________________
( ૧૩૮ )
વિના ખીજુ કાઇ પણ શરણુ નથી, તેથી સર્વે જીવો કે જે કાઇ વખત સ્વજન અને કોઈ વખત પરજન થાય છે, તેને વિષે કાણુ પ્રતિબંધ ( રાગ દ્વેષના પરિણામ ) કરે ? આ સંસારમાં જીવ એકલેાજ ઉત્પન્ન થાય છે, લેાજ મરણ પામે છે, એકલેાજ સુખને અનુભવે છે, અને એકલેાજ શરણ રહિત દુ:ખને પણ અનુભવે છે. આ શરીર અન્ય છે. ધનાર્દિક અન્ય છે, મધુએ અન્ય છે, જીવ અન્ય છે, એવું જાણ્યાં છતાં બાળ-મૂર્ખ તેમાં મુ ંઝાય છે; પંડિત પુરૂષ તેમાં મુ ંઝાતા નથી. આ દેહ રૂધિર, વસા,માંસ, અસ્થિ, મૂત્ર અને વિષ્ઠાથી ભરપૂર હાવાથી અસાર છે, તેના ઉપર કાણુ નિપુણ માણસ મળે કરે, ? લાલન પાલન કર્યા છતાં પણ આ શરીર ભાડાના ઘરની જેમ જ્યારે ત્યારે પણ મૂકવાનુ' જ છે,માટે ધીર પુરૂષે એવી રીતે મરવુ જોઇએ કે ફરીથી મરવું જ ન પડે. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું હું શરણુ કરૂ છું. જિનધર્મ (જિનવાણી) મારી માતા છે, ગુરૂ મારા પિતા તુલ્ય છે,સાધુ સ દાદર (ભાઇઓ) છે, અને સાધમિકા સ્વજન તુલ્ય છે, આ સર્વ મારૂ ખરૂ કુટુંબ છે; બીજું સાંસારિક કુટુંબ તેા પાસલા સમાન છે. શ્રીૠષભાદિક જિનેશ્વ રાને તથા પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહક્ષેત્રના સર્વ જિનેશ્વશને હું પ્રણામ કરૂ છું. તીર્થંકરને એક પણ નમરકાર કર્યો હોય તે તે સંસારના ભેદ ( નાશ ) કરનાર થાય છે. ચાન રૂપી અગ્નિ વડે કર્મમળને બાળી નાંખનાર સિદ્ધ ભગવાનને હુ નમસ્કાર કરૂ છું. પાંચ પ્રકારના આચારને ધારણ કરનારા આચાર્યને હું પ્રણામ કરૂ છું. સત્રને ભણાવનાર ઉપાધ્યાયને હું પ્રણામ કરૂ છુ. તથા શીળવડે શોભતા સાધુઓને હું પ્રણામ કરૂ છું. સાવધ વ્યાપારને અને માહ્ય તથા અભ્યંતર ઉપાધિને હું તજી છું. આ પ્રમાણે દુષ્કૃતની ગાઁ, સર્વ જીવાની ખામણા, ચાર શણ, શુભ ભાવના, નમરકારનુ સ્મરણ અને