વિલેંદ્રિય એટલે દ્વાંટિય, ત્રીદ્રિય અને ચતુરદ્રિય પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબે ભેટવાળા છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ પંચેન્દ્રિય છે. આ રીતે ચારે ગતિમાં રહેલા જે તત્ત્વજ્ઞાનીએ હણવા ગ્ય નથી. શ્રાવકે એ સર્વદા સર્વ છે. ઉપર મિત્રભાવ રાખવો જોઈએ, કારણ કે તે વિના કરેલો સર્વ ધર્મ નિષ્ફળ જ છે. . . . . - મિથ્યાષ્ટિઓએ હિંસાદિકથી મલિન થયેલ ધર્મ કહ્યું છે, તે ભવભ્રમણનું કારણ હોવાથી ધર્મ જ નથી એમ જાણવું. “જે દેવ પણ રાગદ્વેષથી યુક્ત હય, ગુરૂ પણ બ્રહ્મચર્ય હત હેય અને ધર્મ પણ દયાહીન હોય તે ખેદની વાત છે કે આ જગત નષ્ટ થયું.' સુવર્ણ, ગાય અને ભૂમિ વિગેરેના દાતાર તે પૃથ્વી પર સુલભ છે, પરંતુ પ્રાણુને અભયદાન આપનાર પુરૂષ આ જગતમાં દુલભ છે. તેથી કરીને આર્યજનેએ પ્રયત્નથી છકાયની રક્ષામાં જ ન કરે. એક જ નિયમરૂપી વૃક્ષ આજ્ઞા પ્રમાણે પાળે હોય તે તે અત્યંત ફળીભૂત થાય છે. ક૫વલ્લીના જેવી કરૂણા પ્રાણીઓને તત્કાળ વનપાળની જેમ સામ્રાજ્યની સંપત્તિ આપે છે. તેની કથા આ પ્રમાણે
વનપાળની કથા, છે કે એક ગામમાં એક ધનપાલ (માળી) રહેતે હોં, તેણે પોતે જ ઉદ્યાનમાં લતા, કુંદ અને પુષ્પાદિકના વૃક્ષે વાવ્યા હતા, તેથી તે હમેશાં ઉદ્યમવંત થઈને તે વાડીને પાણી પાસે હતું, અને તેથી તે વાડી
ગ્ય કાળે અનેક પુષ્પ, ફળાદિકથી ફળતી હતી, તેના પુષ્પ ફળાદિક વેચીને તે ઘણું ધન પામતે હતા. આ ઉપરથી તે વનપાલ વિશેષ સુખી થશે.
એકદા વાડીને પાણી પાઈ તે વનપાલ વાડીમાં જ ફરવા લાગે. તેવામાં તેણે અપ જળવાળી નીકમાં નાનાં નાનાં પાંચ માછલાઓ જોયાં, તે જોઇ તેણે વિચાર કર્યો કે “આટલું જળ સુકાઈ જવાથી તત્કાળ આ જીવ મરી જશે” એમ વિચારી દયા આવવાથી તેણે તે
Page #293
--------------------------------------------------------------------------
________________
છે ભરેલા કુવામાં નાંખ્યા, આથી તેને કૃપાળુપણાનું અાય. પુણ્ય થયું, તેથી કરીને તેને અનુપમ ભેગની પ્રાપ્તિ થાય તે કમબંધ થયો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી તેમાળી કઈ નગરમાં
વ્યવહારીને પુત્ર થયો. તેને બીજા ત્રણ શ્રેષ્ઠીપુત્ર મિત્ર થયા. એકદા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે ચંદ્ર સરખા મુખવાળો તે ચાર મિત્રો સહિત દેશાંતરમાં ચાલ્યું. માર્ગમાં થાક લાગવાથી તેઓએ રાત્રીએ એક વટવૃક્ષની નીચે વિશ્રાંતિ કરી. તે વખતે મધ્ય રાત્રિએ તે વટવૃક્ષ ઉપર રહેલા યક્ષો પરસ્પર બધા કે-“આ વૃક્ષ નીચે જે પુરૂષો રહ્યા છે, તેમાંથી એક પુરૂષે આપણને પૂર્વ ભવમાં જીવતવ્ય આપ્યું હતું, તેથી તેને રાજ્ય આપીને આપણે તેને પ્રત્યુપકાર કરીએ. અમુક નગરને પુત્ર રહિત રાજા મરણ પામે છે, ત્યાં આપણે જઈએ, અને આ પુરૂષો પણ ત્યાં જ જવાના છે. આ પ્રપણે તે થક્ષેની વાત તેણે એકલાએ જ જાગતે હોવાથી સાભળી. પછી પ્રાત:કાળે ઉઠીને સર્વ મિત્રે આગળ ચાલ્યા. અનુક્રમે કઈ નગરના ઉદ્યાનમાં જઈ તેઓ વિશ્રાંતિ કરવા બેઠા, તેટલામાં તે નગરમાંથી. પટ્ટહસ્તી બહાર નીકળે, અને તેણે પૂર્ણકળશના જળવડે તે શ્રેણી પુત્રને અભિષેક કર્યો. તેથી મંત્રીઓએ તેના મસ્તક પર છત્ર ધારણું કરી હાથી પર આરૂઢ કરી તેને નગર પ્રવેશ કરાવ્યો. જ્યાં હસ્તીઓ ગર્જના કરતા હતા, જ્યાં અ હેકારવ કરતા હતા, અને જ્યાં મને ડર ભેગે હતા એવું મોટું રાજ્ય તેને પ્રાપ્ત થયું. પછી તેણે ત્રણે મિત્ર ઉપર સારે ઉપકાર કર્યો; કેમકે વિવેકી મનુષ્ય રાજયની પ્રાપ્ત થયે ઈષ્ટજનનું પોષણ કરે છે. પછી તે રાજા પુણ્યના વેગથી નિરંતર લેગ ભેગવવામાં જ મગ્ન રહેવા લાગ્યા.“સુખી માણસને અને તેમાં પણ રાજાઓને શી ચિંતા છે?
એકદા સીમાડાના શત્રુ રાજાઓએ વિચાર કર્યો કે “જેણે નવું રાજ્ય પ્રાપ્ત કર્યું છે તે કોઈ પણ રાજ્યચિંતા કરતા નથી, તેથી આપણે ચાલે, તે રાજાને મારી તેનું રાજય લઈ લઈએ.” એમ વિચારી તે સર્વેએ એકત્ર સળી તેનું નગર ઘેરી લીધું તે વખતે રાજસેવકએ રાજાને
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૨
જાણ્યું કે હું રાજન ! ઉડે, કીડાનું કેતુક છેડી દે, શત્રુનું સૈન્ય નગરને વીર્યને પડ્યું છે, આખુ નગર ભયભીત થયું છે, માટે હૈિના રાજ્યની રક્ષા કરે.” આ પ્રમાણે તેમના કહ્યા છતાં ભઅહિત થયેલા રાજા કીડામાં જ મગ્ન રહ્યા. ત્યારે તેની રાણીએ તેને કહ્યું કે–“હે સ્વામી! આ રાજ્ય હમણાં જતું રહેશે. માટે ઉદ્યમ કરે, આળસને ત્યાગ કરે, નહીંતે આપણને હાનિ થશે અને તેમાં હાસ્ય થશે.” આ પ્રમાણે તેને કહા છતાં પણ રાજાના મનમાં જરા પણ ભય લાગે નહી તેમજ કાંઈ યત્ન પણ કર્યો નહિ. ઉલટું તે બોલ્યા કે –“તે વટવૃક્ષ પર રહેલા પાંચ ય આપે છે અને હરણ કરે છે. હે પ્રિયા! પાસા નાખ.જે થવાનું હશે તે થશે આ પ્રમાણે રાજા બે કે તરતજ ચિત્રશાળામાં ચિત્રેલા હાથીઓ, ઘોડાઓ અને સૈનિકે શસ્ત્ર સહિત ઉભા થયા, અને તેઓ દેવના પ્રભાવથી શત્રુઓ સાથે ચેતરફ યુદ્ધ કરવા લાગ્યા, તેથી ત્રાસ પામીને શત્રુઓ નાશી ગયા. તે જોઈ લેકે આશ્ચર્ય પામી ભયરહિત થયા. પછી તે યક્ષેએ પિતાનું સ્વરૂપ પ્રગટ કરી રાજાને કહ્યું કે–“હે મહારાજ મનમાં નિશ્ચિત થઈને તું ભેગોગવ. અમે તારા રાજ્યમાં ઉત્પન્ન થતાં દુઃખનું વારણ કરવા તૈયારજ છીએ. પૂર્વ ભવમાં અમે મત્સ્ય હતા, તે વખતે તે અમને જીવિતદાન આપ્યું હતું, તેથી અમે સર્વદા તારા દાસ છીએ. જે કદાચ તારા પર કોઈ પણ વક્ર દ્રષ્ટિ કરશે, તે તેના અમે સે કડા કરી નાંખશું.” આ પ્રમાણે કહીને જેઓએ પિતાનું પરાક્રમ સાક્ષાતપણે દેખાડ્યું છે એવા તે યક્ષે અદશ્ય થયા. તે જે તેના સેવકો અને લેકે સર્વે ચમત્કાર પામ્યા, અને બોલ્યા કે–“અહો! પાંચજ જીવની રક્ષાનું કેટલું મોટું પુણ્ય ! કે જેને લીધે દેવતાઓ પણ સાંનિધ્ય કરે છે!” એમ બોલતા અનેક લેકે પ્રત્યક્ષ ફળ જેવાથી જીવદયા પાળવામાં આદરવાળા થયા. પછી ; તે રાજા ભેગસુખના સાગર જેવા દિવસો નિર્ગમન કરવા લાગ્યા “પ્રાણીની રક્ષાથી કયા પુરૂષે ભવસાગર નથી કર્યા ?” હે ભક્સ છે .
Page #295
--------------------------------------------------------------------------
________________
૩૦૭
આ પ્રમાણે જીવદયા પાળવામાં નિર'તર ચત્ન કરવા. ચા પાળવાથી આરામિકની જેમ મનુષ્ચાને રાજ્યની પ્રાપ્તિ થાય છે.
ઇતી શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈંદ્ર’સ ગણિએ રચેલી શ્રીઉપદેશ કલ્પવદ્યી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં જીવદયા નામના શ્રાવકના કૃત્ય ઉપર આરામિકના વર્ણન નામના ત્રીશમે પદ્મવ સમાપ્ત થયે..
મહ્ત્વ ૩૧ મે.
છન્નુ પ્રાસાદમાં બિરાજમાન મૂળનાયક જિનેશ્વરા કે જે શાશ્વતા વિહરમાન છે તેમને મારા નમસ્કાર છે.
જીવદયાની પ્રરૂપણ કર્યાં પછી હવે સાધ્યમિક જનના સોંગ નામનું એકત્રીશમું દ્વાર કહે છે,
'धम्मियजल संग्गो' ति
ધાર્મિક જનોને સંસગ -સગ ધર્મને ઇચ્છનારા પુરૂષરત્નાએ સદા કરવા લાયક છે.
વિસ્તારા ——જેએ ધક્રયા કરતા હાય, જિનેશ્વરના કહેલા ધર્મ જાણુતા હેાય, શુદ્ધ ધર્મના ઉપદેશ કરતા હાય અને પરીપકાર કરવામાં તત્પર હાય તેઓ ધાર્મિક કહેવાય છે. ભ ય જનાએ તેમના નિરંતર સંગ કરવા, તેમની સંગતિને લીધે ધર્મર’ગ પ્રાપ્ત થવા દુર્લભ નથી. જેને જેવા સંગહાય તેને તેવાજ ગુણુ અને રાષની પ્રાપ્તિ થાય છે, મેઘનુ નળ સમુદ્રના સંગથી' ખારૂ થાય છે, અને શેરડીના સ ંગથી મધુર થાય છે. થેંડા પણુ કુસંગ સર્વને દોષનુ કારણ થાય છે, જેમકે ઉજવળ વસ્તુ ઉપર મેષના એક પણ ખિદુ દ્વાષને ઉત્પન્ન કરે છે. ભવ્ય જીવાને કુસંગતિ દ્વેષને માટે અને સુસ પતિ ગુણને માટે થાય છે, તે ઉપર હાથીનુ દષ્ટાંત છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
Red
હાથીની કથા
આ ભરતક્ષેત્રમાં ક્ષિતિમલિત્ઝત નામે નગર છે. તેમાં જિતશત્રુ નામે શ્રેષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. એક્દા શરઋતુ આવી, આકાશ વાદળારહિત થયું અને માર્ગ કાદવત થયા. ત્યારે રાજા હિંગ્વજય કરવા નીકળ્યે બળવાન ચતુરંગ સૈન્યથી સેવાતા તે રાજા પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શીવ્રપણે શત્રુના નગરે પહોંચ્યા. તે જોઇ શત્રુ રાજા નગર બંધ કરીને અંદર રહ્યો, અને કિલ્લા દુગમ હોવાથી લેાકેા સુખે ક્રીડા કરવા લાગ્યા. રાજાએ કિલ્લા ભાંગવાની ઈચ્છાથી પટ્ટહસ્તીને આગળ કર્યાં, પરંતુ તે હસ્તી કઈપણ ઉત્સાહ કરતા ન હાતા. “ હસ્તી પ્રેર્યા છતાં પણ દુગને ભાંગતા નથી તેથી તે આવા કેમ થયા ?” એમ રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે બુદ્ધિના સાગર સમાન મંત્રીશ્વરે હસ્તીની સભાળ રાખનાર મહાતને પૂછ્યું, કે
,
1
આ હાથી ક્યાં અંધાય છે ?” તે ખેલ્યા કે—હું મંત્રીશ્વર ! આ હાથી સાધુના ઉપાશ્રયની નજીક બાંધવામાં આવે છે.” તે સાંભળી બુદ્ધિમાન મંત્રીએ વિચાર કર્યાં કે—ઉપાશ્રયમાં ` સાધુએ નિરંતર નિ:સીમ ઉપશમરસના સાગર જેવા સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રના અ ભ્યાસ કરે છે, મુનીશ્વરા ધર્માથી મનુષ્યને દેશવત અને સર્વાંવિરતિ નામના ઉત્તમ ધર્મોપદેશ સભળાવે છે, ભાવસ્તવપૂર્વક દ્ર વ્યસ્તવનું આરાધન કરવું એમ શ્રાવકની પાસે યયાથ વર્ણન કરે છે, મુનિએ · · પ્રતિક્રમણ દક ક્રિયાઓ કરે છે, અને સ્વર્ગ તથા મોક્ષને આપનાર કાર્યાત્સગને પણ કરે છે,તેમને જોઇને બીજા પ્રાણીઓ પણ શાંત અને દાંત થાય છે, તેથી આ હાથી પણ તેવી અવસ્થા પામ્યા છે. ” આ પ્રમાણે વિચાર કરી મંત્રીએ રાજાને નિવેદન કરી સૈન્ય પાછું વાળ્યું. કારણ કે મંત્રી અવસરને જાણનારાજ હોય છે.” “ત્યા રપછી મંત્રીશ્વરના કહેવાથી મહાવત તે હાથીને કસાખાના પાસે ખાંધવા લાગ્યું. ત્યાં નિરંતર નિધિ કસાઈ અને પશુઓને વધ
Page #297
--------------------------------------------------------------------------
________________
કરતા હતા, તેમના કાપેલા શરીરમાંથી લેહીના પ્રવાહો વહેતા હતા, પશુઓના છેદવાથી ઉત્પન્ન થતા ભયંકર શબ્દ પ્રસરવાથી સર્વ
શાએ આકંદમય થતી હતી. મહા રેદ્ર કમેવાળું તે સ્થાન જોઈ હાથીને શાંતરસ નષ્ટ થયે, અને તે આર્ત રોદ્રધ્યાનથી ભરપૂર થ. તેથી તેનામાં ગુણને સ્થાને દેશને પ્રવેશ થયે; કારણ કે મહાત્માએ દૂર થાય ત્યારે દુજેને તે સહેજે પ્રવેશ કરે છે અને તેમનો વિલાસ વૃદ્ધિ પામે છે.
કેટલાક દિવસ ગયા પછી મંત્રીએ હાથીને મદોન્મત્ત થયેલે ઈ મનમાં વિચાર્યું કે-“ હાથીના શરીરમાંથી શાંતરસ નષ્ટ થયે છે એમ વિચારી:મંત્રીએ રાજાને જણાવ્યું કે હે રાજન! હવે હાથી સજ્જ થયેલ છે. તે સાંભળી રાજા ચમકાર પામે, અને બે કે-અડા મંત્રીની કેવી બુદ્ધિ છે કે જેણે નાશ પામેલા હાથીના પરિણામ પાછાણ્યા ?-“પછી રાજાએ બુદ્ધિના નિધાનરૂપ મંત્રીને વિશેષ પ્રકારની પહેરામણી વડે સત્કાર કર્યો. “જેને બુદ્ધિનું બળ છે તેને લક્ષમીનું અને સર્વ પ્રકારનું બળ છે.”
પછી મંત્રી સહિત રાજાએ તે હાથીને અગ્રેસર કરી ચતુરંગ સેનાવડે જઈ શત્રુને કિલે ઘેરી લીધે. તે જોઈ વિષમ દુર્ગમાં પેસીને શત્રુઓ વિચાર કરવા લાગ્યા કે –“પ્રથમની જેમ આ વખત પર્ણ રાજા ભગ્નબળ થઈને પોતાની મેળેજ પાછે જશે.” અહીં રાજાએ હાથીને કિલ્લે તોડવાની પ્રેરણા કરી, એટલે ગંડસ્થળમાંથી મદને ઝરતા તે હાથીએ કિલ્લાના લેઢામય દરવાજાનાં બારણાં ભાંગી નાંખ્યા અને દુર્ગના સેંકડે કકડા કરી નાંખ્યા; એટલે કેટલાક શત્રુઓ મરણ પામ્યા અને કેટલાક નાશી ગયા. રાજાએ શત્રુઓના હાથી, ઘેલા અને ખજાને વિગેરે સર્વ ગ્રહણ કર્યું, અને યુએના ફળથી ઉત્પન્ન થયેલી વિજયલક્ષ્મી અંગીકાર કરી. તે રાજાની કીતિ કરીના સુગંધની જેમ સર્વત્ર પ્રસરી. પછી તે રાજા પોતાના નગરમાં આવી રાજ્યનું પાલન કરવા લાગ્યા.
Page #298
--------------------------------------------------------------------------
________________
આ હાથીને પ્રથમ ગુણવંત સાધુઓના સ્થાનને સંગ થવાથી ઉત્કટ શાંતરસ પ્રાપ્ત થયું. હતો, અને પછીથી કસાઈખાના પાસે બાંધવાથી તેને અશુભ પરિણામ પ્રાપ્ત થશે. આ પ્રકારે કુસંગનું અને સસ્ત સંગનું ફળ જોઈને વિચક્ષણ પુરૂ કુસંગને ત્યાગ કરી સુસંગને જ સેવે છે. હે બુદ્ધિમાન ભ . આ કથા સાંભળીને તમે પણ સાત વ્યસનને સેવનાર, ધર્મને લેપ કરવામાં તત્પર અને પ્રમાદી એવા અધમ જનેની સંગતિને ત્યાગ કરે, કેમકે તેવી સંગતિથી અંતકરણમાં રહેલા ધર્મને નાશ થાય છે. “ કાદવવાળા જળવડે સ્નાન કરવાથી શરીરની પવિત્રતા શી રીતે થાય?” શ્રાવકેએ શ્રી જિનાજ્ઞરૂપી લતાને વિકસ્વર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન મુનિઓની જ સંગતિ
કરવી. સુવર્ણથી મિશ્રિત કરેલા નિર્મળ જળવડે સ્નાન કરવાથી અપપવિત્ર એવા કયા મનુષ્ય પવિત્ર થતા નથી ? ગુણની ઈરછા રાખનાર મનુષ્યને ધાર્મિક જનમી સંગતિ પવિત્રતાને આપનારી કેમ ન થાય ? આ પ્રમાણે હાથીનું દ્રષ્ટાંત જાણીને બુદ્ધિમાન જનોએ ધાર્મિક મનું
નો સંગ કરવામાંજ પોતાની બુદ્ધિ રાખવી. તેમ કરવાથી ધર્મ અને અનુક્રમે મેક્ષ પણ પ્રાપ્ત થાય છે.
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યારા શ્રીધર્મડું સ ગણના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલી નામની ટીકાને વિષે ચોથી શાખામાં ધામિક જનના : સંગની વિધિને જાણનાર હાથીના ઉદાડુરણવાળે એકત્રીશમો પલ્લવ સમાપ્ત થયે.
• પલ્લવ ૩ર મે. જેઓના પાંચે કલ્યાણકે લેકેસર મહોત્સવમય હોય છે, તેવા કષાયને નાશ કરનારા જિનેશ્વર ભય પ્રાણીઓએ નિતર ધ્યાન કરવા યોગ્ય છે. • - શ્રાવકોનું ધાર્મિક જનના સંસરૂપ કાર્ય કહેને હવે કરણદમન નામનું બત્રીસમું દ્વાર કહે છે
?
' '
ક
',
Page #299
--------------------------------------------------------------------------
________________
ખનો” ત્તિ - કરણ એટલે પાંચે ઈદ્રિયે તેમનો દમ એટલે કરવો તે શ્રાવકેનું કૃત્ય છે.
વિસ્તરાર્થ–પાંચ ઇદ્ર નિરંત અશ્વની જેવી પળ છે અને પંડિતેને પણ ઉત્સુકતા કરનાર હોવાથી દમન કરવી મુશ્કેલ છે. તેથી કરીને પંડિતએ અપગ્ય સ્થાને પ્રવર્તતી પોતાની પાંચે ઈદ્રિયને નિરોધ કરે એગ્ય છે. હે જીવ! જે તારે આત્મહિતની ઈચ્છા હોય તે રાગ ઉત્પન્ન કરે તેવાં ગીત સાંભળવામાં અને પિતાના ગુણનું કીર્તન સાંભળવામાં તું તારા કાન પ્રવર્તાવીશ નહીં. હે આત્મા! સ્ત્રી વિગેરેનું રૂપ જોવામાં તું તારા નેત્રને પ્રવર્તાવીશ નહીં, કેમકે તેના સંગથી તું નિર્મળ છતાં તારામાં મલિનતા ઉત્પન્ન થશે. હે જી ! જે તે સરસ આહારના લંપટપણાને ત્યાગ કરવામાં કુશળ થાય તે સવા ઈંદ્રનો વિજય થઈ શકે તેમ છે. જેની નાસિકા દુર્ગધના ત્યાગથી અને સુગંધના ગ્રહણથી તુઝમાન ન થતી હોય તે પુરૂષ પણ ગુણ છે. જેની સ્પશદ્રય અતિ કમળ વસ્તુના સ્પર્શની ઇચ્છાવાળી ન થતી હોય તે પુરૂષરત્ન પ્રશંસા કરવા લાયક છે. આ પાંચે ઈદ્રિય વિષયેથી નિવૃત્ત થઈ હોય તે તે મનુષ્યને ઉત્તમ ફળ આપનારી થાય છે, તેથી કરીને જેમ તેઓ મહાફળ આપનારી થાય તેમ તેઓની પ્રવૃત્તિ કરવી. આગમ અને નિગમનાં શાસ્ત્ર જેના કર્ણગાર થયાં છે તે શ્રદ્ધાળુ અને ઉત્તમ બુદ્ધિમાન પુરૂષ લોકેરપણાને પામે છે. જેઓએ અરિહંતની મૂતિ, સાધુઓ અને શ્રાવકે ને જોયા છે તે નેત્રેજ પવિત્ર છે. મધ્યસ્થપણે આગમ અને નિગમના વચનને રસ નિવેદન કરવાથી કેઈક પુરૂષની જ છઠ્ઠા સફળ થાય છે. જેની પ્રવૃત્તિના બળથી જ પોતાના આત્માને ધન્ય માનતા શ્રાવકે અરિહંતની મૃતિ ઉપર પુષ્પાદિક અને સુગંધી દ્રવ્યો સ્થાપન કરે છે. સ્પદ્રને જેને સ્પર્શ સુખકાસ્ક લાગતા હોય એવા વસ્ત્રાદિકવડે બુદ્ધિમાન પુરૂષે આગમ અને નિગમના ગ્રની પૂજા કરે છે. સંસાર '
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮ . ઉપાર્જન કરવાના જેટલા હેતુઓ છે, તેટલાજ હેતુઓ પરિમાણના વિશેષથી. મેક્ષાપ્તિના પણ છે. આ પ્રમાણે વિચારીને વિદ્વાનોએ ઈને જ્ય કરે, કે જેથી સુંદરીની જેમ મોક્ષ સુલભ થાય.
