________________
(ર૧૩ ) તેમને વિશ્રાંતિ આપવા માટે ગુરૂએ (કલ્પવૃક્ષે) કરૂણારસથી ભરેલાં કર્ણરૂપી સુવર્ણનાં બે કળાં (વાટકા) તેમને અર્પણ કર્યા છે. તે ગુરૂના હૃદયરૂપી મહેલમાં નિવાસ કરનારી જ્ઞાનલક્ષ્મી અને ચારિત્રલક્ષમીને ક્રીડા કરવા માટે વિધાતાએ ગુરૂના મસ્તકરૂપી પર્વતના તટની નીચે બે કર્ણરૂપી અત્યંત વિશાળ બે હીંચકા બાંધ્યા હોય તેમ જણાય છે. તેના કર્ણરૂપી નહેરના માર્ગે કરીને જાણે એકઠા થયા હોય એવા શ્રુતરૂપ જળના સમૂહે તેનું ચિત્તરૂપી સરોવર ભરી દીધું છે. તે ગુરૂની સેવા કરવાથી અનેક ભવ્ય જે કુટિલતા, મળ અને છિદ્ર રહિત થયા છે, તેથી અમને પણ તેવા કરે, એમ જણાવવા માટે તે બંન્ને કર્ણ ગુરૂની પાસે રહ્યા છે. પહેલાં જગતમાં જે એક કર્ણ (રાજા) પણ સુવર્ણનું દાન કરવામાં પ્રસિદ્ધ થઈ ગયા છે, તે બે કર્ણના ભૂષણવાળા આ ગુરૂ સત્પરૂષને શું નહીં આપે ?
ઇતિ કર્ણાષ્ટકમ્ ૪. ૫ 'સુવર્ણવડે જેમનું શરીર અલંકૃત કરાયેલું છે એવી તે ગુરૂની વાણીરૂપી રતવંગી અમારા ચિત્તને પ્રસન્ન કરે. તેણીની આ દંતશ્રેણિ મુક્તાફળના જેવી શોભે છે. ગુરૂની વાણીરૂપી કેદનીવડે છેદતાં સત્પરૂષને પિતાના મનરૂપી રત્નગિરિમાંથી વાંછિત વસ્તુને આપનાર બોધ (સમકિત)રૂપી ચિંતામણિ પ્રાપ્ત થયેલ છે. ભવ્ય જનના ઉલ્લાસરૂપી તરંગની લક્ષમીવડે જગતના મનના મળને નાશ કરનારી ગુરૂની વાણુ ગંગાનદી જેવી ગવાય છે. પરંતુ જેમ ગંગા જડતા સહિત છે તેમ ગુરૂની વાણું તેવી નથી, તે તે જડતા રહિત છે. શબ્દરૂપી થી ચેખાથી અને અર્થરૂપી
૧ વાણીના પક્ષમાં સારા અક્ષરે ૨ મનહર અંગવાળી સ્ત્રી, ૩ જળપણા સહિત અથવા તળતા સહિત