________________
થવાથી દુખાર્ત થયેલી કન્યાએ શહેરની બહાર વનમાં જઈ ગળામાં ફસો નાખે. તે જ વખતે પ્રભાવિક મુદ્રિકાના પ્રભાવથી પાંડુ રાજા ત્યાં (વનમાં આવ્યું હતું. એટલે તેણે તેને કંઠપાશ છેદી નાંખે અને ગાંધર્વવિધિથી તેની સાથે તે પર તે દિવસે કુતિ અનુસ્નાતા થયેલી હોવાથી તેણીએ ગર્ભ ધારણ કર્યો. પાંડુ રાજા તે વીંટીના પ્રભાવથી પાછા હસ્તિનાપુર આવ્યા. અહીં સમય પૂર્ણ થયે કુંતીએ ગુપ્તપણે પુત્ર પ્રસ. તેનું નામ કર્ણ પાડ્યું. અંધકવૃષ્ણિએ પોતાની પુત્રીની બધી હકીક્ત તથા તેના મનને અભિપ્રાય જાણ તીક્ષણ (ઉગ્ર) રણસંગ્રામરૂપી સમુદ્રના સેતુ (પાળ) રૂપ પાંડુ રાજાને તે પુત્રી પરણાવી.
ત્યારપછી સૂર્યની જેમ ઉગ્ર તેજવાળા પાંડુરાજા મદ્રક નામના રાજાની પુત્રી માટીને પરણ્યા. તે પણ સર્વ કળાઓમાં નિપુણ હતી. તે બન્ને પ્રિયાએ કરીને પતિ અને પ્રીતિએ કરીને કામદેવની જેમ પાંડુરાજા શોભતા હતા. એકદા કુંતીએ સ્વમમાં મેરૂ, ક્ષીરસમુદ્ર, સૂર્ય, ચંદ્ર અને લક્ષ્મીને જોઈ ગર્ભ ધારણ કર્યો. ગર્ભ વૃદ્ધિ પામતાં તેને ધર્મ સંબંધી દેહદ થયા, તે પાંડુરાજાએ પૂર્ણ કર્યા. પછી સમય પૂર્ણ થયે શુભ દિવસે શુભ મુહૂર્તતેણે પુત્રને જન્મ આપ્યો. તે વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, તથા આકાશવાણ થઈ કે “ આ ધર્મપુત્ર થયે છે.” તેનું નામ તેના પિતાએ યુધિષ્ઠિર પાડ્યું. ફરીથી કુંતીએ સ્વપ્નમાં પવને આરેપણ કરેલો ફળેલે કલ્પવૃક્ષ જોઈ ગર્ભ ધારણ કર્યો. સમય પૂર્ણ થયે પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રસવ તેમ તેણે પુત્ર પ્રસ.તે વખતે પણ આકાશવાણ થઈ કે “આ વા જેવી કાયાવાળો અને પવિત્ર બુદ્ધિવાળો વાયુપુત્ર થયું છે.” પાંડુરાજાએ તેનું નામ ભીમસેન પાડ્યું. પછી ત્રીજી વાર રવપ્નમાં હસ્તીપર ચડેલા ઇંદ્રને જોઈ કુંતીએ ગર્ભ ધારણ કર્યો. સમયે પુત્ર પ્રસ.