________________
( ૧૪ ) સિંહાસન ઉપર બેઠેલા, તીર્થંકર નામકર્મને ભેગવતા અને ભવ્ય પ્રાણીઓએ વંદાતા તીર્થકર ભાવજિન કહેવાય છે ૧. ચતુવિ શતિ
સ્તવને વિષે ઋષભદેવ, અજિતનાથ વિગેરે જિનેશ્વરનાં જે નામે કહેવામાં આવે છે તે નામજિન કહેવાય છે, તે પણ નમવા ગ્ય છે. ૨. ચામાં રહેલી (સ્થાપેલી) શાશ્વત અને અશાશ્વત જિનપતિમાઓ સ્થાપનાજિન કહેવાય છે, તેઓને નમસ્કાર કરવાથી અથવા નહીં કરવાથી પણ તેઓ નિરંતર સુખને આપનારી છે. ૩. શુભ બાવને ધારણ કરનાર જેઓ આ ભવમાં અથવા બીજા ભવમાં સ્ત્રી વિગેરેનો (સંસારનો ત્યાગ કરી, ત્રત ગ્રહણ કરી, અરિહંતની લક્ષ્મી પ્રાપ્ત કરશે તે વ્યજિત કહેવાય છે, તેઓ પણ સ્તુતિ કરવા કે છે. ૪. આ વિષે શ્રીમાન દેવેદ્રસૂરિએ ત્યવંદન ભાગ્યમાં કહ્યું છે કે - જિનેશ્વરનું જે નામ તે નામજિન કહેવાય છે ૧, જિનેશ્વરની જે પ્રતિમા તે સ્થાપનાજિન કહેવાય છે ૨, જિનેશ્વરને જે જીવ તે દ્રવ્ય જિન કહેવાય છે કે, અને સમવસરણમાં સાક્ષાત વિરાજમાન જે તીથંકર તે ભાવજિન કહેવાય છે. ૪.
સાધુઓને હંમેશાં એક રાત્રિ દિવસમાં થઈને સાત વાર ચૈત્યવંદના કરવાની છે તે આ પ્રમાણે પ્રાત:કાળના પ્રતિક્રમણ વખતે (વિશાળ લોચનનું) ૧, ચૈત્યમાં જિનપ્રતિમાને વાંદતી વખતે ૨, આહારના પ્રારંભમાં (પચ્ચખાણ પારતાં ) ૩, આહાર કરી રહ્યા પછી (પચ્ચખાણ કરતાં ) ૪ સાંજના પ્રતિક્રમણમાં ૫, સુવાને સમયે (સંથારા પરિસી ભણાવતાં) ૬ તથા સવારે ઉઠતી વખતે ( જમચિંતામણિનું) ૭. શ્રાવકોને પણ સાત ચૈત્યવંદના કરવાની છે. તે આ પ્રમાણે–અને પ્રતિક્રમણમાં બે ૨, ત્રિકાળ પૂજામાં ત્રણ ૫, તથા સુતી વખતે ૬ અને ઉઠતી વખતે ૭. શ્રાવક બેટક પ્રતિ૧ અહીં નમસ્કાર ન કરવાથી પણ કહ્યું છે તેનો તાત્પર્ય એ છે કે તમે નમસ્કાર કરે ત્યા ન કરે પણ તે તો સુખ આપનારી સિદ્ધજ છે.