સુંદરીની કથા. આ અવસર્પિણીને વિષે સાત કુલકર પુરૂષો થયા હતા. તેમાં છેલ્લા નાભી નામના કુલકર રાજા થયા છે, તેને મરૂદેવા નામની પત્ની હતી. તેની કુક્ષિમાં અનંત પરાક્રમવાળા પક્ષ નામના પહેલા જિનેશ્વર ઉતર્યા હતા. તે સુમંગલા અને સુનંદાને પરણ્યા હતા. તે વખતે ઇંદ્ર અને ઈંદ્રાણીઓએ પ્રીતિથી દેવદેવીઓ સહિત માટે ઉત્સવ કર્યો હતો. તે ઝષભદેવને સો પુત્ર થયા હતા. “હે પુત્ર! તું સે. શાખાએ કરીને વિસ્તારવાળો થા.” એ પ્રમાણે દુનિયામાં માતાઓ પુત્રને જે આશીર્વાદ આપે છે. તે આ રાષભદેવને ફળીભૂત થયા હતા. સુમંગળાએ બ્રાહ્મી અને ભરતરૂપ યુગલને જન્મ આપ્યો. તથા સુનંદાએ સુંદરી અને બાહુબળી નામના યુગળને જન્મ આપે. કહ્યું છે કે-“સુમંગળ દેવીથી ભરત અને બ્રાહ્મી નામનું યુગલ થયું, તથા સુનંદા દેવીથી બાહુબળી અને સુંદરી ઉત્પન્ન થયા. તેમજ સુમંગળાએ બીજા ઓગણપચાસ પુના યુગલ પ્રસવ્યા.” ત્રાશી લાખ પૂર્વ સુધી પોપકારી જિનેશ્વરે રાજય જોગવી લેકમાં સો પ્રકારનાં શિલ૫ પ્રગટ કર્યા. ઈક્વાકુ કુળની ઉત્પત્તિ કરનાર તે ઝાષભદેવ સ્વામી આ ભરતક્ષેત્રમાં પહેલા પૃથ્વીપત, પહેલા તીર્થકર અને પહેલા ભિક્ષુક થયા. તેમણે જમણા હાથવડે બ્રાહ્મીને લીપી શીખવી અને ડાબા હાથ વડે સુંદરીને ગણિતકળા શીખવી. પછી સાંવત્સરિક દાનરૂપી જળવડે પૃથ્વીરૂપી વનને તૃપ્ત કરી સમતાવાનમાં શ્રેષ્ઠ અને સર્વ પ્રાણીઓના ગુરૂ એવા તેમણે ચારિત્ર ગ્રડણ કર્યું. અનુક્રમે પરીષારૂપી સૈન્યને જીતી તથા કર્મરૂપી શત્રુઓને હણી તેમણે કેવળજ્ઞાન લરૂમી ઉપાય જેન કરી.
એક તરફથી સ્વામીના કવળજ્ઞાનના સમાચાર તથા બીજી તરથી આયુધશાળામાં રાજરત્નની ઉત્પત્તિના સમાચાર સાંભળી ભારતે
Page #301
--------------------------------------------------------------------------
________________
વિચાર્યું કે હું ચક્રરત્નનો મહોત્સવ કરૂં.” એમ વિચારતાં જ ક્ષણ વારમાં કાંઈક સ્મરણ કરી ચક્રના મહોત્સવને ત્યાગ કરી ભરતરાજાએ . કેવળજ્ઞાનને ઉત્સવ કરવા આનંદયુક્ત મન કર્યું. ભરત રાજાને કુંડ રીક વિગેરે સવા કરોડ પુત્ર હતા, અને બાહુબળીને સવાલાખ પુત્ર હતા. ઇંદ્ર, ઉપેન્દ્ર વિગેરે દેવેથી સેવાતા જિનેશ્વરનું સમવસરણ થયેલું સાંભળી ભરત રાજા કુટુંબ અને મરૂદેવામાતા સહિત પ્રભુને નમસ્કાર કરવા ગયે. અમદા વચનમાવા સ્વામીએ સમવસરણની ભૂમિમાં મેઘની જેમ ઉપદેશરૂપી અમૃતની વૃષ્ટિ કરી. ભવ્ય પ્રાણુંએના હદયનો મળ દૂર કર્યો. તે વખતે પુંડરીક વિગેરે ચોરાશી ગણ ધરે થયા, તેમણે જિનેશ્વર પાસેથી ત્રિપદી પામીને ક્ષણવારમાં કાદ. શાંગી રચી. ભગવાનની પહેલી દેશનામાં ભારતના પાંચસો પુત્રએ તથા સાતસો પિત્રોએ ભગવાન પાસે દીક્ષા લીધી. બ્રાહ્મીએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. અને સુંદરી પણ વ્રત ગ્રંડણ કરવા ઈચ્છતી હતી, પરંતુ “આ સ્ત્રીરત્ન થશે” એમ ધારીને ભતે તેને વ્રતને નિષેધ કર્યો. પછી જિનાધીશને નમસ્કાર કરી ભરત રાજા વિનીતા નગરીમાં આવ્યા, અને ચક્રરત્નને ઉત્સવ કરી તેને આગળ કરીને દિવિજય કરવા ચાલ્યા.
અહીં અભંગ વૈરાગ્ય રંગથી સુંદરીનું મન રંગાયેલું હતું અને તત્વના જ્ઞાનથી તેને મનના શુભ પરિમાણ દઢ હતા, તેથી તેણે વિ. ચાર્યું કે- “આ વિષયના ભેગે વિનશ્વર છે. સંસાર સમુદ્ર સ્તર છે અને જે સ્ત્રીરત્ન થાય તે અવશ્ય છઠ્ઠી નરકમાં જ જાય છે.” આ પ્રમાણે વિચારી તે મગલેચના, તત્ત્વને જાણનારી અને સર્વસની આજ્ઞાને પાળનારી સુંદરી અબેલ નામનું ઉતમ તપ નિરંતર કરવા લાગી. વિરક્ત થયેલી તેણે સાડ હજાર વર્ષ સુધી વિસ અન્ન ખાઈને સર્વ લેકને વિસ્મય કરનાર ઉગ્ર તપ કર્યું. પૃહા રહિત થયેલી સુંદરીની આવી તપશ્ચર્યા સાંભળી કે માણસ મનમાં આશ્ચર્ય ન પામે ?
છખંડ ભરતક્ષેત્રની વિજયલક્ષમીને ધારણ કરી ભુવનરૂપી વૃક્ષથી ઉત્પન્ન થયેલા ગુણરૂપી પુથી શેલતા ભરતચૂકી પિતાની વિનતા
Page #302
--------------------------------------------------------------------------
________________
નગરીમાં આવ્યા. આ અવસર્પિણીમાં ભરત પ્રથમ ચક્રવર્તી થયા. તેણે પ્રથમ નિગમની ઉત્પત્તિ કરી એમ શાસ્ત્રમાં સંભળાય છે. તે નિગમ પાંચમા આરાના અંત સુધી આ પૃથ્વીપર રહેશે,
વિનીતા નગરીમાં આવીને ચડ્ડીએ સુદરીને તેવા પ્રકારના તપથી શુષ્ક શરીરવાળી જોઇ ક્રોધથી પેાતાના સેવકાને કહ્યું કે-“આ સુદરીતુ શરીર આટલું અધુ શુષ્ક કેમ થયું છે? શું મારા કાશમાં ધન નથી ? કે કાઠારમાં ધાન્ય નથી ? કે રસોઈ કરનાર માણસા કાઇ નહાતા ? કે તેની સેવા કરનાર તેવા સેવા નથી ? કે જેથી આતુ શરીર અતિ કૃશ થયેલું દેખાય છે ? અથવા કુશ શ્વાના ખીજે કાઈ હેતુ છે ? હું માણસા ! સત્ય બેલેા. ” તે સાંભળી માણસો આલ્યા કે “ હે સ્વામી ! અહીં આપના ઘરમાં મેઢે માગ્યુ ભાજન મળે છે અને શરીરને ગમે તેવાં વસ્ત્ર પણ છે. આપ સ્વામીના રાજ્યમાં સ વસ્તુ સુલભ જ છે. અમે તા માનીએ છીએ કે આ તા મનુષ્યાને ફળદાયક કલ્પવૃક્ષ જ પ્રાપ્ત થયેલા છે. સ્વામીના સામ્રાજ્યરૂપી વૃક્ષની છાયાના આશ્રય કરનાર ખીજા પુરૂષા અને સ્ત્રીએ પણ અપાર ભાજનાદકનુ સુખ પામે છે. પરંતુ હું સ્વામી ! સુંદરી બહેન ઉત્તમ લાગે છતાં પણ તેને વિષે નિ:સ્પૃહ થઇ તપશ્ચર્યા કરીને આવા કૃશ થયેલા છે. ” તે સાંભળી રાજાએ સુંદરીને કહ્યું કે- હું સાભાગ્યની લતા ! તુ ભાગે ભાગવ; તેં શામાટે તપથી શરીરનુ શાષણ કર્યું ? ” સુંદરી એલી કે-“ હે મહારાજ ! મારૂ મન ભાગમાં પ્રવતું નથી; કારણ કે વિરકતાને રસના સ્વાદ જરા પણ પસંદ પડતા નથી. ” તે સાંભળી રાજાનું મન તેના ઉપરથી વિરક્ત થયું, તેથી તરતજ ચકીએ તેને વ્રતને માટે આજ્ઞા આપી. · પ્રાયે કરીને ઉત્તમ પુરૂષા બીજાને ધર્મ ફરવામાં અંતરાય કરતા નથી. કારણ કે તેઓ તા ધમે સાધનના હેતુ થવા ઈચ્છે છે.' પછી દઢ પ્રતિજ્ઞાવાળી સુંદરી આનંદથી વ્રતને ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેાથે ગઇ.
6
આત્મસુખને ઈચ્છનાર પુરૂષ સ્પર્શન, રસન, પ્રાણ, નેત્ર અને શેત્ર એ પાંચે ઇન્દ્રિયાનો વિજય કરવા યાગ્ય છે. કહ્યું છે કે નહીં
Page #303
--------------------------------------------------------------------------
________________
રી
જીતેલા ઇંદ્રિયા પ્રાણીએના કુળઘાતને માટે, અધને માટે અને વયને માટે થાય છે.” સુંદરીએ પાતાની ઇંદ્રિયાના એવા વિજય કર્યો કે જેથી તેણે પોતાના આત્મા મેાક્ષમાં સ્થાપન કર્યો. ભાણ્યરૂપી જળના તરંગ જેવી અને દઢ ધૈયવાળી સુંદરીની જેમ પડિતાએ પાંચ ઇંદ્રિયાને જીતવા માટે પ્રયત્ન કરવા.
ઇતિ શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેાપાધ્યાય શ્રી ધર્મસ ગણિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈદ્રંસ ગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં ઇંદ્રિયદમન નામના શ્રાવકના કૃત્ય ઉપર સુ’દરીના વર્ણનવાળા ખત્રીશમા પલત્ર સમાપ્ત થયે
પલ્લવ ૩૩ મા
અઢીદ્વીપની પૃથ્વીના ભૂષણરૂપ પાંચ ભત, પગ આવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જિનેશ્વરો કે જેમના અવતાર ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં પરમ પ્રકાશને કરના છે તેમને હું ત્રણે સંધ્યાએ નમસ્કાર કરૂ છું.
કરણ દમન નામનું દ્વાર કહ્યા પછી હવે ચરણ પ૨૩ામ નામનું તંત્રીશમું દ્વાર કહે છે.
:
चरणपरिणामो
બુદ્ધિમાન જનોએ ચરણ એટલે ચારત્રને વિષે પરિણામ એટલે મનના શુભ અધ્યવસાય કરવેશ.
વિસ્તરા :-અહી ચરણ એટલે ચારિત્ર છે, અને તેને વિષે રહેલા જે પરિણામ તે મનારથ કહેવાય છે. તેમનારથમાં સર્વદા સત્પુરૂષોએ મન રાખવું. જાણવાની ઈચ્છા અને વાંછા એ અને અર્થમાં જિજ્ઞાસા શબ્દ વપરાય છે. તેના છાંદસ પ્રયાગ હેાવાથી તેના શબ્દોથૅના નિર્ણય તે ઉપરથી જાવે. તે જિજ્ઞાસા આગમ અને નિગમને
Page #304
--------------------------------------------------------------------------
________________
જાણનાર પંડિતોએ ત્રણ પ્રકારની કહેલી છે. પહેલી ધર્મજિજ્ઞાસા, બીજી બજિજ્ઞાસા અને ત્રીજી તસ્વજિજ્ઞાસા તેમાં ધર્મના એક દેશમાં રહેલી છે વાંછા તે ધર્મજિજ્ઞાસા કહેવાય છે,સર્વથા ધર્મની જે વાંછા તે બ્રહ્મજિજ્ઞાસા કહેવાય છે, અને જ્ઞાનતત્ત્વ સંબંધી જે વાંછા તે તત્ત્વજિજ્ઞાસા કહેવાય છે. આ ત્રણે પ્રકારની જિજ્ઞાસાનો વારંવાર અભ્યાસ કરે જોઈએ. પરંતુ જ્યાં સુધી ભવભ્રમણ વિશેષ હોય છે ત્યાં સુધી દર્શનની જિજ્ઞાસા કદાપિ ઉત્પન્ન થતી નથી તથા મુક્તિપદ સંબંધી જિજ્ઞાસા પણ થતી જ નથી, તેથી પ્રાણીઓને વાંછવા દર્શન કદાપિ પ્રાપ્ત થતું નથી અને અભીષ્ટ એવો મોક્ષ પણ કદાપિ થતું નથી. તે વિષે કહ્યું છે કે –“ જિનેશ્વરે કહેલા તત્વને વિષે જે રૂચિ થાય તે શ્રદ્ધા કહેવાય છે, તે શ્રદ્ધા કેટલાક પ્રાણીઓને સ્વભાવથી જ થાય છે અને કેટલાકને ગુરૂના ઉપદેશથી થાય છે. વ્યાકરણથી શબ્દની સિદ્ધિ થાય છે, શબ્દ સિદ્ધ થવાથી એને નિર્ણય થાય છે, નિશ્ચિત અર્થ થવાથી તત્વનું જ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનથી મેક્ષ પ્રાપ્ત થાય છે. જેને સમ્યગદર્શનરૂપી રત્ન પ્રાપ્ત થયું હેય અને જે નિગમાગમને જાણનાર હોય તેવા પ્રાણીઓ યથાસ્થિત શ્રાવકને આચાર અંગીકાર કરે. મુનિઓને સર્વ આચાર અગ્યાર અંગમાં કહેલો છે અને શ્રાવકને સંપૂર્ણ આચાર નિગમમાં કહેલે છે. સાધુ, શ્રાદ્ધદેવ અને શ્રાવકે પોતપોતાના અધિકાર પ્રમાણે ગુરૂના મુખથી આગમ અને નિગમનાં વચને સાંભળવા. પ્રથમ નિગમ અને આગમમાં કહેલે શ્રાવકને આચાર સંપૂર્ણ રીતે જાણી પછી તત્ત્વજ્ઞાનીએ શ્રદ્ધાપૂર્વક ગુરૂની સાક્ષીએ તે અંગીકાર કર, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને સંપૂર્ણ નિર્ણય કરવાની ઈચ્છાવાળા નિપુણ પુરૂએ નિગમ અને આગમના શાસ્ત્રા જેવા જોઈએ. વિશુદ્ધ શ્રાવકને આચાર પાળતા ઉત્તમ શ્રાવક ચારિત્રના મને રથવડે પુંડરીકની જેમ પિતાના આત્માને પવિત્ર કરે છે. શ્રીઆવશ્યક ચણિમાં ચારિત્રને મને રથ કરવાથી શું ફળ થાય તે ઉપર પુંડરીક રાજાની કથા કહેલી છે, તે આ પ્રમાણે
Page #305
--------------------------------------------------------------------------
________________
રિટ
*
*
- પુંડરીકની કથા, મહાવિદેહની પૃથ્વીરૂપી સ્ત્રીના મસ્તકમાં મુગટરૂપ અને સર્વ સંપત્તિના સ્થાનરૂપ પુલાવતી નામે વિજય છે. માનસ સરોવરની જેવા તે વિજયમાં પુંડરીકિ નામની પુરી છે, તેને મધ્ય ભાગ પુણ્યરૂપી રજના પંજથી અત્યંત વાસિત છે. તે પુરીની તરફ વૃક્ષની શ્રેણીથી શોભતું દેવના ઉદ્યાન જેવું નલીનીગુલમ નામનું ઉધાન છે. તે પુરીમાં મહાપદ્મ નામને રાજા પ્રજાજનોનું રંજન કરતા હતા. જિનેશ્વરની આજ્ઞારૂપી કમલિનીને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન હતું. તે રાજાને જાણે ચાલતી પદ્માવતી (લક્ષ્મીદેવી). હેયે એવી પદ્યાવતી નામની પ્રિયા હતી. તે ગુણોના ખજાનારૂપ અને અગણ્ય લાવણ્યરૂપી જળની વાપીકા સમાન હતી. તેને પુંડરિક, અને કંડરીક નામના બે પુત્ર થયા હતા. તેમના બાહદંડ અતિબળવાન હતા અને તેઓ રાજહંસની જેમ નિરંતર કીડા કરતા હતા.
એકદા તે પુરીના ઉદ્યાનમાં આકાશમાં સૂર્યની જેમ ભાનુ નામના મુનીશ્વર પધાર્યા. તેમને નમસ્કાર કરવા માટે મહાપદ્મ રાજા હર્ષથી પરિવાર સહિત ગયે. ગુરૂને નમસ્કાર કરી તેમની દેશના સાંભળી રાજાએ પ્રતિબંધ પામવાથી પુંડરીકને રાજ્યપર સ્થાપન કરી પિતે દીક્ષા લીધી. “ લઘુકમ જ દુઃખમિશ્રિત સુખને ઈચ્છતા નથી.” અનુક્રમે તે રાજર્ષિ તપ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.
ફરીથી તે જ (ભાનુ) મુનીશ્વર એકદી ત્યાં આવ્યા. ત્યારે પુંડરીક રાજાએ ગુરૂના મુખથી ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તેને નાનો ભાઈ યુવરાજ વિષયોથી યુક્ત હતે તેપણ મુનિની વાણીરૂપી અમૃતના સિંચનથી તેનું મન યતિધર્મ પાળવામાં તત્પર થયું. તેથી તેણે ગુરૂને કહ્યું કે –“હું મારા ભાઈની રજા લઈને ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી તે કંડરીક કુમાર નગરમાં ગયે. તેણે રાજાને પોતાને મનોરથ જણાવ્યું, ત્યારે રાજાએ કહ્યું કે
Page #306
--------------------------------------------------------------------------
________________
“હુજ વૈરાગ્ય પામે છે, માટે તુંજ રાજ્ય ધારણ કરી લે લઘુબંધુ ! હુંજ વ્રત લેવા ઈચ્છું છું; માટે તું ભેગ ભેગવ.” આ પ્રમાણે રાજાએ બે ત્રણ વાર કહ્યા છતાં તેણે વિષય પર જરા પણ મન કર્યું નહીં. ફરીથી રાજાએ કહ્યું કે –“ત્રત ગ્રહણ કરવું તે ગંગામાં સામે પુરે તરવા જેવું છે, અને ખની ધાર ઉપર ચાલવા જેવું છે. તારું શરીર કેમળ છે. કહ્યું છે કે – જે વ્રતનું આચરણ કરી ઉપસર્ગો સહેવા તે ગંગાના સામે પ્રવાહે તરવા જેવું છે, મેરૂ પર્વત તાજવામાં તળવા જેવું છે, ભયંકર અને મેટું શત્રુનું સૈન્ય જીતવાનું છે, રાધાવેધમાં બનાવેલા ચક ઉપર રહેલ લક્ષ્યરૂપ પુત્રીનું ડાબું નેત્ર વિધવાનું છે. તું બાળક અને સુકુમાળ છે, વ્રત તે બળીષ્ઠ માણસે ગ્રહણ કરવા લાયક છે, તેમાં ભાવશત્રુઓને જીતવાના છે, અને દુસહ પરિષહે સહન કરવાના છે. આ પ્રમાણે રાજાએ કહ્યું તે પણ સંસારનું નિઃસારપણું જાણનારા કંડરીકે કહ્યું કે-“હે જયેષ્ઠ બંધુ ! વ્રત કાયર પુરૂષને જ ભય આપનારું છે. જે લેકે વ્રતમાં કાયર હોય છે તેઓ જ આ લેકના વિષયોને ઈચ્છે છે, પરંતુ ધીર પુરૂષે અસાર ભેગથી નિરતર વૈરાગ્ય જ પામે છે.”તે સાંભળી રાજાએ તેને વ્રતની અનુજ્ઞા આપી, અને તેને દીક્ષામહોત્સવ કર્યો. પછી કંડરીક ચારિત્રને અંગીકાર કરી ઉપવાસાદિક તપમાં તત્પર થઈ સ્થવિર મુનિની પાસે એકાદશાંગી ભણી સાધુના આચારમાં નિપુણ થયે. અન્યદા તે કંડરીક મુનિને રૂક્ષ આહારના વેગથી શેલક આચાર્યની જેમ દાહવર લાગુ પડ્યો. “કર્મની ગતિ વિષમ છે.”
એકદાગુરૂ તે રાજર્ષિ વિગેરે સાધુઓ સહિત પુંડરીકિ નગરીએ પધાર્યા અને વિવિધ વૃક્ષેથી શેતિ ઉદ્યાનમાં રહ્યા. તે જાણ રાજાએ તે મુનિઓને પિતાની યાનશાળામાં લાવીને રાખ્યા, અને વૈદ્ય પાસે પિતાના ભાઈની ચિકિત્સા કરાવી. પ્રાસુક ઔષધ અને આહારના વેગથી તેને વ્યાધિ નાશ પામે, અને રસવાળો આહાર લેવાથી તત્કાળ તેનું શરીર બળિણ થયું. તે રાજર્ષિના શરીરને સારું થયું
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૦૧
એટલે તેની સાથે રહેલા વિર સાધુઓએ તેને લઇને અન્યત્ર વિહાર કર્યાં.
.
એકદા કંડરીક રાજર્ષિ વ્રતના પરિણામથી ભગ્ન થઇ એકલા પુંડરીકિણી આવ્યા. તે સાંભળી રાજા તેની પાસે આવ્યે ખીજા સાધુ રહિત અને ભગ્ન વ્રતના મનવાળા તેમને જોઇ રાજાએ નમસ્કાર કર્યો, અને હષઁથી તે રાજ ના ગુણાની પ્રસંશા કરવા લાગ્યા કે—“હે મુનિ! અંતઃપુર સહિત આવા મેોટા રાજ્યમાં પણ તમે સ્પૃહા રહિત છે, તેથી તમને ધન્ય છે.’” તે સાંભળી તે મુનિ કાંઇપણ ખેલ્યા નહીં, ત્યારે રાજાએ તેને પૂછ્યું કે—“ શુ ભાગને માટે તમને ઇચ્છા થઇ છે?” ત્યારે મુનિએ હા કહી. તે સાંભળી વિરક્ત બુદ્ધિવાળા રાજાએ પેાતાના મંત્રીઓને ખેલાવી કુંડરીકનેા આનંદથી રાજ્યાભિષેક કર્યો અને ધર્મના કાશની જેમ તેને મુનિવેશ હર્ષથી પાતે ગ્રહણ કર્યો. આશ્ચય છે કે તે બન્નેને ધમ અને અધર્મના ભ્રંશ કેવા થયે ?” તે બન્નેની વ્રત અને રાજ્યની પરાવૃત્તિ સંસારને તથા ત્યાગને વધારનારી અને પત્થર ત્થા મણિના સ્વીકાર જેવી થઈ. એકે પેાતાના મસ્તક પર રહેલા કલેશા દૂર કર્યો અને ખીજાએ તેના જ અન્ને પ્રકારે સ્વીકાર કર્યો. એકે રાજયનાં ચિન્હા ગ્રહણ કરી હર્ષથી પુરમાં પ્રવેશ કર્યાં અને બીજાએ ચારિત્રની ઉપાધિ ગ્રહણ કરી વનમાં પ્રવેશ કર્યાં. એકે નિવિ વેકપણાથી ભાગ ભેગવવામાં મનની લેાલુપતા ધારણ કરી, અને ખીજાએ મનહર ચારિત્ર પાળવામાં મન સ્થિર કર્યું. એકે પેાતાના ચિત્તમાં રહેલી વિતના દૂરથી ( અત્યંત ) ત્યાગ કર્યો, અને ખીજાએ વ્રતગ્રહણ કર વાના ઉત્તમ અભિલાષ પૂર્ણ કર્યો. એકે ઇચ્છા પ્રમાણે સરસ ભેાજ નના આહાર કર્યાં, અને ખીજાએ ગુરૂ પાસે જઇ દીક્ષા ગ્રહણ કરીને પારણું કર્યું. એકને આહાર દુળ શરીર હોવાથી વિકારને પામ્યા અને બીજાના આહાર નીરસ, ઠંડા અને તુચ્છ હાવાથી વિકારને પામ્યા. ભાગમાં લુબ્ધ થયેલ એક દુરત વેદનાથી વ્યાપ્ત થયા અને ખીજા પાપાનુ પ્રતિકમણુ કરી ધર્મમાં ઉદ્યમવત થયા. એક સ ંસારસમુદ્રમાં ડુબાવનાર આર્તધ્યાનથી પીડિત થયા અને બીજા મહામુનિ શુભ્રં ૧ વિપર્યાસ ૨ ફેશો, ૩ કેશ અને લેશ.
Page #308
--------------------------------------------------------------------------
________________
.
ધ્યાનથી આત્માને ભાવિત કરવા લાગ્યા. એકને ચિરકાળના યતિધર્મ પણ નિષ્ફળ થયા અને બીજાને જન્મથી સેવેલે ગુડ્ડીધર્મ સફળ થયા. એકની ઉન્માર્ગે જવાને લીધે અપ્રતિષ્ઠાન નામના નરકમાં ઉત્પત્તિ થઇ અને પીજાની સન્માર્ગે ચાલવાથી સર્વાર્થસિદ્ધમાં ઉત્પત્તિ થઇ. એક અપાર સંસારસમુદ્રમાં અટન કરશે અને બીજા મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધિપદ પામશે, અહા ! કડરીક મુનિ તીવ્ર ચારિત્રનું પાલન કર્યાં છતાં તેનું મન સવરમાં નહિ હાવાથી ચારિત્રનું કાંઇપણ ફળ પામ્યા નહીં, અને પુંડરીક રાજા ગૃહીધર્મનું સમ્યક્ પાલન ક્રુરી સંસારના સુખભોગથી જરા પણ લેપાયા નહીં. જેનુ હૃદય કેવળ ચાŕરત્રના પરિણામથી જ વાત હતું તે પુંડરીકે રાજ્ય ભાંગયુ, તાપણ તેને આત્મગુણુના સમૂહને પ્રાપ્ત કરવાનું કારણ થયું. રાજ્યના અથી પાતાના ભાઇ કુંડરીકને રાજ્ય સોંપી પુડરીક મહામુનિએ પાતાનુ કાર્ય સાધ્યું. પુંડરીક રાજાની જેમ શ્રાવકાએ સુખની સંપત્તિને માટે ચારિત્રના પરિણામમાં જ પાતાનું ચિત્ત ધારણ કર્યુ.
