________________
(૧૨)
રષદેવ સ્વામીથી રત્નસુવર્ણ, હસ્તિ, અશ્વ વિગેરેનું દાન પ્રત્યુ, અને શ્રેયાંસકુમારથી અન્નદાનની શરૂઆત થઈ. માટે તે બન્નેને નમસ્કાર થાઓ. દયાવંત જનેએ સુપાત્રને તથા દીનાદિકને દાન દેવું યુક્ત છે. કારણ કે વિશેષ પ્રકારના (ઉચ્ચ કોટીના) પાત્રને દાન આપવાથી તે ઘણા ફળને આપનારૂં થાય છે. પા શબ્દનો અર્થ પાપ થાય છે અને ત્ર શબ્દનો અર્થ રક્ષણ થાય છે. એ બે શબ્દ ભેળા કરવાથી પાત્ર શબ્દ બનેલું છે એટલે તે પાપથી રક્ષણ કરે છે એમ પંડિત કહે છે. તેમાં સર્વોત્તમ ગુણેના આધાર રૂ૫ સાધુઓ પ્રથમ પ્રકારના (ઉચ્ચ) પાત્ર છે, શ્રાવકે (બાર વ્રતધારી) બીજું પાત્ર છે, અને અવિરત સમ્યગદ્રષ્ટિ જી ત્રીજું પાત્ર છે. પાણીથી સિંચન કરેલા વૃક્ષની જેમ પાત્રમાં આપેલું દાન અવશ્ય ફળવાળું થાય છે, એને ભસ્મના ઢગલામાં હેમ્યાની જેમં કુપાત્રમાં નાંખેલું દાન નિષ્ફળ થાય છે. અહે! દાનનું ફળ કેટલું વિશાળ છે ! કે જેથી ચોવીશે જિનેશ્વરેને પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસ ૧, બ્રહ્મદર ૨, સુરેંદ્રદત્ત ૩, ઈન્દ્રદત્ત ૪, પ ૫, સોમદેવ ૬, મહેન્દ્ર ૭, સેમદત્ત ૮, પુષ્પ ૯, પુનર્વસુ ૧૦, નંદ ૧૧, સુનંદ ૧૨, જય ૧૩, વિજય ૧૪, ધર્મસિંહ ૧૫, સુમિત્ર ૧૬, વ્યાધ્રસિંહ ૧૭, રાજિત ૧૮, વિશ્વસેન ૧૯, બ્રહદને ર૦, દિન્ન ર૧, વરદિલ રર, ધન્નક ૨૩, અને બહુલ ૨૪. આ ધન્ય આત્માવાળા પુરૂષે સંસારને પાર પામી ગયા છે. આ સર્વે પ્રભુને પારણું કરાવનારના મંદિરમાં દેવતાઓંએ ઉત્કર્ષથી સાડાબાર કડની અને જઘન્યથી સાડાબાર લાખ સુવર્ણની વૃષ્ટિ કરી હતી. દાનના પ્રભાવથી કેટલા એક મનુ તેજ ભવમાં મેક્ષે ગયા છે, અને કેટલાએક ત્રીજા ભવને વિષે મોક્ષે ગયા છે.
લેકમાં દાનના દશ પ્રકાર આ પ્રમાણે કહ્યા છે.–દયાદાન ૧, સંગતદાન ૨, રાજદાન ૩, કારણદાન ૪, લજાદાન ૫, યશદાન ૬, ધર્મદાન ૭, અધમેદાન ૮, પ્રત્યેષણ દાન ૯ અને કુતદાન ૧૦.
*