________________
( ૧૩૭ )
મન, વચન કે કાયાએ કરીને સેજુ હાય તેના હું ત્રિવિધ ત્યાગ કરૂં છું, મેં લેાભથી ધન, ધાન્ય અને ક્ષેત્ર વિગેરેના જે પરિગ્રહ ગ્રહણ કર્યો હેાય, તે સર્વને સ ંવેગ પામેલે હું ત્રિવિધ વાસિરાવુ છું. શ્રી, મિત્ર, અંવર્ગ, ધન, ઘર અથવા બીજા કાઈને વિષે પણ મેં જે કાંઇ મમતા કરી હોય તે સર્વને હું સર્વદા તનુ છુ. મે... રસના ઇંદ્રિયને વશ થઇને માહથી રાત્રિ સમયે જે કાંઇ ચાર પ્રકારના આહાર કર્યો હોય તેને હું ત્રિવિષે નિંદું છું. ક્રોધ, ગર્વ (માન), માયા, લેાભ, રાગ, દ્વેષ, કલિ (કલહ), પેશન્ય, (ચાડી), પરાપવાદ, અભ્યાખ્યાન (કલક) કે ખીન્તુ જે કાંઇ ચારિત્રાચાર (પાપસ્થાન સેવન) સંબંધી દુષ્ટ આચરણુ આચર્યું હેાય તે સર્વની હું ગર્હા કરૂં છું. બાર પ્રકારના તપને વિષે મેં જે કાંઇ અતિચાર લગાડચા હાય તે સર્વની હું આલેાચના કરૂ છું. ધર્મક્રિયાને વિષે મેં કાંઇ પણ આત્મવીર્ય ગેાપવ્યું હાય. તે વીર્યાચારના અતિચારને હું ત્રણ પ્રકારે પડિક્કમ છું--તજી છું. મે જે કાઇ પ્રાણીને હણ્યા હાય, જેનુ કાંઇ પણ મેં હરી લીધુ હાય, તથા કાઈના કાંઈ પણ અપકાર કર્યો હેાય તે સર્વ પ્રાણી મને ક્ષમા આપો. ત્રણ જગતમાં જે કોઇ મારા સ્વજન કે અન્યજન હાય, મિત્ર કે અમિત્ર હોય તે સર્વ મને ક્ષમા આપજો. સર્વેને વિષે મારા સમભાવ છે. મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈને મેં જે મનુષ્યોને દુ:ખ આપ્યું હાય, તિર્યંચ જાતીમાં ઉત્પન્ન થઇને મે જે તિર્યાને દુ:ખ આપ્યું હોય, નારકીમાં ઉત્પન્ન થઇને જે નારકીને દુ:ખી કર્યા હાય, અને દેવમાં ઉત્પન્ન થઇને જે દેવાને દુ:ખી કર્યા હાય, તે સર્વે મારા અપરાધ ક્ષમા કરજો. હું પણ તેએને ખમાવું છું. મારે સર્વ ઉપર મૈત્રી ભાવ છે. કાઇની સાથે મારે વેરભાવ નથી. જીવિત, ચૈાવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનના સમગ્ગમ તે સર્વ વાયુએ ઉછાળેલા સમુદ્રના તરગેાની જેવા ચપળ-અસ્થિર છે. આ સંસારમાં દુ:ખી જીવાને ધર્મ