ઇતિ શ્રીતપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય. વાચકેદ્ર શ્રી ઈંદ્રતુસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકાને વિષે ચેાથી શાખામાં ચારિત્રપરિણામ નામના શ્રાવકના કૃત્ય ઉપર પુંડરીક રાજાના વર્ણન નામના તેત્રીશમા પલ્લવ સમાપ્ત થયા.
પલ્લવ ૩૪ મે.
શ્રીશત્રુજય, સ ંમેશખર, આબુ પર્વત અને માંડવગઢ એ ચાર તીર્થં લેાકાત્તર મહિમાવાળા આ જગતમાં જયવતા વર્તે છે.
ચરણુ પરિણામનું સ્વરૂપ કહ્યા પછી હવે સંઘ ઉપરના બહુમાન નામનું પાંચમી શાખાને વિષે ચાત્રીશમુ દ્વાર પ્રગટ કરે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
લંઘવાર દુત્તા જિ. સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક અને શ્રાવિકા એ છે પ્રકારને સંઘ છે. તેના પર ગુણીજનેએ બહુમાન કરવું-ભક્તિ કરવી યેગ્ય છે. (સંધના ૪ પ્રકારને આમાં ૬ કહ્યા છે. )
વિસ્તરાથ-જિનેશ્વરની આજ્ઞાને મસ્તક પર ધારણ કરનાર શ્રીસંઘ છ પ્રકારે છે, એમ નિગમ અને આગમને જાણનારે કહે છે. તે આ પ્રમાણે-સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાદ્ધ અને શ્રાદ્ધી–એ છે પ્રકારને સંઘ છે. પંડિતોએ સિદ્ધાંતમાં સામાન્ય રીતે સુથાદ્ધ અને શ્રાદ્ધ એમ બે પ્રકારે શ્રમણોપાસક (શ્રાવક) કહ્યા છે. તત્ત્વના જિલ્લાસુઓએ સુશ્રાદ્ધ અને શ્રાદ્ધની ક્રિયાને વિષય જાણવું જોઈએ. તે વિશેષ રીતે નિગમના ઉપનિષદુ શાસ્ત્રોમાં જુદા પાડીને બતાવે છે. સબીજ યેગને-સમકિતને પામે છે અને દેષ રહિત સંઘ અતિ દુર્લભ છે કે જે સંઘ નિગમમાં કહેલી ક્રિયાને પ્રમાણભૂત માને છે. સમૃદ્ધિવાળા વિવેકી જનોએ આ સંધ સદા પૂજવા યોગ્ય છે. આ સંઘને જ સમવસરણમાં પ્રવેશ કરતાં તીર્થકર નમસ્કાર કરે છે. કહ્યું છે કે-“નગર, રથ, ચક, કમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂ-આટલા પદાર્થોની જે સંઘને ઉપમા આપેલી છે, તે ગુણતા સાગરૂપ સઘને હું નમું છું. સંઘ હર્ષપૂર્વક જેના ઘરને સ્પર્શ કરે છે, તેના આંગણામાં મનહર સુવર્ણની વૃષ્ટિ થઈ છે, તેના ઘરમાં શ્રેષ મણિનું નિધાને પ્રાપ્ત થયું છે અને તેને ઘેર કલ્પલતાની ઉત્પત્તિ થઈ છે એમ જાણવું તીર્થકરે, ચકવતિઓ અને વાસુદેવ વિગેરેની જન્મભૂમરૂપ તથા પાપનો નાશ કરનાર આ સંઘ સદા આદરપૂર્વક પોતાના અધિકાર પ્રમાણે પૂજવાયેગ્ય છે. તે ઉપર ભરત ચકીની કથા નીચે પ્રમાણે છે.
શકઈ ભરતક્ષેત્રની ભૂમિરૂપી સ્ત્રીના મુવણરૂપ વિનીતા નામની નગરી સ્થાપના કરી હતી (વસાવી હતી). તેને નાયક ભ રત ચકવતી હતે. તે ભરત છે ખેડ ભરતક્ષેત્રને વિજય કરી યશ મેળવ્યું હતું, તેથી કરીને જાણે તેના નામથી ભરતક્ષેત્ર કહેવાતું
Page #310
--------------------------------------------------------------------------
________________
今と
હાય એમ ભાસે છે.એકદા ભરત રાજાએ પેાતાના અઠ્ઠાણુ નાના ભાઈઓને નૂતના મુખે કહેવરાવ્યું કે-“જો તમે રાજ્યના અથી હા તા મળે! આશ્રય કરા (મારી આજ્ઞા માના).”આ પ્રમાણે સાંભળી તેએએ વિચાર કર્યો કે“આપણે પ્રથમથી જ આદિનાથની સેવા કરી છે અને તેણેજ આપેલુ રાજ્ય ભાગવીએ છીએ તેા ભરતની સેવા શામાટે કરવી જોઈએ ? એમ વિચારી તે રાજાએએ રાજ્યના ત્યાગ કરી જિનેશ્વર પાસે આવી તેમના હસ્તથી જ દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા. ત્યારપછી નમસ્કાર કરતા પ્રાણીઓના દુ:ખનેા નાશ કરનાર ત્રણ જગતના સ્વામી પ્રથમ જિનેશ્વર વિનીતાનગરીના ઉદ્યાનમાં સમવસર્યાં. તે વખતે “પિતા અને વળી અરિહંત એ તે સુવણુ અને સુગંધ જેવું છે. ” એમ વિચારી ભરતરાજા ભક્તિથી ત્યાં આવી જનેશ્વરને નમ્યા. ત્યારપછી નિપુણ એવા ચક્રવર્તીએ પેાતાના ભાઇઓને નમન કરી રાજ્ય ભાગવવાની વિનતિ કરી; પરંતુ તે સુનિખાએ વમન કરેલા રાજ્યને ભાગવવાની ઇચ્છા કરી નહીં ત્યારે રાજાએ વિચાર્યું કે—“ મારે આ ભરતક્ષેત્રનું માટુ' રાજ્ય છે, અને આ અખુટ ભાગેા છે, તેથી આ મારા બંધુ મુનિએ જે મારી કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે તેા સારૂં. ” એમ વિચારી અનેક પ્રકારના પકવાન્નાનાં ગાડાં ભરી લાવી ભરતરાજાએ સમવસરણમાં આવી પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે—“હે સ્વામિન્! મારા પર કૃપા કરશે, અને કહે કે આ મુનિએ આ મારી પ્રાણુક વસ્તુ ગ્રહણ કરે, જેથી મારા જન્મ સફળ થાય. ” તે સાંભળી ભગવાન ખેલ્યા કે—“ હે ભરત ! સાધુઓને એવા આધાકર્મી આહાર ક૨ે નહીં. ” ત્યારે ભરતે કહ્યું“ મારે ત્યાં આવીને આહાર ગ્રહણ કરા. ” પ્રભુ મેલ્યા— રાજપિંડ પણ સાધુઓને કલ્પે નહીં. ” તે સાંભળી ભરતચક્રી ખેદ યુક્ત થયા. તે જાણી પાસે બેઠેલા ઇંદ્રે ભગવાનને પૂછ્યું કે—“ હું રવામી ! અવગ્રહ કેટલા છે ? પ્રભુ ખાલ્યા કે— ઈંદ્રના, ચક્રવર્તીના, ગામના રાજાના, ગૃહસ્થના અને સાધુના એમ પાંચ પ્રકારના અવગ્રહ છે. ” તે સાંભળી સાધુઓની ક્રિયાનું અનુમાદન કરતા ઇંદ્રે
""
V
Page #311
--------------------------------------------------------------------------
________________
ભરતક્ષેત્રમાં સાધુઓના નિવાસની અનુજ્ઞા આપી. તે વખતે ભારત ચકી બોલ્યા કે “જે આ પ્રમાણે માત્ર મન અને વચનથી જે પુણ્ય થઈ શકે છે તે તે સુખે સાધી શકાય તેવું છે, તેથી કરીને હું પણ ભરતક્ષેત્રમાં સાધુઓને નિવાસ કરવાની અનુજ્ઞા આપું છું.” પછી ભરતે હર્ષિત ચિત્તે જિનેશ્વરને વંદના કરી, અને ઇંદ્ર તથા ચકી બન્ને સમવસરણની ભૂમિમાંથી સાથે બહાર નીકળ્યા. તે વખતે ભરતે ઇંદ્રને પૂછ્યું કે–“હવે આ ભેજનની શી વ્યવસ્થા કરવી?”ઇકે કહ્યું કે –“ જેઓ તમારાથી ગુણાધિક હેય તેમને આ ભેજનવડે સત્કાર કરે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે“ભગ ઉપભેગની સર્વ સામગ્રીવડે તો મારાથી અધિક કેઈપણું નથી, પરંતુ આ શ્રાવકે ગુણે કરીને મારા કરતાં મોટા છે, તેથી આ શ્રમણોપાસક નિરંતર ભકિત કરવા લાગ્યા છે. ” આમ વિચારીને ચકીએ ગાડામાં ભરેલી રસવતી (પકવાન્ન) શ્રાવકને જમાડીને તેમ સાર્થકતા કરી.
એકદા ચક્રીએ ઇંદ્રને પૂછ્યું કે –“હે ! તમે સ્વર્ગમાં કેવા સ્વરૂપે રહે છે?”ઈ જવાબ આપે કે –“તે રૂપ મનુષ્ય જોઈન શકે તેવું હોય છે. તે પણ તમે મનુષ્યમાં સર્વોત્તમ છે તેથી તમને હું એક અવયવ દેખાડું છું, કેમકે દેવનું દર્શન કદાપિ નિષ્ફળ થતું નથી, એમ કહેવાય છે.” આ પ્રમાણે કહી ઇદ્ર સર્વ અલંકારેથી સુશોભિત પિતાની એક આંગળી તેને દેખાડી. તે જોઈ પરિવાર સહિત ચકી આશ્ચર્ય પામ્ય, અને આઠ દિવસ સુધી તેને મહત્સવ કર્યો. ત્યારથી આરંભીને દર વરસે ઇંદ્ર મત્સવ લેકમાં પ્રવર્તે. “મહાપુરૂષને અનુસરીને જ સર્વ વ્યવહારે પ્રવર્તે છે, એક બીજાની પાછળ ચાલનારા લેકે તત્વાર્થને વિચાર કરતા નથી.” સાધુઓએ અને શ્રાવકોએ તે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જ ધર્મકાર્ય કરવું યુક્ત છે. વિચક્ષણ પુરૂએ નિગમ અને આગમનાં શો જોઈ નિશ્ચય અને વ્યવહાર નયને આધારે ધર્મમાં પ્રવર્તવું જોઈએ. પછી ચક્રીએ ઇંદ્રને કહ્યું કે“તમે દેના ઈ છે અને હું મનુષ્યને ઇંદ્ર છું, માટે હે ઇંદ્ર છે.
તે
નિગમ
મત નો
Page #312
--------------------------------------------------------------------------
________________
આપણું અકૃત્રિમ મિત્રાઈ છે.” ત્યાર પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા ચકીએ શ્રાવકને બેલાવીને કહ્યું કે તમારે આજથી ખેતી વિગેરેનું કાર્ય બીલકુલ કરવું નહીં. હું તમારી આજીવિકા પૂર્ણ કરીશ. તમારે હમેશાં મારે ઘેર ભોજન કરવું, સાધુજનની સેવા કરવી અને મને હમેશાં આ વચન સંભળાવવું કે- “ હે ચકી! તું છતાય છે, ભય વૃદ્ધિ પામે છે માટે “મા દુર, મા ” ન હો, ન હણે.” આ પ્રમાણે કહીને ચકી તેમને હમેશાં ભેજનાદિકવડે સત્કાર કરવા લાગ્યા, અને તેમના વચનથી પ્રતિબંધ પામી પોતે નિરંતર સદાચારમાં તત્પર રહેવા લાગ્યા.
કે અન્ય ચક્રિીએ તે શ્રાવકને કાકિણી રત્નથી જ્ઞાન, દર્શન અને ચરિત્ર પી . ત્રણ રત્નના ચિન્હવાળા કર્યા અને તેમના સ્વાધ્યાયને મા બે રમ્યા. તે વિષે ચૂણિમાં કહ્યું છે કે “ ભરતે દાન આણ્યું તે એણે દાન દેવામાં પ્રવર્તી ભરતે શ્રાવકેસ્વિાધ્યોએ ધામ કરવા માટે આર્ય વેદ કર્યો. તે વેદમાં તીર્થકરની સ્તુતિ સધિરતિ “ દેશવિરતિ અને શાંતિકર્મ વિગેરેનું વર્ણન આપેલું છે ત્યાર પછી સુલસા અને યાજ્ઞવયે વિગેરેએ અનાય વેદો રચ્યા છે. ભરતરાજા પરીક્ષા કરીને ઉત્તમ શ્રાવકને હંમેશાં ભેજન કરાવતા હતા, તેથી શ્રાદ્ધદેવ શ્રાવકને સત્પાત્ર તરિકે થયા, અને સાધુઓ તે પ્રથમથી જ સત્પાત્રપણે પ્રસિદ્ધ હતા. આ પ્રમાણે પંડિતએ શ્રાદ્ધદેવોને બીજી પંક્તિના પાત્ર તરીકે જાણવા. શ્રાદ્ધદે હમેશાં દ્રવ્ય સ્તવના અધિકારી છે એમ નિગમ અને આગમમાં કહ્યું છે. તેઓ પણ શ્રાવકેને ફળ આપનારા થાય છે. જિનપૂજા વિગેરેના મહોત્સવ પ્રસંગે મુનિઓને પ્રાસુક ભાત પાછું આપવું અને શ્રાદ્ધદેવને સુવર્ણ વિગેરનું દાન આપવું. તે શ્રાદ્ધદેવના જે પુત્ર થયા તે પણ સદાચારી ઉત્તમ શ્રાવકે થવાથી તેમને પણ ચક્રીએ કાકિણી રત્નથી અંકિત કર્યો. તે શ્રાદ્ધદેવો પછી સુવર્ણની જનોઈવાળા થયા. પછી અનુક્રમે રૂપાની, પટ્ટસૂત્રની અને છેવટ સૂર્યપશાના વંશમાં એકલા સૂત્રની ય પવીતને ધારણ કરનારા થયા.
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સૂર્ય યશા પછી મહાયશા, પછી અતિબળભદ્ર, પછી બળભદ્ર, પછી બલવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીર્ય, અને પછી દંડવીર્ય એમ અનુકમે આડ રાજાઓ અધ ભરતખંડના સ્વામી થયા. આ આઠ રાજાઓએ પિતાના મસ્તક ઉપર અષભસ્વામીના રાજ્યને મુગટ ધારણ કર્યો. ત્યારપછીના રાજાઓ તે મુંગટ મેટે હેવાથી ધારણ કરી શક્યા નહિ.
છ છ માસે નવા શ્રાવકેની પરીક્ષા કરી ભરતરાજા ઉત્તમ શ્રાવકેને ત્રણ રેખાથી અંકિત કરતા હતા અને તેઓને સુવર્ણ દિન કનું દાન આપતા હતા, તે જોઈ પૃથ્વી પર લેકે પણ મહાફળવાળા બ્રાહ્મણદાનમાં પ્રવર્યા. હજુસુધી પણ તે બ્રાહ્મણે કઈ કેઈ" ઠેકાણે તત્ત્વને જાણનારા તથા ગુપ્ત રીતે સમકિતને ધારણ કરનારા જોવામાં આવે છે.
શ્રાવક ધમને પાળનાર રાજાએ સાંધુઓને, શ્રાદ્ધદેવે અમિ શ્રાવકોને અધિકાર પ્રમાણે ભક્તિપૂર્વક આદર કરે અને જિને. ધર્મને જાણનાર પુરૂષાએ આ છ પ્રકારના સંઘનું ભરતરાજાની જેમ બહુમાન કરવું કે જેથી મુક્તિરૂપી દેવાંગના પિતાને વશ થાય.
ઇતિ શ્રીત પગછરૂપી આકાશમાં સૂર્યસમાન મહોપાધ્યાય શ્રી ? ધર્મહંસ ગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્રીંસ ગણએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકામાં પાંચમી શાખાને વિષે શ્રીસંઘભક્તિ કરવાના વિષય ઉપર ભરતચક્કીના વર્ણન નામને ચોત્રીશમે પલ્લવ સમાપ્ત થયે.
પલ્લવ ૩૫ મે, જેઓએ જિનધર્મની દીપિકારૂપ દ્વાદશાંગીને પ્રકાશ કર્યો છે તે ૪૪૧૦ ગણધરને નમસ્કાર કરું છું. ૧ પણ તે વાસુદેવ કહેવાય નહી.
આ સંખ્યા યા હિસાબે કરી છે તે સમજાયું નથી. વાસ્તવિક રીતે ૧૪૫૨. ગણધરે કહેવાય છે તે યોગ્ય છે,
Page #314
--------------------------------------------------------------------------
________________
સુર
સંઘના બહુમાનનો વિધિ કહ્યા પછી હવે પુસ્તકલેખન નામનુ પાંત્રીશમું દ્વાર કહે છે.
‘પુણ્યલિì’ તિ.
શ્રાવકાએ આગમ અને નિગમનાં પુસ્તકા લખાવવાં એ શ્રાવકાનુ' કર્તવ્ય છે.
વિસ્તરાર્થ—આ જગતમાં લૌકિક અને લેાકેાત્તર આચાર અને વિચારને કહેનારાં નિગમ અને આગમનાં શાસ્ત્રા જ છે, તે ૫'ડતાએ જાણવા યેાગ્ય છે. દરેક પ્રભુના ગણધરો સમગ્ર આચાર્યની પેટી સમાન નિમેળ મહાવિદ્યારૂપ નવી દ્વાદશાંગી રચે છે, અને દરેક ચાવીશીમાં જે પહેલા ચક્રવર્તી થાય તે સર્વ વર્ણાના ધર્મને બતાવનાર નિગમની રચના કરે છે. સાધુઓને અને સાધુની સેવામાં તત્પર રહેતા જૈન બ્રાહ્મણાને નિ ગમ અને આગમના શાસ્ત્રા શીખવા લાયક છે, તથા તત્ત્વજ્ઞાની શ્રાવકાએ પોતપોતાના અધિકાર પ્રમાણે તે શાસ્ત્ર શ્રવણ કરવાના છે અને તેમાં ક્રિયાઓ જે પેાતાને યાગ્ય હોય તે કરવાની છે. ન્યાયથી ઉપાર્જન કરેલા ધનવડે શ્રાવકા જો નિગમ અને આગમનાં પુસ્તકા લખાવે તે તેનું તે ધન વખાણવા લાયક છે. ભરત ચકીનાં અને અરિહંતનાં શાસ્ત્રા લખાવવાથી જીણું ચૈત્યના ઉદ્ધાર કરવા જેટલું પુણ્ય થાય છે. આ પૃથ્વી પર નિગમ અને આગમ નામનું જૈનશાસ્ત્ર સમગ્ર આચારના વિજ્ઞાનને પ્રકાશ કરવામાં દીપક સમાન છે. સત્પુરૂષાએ સમક્તિના પ્રકાશ કરવા માટે નિરંતર પેાતાના હૃદયમાં દ્વાદશાંગી તથા ચાર ( જૈન ) વેદ રૂપી દીપિકા ધારણ કરવા યાગ્ય છે. આવા દુષમ કાળમાં પણ સમ્યક્ શાસ્ત્રના પ્રભાવથી કલ્યાણ કારક ધર્મની શુ & પ્રગટ થાય છે. પવિત્ર કરનારી તે ધર્મશુદ્ધિ પાંચમા આરાના અંત સુધી સ્થિર રહેશે. જેનાથી નિગમની ઉર્જાત્ત થઇ છે તે પુરૂષને ધન્ય છે. શ્રાવકાએ પોતે નિરંતર નિગમ અને આગમનાં પુસ્તકા લખવાં અને પાતે ઉપાર્જન કરેલા ધનવડે લખાવવાં. પેથડ નામના મંત્રીશ્વરની જેમ તથા વસ્તુ નિકેતની જેમ શ્રાવકાએ નિગમ અને આગમના ગ્રંથે લખાવવા,
Page #315
--------------------------------------------------------------------------
________________
પેથડ નામના મત્રી કાણુ હતા ? અને વસ્તુનિકેત કાણુ સુતા ? તે વિષે બીજા શાસ્ત્રમાં કહેલી તેમની કથા અહીં સક્ષેપથી લખીએ છીએ. પેથડ મંત્રીની કથા
નમઆડ નામના મેટા દેશના સૂત્રરૂપ નાદરીપુર નામનુ નગર છે. તેમાં દેદાક નામે એક પ્રતિક રહેતા હતા. તેને સુવર્ણુના મેઘ એવું બિરૂદ મળ્યું હતું. તેને પેથડ નામે પુત્ર હતા. તે કે ટલેક કાળે નિર્દેન થયા, ધનિકના પુત્રા થયા છતાં પણ માણીએને પેાતાનુ કર્મ ભાગવવુ જ પડે છે. ” પેથડ નિર્ધન થવાથી ધન ઉપાજૈન કરવા માટે માત્ર દેશમાં ગયા. તે દેશ ભાંગેલા મનુષ્યા ને પિતૃગૃ ુ સમાન છે. ’ ત્યાં રહીને પેથડ ત્યાંના રાજાના માનીત યા અને અનુક્રમે કાટી સુવર્ણના સ્વામી થયેા. “ મનુષ્યના ભાગ્યને કાણુ જાણી શકે છે ? ”
(
,,
ܕܕ
પેથડે ત્યાં ગુરૂ આવ્યા ત્યારે તેના પ્રવેશ મહેાત્સવમાં મહાંતેર હજાર દ્રબ્યૂના ખર્ચ કર્યાં, એકઢા ગુરૂ મહારાજ મધુર સ્વરે વિવાહપ્રજ્ઞપ્તિ ગણતા હતા, તે વખતે પેથડ મંત્રી ગુરૂને વાંઢવા આપે. મુનીશ્વરને વદના કરી તે મંત્રીશ્વર ગુરૂની પાસે બેઠા, અને “ કયું શાસ્ત્ર ગણા છે ? ” એમ તેણે પૂછ્યું; ત્યારે ગુરૂએ કહ્યુ કે— ભગવતી સૂત્ર ગણું છું. ” તે સાંભળી મંત્રીએ કહ્યું કે “તે સાંભળવાની મારી ઈચ્છા છે તેથી તે સૂત્ર પ્રથમથી ગણેા તા સારૂં” ત્યારે ગુરૂ મહારાજ તેને પ્રથમથી વિવાહપ્રકૃતિ શ્રવણુ કરાવવા લાગ્યા. તેમાં સ્થાને સ્થાને ગાતમસ્વામીનું નામ સાંભળી તે અત્યંત આનă પામ્યા, તેથી જ્યાં જ્યાં શ્રીગૈતમસ્વામીનું નામ આવ્યું ત્યાં ત્યાં એક એક સેાનામઢાર મૂકીને તેણે શુભ માને દેખાડનાર આખું ભગવતી અંગ સાંભળ્યુ. તે પાંચમા અગમાં શ્રીમહાવીર સ્વામીના પહેલા ગણધર શ્રીગાંતમસ્વામીનું છત્રીશ હજાર વખત નામ આવ્યું. તેથી જિનેશ્વરના શાસ્ત્રપરની ભક્તિને લીધે તે મત્રીશ્વરે છત્રીશ હજાર સેાનામહારાવડે તે પાંચમા અંગની પૂજા કરી. પછી તે ધનવડે મંત્રીએ જિનેશ્વરના પીસ્તાલીશ આગમેાની અબે પ્રતા લખાવી. તેમાં
Page #316
--------------------------------------------------------------------------
________________
એક એક મત સેનેરી શાહીથી અને બીજી પ્રત મેરની શાહીથી લખાવી. આ પ્રમાણે આગમના ગ્રંથો લખાવી જ્ઞાનના ભંડારો કરી તેણે મેટું પુણ્ય ઉપાર્જન કર્યું. તેને વિસ્તાર પામેલ યશ હજી સુધી તે વાતની સાક્ષી પૂરે છે. તે
વસ્તુનિકેતની કથા જેણે પિતે હર્ષથી નિગમના શાસે લખ્યાં તે વસ્તુનિકેતની સંક્ષિમ કથા કહીએ છીએ... -
ધર્મતત્વ રૂપી અંકુરાને ઉલ્લાસ કરવાની ભૂમિ રૂપ માહિતી નામની નગરી છે. તે નગરીની પાસે બીજી સર્વ નગરીઓ જાણે તેની દાસીઓ હોય તેવી લાગે છે. તે નગરીમાં સુદર્શન નામે એક વેપરી હતા, તે સમૃદ્ધિવાળ, જૈન ધર્મ અને કુટુંબરૂપી વનને વિકસ્વર કરવામાં મેઘ સમાન હતું. પંડિતની સભામાં તેનો નગુણ અલોકિક (અદભુત) સંભળાતો હતો. તે સાંભળવાથી જ જાણે કશું અને બળી રાજા અદૃશ્ય થઈ ગયા હોય એવું અનુમાન થતું હતું.
