________________
(૮૯ )
ગણાતી હતી. આ કારણને લીધે તેને નહીં બોલાવવાથી ગંગાના પુત્ર કે જે માલ્યપણાથી જ બ્રહ્મચારી હાવાથી સર્વને ભયંકર હાવાને લીધે ભીષ્મ નામે પ્રસિદ્ધ હતા, તે કાશીના રાજા ઉપર અત્યંત કાપ પામ્યા. તેથી તે મહાબળવાને ત્યાં આવી ત્રણે કન્યાઓનુ હરણ કર્યું. તે વખતે તેની સાથે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાએ યુદ્ધ કરવા લાગ્યા, પર ંતુ તે સર્વેને પથ્થર ફેંકીને જેમ કાગડાઆને ત્રાસ પમાડે તેમ તેણે અમેઘ શસ્રાના સમહુવડે રાસ પમાડચા.
પછી તે ત્રણે કન્યાઓને હસ્તીનાપુર લાવીને પેાતાના ભાઇ વિચિત્રવીર્ય સાથે તેણે પરણાવી. ‘ દુષ્કર કાર્ય પણ વીશને કેમ સુકર ન થાય ? ' અનુક્રમે તે ત્રણ સ્ત્રીઓને ત્રણ પુત્રા થયા. અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયા, અબાલિકાને પાંડુ નામે પુત્ર થયા અને અખાને વિદુર નામના પુત્ર થયા. તેમાં ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા, પાંડુ મળવાન હતા અને વિદુર યુદ્ધમાં નિપુણ હતા. તે ત્રણે રાજપુત્રા વૃદ્ધિ પામી યુવાન થયા. તેટલામાં વિચિત્રવીર્ય રાજા દેવના અતિથિ થયા–મરણ પામ્યા, ત્યારે મંત્રીઓએ પાંડુને સારાં લક્ષણવાળા જોઇને રાજ્ય ઉપર સ્થાપન કર્યેા. પાંડુરૂપી સૂર્ય સંગ્રામ ( યુદ્ધ ) રૂપી ઉયાચળ પર્વતની પૃથ્વીપર ઉદય પામવાથી અંધકાર રૂપી શત્રુએ ચેતરફ નાશી જવા લાગ્યા.
એકદા શ્રીમાન અંધકવૃષ્ણીની પુત્રી અને દશાની વ્હેન કુંતીને ચિત્રપટમાં આળેખેલી જોઈ પાંડુ રાજા તેના રૂપમાં તલ્લીન—માહિત થયા. તે કન્યાએ પણ પાંડુના ગુણા, સાંભળવાથી અભિગ્રહ કર્યો કે—“ હું પાંડુ રાજા વિના બીજા કાઇને નહીં વ.” પરંતુ પાંડુ રાજાના પતિ તરીકે લાભ નહીં ૧ નિષ્ફળ ન જાય તેવા.