________________
(૧૬૯ ) પામતા નથી. તેથી મુનિરાજે નિરંતર યતનાપૂર્વક વર્તવું. યતના રૂપી અંગને ભંગ થવા દે નહીં.” ગીતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે–“હે ભગવન્ ! મુનિએ શી રીતે ચાલવું? શી રીતે ઉભા રહેવું? શી રીતે બેસવું? શી રીતે સુવું શી રીતે આહાર કરે? અને શી રીતે બેલિવું ? કે જેથી પાપકર્મ ન બંધાય. ” તેના જવાબમાં ભગવાને કહ્યું કે--“ચતનાએ ચાલવું, યતનાએ ઉભા રહેવું, યતનાએ બેસવું, યતનાથી સુવું, યતનાથી આહાર કરવો અને યતનાથી બાલવું. આ રીતે કરવાથી પાપકર્મને બંધ થતું નથી.”
જે માર્ગે ઘણા માણસે ચાલેલા હોય અને ચાલતા હોય, તથા જે માર્ગ સૂર્યના કિરણો વડે પ્રકાશિત હોય, તેવા માર્ગે જીવની રક્ષાને માટે યતનાપૂર્વક ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે. ૧. સર્વ પ્રરૂપેલા તત્ત્વને જાણનાર મુનિએ કાર્ય હોય ત્યારે જ જરૂર જેટલું નિરવઘ (પાપ રહિત) વચન બોલવું અને કારણ વિના બોલવું નહીં, તે ભાષાસમિતિ કહેવાય છે. ૨. જિનશાસનવડે શોભતા મુનિએ સુડતાળીશ દોષ રહિત આહારનું ભજન કરવું તે એષણાસમિતિ કહેવાય છે. ૩. ચક્ષુવડે જોઈ, પ્રાર્થના કરી વસ્તુનું ગ્રહણ કરવું અને મૂકવું તે આદાનનિક્ષેપસમિતિ કહેવાય છે. ૪. મળ, મૂત્રલેષ્મ વિગેરેનો જીવ રહિત શુદ્ધ પ્રદેશમાં ત્યાગ કરે તે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. ૫. ઘણા પ્રકારના તર્ક વિતર્ક રહિત, સમતા ભાવથી ભાવિત અને શુભ ધ્યાન યુક્ત જે મન તે મને ગુપ્તિ કહેવાય છે. ૬. મનનું અવલંબન કરવું અથવા વચનને સંવર કરે તે સાવઘ (પાપ) વ્યાપારને નિષેધ કરનારી વચગુપ્તિ કહેવાય છે. ૭. કાત્સર્ગ કરનાર સાધુ પિતાના શરીરને જે સ્થિર રાખે તે કાયગુપ્તિ કહેવાય છે, એમ શ્રી જગદીશ્વરાએ કહ્યું છે. ૮. આ જિનશાસનની આઠ માતાઓનું સાધુઓએ તથા સામાયિક પધમાં રહેલા શ્રાવકેએ નિરંતર પાલન કરવાનું છે.