________________
( ર૦૭)
મળને નાશ કરવામાં શરદઋતુ સમાન આ પ્રમાણે ધર્મદેશના આપી.
“ધર્મ બે પ્રકારને કહ્યો છે. તેમાં પહેલે સાધુધર્મ, તે મેક્ષસુખને આપનારે છે, અને બીજે બાર વતરૂપ શ્રાવકધર્મ, તે સ્વર્ગને આપનાર છે. આ અસાર અને રસ વિનાના સંસારમાં યુવાવસ્થા, આયુષ્ય અને ધન એ ત્રણ ચપળપણને લીધે ઈન્દ્રધનુષની જેવાં છે, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રસ્તે જ ચિરસ્થાયી છે. તેથી વિવેકી જનેએ પ્રયત્ન કરીને પણ તેને જ સંગ્રહ કરવો યોગ્ય છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને કેટલાએક નગરવાસી જેને પ્રતિબોધ પામ્યા. તે વખતે પુરૂષના માર્ગનું પાલન કરનાર, કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા નરપાળ નામના શ્રેષ્ઠીપુત્રે ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી. આ સંસારસાગરમાં રાગી છે ભારેકમપણને લીધે પથ્થરની જેમ ડૂબે છે, અને વિરાગી જ લઘુકમ હોવાથી કાણની જેમ તરી જાય છે. ગુરૂએ તેનું ધર્મહંસ નામ પાડીને સુધાનંદ નામના પંડિતને અભ્યાસ કરાવવા સંપ્યા. બુદ્ધિના ભંડાર અને શુભ લક્ષણવાળા તે ક્ષુલ્લક મુન વ્યાકરણશાસ્ત્ર ભણ્યા, સાહિત્યને અભ્યાસ કરી તૃપ્ત થયા, તર્કશાસ્ત્રના કઠિન સ્થાનમાં પણ ઘેર્ય રાખ્યું, ઘણાં શાસામાં તેણે સારે શ્રમ કર્યો તથા નિર્મળ મહા વિદ્યાઓ ભણને તેણે બૃહસ્પતિને પણ શિષ્યરૂપ કર્યો.
અન્યદા શ્રી શ્રીમાળી નામના મહાવંશને પ્રકાશ કરવામાં સૂર્યસમાન પાટણના રહેવાસી મહિપતિ નામના ધનાઢ્ય શ્રેણીને સેમસુંદર સૂરિએ ધર્મની વૃદ્ધિ માટે પ્રેરણા કરી, તેથી તેણે તે ધર્મહંસ મુનિને પંડિત પદ આપવાને પ્રસંગે મેટે મહત્સવ