અમારા કુળને શિષ્ટાચાર અસત્ય ન થાઓ” એમ જાણીને તે હંમેશાં સર્વ પ્રકારના દ્રવ્યસ્તવ કરતું હતું. જેમાં રાજ્યનું મળ રાજા છે અને અંકુરનું મૂળ બીજ છે તેમ શ્રાવકધર્મનું મૂળ દ્રવ્યસ્તવ છે એમ તે માનતા હતા, તેથી તેના અંત:કરણમાં રહેલું દ્રવ્યસ્તત્વરૂપી વૃક્ષનું મૂળ દેવગુરૂના દ્વેષીઓના વચનરૂપી પ્રચંડ વાયુથી જરા પણ ચલાયમાન થતું નહતું પણ બીજા દુબળ મનવાળા સર્વ મનુષ્ય કંપાયમાન થઈ જતા હતા,
શું અસ્થિર વૃક્ષે વાયુને વશ નથી હોતા ?” અંગ અને ઉપાંગમાં સર્વે ઠેકાણે અધકારને આછીને દ્રવ્યસ્તવનું વિધાન કરેલું છે. પરંતુ, કઈ પણ ઠેકાણે તેને નિષેધ જણાવ્યું નથી. આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરી સમકિતમાં નિશ્ચળ થયેલ સુદર્શન ચકીએ પિતાના નિત્યકર્મ રૂપ જિનપૂજનને કદાપિ ત્યાગ કર્યો નહોતો.
તે સુદર્શન શેઠને માર્ગાનુસારી બુદ્ધિવાળે વસ્તુનિકેત નામે એક સુક્ષ્ય હતે. સ્વામીને સારે સેવક મળે તે પણ પર્વના પુણ્યનું જ
Page #317
--------------------------------------------------------------------------
________________
hee
G
ફળ છે, એકદા ની તવાળા તે વસ્તુનિકેત દેશાંતરની વસ્તુઓ લાવવા માટે સમૃદ્ધિના સ્થાનરૂપ કાંતિ નામની પુરીમાં ગયો. પરિતા કહે છે કે “ આાંતિત નગરી નિગમના ભંડાર છે. અને અત્યંત શુદ્ધ ધર્મને પ્રકાશ કરવાની દીપેંકા છે. હજી સુધી તે નગરીના બ્રાહ્મણેા નિગમાવદ્યામાં નિપુણ છે અને દેશાવરતિનુ સામ્રાજ્ય તેમના અંગને શેાભાવે છે. ” વિશાળ બુદ્ધિવાળા, પવિત્ર મનવાળા અને સદાચારના મોટામંદિર રૂપ તે ણિકપુત્ર વસ્તુનીકેત બ્રાહ્મણાની શાળામાં ઉતર્યાં. બ્રાહ્મણાના મુખથી શાસ્ત્રની શ્રેષ્ઠ વાણીનુ એટલે કે માર્ણકયરૂપ નિગમનુ વચન તેણે સાંભળ્યું, અને તેના અંત:કરણમાં કરૂણા સાગર ઉછેળવા લાગ્યા. આનો અર્થ સત્ય છે અને જિનેશ્વરની આજ્ઞાને અનુસરતા છે, માટે શ્રાવકધમને પ્રકાશ કરનારૂં આ શાસ્ત્ર આશ્ચર્ય કાક છે. એમ જાણી તે પાતાના ચિત્તમાં ચમત્કાર પામ્યા અને તેની બુદ્ધિ જરા પણ વક્ર થઇ નહિ. “ ભાગ્યવંત પ્રાણીએ પેાતાની શ્રદ્ધાથીજ તેને અંગીકાર કરે છે.” તે તત્ત્વજ્ઞાની બ્રાહ્મણેાથી પ્રતિધ પામેલા વસ્તુનિકેતે સત્યધર્મના લેાચનરૂપ તે નિગમ શાસ્ત્ર લખી લીધું. ત્યા રપછી નિષ્કપટ હૃદયના સાગરપ તેણે સમગ્ર ગૃહકાર્ય ના ત્યાગ કર્યા અને જ્ઞાન લખવાના વ્યસનમાં જ તટ્વીન થયા. સાત સન તા આ સંસારમાં પ્રાણીઓને પાડનારા થાય છે, પરંતુ આ જ્ઞાન વ્યસન તે તેને સંસાર તારનારૂં થયું. પૃથ્વીતળ ઉપર ધૃતના સંગ્રહુ કરનાર ઘણા જતા હાય છે, પરંતુ આણે તા હષથી શુદ્ધ આચાર વાળા શાસ્ત્રનાજ સંગ્રહ કર્યો. બીજા વણિકપુત્રા વિવિધ વસ્તુઓ ઉપાર્જન કરી પાતાના નગરમાં આવી સુદર્શન શેઠને કહેવા લાગ્યા કે—“ હું શ્રેષ્ઠી! આ તમારા વણિકપુત્ર (વાગેતરે) જે વેપાર કર્યો છે તે અમારાથી જીšાવડે કહી શકાય તવા નથી.” આ રીતે વ ણિકપુત્રાએ તેના દોષ પ્રગટ કર્યાં, પરંતુ શ્રેષ્ઠીઓમાં મુખ્ય એવા સુઈશન શેઠ તેમના વચનરૂપી વાયુવડે જરાપણુ ચળાયમાન થયા નહીં.
ત્યારપછી વસ્તુનિકેત પેાતાની નગરીમાં આવ્યા, તે વખતે તેણે વ્યતવરૂપી વૃક્ષને સિ ંચન કરનારૂ તે પુસ્તક શ્રેણીની પાસે
Page #318
--------------------------------------------------------------------------
________________
80%
!
મૂક્યું તે પુસ્તક જોઇ શ્રેષ્ઠીને જે પરમ આનંદ થયા, તે બીજા નંકપુત્રાના કાટ ધનના અપણુથી પણ થયા નહી. હર્ષ પામેલા શ્રેષ્ઠીએ વસ્તુ નકેતને પહેરામણી આપી અને ઘણું દ્રવ્ય આપીને તેનું સન્માન કર્યું. પછી સર્વજન સમક્ષ શ્રેષ્ઠીએ કહ્યું કે આ જથી આ વસ્તુનિકેતને અમે સ્વામીપણે ગણુક્ષુ', કારણકે નિગમનું જ્ઞાન આપવાથી તે અમને પિતાથી પણ અધિક પૂજ્ય થયા છે. આ પૃથ્વી પર વસ્ત્ર અને અલંકારના દાતારો સુલભ છે, તેમનાથી દુકાળમાં અન્નદાન કરનારા અધિક છે અને ભાગ્યરૂપી પતના શિખરરૂપ તેમનાથી પણ જે નિગમશાસ્રનું દાન કરે તે અધિક છે.” ત્યારપછી નિગમના સ"કેત દ્રવ્યપૂજાને ઉચિત છે એમ જાણી શ્રેષ્ઠીએ ઉપાધ્યાય સહિત સૂરિ મહારાજને ખેલાવ્યા. તેના એલાવવાથી સૂરિ મહારાજ પણ માર્હિષ્મતી નગરીમાં આવ્યા. કારણ કે સીશ્વરા દયાને લીધે પરોપકારી જ હાય છે. વળી આગમના સારને જાણનાર આ સુદર્શન શેઠ આ કાળમાં મુખ્ય શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયેલા હતા. જિનાગમના રહસ્યને જાણનાર સૂરિમહારાજ ત્યાં આવ્યા, ત્યારે તેણે તે નિગમ શાસ્ત્ર તેમને અણુ કર્યું. નવીન અને મનહર ભેટરૂપ નિગમ નામનું પુસ્તક જોઇ બુદ્ધિમાન આચાર્ય મહારાજ અત્યંત હર્ષિત થયા, અને ખેલ્યા કે—અમારૂં ભાગ્ય આ યુગના મનુષ્યા કરતાં અધિક છે કે જેથી કરીને રત્નના નિધાનની જેવું અદ્દભુત નિગમ શાસ્ત્ર અમને પ્રાપ્ત થયું”. ત્યારપછી સૂરિ મહારાજે શ્રાવકા, શ્રાદ્ધદેવા, સાધુઓ અને સાધ્વીઓને નિગમ તથા આગમમાં કહેલી સ્પષ્ટ આજ્ઞા ધારણ કરાવી. સુદન શ્રેષ્ઠી, તેની રહિણી નામની ગુણવતી ભાર્યાં, સદાચારથી પવિત્ર થયેલા તેમના રાહિય નામના પુત્ર, કપટરહિત વસ્તુનિકેત નામના તેના વણિકપુત્ર ( વાળુાતર ) તથા શ્રેષ્ઠીના કુળના મહામણિ નામના પુરાહિત એ સર્વે નિગમ અને આગમના સકેતના નિર્ણય સાંભળવામાં તત્પર થયા અને તે સર્વે એધિબીજ (સમકિત) ને પામ્યા. તેઓએ તત્ત્વ જાણુંવાથી ગુરૂની સાક્ષીએ આદરપૂર્વક મહાદાન સહિત અનેક મહા
Page #319
--------------------------------------------------------------------------
________________
સવે ક્યા, સાધુઓ પણ નૈગમનું જ્ઞાન થવાથી ગુરૂની સેવા કયામાં. વિશેષ તત્પર થયા, અને ક્રિયાની કુશળતાના પાત્ર થયા. સુરમહારાજને નિગમ સંબંધી ઉપદેશ સાંભળી અનેક ભવ્યજને આપત્તિ રહિત થઈ શુદ્ધ ધર્મ પામ્યા.
વ્યસ્તવને વિસ્તાર કરનારા સુદર્શન વિગેરે સર્વેએ મહોત્સવ કરીને ધનની જેમ ધમ ઉપાર્જન કર્યો.
ત્યારપછી આયુષ્ય પૂર્ણ થયે સુદર્શન શેઠ મરીને વિજયસેન નામે જગદગુરૂ થયે. તેની સ્ત્રી હિણિ મરીને ગુણની ભ્રમિરૂપ શંગારના નામે તેની જ પત્ની થઈ. તેને પુત્ર રોહિણેય સવા
સિદ્ધિની સમૃદ્ધિ પામે. ત્યાંથી ચ્યવીને તે ગઈચવીશીમાં દસ નામે જિનેશ્વર થયે. પુરોહિતને જીવ વિશ્વાવસુ નામે પ્રખ્યાત પુરૂષ થશે. અને વસ્તુનિકેતને જીવ દત્ત તીર્થકરને વૈજયંત નામે પુત્ર થયે અને છ ખંડ ભરતક્ષેત્રને સ્વામી થયે. આ બધું સમક્તિ ને ધર્મરૂપી વૃક્ષનું ફળ છે.
- સાધુ તથા શ્રાવકના વિશેષને દેખાડનારૂં અને સર્વ પ્રકારના - આચારના મંદિર રૂપ આ શ્રી નિગમ નામનું શાસ્ત્ર ચિરકાળ સુધી
જય પામે. આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી, શ્રવણ કરાવવાથી, અનુમેદન કરવાથી, લખવાથી મનુષ્ય સિદ્ધિગતિને પામે છે.
વૈજયંત ચક્રવતીએ શ્રી શત્રુંજય પર્વત ઉપર હર્ષપૂર્વક મોટે યાત્રા મહોત્સવ કર્યો. પછી મનમાં હર્ષ પામેલા ચક્રીએ સ્વસ્થાને અન્ય વિવાદ કરનારાઓને ઉત્તરપક્ષ કર્યો. એટલે કે તે ચક્રીએ નિગમ અને આગમમાં નિર્ણય કરેલા વિધિ પ્રમાણે ચાદ ગુણસ્થાનનું સ્વરૂપે પ્રગટ કર્યું. પ્રાંતે ચકીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને આ યુગને છે તે મેક્ષપદ પામ્યા.
સમ્યફ પ્રકારે ધર્મની પ્રરૂપણ કરનારું આ નિગમ અને આગમનું જ્ઞાન વિદ્વાને ને આનંદ પમાડે તેવું છે, તેથી બુદ્ધિમાનેએ તે શ્રવણ કરવું તથા પેથડ મંત્રી અને વસ્તુનિકેતની જેમ નિગમ તથા આ
Page #320
--------------------------------------------------------------------------
________________
કદ
જમમાં પુસ્તકે લખાવવા અને જાતે લખવાં. નિગમ અને આગમન વચનસમૂહને નિર્ણય કરવામાં સમતાને સેવનારા જે મનુષ્યોની બુદ્ધિ પ્રગટ થાય છે, તેઓ પૂર્વજન્મના પુણ્યશાળી છે એમ જાણવું.
( આ પ્રમાણે પુણ્યવંત પ્રાણુઓએ નિરંતર નિગમ અને આગમનાં શાને લખેવાં તથા લખાવવામાં ન કરે કે જેથી સદુગતિ પ્રાપ્ત થાય. . ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં આર્યસમાન મહિપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય વોચકે શ્રીઇદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશ કવલ્લી નામની ટીમાં પાંચમી શાખાને વિષે પુસ્તક ઉખવાના વિષય ઉપરથિ અમે યુદ્ધતિના વન મોમમાં પાછીમે પાસમાંથી
ઢ કાળચક્રમાં એટલે અતીત વર્તમાન અને ભવી કાળે થયેલા અને શવાના ચોવીશ ચોવીશ : તીર્થક મળીને કુલ બહોતેર તીર્થકરે કે જે પાંચ વર્ષના શરીરવાળા અને મુક્તિરૂપી સીન મતકના મુગટ સમાન છે તથા જે ધમી ભવ્ય પ્રાણીઓના અને નાશ કરનાર છે તે સર્વ જિનેશ્વર જ્યવંત વર્તે. .. પુસ્તકલેખન નામનું દ્વાર કહ્યા પછી હવે તીર્થ પ્રભાવના નામનું છીણું દ્વાર વર્ણવે છે
‘પમાવા તિ” તિ વિવેકી પુરૂષએ શત્રુંજ્યાદિક તીર્થને વિષે પ્રભાવના કરવી.
વિસ્તર–શત્રુજ્ય, સમેતશિખર, અબુદાચળ (આબુ), માંડવગઢ અને ગીરનાર તેમજ જિનેશ્વરના જન્માદિક કલ્યાણુકેની ભૂમિએ એ સર્વ તીર્થ કહેવાય છે. તે તીર્થોમાં શ્રેષ્ઠ શ્રાવકેએ અત્ય, પ્રતિષ્ઠા, યાત્રા અને ઉત્સવ વિગેરે કરી હર્ષપૂર્વક પ્રભાવના કરવી. એ છે કે “ભાવના ભાવવાથી મારા પિતાના આત્માને જ લાભ
Page #321
--------------------------------------------------------------------------
________________
થાય છે, પરંતુ પ્રભાવનાથી પિતાને અને પરને બનેને લાભ થાય છે. માટે પ્ર અક્ષર વધવાથી ભાવના કતાં પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે એમ હું માનું છું, જેમ વિમળે આબુજી ઉપર ચૈત્ય કરાવી પ્રભાવના કરી હતી, તેમ મનુષ્યએ તીર્થની પ્રભાવના કરી અગમ્ય યુથ ઉપાજન કરવું. આબુજી જેવું તીર્થ ભાગ્યના ચેગથી જ માત થાય છે.
શું દક્ષિણાવર્ત શંખ પુણ્ય રહિત પુરૂષના હાથમાં આવે?” વિમળ નામના દંડનાયકે પિતાને આત્મા નિર્મળ કરવા માટે તીર્થરાજ ! અબુંદ ગિરિ ઉપર હર્ષથી ચૈત્ય કરાવ્યું તેની કથા નીચે પ્રમાણે * મારવાહ નામને દેશ કલ્પવૃક્ષની જેમ મનુષ્યને શુભ ફળી. આપનારો છે. તે સર્વ દેશામાં ઉત્તમ તથા સર્વ સંપત્તિનું નિધાન છે. ધન. જન્માદિક સંપૂર્ણ અને જિનમંદિર વડે શભિત મટે છે
એ કઈ પણ દેશ ઉત્તમ નથી એમ પડિતે માને છે. જેમ સર્વ નદીઓનું સ્થાન સમુદ્ર છે તેમ સર્વ લક્ષ્મીનું સ્થાન. અને ચાર નામને ધારણ કરનારૂં નગર તે દેશને શોભાવે છે. તે નગરમાં ચિત્ર વિચિત્ર કાંતિ, શ્રી, ધૃતિ અને કીતિ વિગેરે દેવીઓ નિવાસને માટે રહેલી છે તેથી તે નગર મહાસ્થાન નામે કહેવાય છે. તેમાં મહાજનની સ્થિતિ છે, મોટા સુખની સંતતિ છે, તેથી તે મહાસ્થાના કહેવાય છે. જેમ નટ વિશ્વના વિનોદને માટે જુદા જુદા નામને ધારણ કરનાર થાય છે તેમ તે નગર ચારે યુગમાં પિતાનું નામ બદલાવે છે. તે નગરના ઉદ્યાનમાં રહેલી પુપની અખંડ સમૃદ્ધિના સમૂહને જોઈ ગગન માર્ગમાં જતી લહમીદેવી ત્યાં આવીને રહી.
ત્યાં રહેલા વનમાળીએ તે લક્ષ્મીદેવીને બે મુખને ધારણ કરનાર ન પુને ગુછ ભેટ તરીકે આવે. તેની કુશળતા જોઈને અત્યંત પ્રસન્ન થયેલી લક્ષ્મીએ તે વનમાળીને માટે ઉત્તમ નગર સ્થાપન
કરી આપ્યું. ચારે યુગમાં અનુક્રમે તે નગરનું શ્રીમાલ ૧, રત્નકલર, પુષ્પમાળા ૩ અને ભિનમાળ૪ એવું નામ બદલાય
છે, તેમાં આ ચારે નામ જગતમાં તેની પ્રતિષ્ઠા વધારનારાં છે. ! તે નગરનું સૌંદર્ય ત્રણ જગતમાં અક્ષય છે. આ ચારે નામે આ પ્રમાણે
Page #322
--------------------------------------------------------------------------
________________
સાથક છે તે તમે સાંભળે, કારણકે કેટલાકના નામ સાર્થક પણ હઈ શકે છે. તે નગર સમગ્ર પ્રકારની સુખકારક લમીને ધારણ કરે છે, તેથી તેનું શ્રીમાળ એવું નામ પ્રસિદ્ધ થયું છે. જેમ રહણચળ પર્વત અને સમુદ્ર રત્નની ખાણરૂપ છે તેમ આ નગર પુરૂષ અને સ્ત્રીરૂપી રન્નેને ધારણ કરે છે તેથી તેનું રત્નમાળ નામ થયું છે. તે નગર વિવિધ પ્રકારના વૃક્ષેથી ઉત્પન્ન થતા પુષ્પના સમૂહથી પરિવરવું છે તેથી પૃથ્વી પર તેનું પુષ્પમાળ એવું નામ પડ્યું છે, તથા તે નગરમાં દુકાનની શ્રેણીઓ, ઘરના સમૂહે અને જિનચૈત્યની પંક્તિઓ આકાશ સુધી ઉંચી ગયેલી છે તેથી તે ભિનમાળ નામે કહેવાય છે. તે નગર નવી નવી સંપત્તિનું સ્થાન છે, તેથી તે દરેક યુગમાં પિતાનું નવું નવું નામ ધારણ કરે છે. આ મરૂદેશ પૃથ્વીપીઠનું ભૂષણ છે, અને આ નગર તે ભૂષણના મધ્ય મણિરૂપ છે. તે નગરમાં ધર્મરૂપી વસ્તુના નિધાનરૂપ મટી પિષધશાળાએ પણ જેવા માં આવે છે, કારણ કે નેત્રવિના સુખ શોભતું નથી. તે નગરમાં નેવું હજાર વણિકે રહેતા હતા, અને પીસ્તાલીશ હજાર બ્રાહ્મણની વસ્તી હતી તેમાં બે વણિકેએ એક બ્રાહ્મણને નિવહ કર એવી તે નગરમાં સ્થિતિ હતી, ત્યારથી આરંભીને વાણુઆઓ બ્રાહ્મણને નિર્વાહ કરવા લાગ્યા છે. તે નગરના કિલ્લાની અંદર કપટ રહિત કરે કેટિધ્વજે રહેતા હતા અને કટ્ટાની બહાર લાખો લક્ષેશ્વરે રહેતા હતા.
તે નગરમાં નાના નામને કેટીશ્વર રહેતું હતું. તે સ્વર્ગ જેવા સગને સાગર, અભંગ સૈભાગ્યવાળો અને વિવેક તથા વિનયને આકર (નિધાન) હતું તેની લક્ષ્મી દેવગે ક્ષીણતા પામી; કારણ કે “વિકટ કાળને લીધે કેટીશ્વરે પણ કીટ જેવા થઈ જાય છે. પાણીની ઘડીઓ ક્ષણમાં ખાલી હોય તે ભરાય છે અને ભરેલી ખાલી થાય છે. તેથી કરીને હું ધનવાન છું એવું અભિમાન સતપુરૂષના મનમાં આવતું નથી. તેણે વિચાર કર્યો કે-“મારૂ ધન ; ઓછું થયું છે, તેથી મારે કિલ્લાની મધ્યે રહેવું યોગ્ય નથી, અને જે
Page #323
--------------------------------------------------------------------------
________________
મા
કિલ્લાની ખંડાર જઈને યપુ છું તે મારા યશની હાનિ થાય છે, માટે હવે શા ઉપાય કરવા ?” આ પ્રમાણે વિચાર કરી તેણે ભક્તિપૂર્વક એકવીશ ઉપવાસવડે ચિત્તને શુદ્ધ કરી શ્રીદેવીની આરાધના કરી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઇ તેને કહ્યું કે-“ હું શ્રેષ્ઠી ! અહીં રહેવાથી તારા ભાગ્યના ઉદય થશે નહીં, તેથી ગાંભૂ નામના નગર વિના તારે બીજે કાઈ સ્થાને રહેવું નહીં.” આ પ્રમાણે લક્ષ્મીનું વચન હૃદયમાં ધારણ કરી તે શ્રેષ્ઠી ગાંભુ નગરે ગયા; કારણ કે દેવનુ વચન કદાપિ અસત્ય થતુ નથી. ત્યાં વેપાર કરતાં શ્રેષ્ઠીએ કેબિટ ધન ઉપાર્જન - છું. કેટલાક પુરૂષષ અન્ય સ્થાને જઇને પણ ભાગ્યવત થાય છે.” પ્રાગ્લાટ વંશના મુકુટ સમાન આ નાનાક શ્રેષ્ઠી કાર્ટિધ્વજ થયા. અ નુક્રમે તેને વનરાજ નામના રાજા પોતાના વતનમાં ( પાટણમાં ) લઈ ગયા. પત્તન નગર રત્નનું ઉત્પત્તિ સ્થાન છે, મનુષ્યરૂપી રત્નના સમુદ્ર છે, અને વિવેકનું પણ સ્થાન છે; તેથી વિદ્વાન પુરૂષા તે નગર છેડતા નથી. શ્રાવકેામાં ઉત્તમ એવા તે નીનાક શ્રેષ્ઠીએ વિદ્યાધર ગણુમાંના સૂરિપાસે પ્રતિષ્ઠા કરાવેલુ એક સુંદર ચૈત્ય કરાથુ; તે જાણે સ્વર્ગમાંથી ઉતરેલું એક વિમાન હાય તેવું શૈાલતું હતું.
તે નીનાક શ્રેષ્ઠીને લાવણ્યની લહેરાને ક્રીડા કરવાનું જાણે સરેાવર હાય એવા લહર નામે પુત્ર હતા; તે દંડનાયક થયા હતા. એકદા તે લહર સલકીનું ભક્ષણ કરવાથી મઢેાન્મત્ત થયેલા હાથીએવડે જેની ભૂમિ શેાલતી હતી એવા વિધ્યાચળ પર્વત પર હાથીએ લેવા ગયા. ત્યાં ૫વંતની જેવી કાયાવાળા, જંતુઓને ત્રાસ પમાડનારા અને સુઢવડે વનાને ભંગ કરવામાંજ તત્પર એવા હાથી ક્રીડા કરતા હતા. સાક્ષાત્ રીતે તેમના ભાજનના નિષેધ કરી ભુખ્યા રાખી નબળા પાડીને ઇન્દ્રિયાને યાગીંદ્ર વશ કરે તેમ તે લહેરે મદોન્મત્ત હાથીઓને વશ કર્યો, પછી સગુણાની શ્રેણથી ઉલ્લાસ પામતા તે લહર રાજ્યલક્ષ્મીના ભૂષણરૂપ અને મોટા બળના સમુદ્રરૂપ તે હાથીઓ લઇને પેાતાના નગર તરફ ચાલ્યા. તેટલામાં વિધ્યાદેવીના સેવક દેવાએ અનુપમ
Page #324
--------------------------------------------------------------------------
________________
બળવાળા તે હાથીઓને માર્ગમાં સ્તંભની જેમ સ્થિર ક્ય. તે જોઈ મહા પરાક્રમી કુમારે (હરે) અસમાન બળવાળા તે દેવો સાથે સંગ્રામકરીને તેને પરાજય કર્યો. દેવને પણ જીતી શકે એવા જેના ભુજદંડ પ્રચંડ બળવાન હતા એ તે દંડનાયક ગજે દ્રોને લઈ પત્તન નજીક આવ્યું, તેના આવવાના ખબર સાંભળી પત્તનને સ્વામી વનરાજ ઐરાવત જેવા તે શ્રેષ્ઠ હસ્તીઓને જોવાની ઈચ્છાથી તેની સામે આવ્યો, અને અનુક્રમે હાથીઓને જેતે જે તે સંડસ્થળ નામના પુર સુધી પહે, એટલે હર્ષના ભારથી પુષ્ટ થયેલા રાજાએ તે સંડસ્થળપુર દંડનાયકને ઈનામ તરીકે આપ્યું. તે પુરમાં દંડનાયકે સર્વ લોકેને વાંછિત આપનારી ધણુદેવી નામની શ્રી દેવીની સ્થાપના કરી. તે લહરે રાજાને પ્રસાદ પામીને વિશાળ ટંકશાળ બનાવી અને તેમાં દંડલ નામની સિક્કાવાળી સેનામહેરે પાડી. ઉજવળ યશરૂપી વસ્ત્ર ધારણ કરતા શ્રીદેવીના પ્રસાદને પામેલા તે સમૃદ્ધિમાન લહરે શ્રીદેવીની સ્થાપિત મુદ્રા ઉપર પટનું ચિન્હ સ્થાપન કર્યું. જેણે પત્તનની પટ્ટપરંપરાના પાંચ રાજાઓને પાપીઠની સેવા કરી એ તે રાજ્યતંત્રને ચલાવનાર દંડનાયક મંત્રીશ્વર જય પામે.
