________________
(૨૯) વ્યાં, પચરંગી વસ્ત્રોવડે શ્રીસંઘને પહેરામણ કરી, અને એક (ત) વર્ણવાળા પિતાનાં યશવડે ત્રણ ભુવનને તેણે ઢાંકી દીધું. વળી તે ઉત્સવમાં વેશ્યાઓ નૃત્ય કરતી હતી,વાજિત્રે મધુર સ્વરે વાગતાં હતાં, ગવૈયાઓ મધુર સંગીતને ગાતા હતા અને સુવાસિની સ્ત્રીઓ ગુરૂનાં સત્ય ગુણોનાં ગીત ગાતી હતી તે સર્વને મંત્રીએ ઉચિત દાન આપીને સંતુષ્ટ કર્યા. અનેક ગામોના અને નગરના લોકોને આમંત્રણ કરીને બેલાવ્યા હતા, તે સર્વનું યેગ્યતા પ્રમાણે મંત્રીઓએ સન્માન કર્યું, તથા દરેક જનને શ્રીફળની પ્રભાવના આપવાવડે પ્રસન્ન કર્યા. ધર્મહંસ ગુરૂએ યુક્તિરૂપી કુલડીને વિષે વાદીની ઉક્તિરૂપી રૂપું નાંખી તેને ગાળવામાં તત્પર થઈ સુવણની પ્રતિમાને ધારણ કરી તે આશ્ચર્ય છે.
જેણે પિતાના અને પરના શાસનમાં વર્તતા સર્વ શાસ્ત્રાને અભ્યાસ કરીને પિતાનું શ્રુતસાગર એવું નામ સાર્થક કર્યું હતું, દિગંબરના સંધપતિએ જેનું આડંબરપૂર્વક સામૈયું કર્યું હતું, અર્થાત્ મહત્સવપૂર્વક સામૈયું કર્યું હતું, તથા જે સુખાસન (મીયાના ) માં બેસીને વિચરતા હતા, તે કૃતસાગર નામના દિગંબરના આચાર્યને ધર્મહંસ. ગુરૂએ સભામાં સર્વ સભાસદની અને સર્વ દર્શનીઓની સમક્ષ જીતીને જગતરૂપી પ્રાસાદ ઉપર પોતાની કતિરૂપ પતાકા બાંધી હતી. તેનું શીળ તેનાજ શીળ જેવું હતું, તેની કિયા તેની જ કિંયા જેવી હતી, તેના ગુણે તેના જ ગુણે જેવા હતા, તેની વાણી તેની જ વાણુ જેવી હતી, તેની કળા તેની જ. કળા જેવી હતી, તેની કુશળતા તેની જ કુશળતા જેવી હતી, અને તેનું તપ તેને જ તપ જેવું હતું. કારણ કે પુરૂષના ગુણે અન્યની જેવા હોતા નથી. તે ગુરૂ કમરૂપી શત્રુઓને ય કરવામાં પરાક્રમી હતા, સૂયની જેવા તેજસ્વી