________________
( ૨૧૫ )
માટે ગુરૂના હાથના દશ નખા મુગટની જેમ શોભે છે. મિથ્યાત્વરૂપી સર્પથી ડસાયેલા પ્રાણીએનું વિષ ઉતારવા માટે મંત્રવાદી ગુરૂએ પાતાના હાથના નખરૂપી મણિએની શ્રેણિ પ્રગટ કરી છે. માત્ર એ કરને (હાથને) જ ધારણ કરતાં છતાં પણ 'મહાતપની સ્થિતિવાળા ગુરૂ જેવા શાલે છે તેવા હજાર કરેા (કિરણા)ને ધારણ કરનાર સૂર્ય પણ શાતા નથી. મિથ્યાદુષ્કૃતરૂપી સૂત્રના અદ્વિતીય મત્રના ઉચ્ચાર કરવામાં તત્પર અને કુશલસલક્ષ્મી એવા આ મહિષ ( ગુરૂ )રૂપી શ્રેષ્ઠ બ્રાહ્મણુ પ્રતિક્રમણને સમયે પેાતાના બે હાથ હલાવવાના મિષથી પાપરૂપી પૂર્વજોને જળાંજળિ આપતા હાય તેવા શાલે છે. ઇતિ કરાષ્ટકમ્
ર
૭ એકનુ ( ગુરૂનું ) હૃદયાળુપણુ અને ખીજાનું ( મનનું ) દયાળુપણું હાવાથી તે ગુરૂ કરતાં તેમના મનની એક અક્ષરવડે રહિત એવીજ ઉપમા છે. અહા ! માન ( અહંકાર ) ની સત્તાના નાશ થવાથી તે ગુરૂનું માનસ ( મન ) ગુણારૂપી હંસાને વિલાસ કરવા માટે માનસ સરોવરની જેવુ શોભે છે. ગુરૂના હૃદયરૂપી આકાશમાં જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશે છે, તેથી વાદીરૂપી ઘુવડના સમૂહની દૃષ્ટિ અધ થઈ ગઈ છે, અને જગતના ભવ્યજનરૂપી કમળ વિકસ્વર થયાં છે. જ્ઞાનરૂપી નિર્મળ જળના સંયોગથી અંદરના મેલના નાશવડે ગુરૂના ચિત્તરૂપી વજ્રની ઉજ્વળતા અત્યત વૃદ્ધિ પામી છે. ઘટી ન શકે એવા અર્થ ( પદાર્થ ) ને પણ પ્રકાશ કરવાથી ( સમજાવવાથી ) તે ગુરૂનું હૃદય કાઇ પણ વિષયમાં મુંઝાતું નથી. તેથી તે કૈસહૃદય એવા નામે પ્રસિદ્ધ છે, અથવા તેનાથી ( સહૃદય મનુષ્યાથી )
૧ ગુરૂ મોટી તપસ્યાને વિષે રહેલા છે, સૂર્ય મોટા આતપ (તડકા) ને વિષે રહેલા છે. ૨ કુશદ્રુ વડે જેની લક્ષ્મી શાભતી છે એવે બ્રાહ્મણ, કુશળ છે સારી લક્ષ્મી જેની એવા ગુરૂ. ૩ સારા હૃદયવાળા,