________________
(૧૩૪)
પલવ ૧૩ મે, શ્રી કૃતવર્મ રાજાના કુળ રૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન શ્રી વિમલ સ્વામીને નમસ્કાર કરવાથી ભવ્ય પ્રાણ નિર્મળ આત્માવાળા થાય છે. શીળનું દ્વાર કહ્યા પછી હવે તારૂપી તેરમું દ્વાર કહે છે–
तवो अ તપ તે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે જાણ. તે ભવ્ય જીવેએ વિધિ પ્રમાણે કરે. સર્વ સિદ્ધિઓ તપવડે જ પ્રાપ્ત થાય છે, કર્મને ક્ષય તપ વડેજ થાય છે, અને કષ્ટસાધ્ય કાર્યો પણ ક્ષણવારમાં તપથીજ સિદ્ધ થાય છે. ચકવર્તી અઠ્ઠમ તપ કરીને દેવ સહિત પ્રભાસાદિક તીર્થોને સાધે છે, તે સર્વ તપનું જ બળ છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારને જાણ. તે દરેકના છ છ ભેદે તત્ત્વજ્ઞાનીઓએ કહેલા છે– અનશન ૧, ઉનેદરી ૨, વૃત્તિને સંક્ષેપ ૩, રસને ત્યાગ ૪, કાયાને કલેશ ૫ અને સંલીનતા ૬ આ જ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત ૧, વૈયાવૃત્ય ૨, સ્વાધ્યાય ૩, વિનય ૪, કોત્સર્ગ ૫ અને શુભ ધ્યાન ૬ એ છ પ્રકારે અત્યંતર તપ છે. તે વિષે સિદ્ધાંતમાં પણ આ પ્રમાણે કહ્યું છે – “મુનિઓને જે સંભિત વિગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે તપથી જ થાય છે, તેથી કરીને હર્ષથી તપ કર. કહ્યું છે કે-“નિરંતર છઠ્ઠ તપ કરતા અક્ષીણ મહાનસ નામની લબ્ધિને પામેલા પહેલા ગણધર શ્રી મૈતમ સ્વામી જયવંત વત. તપના વિશેષ માહાસ્ય ઉપર નંદનમુનિનું દષ્ટાંત છે. તેણે આરાધના રૂપ તપ કર્યો હતે. તેદષ્ટાંત શાસ્ત્રને આધારે અહીં લખીએ છીએ.