________________
(૨૧૦ ).
હતા, તથા તપસ્વી, યશસ્વી અને શ્રેયસ્વી ( કલ્યાણવાળા) હતા. વળી સજનના અંત:કરણરૂપી વસ્ત્રને વિષે પૂવે નહિ જોયેલા ધમરૂપી રંગને ઉત્પન્ન કરતા હતા, તેથી તેઓ અલકિક રજક સમાન હતા.
તે ધર્મહંસ ગુરૂનું મસ્તક ૧, ભાળ (કપાળ) ૨, મુખ ૩, કણ ૪, વાણું ૫, હાથ ૬, ઉરસ્થળ (છાતી ) ૭ અને પાદ (પગ) ૮. આ આઠે અંગો સ્તુતિ કરવા લાયક હતાં, તેથી તે દરેક અંગનું આઠ આઠ અનુષ્કુપ કેવડે વર્ણન કરવામાં આવે છે
૧ તે ગુરૂનું મસ્તક અત્યંત બાળભાવને નાશ થવાથી કાવ્યની લક્ષમી સહિત છે, તેથી કવીંદ્રની જેવું શોભે છે. રાજાએના મુગટની શ્રેણિઓ તે ગુરૂને અત્યંત હર્ષથી નમે છે, અને તેનું મસ્તક કોઈને નમતું નથી, તેથી તેનું જ ઉત્તમાંગ નામ સાર્થક છે, અથવા તે આ કારણથી જ તે વિદ્વાને નામમાળા (કેષ) માં મસ્તકનું ઉત્તમાંગ એવું નામ લખીને સત્યવાદી ઠર્યા છે. સર્વ વિદ્વાનોમાં આ ગુરૂ જ જેમ ઉત્તમ પ્રતિષ્ઠાને પામી અગ્રેસર તરીકે ગવાય છે, તે જ પ્રમાણે સર્વ અંગમાં તેનું મસ્તક અગ્રેસર ગવાય છે. તે ગુરૂનું ઉત્તમાંગ (મસ્તક) કેમ વંદન કરવા લાયક ન હોય? કારણ કે વિદ્વાને પણ તેના ચરણકમળને પ્રણામ કરવા ઈચ્છે છે. “હે પ્રિય ! ગુરૂના મસ્તકને તું જે.” “ ત્યાં પ્રગટ રીતે મુગટ ક્યાં છે ?” એવું સુખનું નામ છે તે ક્યાં છે ? પણ તું જાણતો નથી ? કે તે ' તે ગુરૂનું મસ્તક છે. સર્વે અંગે પિતાપિતાને સ્થાને રહ્યાં શોભે છે, તે સર્વની ઉપર એક મસ્તક વિશેષ શોભે છે, તે જ પ્રમાણે ગુરૂને આશ્રયે રહેલા સર્વ પોતપોતાને સ્થાને શેલે
૧ ૬ એટલે મસ્તક પણ કહેવાય છે.