તે દંડનાયકને સમગ્ર ગુણરૂપી હસેની શ્રેણિને કડા કરવાના માનસ સરોવર જેવા વીરાક અને નેઢાક નામના બે પુત્રો હતા. તેમાં નેહાક ધાર્મિક હતું, તેથી તે વિશેષ વ્યાપાર કરતા નહોતે, ન્યાયથી ઉપાર્જન કરેલા જ ધનને ઉપભેગ કરતું હતું, અને તેનું હૃદય અત્યંત વૈરાગ્યવાસિત હતું. “ભાગ્યવંત પ્રાણુઓના હૃદયમાં નિરંતર વૈરાગ્યનો સાગર ઉછળતો જ હોય છે, તેથી તેણે છેવટે દીક્ષા ગ્રહણ કરી. ને સર્વ વીરપુરૂને શિરોમણિ છે.
અહીં પંડિત જનની પ્રતીતિને માટે પૂર્વોચાના કરેલા આ સંબંધ ને મળતા કેટલાક શ્લેકે હું લખું છું. એમ ગ્રંથકર્તા કહે છે. તેને અર્થ આ પ્રમાણે છે. – | ભિન્નમાળ નામના નગરમાં પ્રાવાટ વંશને પ્રગટ ગુણવાળનીનાક નામે શ્રેણી રહેતું હતું. તે ભિન્નમાળ નગરથી નીકળી લહર નામના
Page #325
--------------------------------------------------------------------------
________________
વ સતિ ગાંવપુરમાં ગયા. તે લડરને વીરાક નામે પુત્ર
. તેને વિમલ નામને ધનાઢય પુત્ર થયું હતું. તે પાનમાં ભીમરાજા મંત્રી થયે હતો અને તેણે આ મુજી ઉપર શ્રી ઋષભદેવ સ્વામીનું આ અદ્ભુત ચંત્ય કરાયું છે. ” તથા “વિમળ શ્રીમાન ગુર્જર દેશના સ્વામીને મુખ્યમંત્રી ભાગ્યવાન અને પ્રાગ્વાટ વંશના મંડનરૂપ હતો. તે મંત્રીપુત્ર છતાં પણ નિ:સ્પૃહ હતે. મોક્ષની છાવાળા તેણે અંબિકા દેવીના આદેશથી વિક્રમ સંવત ૧૦૮૮ના વર્ષમાં અરિહંતને શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યો છે.” તથા– ..
“તે વિમળ દંડનાયક ત્રણ લાખ ઉત્તમ અને સ્વામી હતો, અંબાદેવીના વરદાનથી તેનું મુકેલું બાણ પાંચ ગાઉ સુધી પૃથ્વી પર પડતું નહતું, તે પ્રાગાટ વંશના મુગટ સમાન હતો, સેંકડે રાજાએ તેની સેવા કરતા હતા અને દુઘર પરાક્રમવાળે તે પૃથ્વીનું શાસન કરતો હતે.” તથા–
મેઢાકને નિર્મળ કીતિવડે જગતને ધવળ કરનાર ધવળ નામે પુત્ર છે. તે કર્ણના રાજ્યભારને ધારણ કરવામાં ધુરંધર છે. તે ધવળને જગતના પ્રાણીઓને આનંદ કરનાર આનંદ નામને પુત્ર થયે. તે જયસિંહના રાજ્યમાં મંત્રીશ્વર થયે. આનંદને પક્ષની જેવા વિકસ્વર મુખવાળી પદ્માવતી નામની પ્રિયા હતી. તેમને વિશેષ બુદ્ધિમાન પૃથ્વી પાળ નામે પુત્ર થયો. વિવિધ પ્રકારની બુદ્ધિને ધારણ કરનાર તે પૃથ્વી પાળે કુમારપાળ રાજાના રાજ્યમાં શ્રીકરણ નામની મુદ્રા ધારણ કરી હતી, તથા તે સર્વ મંત્રીઓને નાયક થશે હતો. વિદ્યાધરગણમાં નીનાકે કરાવેલા દેવાલય તથા પંચારવિહાર નામના ચૈત્યમાં તે પૃપાળે મંડપ કરાવ્ય તથા તેણે સંપદાએ કરીને જાણે સિદ્ધિરૂપી રાણીને કીડા કરવાનો મંડપ હૈય તેવા મનહર મંડપ વડે શ્રીઅબુજીનું ચય ભાગ્યું, મંત્રીઓમાં 'શિરોમણિ તે પૃથ્વી પાળે વણવાટક નામના નગરમાં પિતાની - ૧ ખજાનાને અધિકારી શો હતા
Page #326
--------------------------------------------------------------------------
________________
૪
માંતામડીના આનંદને માટે શાંતિનાથનું ચૈત્ય કરાખ્યુ,
ચંદ્ર જેવા ઉજવળ ગુણના સાગરરૂપ વિમળ ખાલ્યાવસ્થાથી જ વૃદ્ધિ પામી પડવાના ચંદ્રની જેમ વિશાળ કળાઓને ધારણ કરવા લાગ્યા. તેની બાલ્યાવસ્થામાં જ તેના પિતા વીરાક સ્વર્ગલેાકમાં ગયો. “બુદ્ધિમાન પુરૂષા પણ અવશ્ય પૂર્વ કર્મને ભેગવેજ છે.” તેના મૃત્યુ પામવાથી રાજાનું જે માન હતુ તે જતું રહ્યું તથા ધન પણ ક્ષય પામ્યું. અહા ! વિમળની માતા વીરમતીને દુઃખના ઉદય કેવા થયા ? કહ્યુ` છે કે-“હું જીવ ! પ્રાણીઓનુ આયુષ્ય પ્રતિદિન નાશ પામતુ જાય છે, ચૈાવન ક્ષય પામે છે, ગયેલા દિવસે ફરીથી આવતા નથી, કાળ જગતનુ ભક્ષણ કરે છે, લક્ષ્મી જળના તરંગ જેવી ચપળ છે અને જીવત વીજળીની જેવું ચંચળ છે, તેા હે જીવ ! માહના ત્યાગ કરીને તુ તારા આત્માના કાર્યનું સ્મરણ કર.
.
ત્યારપછી દરિદ્રતાને લીધે વિમળ પેાતાની વીરમતી માતા સાથે ગેહડીપુર નામના પુરમાં ગયા, અને ત્યાં લેાકાના વાછરડા ચારવા લાગ્યા. અનુક્રમે વિમળ તેર વર્ષના થયા ત્યારે અંબિકા દેવી કન્યાનું રૂપ ધારણ કરી તેની પરીક્ષા કરવા આવી. આરાસની નામના મેાટા તીથૅની અધિષ્ઠાયિકા અને બાળિકાના રૂપને ધારણ કરનારી તે દેવીને જોઈ તે ખાળકનું મન જરા પણ ક્ષેાલ ન પામ્યું. હું મિત્ર ! બાળકાના મનની સ્થિરતા દેવાથી પણ નિવારણ ન કરી શકાય તેવી જગતને આશ્ચય કારક હાય છે એ શુ તે નથી સાંભળ્યું ? તે દેવીએ કામરાગને વધારનારા વાણી અને હાવભાવના વિનાદવડે કુમારની પાસે અનેક પ્રકારના વિકારા પ્રગટ કર્યા; પરંતુ ખાલ્યાવસ્થા છતાં પણ તે કુમારનુ મન કામાવેશરૂપી પવનવડે જરા પણ કથુ` નહીં. તે જોઇ તેના ગુણવડ જેવી રંજિત થઇ. લેકમાં પણ ગુણાજ પૂજાય છે, અને સ્વર્ગમાં વિશેષે કરીને પૂજાય છે કારણ કે સમ્યગ્દષ્ટિ દેવા સત્ય અને સદ્દગુણના જ રાગી હોય છે.
99
૨ માની મા.
Page #327
--------------------------------------------------------------------------
________________
પછી દેવીએ તેને કહ્યું કે-“હે બાળક! તારૂં મુકેલું બાણ પૃથ્વીને
સ્પર્શ કર્યા વિના પાંચ ગાઉ સુધી અખલિતપણે જશે તથા તું અના લક્ષણે જાણી શકીશ.” આ પ્રમાણે પ્રસન્ન થયેલી દેવીએ તેને બે વરદાન આપ્યાં. કારણ કે “દેવનું દર્શન નિષ્ફળ હોતું નથી.'
અહીં પાનમાં સર્વ વેપારીને શિરોમણિ અને પ્રસરતા સદૃગુણના વૈભવવાળે શ્રીદત્ત નામે પ્રખ્યાત શ્રેણી રહેતું હતું, તે ઘણે ધનાઢ્ય હતું. તેણે એકદા પિતાની પુત્રીને વર જેવા માટે હર્ષથી તેની જન્મકુંડળી કઈ વિદ્વાન જ્યોતિષીને બતાવી અને કહ્યું કે, “હે ઉત્તમ ગણક! તું મહાજ્ઞાની છે, તેથી મારી પુત્રીને કર્યો અને કે વર થશે? તે તું કહે.” તે સાંભળી ગણુક બેલ કે- “મે, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એ બાર રાશિએ કહેલી છે. મંગળ, શુક્ર, બુધ, ચંદ્ર, રવિ, બુધ, શુક, મંગળ, ગુરુ, શનિ, શનિ અને ગુરૂ-એ બાર અનુક્રમે બાર રાશિના સ્વામી છે. લગ્ન એટલે પહેલા સ્થાનથી અનુક્રમે કાચ, ધન, બ્રા, બંધુ, પુત્ર, શત્રુ, સ્ત્રી, મૃત્યુ, ધર્મ, કર્મ, આય અને વ્યય એ બાર ભાવ જાણવા. એ સર્વ ભાવ સાથે ગ્રહને વેગ અને ગ્રહની દષ્ટિને આશ્રય કરીને જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોએ શુભાશુભ ફળ કહેવાનું છે. પૂર્ણ દષ્ટિ અને પૂર્ણ રોગ હોય તે તેનું સંપૂર્ણ ફળ મળે છે. આ બાબતમાં ઘણું કહેવાનું છે, પરંતુ ચાલતા વિષ યમાંજ હું કહું છું કે-આ જન્મપત્રિકામાં જે ગ્રહને યોગ છે તે જે સત્ય હોય તે હે શેઠ! તમારી પુત્રીને વર ત્રણ ખંડ ભરતને સ્વામી થાય. • તે સાંભળી શેઠને ચિત્તમાં ઉલટી ચિંતા થઈ. તેથી તેણે કહ્યું કે –“હે ઉત્તમ ગણક! તેવા વરને યોગ થવો તે તે મુશ્કેલ છે.” ત્યારે જોતિષ શાસ્ત્રના પારને પામેલે ગણુક બેલ્યો કે “ આ વિધાતાની સૃષ્ટિમાં કદાપિ નિષ્ફળતા થતી નથી. મહદ્ ગુણેના ઘરરૂપ પુરૂના ભેગને માટે સ્ત્રીરત્નની ઉત્પત્તિ થાય છે, તેથી હે શ્રેષ્ઠી ! તમે ચિંતાનો ત્યાગ કરે.” એમ કહીને પ્રથમ વાર મંત્રીએ આર્જ ગણકને વિમળની જન્મપત્રિકા દેખાડી હતી, તેને અનુસાર વિચાર
Page #328
--------------------------------------------------------------------------
________________
ર
કરીને તે અણુક આપ્યા કે “મે પહેલાં વીરના પુત્રની જન્મપત્રિકા જોઈ હતી, તેમાં તેના ભાગ્યના સાધક મોટો શ્રેષ્ઠ ગ્રહાના યાગ હતા. જો તે આ તમારી પુત્રીના વર થાય તા રત્નની સાથે રત્નના ચાગ થવાથી વિધિની સૃષ્ટિ સફળ થાય.” આ પ્રમાણે ગણુકની વાણી સાં બળી મેઘના શબ્દ સાંભળી મયૂર આનન્દ્વ પામે તેમ તે શ્રેષ્ઠી અત્યંત આનંદ પામ્યા.
215
જ
પછી તેની તપાસ કરતાં તે વિમળ ગેહડીપુરમાં રહે છે એમ શ્રેષ્ઠીએ લેાકાના મુખથી સાંભયું, એટલે ઘુઘરમાળ બાંધેલા શ્રેષ્ઠ વૃષભેને ગાડામાં મૅડી ગણકને સાથે લઇ તે શ્રેષ્ઠી તુડી નગર તરફ ચાળ્યા. નગરની પાસે આવ્યા તેવામાં દુર્ગાનામની પક્ષિણી મધુર સ્વરે બન્ની, તે સાંભળી તેની ભાષાને જાણનાર ગણક આવ્યા કે “ હું શ્રેષ્ઠી! આપણે જેને માટે જઈએ છીએ તે ઉત્તમ વર, અહીં સમીપના જ ક્ષેત્રમાં છે એમ ૧ ક્ષણી કહે છે. જ્ઞાનની પરીક્ષા અનુભવ કર વાથી થાય છે, તેથી તે બન્ને તરતજ પાસેના ક્ષેત્રમાં ગયા, ત્યાં તે વને જોઇને આનંદ પામ્યા. પછી તેને મળીને તે બન્ને તેના મામાને ઘેર. ગયા. તે વખતે ત્યાં શ્રેષ્ઠ બુદ્ધિવાળી વિમળની માતા વીરમતી બેઠી હતી, ઘરના બીજા સર્વ માણસા ક્ષેત્રમાં ગા હતા. તેમને આવતા જોઇ વીરમતી વિચાર કરવા લાગી; કે–“આ મનુષ્યા ક્રાણુ હશે ?? એટલે તેઓએ કહ્યું કે “હું માતા ! અમે તમારા પુત્રને કન્યા આપવા આવ્યા છીએ. ” તે સાંભળી તેણીએ ઉત્તર આપ્યા કે એમાં કંઈ કહેવાનું નથી; પરંતુ હું ઉત્તમ પુરૂષા !. તમારા પાત્રમાં અમે ચૂર્ણ આપીએ એટલી પણ અમારી શક્તિ નથી.” એમ એલવાને બદલે તે ખાલી કે અમારા પાત્રમાં તમે ચૂર્ણને યોગ આપી શકે તેમ નથી. ” આ પ્રમાણેની તેણીની વાણીની ચતુરાઇથી શ્રેષ્ઠી તથા ગણુક મનમાં અત્યંત આનંદ પામ્યા, અને તેમણે પૂછ્યું કે “તમારા પુત્ર કયાં છે ? ” ત્યારે તેણીએ કહ્યુ કે-“ક્ષેત્રમાં છે. ” તે સાંભળી તેઓ ખેતરમાં ગયા. ત્યાં તેના મામા તેમને સ
e
છે
Page #329
--------------------------------------------------------------------------
________________
તેઓએ તેને હથિી વિવાહની વાત કરી, અને તેના ભાણેજને બેલાવવાનું કહ્યું. તેણે વિમળને બોલાવ્યો. તે બોલ્યો કે “કળશનું સ્થાપન કરીને હું હમણાં જ આવું છું.” એવા તેના વચનને શુકનરૂપ માની ને સર્વે ઘેર આવ્યા અને શ્રેષ્ઠીએ પત્ર, પુષ્પ અને ફળ આપવા પૂર્વક પિતાની કન્યા વિવાહસંબંધ) વિમળ સાથે કર્યો. પછી શ્રીદત્ત શેઠ નિશ્ચિત થઈને પત્તાનમાં પિતાને ઘેર આવ્યા.
અહીં વિમળના મામાને વિચાર શ કે-“ વિમળને વિવાહ તે મા; પરંતુ દ્રવ્ય વિના તે શી રીતે થઈ શકશે? કારણ કે જેના ઘરમાં લક્ષ્મી વિલાસ કરતી હોય તે જ પુરૂષ ગુણવાન કહેવાય છે. અને તે જ લેકમાં પૂજય ગણાય છે. વિવેકી જનો લક્ષ્મીનાં બળથી જે ચિત્ય પ્રતિમા અને પિષધશાળાનું કરાવવું તથા જ્ઞાનનાં પુસ્તક લખાવવા વિગેરે પુષ્યનાં કાર્યો કરી શકે છે. લક્ષ્મીના પ્રસાદથી જે સ્ત્રી, પુત્ર, પિતા વિગેરે અત્યંત પ્રેમવાળા થાય છે અને શત્રુઓ પંણે મિત્ર થાય છે. ધનના વેગથી જ પુરૂષ દાતાર, લેક્તા અને વિવેકી" કહેવાય છે અને ધનહીનના મનોરથ કદાપિ સાર્થક થતા નથી, પરંતુ મારી પાસે તો લેકને વશ કરવાના કારણરૂપ લક્ષ્મી દાણું જ છેડી છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેના મામાના મનમાં મોટી ચિંતા ઉભી થઈ. તે જાણીને વિમળે મામાને કહ્યું કે-“હે મામા ! શા માટે ચિંતા કરો છો ? જ્યારે મારી પાસે ધન થશે ત્યારે જ ! હું પરણવાનો છું.” એમ કહી વિમળે પિતાનું વાછરડા ચારવાનું કામ કાયમ રાખી કેટલાક દિવસ નિગમન કર્યા. એક દિવસ વનમાં મોટા વૃક્ષની નીચે શીતળ છાયામાં વિમળ બેડે હતો તે વખતે તેણે વિચાર કર્યો કે-“ પ્રાર્થને માથે સુખ અથવા દુ:ખ જે કાંઈ આવી પડે તે તેણે તેટલે કાળ તે ભેગવવું જ જોઈએ, તેમાં કાયર થવું ગ્ય નથી.” આ પ્રમાણે વિચારતો તે દિવસે નિર્ગમન કરવા લાગે.
એકદા કે ગોવાળીઆઓએ એક આકડાના વૃક્ષની નીચે સુવને નિધિ જે. તે લઈ તેમણે સર્વનો વિભાગ પાડ્યા. તેમાં વિમળને પણ તેને ભાગ આપે. “અહે! પૂર્વના પુણ્યની સહાય ખરેખર
Page #330
--------------------------------------------------------------------------
________________
કાટ
વખાણવા લાયક છે કે જેથી વિમળને લગ્નને ઉચિત સુવાણું સહેજે પ્રાપ્ત થયું. ” તેના આંગણામાં ફરતા ભાગ્યરૂપી રાજકુમારે આ સુવર્ણ ના મીષથી તેના હાથમાં ક્રીડા કરવા માટે દડા આપ્યા ત્યારથી આરંભીને નવા પ્રાપ્ત થતા માઁગળરૂપી નિ:સીમ જળના ચેાગથી તેના ભાગ્યરૂપી વૃક્ષના અંકુરા નિરંતર વૃદ્ધિ પામવા લાગ્યા,
ત્યારપછી વિમળ પેાતાને મળેલા દ્રવ્યવડે જાણે ચાલતી લક્ષ્મીદેવી જ હોય એવી વિકસ્વર લાવણ્યરૂપી નિર્મળ જળની દૃપિકા સમાન તે કન્યાને પરણ્યે.. તેમાં જાનના લેાકેાને બેસવા માટે તેણે સન્માનપૂર્વક ઉત્તમ વાહનો આપ્યા, અને સર્વને લેાજન તથા વસ્ત્ર આપી તેમને સારા સત્કાર કર્યાં. વિશેષ પ્રકારના ભાગ્યયેાગને લીધે તેને વિવાહ મેટા ઉત્સવપૂર્વક થયા. “ઉદય પામતા સૂર્ય પણ ધીમે ધીમે પ્રકાશમાં વધતા જાય છે. ” પછી વિમળકુમારને તેના મામા સહિત તેના સસરાએ પત્તનમાં જ રાખ્યા, અને નગરની બહાર તેને પકવાન વેચવાની દુકાન મંડાવી, કારણકે વેપાર વિગેરે કાર્ય ને શક્તિ પ્રમાણે કરવામાં આવે તે તે પરિણામે સુખકારક થાય છે.
હવે તે પત્તનના રાજા ભીમ નગરની બહાર ધનુવિદ્યા શીખવા માટે ખાણવડે લક્ષ્યને વીંધવાના અભ્યાસ કરતા હતા; પરંતુ તે લક્ષ્ય તેનાથી વીંધાતું નહતુ. તે જોઈ ધનુર્વિદ્યાની કળામાં કુશળતાને ધારણ કરનારા વિમળકુમારે પેાતાનું માથું ધુણાવ્યું. કુમારના શિરક પ જોઇ ભીમરાજાએ તેને મેલાવીને પૂછ્યું કે—“ હે ભદ્ર ! તુ ધનુર્વિદ્યાની કળા જાણે છે ? કારણ કે સત્પુરૂષો કારણ વિના મસ્તક ધુણાવે નહી.” ત્યારે કુમાર ખેલ્યા કે—“હું કાંઇક તે કળા જાણું છું, અને ધનુર્વિદ્યા સારી રીતે આવડતી હાય તે પુરૂષ તે ધનુપ્ ધારી ભિલ્લુની જેમ લેાકમાં પૂજાય છે. તેની કથા આ પ્રમાણે ધનુષ્કારી ભિલ્લુની કથા.
dig
આજ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનુ એક સર્વોત્તમ નગર છે. તેમાં દ્રોણાચાય નામના ગુરૂ રાજકુમાર વિદ્યાર્થીઓને ધનુવિદ્યા શીખવતા હતા. તેમાં કેટલાક છાત્રા હાથમાં ડગ ધારણ કરીને આ
Page #331
--------------------------------------------------------------------------
________________
હ
ભ્યાસ કરતા હતા. તે પરિણામે વિક્રમવાળા થઈ રહ્યુસગ્રામમાં વિજય મેળવનારા થયા, કેટલાક સુભટો ભાલા ઉપાડીને પરસ્પર પ્રહાર કરી પુષ્કળ તેજસ્વીપણે ઉત્તમ કળા મેળવતા હતા. કેટલાએક ધનુષની કળાના વિદ્યાસવડે તેના અભ્યાસમાં તત્ત્પર થઈ ખરા ધનુષધારી થયા હતા. ‘અભ્યાસને શુ' દુષ્કર છે ?” શસ્ત્રમાં કહેવા શસ્ત્રના સમૂહને ફેરવવાના અભ્યાસ કરનારા કેટલાક સુભટા કળાની કુશળતાવડે શે।ભતા હતા. દ્રાણુાચાય ગુરૂ સમગ્ર શસ્ત્રના પારગામી હતા, અને તેનાજ પ્રસાદથી લેાકમાં સર્વાં શસ્રની કળાઓ વૃદ્ધિ પામતી હતી. જેમ સુવર્ણના અસાધારણ ગુણુ ભારેપણાના છે તેમ અર્જુનના વિનય ગુણુ અસાધારણ દેખાતા હતા, તેથી ગુરૂ તેના પર અત્યંત તુષ્ટમાન હતા. એકદા જેને યશ પ્રસરી રહ્યા હતા એવા ગુરૂએ અર્જુનને કહ્યું કે—“તારા ગુણથી હું રંજીત થયા , તેથી તારા જેટલી કળા હું બીજાને શીખવીશ નહીં. ” એ પ્રમાણે ગુરૂએ નિશ્ચય કર્યો, લેાકમાં પણ અર્જુન જેવા બીજો કાઇપણ દુનિયામાં ધનુષની કળામાં નિપુણ નથી એવા પ્રદ્યાષ પ્રવર્યાં. તે સાંભળીને અ ન મનમાં આનંદ પામવા લાગ્યા.
