________________
પક ) કરી રહેલ છે તે ઉપર સ્તુતિ કરાયેલા તીર્થ કરે ભવ્ય પ્રાણીઓને અક્ષયમોક્ષ લક્ષ્મી આપે.
ઈતિ ચતુર્વિશતિ જિન સ્તવ
સર્વ તીર્થંકર તીર્થંકરના ભવની પહેલાના ત્રીજા ભવમાં વીશ સ્થાનક નામના તપે કરીને જિન નામક ઉપાર્જન કરે છે. તે વિશ સ્થાનકે આ પ્રમાણે છે.-અરિહંત ૧, સિધ્ધ ૨, પ્રવચન ૩, ગુરૂ (આચાર્ય) ૪, સ્થવિર ૫, બહુશ્રુત ૬ અને તપસ્વી (મુનિ ) એ સાતની ભકિત કરવી. પૂર્વે ભણેલા કૃતને ઉપયોગ દેવો ૮, દર્શન એટલે સમકિત નિર્મળ કરવું ૯, ગુર્નાદિકને વિનય કરવો ૧૦, સાંજ સવાર સમય પ્રમાણે બે વાર પ્રતિક્રમણ કરવું ૧૧, શીળ પાળવું ૧૨, સામાયિક કરવું ૧૩, ઉપવાસાદિક તપ કરવો ૧૪, સુપાત્રે દાન દેવું ૧૫, ગુર્નાદિકની વૈયાવચ્ચ કરવી ૧૬, પર્વ તિથિએ પૈષધ કરવો ૧૭, હમેશાં નવું નવું જ્ઞાન ઊપાર્જન કરવું ૧૮, તથા શ્રત ૧૯ અને સંઘની ૨૦ ભક્તિ કરવી. પહેલા અને છેલા તીર્થકરેએ આ વિશે સ્થાનકે આરાધ્યાં હતાં, અને બીજા બાવીશ તીર્થ. કરોમાંથી કેઈએ એક, કેઈએ બે, અને કેઈએ ત્રણ ઇત્યાદિ સ્થાનકો આરાધ્યાં હતાં. સર્વે તીર્થંકરે પ્રાંત અનંત અતિશયેની લક્ષ્મીનું સ્થાન થયા, તે આ વીશ સ્થાનક તપ જ મહિમા છે. કેઈ પણ પાણીએ ભાવથી અરિહંતને એકજ વાર નમસ્કાર કર્યો હોય તો તે સર્વ પાપને ક્ષય કરે છે. તે વિષે કહ્યું છે કે “ જિનવરોને વિષે શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને જે (ભાવથી) એક જ નમસ્કાર કર્યો હોય તે તે પુરૂષ અથવા સ્ત્રીને સંસારસાગરથી તારે છે. ” આ જિનશાસનના સ્વામી તીર્થકરે નિરંતર આરાધવા લાયક છે.
તેના ભાવ, નામ, આકૃતિ (સ્થાપના) અને દ્રવ્ય એમ ચાર પ્રકાર છે-જિનેશ્વરના આ ચાર નિક્ષેપ છે. તેમાં (સમવસરણને માથે)