________________
( ૧૨ )
રૂપી મેરૂ પર્વતને વિષે કલ્પવૃક્ષ સમાન શ્રીમુનિસુવ્રત સ્વામીની હું સ્તુતિ કરું છું. ર૦
જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામના વિજ્યની પૃથ્વીના ભૂષણ રૂપ જે સિધાર્થ નામના રાજાએ સમકિત સહિત ચારિત્રને ગ્રહણ કરી દશમા દેવલેકને આકાય કર્યો હતો, તે વિજય નામના રાજાના વંશ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી નમિનાથ સ્વામીને હે જ ! તમે આનંદ સહિત નમસ્કાર કરે ૨૧.
જે દંપતિના આઠ ભ અખંડ પ્રીતિવાળા થયા, જેમના પુણ્યના અંકુરાએ જગતમાં પ્રસિધધ છે, જેને તજીને નવમા ભાવમાં સતી રાજિમતીએ બીજા પતિની ઇરછા કરો નહીં અને જે બનેને નવમો ભવ મેક્ષદાયક થયા, તે શ્રી નેમિનાથને નમસ્કાર છે. ર૨.
પૂર્વે પુરાયમાન મણિરત્નની ખાણમાંથી માણિક્યના ઉપાર્જ કની જેમ જેમણે સમકિત રત્ન ઉપાર્જન કર્યું હતું, દશ ભાવોમાં કરેલા દશ અવતારથી જે વિષગુના સહોદર હતા. જેમને કે પાગ્નિની શાંતિ કરવા માટે હોય એમ અગાધ જળની વૃષ્ટિ કરતા કમઠે જેમને પ્રોત નમસ્કાર કર્યા હતા, તથા જેમની ઉપર છત્રને આકારે પોતાની કલા રાખીને ધરણે કે કમઠને નિવાર્યો હતો, તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તે ૨૩.
પૂર્વે કાષ્ઠને છેદવા માટે વનમાં ગયેલા જેણે મુનિને અન્નદાન આપી મિથ્યાત્વને છેદ કર્યો, તથાજેણે ગુરૂને માર્ગમાં સ્થાપન કરી માર્ગ બતાવી પિતાનું નયસાર નામ જગતમાં પ્રસિદ્ધ કર્યું, તે ઉજવળ ગુણવાળા શ્રી મહાવીર સ્વામી ત્રણ જગતના લોકોને આનંદ આપે. ૨૪
પહેલા આદીશ્વરપ્રભુના સમ્યકત્વ પામ્યા પછી તેર ભવ થયા, શાંતિનાથના બાર, નેમિનાથના નવ, પાર્શ્વનાથના દશ, મહાવીર સ્વામીના સત્તાવીશ અને બાકીના તીર્થ કરેને ત્રણ ત્રણ ભવ થયા. સમકિત રૂપી જળથી ભરેલા જેમના માનસમાં ધમ રૂપી કી