________________
( ૨૧૧ )
છે, ગુરૂથી ઉચ્ચ સ્થાનને ભાગવનાર તા કાઇક જ થાય છે. ગુરૂનું દૈદીપ્યમાન મરતક શું મૂર્તિમાન પુણ્યા પિંડ છે ? કે શુ પાપરૂપી પર્વતને છેવા માટે વા પ્રગટ થયું છે ? પ્રતિ ઉત્તમાંગાષ્ટકમ્. ૧.
૨ કેશોની શ્રેણિરૂપી અંધકારના સમૂહથી વીંટાયેલ ગુરૂનું ભાલસ્થળ ( કપાળ) પૃથ્વી પર અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળું શોભે છે. તે ગુરૂનુ લલાટ તેજના સમૂહથી યુક્ત છે, તેથી જાણે કે પડરૂપે કરેલા તેવા સ્વરૂપવાળા શુભ કર્મના પુદ્દા હાય તેવુ' તે શોભે છે. તેના ભાલસ્થળથી ઉત્પન્ન થયેલા તેજમાંથી વિભાગ પાડીને જાણે ગ્રહણ કરેલ હોય તેમ ( તેના કરતાં અલ્પ તેજથી ) અગ્નિ અને સૂર્ય વિગેરે અત્યંત પ્રકાશ કરે છે. સ્કુરાયમાન તેજવાળી અને અત્યંત લાંખી ગુરૂની ભાલસ્થળી તેના મસ્તકરૂપી લેાકાગ્રમાં રહેલી જાણે સિદ્ધિશિલા ડાય તેવી શોભે છે. જીતી ન શકાય તેવા કળિરૂપી શત્રુને જીતવા માટે ધર્મરૂપી રાજાએ ગુરૂના ભાલસ્થળના મિષથી પ્રત્યંચા સહિત અમેાઘ ધનુષ્ય ધારણ કર્યું જણાય છે. જય મેળવનારૂ, શત્રુને પરાજય કરનારૂ અને ઘણી કાંતિવાળુ ગુરૂનું ભાલસ્થળ વાણીથી કહી ન શકાય તેવી શોભાને ધારણ કરી રહ્યું છે. ગુરૂના ભાલરૂપી પાટીયું ( સુપડુ.) પામીને પાપરૂપી ધૂળને ચાળનારા પ્રાણીઓ ( મિથ્યાત્વરૂપી ધૂળ કાઢી નાખી )સમિતરૂપી રત્ન મેળવીને શું સુખી થતા નથી ? તેમનુ લલાટ સરસ્વતી દેવીને ભણાવવા માટે લખેલા અક્ષરાની શ્રેણિવાળી પાર્ટી જાગે ગુરૂએ તૈયાર કરી હોય તેવુ શોભે છે.
ર
ઇતિ લલાટાષ્ટકમ્ ૨
૧ ખાલી ન જાય તેવું–સફળ. ૨ અથવા ભાલસ્થળના મિષથી નાક રૂપી ખાણુ જેના પર ચડાવ્યું છે એવુ ધનુષ્ય વક્ર કયું` છેવાળ્યું છે.