________________
(116)
શ્રેષ્ઠીદેવે તે ત્રણેના દેશાને વિષે થતા અનેક પ્રકારના વ્યાધિઆ, દુષ્કાળ અને દારિદ્રય વિગેરે ઉપદ્રવાના નાશ કર્યો હતા. અનુક્રમે ચિરકાળ સુધી રાજ્ય ભાગવીને પ્રાંતે તેના ત્યાગ કરી તે ત્રણે રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી અને શુભધ્યાન વડે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. પછી દેશનામાં પેાતાનાજ આરાયેલા પર્વના મહિમાના ઉપદેશ કરી પૃથ્વી પર અનેક લોકોને તેમણે પ્રતિખાધ પમાડશે. તે ત્રણે કેવળીઓ પૃથ્વીપર જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં તે શ્રેષ્ઠીદેવ તેમની પ્રતિષ્ઠા અને માહાત્મ્યને પ્રગટ કરતા હતા. છેવટે તે ત્રણે કેવળીએ સસારના નાશ કરનાર છેલ્લા ( ચૈાદમા ) ગુણસ્થાનના સ્પર્શ કરી અનંત સુખના સાંગર સમાન મેાક્ષને પામ્યા. શ્રેષ્ઠીદેવ પશુ અચ્યુત દેવલાકથી ચવીને મોટા રાજા થઈ ધર્મ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી તથા દીક્ષા ગ્રહણ કરી મેાક્ષને પામ્યા.
આ પ્રમાણે શ્રેષ્ઠીઓને વિષે મુગટ સમાન ધનસાર નામના શ્રેણીના પૂર્વ ભવના સર્વ સમૃદ્ધિને કરનાર પ્રભાવ સાંભળી હું ભવ્યજના ! સર્વ પર્વની આરાધના કરવામાં તમે ઉદ્યમવ ત થાઓ.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રંસગણિએ રચેલી શ્રી ઉપદેશ પવલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં પર્વ પાળવાના ફળ ઉપર ધનસાર શ્રેષ્ઠીના વર્ણન રૂપ દશમા પલ્લવ સમાપ્ત થયા.