એકડા અન્યના પરાક્રમનેા તિરસ્કાર કરનાર અર્જુન કાતુક જોવાની ઇચ્છાથી વનમાં ફરતા હતા, ત્યાં તેણે એક ખીજડીનું વૃક્ષ જોયું, તે વૃક્ષ ઉપર જેટલાં પાંદડા હતાં તે સર્વે પરસ્પર નહીં મળેલા અનેક છિદ્રો વડે વ્યાસ હતાં. તે જોઇ તેણે વિચાર્યું કે—“ શું આ છિદ્રો કાઇ કીડાએ કર્યાં છે, કે કેઈ મનુષ્યે આના પત્રા વીધ્યા છે ? તે સિવાય ત્રીજો પ્રકાર તે સંભવતા નથી, પરંતુ કીડાના સંયોગથી આવાં છિદ્રા થઈ શકે નહિ; પરંતુ ચિત્તને આનંદ ઉપજાવનાર આ પત્રવેધ કઈ મનુષ્યે કરેલેા જણાય છે. ” એ પ્રમાણે વિચારી અર્જુન આમ તેમ લેવા લાગ્યા, તેટલામાં
નજીકમાં
એક ભિલ્લુ તેના જોવામાં આવ્યેા. તેને જોઇ મહા નિર્મળ બુદ્ધિના પાત્રરૂપ અને તેને પૂછ્યું કે- આ વૃક્ષ ઉપર પત્રવેષ જોવામાં આવે છે તે સ્વાભાવિક છે કે કોઇને કરેલે છે ? સ્વાભાવિક તા
Page #332
--------------------------------------------------------------------------
________________
આવે છે કે નહીં અને કલે હોય તે તે બીજા કોઇએ કરેલ છે કે તે જ કરે છે?” તે સાંભળી ભિલ બે કે- હે. પૃથ્વીના નાયક અજુન ! આ વૃક્ષના પ્રત્યેક પત્રને વેધ મેં કર્યો છે, તે સાંભળી-“અહો ! આ ભિલ્લની કળા વિદ્વાનોને આનંદ પમાડે તેવી છે, હું પણ તેવી કળા જાણતા નથી.” એમ વિચારી અને તેને પૂછયું કે-“હે કિરાત ! આ કળા શીખવનાર તારા ગુરૂ કોણ છે?” કિરાત બોલ્યો કે “મને ઘનુ વા આપનાર દ્રોણાચાર્ય મારા ગુરૂ છે.” આ પ્રમાણે ભિલ્લનું વચન સાંભળી જાણે કેઇએ પિતાનું - સર્વસ્વ લુંટી લીધું હોય તેમ અર્જુનનું મુખ શ્યામ થઈ ગયું અને તે કાંઈ પણ બોલ્યા નહીં. પછી ગુરૂ પાસે આવતાં તેને તે જોઈને ગુરૂએ પૂછયું કે-“હે રાજપુત્ર ! તારા અધર (૪) કેપવડે કંપતા હોય એમ જણાય છે. તે તને કેવી જાતને કલેશ ઉત્પન્ન થયે છે?” રાજકુમાર બોલ્યો કે – જે ગુરૂ પોતે જ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે તે પછી જગતમાં બૃહસ્પતિની જેવા કયા પુરૂષની વાણી ઉપર વિશ્વાસ કરે?” ગુરૂએ કહ્યું કે-“હે વત્સ! મારી વાણીમાં શે ફેરફાર થયો છે કે જેથી તે જેમ તેમ યુતિરહિત વચન મને કહે છે?” અને બોલ્યો-“હે ગુરૂ! તમે પ્રથમ મને કહ્યું હતું કે હું બીજા કેઈને ધનુષની કળા તારાથી વિશેષ આપીશ નહીં. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કયા છતાં તેને તમે દંગ કર્યો છે.” ગુરૂ બોલ્યા કે-“મેં મારી પ્રતિજ્ઞા કદાપિ લપી નથી.” આ પ્રમાણે ગુરૂએ કહ્યું, તોપણ અને પ્રત્યક્ષ જોયેલું હોવાથી તેને ગુરૂની વાણી ઉપર વિશ્વાસ આવ્યો નહીં, પછી તે હકીકત સ્પષ્ટ કરવા અને પોતાના તે શિષ્યને જોવા ગુરૂ વનમાં અનની સાથે ગયા. ત્યાં પેલા ભિલને જોઈ તેઓએ તેને પૂછ્યું કે-“તારા ધનુવિધાના ગુરુ કે છે?” તે બેલ્યો-“મારા ધનુર્વિદ્યાના ગુરૂ દ્રોણા ચાચે જ છે, બીજા કેઈ નથી.” તે સાંભળી ગુરૂ બયા કે-“હે ભિલ ! તું કેવળ અસત્ય ન લ.” તે બોલ્યો-“હે ગુરૂ ! હું જે કહું છું તેમાં કોઈ પણ અસત્ય નથી. સાંભળો-તમારી પાસે અને ભ્યાસ કરવાની બહુ ઈચ્છા છતાં નિર્ભવ્યતાને લીધે અને કેરી પણ,
Page #333
--------------------------------------------------------------------------
________________
દર
વખત તમારૂં દર્શન પણ થયું નહાતુ, જેમ અા શખા દક્ષિÁાવન શંખને સેવે છે અને જેમ કલ્પવૃક્ષને બીજા વૃક્ષેા સેવે છે તેમ તમને રાજાના પુત્રા સેવે છે, તેથી દૈવે તમારા દુર્લસ દર્શનથી મને દૂર ક હતા. તાપણુ એક વખત મને તમારાં દર્શન થઈ ગયાં. તેથી તે પ્રમા ણેની તમારી માટીની મૂર્તિ બનાવી તેને પુષ્પાદિકથી પૂજી તેની પાસે રહીને મે કળાના અભ્યાસ કર્યો છે, અને શ્રીગુરૂની કૃપાથી હું મહા ધનુર્ધર થયો છું. તેથી મારા ધનુવદ્યાના ગુરૂ તમે જ છે. ” તે સાંભળી આશ્ચર્ય પામી ગુરૂ ખેલ્યા કે હું બુદ્ધિમાન ! જે તે મને ગુરૂપણે સ્વીકાર કર્યો હોય તે મને ગુટ્ઠિી ગામાં તારા અ`ગુઠો કાપી આપ. ” આ પ્રમાણેની માગણી ગુરૂ કેવળ એક અર્જુનની જ ધનુર્વિદ્યા સંબંધી કીર્તિને ઇચ્છતા હેાવાથી તેમણે ભિટ્ટ પાસે કરી, પરંતુ ગુરૂની ઉપર મહા ભક્તિ હાવાથી તે ભિલે તરત જ પાતાના અંગુંડે! કાપીને ગુરૂને આપ્યો અને તેમને સ ંતુષ્ટ કર્યાં. પછી તે ભ૩ 'ગુડા વિના પણ ખાણ ફૂંકવા લાગ્યું, એ તેની ગુરૂમક્તિને જ દિવ્ય પ્રભાવ હતા. અત્યારે પણ ગુરૂભક્તિના જાગૃત પ્રભાવથી તે ભિન્નની જાતમાં આંગળીના ખળથી જ ધનુષની કળા જોવામાં આવે છે.
( ઇતિ ભિન્ન કથા )
66
આ કથા કહીને વિમળે રાજાને કહ્યુ કેડે ભીખ રાજા ! ઘણા મનુષ્યા દિવ્ય કળાવાળા વ્હેયા છે, પરંતુ લેકા ચિત્તને હરણ કરનારૃ અદ્ભુત સામાન્ય કાઇક જ પુરૂષમાં હોય છે.” આ પ્રમાણે કડી વળી વમળકુમારે રાજાને કહ્યું કે હે સ્વામી ! અમારી જેવા સામાન્ ન્ય મનુષ્યા પણ લક્ષ્યને વીંધવામાં સમથ હોય છે, તેા જેમણે વિવિધ પ્રકારના શ્રમથી કળાએ મેળવી હાય એવા તમારી જેવાને લક્ષ્ય વિધવામાં આવી સ્ખલના કેમ થાય છે ? અને નિરંતર યુદ્ધસાગરમાં ક્રીડા કરનારા આ રાજાએ ધનુવિદ્યામાં કેમ ભૂલ કરે છે ?
આ પ્રમાણે લેાકને આશ્ચય પમાડનારૂં અન્યપણુ જોઇને મે મસ્તક ધુણાવવાપૂર્વક અડુડુ એવા શબ્દ કર્યા હતે. નીતમાં કહ્યું કે કેન્દ્ર
Page #334
--------------------------------------------------------------------------
________________
કરદ
જો ગધેડા ખીંજાના ક્ષેત્રમાં દ્રાક્ષ ખાતે હાય તે તેથી જોનારને પાતાને કાંઈ પણ હા ને થતી ન હોય છતાં પણ અયોગ્ય થતું જોઈ કાનું મન ખેદ ન પામે ?” આ પ્રમાણે વિમળનું વચન સાંભળી આનંદ પામેલા રાજાએ કહ્યું કે—“ હું ભદ્રે ! તુ પણ એક માણુ મૂક, તારી કળા પશુ હું તેઉં.” તે સાંભળી વિમળની રામરાજ હર્ષથી વિકસ્વર થઈ અને તેણે શત્રુમના ગર્વ સાથે ધનુષ નમાવ્યું. પછી તેણે પ્રત્યંચાનો ટશુત્કાર કર્યાં, તેના શબ્દ વિશ્વમાં વ્યાપી જતાં તેના યશસમૂહના રણકારને કરતે! સત્ર સંભળાયા. પછી પરાક્રમવડે રાજાના અંત:કરણને રંજન કરનાર અને જાણે યુદ્ધમાં ઉત્સુક થયેલા હાય તેમ તેણે તે ધનુષ ઉપર તત્કાળ આણુ ચડાવ્યું. અને લક્ષ્યની સન્મુખ તે ઉત્કટ ખાણુ મૂકયું. તે બાણવટે તેણે લક્ષ્યને વીંધ્યું અને તેના ગુણૅ રાળના હૃદયનો વેધ કર્યાં. તે માણુ ત્યાંથી ચાર ગાઉ દૂર જઈને પૃથ્વી પર પડયું, અને તેની સાથે સવ સુભટોનું કળાકાશલ્ય પણ પડયું નષ્ટ થયું. તે માણ શેાધી લાવવા રાજાએ એક સેવકને કર્યા. તે વખતે વિકસ્તર મુખવાળા કુમારે કહ્યું કે— હું સ્વામી ! આપ સેવકને આણુ લેવા મેકલે છે પણ તેને શીઘ્ર ગતિવાળા અશ્વ આપા, નહીં તેા તે સધ્યા સમયે પણ ખણુ લઇને પાછે આવશે નહીં. કારણ કે હું ઉજ્જવળ યશના નિધિ ! મારા હાથથી છૂટેલું ખાણુ પાંચ ગાઉ દૂર જઇને પડ્યુ છે.” તે સાંભળી મનમાં આશ્ચય પામેલા રાજાએ તેને કધુ કે— આણુની કળામાં તારી કેટલી શક્તિ છે ?'' તે આલ્યા કે—“ હું સ્વામી ! મારી કળાનું મારે જ વર્ણન કરવું તે યાગ્ય નથી. કારણ કે પેાતાના ગુણુનુ સ્વમુખે કીર્તન કરવાથી ઇંદ્ર પણ લઘુતાને પામે છે. તા પણ હું પૃથ્વીપતિ ! માત્ર ધનુષના વિષયવાળું મારૂં વૃત્તાંત આપને હું કહું છું, તે સાંભળેા— હે રાજેંદ્ર ! ખાળકના સુખ ઉપર ગણીને એકસો ને આઠ પાંદડાં મૂકા, તે તે સર્વને હું ખાણું વડે વીંધુ, અને તે ખાણુ બાળકના મુખને જરા પણું વાગે નહીં. વળી જો તમે કઙા તેા સ્ત્રીના ક”માં લટકતા એ કુંડળાની વચ્ચે થઈને ખાણને હું લઈ જવું અને તે મૂકેલું ખાણુ પાંચ ગાઉ દૂર જઈને પડે,
હુકમ
46
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૩
» '
6
h
આ પ્રમાણે કુશળ પુરૂષામાં મણિ સમાન કુમારેદ્રનુ વચન સાંભળી રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને વિચાર કરવા લાગ્યા કે—“ આ પુરૂષ કળાના નિધિ છે. આવી નિપુણતા કાઈ રાજામાં પણ નથી. વળી મહાપુરૂષા કળાવાનને જ માને છે, પણ કળારહિત ધનાઢયને પણ માનતા નથી. કેમકે મહાદેવે વસ્તુવાળા સૂચના ત્યાગ કરીને કળાવાન ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. મારા રાજ્યમાં અશ્વા દ્રુકના મેટા આડંબરવાળા ઘણા સુભટ રાજાએ ખાદિકને ધારણ કરનારા છે, પરંતુ નિન એવા પણ આની પાસે જે ધનુષકળા છે તેવી કાઇ પણ રાજામાં દેખાતી નથી. કહ્યું છે કે ફળની પ્રાપ્ત તા દેવને આધીન છે તેથી શું કરીએ ? તા પણ એટલું તેા કહી શકાય કે કેલીના પલ્લવા જેવા બીજા વૃક્ષના પલ્લવે! તે નથી જ. ’ વળી અભ્યાસ કરવાથી માણસાને કળાની સારી પ્રાપ્તિ થાય છે એમ જે લોકેા કહે છે તે પણ સત્ય નથી. કેમકે ફળ પ્રાપ્ત થવું તે તે દૈવને આધીનજ છે.” આ પ્રમાણે વિચાર કરી પ્રસન્ન થયેલા રાજાએ વિમળને પાંચસે અવેા અને એક લાખ સોનામહોરા ઇનામમાં આપી, અને તેને સેનાપતિનું પદ આપ્યું, કળા કાના ગારવને કરતી નથી ? ’ બીજના ચંદ્રની કળા જગતને પણ વાંઢવા યાગ્ય છે. શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, ચેનપેાષણ અને રાજાને પ્રસાદ એ ક્ષણવારમાં જ દારિદ્રને નાશ કરે છે. વિધાતાની જેમ નિપુણતાની ભૂમિરૂપ અને જગતને આશ્ચર્ય પમાડનાર આ વિમળના ગુપ્ત મંત્રા એટલે વિચારો કોઈ પણ જાણી શકતુ નહતુ, પરંતુ તે સેનાપતિ થયા પછી શત્રુ રાજાએ ખરીના અગ્ર ભાગવડે પૃથ્વી તળને ખાદી નાંખે એવા શ્રેષ્ઠ અવાની ભેટ કરી તે વિમળના ચર ણુમાં પડતા હતા. તે બુદ્ધિમાને સુરાષ્ટ્ર, મહા રાષ્ટ્ર, કાટીર, કાંમ્બુ, દક્ષ્મણ, સજાય, ધનઢીવી, ચીખલી, વત. સેાપારકપુર . તથા બીજા પણ દેશેાને તથા તેના અધિપતિઓને જીતી લીધા. આ જગતમાં બુદ્ધિરૂપી પલંગના પ્રથમ ત્રણ પાયા થયા હતા. ચાણાય,
'
૧ વસ્તુ એટલે ધન, સૂર્યના પક્ષમાં વસ્તુ એટલે કિા
-
Page #336
--------------------------------------------------------------------------
________________
કર૪
અંજય અને શહેક. પછી આ વિમલ મંત્રી ચેથો પાયો થયે છે. શામ, દામ, દંડ અને ભેદ એ ચાર ઉપાયવડે તેણે સર્વ રાઅઓને છતી ભીમ રાજાનું રાજ્ય એક છત્રવાળું કર્યું. દુષ્ટનું અનિષ્ટ કરનાર અને ભુજાનાપ્રચંડ પરાક્રમવાળા તેણે દંડમાં આવતા ધનસમૂહથી રાજાને કેશ (ભંડાર) પૂર્ણ કર્યો, શરદ ઋતુના સૂર્યની જેવા દેદીવમાન પ્રતાપવાળે તે મંત્રી સર્વ સ્વજને સત્કાર કરીને શેભવા લાગે. તે કલ્પવૃક્ષની જેમ સર્વ અથજનોના વાંછિતને પૂર્ણ કરનાર અને સિંહની જેમ શત્રુરૂપી મૃગને ત્રાસ પમાડનાર છે. તેના ચરણકમળને સર્વ રાજાઓ સેવતા હતા અને તે વિમળ દડનાયક મેટા સામ્રાજ્યને ભેગવતા હતા.
.. . . . ” છે. એકદા કિઈ રાજપુરૂષે (મંત્રીએ) રાજાની પાસે આવીને કહ્યું
છે. હે રાજેન્દ્ર વિમળ મંત્રી આપના પ્રસાદથી ઉન્નતિ પામ્યો છે છતાં માનની વૃદ્ધિને લીધે મોટા પરાક્રમી બીજા સર્વ ક્ષત્રિના સમૂહને તે તૃણમૂલ્ય ગણે છે. કારણ કે ધન, શ્રુત, રૂપ, કુળ, પરાક્રમ, રાજની કૃપા અને તપ એ સાતે મનુષ્યોને મુખ્યત્વે કરીને મંદના હેતુ છે. આ પ્રમાણે સાંભળીને વિમળ મંત્રીનો મદ કરવા માટે પુરેહિતે વિમળ મંત્રીને કહ્યું કે “હે મંગી ! રાજાને આશ્રિત થયેલે સામાન્ય માણસ પણ તેજસ્વી થાય છે, રાજાના આશયથી કેટલાક મરીશ્વર થાય છે, કેટલાક સૈનાધિપતિ થાય છે અને કેટલાક સાર્માતના પદને પામે છે. રાજાનો પ્રસાદ સેવકોને કલ્પવૃક્ષની જેમ અપરિમિત વાંછિતને આપનાર થાય છે. સર્પની ફણ ઉપર ચડીને
કે જે નૃત્ય કરે છે કે ગારૂડીકના જ પ્રતાપને ઉદય સ્પષ્ટ બતાવે છે. જે પથ્થર પોતે ડુબે છે અને બીજાઓને પણ ડુબાડે છે તેજ પથ્થર દુસ્તર સમુદ્રમાં તરે અને વાનર સુભટને પણ તારે એ પ્રભાવ પથ્થરને, સમુદ્રનો કે વાનરોના નથી, પરંતુ શ્રીરામચંદ્રના પ્રતાપને તે મહિમા છે. ”
તે સાંભળી વિમળ મંત્રી છે કે-“હે પરેહિત ! ચાર વેદમાં તે નિપુણ છે તોપણ તું પડિતસૂઈ જેવો દેખાય છે. કારણ કે આ
!
Page #337
--------------------------------------------------------------------------
________________
જગતમાં મનુષ્યને પૂર્વ પુણ્યના પ્રભાવથી નિર્ગળ સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. પંડિતોએ ધર્મ જે નથી તો પણ તે શુભ ઉદય ધર્મ છે એમ તર્કથી સિદ્ધ કરે છે. જેમ નદીમાં પૂર આવેલું છે પર્વત પર વૃષ્ટિ થયાનું અનુમાન કરી શકાય છે. જે પિતાનું પુણ્ય ન હોય તે સમૃદ્ધિવાળા દેશને ભેગવનાર રાજાની સેવા કરી હોય તે પણ તે શું કોઈને કોઈ પણ આપે ? કહ્યું છે કે રાજા ચિરકાળે સેવ્યા છતાં પણ પુરૂષના પુણ્ય વિના તેના પર તુષ્ટમાન થતો નથી. જુઓ કે અરૂણું નામ સાથે જન્મથી જ સૂર્યની સેવા કરે છે તે પણ તે ચરણ રહિત જ રહ્યો છે. આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને પુરોહિતે વિચાર્યું કે-“રાજાએ આના પર આટલે બધો ઉપકાર કર્યો છે તે પણ આ તેને એળવે છે માટે આને ધિક્કાર છે! કહ્યું છે કે હે વામન અત્યંત ઉંચા વૃક્ષનું ફળ વાયુએ તને આણું આપ્યું તે ખાઈને તું તૂત થયે તે તે યંગ્ય જ છે, પરંતુ એ ફળ મેં મારા સત્વથી મેળવ્યું એ પ્રમાણે તું જે ગર્વ કરે છે તે તારી જ હાંસીને મટે છે. અથવા તે આમાં આને દોષ નથી. કારણકે આ કળિયુગને સમય છે, તેમાં વિધાતા આવા જ પુરૂષને ઉત્પન્ન કરે છે.' આ કાળમાં ઉપકાર કર્યા છતાં પણ મનુષ્ય કૃતની થાય છે, તેથી હું વિચારું છું કે જગતના જીવોનું હવે શું થશે ?”
આ પ્રમાણે વિચાર કરી પોતાના મનમાં ખેદ પામી પુરે હિતે એકદા એકાંતમાં ભીમ રાજાને કહ્યું કે-“હે રાજા ! મોટા ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલા અને પરાક્રમની સંપદાથી યુક્ત એવા ક્ષત્રિયોને ત્યાગ કરી તમે વણિક માત્રને કેમ માન આપે છે ? એ વણકને દંડનાયકની પદવી આપવાથી તમારી સાભા કે મટાઈ કાંઈ નથી. સમુદ્ર અને રાજાને એક ગુણ હોય છે, તે એ કે જે લઘુ હોય તેને મસ્તક પર ધારણ કરે છે અને જે ભારે હોય તેને નીચે ફેંકી દે છે. જયારે તમારે વિપત્તિને સમય આવશે ત્યારે ક્ષત્રિયે જ કાર્ય કરનારા થશે, તેથી કરીને વિષ્ઠ વણિકને મંત્રી પદ આપવું તે યોગ્ય નથી. પિતાને અને પર કેટલે તફાવત છે તે જુઓ કે જયારે વૃક્ષ પૃથ્વી
Page #338
--------------------------------------------------------------------------
________________
કરદ
પર પડે છે ત્યારે પાંદડાંએ કરમાઇ જાય છે અને પક્ષીઓ તેને છેડીને જતા રહે છે. વિવિધ દેશના રાજાઓને વશ કરી વિમલ મંત્રી રાજ્યની લીલા ભાગવે છે અને તમે તે માત્ર નામના જ રાજા છે. તે વિમળની સેવા કરવાની બુદ્ધિથી શેટા સામત રાજાઓએ ભેટ કરેલા માટ્લીક દેશના ઉત્તમ અવેાના મુખમાંથી નીકળતા ફીજીવર્ડ તેના ઘરના આંગણાની પૃથ્વી હંમેશાં કાદવવાળી થાય છે, અને તેના મંદિરમાં જયલક્ષ્મી ક્રીડા કરતી જોવામાં આવે છે. તે વિમળ તમારૂ ચતુર ંગ સૈન્ય પોતાને સ્વાધીન કરશે, અને જરૂર તમારૂં કાંઇક અનિષ્ટ ચિતવશે કોઈ પશુ મેટી સમૃદ્ધવાળા થાય તે લેાકમાં દુ:ખસાધ્ય ગણાય છે, વળી જે રાજ્યના અભિલાષી હાય તો તે શું ન કરે ? નીતિશ!સ્ત્રમાં પણ કહ્યું છે કે---“ તુલ્ય ધનવાળા, તુલ્ય પરાક્રમવાળા, મમને જાણનારા, ઉદ્યોગી અને અર્થે રાજ્યને હરણ કરનારા મિત્રને જે ન હતુ તે પાતે જ પરિણામે હણાય છે.” અત્યંત સન્માન કલા ગધેડા હાથીની શાળામાં રહીને ઘીનુ ભાન તે કરે છે, પરં’તુ ઉલટા તે મૂર્ખ હાથીને મારવા ઈચ્છે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—પાપનુ મૂળ લેાલ છે, વ્યાધનું મૂળ રસ છે. અને દુ:ખનું મૂળ સ્નેડ છે. તે ત્રણના ત્યાગ કરીને તું સુખી થા.” વળી હે રાજેંદ્ર ! આવા અનર્થને કરનારા આ વણુકના તમારે વિશ્વાસ કરવા યાગ્ય નથી. તેમ જ સમય જવા દેવા તે પશુ યોગ્ય નથી, જલદી તેને માર્ગમાંથી દૂર કરવા ચેાન્ય છે. અને હું રાજ્ય ! પોતાના હિતની ઈચ્છાથી તેનું સર્વસ્વ ગ્રહણ કરી તેને દડવા તેજ યોગ્ય છે.આમાં જો કાળને વિલંબ કરશે તે નખત્ર છેડી શકાય તેવા વિશ્વને અંકુશ વૃદ્ધિ પામીને
કુડારથી પણ ન ખેડી શકાય તેવા થશે.”
આ પ્રમાણેનાં પુરહિતનાં વચન રૂપી વાયુના વશથી રાાનુ મન રૂપી ધ્વજાનુ' વસ્તુ કે જે મંત્રી રૂપી ચૂંચ ઉપર ફરકતુ હતુ તે તુટીને પૃથ્વી પર પડયું. કર્યું છે કે લતા રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, જળ અને શ્રી એ--આટલી વસ્તુ અને જળે જયાં લઈ જાય ત્યાં જાય છે. પછી બીજે દિવસે માત:કાળે રાગ્ન સભામાં બેઠા હતા તે વખતે શત્રુઓને
-is
Page #339
--------------------------------------------------------------------------
________________
૩ર૭
ત્રાસ પમાડવાનાં મિઠુ સમાન વિમળ મરીને ખાવી શાને પ સ્કાર કર્યુ. તે વખત રક્ત નેગલ ળાલીનાએ તાતુ સુબ અવળુ કર્યું. તે જેષ્ઠ વળે મનમાં વિચાર કર્યો કે- આ નવીન શુ થયું ? પ! અહા ! રાજા મિત્ર થઇ શકે એમ કેાઈએ જોયુ અથવા સાંભળ્યું છે ? તુએ ! સેકડે! ઉપકાર કર્યાં છતાં આ લીમ રાજા આજે મારાથી પભુબ યે સેંકડો જળધારાથી સિંચેલું વૃક્ષ દાવાનળથી મળીને જવુ લાવ થાય છે હવે આ રાજા કેપથી લાલ નેગવાળે થયે છે. ટની જેમ પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળે છતાં પણ ગુના ળ રા કેનાથી વશ કરી શકાય? શાસ્ત્રમાં અધના જેટલા જુગે! કહેલા છે, તેટલાજ રાતના ઢાષા કહેલા છે. પરંતુ આ દોષ મુક્તા નથી, ચાડીયા લેકે તેના ચિત્તરૂપી દણમાં જેવી વસ્તુ દેખાડે તેવી જ વસ્તુ તે જોઇ શકે છે. કુતરા પેાતાને! પગ ઉંચા કરી કે મૂત્ર છે તે શું તેના લુગડાં ભીંજાવાના છે ? નથી. પણ એવી વસ્તુસ્થિતિ જ છે-તેને સ્વભાવ જ છે. વાઘ ગડુન વનને સેવે છે, સહજીને સેવે છે,હસ કળવાળી કમલનીને સેવે છે, ગીધ પછી મશાનને સેત્રે છે, સત્પુરૂષ સત્પુરૂષને સેવે છે, અને નીચ માણસ નીત્રને જ સંવે છે. પાપની પ્રકૃતિ સ્ત્રાવથી જ એવી કનીક ઉત્પન્ન થયેલી હાય છે કે તે દૂર કરી શકાતી નથી. ચાડીયાના સ્વભાવ વિશેષે કરીને નીચજ હાય છે. કારણકે તે વિના કારણે જ અન્યના દોષ એલે છે. કહ્યું છે કે- ખળ સાજુસ સોયની અણીનુ અને સર્જન સાયના નાકાનું અનુકરણ કરે છે. એટલે પહેલે છિદ્ર પાડે છે અને બીજો ગુણવાન હેાઈને છિદ્ર ઢાંકે છે. તેથી જ્યાં દુના રહેતા હાય ત્યાં સનાએ રહેવુ તેજ યોગ્ય નથી. માટે હું આ રાજાના ત્યાગ કરી દેશાંતરમાંજ જાઉં. વૃક્ષના કાટરમાં અગ્નિની જેમ એના કર્ણમાં ’દ્વિજિન્હા પ્રવેશ કરે છે, તેના મૂળના-પિ ભાગનેા જીવવાની ઇચ્છાવાળાએ ત્યાગ કરવા અને તેને ફળ સહિત જ મળવા દેવા.'
