________________
(૧૪)
ઘણા દૂધથી બનાવેલી, મનહર અને આત્માને સુખ આપનારી ગુરૂની વાણીરૂપી ખીર કેણ ન પીએ? તેની ગે-વાણી ક્ષમાધરના (સાધુના) પક્ષને વિનાશ કરતી નથી, કેઈને ભય ઉત્પન્ન કરતી નથી, અને અન્યને વધ કરીને લક્ષ્મી પામતી નથી, તે પણ તે વાણું ગો' કહેવાય છે. અહો ! ગુરૂનાં વચનરૂપી આકર્ષણ મંત્રનું માહાતમ્ય કેવું છે, કે જે ભવ્ય પ્રાણીઓને સંસારમાંથી ખેંચીને મેક્ષસ્થાનમાં લઈ જાય છે. અત્યંત સુખલક્ષ્મીને આપનારી,સિદ્ધાંતમાં સ્થિતિ કરનારી રહેનારી) અને ઉદાર અક્ષર લક્ષમીને ધારણ કરનારી ગુરૂની વાણી મુક્તિની જેમ જય પામે છે. (ગુરૂની) વાણી અને વીણાની મધુરતા સરખી જ છે, તથા તે બન્ને શબ્દમાં વ્યંજન (વ-ણ) પણ સરખા જ છે. તે પણ તે બન્નેમાં મેટે તફાવત છે, તે એ કે તેની વાણ એક જ પ્રકારની છે, અને વીણ ત્રણ પ્રકારની હોય છે.
ઇતિ વાણું અષ્ટકમ ૫ દ નખની કાંતિએ કરીને દેદીપ્યમાન ગુરૂના હાથની આંગબીઓ રૂપી દીવીઓ દશ દિશામાં જનારા પ્રાણીઓને મોક્ષમાર્ગ દેખાડે છે. પાંચ પાંચ આંગળીએરૂપી પાંચ પાંચ શાખાવાળા તે ગુરૂના બે હાથરૂપી વૃક્ષ ઉપર નખની રેખારૂપી પલ્લવેની શ્રેણિ શોભે છે. ગુરૂના શરીરરૂપી મેરૂ પર્વત ઉપર નખરૂપી પાંદડાંવાળાં તેમના બે હાથ કલ્પવૃક્ષની જેવા શોભે છે, તે સર્વ પ્રાણીઓના વાંછિતને આપનારા છે. ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના યતિધર્મરૂપી રાજાઓનાં મતકને શણગારવા
૧ ગે એટલે વા. તે ક્ષમાધર (પર્વત) ના પક્ષ (પ ) ને વિનાશ કરનાર છે. ગો એટલે વૃષરાશિને સૂર્ય,તે વિશાખ માસમાં હોય છે, તેથી પિતાના તાપવડે મનુષ્યને ભયકારક થાય છે. ગો એટલે બાણ તે અન્યને શત્રુને વધ કરીનેજ લક્ષ્મી પામે છે. ૨ નાશ ન પામે તેવી. ૩ નવાં પાંદડાં.