________________
(૨૧૬). પણ અધિક છે. પંડિત તેના મનનું સ્વાંત” એવું સાર્થક નામ કહે છે. કારણ કે તેમનું હૃદય નિ:સ્પૃહ હોવાથી તેમણે સ્વાંત (સ્વ-ધનને અંત-નાશ) ને સ્વીકાર કર્યો છે. તે ગુરૂની વાણી, શરીર અને મન એ દરેક અધિક અધિક શુદ્ધ હવાથી તથા શુભ પ્રવૃત્તિવાળા હોવાથી પરસ્પર મિત્રાઈને પામેલા છે. તે ગુરૂનું ચિત્ત ચકરત્નપણાને પામેલું છે, કારણકે તેને બાર પ્રકારના તારૂપી બાર આરાઓ છે, તે નિર્માય (નિષ્કપટ)રૂપ સ્થિતિને ધારણ કરે છે, અને બોધિરૂપી તુંબવડે તે ચુંબન કરાયેલું છે–સહિત છે.
૭ ઈતિ હૃદયા કમ ૮ તે મુનીશ્વર પિતાના ચરણન્યાસવડે જે જે દેશને પવિત્ર કરતા હતા તે તે દેશમાં જાણે બંધાઈ ગઈ હોય તેમ લહમી સ્થિર થતી હતી. ગુણરૂપી સ્ફટિક મણિની પ્રતિમાએ કરીને યુક્ત એવા ગુરૂના શરીરરૂપી ઉંચા ચૈત્યમાં જાણે સુવર્ણમય મૂળ સ્તંભ હોય તેવા તેમના બે ચરણકમળ શોભે છે. પાપનો નાશ કરનાર તેમના પાદશાચના જળનું સેવન સ્વર્ગાદિક શુભ ભૂમિના વિભાગને માટે અને ભાગ્યને પ્રગટ કરવા માટે થતું હતું. મનુષ્ય તેમના ચરણની રજના સમૂહવડે પિતાના મસ્તકને તિલકવાળું કરતા હતા, તેથી જાણે ભાગ્યલક્ષમીના આળેટવાથી ઉડેલી ધૂળવડે તે વ્યાપ્ત થયું હોય તેવું શોભતું હતું. જગતને આનંદ પમાડનાર તેમના ચરણકમળના પ્રક્ષાલનનું જળ પીવાથી મનુષ્યનાં ચિત્ત પવિત્ર થતાં હતાં. કારણકે અમુક વસ્તુને ગુણ બહુ વિશેષ હોય છે. ગુરૂ પિતાના ચરણની રેના પર માણુએ કરીને જે ગામને સીમાડે શોભાવતા હતા, તે ગામના માનુષ્યને વાસ સુખનું કારણ થતું હતું, કારણ કે તે વાસ લક્ષમીને વિસ્તાર કરનાર અને ભયને ત્રાસ પમાડનાર થતા હતા.
૧ વસવું રહેવું તે.