________________
(૧૩૫).
નંદનમુનિની કથા શ્રી મહાવીર નિંદ્રને હું વંદન કરું છું કે જેમણે નંદનમુનિના ભવમાં ચારિત્ર ગ્રહણ કરી સર્વ અતિચારેની શુદ્ધિ કરી આરાધના કરી હતી, તે આરાધનાને હું કહું છું–આ ભરત ક્ષેત્રમાં છવા નામની નગરી છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. સ્વર્ગથી ચવેલો કેઈજીવ ભદ્રા નામની તેની રાણીની કુક્ષિરૂપી સરોવરમાં હંસ સમાન પુત્રપણે • ઉત્પન્ન થયેલ હતું. તેનું નામ નંદન પાડ્યું હતું. તેને રાજ્ય ઉપર
સ્થાપન કરીને વિરક્ત ચિત્તવાળા જિતશત્રુ રાજાએ પાપરૂપી રેગને નાશ કરવામાં રસાયણરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. પછી મુખની લક્ષ્મીએ કરીને ચંદ્રને પરાભવ કરનાર અને ચંદનની જેવા શીતળ વચનને બેલનાર નંદન રાજા પ્રજાનું પાલન કરવા લાગ્યું. ચોવીશ લાખ વર્ષ રાજ્ય કર્યા પછી સંયમની ઈચ્છા થવાથી તેણે પશ્કિલ નામના સૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે નંદન રાજર્ષિ સમગ્ર સદ્ગણેનું નિવાસસ્થાન હતા, નિરતર માસ માસના ઉપવાસ કરતા હતા અને ગુરૂની સાથે ગામ, આકર અને નગર વિગેરે સ્થાનમાં વિહાર કરતા હતા. તે બે પ્રકારના અશુભ ધ્યાન અને બે પ્રકારના બંધથી રહિત હતા, ત્રણ દંડ, ત્રણ શલ્ય અને ત્રણ પગરવને તેણે ત્યાગ કર્યો હતે, ચાર કષાય, ચાર વિકથા અને ચાર ૬ સંજ્ઞાથી તે રહિત હતા, ચાર પ્રકારના ઉપસર્ગોને સહન કરતા હતા, ચાર પ્રકારના ધર્મમાં અત્યંત દઢ હતા, પાંચ મહાવ્રત વડે યુક્ત હતા, પાંચ પ્રકારને ” આચાર પાળવામાં સમર્થ હતા, પાંચ પ્રકારને સ્વા
૧ આર્ત તથા રોદ્ર ૨ મિયાત્વ ને અવિરતિ. ૩ મન, વચન અને કાયાના દંડ ૪ માયા રાય, નિયા શલ્ય, મિથ્યાત્વશલ્ય. ૫ સાતા, રસ અને ઋદ્ધિ ગારવ. ૬ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ, છ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. ૮ વાંચના, પૃરછના, પરાવતના, અનુપ્રેક્ષા, ધર્મકથા