________________
(૧૭૦ )
ગૃહસ્થોએ પણ યતનામાં યથાશક્તિ ઉદ્યમ કરવું જોઈએ. કારણકે તેનાથી અનુપમ ધર્મ પ્રગટ થાય છે. કુવા કે નદી વિગે રેમાંથી પાણી ભરવું તે ગળણવડે ગળીને જ ભરવું કે જેથી કદાચ માર્ગમાં ઘડે પડીને ફુટી જાય તે પણ જીવહિંસા ન થાય. ઘરમાં જે જળ રાખવું હોય તે ગળીને રાખવું. પહેલાનું જે જળ હોય તે યત્નથી કાઢી નાંખવું અને પાણીના માટલા વિગેરેમાં નવું જળ નાંખવું. શીત કાળમાં જળને હંમેશાં બે વાર ગળવું, અને ઉષ્ણ ઋતુમાં ત્રણ કે ચાર વાર ગળવું, કારણ કે ઉષ્ણ તુમાં વધારે ત્રસકાય છની ઉત્પત્તિ સંભવે છે. શ્રાવકે સચિત્ત ધાન્ય ગ્રહણ કરવાં નહીં, કદાચ ગ્રહણ કરવા પડે તે પણ જીવરક્ષા કરવાની ઈચ્છાએ તેને કદાપિ રાંધવાં તે નહીં જ. મધુક (મહુડા) નાં પુષ્પ, કેરડાનાં પુષ્પ, પીલુ અને જુવારના પિકને અવશ્ય વર્જવા, કારણ કે તેમાં ઘણાં ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે. સાંબેહું અને ખારણીઓ સારી રીતે જોઈને તેમાં શુદ્ધ કરેલા ધાન્યને ખાંડવું. સાંબેલાવડે ઘણા જીવની વિરાધના થાય છે, તેથી તે વસ્તુ કેઈને માગી આપવી નહીં. ઘટીને પણ સારી રીતે જોઈને તથા પુંજીને જ વાપરવી એટલે કે દળવાનું કામ કરવું. દળી રહ્યા પછી પાપને પૃથ (જુદું) કરવાના હેતુથી તેના બન્ને પડ જુદા જુદા કરીને રાખવા. બાળવાનાં લાકડાંને ફાડીને તેના બબે ફાડીઆ કરવા, અને છાણના કકડા કરવા, પછી તેને દષ્ટિવડે જઈ તથા પુજીને વાપરવા. ચુલાને પણ જોઈ પુંજીને પછી તેમાં અગ્નિ નાંખે. તેમાં પણ પ્રથમ પાડશીના ઘરમાં અગ્નિ સળગાવ્યા પછી પિતાના ઘરમાં અગ્નિ સળગાવે કે જેથી કોઈને આપ ન પડે. કચરે વાળવાની સાવરણી પણ કમળ ઘાસની કરવી કે જેથી જીવની:વિરાધના ન થાય. આ પ્રમાણે પુણ્યકાર્ય કરવાની ઈચ્છાથી ગૃહસ્થોએ પણ સર્વત્ર યતના કરવી. યતના વિના આત્માની શુદ્ધિ થઈ શક્તી જ નથી. કહ્યું છે કે- “ખારણીએ, ઘટી,