SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧ર), ૩ તે ગુરૂનું મુખ તેના ચિત્તમાં નિવાસ કરવાનું જેણે ચિંતવન કર્યું છે એવી શૈદ વિવાઓને તેમાં પ્રવેશ કરવા માટે દ્વારરૂપ છે, તે મનુષ્યને આનંદ આપે છે. હૃદયરૂપી સમુ દ્રની સમતારૂપ ભરતી આવવાથી તેના બન્ને કાંઠામાં જાણે બે પરવાળાં પડ્યાં હોય તેમ તેમના મુખના બે ઓછપુટ શોભે છે. તેમના મુખરૂપી ઉધાનને શોભાવનારી જિહારૂપી લતામાંથી જાણે મનેહર અને નવાં બે પત્ર (પાંદડાં)જ નીકળેલાં હોય તેમ તેમના રાતા બે ઓષ્ઠ શોભે છે. તેમનું શરીર તળાવ જેવું છે, તેમાં કમળની જેવું તેમનું મુખ છે, તેના પર જાણે બે ભમરા ભમતા હોય તેમ બે નેત્રે કડા કરે છે. તેમના મુખરૂપી - હિમાં દાંતરૂપી હંસ ક્રીડા કરે છે, અને દાઢી મૂછના વાળની શ્રેણિના મિષથી પાણીના તરંગો વડે તે મને હર દેખાય છે. જે તળાવ સરસ્વતીરૂપી જળવડે ભરપૂર છે અને જેનો ઉદય દાનલક્ષ્મીથી વૃદ્ધિ પામ્યો છે એવા સમુદ્ર તુલ્ય તેમના મુખને જોઈને મનુષ્યની તૃષ્ણા નાશ પામે છે. ચંદ્ર જેવુંતે ગુરૂનું મુખ જોઈને વિદ્વાનેનાં નેત્રરૂપી પિયણઓ તત્કાળ અત્યંત હર્ષ પામે છે-વિકસ્વર થાય છે. તેમનું અપૂર્વ શોભાવાળું મુખ જોઈને કોને હાસ્ય આવતું નથી? કવિની વાણી પણ તેની પ્રશંસા કરતાં થાકી જાય તેમ છે. ઈતિ મુખાષ્ટકમ્ ૩. ૪ વિદ્વાને તે ગુરૂના બે કર્ણનું અસદશપણું વર્ણવે છે, તે પણ તે બહુશ્રુતિવાળા છે, એમ સંભળાય છે એ આશ્ચર્ય છે. હું ધારું છું કે શ્રીમાન ધર્મરાજાના શ્રમણ અને શ્રાદ્ધ નામના બે કુમારે ભવરૂપી સૂર્યવડે તાપ પામીને તે તાપને નાશ કરવા માટે ગુરૂના શરીરરૂપી કલ્પવૃક્ષની પાસે આવ્યા, - ૧ બીજા કોઈના કાન તેની જેવા નથી ૨ ઘણા કાનવાળા, ઘણું શ્રુત શાષવાળા.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy