________________
(૨૦)
પહલવ, ૧૧ મો. ચંદ્રપ્રભા જેવી ઉજ્વળ જેમની વાણ શ્રેષ્ઠ પાંત્રીશ ગુણ રૂપી તિની શ્રેણિએ કરીને અત્યંત શેભે છે, તે શ્રીશેયાંસ જિનેશ્વર અમારી લક્ષ્મીને માટે થાઓ.
પર્વની આરાધના કહ્યા પછી હવે અગ્યારમું દાન નામનું દ્વાર કહે છે.
તાણે - સુપાત્રને દાન દેવાથી ઉત્તમ શ્રાવકે વર્ગ અને મેક્ષના સુખને પ્રાપ્ત કરે છે, કહ્યું છે કે “દાન પ્રાણુઓને મિત્રાઈ માટે, વૈરના નાશને માટે, યશતા પિષણ માટે અને સમગ્ર દેશના નાશને - માટે થાય છે. વળી કહ્યું છે કે–“દાન દેવાથી કીતિ ફેલાય છે, દાન દેવાથી નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે, અને દાન દેવાથી વૈરીનું હૃદય પણ પોતાને વશ થઈ જાય છે. ” સમવ સરણમાં ચાર મુખવાળા દેખાતા તીર્થકર ચાર પ્રકારના ધર્મને ઉપદેશ દેતી વખતે સર્વ ગુણે વડે અધિક હોવાથી દાનધર્મનું જ પ્રથમ વર્ણન કરે છે, અને હંમેશાં દયાના સ્થાન રૂપ જિનેશ્વર ત્રત ગ્રહણ કરવાને સમયે સંવત્સરી દાન આપી લોકોના ઉપર અનુગ્રહ કરે છે. કહ્યું છે કે-“તીર્થકર હંમેશાં સૂર્યોદયથી આરંભીને મધ્યાન્હ સુધીમાં એક કરોડ ને આઠ લાખ સુવર્ણનું દાન આપે છે. જે વખતે જિનેશ્વર દાન આપે છે તે વખતે તેમના હાથમાં રહેલા સુવર્ણને જાણે ગ્રહણ કરવા ઈચ્છતા હોય એમ તેજસ્વી સૂર્ય પણ હજાર કિરણવાળે થાય છે. જિનશ્વર એક વર્ષમાં કુલ ત્રણ અબજ અઠ્ઠાથી કરેડ અને એંશી લાખ સુવર્ણનું દાન આપે છે. ” ૧ નાની