________________
(૨૮)
કર્યો. ક્રોધ, ક, અહંકાર અને બ્યસન એ ચારના પરાજય કરવાથી તેજ શબ્દોના બીજા બીજા અક્ષરે કરીને તેનું ધમ હ‘સ’ એવું નામ સાર્થક થયું. અથવા બુધ, ધર્મ, હંસ અને વાસર (દિવસ) એ ચાર વસ્તુના દેદીપ્યમાન વિદ્યાગુણુ, વર્ણગુણુ, મુનીંદ્વત્વ ગુણુ અને તેજ ણુને હરણ કરી (ચારી લઇ) તે જ શબ્દોના બીજા બીજા અક્ષરે કરીને બનેલા પેાતાના નામને પ્રસિદ્ધ કરતા તે મુનિ પૃથ્વી ઉપર પશ્યતાહર (ચાર ) કેમ ન કહેવાય ? ગંભીરતા, તપસ્યા અને સમતા વિગેરે એક એક ગુણના આશ્રયભૂત તેા ઘણા સૂરિએ થઇ ગયા છે, પરંતુ આ ધર્મહ ંસ તા પેાતે એક જ સર્વ ગુણાના આશ્રયભૂત થયા.
આ અવસરે પ્રાગાટ વંશનુ માણિક્ય, ચાણાકયની જેવા બુદ્ધિમાન્, અમદાવાદ શહેરની ભૂમિનાં ભૂષણરૂપ અને અહમદશાહે સુલતાનની સભાના મુગટ જેવા મેઘ નામના મહામંત્રી હતા. તે સુવર્ણરૂપી જળની વૃષ્ટિ કરવામાં સાક્ષાત્ મેઘસમાન હતા. તેને દાનની લીલાએ કરીને કલ્પલતા જેવી, શીળવડે શોભતી અને જિનધર્મને વિષે રાગવાળી મટી નામની અહેન હતી. પાર્વતી અને ગગાને વરનાર મહાદેવની જેમ તથા રૂકિમણી અને સત્યભામાના સ્વીકાર કરનાર કૃષ્ણની જેમ તે મેઘ મત્રી અહિવદે અને મરઘાઇ નામની એ સ્ત્રીઓને પરણ્યા હતા. ધર્મહંસ ગુરૂના સદ્ગુણથી રાજત થયેલા અને તેના ધર્મપદેશ સાંભળી સંતુષ્ટ થયેલા તે મત્રીએ જગતના લોકોને ચમત્કાર પમાડે તેવા મહાત્સવપૂર્વક તપગચ્છના અલંકારરૂપ શ્રીલક્ષ્મીસાગર નામના સૂરિ મહારાજ પાસે તે (ધર્મહ ંસ) ને હર્ષથી વાચકે પદ અપાવ્યું. તે મહાત્સવમાં જેમ મેઘ જળના સમૂહવડે પૃથ્વીપર રહેલા સરાવીને પૂર્ણ કરે તેમ તેણે સર્વ દર્શનીઓનાં પાત્રાને ઉજ્જવળ ઘીવડે પૂર્ણ કર્યાં. જાણે શુભ ભાવથી ઉત્પન્ન થયેલા પેાતાના મૂર્તિમાન પુણ્યને જ દેખાડતે હાય તેમ તેણે શ્રીગુરૂ મહારાજને વિચિત્ર શ્વેત વસ્ત્રો પહેરા