૧ ચતુર, ઘટત્તા પક્ષમાં પકવેલા. ર કાનના કાચો રાજા, ઘડે કાંઠેથી દુર્બળ એટલે જ રિત,
૩ સોયના પક્ષમાં ગુણુ એટલે દેશે. ૪ સર્પ અને મ
Page #340
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વિચાર કરી વિમળ મંત્રીએ રાજાને કહ્યું કે મને, વરાકને તમે અકસ્માતુ અત્યારે પીઠ દેખાડે તે ભલે દેખાડો પરંતુ આજ પછી શત્રુને પીઠ દેખાડો નહીં. ” એમ કહી તે સભામાંથી ચાલ્યો ગયો, તે વખતે રાજાની પ્રેરણાથી આરક્ષાએ તેની પાછળ વાઘ મૂકે. યમરાજાની જેવા ભયંકર તે વાઘને આવતો જોઈ વિમળ શસ્ત્રવડે તેના બે કકડા કરી નાંખ્યા. ત્યારે રાજપુરૂએ તેને રૂંધવા માટે દરવાજા બંધ કર્યા પરંતુ તેના બન્ને કમાડને મંત્રીએ પગના પ્રહારથી ભાંગી નાંખ્યાં અને મહા નીકળે. તે જોઈ લેક બેલ્યા કે- અહો ! આ વિમળનું પાપ ક્ષત્રિયા કરતાં પણ અધિક છે. જેને બુદ્ધિનું બળ હોય છે તેને શત્રુઓ વશ થાય છે, અને જેને બાહુનું બળ હોય છે તેનું આખુ જગત કિંકર થાય છે, ત્યારપછી સર્વ વિપત્તિને ઉલ ત્રાસ પમાડનાર વિમળ પિતાને ઘેર આવ્યો અને સર્વ રવજને એકત્ર કરી ગ સંકેત કર્યો. પછી ધનુષને ધારણ કરી પાંચસે અને અને સોનામહોરની ભરેલી અઢારસો સાંઢ તથા બીજું ઘણું દ્રવ્ય સાથે લઈને નિર્ભય અને શત્રુઓને ભયંકર એવા તે મંત્રીશ્વરે રાજમાર્ગમાં આવી રાજાને જણાવ્યું કે—“ કે સુભટ પાછળથી કહેશે કે મંત્રી નાશીને ક્યાંક જતા રહ્યા, તે હું અહીંજ રહીને કર્યું છું કે જે બળવાન સુભટ હોય તે અહીં રણસંગ્રામમાં મારી સન્મુખ આવે.” આ પ્રમાણે નાજમાર્ગમાં ઉભા રહી મંત્રીશ્વરે કહ્યું ત્યારે રાજા બોલ્યા કે- બલતી ઈયળ જે ઘરમાંથી નીકળીને જતી હોય તે તેને જવા દેવી” રાજાનું આવું વચન યુક્તજ છેકારણ કે પિતાના શરીરને પી માણસ 'દુદ મને બેલા (વતાવે)?
ત્યારપછી મંત્રી નિવિદ્યપણે બાર એજન પુત્રીનું ઉલ્લંઘન કરી પ્રાત:કાળે આબુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાં અઢારસે ગામનું સ્વામિત્વ ધ વનારી ચંદ્રાવતી નામની નગરી શોભી રહી હતી. ત્યાં જૈન અને મહાદેવના દેશો ને ચાળી મોટા પ્રાસાદની શ્રેણી રહેલી હતી. સવ નગરીઓમાં શિરમણ એવી તે નગરીમાં વાવ, કુવા.
૧ દમન જ ન કરી શકાય લેવાને,
Page #341
--------------------------------------------------------------------------
________________
અને તળાવ વિગેરે નવસેા જળાશયેા હતા. તે પુરીમાં ગુણાનો સાગર અને સમૃદ્ધિવાળા ધરાવર્ષ નામના રાજ અતુલ સામ્રાજ્યનું પાલન કરતા છતા રાજ્ય કરતા હતા. તે રાજાને મધ્ય રાત્રીને સમયે તેના એક ચર પુરૂષે મંગીના સમાચારવાળા એક લેખ આપ્યા. તે તેણે તરતજ દીવાના પ્રકાશમાં વાંચ્યા. લેખ વાંચી ભય પામી રાજા માણસાને જણાવ્યા વિનાજ પરિવાર સહિત ત્યાંથી નાસી ગયા.“ સિહુના મુખમાં ક્રાણુ ખળવાન પણ રહી શકે ?'’ પછી પ્રાતઃકાળે પરાક્રમી વિમળ માંગી તે નગરીમાં આભ્યા; તેને જોઇ સવ નગરીના લેાકેા વ્યાકુળ થઇ ગયા. પંચકુળના અધિકારીએ રાજમહેલમાં ગયા. પરંતુ ત્યાં એક ખજા નામની દાસી સિવાય બીજો કાઇ મનુષ્ય જોવામાં આવ્યે નહીં. તેઓએ દાસીને પૃછ્યું કે-રાજા કયાં ગયા ? અહા ! આ નવતર શુ થયુ ?” દાસીએ જવાબ આપ્યો કે-૪ રાજાના ચર પુરૂષે સૈન્ય આવતું જોયું અને મહા બળવાન વિમળ મંત્રીનું આગમન જાણ્યું. તે તેણે રાજાને જણાવ્યું. તેથી રાજા પરિવાર સહિત નાસી ગયા છે.'' તે સાંભ વિચાર કરીને પંચકુળના અધિકારીઓ મેલ્લા કે-‘‘અક્ષય પરાક્રમવાળા આ મલીનેજ આપણે રાજા તરીકે સ્થાપીએ કે જેથી રાત્રિ દિવસ સુખની પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચારીને સર્વ પ્રજાએ મળી વિમળને રાજા તરીકે સ્વીકાર્યાં. આ પ્રમાણે વિમળ મંત્રીને રાજ્ય પ્રાપ્ત થયું. કારણ કે પુષ્પ માશુકય અને હંસે જ્યાં જાય ત્યાં પૂજા પામે જ છે.”
ચ'ની જેવા મનેાહર મુખવાળા તે રાત રૂપી ચંદ્રવદૅ(શ્રેષ્ઠ મ જાવડે ) ઘણા યશવાની અને રાજાવાળી થયેલી તે ચંદ્રાવતી નગરી. ઘણી જ શાભા લાગી. ભિલ અને કિરાત વગેરેના સમૂહ રૂપી નદીઓનુ જળ મળવાથી વિમળ રક્ત રૂપી સમુદ્ર ભરતીવાળા થયા. પછી રાજાએ આકાશને પણ ફાડી નાંખે તેવા પ્રયાણના પટહ વગડા ન્યા, તેના સાંભળવાના સ ંકેતે કરીને બોલાવેલા આસપાસના રાજાએ એકઠા થયા. વીજળીના ઉદ્યાતવાળા બળે મેઘ હોય એવા ખડગાને ધારણ કરતા કેટલાક સુભટો રાજાના સૈન્યમાં આવીને નૃત્ય કરવા લાયા.
Page #342
--------------------------------------------------------------------------
________________
826
શત્રુઓને ગાસ પમાડનાર કેટલાએક શૂરવીરાએ કત ધારણ કયા હતા. તેથી તેઓએ જાણે વિજયલક્ષ્મી રૂપી સ્ત્રીના વેણીદંડને ધારણ કર્યા હોય તેવા તેએ શેાલતા હતા. વિમળ રાજાના મેટા સૈન્યમાં ધનુધારીએ ખાણની ધારાવડે નિરંતર વૃષ્ટિ કરતા મેઘની જેવા શેાભતા હતા. આ પ્રમાણે અનેક પ્રકારના શસ્ત્રને ધારણ કરનારા પત્તિઆની અનેક શ્રેણીએ વિમળ રાજાએ યુદ્ધને માટે સજ્જ કરી. જેમ બીજા પર્વતા મેરૂ પર્વતને પરિવરેલા છે, તેમ વિમળ રાજાને લાખા અશ્વારાએ વીંટી લીધેા. તેના સૈન્યમાં મેટા પર્વત જેવા હાથીએ જાણે સ્વર્ગમાંથી એરાવણુ ઉતર્યા હોય તેવા શેશભવા લાગ્યા. તેના પરિ વારમાં પરાક્રમવડે શત્રુઓને આક્રમણ કરનારા તથા શ્રીકરી અને વજ્ર વડે ભતા ચાર હુન્નર રાજાએ એકઠા થયા.
આ પ્રમાણે સૈન્ય લઇ મળ અને છળ વિગેરે ઉપાયને જાણનાર તથા બુદ્ધિમાન પુરૂષાના શિરામણું વિમળ રાજા મુગલ રાજા તરફે ચાલ્યેા, લાખા વાજીંત્રાના શબ્દોવડે મેઘના ધ્વનિને તિરસ્કાર કરનાર તે મુગલ રાજા બ્રાહ્મણીય દેશના રાજા કહેવાતા હતા. તેના દેશમાં ત્રણ લાખ ને પચાસ હજાર સુખકારક ગામે! હતાં. તેણે સક્ષક્ષ નામના દેશ જીત્યા હતા, તેથી તે સુરત્રાણુના નાયક મુગલ બ્રાહ્મણેશ કહેવાતા હતા. તે મુગલની રાજધાનીમાં વિમલ રાન્ત પક્ષીઓના સમૂહમાં સ્પેન પક્ષીની જેમ પડયે!. મુગલ રાજાનું ને વમળનુ અન્ને પરસ્પર યુદ્ધ થયું, તે બન્નેના સૈન્યે મહાયુદ્ધે કરવા લાગ્યા અને રાજા એની વચ્ચે જય અને પરાજય જવ આવ કરવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ કરતાં છેવટ વિમળ રાજાએ ખળવાન સુગલ રાજાને જીવતા પકડીને બાંધી લીધા. કારણકે પુરૂષાના સર્વ કાળ એક સરખા હાતા નથી. સૂર્યના ઉદય થાય ત્યારે ચંદ્રનો ક્ષય થાયજ છે.
પછી વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરી મુગલ રાજાને સાથે લઇને નિત્ય ઉત્સવના થવાળા વિમળ રાજા એ પેાતાની ચદ્રાવતી નગરીમાં પ્રવેશ કોં. મુગલ રાજાએ વિમળને પચાસ લાખ અશ્વો અને છપ્પન કેત હવાવ્યુ, જન્મથી પ્રારંભીને રાજાનુ મેળવેલું ધન ક્ષણવારમાં
Page #343
--------------------------------------------------------------------------
________________
ક
દંડ દેવામાં ચાલ્યુ જાય છે. જેમ કીડીએ જન્મભર સચ ધાન્યન તિત્તિર પક્ષી એક ક્ષણમાં ખાઇ જાય છે તેમ. ' ત્યાર પછી વિમળ મુગલ રાજને મુક્ત કો, અળતાના રસ નીચાવી લઇને પછી. તેને (પાથીના ) ત્યાગજ કરાય છે. ”
એ પ્રમાણે શ્રેષ્ઠ લક્ષ્મીના માટો કોષ મેળવીને વિમળ રાજાએ બાખી પશ્ચિમ દિશા સાધી. ‘કારણ કે આ પૃથ્વી કાર્યની નથી. ખથી જે જીતે તેની છે.’તેથી અનેક રાજાએથી સેવાતા વિશે નિમણ રાજય મેળવ્યુ. નવ કરાડ ગામવાળે મદેશ, સવાલાખ ગામવાળા માલવ દેશ, કાંકણ દેશ અને સિંધ પ્રદેશ વિગેરે ઘણા દેશાના અધિપતિએ! પરાક્રમ વડે પ્રબળ શત્રુઓને પણ પરાજ્ય કરે તેવા હતા, તે સર્વ રાજાઓને જીતીને તેણે સર્વ દિશાએ વશ કરી.
પ્રજાનું રક્ષણ કરનારા આર છત્રધારી ખાર
ગામ નગરમાં નિષ્કંટક રાજ્ય કરતા હતા. તે તેજસ્વી રાજાએને જોઇ વિદ્યાના ત કરતા હતા કે “ જગતમાં અહીં તે એક સાથે બારે સૂર્યના ઉડ્ડય. થયા છે. ” પાતપેાતાના દેશને ભાગવતા તે સુરત્રાણુ રાજાએ પર સ્પર પ્રીતિને લીધે એક નગરમાં સાથે રહેતા હતા. જનને રંજન કરનારા તે મારે રાજાએને એકશ વિમળે જીતી લીધા, તેથી તે લેાકમાં રાજાધિરાજ કહેવાયા. કાઇ પણ રાજાની આજ્ઞા જેના મસ્તુ, ના સુગટપણાને પામી નથી, એવા આ પૃથ્વીપતિ વિમળ રાજા અત્યંત શે!ભવા લાગ્યા. તેની રાણીએ.એ કરેલા મુક્તાફળના વધામણા : પૂર્વક માણકયાદિકની ભેટાથી પૂર્ણ થયેલેા અને સર્વે પ્રકારના સુખના આશ્રયદ્ભુત વિમળ અત્યંત તુષ્ટિ પામ્યા. તે રાજા ચારે દિશાના વિજય કરી વાજત્રના નાદથી આકાશને ધ્વનિમય કરતા અનેક સુભ-... ટેની શ્રેણી સહિત પાછા . અને નગરની સ્ત્રીએએ સ્પર્ધા સહિત જેને વર્ષાપન - મહાત્સવ કર્યો હતા એવા તે રાજાએ જયલક્ષ્મીથી શેાલતી ચદ્રાવતી નગરીમાં પ્રવેશ કર્યાં.
અન્યતા બુદ્ધિમાન અને કૃતજ્ઞ વિમળે સભામાંથી નીકળતી ૠખત,
Page #344
--------------------------------------------------------------------------
________________
ભીમ રાજાને કહ્યું હતું કે તું શત્રુઓને પાઠ આપીશ નહીં. એ વચનને સંભારી વિમળે ભીમ રાજા સાથે સંધિ કરી. પિતાના દેશને ભંગ વ થવાથી તુષ્ટમાન થયેલા ભીમ રાજાએ વિમળને છત્ર, ચામર વિગેરે ભેટ આપી તેનું સન્માન કર્યું. પૃથ્વી પર આના જેવો બીજો કોઈ રાજા અધિક નથી” એમ કહી ભીમ રાજાએ તેને પ્રથમ દંડનાયક સ્થાપન કર્યો. “આ વિમળ સામાન્ય જન છતાં મેટે કેમ છે ?” એવી કોઈએ શંકા કરવી નહીં, કારણ કે હરકેઈમનુષ્ય વિશેષ ભાગ્યને લીધે સર્વથી અધિક સમૃદ્ધિવાળે થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
એકદા ધર્મશેષ નામના આચાર્ય ચંદ્રાવતી નગરીના ઉધાનમાં પધાર્યા. તેને વાંદવા માટે વિમળ રાજા પરિવાર સહિત ગયે તેને સૂરિએ પ્રતિબંધ આપે. પછી શ્રીમાન ગુરૂના ચરણકમળની સેવા કરવાથી કલહંસની જેમ વિમળ રાજા હમેશાં ધર્મરૂપી શ્રેષ્ઠ પરાગને આસ્વાદ લેષા લાગે. જેમ લવણસમુદ્રમાં અમૃત મળવું દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ પામ્યા છતાં આવા ગુરૂને યોગ મળવો દુર્લભ છે, મોટા ભાગ્યથી જ તે યોગ મળે છે. વળી યથાર્થ સ્વરૂપવાળું લેકિક અને લેકેત્તર શાસ્ત્ર કેઈકના જ હૃદયમાં દીપકની જેમ પ્રકાશ કરે છે. નિગમ અને આગમના જ્ઞાનથી ધર્મક્રિયાની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી ગુરૂના મુખથી શાસ્ત્રને સત્ય અર્થ જાણવા જેઈએ. મનુષ્ય સારી બુદ્ધવાળા હોય તેમજ તેને ધર્મને બોધ થાય છે, પણ જેનું ચિત્ત અવિવાથી વ્યાપ્ત હોય તેને શાસ્ત્રને અર્થ વિપરીત ભાસે છે. વિદ્વાને એ નિગમ અને આગમમાં કહેલ વિચારે ધ્યાનમાં લેવા યોગ્ય છે. તેથી તે તે શાસેના વિશેષ વાળે અમે અહીં લખીએ છીએ.
તેર જિનેશ્વરેને નમસ્કાર કરી ગણધરનું ધ્યાન ધરી નિગમ અને આગમના નિર્ણયનું શતક હું કહું છું. સમુદ્રની જેમ પ્રમાણ ન થઈ શકે એવા બાર અંગ અને ચાર વેદને જાણવા અથવા કહેવા કેણ સમર્થ છે? તે પણ તેની કાંકવાનકી દેખાડું છું—
આગમ અને નિગમ એ અને શાસ્ત્રનું પરસ્પર વિસંવાદ રહિતપણે (સશપણું) દેખાય છે, કારણ કે આગમમાં કહેલા પદાર્થોને
Page #345
--------------------------------------------------------------------------
________________
BA
નિષ્ણુય નિગમમાં કફ્યા છે. દરેક ચાવીશીમાં જે પહેલા ચક્રવતી થાય તે ચાર વેદ રચે છે. અને દ્વાદશાંગીને ગણુધા રચે છે એવી સ્થિતિ છે. તેમાં પ્રથમ ચીના મનાવેલા વે તે ચાવીશીના અંત સુધી પૃથ્વી પર રહે છે, અને આગમ દશ્ય તીર્થંકરના વારામાં નવીન રચાય છે. અસત્પુરૂષષ નિગમ અને આગમના વિપરીત જ અથ કરે છે. તેના તાત્મક અર્થ અમુક કાળે જ પ્રગટ જણાય છે, અને ખીજે કાળે તેના અધિષ્ઠાયક દેવા તેને ચત્નથી ગેાપવી શખે છે. આગમ સાધુઓના આચારના ખજાના છે, અને નિગમ શ્રાવકાના આચારના સમુદ્ર છે. જેમ એ પાંખાવડે જ પક્ષીએ આકાશમાં તિ કરે છે. તેમ ભવ્ય પ્રાણીએ નિગમ અને આગમ એ બન્નેના યાગથી મેશ્ને જઈ શકે છે. નિગમની અરૂચિ રાખીને જે કેવળ આગમના અર્થનું જ્ઞાન મેળવવું તે સાંશયિક મિથ્યાત્વ છે, એમ પૂર્વધરા કહે છે. નિગમ વડે કરીને શ્રી આગમના અર્થના નિર્ણય કરવા તે વિશુદ્ધ દન કહેવાય છે એમ સિદ્ધાંતના વાકયથી સિદ્ધ થાય છે. આગમના અર્થ અને વેદના અર્થ નિગમે કર્યો છે, તથા સાધુઓ, શ્રાદ્ધદેવા અને શ્રાવકાને પોતપોતાની ક્રિયામાં તત્પર કર્યાં તે પણ નિગમે જ કર્યો છે. રાજાના, પેાતાના અને પ્રજાના અર્થ સાધનાર મંત્રી લેાકમાં યશનુ સ્થાન થાય છે. પરંતુ તેવા મંત્રી મળવા દુર્લભ છે. તેજ રીતે જેમાં સિદ્ધાંતના અર્થ પરસ્પર એક રૂપ કરાય છે તે
૧
આ નિગમ સમગ્ર સત્ય આચારને જણાવનાર છે. જો નિગમ અને આગમના તાત્ત્વિક અર્થ જાણવાની તારી ઇચ્છા હોય તેા સ્વશાસ્ત્ર પરના રાગના અને અન્ય શાસ્ત્ર પરના દ્વેષના તુ ત્યાગ કર. સત્ય વસ્તુ પર રાગ હાય અને અસત્ય વસ્તુપર દ્વેષ હાય તાજ મનુષ્યાને નિશ્ચે વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી શુદ્ધ ધર્મ પર દ્વેષ છે અને અશુદ્ધ ધર્મ પર રાગ છે ત્યાંસુધી તાત્ત્વિક શાસ્ત્રની પ્રાપ્તિ થવાની જ નથી. હું ૫ડત ! જો તુ પોતાના માનેલા ક્ષાસ્રના અર્થના સંવાદ ઈચ્છતા હોય તે તુ નિગમનાં શાસ્ત્રને પ્રમાણુ રૂપ ૧ આ કર્તાની માન્યતા જણાય છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩.
માન. લૈાકિક અને લેકેત્તર શાસ્રા ઘણાં જ છે, તે સર્વનું રહસ્ય
નિગમથીજ વિશેષ પ્રકાશિત થાય
છે.
'
66
એકદા વિમળ રાજાએ ગુરૂના મુખથી સવ પાપનો નાશ કરનાર આ પ્રમાણે આગમના આલાવા સાંભળ્યે ચાર સ્થાન વડે જીવા નરકનુ' આયુષ્ય બાંધે છે. તે આ પ્રમાણે—મહા આરભવડે, મહા પરિગ્રહ વડે, માંસના આહારવડે અને પંચદ્રિયના વધુ વડે. ’’ ઇત્યાદિ. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી પાપથી ભય પામેલે, ઉઢાર ચિત્તવાળે! અને કૃપામાં તત્પર વિમળ રાજા આવ્યેા કે—“ હું ગુરૂ ! હું યુદ્ધમાં દહીંની જેમ શત્રુભૂત મનુષ્યાનું મથન કરવામાં મથાન (રવૈયા) જેવા થયા છે, અને પરિગ્રહ રૂપી સમદ્રમાં ડુબી ગયા છું, તેથી હવે મારૂં મન સંવેગ પામ્યું છે, તેા હું કૃપાળુ! મને આલેાયણુ રૂપી નાવ આપીને તારે.” ત્યારે સૂરિએ તેને ઉપદેશ આપ્યા ક્રે-“હું મહારાજા ! જિન પ્રાસાદ, અને અમારીની પ્રવૃત્તિ વિગેરે પુણ્ય કાય કરો. ” તે સાંભળી.શ્રી ગુરૂના વચન રૂપી અમૃતરસથી ભાવિત થયેલા રાજાને જિનચૈત્ય કરાવવાના મનેારથ થયા. મનુષ્યોએ જે ધન ચૈત્યમાં સ્થાપન કર્યું છે ( વાપર્યું છે ) તે ધન નાશ પામતુ નથી, તેમ જ તેથી પુણ્ય અને જગતમાં યશ ચિરકાળ સુધી રહે છે. જાણે પેાતાના આત્માને ઉંચે સ્થાને સ્થાપન કરતા હાય તેમ મુ” દ્ધિમાન માણસે દ્રવ્યને ઉંચા સ્થાનમાં સ્થાપન કરવું જોઇએ.” આ પ્રમાણે વિચાર કરી વિમળ રાજાએ શ્રીજિનમત રૂપી કમળની સેવા કરવામાં લાલસાવાળી અખા દેવીનું આરાધન કર્યું. તેના પુણ્ય પ્ર ભાવથી તે દેવી તરતજ પ્રસન્ન થઈ અને સાક્ષાત્ થઇને એટલી કે—“હે રાજા ! વરદાન માગ. કારણ કે કલ્પલતાની પ્રાપ્તિ, દેવનુ દર્શન અને સદ્ગુરૂને ચેગ, આ ત્રણે પુણ્ય વિના પ્રાપ્ત થતા નથી. કહ્યું છે કે—દિવસની વિજળી, રાત્રિના ગારવ, ખાળ અને સ્ત્રીનુ
૧ અહીં મૂળ ગ્રંથમાં આગમ અને નિગમ સબંધી ઘણી હકીકત આપેલી છે, પરંતુ તે અપ્રસિદ્ધ, અયેાગ્ય અને અનુપયોગી હાવાથી મુકી દેવી એગ્ય લાગી છે. તેમાં માત્ર નિયમનીજ પુષ્ટિ છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
વચન તથા દેવનું દશન આ સર્વે નિષ્ફળ થતાં નથી. તે સાંભળી વિમળ મંત્રી છે કે –“હે દેવી ! તમે પ્રસન્ન થયા છે તે મને જિનચૈત્ય અને પુત્ર એ બે આપો, આ બે બાબતને જ મારે મનોરથ છે.” દેવીએ કહ્યું કે –“હે નરરાજ ! તારા બન્ને મરથી સિદ્ધ થાય તેવું તારું પુણ્ય નથી, માટે બેમાંથી એક બાબત માગી લે.” તે સાંભળી રાજાએ ચાતુર્ય ગુણના ભાજન રૂપ પોતાની શ્રીદેવ વી નામની ભાર્યાને પૂછયું કે “હે પ્રયા ! અંબા દેવી પ્રસન્ન થયાં છે, આપણે મરથ પ્રાસાદ અને પુત્ર એ બે બાબતને છે. પણ દેવી એકજ વરદાન આપે છે, તે બેમાંથી શું માગવું ?” તે આદર સહિત બેલી કે –“હે સ્વામી! પ્રાસાદનું વરદાન માગે. કારણ કે પુત્ર તે આ લોકનું ફળ છે અને પ્રાસાદ કરાવ્યાનું ફળ પકમાં મળે છે. નોળીયા વિગેરેના ભાવમાં પણ પુત્રો તે સુખેથી પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રાસાદ રૂપી પુત્ર તે અ ત શ્રેષ્ઠ છે કે જેના થી પરકમાં સુખની પ્રાપ્તિ અને જગતમાં કતિ થાય છે. તે સાંભળી વિમળે વિચાર્યું કે “પાણીની બુદ્ધિ મારા કરતાં પણ વધારે વિમળ છે, હું તે માત્ર નામે કરીને જ વિમળ છું.”
