________________
(૧૩૬) ધ્યાય કરવામાં આસક્ત હતા, પાંચ ઇંદ્ધિને દમન કરવામાં સવવાળા હતા, પાંચ સમિતિવડે યુક્ત હતા. છ જવનિકાયનું પાલન કરવામાં નિપુણ હતા, સાત ભયના સ્થાનેથી રહિત હતા, આઠ મદના સ્થાને દળી નાખનાર હતા, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તથી ગુપ્ત હતા, ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના યતિધર્મમાં સમ્યક્ પ્રકારે આસકત હતા, અગ્યાર અંગને ધારણ કરનાર હતા, બાર પ્રકારના ઉગ્ર તપને કરતા હતા, સાધુની બાર પ્રતિમાને ધારણ કરતા હતા, તથા બાવીશ પરીસહ રૂપી ઉગ્ર સૈન્યને જીતવામાં મહા દ્ધા સમાન હતા. તે નિ:સ્પૃહી નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી મા ખમણરૂપ ઉગ્ર તપ કર્યો.
(અહીં તેમણે કેટલા માસમણ કર્યું તે સંબંધી ગાથા છે તેને અર્થ યથાર્થ સમજાણે ન હોવાથી લખે નથી.)
અરિહંતની ભક્તિ વિગેરે વિશ સ્થાનકેની આરાધના કરી અને મહા તપવડે શરીરનું શેષણ કરી તે મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મૂળથી જ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરી તે મુનિએ આયુષ્યને છેડે આ પ્રમાણે આરાધના કરી.-શ્રીજિનેશ્વરે કાળ, વિનય વિગેરે જે જ્ઞાનાચાર કહે છે, તેમાં મને કાંઈ પણ અતિચાર દેષ લાગે છે તેને હું ત્રિવિધે (મન, વચન અને કાયા વડે) નિંદું છું. સમક્તિના (દર્શનાચારના) નિ:શંક્તિ વિગેરે જે આઠ આચારે કહેલા છે, તેમાં મને જે અતિચાર લાગે છે તેને હું વિવિધે નિંદુ છું. લેભથી કે મોહથી સૂક્ષ્મ કે બાદર છવાની જે મેં હિંસા કરી હોય તે પાપની હું ત્રણ પ્રકારે ગહ (નિંદા કરું છું. કેધથી, લેભથી, હાસ્યથી કે ભયથી જે કાંઈ મેં મિયા ભાષણ કર્યું હોય તે પાઅને હું સરાવું (તાજું) છું. થોડું અથવા ઘણું બીજાનું અદત્ત દ્રવ્ય મેં રાગથી કે દ્વેષથી ગ્રહણ કર્યું હોય તે પાપને હું ત્રિવિધે મિથ્યા કરું છું. પૂર્વે તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી મૈથુનને