અહીં અંબાદેવીની ઉત્પત્તિ સંબંધી સંક્ષેપ હકીક્ત લખીએ છીએ–પૃથ્વી પર લક્ષ્મીના સ્થાન રૂપ કેડીનાર નામે એક ગામ છે. તેમાં સેમમટ નામને એક બ્રાહ્મણ રહેતું હતું. તે દેવશર્મા નામની બ્રાહ્મણની પુત્રીને પરણ્યો હતો. એકદા તેણીએ ભક્તિથી , સાધુને અન્ન પાણે વહેરાવ્યું. તે જોઈ રાક્ષસી જેવી મહાકર સ્વ. ભાવવાળી તેની સાસુ તેના પર કેપથી રક્ત નેત્રવાળી થઈ. તેથી તે નેમિનાથનું ધ્યાન કરતી પોતાના બે છોકરા સહિત ઘરમાંથી નીકળી ગઈ. પગે ચાલવાવડે પૃથ્વીને ઓળંગતી તે માર્ગમાં થાકી ; ગઈ. ત્યારે એક આમ્રવૃક્ષની નીચે બેડી. છેકરાઓએ તેની પાસે ખાવાનું માગ્યું, ત્યારે તેણીએ આંબા પરથી કેરીઓનું આકર્ષણ કરીને તેની લુંબ છોકરાઓને આપી ? અહે! શીળનું માહાભ્ય . આ કારક છે. કો આગળ ચાલતાં પિતાના પતિને આને જોઈ .
Page #348
--------------------------------------------------------------------------
________________
હાયથી તે સ્ત્રી ખન્ને છે.કરાએ સહત કુવામાં પડી. પાછળ આવેલા તેના પતિ સામ પણ તેની પાછળ કુવામાં પડયો. તે સ્ત્રી શ્રીનેમિનાથનું ધ્યાન કરવાથી રૈવત નામના પર્વત પર અંબિકા નામે અધિષ્ઠાયક દેવી થઈ.
હવે શ્રીમાતા નામની દેવી કે જે અબાદેવીની સખી હતી, તેણે ખાદેવીને પોતાના નિવાસસ્થાનમાં આમંત્રણ કયું કે-“હું ધ્રુવી ! તારે અહીં ( આબુની ઉપર ) રહેવુ, ” અંબાદેવીએ કહ્યું કુ—“ તમે કહેા છે. તે યાગ્ય છે. પરંતુ હું અરિહંતના ઘર સિથાય રહીશ નહીં, તેથી પ્રસન્ન થઇને મને જિનાલય કરવા માટે જગ્યા આપેા. કહ્યું છે કે—અમૃતના સ્વાદમાં લુબ્ધ થયેલાને જેમ વિષ ઉપર પ્રીતિ થતી નથી, તેમ શુદ્ધ ધર્મરસના સ્વાદમાં લુબ્ધ થયેલાને અન્યત્ર પ્રીતિ થતી નથી.” ત્યારે શ્રીમાતાએ તેને અકુલ અને ચંપક વૃક્ષની નીચેની જગ્યા તથા વન લાખ સાનૈયા આપ્યા.
ત્યાર પછી અંબાદેવીના કહેવાથી તે ઠેકાણે વિમળ રાજાએ પૃથ્વી ખાદાવી, તેમાંથી જે દ્ર* નીકળ્યુ તેવડે તેણે પ્રાસાદ શરૂ કરાવ્યે. તે વખતે બ્રાહ્મણાએ રાજાને કહ્યું કે—‹ અહીં આખુંગર ઉપર જૈનનું તીથ નથી. તેથી અહીં અમે જિનપ્રાસાદ કરવા દેશું નહીં. ” ત્યારે અખાદેવીએ રાન્તને સ્વપ્નમાં કહ્યું કે-“ પ્રાત:કાળે જે ઠેકાણે મનેાહર કંકુના સાથીયા દેખાય ત્યાં તમારે જોવું. તે કેકાણેથી તીચેકરનું મિંખ પ્રગટ થશે, ” પછી પ્રાત:કાળે રાજાએ તે પ્રમાણે કર્યું, તે તે ઠેકાણેથી ઋષભદેવનું ખિ નીકળ્યું. તે મિઅ જોઈને લેાકાએ કહ્યુ` કે— પહેલાં પણ આ આબુ ઉપર જૈનનું તીથ હતુ.” તે પણ તે બ્રાહ્મણાએ રાજાને કહ્યું કે- હે રાજા ! આ ભૂમિના સ્વામી અમે છીએ, તેથી પૃથ્વી ઉપર સેનામડારા પાથરીને જેટલી ભૂમિ જોઈએ તેટલી લ્યા.” ત્યારે રાજાએ તે પ્રમાણે પૃથ્વી પર સાનામહારા પાથરી. તેમાં ચાર ચાર મહેારની વચ્ચેના ભાગ ખાલી રહ્યા તે જોઇ બ્રાહ્મણાએ કહ્યુ કે—“હું રાન્ન ! વચ્ચે જગ્યા ખાલી રડ્ડી છે. એ રીતે પૃથ્વી મળશે નહી.” ત્યારે રાજાએ
Page #349
--------------------------------------------------------------------------
________________
વચ્ચે વચ્ચે પાંચમી મહોર મૂકી. ત્યારથી આરક્ષીને લોકમાં પણ તે વ્યવહાર પ્રવર્યો. રાજાએ સોનામહે મૂકી મૂકીને ઘણી ભૂમિ લેવા માંડી, તે જોઈ બ્રાહ્મણે વળી બેલ્યા કે “ હે રાજા! આ તો તમે સમગ્ર પૃથ્વી લઈ લે છે, માટે આટલી જ . હવે બસ કરો. આથી વધારે પૃથ્વી ધનવડે પણ અમે આપશું નહીં. ” રાજાએ વિચાર્યું કે– કાર્યની સિદ્ધિને માટે આટલી જમીન પૂર્ણ છે, ધર્મસાધક પુરૂષે સામાન્ય લેકની સાથે નકામો વિરોધ કરે રોગ્ય નથી.”
ત્યારપછી રાજાએ હર્ષથી તે ઠેકાણે પ્રાસાદનું કામ સારા કારીગ પાસે શરૂ કરાવ્યું. પરંતુ દિવસે જેટલો પ્રાસાદ ચણે તેટલે રાત્રિએ પડી જવા લાગે. એ રીતે છ માસ ગયા. ત્યારે રાજાએ અંબિકાનું પિતાની માતાની જેમ સ્મરણ કર્યું. તરતજ દેવીએ આવીને રાજાને કહ્યું કે-“વાલીનાહ નામને દેવ આ ભૂમિને અધિષ્ઠાયક છે. તેની અઠ્ઠમ તપથી તારે આરાધના કરવી, અને જે તે નૈવેધ માગે તે નિર્દોષ નૈવેદ્ય તારે તેને આપવું.” તે સાંભળી રાજાએ તેની આરાધના કરી, ત્યારે તે દેવે આવીને સાવધ નૈવેદ્ય માગ્યું. તે રાજાએ આપ્યું નહીં, પણ તેને ખરું કાઢીને બીવડાવ્યું, તેથી તે દેવ ત્યાં ક્ષેત્રપાળ થઈને રહ્યા. ત્યારપછી તેવાજ બળવાળા યક્ષે, રાક્ષસી અને ભૂત આવ્યા. તેમની સન્મુખ વિમળ મનુષ્ય છતાં એકલે ઉભો મો. અને તેણે વડા વિગેરે નિરવઘ નેવેધવડે નાગદેવને તત કર્યો તેથી બીજા સર્વ દેવો પણ તેને વશ થયા. “ જેણે દેવેને પણ વશ કર્યા તેની સાથે યુદ્ધ કરવા માટે રાજાએ શી રીતે સમર્થ થાય ? અહો ! વિમળનું ભાગ્ય આશ્ચર્યકારક છે.'
ત્યારપછી કારીગરો પિતાની કુશળતાથી પ્રાસાદ બનાવવા લા વ્યા. તે પ્રાસાદની તુઘતાને ત્રણ જગતમાં બીજે કઈ પ્રાસાદ પામી શકે તેમ નથી. શત્રુ સાથેના સંગ્રામમાં તેને વિજ્ય અસાધારણ હતે તે વિજયેજ જાણે અંગ ધારણ કર્યું તેમ તે પ્રાસાદ
Page #350
--------------------------------------------------------------------------
________________
પણ અસાધારણ શોભતે હતે. કોતરણી કરતાં જેટલે ભૂકે પથ્થ રમાંથી પડતું હતું તેટલું રૂપું તે રાજા હર્ષથી કારીગરોને આપતો હતે. કારીગરે ચિત્તના ઉલ્લાસ પૂર્વક કામ કરતા હતા. કારણ કે માવાધિક લેભથકી પણ તેમને વધારે લાભ મળતો હતે. જાણે કે કર્તાને ઉજ્વળ યશ દેખાતો હોય તેમ ચંદ્રની જેવો નિર્મળ તિવાળો તે પ્રાસાદ શોભતે હતો. તેને જોઈ કેટલાક વિદ્વાનો કહેતા હતા કે શું આ દેવકથી સ્ફટિક મણિમય દિવ્ય વિમાન અહીં ઉતર્યું છે?” પૃથ્વી ઉપર આ વીશીમાં આ શ્રીઅબુદાચળ તીર્થ અપૂર્વ મહિને માવાળું શેભે છે. જગતમાં શ્રી શત્રુંજય તીર્થ સર્વોત્તમ છે, તે શુભ ભાવવાળા ભવ્ય જીને સમક્તિ પ્રાપ્તિનું પ્રથમ કારણ છે. બીજું તીર્થ સમેતશિખર છે, ઉત્તર દિશાના રત્ન સમાન તે તીર્થમાં અનેક જિનેશ્વરે સિદ્ધ થયા છે. અને ત્રીજું આ શ્રીઅબુદાચળ નામનું તીર્થ છે, અહીં અનેક મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. વળી વિમળ રાજાએ પ્રાસાદની સ્થાપના કરીને તેને અત્યંત શોભાવ્યું છે, અને પિતાને જન્મ પવિત્ર કર્યો છે. તે પ્રાસાદને જોઈ “શું આ રૂપાને કૈલાસ પર્વત છે? કે શું હિમાલય પર્વત છે? કે શું માખણને પિંડ છે?” એમ કે તર્ક કરતા હતા. આ પ્રાસાદમાં પ્રાણીઓની ચાર ગતિ ભેદવાને માટે ચાર રૂપને ધારણ કરનાર શ્રી ઋષભસ્વામી વિરાજે છે. તેના મંડપો વિચિત્ર પુતળીઓ વડે શોભિત છે તેથી જાણે તેમાં સ્વર્ગથી આવીને દેવીઓ રહી હોય તેમ દેખાય છે. તે પ્રાસાદમાં સ્ફટિક મણિમય જિનબિંબે છે, તે જાણે કે શુકલ યાનવડે ઉજ્વળ જાતિવાળું તેમનું ચિત્ત જ હોય તેવાં શોભે છે.
- પ્રાસાદ પૂર્ણ થયા પછી મહત્સવપૂર્વક પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવીને વિમળ રાજા જગતમાં પ્રતિષ્ઠાને પામ્યો. તે રાજાએ પુણ્યવંત સંઘને વિવિધ દેશમાં બનેલા ઉજ્વળ વાવડે પહેરામણી કરી, તેથી તે સંઘ જાણે વિમળના યશથી પરિવરેલ હોય તે શોભવા લાગે. વિમળ
જ્યારે બાલ્યાવસ્થામાં હતું ત્યારે તે મળ સહિત હવા શ્યામવર્ણવાળો હતું, અને ત્યારપછી રણસંગ્રામમાં વિજ્ય મેળવવાથી તથા ચેત્ય બ
Page #351
--------------------------------------------------------------------------
________________
હ
નાથવાથી તે વિમળ વિમળ (મળ રહિત) થયા. પુણ્યના જાણે મારી હાય અને પુણ્યરૂપી કુવાની જાણે સર હોય તેમ વિશ્વજનના મળને સાફ કરનાર એ નિળ પ્રાસાદ શેાલે છે.
અહીં ભીમ રાજાના ભેાજનને માટે જે થાળ મૂકવામાં આવતા હતા તે હુ ંમેશાં અત્યંત ઉછળતા હતા, તે જેઈ ભીમ રાજા મનમાં અત્યંત વિસ્મય પામ્યા. એકદ્યા કાઇ રાજકાર્યને કરનાર પુરૂષ લીમ રાજા પાસે આન્યા. તેણે રાજાને થાળ ઉછળવાનું કારણ કહ્યું કે— “ હે રાજા ! આનું કારણુ મેટ્ટુ છે, હે સ્વામી ! આખુજી તીર્થના પૂજાના અને આપના ભાજનના સમય એકજ છે. તેથી આજીજી તીર્થેશની આરતીને સમયે હંમેશાં યાત્રિના ધ્વનિવડે જગતને ભરી દેનારા ઘાષ થાય છે, તેના પ્રભાવથી હું રાજા ! આ થાળ ઉછળે છે. શુ પૂર્વે નહીં જોયેલા વૃત્તાંત પણ વ્યિ પ્રભાવથી નથી થતા ?” તે સાંભળી ભીમ રાજાએ વિચાયું કે- આવે તે જિનેશ્વરના પ્રભાવ સર્વથી ઉત્તમ દેખાય છે. એ તીથ અહીંથી કેટલું દૂર અને તેના ધ્વનિ કેવડા ? જિનેશ્વર સવ દેવામાં ઉત્તમ છે, તેમ સ રાજાઓમાં જિનેĀના ભક્ત વિમળ ઉત્તમ છે, ઋષભરવામી પેાતાના સેવકને પોતાનું આધિપત્ય આપે છે એવાત સત્ય છે. કેમકે તેના પ્રસાદથી વિમળ રાજા સ્વ સામ્રાજયને ભાગવનાર થયા છે. તેમજ વિમળ રાજાએ શ્રી અખ઼ુદ તીર્થના ઉદ્ધાર કર્યો, તેથી વિમળે અરિહંતની કૃપાના યાગ્ય બદલે આપ્યા છે. તીર્થના ઉદ્ધાર કરવામાં તત્પુર રહેલા વિમળને ધન્યવાદ છે. કેમકે પૃથ્વીમાં તેના જેવા બીજો કાઈ પુરૂષ નથી. કાઇ કવિએ કહ્યું છે કે— શ્રી ગુર્જર દેશના ભીમદેવ રાજાના મત્રીશ્વર અને પ્રાગ્નાટ વંશના અલંકાર શ્રી વિમળ નામના મંત્રીશ્વર કેટલા ખો નિ:સ્પૃહ છે, કે જેણે અખિકાના આદેશથી વિક્રમ સંવત ૧૦૮૦ વર્ષે ચંદ્રની જેવી કાંતિવાળા જિનપ્રાસાદ કરાવે.
K
એકદા ઈલદુના સ્વામી પુંજ નામના રાજા પરિવાર સહિત પરણવા જતે હતા. માર્ગોમાં વિમળે સ્થાપન કરેલ ચૈત્ય જોઇ અત્યંત
Page #352
--------------------------------------------------------------------------
________________
આત પામ્યા, અને તેણે દેવભંડારમાં ઘણું' સુવણું નોંધ્યું' તથા પુજારીને ઘણું રૂપ આપ્યું. તેમજ ચૈત્ય કરાવનાર શ્રીવિમળ રાજાને ૬ આને ધન્ય છે' એમ કહી તેની પ્રશંસા કરતા તે પુજ રાજાએ નમસ્કાર કર્યાં.
ચૈત્ય પૂર્ણ થયાની વધામણી આપનાર પુરૂષને સર્વ અવસરને જાણુનાર વિમળ રાજાએ હર્ષોંથી પાંચ હજાર સુવર્ણનું ઈનામ આપ્યું હતું, હું વિમળ મહારાજ ! માગણુ લેકે જે શ્રી સુપ્રભાતને કહેનારા હાય છે તે તારૂ જ અદ્ભુત સૈાભાગ્ય છે. તે વમળના ગુણાથી નાસિત થએલું વિશ્વ આજસુધી તેના યશના ત્યાગ કરતુ નથી. કેમકે “ શું પુષ્પા વડે વાસત થયેલું વન સુગંધીપણાના ત્યાગ છે?” જે પ્રમાણે આ વિમળે જૈન તીર્થંના દ્યોત કર્યાં, તેમ ભય મજનુ ભાવથી તીર્થની પ્રભાવના કરે. આ પ્રમાણે જેણે સમ્પ્ર તે પૃથ્વીમંડળ ઉપર ઇંદ્રની જેમ રાજ્ય કર્યું, જેણે શ્રીઅમ્મુ ઢતીર્થને ચૈત્યવડે નિત્ય ઉજવળ કર્યું, તથા જે તેજસ્વીએ રાજાઓના જય કરી દિગચાને સાધ્યું, તે અત્યંત ઉન્નતિ પામેલા શ્રીવિમળ રાજાએ પાતાના વંશ અલંકૃત કર્યાં. ( Àાભાવ્યા-ઉજવળ કર્યાં. )
*
ઈતિ શ્રી તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ' ણુના શિષ્ય વાંચકેદ્ર શ્રી ઇંદ્ર'સગણુએ રચેલ આ ઉપદેશ કંપવલ્લી નામની ટીકામાં પાંચમી શાળાને વિષે તીથ પ્રભાવના નામના શ્રાવકના કૃત્ય ઉપર વિમળ રાજાના વર્ણન નામના છત્રીશમા પલ્લવ' સમાપ્ત થયા છે.
...
ઉપર પ્રમાણે છત્રીશ દ્વારા વડે સમર્થનને માટે સૂત્રકાર કહે છે-
.
શ્રાદ્ધ નકૃત્ય કહીને તેના
साण किच्चमेयं ति
3
શ્રાવકનુ આ કૃત્ય છે. સમયના વિશેષથી છત્રીશ ગુણવાળા અને છ ગુણુવાળા શ્રાવકોએ સદા શાસ્ત્ર વિશેષથી છત્રીશ ગુણવાળા અને છ ગુણવાળા સદ્દગુરૂને જાણવા. તેમનું સ્વરૂપ નિગમ અને
Page #353
--------------------------------------------------------------------------
________________
આગમના શાસોમાંથી જાણું લેવું અને તેમના ઉપદેશ વડે કરીને ' છત્રીશ વાક્ય રૂ૫ શ્રાવકેનું કૃત્ય જાણવું, એટલે કે તાવને જાણનાર શ્રાવકોએ પૂર્વે કહેલા આજ્ઞાદિક ધર્મના આરાધનમાં નિરંતર ગુરૂને ઉપદેશ સાંભળવાપૂર્વક યત્ન કરે એ તાત્પર્ય છે. ( આ પ્રમાણે “ર નિગાળગા” એ સ્વાધ્યાયને અર્થ સં. પૂર્ણ થવાથી તેની ઉપદેશ કલ્પવલ્લી નામની ટીકા પણ સંપૂર્ણ થઈ. શ્રીરરતુ.
પ્રશસ્તિ, * શ્રીચંદ્રગ૭ રૂપી આકાશમાં સૂર્યસમાન અને ભાગ્ય તથા ભાગ્યવડે જેના સગુણની સમૃદ્ધિ વિલાસ કરે છે એવા સેમસુર નામના શ્રેષ્ઠ ગુરૂ જ્યવંત વર્તે છે, કે જેઓની મુનિએ આદરપૂર્વક
તુતિ કરે છે. તેમની પાટે શ્રી મુનિસુંદર નામનાં સૂરીશ્વર થયો. દેવગુરૂ-બૃહસ્પતિ પણ તેની સમાન નથી. તે ગુરૂએ શાંતિકર (સંતિઃ કરે) સ્તવન રચીને જગતના જનોમાં પરમ શાંતિ ઉત્પન્ન કરી હતી. તેમની પાટે શ્રી જયચંદ્રરાજ નામના ઉત્તમ ગુરૂ થયા. તેમનો પ્રતાપ સૂર્યની જેવો ઉગ્ર હતો, પરંતુ તેઓ ભવ્ય પ્રાણીઓના આત્યંતર તાપને દૂર કરતા હતા, અને તેથી કરીને તપગચ્છને ઉદ્યોત કરવામાં પૂર્ણચંદ્ર જેવા હતા. તેમની પાટે શ્રીરતનશેખર નામના ઉત્તમ ગુરૂ થયા. તે નમસ્કાર કરતા પ્રાણીઓને ધનદાન કરવામાં તત્પર હતા, અને તેમણે શ્રાદ્ધવિધિ વિગેરે અનેક રસિક શાસ્ત્ર રચ્યાં છે. તેમની પાટે શ્રી ઉદયનંદી નામના સૂરિવર થયા. તેને યશસમૂહ અદ્યાપિ અવિચળ છે, અને તે પ્રશમ સંપત્તિનો આનંદ અનુભવવાથી લેકમાં યેગી નામથી પ્રસિદ્ધ થયેલા છે. તેમની પાટે સુરસુંદર નામના શ્રેષ્ઠ ગુરૂ થયા. તે અસાધારણ એવા ગુણેવડે શ્રેષ્ઠ હતા અને ત્રણધરની પદવી રૂપી ઈંદ્રાણુને શોભાવવામાં ઇંદ્ર સમાન હતા. તેમની પાટે શ્રીલમીસાગર નામના ગણધર થયા. તે તેજસમૂહની લહમીવડે સૂર્યની જેમ શોભતા હતા, અને તેમણે આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પદની પ્રતિષ્ઠા કરવાનાં અનેક કાર્યો કર્યા હતાં. તેમની પાટે ગુણ
Page #354
--------------------------------------------------------------------------
________________ પાનું - જ સંપત્તિના સમુદ્રરૂપ અને પિતાની બુદ્ધિ રૂપી કાથો શારૂપી સમુદ્રને શીધ્ર પણે તરી ગયેલા શ્રીમદેવ નામના સૂરીશ્વર થયાં. તેમની પાટે મહાગુણવડે યુક્ત શ્રીરત્નમંડન નામના ગુરૂ થયા. તેઓએ કાવ્યની કળાવ અનેક રાજાઓની શ્રેણીઓને રંજિત કરી હતી. તેમને આનંદ સહિત નમસ્કાર કરે. તેમની પાટે શ્રી મજસ નામના સરીશ્વર થયા. તે જગતના જનના આનંદના નિધાનરૂપ હતા, તેમના સમગ્ર મુખ્ય ગુણ વિકસ્વર હતા, અને તે ચારિત્રલકમી રૂપી સીને વિકાસ કરવાનું વાસભવન હતા. તેની પાટે શ્રીદ્વતંદી નામના ગુરૂવર થયા. તેમની બુદ્ધિ અગાધ હતી તે નિગમ અને આગમના અવની વ્યાખ્યા કરવામાં નિપુણ હતા, તેમના વિકવર છ ગુણ અતિશય સ્થિરતાને પામ્યા હતા, અને તેણે સબ જગ સાથે હતે. તેમની પાટે શ્રીધર્મહંસ નામના વાચકેદ્ર થયા. તેમના હૃદયકમળમાં ધર્મરૂપી હંસ ફીડા કરતું હતું, તેમણે આળસને સર્વથા ત્યાગ કર્યો હતે, તથા તેમણે નિપુણતાથી નિગમ અને આગમના અર્થવડે આચાર અને વિચાર વિસ્તાર કર્યો હતો. તેમના શિષ્ય શ્રી હંસ ગણિએ આ આજ્ઞાદિક શ્રાવકના કૃત્ય રૂપ સ્વાધ્યાય ઉપર આ ઉપદેશ કલ્પવલી નામની ટકા રચી છે. આ વૃત્તિ વિકમના ૧૫૫૫ના વર્ષમાં સંપૂર્ણ થઈ છે. આમાં વાણુ અથવા અર્થ સંબંધી કાંઈ ફેરફાર લખાયું હોય તે તે વિદ્વાનોએ સુધારવું. આ જગતમાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પ્રકાશે છે, ત્યાં સુધી વિદ્વાનેથી વંચાતી આ વૃત્તિ ચિરકાળ જય પામે, અને ભવ્ય જિનેને આનંદની સંપત્તિ આપો. ઇતિ શ્રી તપાગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસ ગણુના શિષ્ય વાચકેંદ્ર શ્રી ઇંદ્રહંસ ગણિએ રચેલી આ ઉપદેશ કપલ્લી નામની વૃત્તિ સંપૂર્ણ થઈ.